લેવીય

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27


પ્રકરણ 1

1 યહોવા દેવે મૂસાને મુલાકાતમંડપમાં બોલાવીને તેને કહ્યું,
2 “તું ઇસ્રાએલના પુત્રોને આ પ્રમાંણે આજ્ઞા કર; જયારે તમાંરામાંથી કોઈ પણ વ્યક્તિ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે તેણે કાં તો કોઈ ઢોર અર્પણ કરવું કાં તો ઘેટાંબકરાં અર્પણ કરવા.
3 “જો કોઈ અર્પણ ઢોરના દહનાર્પણનું હોય, તો તે બળદ હોવું જોઈએ અને તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. તેણે ઢોરને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવવું જેથી યહોવા માંટેના તે અર્પણનો યાજકો સ્વીકાર કરે.
4 જે વ્યક્તિ તે ઢોરને લઈને આવે તેણે પોતાનો હાથ તે દહનાર્પણના માંથા પર મૂકવો એટલે પ્રાયશ્ચિત્ત કરવા તેનો સ્વીકાર કરવામાં આવશે.
5 “પછી તે દહનાર્પણને યહોવા સમક્ષ વધેરે; અને હારુનના પુત્રો - યાજકો તેનું લોહી યહોવાને ધરાવી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવેલી વેદીની ચારે બાજુએ છાંટે.
6 પછી યાજકો તે દહનાર્પણનું ચામડું ઉતારી તેના ટુકડા કરે.
7 પછી હારુનના પુત્રો યાજકોએ વેદી પર લાકડાં ગોઠવીને તેમાં આગ ચાંપે.
8 ત્યાર પછી તેમણે તે ઢોરના ટુકડા, માંથું અને ચરબી, વેદી પરના બળતા લાકડાની અગ્નિમાં હોમવાં.
9 યાજકે ઢોરના આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવાં અને યાજકે તે બધુ દહનાર્પણ તરીકે વેદી પર મૂકવું. સુવાસિત દહનાર્પણ યહોવા સ્વીકાર કરશે અને પ્રસન્ન થશે.
10 “જો દહનાર્પણ તરીકે પસંદ કરેલું પ્રાણી ઘેટું કે બકરું હોય, તો તે ખોડખાંપણ વગરનું નર પ્રાણી જ હોવું જોઈએ.
11 જે વ્યક્તિ તે અર્પણ લાવે તે યહોવાની સમક્ષ વેદીની ઉત્તર બાજુએ તેને વધેરે, અને હારુનના પુત્રો-યાજકો તેનું લોહી વેદીની આગળ પાછળ અને ચારે બાજુએ છાંટે.
12 પછી યાજક ઢોરના ટુકડા કરે અને તે ટુકડાઓને (માંથાને તથા પગને) વેદી પર ગોઠવેલાં લાકડાં પર હોમે.
13 પછી યાજક ઢોરના આંતરડાં અને પગ પાણીમાં ધોઈ નાખે તેણે ઢોરના બધા અંગોને વેદી પર હોમીને યહોવાને અર્પણ કરવા. કેમકે આ દહનાર્પણ છે અને એ દહનાર્પણની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
14 “જો કોઈ દહનાર્પણો તરીકે યહોવાને પક્ષી ચઢાવે તો તેણે કાં તો હોલાનું બચ્ચું ચઢાવવું, કાં તો કબૂતરનું બચ્ચું ચઢાવવું.
15 યાજક તેને વેદી આગળ ઘરાવે અને તેની ડોક મરડીને માંથું જુદું કરે અને તેનું વેદી પર દહન કરે, અને લોહી વેદીની એક બાજુએ રેડી દે.
16 પછી યાજકે તેના પીછાં અને ગળા પાસેની કોથળી કાઢી નાખવી અને તેને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગા ઉપર ફેંકી દેવા.
17 પછી યાજક તે પક્ષીને બે પાંખો વચ્ચેથી ચીરે પરંતુ તેના બે ભાગ જુદા થવા ન દે, અને તેને વેદી પરના અગ્નિમાંનાં લાકડાં પર હોમી દે, આ પણ એક દહનાર્પણ છે અને એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.”
પ્રકરણ 2

1 જો કોઈ વ્યક્તિ યહોવા દેવને ખાદ્યાર્પણ ચઢાવવા ઈચ્છે, તો તેણે મેંદાનો લોટ લાવવો અને તેમાં તેલ રેડવું અને તે પર લોબાન મૂકવો.
2 પછી તેણે એ હારુનના પુત્રો - યાજકો સમક્ષ લાવવું. પછી એક યાજક તેમાંથી એક મૂઠી લોટ, તેલ અને બધો લોબાન લઈને તેને પ્રતીકરૂપે વેદી પર હોમે. આ ખાદ્યાર્પણ અગ્નિ દ્વારા થાય છે તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
3 ખાદ્યાર્પણનો બાકીનો ભાગ યાજકોને મળે છે. તે અત્યંત પવિત્ર છે. કારણ કે યહોવાને ધરાવેલા દાણાના અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે.
4 “જો કોઈ વ્યક્તિ ભઠ્ઠીમાં બનાવેલી રોટલી યહોવા સમક્ષ ખાદ્યાર્પણ તરીકે લાવે તો તે પણ મેંદાની જ હોય, અને તે તેલથી મોયેલા લોટની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા જ હોય.
5 જો તમે તમાંરું ખાદ્યાર્પણ કડાઈમાં રાંધેલું લાવો, તો તે પણ તેલથી મોયેલા મેંદાનું જ બનાવેલું અને ખમીરવાળુ હોય.
6 તેના ટુકડા કરીને તેના પર તેલ રેડવું; એ ખાદ્યાર્પણ છે.
7 જો કોઈનું ખાદ્યાર્પણ તવા પર શેકેલું હોય તો તે તેલનું મોણ નાખેલા મેંદાનું બનાવેલું હોય.
8 “આ રીતે શેકેલું, તળેલું આ ખાદ્યાર્પણ યાજક પાસે લાવવું અને તે તેને વેદી પર યહોવા સમક્ષ અર્પણ કરવું.
9 અને પછી યાજક તેમાંથી પ્રતીકરૂપે થોડો ભાગ લઈ ખાદ્યાર્પણ તરીકે વેદીમાંના અગ્નિમાં હોમશે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
10 ખાદ્યાર્પણનો બાકીનો ભાગ યાજકોનો ગણાય. એ અત્યંત પવિત્ર છે, કારણ, યહોવાને ધરાવેલા હોમયજ્ઞમાંથી એ ગ્રહણ કરવામાં આવેલ છે.
11 “યહોવાને અર્પણ કરવાના કોઈ પણ પ્રકારના ખાદ્યાર્પણમાં આથો ન વાપરવો, અર્થાત ખમીરનો ઉપયોગ કરવો નહિ. કોઈ પણ વ્યક્તિએ દહનાર્પણમાં ખમીર કે મધનો ઉપયોગ કરવો નહિ, કારણ કે તેની છૂટ નથી.
12 કોઈ પણ વ્યક્તિ તે વસ્તુઓ ખમીર અને મધ પાકના પ્રથમ ભાગ તરીકે એ ધરાવી શકે પરંતુ તે વસ્તુઓ આહુતિ તરીકે વેદીમાં મીઠો ધુમાંડો બને એ રીતે હોમવી નહિ.
13 પરંતુ તમાંરે તમાંમ પ્રકારની ખાદ્યાર્પણમાં મીઠું નાખવું. તમાંરા ખાદ્યાર્પણ પર દેવનો અતૂટ કરાર છે, તેથી તેના પ્રતીકરૂપ મીઠું નાખવાનું કદી ભૂલવું નહિ. બધાજ અર્પણોમાં મીઠું ઉમરેવું અને ચઢાવવું.
14 “જો કોઈ વ્યક્તિ પાકના પ્રથમ ભાગ તરીકે અનાજ ખાદ્યાર્પણ તરીકે ચઢાવે તો તેણે તાજાં કણસલાંના પોંકરૂપે અથવા દળેલા લોટરૂપે ચઢાવે.
15 ખાદ્યાર્પણનાં પર તેલ રેડવું અને ઉપર લોબાન મૂકવો, એ ખાદ્યાર્પણ છે.
16 યાજક પ્રતીકરૂપે તેમાંથી થોડો લોટ અને તેલ તથા બધો લોબાન લઈ યહોવાને ખાદ્યાર્પણ તરીકે વેદીની અગ્નિમાં હોમવો.”
16
પ્રકરણ 3

1 જો કોઈ વ્યક્તિ યહોવા સમક્ષ શાંત્યર્પણ લાવવા ઈચ્છતો હોય, તે પશુ ગાય પણ હોઈ શકે, તે અર્પણ પશુ હોય તો નર હોય કે માંદા હોય, પણ તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.
2 જે વ્યક્તિ તે પશુ લાવે તે તેના માંથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તેને વધેરે, ત્યાર પછી હારુનના પુત્રો-યાજકો તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટે.
3 તે વ્યક્તિએ પશુના નીચેનો ભાગ યહોવાને શાંત્યર્પણ તરીકે ચઢાવવા: આંતરડાં ઉપરની અને તેની આજુબાજુની બધી ચરબી,
4 બંને મૂત્રપિંડ અને તે ઉપરની કમર પાસેની ચરબી, તેમજ કાળજા અને મૂત્રપિંડ પરની ચરબી.
5 આ તમાંમ યાજકોએ દહનાર્પણ ઉપરાંત વેદી પરના લાકડાંના અગ્નિમાં હોમવું. એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
6 “જો કોઈ વ્યક્તિ શાંત્યર્પણ તરીકે બકરું કે ઘેટું યહોવા સમક્ષ લાવે, તો પણ તેનામાં કોઈ ખોડખાંપણ હોવી જોઈએ નહિ, વળી તે નર કે માંદા કોઈપણ હોઈ શકે.
7 જો કોઈ વ્યક્તિ ઘેટું ચઢાવતો હોય તો;
8 તેણે યહોવા સમક્ષ ઘરાવી તેના માંથા પર હાથ મૂકી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તેને વધેરવું. ત્યારબાદ હારુનના પુત્રો - યાજકોએ તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટવું.
9 પછી પ્રાણીના નીચે જણાવેલા ભાગો શાંત્યર્પણમાંથી હોમયજ્ઞ તરીકે યહોવા સમક્ષ ચઢાવવા: બધી ચરબી, મેરુ દંડને અડીને કાપી નાખેલી આખી જાડી પૂછડી, આંતરડાં ઉપરની અને તેની આસપાસની બધી જ ચરબી
10 બંને મૂત્રપિંડો અને તેમના પરની કમર પાસેની ચરબી, કાળજા અને મૂત્રપિંડો પરની ચરબી,
11 યાજકે યહોવા સમક્ષ શાંત્યર્પણ તરીકે આ બધું હોમી દેવું.
12 “જો કોઈ વ્યક્તિ બકરું અર્પણ કરવા લાવે તો,
13 તેણે યહોવા સમક્ષ ઘરાવીને તેના માંથા પર હાથ મૂકી મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ તેને વધેરવું. ત્યારબાદ હારુનના પુત્રો-યાજકોએ તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટવું.
14 યાજકે તેના નીચેના ભાગ યહોવાને શાંત્યર્પણ તરીકે ચઢાવવા: આંતરડાં પરની અને તેની આસપાસની બધી જ ચરબી,
15 બંને મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી, કાળજા તેમજ મૂત્રપિંડો પરની ચરબી.
16 આ તમાંમ યાજકે શાંત્યર્પણ તરીકે હોમી દેવું. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. બધી જ ચરબી યહોવાની ગણાય.
17 તમે ગમે ત્યાં નિવાસ કરતા હો, તમાંરી બધી જ પેઢીઓ માંટે તમાંરા દેશમાં સર્વત્ર આ કાયમી નિયમ છે; તમાંરે કદી પણ ચરબી કે લોહી ખાવા નહિ.”
પ્રકરણ 4

1 તે પછી યહોવાએ મૂસાને બીજી સૂચનાઓ આપી અને તેને કહ્યું કે, “ઇસ્રાએલના લોકોને કહે જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તે ન કરવા તેનું પાલન કરે.
2 જો કોઈ વ્યક્તિ અજાણતા માંરા આદેશોનું ઉલ્લંઘન કરે તેને માંટે આ નિયમો છે.
3 “જો અભિષિક્ત યાજક એવી રીતે ભૂલ કરે અને લોકોને દોષમાં નાખે. તો તેણે પોતે કરેલાં પાપના પ્રાયશ્ચિત રૂપે યહોવાને એક ખોડખાંપણ વગરનો બળદ તેણે કરેલા પાપાર્થાર્પણ માંટે અર્પણ તરીકે ચઢાવવો.
4 તેણે બળદને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવી તેના માંથા પર હાથ મૂકી તેને યહોવાની સમક્ષ વધેરવો.
5 પછી અભિષિક્ત યાજક તેનું લોહી લઈને મુલાકાત મંડપમાં આવે.
6 અને પછી લોહીમાં પોતાની આંગળી બોળી યહોવા સમક્ષ સાત વખત પરમપવિત્રસ્થાનના પડદા પર લોહીના છાંટા નાખે.
7 ત્યારબાદ તેણે થોડું લોહી મુલાકાતમંડપની અંદર યહોવા સમક્ષ ધૂપની વેદીના ખૂણાઓ ઉપર રેડવું અને બાકીનું લોહી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળના યજ્ઞવેદીના પાયા આગળ રેડી દેવું.
8 પછી તેણે પાપાર્થાર્પણના બળદની બધી ચરબી કાઢી લેવી; આંતરડાં પરની અને તેની આસપાસની ચરબી.
9 બે મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી અને કાળજા તેમજ મૂત્રપિંડો પરની બધી જ ચરબી કાઢીને બાજુએ રાખવી,
10 અને પછી તે બધી ચરબી યાજકે યજ્ઞવેદી પર હોમી દેવી.
11 પરંતુ જુવાન વાછરડાનો બાકીનો ભાગચામડું, માંસ, માંથું, પગ, આંતરડાં,
12 અને છાણ, છાવણીની બહાર પવિત્રસ્થાને લઈ જઈ ત્યાં રાખ નાખવાની જગ્યાએ લાકડાં સળગાવીને તેને બાળી મૂકવો.
13 “જો સમગ્ર ઇસ્રાએલની પ્રજા અજાણતાં પાપ કરીને યહોવાની આજ્ઞાનો ભંગ કરી દોષમાં પડે તો,
14 તેની જાણ થતાં જ મંડળીએ પાપાર્થાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો બળદ ચઢાવવો. બળદને મુલાકાતમંડપ આગળ લાવી,
15 વડીલોએ તેના માંથા પર હાથ મૂકી યહોવા સમક્ષ તેને વધેરવો.
16 ત્યાર પછી અભિષિક્ત યાજકે તેનું થોડું લોહી મુલાકાતમંડપમાં લાવી.
17 તેમાં આંગળી બોળી યહોવા સમક્ષ સાત વખત પડદા પર છાંટવું.
18 ત્યારબાદ થોડું લોહી તેણે મુલાકાતમંડપની અંદર યહોવા સમક્ષ વેદીના ખૂણાઓ પર રેડવું, અને બાકીનું બધું લોહી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની યજ્ઞ વેદીનાં પાયામાં રેડી દેવું.
19 ત્યારબાદ તેણે બળદની ચરબી કાઢી લઈ વેદીના લાકડાંના અગ્નિમાં બાળી મૂકવી.
20 તેણે પાપાર્થાર્પણના બળદની જેમજ એ બળદનું પણ કરવું, એ રીતે યાજક લોકોને શુદ્ધ કરશે અને યહોવા તેમને માંફ કરશે.
21 પછી પેલા બળદની જેમ આને પણ છાવણીની બહાર લઈ જઈ બાળી મૂકવો, આ વખતે આ પાપાર્થાર્પણ સમગ્ર પ્રજાને માંટે છે.
22 “જો કોઈ પ્રજાના આગેવાનોમાંથી અજાણતા પાપ કરે અને દેવના નિયમનું ઉલ્લંઘન કરી દોષિત ઠરે,
23 ત્યારે એની જાણમાં આવતાં જ તેણે ખોડખાંપણ વગરનો નર બકરો લાવી, જ્યાં આહુતિ ચઢાવવામાં આવે છે,
24 ત્યાં યહોવા સમક્ષ તેના માંથા પર હાથ મૂકી તેને વધેરવો. આ પાપાર્થાર્પણ છે.
25 ત્યારબાદ યાજકે પશુનું લોહી આંગળી વડે લઈ યજ્ઞવેદીનાં ટોચકાં પર લગાડવું, અને બાકીનું લોહી યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું અને અર્પણની આહુતિની ચરબીની જેમ એની બધી જ ચરબી વેદી પર બાળી મૂકવી.
26 આમ યાજક રાજાને શુદ્ધ કરશે અને યહોવા તેને માંફ કરશે.
27 “જો કોઈ સામાંન્ય માંણસ અજાણતા પાપ કરે અને યહોવાની કોઈ આજ્ઞાનો ભંગ કરીને દોષમાં પડે તો,
28 તેની જાણ થતાં તેણે પોતે કરેલાં પાપોના પ્રાયશ્ચિત માંટે એક ખોડખાંપણ વગરની બકરી પાપાર્થાર્પણ કરવી.
29 તેણે તેના માંથા પર હાથ મૂકી, જયાં યજ્ઞ ચઢાવવામાં આવે છે ત્યાં તેનો વધ કરવો.
30 યાજકે તેનું થોડું લોહી આંગળી પર લઈને યજ્ઞવેદીનાં ખુણાઓ પર લગાડવું, અને બાકીનું બધું જ લોહી વેદીના પાયામાં રેડી દેવું.
31 “શાંત્યાર્પણની વિધિની જેમ યાજકે તેની બધી ચરબી કાઢી લેવી અને વેદી પર તેનું દહન કરવું; અને યહોવા તેનો સ્વીકાર કરશે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. યાજક આ રીતે તે માંણસને માંટે પ્રાયશ્ચિત કરશે અને યહોવા તેને માંફ કરશે.
32 “પણ જો કોઈ માંણસ પાપાર્થાર્પણ તરીકે હલવાન લાવે તો તે માંદા હોવું જોઈએ અને ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.
33 તેણે તેના માંથા પર હાથ મૂકી જયાં દહનાર્પણના પશુનો વધ કરવામાં આવે છે, ત્યાં પાપાર્થાર્પણ તરીકે તેનો વધ કરવો.
34 પછી યાજકે પાપાર્થાર્પણનું થોડું લોહી આંગળી પર લઈને યજ્ઞવેદીનો ખૂણાઓ પર લગાડવું. અને બાકીનું બધું લોહી વેદીના પાયામાં રેડી દેવું.
35 યાજકે શાંત્યાર્પણના પશુની જેમ તેની બધી જ ચરબી કાઢી લેવી અને યહોવાને બીજા કોઈપણ અગ્નિના અર્પણની જેમ યાજકે તેને વેદી પર હોમી દેવું. આ રીતે યાજક તે વ્યક્તિને તેના પાપમાંથી શુદ્ધ કરે છે, અને યહોવા તે વ્યક્તિને માંફ કરે છે.
પ્રકરણ 5

1 “ગુન્હા વિષે જાણનાર વ્યક્તિને ન્યાયાલયમાં સાક્ષી પૂરવા બોલાવવામાં આવે અને તે પોતે જ જોયેલું કે જાણેલું હોય તે ન જણાવે તો તે પાપમાં પડે અને તેની સજા તેણે ભોગવવી પડે.
2 “જો કોઈ માંણસ અજાણતાં કોઈ પણ અશુદ્ધ વસ્તુ, જેવી કે ખોરાક માંટે ના કરી હોય એવા જંતુના મૃત શરીરને અથવા જંગલી કે પાળેલા પ્રાણીના મૃત શરીરને સ્પર્શ તો તે દોષિત ગણાય.
3 “જો કોઈ માંણસ અજાણતાં માંણસનો કોઈ પણ જાતની મલિનતાનો સ્પર્શ કરે અને જેવી તેના વિષે તેને જાણ થાય કે તરત જ તે દોષપાત્ર ગણાય.
4 જો કોઈ માંણસ ઉતાવળમાં સમ ખાય અને તેને પાળવાનું ભૂલી જાય અને મોડેથી તેની જાણ થાય, તો તે દોષિત ગણાય;
5 આમાંની કોઈ પણ બાબતમાં, જો કોઈ વ્યક્તિ દોષિત હોય તો તેણે પોતાનો દોષ કબૂલ કરવો,
6 અને પોતાના પાપના પ્રાયશ્ચિતરૂપે યહોવા સમક્ષ માંદા હલવાન કે બકરી લાવે, અને યાજકે તેનો પ્રાયશ્ચિતવિધિ કરવો.
7 “પરંતુ જો તે ગરીબ હોય અને માંદા હલવાન કે બકરી ચઢાવી ન શકે, તો તેણે યહોવાને બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં ચઢાવવાં, એક પાપાર્થાર્પણ તરીકે અને એક દહનાર્પણ તરીકે,
8 તેણે એ લાવીને યાજકને આપવાં, યાજકે પહેલાં પાપાર્થાર્પણ ચઢાવવું, તેણે તેની ડોક મરડી પંખીને માંરી નાખવું, અને તેનું માંથું તેની ડોકથી જુદુ કરી નાખવું, પણ તેને પંખીના બે ભાગ ન કરવા.
9 પછી તેનું થોડું લોહી વેદીની બાજુ પર છાંટવું. અને બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દેવું એ પાપાર્થાર્પણ છે.
10 ત્યારબાદ બીજું પક્ષી તેણે વિધિપૂર્વક દહનાર્પણ તરીકે હોમી દેવું. આ રીતે તેનું અર્પણ થાય છે. આ રીતે યાજક તે વ્યક્તિને પાપમાંથી શુદ્ધ કરે છે અને તેને માંફ કરવામાં આવશે.
11 “જો કોઈ માંણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચઢાવી શકે તેમ ના હોય, તો તેણે પાપાર્થાર્પણ તરીકે આઠ વાટકા લોટ ચઢાવવો. અને તેણે તેમાં તેલ કે લોબાન ન મૂકવાં, કારણ, તે પાપાર્થાર્પણ છે,
12 તેણે એ લાવીને યાજકને સોંપવા અને તેણે પ્રતીક તરીકે તેમાંથી મૂઠી ભરીને લોટ લઈ વેદી પર યહોવાને ચઢાવેલાં અન્નના અર્પણ ભેગો હોમી દેવો. એ પ્રાયશ્ચિત માંટેનું અર્પણ છે.
13 યાજકે આ રીતે તેના પાપનું પ્રાયશ્ચિત કરવા માંટેની વિધિ કરવી, એટલે તે માંણસને માંફ કરવામાં આવશે, બાકીનો લોટ ખાદ્યાર્પણની જેમ યાજકનો થશે.”
14 યહોવાએ મૂસાને કહ્યું,
15 “જો કોઈ વ્યક્તિ અજાણતાં પવિત્રવસ્તુઓ સાથે કઈ ખોટુ કરીને પાપ કરે; તો તેણે દોષાર્થપણ માંટે ખોડખાંપણ વગરનો એક ઘેટો લાવવો. તેણે પોતાનું પાપ શુદ્ધ કરવા ઘેટાને યહોવા સમક્ષ લાવવો. તમાંરે અધીકૃત માંપ વાપરી ઘેટાની કિંમત આંકવી.
16 અને જે પવિત્ર વસ્તુને ખોટું થયું છે તેની કિંમત તે ભરપાઈ કરે, તેણે જેના સમ લીધા હોય તે લાવવું. અને તેમાં પાંચમો ભાગ ઉમેરીને તે પૈસા યાજકને આપવા. ત્યારબાદ યાજક તેને દોષાર્થાપણના ઘેટાંથી તેને શુદ્ધ કરશે અને તેને માંફ કરવામાં આવશે.
17 “જો કોઈ વ્યક્તિ અજાણતાં યહોવાએ આપેલા કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કરી પાપ કરે; તો તે દોષિત ઠરે અને તેના પાપની જવાબદારી તેને માંથે.
18 આ દોષાર્થાર્પણ ને માંટે ખોડખાંપણ વગરનો ઘેટો હોય, અને તેને લાવીને યાજકને આપવો, અને તે તેની કિંમત મંદિરના ધોરણે ઠરાવવી. યાજકે તેણે અજાણતાં કરેલા પાપનો પ્રાયશ્ચિતવિધિ કરવો એટલે તેને માંફ કરવામાં આવશે.
19 આ દોષાથાર્પણ માંટેનું અર્પણ છે, કારણ, તેણે યહોવાનો ગુનો કર્યો છે, અને તે યહોવા સમક્ષ દોષિત છે.”
પ્રકરણ 6

1 અને યહોવાએ મૂસાને કહ્યું,
2 “જો કોઈ વ્યક્તિ કોઈની થાપણ પાછી ન આપે અથવા પોતે ભાડે આપેલી વસ્તુની લીધેલી અનામત અથવા તેની પર વિશ્વાસ કરીને તેને સોંપેલી વસ્તુ પાછી આપવાની ના પાડે, ચોરી કરે, છેતરે કે પોતાના પડોશી પર અન્યાય કરીને કોઈ વસ્તુ મેળવે,
3 અથવા કોઈની ખોવાયેલી વસ્તુ તેને જડી હોય, ને તેની ના પાડે, અથવા આવા કોઈ પણ પાપની બાબતમાં ખોટા સમ ખાય, અને એ રીતે યહોવાનો ગુનેગાર બને;
4 તો તે દોષિત છે, તેણે જે કાંઈ ચોરી લીધું હોય, બળજબરીથી લીધું હોય અથવા છેતરીને લીધું હોય, અથવા રાખવા લીધું હોય અથવા મળ્યું હોય અને તેના વિષે ખોટુ બોલ્યો હોય અથવા બીજી કોઈપણ વાતમાં તેણે ખોટા સમ ખાધા હોય તો.
5 તેને આખી કિંમત વીસ ટકા ઉમેરીને તે રકમ સાચા માંલિક ને આપવી; અને એ જ દિવસે તેને પોતાનું દોષાર્થાર્પણ લાવે.
6 તેણે એક ખોડખાંપણ વગરનો ઘેટો યાજક પાસે યહોવાને પ્રાયશ્ચિત તરીકે લાવવો અને તેની કિંમત મંદિરના ધોરણે ઠરાવવી.
7 પછી યાજકે યહોવા સમક્ષ તેનો પ્રાયશ્ચિતવિધિ કરવો, એટલે તેણે જે કાંઈ પાપ કર્યું હશે તેને માંફ કરવામાં આવશે.”
8 પછી યહોવાએ મૂસાને કહ્યું,
9 “હારુન અને તેના પુત્રોને દહનાર્પણને લગતા આ નિયમો આપ: “દહનાર્પણો વેદી પરની કઢાઈ ઉપર આખી રાત રાખવામાં આવે અને વેદીનો અગ્નિ સતત સળગતો રહે.
10 અને યાજક પોતાના અંદર અને બહાર શણનાં કપડાં પહેરે અને દહનાર્પણની રાખ સાફ કરે અને તેને વેદીની બાજુમાં ભેગી કરે.
11 ત્યાર પછી તેણે વસ્ત્રો બદલવાં અને એ રાખ છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ લઈ જવી.
12 તે દરમ્યાન વેદીનો અગ્નિ સતત બળતો રાખવો, તેને કદી હોલવવા ન દેવો. પ્રતિદિન સવારે યાજકે તેમાં લાકડાં મૂકવાં અને તેના ઉપર દહનાર્પણ ગોઠવવું, અને તેના ઉપર શાંત્યર્પણની ચરબીનુ દહન કરે.
13 વેદીનો અગ્નિ સતત બળતો રાખવો તે કદી ઓલવાવો જોઈએ નહિ.
14 “ખાદ્યાર્પણ માંટેના નિયમો આ પ્રમાંણે છે: હારુનના પુત્રો-યાજકો ખાદ્યાર્પણ યહોવાને ચઢાવવા વેદી સમક્ષ ઊભા રહે.
15 પછી તેણે એ ખાદ્યાર્પણોમાંથી મૂઠી ભરીને મેંદો. તેલ અને બધો જ લોબાન પ્રતીક તરીકે લઈને યહોવાને માંટે વેદીમાં હોમી દેવો, એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
16 “મૂઠ્ઠીભર લોટ લીધા પછી જે બાકી રહે તે, ખોરાક માંટે હારુન અને તેના પુત્રો-યાજકોનો ગણાય; મુલાકાત મંડપનાં ચોકમાં તેને ખમીર વગર ખાવો.
17 એમાં ખમીર ન નાખવું. મેં અગ્નિ દ્વારા મળેલ ખાદ્યાર્પણના તેમના ભાગરૂપે તેમને આપેલા છે. પાપાર્થાર્પણ અને દોષાથાર્પણના અર્પણની જેમ એ પરમ પવિત્ર છે.
18 હારુનના વંશનો કોઈ પણ વ્યક્તિ એ ખાઈ શકશે, યહોવાને ચઢાવેલા ખાદ્યાર્પણના અર્પણનો તેમને પેઢી દર પેઢી કાયમનો ભાગ મળશે, એનો સ્પર્શ જે કોઈ કરશે તે શુદ્ધ બની જશે.”
19 યહોવાએ મૂસાને કહ્યું,
20 “હારુન અને તેના પુત્રોએ પોતાના અભિષેકના દિવસે એટલે કે તેઓ યાજક વર્ગમાં પ્રવેશે તે દિવસે તેઓ યહોવા સમક્ષ ખાદ્યાર્પણ લાવે, એટલે કે આઠ વાટકા લોટ જેને રોજના અર્પણના સમયે અર્પણ કરવામાં આવશે, અડધો સવારે અને અડધો સાંજે, એને તેલથી મોહીને તવા પર શેકીને,
21 તેને ભઠ્ઠીમાં તવી ઉપર તેલથી તળવામાં આવે અને તેને બરાબર શેકવામાં આવે, પછી તેને યહોવા સમક્ષ અર્પણ તરીકે લાવવામાં આવે, તમાંરે અર્પણના ટુકડા કરી નાખવા. તેની સુવાસથી યહોવાને બહુ આનંદ થશે.
22 “જયારે યાજકના પુત્ર પોતાના પિતાની (હારુનની) ઊચા યાજક તરીકે જગ્યા ધારણ કરે ત્યારે તેણે આ ખાદ્યાર્પણને સંપૂર્ણ રીતે બાળી નાખીને અર્પણ કરવું. આ કાયમી નિયમ છે.
23 યહોવાને ચઢાવેલો એ ખાદ્યાર્પણ પૂરેપૂરો હોમી દેવાનો છે, તેમાંનું કશુંય કોઈએ પણ જમવાના ઉપયોગમાં લેવું નહિ.”
24 પછી યહોવાએ મૂસાને કહ્યું,
25 “હારુન અને તેના પુત્રોને પાપાર્થર્પણ વિષેના આ નિયમો કહે: પાપાર્થાર્પણનું પશુ યહોવા સમક્ષ જયાં દહનાર્પણના પશુને વધેરવામાં આવે છે, ત્યાં વધેરવું એ અત્યંત પવિત્ર છે.
26 વિધિ કરનાર યાજકે એ મુલાકાત મંડપના ચોકમાં પવિત્રસ્થાને જમવું.
27 જે કાંઈ એને અડે તે પવિત્ર ગણાય. “જો એના લોહીના છાંટા કોઈ કપડાં પર પડયા હોય તો તે પવિત્રસ્થાને ધોઈ નાખવાં.
28 માંટીનાં જે વાસણમાં માંસને ઉકાળ્યું હોય તેને ભાંગી નાખવું અથવા જો કાંસાનું વાસણ વાપર્યુ હોય તો તેને ઘસીને ચકચકિત કરવું અને વીછળી નાખીને બરાબર ધોઈ નાખવું.
29 યાજકના પરિવારનો કોઈ પણ માંણસ આ પાપાર્થાર્પણમાંથી જમી શકે, કારણ કે તે અત્યંત પવિત્ર અર્પણ છે.
30 પરંતુ જો પાપાર્થાર્પણનું લોહી મુલાકાત મંડપમાં લાવીને પાપાર્થાર્પણમાં વપરાયું હોય તો પાપાર્થાર્પણ યાજકોએ ખાવો નહિ. અને અગ્નિમાં પૂરેપૂરો હોમી દેવો.
પ્રકરણ 7

1 “દોષાર્થાર્પણ માંટે લવાતાં અતિ પવિત્ર અર્પણો માંટેના નિયમો આ પ્રમાંણે છે:
2 દોષાર્થર્પણ માંટેના અર્પણના પશુનો વધ, જયાં દહનાર્પણના પશુનો વધ થતો હોય ત્યાં કરવો અને તેનું લોહી વેદી પર અને ફરતું છાંટવું.
3 “યાજકે એની બધી ચરબી કાઢી લઈ વેદી પર ચઢાવવી, જાડી પૂંછડી, આંતરડા પરની ચરબી,
4 બંને મૂત્રપિંડો અને કમરના નીચલા ભાગના સ્નાયુ પરની ચરબી, અને કાળજાનો ચરબીવાળો ભાગ આ સર્વ આહુતિ માંટે એક બાજુ રાખવું.
5 યાજકે યહોવાને ચઢાવવામાં આવેલી આહુતિ તરીકે વેદી પર હોમી દેવી. એ દોષાર્થાર્પણની આહુતિ છે.
6 “યાજકના પરિવારનો કોઈ પણ પુરુષ સભ્ય તે જમી શકે. તે અતિ પવિત્ર છે; તેથી તે પવિત્ર જગ્યાએ જ જમવું.
7 પાપાર્થાર્પણ તથા દોષાર્થાર્પણ માંટે એક જ નિયમ છે. એ યજ્ઞ કરનાર યાજકને મળે.
8 કોઈ વ્યક્તિને ચઢાવેલા દહનાર્પણના પશુનું ચામડું હોમનાર યાજકને મળે.
9 ભઠ્ઠીમાં બનાવેલું, અથવા કડાઈમાં તળેલુ કે તવામાં શેકેલું ખાદ્યાર્પણ તેને ધરાવનાર યાજકનું થાય.
10 અન્ય બીજાં બધાં ખાદ્યાર્પણો તેલમાં મોહ્યેલા કે મોહ્યા વગરના હારુનના પુત્રોની-યાજકોની સહિયારી માંલિકીના ગણય. તેથી બધા યાજકોએ તે સરખે ભાગે વહેંચી લેવાં.
11 “યહોવાને ચઢાવવામાં આવતા શાંત્યર્પણો યજ્ઞો માંટે આ પ્રમાંણેના નિયમ છે.
12 જો કોઈ વ્યક્તિ આભાર માંટે અર્પણ ચઢાવતો હયો, તો શાંત્યર્પણ ઉપરાંત તેણે મોંયેલી બેખમીર રોટલી, તેલ ચોપડેલી બેખમીર ખાખરા તથા મોંયેલા લોટની પોળીઓ ચઢાવવા.
13 શાંત્યર્પણના અર્પણ સાથે ખમીરવાળી રોટલી ભેગી મુકવી.
14 આમાંની એક રોટલી જે યાજક શાંત્યર્પણનુ લોહી છાંટે તેને આપવામાં આવશે.
15 જે દિવસે એ અર્પણ ધરાવેલ હોય તે જ દિવસે એનું માંસ જમી લેવું. એમાંથી કશુંય બીજા દિવસે જમવા માંટે રાખવું નહિ.
16 “જો કોઈ વ્યક્તિ બાધાનો કે સ્વેચ્છાનો અર્પણ ચઢાવતો હોય તો તે ચઢાવે તે જ દિવસે અને તે પછીના દિવસે પણ જમી શકાય.
17 પણ ત્રીજા દિવસ સુધી જે વધે તેને બાળી નાખવું.
18 કારણ કે જો તે શાંત્યર્પણ ત્રીજા દિવસે પણ જમવામાં આવે તો યહોવા તેનો સ્વીકાર કરે નહિ. અર્પણ તરીકે તેની કિંમત રહે નહિ: અને જે વ્યક્તિ તે અર્પણ લાવી હશે તેને કોઈ લાભ થશે નહિ અને તે અર્પણ અશુદ્ધ બની જશે. જે માંણસ તે ખાશે તે પોતાના પાપનો જવાબદાર બનશે.
19 “જો માંસ કોઈ અપવિત્ર વસ્તુને અડેલું હોય, તો તે જમી શકાય નહિ, તેથી તેને અગ્નિમાં બાળી મૂકવું. જે વ્યક્તિ શુદ્ધ હોય તે શાંત્યર્પણનું માંસ જમી શકે છે.
20 જો કોઈ માંણસ અશુદ્ધ હોય છતાં શાંત્યર્પણમાંથી તે જમે તો તેને તેના લોકોથી જુદો કરવો, કારણ કે તેણે જે પવિત્ર છે તેને અશુદ્ધ કર્યુ છે.
21 “જો કોઈ વ્યક્તિ અશુદ્ધ માંણસને, કે અશુદ્ધ પશુને કે અશુદ્ધ પેટે ચાલનાર પ્રાણીને અડયો હોય અને પછી યહોવાને ચઢાવેલા શાંત્યર્પણનું માંસ જમે તો તેને તેના લોકોથી તેને જૂદો કરવો.”
22 પછી યહોવાએ મૂસાને કહ્યું,
23 “ઇસ્રાએલી પ્રજાને કહે કે તમાંરે કોઈ બળદ, ઘેટાં કે બકરાની ચરબી ખાવી નહિ.
24 કુદરતી રીતે મૃત્યુ પામેલ અથવા કોઈ જંગલી પ્રાણીએ માંરી નાખેલા પશુની ચરબીનો બીજો ગમે તે ઉપયોગ કરવો પણ તમાંરે તે ખાવું નહિ.
25 જો કોઈ વ્યક્તિ યહોવાને આહુતિ તરીકે ધરાવેલા પશુની ચરબી ખાય તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.
26 “તમે ગમે ત્યાં રહેતા હોય, પણ તમાંરે પશુનું કે પંખીનું લોહી ખાવું નહિ.
27 છતાં જો કોઈ લોહી ખાય તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.”
28 પછી યહોવાએ મૂસાને કહ્યું,
29 “ઇસ્રાએલી લોકોને આ કહે કે જે કોઈએ યહોવાને શાંત્યર્પણ ચઢાવવા લાવે તેણે તેનો અમુક ભાગ યહોવાને વિશેષ ભેટ તરીકે ધરાવવો.
30 તેણે પોતાને હાથે એ ભાગ લાવવો. તેણે ચરબી અને પ્રાણીની છાતી યાજક પાસે લાવવા. યાજકે છાતીને ઉચી કરવી અને આરતી અર્પણ કરીને યહોવાને અર્પણ કરવી.
31 યાજકે ચરબી વેદીમાં હોમી દેવી, પણ છાતીનો ભાગ હારુનના વંશના યાજકોનો થાય.
32 તમાંરા શાંત્યર્પણના પશુની જમણી જાંઘ પણ યાજકને આપવી.
33 એ જમણી જાંઘ જે યાજક શાંત્યર્પણને પશુનું લોહી અને તેની ચરબી ધરાવે તેના ભાગમાં જાય.
34 ઇસ્રાએલીઓએ ધરાવેલા આરતીનાં પશુઓની છાતીનો ભાગ અને જાંઘ હું રાખી લઉ છું અને યાજક હારુનને અને તેના વંશજોને આપું છું. ઇસ્રાએલીઓ તરફથી એમને મળવું જોઈતું આ કાયમનું દાપું છે.”
35 જે દિવસે હારુન અને તેના પુત્રોનો યાજક પદે અભિષેક કરવામાં આવ્યો તે દિવસે તેમને યહોવાને ધરાવેલા અભિષેકના હિસ્સામાંથી એ દાપુ આપ્યું હતું.
36 જે દિવસે અભિષેક કરવામાં આવ્યો તે દિવસે યહોવાએ આ ભાગો તેમને આપવાની ઇસ્રાએલીઓને આજ્ઞા કરી હતી, આ નિયમ સદા માંટે તેમના બધા વંશજોને માંટે બંધનકર્તા છે. વંશપરંપરા આ તેઓનો અધિકાર છે.”
37 દહનાર્પણ, ખાદ્યાર્પણ, પાપાથાર્પણ અને દોષાર્થાર્પણ અને શાંત્યાર્પણને લગતા નિયમો આ પ્રમાંણે છે.
38 સિનાઈના રણમાં યહોવાએ ઇસ્રાએલપુત્રોને અર્પણ ચઢાવવા માંટેની આજ્ઞા કરી હતી, ત્યારે તે દિવસે યહોવાએ સિનાઈ પર્વત પર મૂસાને આ પ્રમાંણે આજ્ઞા કરી હતી.
પ્રકરણ 8

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “હવે હારુન અને તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જા અને સાથે તેમના પોશાક, અભિષેકનું તેલ તેમજ પાપાર્થાર્પણનો બળદ, બે ઘેટાં અને બેખમીર રોટલીની ટોપલી લઈ જા.
3 અને બધી જ ઇસ્રાએલની પ્રજાને ત્યાં ભેગા થવાનું કહે.”
4 મૂસાએ યહોવાના કહેવા પ્રમાંણે કર્યું. તેથી સમગ્ર સમાંજ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગો થયો.
5 અને મૂસાએ તે લોકોને જણાવ્યું કે, “યહોવાએ આ પ્રમાંણે કરવાનું કહ્યું છે.”
6 ત્યારબાદ તેણે હારુનને અને તેના પુત્રોને આગળ લાવીને પાણીથી સ્નાન કરાવ્યું.
7 પછી તેણે હારુનને અંગરખો, અને જામો પહેરાવી કમરબંધ બાંધીને એફોદ ચઢાવી તેનો ગુથેલો પટો કમરે બાંધી દીધો.
8 પછી તેણે તેને ઉરપત્ર પહેરાવીને તેમાં ઉરીમ અને તુમ્મીમ જોડી દીધા.
9 ત્યારબાદ યહોવાની આજ્ઞા મુજબ તેણે તેના માંથે પાધડી પહેરાવી અને આગળના ભાગમાં પવિત્ર મુગટરૂપે સોનાનું પદક એટલે કે પવિત્ર મુગટ લગાવ્યો.
10 પછી મૂસાએ અભિષેકનું તેલ લઈને મુલાકાતમંડપ ઉપર અને તેમાંની બધી જ વસ્તુઓ પર છાંટીને તે બધાંયને પવિત્ર કર્યા.
11 તે વેદી પાસે આવ્યો અને તેના પર સાત વખત અભિષેકનું તેલ છાંટયું અને વેદી અને તેનાં બધાં વાસણો તથા કૂડી અને તેની ધોડી યહોવાને સમર્પણ કરી.
12 ત્યારબાદ તેણે હારુનના માંથા પર અભિષેકનું તેલ રેડયું અને દીક્ષાવિધિ કર્યો.
13 ત્યારબાદ યહોવાની આજ્ઞા પ્રમાંણે મૂસાએ હારુનના પુત્રોને ઝભ્ભો પહેરાવ્યો, કમરે કમરબંધ બાંધ્યા અને માંથે પાઘડી બાંધી.
14 પછી પાપાથાર્પણના બળદને આગળ લાવ્યો અને હારુને અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂક્યા.
15 પછી મૂસાએ તેનો વધ કર્યો, અને તેનું થોડું લોહી લઈ તેની આંગળીથી વેદીનાં ટોચકાઓને લગાડ્યું અને આ રીતે તેને શુદ્ધ કરી, પછી બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દીધું. આ રીતે મૂસાએ વેદીને લોકોને શુદ્ધ કરવાના અર્પણો માંટે તૈયારી કરી.
16 પછી તેણે આંતરડાં પરની બધી જ ચરબી, કાળજા પરની ચરબી અને બંને મૂત્રપિંડ અને તે પરની ચરબી લીધી અને વેદીમાં હોમી દીધી.
17 અને બળદનું ચામડું, તેનું માંસ અને છાણ, યહોવાની આજ્ઞા અનુસાર છાવણી બહાર કોઈ જગ્યા પર તેણે બાળી નાખ્યાં.
18 પછી તે યહોવા સમક્ષ દહનાર્પણ માંટેનો ઘેટો લઈને આગળ આવ્યો. હારુને અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂક્યા,
19 પછી મૂસાએ તેનો વધ કર્યો અને તેનું લોહી વેદીની ચારેબાજુએ છાંટ્યું.
20 ત્યારબાદ તેણે ઘેટાના ટુકડા કરી યહોવાની આજ્ઞા મુજબ, તેનું માંથું, ચરબી તથા બધા ટુકડાવેદીમાં હોમી દીધા.
21 તેણે આંતરડાં તથા પગ પાણીથી ધોયા પછી આખા ઘેટાને વેદીમાં હોમી દીધો. યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા મુજબનું એ દહનાર્પણ હતું. એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થયા.
22 એ પછી મૂસા બીજા ઘેટાને એટલે કે યાજકના દીક્ષાવિધિ માંટેના ઘેટાને આગળ લાવ્યો; હારુન અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂકયા.
23 મૂસાએ તેનો વધ કર્યો અને તેનું થોડું લોહી લઈને હારુનના જમણા કાનની બુટ પર અને જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર લગાડ્યું.
24 પછી તે હારુનના પુત્રોને વેદી પાસે લાવ્યો અને તેમના જમણા કાનની બૂટે તથા તેમના જમણા હાથના અને જમણા પગના અંગૂઠાએ થોડું લોહી લગાડયું. પછી મૂસાએ વેદીને ફરતું લોહી છાંટયું.
25 પછી તેણે જાડી પૂંછડી, આંતરડાં પરની ચરબી, કાળજા પરની ચરબી બન્ને મૂત્રપિંડ અને તેની ચરબી તેમજ જમણી જાઘ લીધી.
26 પછી આ બધા પર એક રોટલો, એક તેલ ચોપડલો રોટલો, અને બેખમીર રોટલીનો એક ટુકડો જે દરરોજ દેવની સામે મુકવામાં આવે છે તે ચરબી પર એને જમણા જાંઘ પર મૂકયો.
27 અને આ બધું હારુન અને તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવા સમક્ષ આરતી કરી.
28 પછી મૂસાએ તે બધું પાછું લઈને દહનાર્પણ ભેગું વેદીમાં હોમી દીધું. આ યાજકના દીક્ષાવિધિનો અર્પણ હતો અને તેની સુવાસથી યહોવા પ્રસન્ન થયા.
29 અર્પણના પછી મૂસાએ પશુની છાતી લીધી અને યહોવાની સામે આરતી કરી, આ રીતે યાજકના દીક્ષાવિધિના અર્પણમાંથી તેનો ભાગ મૂસાને મળ્યો હતો. આ બધું યહોવાએ મૂસાને જે આજ્ઞા કરી હતી તે મૂજબ કરવામાં આવ્યું હતું.
30 ત્યારબાદ મૂસાએ થોડું અભિષેકનું તેલ અને થોડું વેદી પરનું લોહી લઈને હારુન અને તેનાં વસ્ત્રો પર તથા તેના પુત્રો અને તેમનાં વસ્ત્રો પર છાંટીને યહોવાના ઉપયોગ માંટે પવિત્ર કર્યા.
31 પછી મૂસાએ હારુનને અને તેના પુત્રોને કહ્યું, “યહોવાની આજ્ઞા મુજબ આ માંસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જઈ ત્યાં રાંધીને યાજકના દીક્ષાવિધિના અર્પણની ટોપલીમાંની રોટલી સાથે ખાજો.
32 માંસ અને રોટલીમાંથી જે કાંઈ વધે તે બાળી મૂકજો.
33 સાત દિવસ સુધી તમાંરે મુલાકતમંડપનું પ્રવેશદ્વાર છોડવું નહિ. તમાંરી દીક્ષાની વિધિ સાત દિવસ ચાલશે ત્યાર પછી તે પૂર્ણ થશે.”
34 તને શુદ્ધ કરવા માંટે આજે જે કરવામાં આવ્યુ છે તેનો આદેશ યહોવાએ કર્યો છે.
35 તમાંરે સાત દિવસ અને સાત રાત સુધી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાની આજ્ઞાનું પાલન કરતા રહેવાનું છે. અને ચેતવણી આપતાં કહ્યું, “જો તમે તેના આદેશ નહિ માંનો તો તમે મૃત્યુ પામશો. આ યહોવાની આજ્ઞા છે.”
36 હારુન અને તેના પુત્રોએ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞાઓ મુજબ બધું જ કર્યું.
પ્રકરણ 9

1 આઠમે દિવસે મૂસાએ હારુનને અને તેના પુત્રોને તથા ઇસ્રાએલના વડીલોને બોલાવ્યા.
2 મૂસાએ હારુનને કહ્યું, “તું ખોડખાંપણ વગરનો એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને એવો જ એક ઘેટો દહનાર્પણ માંટે લાવ અને તેમને યહોવા સમક્ષ અર્પણ કર.
3 ત્યારબાદ તું ઇસ્રાએલીઓને પાપાર્થાર્પણ તરીકે એક બકરો અને આહુતિ તરીકે ખોડખાંપણ વગરનો એક વરસનો વાછરડો અને એવું જ એક ઘેટાનું બચ્ચું.
4 તદુપરાંત શાંત્યર્પણ તરીકે એક બળદ અને એક ઘેટો યહોવા સમક્ષ વધેરવાનું કહે, વળી તેઓએ તેલથી મોયેલા લોટને ખાદ્યાર્પણ તરીકે ચઢાવવો; કારણ કે આજે યહોવા તમને દર્શન આપશે.”‘
5 આથી તેઓ મૂસાએ કહ્યું હતું તે પ્રમાંણે બધું મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવ્યા અને ઇસ્રાએલના લોકો ત્યાં યહોવાની સમક્ષ આવીને ઊભા રહ્યા.
6 તેઓને મૂસાએ કહ્યું, “યહોવાએ તમને આ પ્રમાંણે કરવાનું કહ્યું છે. અને જો તમે એ પ્રમાંણે કરશો એટલે તમને યહોવાના ગૌરવનાં દર્શન થશે.”
7 પછી મૂસાએ હારુનને કહ્યુ, “તું અગ્નિની વેદી પાસે આવ અને તારા પાપાર્થાર્પણ, દહનાર્પણ અને દોષાર્થાર્પણ ચઢાવ અને તારે પોતાને માંટે અને બધા લોકોને માંટે પ્રાયશ્ચિત કર. ત્યાર પછી લોકોએ ધાર્મિક વિધિ કરી કરેલા અર્પણો ચઢાવ અને યહોવાના આદેશ પ્રમાંણે તેમને શુદ્ધ કર.”
8 હારુન વેદી પાસે જઈને પોતાના પાપાર્થાર્પણ માંટે વાછરડાનો વધ કર્યો.
9 તેના પુત્રોએ તેને માંટે લોહી તેની આગળ ધર્યું. અને તેમાં આંગળી બોળીને થોડું લોહી વેદીનાં ટોચકાંઓને લગાડયું અને બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દીધું.
10 ત્યારબાદ પાપાર્થાર્પણની ચરબી, મૂત્રપિંડો અને કાળજા પરનો ચરબીનો ભાગ, હારુને યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા મુજબ વેદી પર હોમી દીધાં.
11 પરંતુ માંસ અને ચામડું તેણે છાવણી બહાર બાળી મૂક્યું.
12 ત્યારબાદ હારુને દહનાર્પણના પ્રાણીનો વધ કર્યો. તેના પુત્રોએ તેને લોહી આપ્યું અને તેણે તે વેદીની ચારે બાજુએ છાંટયું.
13 પછી તેણે પ્રાણીના ટુકડાઓને માંથાં સહિત એક પછી એક તેની આગળ લઈ આવ્યા અને વેદીમાં હોમી દીધાં.
14 પછી તેણે આંતરડાં અને પાછલા પગ ધોઈ નાખ્યાં અને દહનાર્પણ વેદીમાં હોમી દીધાં.
15 પછી તે લોકો માંટે અર્પણ લાવ્યો, અને પોતાના પાપાર્થાર્પણની વિધિ પ્રમાંણે તેણે બકરાનો વધ કર્યો અને બલિદાન આપ્યું.
16 પછી તેણે દહનાર્પણ યહોવાની આજ્ઞા પ્રમાંણે વિધિપૂર્વક અર્પણ કર્યુ.
17 પછી તેણે ખાદ્યાર્પણ ચઢાવ્યો, તેમાંથી એક મૂઠી લઈ સવારના દહનાર્પણ સાથે વેદીમાં હોમી દીધી.
18 તેણે લોકોના શાંત્યર્પણ તરીકે બળદ અને ઘેટાનો પણ વધ કર્યો, તેના પુત્રોએ તેને લોહી આપ્યું જેને તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું.
19 અને બળદના ચરબીવાળા ભાગો, ઘેટાની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કાળજા પરની ચરબીવાળો ભાગ.
20 આ બધું તેણે પહેલાં પશુઓના છાતીના ભાગ ઉપર મૂક્યું, અને પછી વેદીમાં હોમી દીધું.
21 અને મૂસાની આજ્ઞા પ્રમાંણે હારુનને પશુઓની છાતીના ભાગો અને જમણી જાઘ તરીકે યહોવાને આરત્યર્પણ તરીકે ધરાવ્યો.
22 ત્યારબાદ હારુને હાથ ઊચા કરીને લોકોને આશીર્વાદ આપ્યા. આમ પાપાર્થાર્પણ, દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવ્યા પછી તે વેદી પરથી નીચે ઊતર્યો.
23 મૂસા અને હારુન મુલાકાતમંડપમાં ગયા. પછી બહાર આવ્યા અને લોકોને આશીર્વાદ આપ્યા અને બધા લોકોને યહોવાના ગૌરવના દર્શન થયા.
24 યહોવા તરફથી એકાએક અગ્નિ પ્રગટયો અને તે આવીને વેદી પરના દહનાર્પણ અને ચરબીવાળા ભાગો ભસ્મ કરી ગયો. આ જોઈને બધા લોકોએ હર્ષના પોકારો કર્યા અને યહોવા સમક્ષ સાષ્ટાંગ નમસ્કાર કરી જમીન પર ઊધા સૂઈ ગયા.
પ્રકરણ 10

1 હારુનના પુત્રો નાદાબ તથા અબીહૂએ ધૂપદાનીમાં અપવિત્ર આગ્નિમૂકયો અને તે અગ્નિ પર ધૂપ નાખ્યો. અને તે ધૂપ યહોવાને ચઢાવ્યો. યહોવાએ તે ચઢાવવાની આજ્ઞા કરી નહોતી તેથી એ અગ્નિ અપવિત્ર હતો.
2 તેથી યહોવાની આગળથી અગ્નિ ધસી આવ્યો અને તે બંનેને ભસ્મ કરી ગયો. અને તેઓ યહોવા સમક્ષ મૃત્યુ પામ્યા.
3 પછી મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ એમ કહ્યું હતું કે, ‘જે યાજકો માંરી સેવા કરે છે તેમણે માંરી પવિત્રતા જાળવવી જોઈએ; સર્વ લોકોની સંમુખ હું માંરો મહિમાં પ્રગટ કરી ગૌરવવાન મનાઈશ. તેનો અર્થ આ છે.” હારુન મૌન થઈ ગયો.
4 ત્યાર પછી મૂસાએ હારુનના કાકા ઉઝઝીએલના પુત્રો મીશાએલને અને એલસાફાનને બોલાવડાવીને તેઓને કહ્યું, “આમ આવો, અને તમાંરા પિતરાઈ ભાઈઓને મંદિરના તંબુમાંથી છાવણી બહાર લઈ જાઓ.”
5 આથી તેઓ ત્યાં ગયા અને મૂસાની આજ્ઞા પ્રમાંણે પોતાના પિતરાઈ ભાઈઓને પહેરેલા અંગરખા સહિત છાવણી બહાર લઈ ગયા.
6 ત્યાદબાદ મૂસાએ હારુન અને તેના પુત્રો એલઆઝાર અને ઈથામાંરને કહ્યું, “તમે શોક ન કરો, શોકમાં તમાંરા વાળ છૂટા ન રાખો અને તમાંરાં કપડાં ન ફાડો, જો તમે તેમ કરશો તો દેવ તમને પણ માંરી નાખશે અને યહોવા ઇસ્રાએલી સમાંજ પર રોષે ભરાશે; પરંતુ બીજા બધા ઇસ્રાએલીઓ ભલે યહોવાએ મોકલેલા અગ્નિનો ભોગ બનેલા એ લોકોને માંટે આફ્રદ કરે ને શોક પાળે.
7 પણ તમે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળથી ખસસો નહિ. નહિ તો મૃત્યુ દંડ તમાંરા પર આવશે. કારણ, યહોવાના તેલથી તમાંરો અભિષેક કરવામાં આવેલો છે.” તેમણે મૂસાનાં કહ્યાં પ્રમાંણે કર્યું.
8 યહોવાએ હારુનને આજ્ઞા કરી,
9 “તું અને તારા પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરો ત્યારે દ્રાક્ષારસ કે કેફી પીણું પીવું નહિ, જો પીશો તો મૃત્યુ પામશો, આ નિયમ તારા પુત્રોને અને વંશ પરંપરા સદાને માંટે લાગુ પડે છે.
10 તમાંરી જવાબદારી છે કે તમાંરે પવિત્ર અને અપવિત્ર વચ્ચે તથા શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ તેઓને સમજાવવો.
11 અને યહોવાએ જે નિયમો મૂસાને આપ્યા હતા તે બધા નિયમો ઇસ્રાએલી લોકોને સમજાવવા.”
12 મૂસાએ હારુનને અને તેના બાકી રહેલા પુત્રો એલઆઝાર અને ઈથામાંરને કહ્યું, “યહોવાને ધરાવેલા ખાદ્યાર્પણમાંથી વધેલો લોટ તમાંરે લેવો અને તેની બેખમીર રોટલી બનાવીને વેદી પાસે જમવી, કારણ કે તે અત્યંત પવિત્ર છે.
13 મને એવી આજ્ઞા કરવામાં આવી છે કે તમાંરે એ પવિત્ર સ્થાને જમવી, યહોવાને ચઢાવેલા અર્પણમાંથી એ ભાગ તારો અને તારા પુત્રોનો થાય છે.
14 “યહોવા સમક્ષ ધરાવેલાં આરત્યાર્પણનાં પશુનો છાતીનો ભાગ અને જાંઘનો ભાગ તારે અને તારા પુત્રોએ તથા પુત્રીઓએ કોઈ પવિત્ર સ્થળે જમવો. કારણ કે ઇસ્રાએલીઓએ યહોવાને ધરાવેલ શાંત્યર્પણમાંથી એ ભાગનો અધિકાર તારો અને તારાં પુત્રપુત્રીઓનો થાય છે.
15 ચરબી હોમવા લાવતી વખતે આરત્યર્પણનો છાતીનો ભાગ અને જાંઘનો ભાગ પણ યાજકો માંટે યહોવાને ચઢાવવા લોકોએ સાથે લાવવો, આ ચઢાવાની યહોવા સામે આરતી કરવી. યહોવાએ જણાવ્યા મુજબ એ તને અને તારા પુત્રોને તમાંરા કાયમી અધિકારના ભાગની જેમ મળવો જોઈએ.”
16 મૂસાએ પાપાર્થાર્પણના અર્પણના બકરાની તપાસ કરી, તો ખબર પડી કે તેને હોમી દેવામાં આવ્યો હતો, તે હારુનના જીવતા રહેલા પુત્રો એલઆઝાર અને ઈથામાંર પર ગુસ્સે થયો.
17 અને તેણે કહ્યું, “તમે એ પાપાર્થાર્પણ પવિત્રસ્થઆનમાં શા માંટે ન ખાધું? તે અત્યંત પવિત્ર છે, એ તમને લોકોના દોષ દૂર કરી, યહોવા સમક્ષ લોકોનું પ્રાયશ્ચિત કરવા આપેલ હતું.
18 તેનું લોહી પવિત્રસ્થાનમાં લાવવામાં આવ્યું ન હતું, તેથી પ્રાયશ્ચિતનો એ અર્પણ તમાંરે માંરી આજ્ઞા મુજબ પવિત્રસ્થાનમાં જ જમવો જોઈતો હતો.”
19 પરંતુ હારુને મૂસાને કહ્યું, “જુઓ, આજે એ લોકોએ પોતાના પાપાર્થાર્પણ અને દહનાર્પણ યહોવા સમક્ષ ધરાવ્યો છે, અને માંરી આ દશા થઈ છે. પરંતુ જો હું આજે પાપાર્થાર્પણ જમ્યો હોત, તો શું તેથી યહોવા પ્રસન્ન થયા હોત?”
20 જ્યારે મૂસાએ આ સાંભળ્યું ત્યારે તેને એ સાચું લાગ્યું અને સંતોષ થયો.
પ્રકરણ 11

1 પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું,
2 “તમે ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે જણાવો: તમે પૃથ્વી પરનાં પ્રાણીઓમાંથી આટલાં જમવા માંટે ઉપયોગમાં લઈ શકો:
3 જે પ્રાણીઓની ખરી ફાટવાળી હોય અને જે વાગોળતું હોય તેને તમે જમી શકો.
4 “પરંતુ જે પ્રાણીઓની માંત્ર ખરી ફાટવાળી હોય અથવા જે માંત્ર વાગોળતાં હોય તે પ્રાણીઓ તમાંરે જમવા જોઈએ નહિ, જેમ કે ઊટ, એ વાગોળે છે પણ એની ખરીને ફાટ નથી, તમાંરે એને અશુદ્ધ ગણવું; ઘોર ખોદિયું અને સસલું, એ વાગોળે છે, પણ એના પગને ફાટ નથી;
5
6
7 તમાંરે એને અશુદ્ધ ગણવાં, ડુક્કરના પગે ફાટ હોય છે, પણ એ વાગોળતું નથી, તમાંરે એને અશુદ્ધ ગણવું.
8 તમાંરે તેનું માંસ ખાવું નહિ કે તેમના શબને અડવું નહિ. તમાંરે તેમને અશુદ્ધ ગણવાં.”
9 “જળચર પ્રાણીઓમાંથી તમે આટલાં ખાઈ શકો: ખારા પાણીનાં કે મીઠાં પાણીનાં બધાં પરવાળા તેમજ ભિંગડાઁવાળાં પ્રાણીઓ,
10 પરંતુ ખારા કે મીઠાં પાણીનાં નાનાં મોટાં જે પ્રાણીઓને કાં તો પર ન હોય કે ભિંગટાં પણ ન હોય તે તમે ખાઈ શકો નહિ, તમાંરા માંટે તે અશુદ્ધ છે.
11 તમાંરે તેમનું માંસ ખાવું જોઈએ નહિ કે તેમના શબને અડવું નહિ.
12 હું ફરીથી કહું છું કે જે કોઈ જળચર પ્રાણીને પર ન હોય કે ભિંગડાં ના હોય તે ખાવાની તમને મનાઈ છે.
13 “આટલાં પક્ષીઓમાંથી નીચેના તમાંરે ન ખાવા અને અછુત ગણવા: ગરૂડ તથા ફરસ તથા ગીધ;
14 બાજ, સમડી;
15 કાગડા બધી જ દાતના,
16 શાહમૃગ, રાતશકરી, શકરો, શાખાફ બધી જ જાતના
17 ચીબરી, કરઢોક, ધૂવડ;
18 રાજહંસ, ઢીંચ, ગીધ;
19 બગલો, બધી જ જાતનાં હંસ, લક્કડખોદ અને વાગોળ.
20 “બધા પાંખવાળા ચોપગા કીડાઓને તમાંરે ખાવા નહિ,
21 પણ જેઓ ઠેકડા માંરી કૂદકા માંરે છે તેમનામાંથી આટલા તમે ખાઈ શકો:
22 બધી જ જાતનાં તીડ, બધી જ જાતનાં તમરાં, બધી જ જાતના તીતીધોડા, દરેક રણનાં તીડ.
23 “તે સિવાયના જે સર્વ જંતુઓ ઊડે છે અને પગથી ચાલે છે કે પેટે ચાલે છે તે બધાને ખાવાની તમને મનાઈ છે.
24 “તેઓના શબને પણ જો કોઈ સ્પર્શ કરે તો સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
25 જે કોઈ તેમના શબને ઉપાડી લે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવા. વિધિ પ્રમાંણે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
26 “જે પશુઓને ફાટવાળી ખરીઓ હોય પણ તેમના બરાબર બે સરખા ભાગ થતાં ન હોય અથવા જે પશુઓ વાગોળતાં ના હોય, અથવા જે જે ચોપગાં રાની પશુઓ પંજા ઉપર ચાલતાં હોય તે બધાં પશુઓને અશુદ્ધ ગણવા જે કોઈ તેમના શબને અડે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
27
28 અને જે કોઈ તેમના શબને ઉપાડે, તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. કારણ કે તે માંટેની તમને મનાઈ કરેલી છે.
29 “પેટે ચાલનારા આટલાં પ્રાણીઓની પણ તમને મનાઈ કરવામાં આવેલ છે: બધી જ જાતની ગરોળીઓ, નોળિયો, ઉદર,
30 ચંદન ધો, પાટલા ઘો, મગર સરડો તથા કાચીંડો.
31 પેટે ઘસીને ચાલનારાં પ્રાણીઓમાં આટલાંને તમાંરે અશુદ્ધ ગણવાં, જે કોઈ એમના શબને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
32 “જે કોઈ વસ્તુ ઉપર એમનું શબ પડે તે અશુદ્ધ ગણાય. એવી કોઈ પણ લાકડાની અથવા કપડાંની અથવા ચામડાની અથવા કંતાનની નિત્યના વપરાશની વસ્તુને પાણીમાં ધોઈ નાખવી. પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. ત્યાર પછી તેનો ઉપયોગ થઈ શકે.
33 જો આમાંનું કોઈ પણ પ્રાણી એક માંટીનાં વાસણ પર મરીને પડે તો તેમાંની વસ્તુ અશુદ્ધ થઈ જાય, તેથી એ વાસણને તોડી નાંખવું.
34 જે કોઈ ખાવાના પદાર્થ પર એવાં માંટલામાંથી પાણી રેડયું હોય તે અશુદ્ધ ગણાય. અશુદ્ધ થયેલાં વાસણોમાંનું કોઈ પણ પીણું હોય તો તે અશુદ્ધ ગણાય.
35 જે કોઈ વસ્તુ પર આવા પ્રાણીનું શબ પડે તે અશુદ્ધ ગણાય, અને એ જો ભઠ્ઠી કે સગડી હોય તો તેને ભાંગી નાખવી. કારણ કે એ અશુદ્ધ છે, અને તમાંરે એને અશુદ્ધ ગણવી જોઈએ.
36 “જો આવું શબ પાણીના ટાંકામાં, કૂવામાં કે ઝરણાંમાં કે કોઈ જળાશયમાં પડે તો તે પાણી અશુદ્ધ ન ગણાય, જો કે જે કોઈ તેમનાં શબને અડે તે અશુદ્ધ ગણાય.
37 જો એમાંના કોઈનું શબ વાવવાના દાણા પર પડે તો તે શુદ્ધ રહે.
38 પણ જો તે દાણા ભીના હોય અને તેના પર શબ પડે, તો તમાંરે તેને અશુદ્ધ ગણવા.
39 “તમને ખાવાની છૂટ આપવામાં આવી છે એવું પ્રાણી મરી જાય; તો તેના શબને જે કોઈ અડે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
40 જે કોઈ એ શબમાંથી તેનું માંસ ખાય અથવા તેના શબને ઉઠાવીને દૂર લઈ જાય, તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
41 “જમીન પર પેટ ઘસીને ચાલતાં તમાંમ નાનાં પ્રાણીઓ ખાવાની મનાઈ છે. માંટે તે ખાવાં નહિ.
42 સર્વ પેટે ચાલનારાં ચોપગાં કે વધુ પગવાળાં જમીન પર પેટે ચાલનારાં નાનાં પ્રાણી પણ તમાંરે ખાવા નહિ કારણ કે તે અશુદ્ધ છે.
43 તમાંરે એ પ્રાણીઓને તમને આભડવા દેવા નહિ, તમાંરે અશુદ્ધ ન બનવું.
44 કારણ કે હું યહોવા તમાંરો દેવ છું. આ બાબતો વિષે તમે તમાંરી જાતને પવિત્ર રાખો, કારણ, હું પવિત્ર છું. જમીન પર પેટે ચાલતાં કોઈ પ્રાણીથી તમાંરે તમાંરી જાતને અભડાવવી નહિ.
45 હું યહોવા છું, જે તમને મિસરમાંથી લાવ્યો હતો જેથી હું તમાંરો દેવ બની શકું. તમાંરે પવિત્ર થવું જ જોઈએ. કેમકે હું પવિત્ર છું.”
46 એટલે પશુઓ, પક્ષીઓ, જળચર પ્રાણીઓ અને જમીન પર પેટઘસીને ચાલનારા જીવોને લગતો નિયમ આ મુજબ છે.
47 એનો હેતું અશુદ્ધ અને શુદ્ધ ખાદ્ય અને અખાદ્ય જીવોને જુદુ પાડવાનો છે.”
પ્રકરણ 12

1 પછી યહોવાએ મૂસાને જણાવ્યું,
2 “તું ઇસ્રાએલી પ્રજાને આ નિયમો જણાવ: “જયારે કોઈ સ્ત્રીગર્ભ ધારણ કરે અને પુત્રને જન્મ આપે ત્યારે ઋતુકાળની જેમ તે સાત દિવસ સુધી તે અશુદ્ધ ગણાય તેથી તેને સાત દિવસ સૂતકના મર્યાદાના બંધનો લાગુ પડે.
3 તેના પુત્રની સુન્નત આઠમાં દિવસે અચૂક કરવી.
4 ત્યારબાદ તે સ્ત્રીઓ બીજા તેત્રીસ દિવસ સુધી તેનું લોહી શુદ્ધ થાય ત્યાં સુધી તેણે કોઈ અન્ય પવિત્ર વસ્તુને સ્પર્શ કરવો નહિ તથા મુલાકાતમંડપમાં દાખલ થવું નહિ.
5 વળી જો પુત્રી અવતરે તો તેના ઋતુકાળની જેમ તે ચૌદ દિવસ સુધી અશુદ્ધ ગણાય. તેથી ત્યાં સુધી ઋતુકાળની જેમ તેણે રહેવું. અને બીજા છાસઠ દિવસ સુધી તેણે તેનું લોહી શુદ્ધ થવાની રાહ જોવી.
6 “તે પછી જયારે તેને શુદ્ધ કરવાનો સમય પૂરોથાય ત્યારે એક છોકરી અથવા છોકરાની નવી માંતાએ દહનાર્પણ માંટે એક વર્ષનું ઘેટાનું બચ્ચું અને પાપાર્થાર્પણ માંટે કબૂતરનું એક બચ્ચું કે હોલો મુલાકાતમંડપમાં લઈ જવું અને પ્રવેશદ્વારે યાજકને આપી દેવું.
7 યાજક તેને યહોવા સમક્ષ ધરાવે અને તેના માંટે પ્રાયશ્ચિત કરે. એટલે તે તેના બાળકના જન્મ પછીના રકતસ્રાવની અશુદ્ધિમાંથી શુદ્ધ ગણાય. પ્રસૂતાને લગતો આ નિયમ ઉપર પ્રમાંણે છે. બાળકના જન્મ પછીની આ સર્વ વિધિ છે.
8 પરંતુ જો સ્ત્રીની શક્તિ ઘેટાનું બચ્ચું લાવવાની ના હોય, તો તે બે હોલા કે બે કબૂતરનાં બચ્ચાં પણ લાવી શકે, એક દહનાર્પણ માંટે અને બીજું પાપાર્થાર્પણને માંટે. યાજકે પ્રાયશ્ચિત માંટેની વિધિ કરવી તે પોતાના લોહીની નુકસાનથી શુદ્ધ થશે.”
પ્રકરણ 13

1 યહોવાએ મૂસા તથા હારુનને જણાવ્યું,
2 “જો કોઈ વ્યક્તિના શરીરની ચામડી પર સોજો આવે, અથવા ચાંદું કે ગૂમડું થાય, અને એ કોઢમાં પરિણમે એમ લાગતું હોય. તો તેને યાજક હારુનની પાસે અથવા તેના કોઈ યાજક દીકરા પાસે લઈ જવો.”
3 પછી યાજકે એ ચામડી પરનું ચાઠું તપાસવું. જો તે જગ્યા ઉપરના વાળ સફેદ થઈ ગયા હોય, અને તે ભાગ ચામડી કરતાં ઊંડે ઊતરેલો લાગે તો તે કોઢ છે. અને યાજકે તે માંણસને એક અશુદ્ધ કોઢિયો જાહેર કરવો.
4 “પરંતુ જો ચામડી પરનો સફેદ ડાઘ ચામડીની નીચે ઊડે ઊતરેલો ના લાગતો હોય, વળી તેમાંના વાળ સફેદ થઈ ગયા ના હોય, તો યાજકે તે રોગીને સાત દિવસ સુધી જુદો રાખવો.
5 પછી સાતમે દિવસે યાજકે તેને ફરીથી તપાસવો અને જો એ સફેદ ડાઘ જેવો હતો તેવો જ રહ્યો હોય અને ચામડીના બીજા ભાગમાં પ્રસર્યો ના હોય, તો યાજકે તેને બીજા સાત દિવસ સુધી જુદો રાખવો.
6 યાજક ફરીથી સાતમાં દિવસે તપાસે અને તે સફેદ ડાઘ ઝાંખો થઈ ગયો હોય અને તે પ્રસર્યો ન હોય તો યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. તે ફકત ચાંદું જ હતું એમ માંનવું. પછી તે વ્યક્તિ વસ્ત્રો ધોઈ નાખે એટલે શુદ્ધ થઈ જાય.
7 “પરંતુ શુદ્ધ જાહેર કર્યા પછી ફરી તે ડાઘ ફેલાયેલો લાગે તો વ્યક્તિ એ ફરીથી તપાસ માંટે યાજક પાસે આવવું.
8 યાજકે તેને ફરીથી તપાસવો અને જો સફેદ ડાઘ કે ચાંદું ફેલાતું જતું લાગે, તો યાજકે તે માંણસને એક અશુદ્ધ કોઢિયો જાહેર કરવો.
9 જો કોઈ વ્યક્તિને કોઢનું ચાંદું હોય અને કોઢ હોવાની શંકા જાય, તો તેને યાજક આગળ લઈ જવો. અને યાજકે તેને તપાસવો.
10 જો ચામડી પર સફેદ ચાંઠું પડયું હોય, અને વાળ ધોળા થઈ ગયા હોય અને સોજા પરની ચામડી કાચી લાગતી હોય.
11 તો એ કોઢની શરૂઆત થઈ ચૂકી છે. એ ર્જીણ કોઢ છે, તેથી યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો. એને જુદો રાખવાની જરૂર નથી, કારણ કે તે અશુદ્ધ જાહેર થઈ જ ચુક્યો છે.
12 “પણ જો યાજકને ખબર પડે કે કોઢ ફાટી નીકળ્યો છે અને તેના સમગ્ર શરીર પર પગથી માંથા સુધી ફેલાઈ ગયો છે.
13 એટલે યાજકે તેને તપાસવો, અને સમગ્ર શરીર રોગ પ્રસરી ગયેલો ખબર પડે તો તેને યાજકે શુદ્ધ જાહેર કરવો, આખું શરીર સફેદ થઈ ગયું છે, તે શુદ્ધ છે.
14 પણ જો માંણસ પર કાચી ચામડી હોય, તો કાચી ચામડી જ્યારથી દેખાઈ હોય, ત્યારથી અશુદ્ધ ગણવો, યાજકે કાચી ચામડી તપાસવી અને માંણસને અશુદ્ધ જાહેર કરવો.
15 શરીર પરની કાચી ચામડી એ સાબિત કરે છે કે તે કોઢ છે.
16 “પરંતુ જો કાચી ચામડી રૂઝાઈ જાય અને સફેદ થઈ જાય, તો તે વ્યક્તિએ યાજક પાસે જવું.
17 યાજકે ફરીથી તેને તપાસવો, અને જો તે ચાંદા સંપૂર્ણ સફેદ થઈ ગયાં હોય, તો તેને શુદ્ધ જાહેર કરવો એ શુદ્ધ છે.
18 “જો શરીરની ચામડીમાં ગૂમડું થઈને રૂજાઈ ગયું હોય.
19 અને ગૂમડાની જગ્યાએ સફેદ ડાઘ કે રતાશ પડતો સફેદ સોજો ખબર પડે તો તે યાજકને બતાવી તપાસ કરાવવી.
20 જો યાજકને લાગે કે રોગ ચામડીની નીચે અંદર સુધી પ્રસરી ગયો છે અને તે ચાઠા પરના વાળ સફેદ થઈ ગયા છે, તો યાજક તેને અશુદ્ધ જાહેર કરે, કારણ કે ગુમડામાંથી કોઢ ફાટી નીકળ્યો છે.
21 પણ જો તપાસતાં યાજકને એમ ખબર પડે કે એમાંના વાળ સફેદ થયેલા નથી તે ચામડી કરતાં ઊડે ઊતરેલું નથી, અને ઝાખું પડી ગયું છે, તો તેણે તે વ્ય્કતિને સાત દિવસ જુદો રાખવો.
22 જો રોગ ચામડીમાં ફેલાયો હોય તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો, કારણકે તે કોઢ છે.
23 પરંતુ જો ચાઠું એવું ન એવું રહે, પ્રસરે નહિ, તો એ ગૂમડાનું ચાઠું છે, અને યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો.
24 “જો કોઈ વ્યક્તિની ચામડી દાઝી જાય અને દાઝેલી જગ્યાએ ચમકતું લાલાશ પડતું સફેદ ચાઠું થઈ જાય,
25 તો યાજકે તે ચાંઠાની તપાસ કરવી જોઈએ. જો ચાઠાનાં વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડીની નીચેના ભાગ સુધી ફેલાઈ ગયો હોય, તો દાઝવાના ધામાંથી કોઢ ફેલાયો છે અને યાજકે તે વ્યક્તિને એક અશુદ્ધ કોઢી જાહેર કરવો.
26 પરંતુ યાજક જુએ કે ચાઠાંમાં સફેદ વાળ નથી, અને તે ચામડીની નીચે સૂધી પ્રસરેલ નથી અને ચાઠું ઝાખું પડતું જાય છે, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ માંટે જુદો રાખવો.
27 સાતમે દિવસે યાજક તેને તપાસે ત્યારે જો ચાઠું ચામડીમાં ફેલાયું હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો એ કોઢ છે.
28 પરંતુ જો ચાઠું ચામડી પર ફેલાયું ના હોય અને ઝાંખું થઈ ગયું હોય, તો તે દાઝેલા ધાનું ચાઠું છે માંટે યાજકે તે શુદ્ધ જાહેર કરવું કેમકે તે દાઝેલાનું ચાઠું છે.
29 “જો કોઈ પુરુષ કે સ્ત્રીના માંથા પર કે દાઢી એ પર રોગ હોય
30 તો યાજકે તેની તપાસ કરવી, અને જો તે ચામડી કરતાં ઊડું ખબર પડે અને વાળ પીળા અને આછા થઈ ગયા હોય, તો યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો, તે ઉંદરી પ્રકારનો માંથાનો કે હડપચીનો એક કોઢ છે.
31 પરંતુ યાજક ઉંદરી તપાસે ત્યારે તે ચામડી કરતાં ઊડી ખબર ન પડે અને ત્યાંના વાળ હજી પણ કાળા હોય, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ જુદો રાખવો.
32 યાજકે સાતમાં દિવસે ફરીથી તેની તપાસ કરવી જો ચાઠું ફેલાયું ન હોય અને વાળ પણ પીળા થયા ન હોય, તેમજ તે ચામડી કરતાં ઊડી ખબર ના પડે,
33 તો તે માંણસે ઉંદરીવાળા ભાગ સિવાય ચાઠાની આજુબાજુના વાળ કપાવી નાખવા અને યાજકે તેને બીજા સાત દિવસ માંટે જુદો રાખવો.
34 યાજકે સાતમાં દિવસે ફરીથી તેને તપાસવો, અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ ન હોય, અને ચામડી કરતાં ઊડી ખબર ન પડે, તો યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો. પછી તે વ્યક્તિએ વસ્ત્રો ધોઈ નાખવાં એટલે તે શુદ્ધ થઈ જશે.
35 છતાં તે વ્યક્તિને શુદ્ધ જાહેર કર્યા પછી જો ઉંદરી ચામડીમાં ફેલાય,
36 તો યાજકે તેને ફરીથી તપાસવો, અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ હોય, તો યાજકે તેના વાળ પીળા છે કે નહિ એ પણ જોવાની જરૂર નથી. તેને અશુદ્ધ કોઢી જાહેર કરવો.
37 પણ જો ઉંદરી હતી એવી ને એવી રહે અને તેમાં કાળા વાળ ઊગવા માંડે તો તે કોઢી નથી. પણ શુદ્ધ છે અને યાજકે તેને શુદ્ધ જાહેર કરવો.
38 “જો કોઈ પુરુષ કે સ્ત્રીને ચામડીમાં સફેદ રંગના ચાઠાં પડયાં હોય, તો યાજકે તે તપાસવાં.
39 જો તે સફેદ હોય અને ઝાખાં પડતા જતા હોય તો તે કોઢ નથી, એમ સમજવું કે ચામડી પર કરોળિયો થયો છે અને એ માંણસ શુદ્ધ છે.
40 “જો કોઈ વ્યક્તિના માંથાના વાળ ખરી પડયા હોય અને માંથાના પાછળના ભાગમાં તેને ટાલ પડી હોય તો પણ તે શુદ્ધ છે, કોઢી નથી.
41 જો માંથાના આગળના ભાગમાંથી વાળ ખરી ગયા હોય, તો આગળના ભાગમાં માંથા પર ટાલ પડે છતાં તે શુદ્ધ છે તેને કોઢ નથી એમ કહેવાય.
42 પરંતુ માંથા પરની આગળ કે પાછળની ટાલમાં રતાશ પડતા સફેદ ડાઘ હોય, તો કોઢની શરૂઆત થઈ છે એમ મનાય.
43 યાજકે તેને તપાસવો અને પાછળની કે કપાળ પરની ટાલમાંનો ડાઘ રતાશ પડતો સફેદ હોય તો તેને કોઢ થયો છે, ને તે અશુદ્ધ છે.
44 યાજકે તેને માંથામાં થયેલા રોગને કારણે અચૂક અશુદ્ધ જાહેર કરવો.
45 “જે વ્યક્તિને કોઢ થયો હોય તેણે પોતાનાં વસ્ત્રો ફાડવાં, પોતાના વાળ વિખરાયેલા રહેવા દેવા, ઉપરનો હોઠ સુધીનો ભાગ ઢાંકી દેવો. અને બૂમો પાડવી, હું અશુદ્ધ છું, હું કોઢી છું.
46 જયાં સુધી તે વ્યક્તિમાં રોગ રહે ત્યાં સુધી તે અશુદ્ધ ગણાય, અને એણે છાવણીની બહાર નિવાસમાં રહેવું.
47 “જો ઊનના કે શણના કપડા ઉપર,
48 અથવા શણના કે ઊનના તાણા કે વાણામાં અથવા ચામડામાં કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં ફુગનો ડાધ હોય,
49 તે લીલાશ પડતો કે રતાશ પડતો હોય, તો તેને તપાસ માંટે યાજક પાસે લઈ જવો.
50 યાજકે સાત દિવસ સુધી ડાઘવાળી વસ્તુને તપાસીને જુદી રાખવી.
51 અને સાતમે દિવસે તેણે ફરીથી તે તપાસવી અને જો ડાઘ ફેલાયેલા હોય, તો એ ભયાનક ફૂગ છે. તે અશુદ્ધ છે.
52 તેણે એ ફૂગવાળી વસ્તુ બાળી નાખવી જોઈએ. કારણ એને ભયાનક ફૂગનો ચેપ લાગ્યો હોય છે, તેથી તેનો અગ્નિમાં બાળીને નાશ કરવો જોઈએ. પછી તે ચામડુ હોય કે કપડું પછી કાપડ વણેલુ અથવા ગુંથેલુ હોય અને ચામડુ તે કામે વપરાયેલુ હોય તેનાથી કોઈ ફરક નથી પડતો.
53 “પરંતુ સાતમે દિવસે યાજક તેની તપાસ કરે ત્યારે ડાઘ ફેલાયેલો ન જણાય.
54 યાજકે તે વસ્તુને ધોઈ નાખવા માંટે આજ્ઞા કરવી જોઈએ. અને તેને બીજા સાત દિવસ જુદી રાખવી.
55 પછી તે સમય બાદ યાજકે ફરી જોવું, જો ડાઘનો રંગ ન બદલાય કે તે ના ફેલાય તો પણ તે ફૂગ છે, અને તેથી તે અશુદ્ધ છે. તે વસ્તુને ચેપ લાગેલો હોવાથી તેને બાળી નાખીને નાશ કરવો જોઈએ.
56 “પણ યાજકને લાગે કે ધોયા પછી ડાઘ ઝાખો થયો છે, તો તેણે તે વસ્તુનો ડાઘવાળો, તો તેણે તે વસ્તુનો ડાઘવાળો ભાગ તે વસ્ત્ર હોય કે પછી ચામડાની બનાવેલી વસ્તુ હોય કે બીજી કોઈ વસ્તુ હોય, તેને તાણાવાણામાંથી ફાડી નાખવી.
57 છતાં જો વસ્ત્રમાં તાણાવાણામાં કે ચામડાની વસ્તુમાં ફરીથી ડાઘ દેખાય તો ચેપ નવેસરથી ફેલાય છે એમ માંનવું અને જેને ચેપ લાગ્યો હોય તે વસ્તુને અગ્નિમાં બાળી મૂકવી.
58 જો વસ્ત્ર, કે તાણાવાણો કે ચામડાની કોઈ પણ વસ્તુ ધોવાથી ડાઘ જતો રહે તો તેને બીજી વખત ધોઈ નાખવી, એટલે તે શુદ્ધ થઈ જશે અને ફરી એક વાર તેને ઉપયોગમાં લઈ શકાશે.”
59 ઊનના કે શણનાં વસ્ત્રો પર તાણાવાણામાંના વાણામાંના કે ચામડાની કોઈ પણ વસ્તુ ઉપર ફૂંગનો ડાઘ પડયો હોય તો તેને માંટે આ નિયમ છે, એને અનુસરીને વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવી, વળી ક્યારે જાહેર કરવી અને કયારે નહિ, તે આ નિયમને આધારે નક્કી કરવું.
પ્રકરણ 14

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “જે કોઈ કોઢમાંથી મુક્ત થયા છે તેઓની શુદ્ધિની વિધિ આ પ્રમાંણે છે.
3 યાજકે છાવણીની બહાર જઈને તેની તપાસ કરવી. યાજકને ખબર પડે કે કોઢનો રોગ મટી ગયો છે,
4 તો યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે વ્યક્તિને અશુદ્ધ નહિ એવાં બે જીવતાં પક્ષીઓ, દેવદારનું થોડું લાકડું, કિરમજી રંગનું કાપડ અને ઝુફો લાવવાને આદેશ આપવો.
5 પછી યાજકે એક પક્ષીને વહેતાં પાણીની ઉપર રાખેલા માંટીના વાસણમાં વધેરવાની આજ્ઞા કરવી.
6 ત્યાર પછી તેણે બીજું પંખી. દેવદારનું લાકડું, કિરમજી કાપડ અને ઝુફો લઈને ઝરાના પાણી ઉપર વધેરેલા પંખીના લોહીમાં બોળવાં.
7 જે વ્યક્તિની કોઢમાંથી શુદ્ધિ કરવાની હોય તેના પર તેણે
7 વાર લોહી છાંટી તેને શુદ્ધ કરવો, અને પેલા જીવતા પંખીને તેણે ખુલ્લા ખેતરમાં છોડી મૂકવું.
8 “જે માંણસ સાજો થયો છે તેને પોતાના વસ્ત્રો ધોઈ નાખવા. પોતાના માંથે મૂંડન કરાવવું અને પાણીમાં સ્નાન કરવું, એટલે તે શુદ્ધ થયો ગણાય, અને છાવણીમાં રહેવા માંટે પાછો ફરે. પરંતુ સાત દિવસ પર્યંત તેણે પોતાના તંબુની બહાર રહેવું.
9 સાતમે દિવસે તેણે માંથાના, દાઢીના અને પોતાનાં ભમર તેમજ શરીર પરના બીજા બધા વાળ મૂંડાવી નાખવા. વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીમાં સ્નાન કરવું, પછી તે કોઢથી સંપૂર્ણ રીતે સાજે થયો એમ જાહેર થાય.
10 “આઠમે દિવસે તેણે એક વરસની ઉમરના બે ખોડખાંપણ વગરનાં નરઘેટાં, એક વરસની ખોડખાંપણ વગરની ઘેટી,
24 વાટકા મોયેલા લોટનો ખાદ્યાર્પણ અને પા કિલો તેલ લઈને મુલાકાતમંડપ પર જવું.
11 શુદ્ધિની વિધિ કરાવનાર યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે વ્યક્તિને તેના અર્પણો સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વારે યહોવા સમક્ષ રજૂ કરવો.
12 ત્યાર પછી તેણે એક ઘેટો લઈને પા કિલો તેલ સાથે દોષાર્થાર્પણને આરત્યર્પણ તરીકે યહોવાને ધરાવવો.
13 ત્યાર પછી તેણે એ ઘેટાના બચ્ચાંને જે પવિત્ર સ્થળે પાપાર્થાર્પણને અને દહનાર્પણના હલવાનને વધેરવામાં આવે છે ત્યાં વધેરવો. પાપાર્થાર્પણની જેમ જ દોષાર્થાર્પણ યાજકને ખોરાક માંટે આપી દેવું. તે પરમપવિત્ર અર્પણ છે.
14 “પછી યાજકે આ દોષાર્થાર્પણનું લોહી લઈને જે વ્યક્તિ શુદ્ધ થયો છે તેના જમણા કાનની બૂટ પર, જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર લગાવવું.
15 પછી યાજકે સાથે લાવેલા તેલમાંથી થોડું પોતાના ડાબા હાથના પંજા પર રેડવું.
16 પછી તેણે જમણા હાથની આંગળી તેમાં બોળવી અને યહોવાની સમક્ષ સાત વખત એ તેલનો છંટકાવ કરવો.
17 ત્યારબાદ હથેલીમાં રહેલા તેલમાંથી થોડું લઈને જેની શુદ્ધિ કરવાની હોય તે વ્યક્તિના જમણા કાનની બૂટે અને જમણા હાથ અને જમણા પગના અંગૂઠા પર જયાં પહેલાં દોષાર્થાર્પણનું લોહી લગાડયું હતું ત્યાં લગાડવું.
18 પછી યાજકના હાથમાંનું બાકીનું તેલ તેણે જે વ્યક્તિની શુદ્ધિ કરવી હોય તેના માંથા પર લગાડીને યહોવા સમક્ષ તેનીપ્રાયશ્ચિતવિધિ કરવી.
19 “ત્યાર પછી યાજકે પાપાર્થાર્પણ ધરાવવો અને જેની શુદ્ધિ કરવાની હોય, તે માંણસની પ્રાયશ્ચિતવિધિ કરવી અને ત્યાર પછી તે દહનાર્પણના પ્રાણીને માંરી નાખવું.
20 પછી યાજકે વેદીની અગ્નિ પર દહનાર્પણ તથા ખાદ્યાર્પણ બાળવા અને તે વ્યક્તિ માંટે પ્રાયશ્ચિત કરવું, અને ત્યારે તે વ્યક્તિ શુદ્ધ થઈ જશે.
21 “જો તે માંણસ ગરીબ હોય અને આ બધું ધરાવી શકે એમ ના હોય, તો તેણે માંત્ર એક જ ઘેટો દોષાર્થાર્પણ તરીકે લાવવો. યાજકે તેને તે વ્યક્તિના પ્રાયશ્ચિત માંટે આરતીમાં ધરાવવો અને તે તેને શુદ્ધ કરશે. તેણે ખાદ્યાર્પણ તરીકે ફકત તેલથી મોંયેલો
8 વાટકા લોટ અને પા કિલો તેલ લાવવું.
22 તથા બે હોલાં કે બે કબૂતરનાં બચ્ચાં, જે તે લાવી શકે તેમ હોય તે લાવવાં, એક પાપાર્થાર્પણ માંટે અને બીજું દહનાર્પણ માંટે.
23 “આઠમે દિવસે યાજક પાસે મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ તે યહોવાની સમક્ષ પોતાના શુદ્ધિકરણની વિધિને માંટે આ પક્ષીઓને સાથે લાવે.
24 યાજક ઘેટાનાં બચ્ચાંને દોષાર્થાર્પણ તરીકે લે અને તેલ પણ લે અને વેદી આગળ યહોવાની સમક્ષ આરત્યર્પણ કરે.
25 ત્યારબાદ દોષાર્થાર્પણ માંટેના ઘેટાનો વધ કરે અને તેનું થોડું લોહી લઈ તે વ્યક્તિના જમણા કાનની બૂટે અને તેના જમણા હાથના અને જમણા પગના અંગૂઠે લગાવે.
26 ત્યાર પછી યાજકે થોડું તેલ પોતાની ડાબી હથેલીમાં રેડવું.
27 અને પોતાના જમણા હાથની આંગળી વડે તેમાંનુ થોડું સાત વખત યહોવાની સમક્ષ છાંટવું.
28 તે પછી દોષાર્થાર્પણનું લોહી લગાડયું હતું તે જ જગ્યાએ યાજકે પેલા માંણસના જમણા કાનની બૂટ પર અને જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર તેલ લગાવવું.
29 અને હાથમાં બાકી રહેલું તેલ જે માંણસની શુદ્ધિ કરવાની હોય તેના માંથા પર રેડવું અને યહોવા સમક્ષ તેણે શુદ્ધિકરણ કરવો.
30 પછી તે માંણસે એક હોલો કે કબૂતરનું બચ્ચું, જે તેને પરવડતું હોય, યાજકને પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહનાર્પણ તરીકે ખાદ્યાર્પણની સાથે વેદી પર ચઢાવવું. અને યાજક યહોવાની સમક્ષ તે માંણસને માંટે પ્રાયશ્ચિત કરે અને તે શુદ્ધ બની જશે.”
31
32 કોઢમાંથી સાજા થયેલા જે માંણસનું શુદ્ધિ માંટે જરૂરી અર્પણો લાવવા અશક્ત હોય તેને માંટે આ નિયમ છે.”
33 પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું,
34 “મેં તમને આપેલા કનાન દેશમાં જયારે તમે આવી પહોંચો અને હું ત્યાં કોઈ ઘરમાં કોઢનો રોગ મૂકું;
35 તો ઘરનો માંલિક યાજક પાસે આવીને માંહિતી આપે, ‘માંરા ઘરમાં કોઢ હોય એવું મને લાગે છે!”
36 “યાજકે તપાસ કરવા જતાં પહેલાં ઘર ખાલી કરવા જણાવવું. નહિ તો ઘરમાંનું બધું જ અશુદ્ધ ગણાશે.
37 ત્યાર પછી યાજકે તપાસ કરવા ઘરની અંદર જવું. તપાસ કરતાં જો તેને ખબર પડે કે ભીંત પરના લીલાશ કે રતાશ પડતાં કાણા ભીંતમાં ઊડા ઊતરતાં જાય છે.
38 તો તેણે ઘરમાંથી બહાર નીકળી સાત દિવસ માંટે ઘરને બંધ કરી દેવું.
39 “સાતમે દિવસે યાજકે પાછા આવીને ફરી તપાસ કરવી, જો તે કાણાઓ ભીંતમાં વધારે પ્રસર્યા હોય,
40 તો યાજકે ભીંતનામ ફૂગવાળા ભાગને કાઢી નાખીને તેને શહરેની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ ફેંકી દેવા માંલિકને આદેશ કરવો.
41 ત્યારબાદ ઘરની અંદરની ભીંતોને ખોતરી નાખવાની આજ્ઞા તેણે આપવી અને ખોતરી કાઢેલું બધું જ શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ ઠાલવી આવવા જણાવવું.
42 જે જગ્યા ખાલી પડી હોય ત્યાં બીજા પથ્થરો લાવીને ગોઠવવા અને ચૂનાનો કોલ પણ નવો જ વાપરવો તથા ઘરને નવેસરથી પ્લાસ્ટર કરાવવું.
43 “જો પથ્થરો કાઢી નાંખ્યા પછી અને ઘરને નવેસરથી પ્લાસ્ટર કર્યા પછી જો ફરીથી ફૂગ દેખાય,
44 તો યાજકે ફરીથી આવીને ઘરની તપાસ કરવી. અને તેને ખબર પડે કે ફૂગ પ્રસર્યુ છે તો તે જલદી પ્રસરે તેવો ચેપ છે અને તે ઘર અશુદ્ધ છે.
45 પછી તે ઘરને તોડી પાડવાની આજ્ઞા આપવી. અને એ ઘરના પથ્થરો, લાકડાં અને ગારો બધું શહરેની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ લઈ જવું.
46 એ ઘર બંધ રહ્યું હોય તે દરમ્યાન કોઈ ઘરમાં પ્રવેશે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
47 જો કોઈ વ્યક્તિ તેમાં સૂઈ જાય અથવા જમે તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં.
48 પરંતુ યાજક ઘરમાં જઈને તપાસે ત્યારે તેને ખબર પડે કે નવેસરથી પ્લાસ્ટર કર્યા પછી ફૂગ ફેલાયેલો નથી, તો તે ઘરને તે શુદ્ધ જાહેર કરે કે ફૂગનો ચેપ હવે ઘરમાં નથી.
49 “મકાનની શુદ્ધિ માંટે તેણે બે નાનાં પંખીઓ, દેવદારનું લાકડું, લાલ રંગના કાપડનો ટુકડો અને ઝુફો લેવાં.
50 એક પંખીને તેણે ઝરાના વહેતાં પાણી ઉપર માંટીના ઉપર વધેરવું.
51 ત્યાર પછી દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી રંગનું કાપડ લઈ જીવતા પંખી સાથે વધેરેલા પંખીના લોહીમાં અને ઝરાના વહેતાં પાણીમાં બોળવાં અને સાત વખત ઘર ઉપર છંટકાવ કરવો.
52 આ પ્રમાંણે તેણે પંખીનું લોહી, ઝરાનું પાણી, જીવતું પંખી, દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી કાપડ, એનાથી ઘરની શુદ્ધિ કરવી.
53 ત્યારબાદ યાજકે શહેરની બહાર ખુલ્લા મેદાનમાં બીજા પક્ષીને છૂટ્ટુ કરી ઉડી જવા દેવું. આ રીતે યાજક ઘરને શુદ્ધ કરશે અને ઘર સાફ થશે.”
54 બધી જ જાતના કોઢ માંટે સોજા-ચાંદાં-ગૂમડાં માંટે, કપડાંને તેમજ ઘરમાં લાગેલા કોઢના રોગ માંટે આ નિયમો છે:
55 વસ્ત્રોમાં કે ઘરમાં,
56 કોઈની ચામડીના સોજામાં કે દાઝવાથી થયેલા ઘામાં કે ચાંદામાં;
57 આ રીતે તમે જાણી શકશો કે સાચે જ તે કોઢ છે કે નહિ, તે માંટે જ આ નિયમો આપવામાં આવેલ છે, કોઢની બાબતમાં કોઈ અશુદ્ધ કયારે કહેવાય, ને શુદ્ધ કયારે કહેવાય, તેની સમજ માંટે આ નિયમો છે.
પ્રકરણ 15

1 યહોવાએ મૂસા તથા હારુનને કહ્યું,
2 “ઇસ્રાએલના લોકોને આ કહો; જયારે કોઈ માંણસને તેના શરીરમાંથી સ્રાવથતો હોય ત્યારે તે માંણસ અશુદ્ધ ગણાય.
3 સ્રાવ ચાલુ હોય ત્યારે અને તેમાંથી સાજા થાય પછી પણ થોડા સમય માંટે તે અશુદ્ધ ગણાય.
4 “સ્રાવવાળો માંણસ જે પથારીમાં સૂએ કે બેસે તે પણ અશુદ્ધ ગણાય.
5 તેથી જે કોઈ વ્યક્તિ તે માંણસની પથારીને સ્પર્શ કરે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ રહેશે.
6 વળી અશુદ્ધ વ્યક્તિ જે જગ્યા પર બેઠી હતી તે જગ્યા પર કોઈ બેસે, તો તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય. તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં અને સ્નાન કરવું.
7 સ્રાવવાળા પુરુષને જે કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ રહેશે.
8 જો સ્રાવવાળો માંણસ કોઈના પર થૂંકે તો તે માંણસે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ રહેશે,
9 સ્રાવવાળો માંણસ જે જીન પર બેસીને સવારી કરે તે પણ અશુદ્ધ ગણાય.
10 સ્રાવવાળો માંણસ જયાં બેઠો હોય તે વસ્તુને જો કોઈ સ્પર્શ કરે તો સાંજ સુધી તે અશુદ્ધ ગણાય, અને જે કોઈ તે વસ્તુને ઉપાડે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
11 સ્રાવવાળો માંણસ પોતાના હાથ ધોયા વિના જો કોઈ વ્યક્તિને અડે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
12 “અશુદ્ધ વ્યક્તિ માંટીના વાસણને સ્પર્શ કરે તો તે વાસણને ફોડી નાખવું, અને લાકડાનું વાસણ હોય તો પાણીથી વીછળી નાખવું જોઈએ.
13 “જ્યારે તે વ્યક્તિનો સ્રાવ થોભી જાય ત્યારે તેણે શુદ્ધિકરણની વિધિ માંટે સાત દિવસની હાર જોવી. અને પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, અને ઝરણાનાં પાણીમાં સ્નાન કરવું, ત્યાર પછી તે શુદ્ધ ગણાશે.
14 તે વ્યક્તિએ આઠમે દિવસે તેણે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર યહોવા સમક્ષ આવીને યાજકને આપવા.
15 યાજકોમાંના એકને પાપાર્થાર્પણ તરીકે અને બીજાને દહનાર્પણ તરીકે યહોવાને ધરાવીને સ્રાવવાળા માંણસની શુદ્ધિ માંટે યહોવા સમક્ષ પ્રાયશ્ચિત કરે.
16 “જો કોઈ પુરુષને વીર્યસ્રાવ થાય, તે તેણે આખા શરીર પર પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
17 જે કોઈ વસ્ત્રો કે ચામડા પર વીર્ય પડયું હોય તે ધોઈ નાખવું. સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
18 જે કોઈ સ્ત્રી પુરુષે જાતીય સંબંધ કર્યો હોય અને પુરુષને વીર્ય સ્રાવ થયો હોય, તો તેમણે બંનેએ પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તેઓ અશુદ્ધ ગણાય.
19 “સ્ત્રી માંસિક ઋતુમાં હોય તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય અને તે દિવસો દરમ્યાન જે કોઈ તેને સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
20 તે અશુદ્ધ હોય ત્યારે એ જેના પર સૂતી હોય કે બેઠી હોય તે અશુદ્ધ ગણાય.
21 જે કોઈ વ્યકિત તેની પથારીને સ્પર્શ કરે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં.
22 એ સ્ત્રી જેના પર બેઠી હોય એવી કોઈ પણ વસ્તુને જો કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું, સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
23 તે સ્ત્રી જેના પર બેઠી હોય તે પથારી અથવા આસન પરની કોઈ વસ્તુને જો કોઈ સ્પર્શે તો પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને સ્નાન કરે. સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
24 “આ સમય દરમ્યાન જો કોઈ પુરુષ તેની સાથે જાતીય સંબંધ કરે, તો તેના ઋતુકાળની અશુદ્ધિ તેને પણ લાગે અને તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય, તે જે પથારીમાં સૂએ તે પણ અશુદ્ધ ગણાય.
25 “જો કોઈ સ્ત્રીને ઋતુકાળ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુકાળ ઉપરાંત લાંબા સમય સુધી તેનો અટકાવ ચાલુ રહે, તો જયાં સુધી અટકાવ આવે ત્યાં સુધી તે ઋતુકાળની જેમ અશુદ્ધ ગણાય.
26 એ સમય દરમ્યાન પણ તે જે પથારીમાં સૂએ તે તેના ઋતુકાળના સામાંન્ય દિવસોની જેમ અશુદ્ધ ગણાય. અને તે જયાં બેસે તે જગ્યા પણ અશુદ્ધ ગણાય.
27 જે કોઈ તે પથારી કે આસનને અડે તે અશુદ્ધ ગણાય. તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાજ સુધી અશુદ્ધ ગણાય.
28 સ્રાવ બંધ થયા પછી સાત દિવસ પછી તે શુદ્ધ ગણાય.
29 આઠમે દિવસે તેણે બે હોલાં અથવા કબૂતરનાં બચ્ચાં લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે યાજકને આપવાં.
30 યાજકે તેમાંના એકને પાપાર્થાર્પણ માંટે અને બીજાને દહનાર્પણ તરીકે યહોવાને ધરાવવા અને તેણીના લોહીના સ્રાવની શુદ્ધિ માંટે પ્રાયશ્ચિત કરે.
31 “આ રીતે ઇસ્રાએલના લોકોને અશુદ્ધિની બાબતમાં ચેતવવા. તમે તેઓને ચેતવશો નહિ, તો તેઓ માંરો પવિત્રમંડપ અશુદ્ધ કરશે, અને તેઓને મરવું પડશે.”
32 જે કોઈ પુરુષને સ્રાવ હોય તો તે અશુદ્ધ છે. સ્રાવ અથવા વીર્યપાત તે પુરુષને અશુદ્ધ કરે છે.
33 ઋતુસ્રાવમાં સ્ત્રી અશુદ્ધ હોય છે તેથી ઋતુમતી સ્ત્રી સાથે જાતીય સંબંધ કરનાર પુરુષ પણ અશુદ્ધ છે. શરીરના સ્રાવથી પીડાતા લોકો માંટેના નિયમો ઉપર પ્રમાંણે છે.”
પ્રકરણ 16

1 યહોવા સમક્ષ ધૂપ અર્પણ કરતી વખતે હારુનના બે પુત્રો અવસાન પામ્યા.
2 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને ચેતવણી આપ કે, તેણે પરમ પવિત્રસ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના ઢાંકણ સમક્ષ ઠરાવેલા સમયે જ પ્રવેશ કરવો, નહિ તો તેનું મૃત્યુ થશે. કારણ કે તે ઢાંકણના પરના ભાગમાં વાદળરૂપે હું દર્શન દઉ છું.
3 “ત્યાં તેને પ્રવેશ કરવા માંટેની શરતો: તેણે પાપાર્થાર્પણ માંટે એક વાછરડો તથા દહનાર્પણ તરીકે એક ઘેટો લાવવો અને પછી જ પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવો.
4 તેણે શણનો પવિત્ર અંગરખો અને પાયજામો પહેરવો તથા કમરે શણનો કમરપટો બાંધવો અને માંથે શણનો ફેંટો બાંધવો. આ બધાં પવિત્ર વસ્ત્રો છે. તેથી એ પહેરતાં પહેલાં તેણે પાણીથી સ્નાન કરવું.
5 “ઇસ્રાએલી પ્રજાએ તેઓના પાપાર્થાર્પણ માંટે બે બકરા તથા દહનાર્પણ તરીકે એક ઘેટો આપવો.
6 તેણે પોતાના પાપાર્થાર્પણ માંટે યહોવાની સમક્ષ વાછરડાને વધેરવું અને પોતાના અને પોતાના પરિવારના પાપની પ્રાયશ્ચિતવિધિ કરવી.
7 “ત્યાર પછી તેણે પેલા બે બકરાઓ લઈને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ યહોવા સમક્ષ રજૂ કરવા.
8 પછી તેણે ચિઠ્ઠી ઉપાડીને એ બકરામાંથી એક યહોવાને માંટે અને એક અઝાઝેલ માંટે નક્કી કરવો.
9 “યહોવા માંટે નક્કી થયેલ બકરો તેણે પાપાર્થાર્પણ તરીકે ચઢાવવો.
10 પરંતુ તેણે અઝાઝેલ માંટે પોતે પસંદ કરેલા બીજા બકરાને લાવવો અને તેને જીવતો યહોવાની સમક્ષ મૂકવો, પછી તેની પ્રાયશ્ચિતવિધિ કરીને તેને બીજા લોકોના પાપોને ધરનાર તરીકે અઝાઝેલ પાસે અરણ્યમાં મોકલવો.
11 “હારુનને પોતાના અને પોતાના પરિવારના પાપાર્થાર્પણને માંટે વાછરડો ધરાવીને પ્રાયશ્ચિત વિધિ કરવો અને તેને વધેરવો.
12 પછી તેણે એક ધૂપદાનીમાં યહોવા આગળની વેદીમાંથી સળગતા અંગારા લેવા, અને બે મૂઠી ઝીણો દળેલો ધૂપ લેવો, અને તેને પડદાની પાછળ ઓરડીમાં લઈ જવાં.
13 પછી યહોવા સમક્ષ અંગારા ઉપર ધૂપ નાખવો જેથી કરાર ઉપરનું ઢાંકણ ધુમાંડાથી ઢંકાઈ જશે અને પોતે તેને જોવા નહિ પામે, અને મરી નહિ જાય.
14 ત્યાર પછી તેણે વાછરડાના લોહીમાંથી થોડું લોહી ઢાંકણની પૂર્વ બાજુએ આંગળી વતી છાંટવું અને ઢાંકણની સામે તેણે આંગળી વતી સાત વાર લોહીના છાંટા નાખવા.
15 “ત્યાર પછી તેણે લોકોના પાપાર્થાર્પણના બકરાનું બલિદાન કરવું અને તેનું લોહી પડદાની અંદરની બાજુ લાવવું અને વાછરડાના લોહીની જેમ મંજૂષાના ઢાંકણ ઉપર અને તેની સામે છાંટવું.
16 આ રીતે તેણે ઇસ્રાએલીઓની શુદ્ધિથી તેમના અપરાધો અને તેમનાં પાપોથી પરમ પવિત્રસ્થાન ને મુકત કરવા; પ્રાયશ્ચિતવિધિ કરવી, એજ રીતે તેણે ઇસ્રાએલીઓની વસ્તીની વચમાં આવેલો હોવાને કારણે મુલાકાતમંડપને લાગેલી અશુદ્ધિઓની શુદ્ધિ માંટે પ્રાયશ્ચિતવિધિ કરવી.
17 “હારુન પ્રાયશ્ચિત કરવા માંટે પરમ પવિત્ર સ્થાનમાં દાખલ થાય ત્યારથી તે પાછો આવે ત્યાં સુધી કોઈને મુલાકાતમંડપમાં રહેવા ન દેવો. પોતાના માંટે, પોતાના પરિવારને માંટે તેમજ સમગ્ર ઇસ્રાએલી સમાંજ માંટે પ્રાયશ્ચિત વિધિ પતાવ્યા બાદ
18 બહાર આવીને તેણે યહોવાની સમક્ષ વેદી પાસે જઈને તેનો પણ પ્રાયશ્ચિત વિધિ કરવો. તેણે વાછરડાના અને બકરાના લોહીમાંથી થોડું થોડું લઈને વેદીનાં ટોચકાંઓને લગાડવું
19 એ લોહીમાંથી આંગળી વડે તેણે વેદી ઉપર સાત વખત છાંટા નાખવા, આ રીતે તેણે ઇસ્રાએલીઓની અશુદ્ધિથી મુકત કરી તેને પવિત્ર કરવી.
20 “પરમ પવિત્ર સ્થાનની, મુલાકાતમંડપની અને વેદીની શુદ્ધિ પતી ગયા પછી તેણે જીવતો રહેલો બકરો લાવવો.
21 અને પછી હારુનને તેના માંથા પર હાથ મૂકીને ઇસ્રાએલીઓના બધા દોષ, બધા અપરાધ, અને બધાં પાપ કબૂલ કરવાં અને તે બધાં એ બકરાંને માંથે નાખવાં, અને તે પછી તેણે આ કામ માંટે નક્કી કરેલા માંણસ સાથે તે બકરાને રણમાં મોકલી આપવો.
22 પછી તે બકરો લોકોનાં સર્વ પાપ, જે જગ્યાએ કોઈ રહેતું ના હોય તેવી નિર્જન જગ્યાએ લઈ જશે, અને આ માંણસ તેને નિર્જન અરણ્યમાં છોડી દેશે.
23 “હારુનને બકરાને નિર્જન અરણ્યમાં છોડી દીધા બાદ મુલાકાતમંડપમાં પાછા આવીને પવિત્રસ્થાનમાં દાખલ થતી વખતે ધારણ કરેલાં શણનાં વસ્ત્રો કાઢી નાખવાં, અને ત્યાં જ રહેવા દેવા.
24 અને એક પવિત્ર સ્થાનમાં સ્નાન કરીને પોતાનાં બીજાં વસ્ત્રો ધારણ કરીને બહાર જઈ પોતાના અને લોકોના દહનાર્પણ અર્પણ કરવા, આ રીતે તે પોતાને અને લોકોને શુદ્ધ કરશે.
25 તેણે પાપાર્થાર્પણની ચરબી વેદીમાં હોમી દેવી.
26 “અઝાઝેલ માંટેના બકરાને લઈ જનાર માંણસે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને સ્નાન કરવું, ત્યાર પછી જ તે છાવણીમાં પાછો આવી શકે.
27 “પછી પાપાર્થાર્પણ તરીકે ધરાવેલા વાછરડાને અને બકરાંને-જેમનું લોહી પ્રાયશ્ચિતવિધિ માંટે પવિત્ર સ્થાનમાં લઈ જવામાં આવ્યું હતું, તેમને છાવણી બહાર લઈ જવા અને ચામડાં, માંસ અને આંતરડાં સહિત બાળી નાખવાં.
28 આ બધું બાળનાર માંણસે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, સ્નાન કરવું અને પછી છાવણીમાં પાછા ફરવું.
29 “નીચે દર્શાવેલ નિયમ તમાંરે સદાય પાળવાનો છે: તમાંરે તથા તમાંરી મધ્યે વસતા વિદેશીઓએ સાતમાં મહિનાના દશમાં દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહિ.
30 તે દિવસે તમને શુદ્ધ કરવા માંટે પ્રાયશ્ચિત વિધિ કરવામાં આવશે; તમાંરે યહોવાની દ્રષ્ટિએ બધાં પાપોથી શુદ્ધ થવાનું છે.
31 તમાંરા માંટે તે બહુ ખાસ વિશ્રામનો દિવસ છે. તમાંરે ઉપવાસ કરવાનો છે અને કંઈ કામ કરવાનું નથી. આ કાયમ માંટેનો નિયમ છે.
32 “આ પ્રાયશ્ચિતવિધિ મુખ્ય યાજકે જે તેના પિતાના સ્થાને વિધિપૂર્વક દીક્ષિત કરવામાં આવ્યો હોય તેણે કરવો, તે યાજકે પવિત્ર શણના કપડા પહેરવા.
33 તેણે શણનાં પવિત્ર વસ્ત્રો ધારણ કરવાં અને પરમ પવિત્રસ્થાનને માંટે, મુલાકાતમંડપને માંટે, વેદી માંટે, યાજકો માંટે, તથા લોકોના સમગ્ર સમાંજ માંટે પ્રાયશ્ચિતવિધિ કરવો.
34 આ કાયમી નિયમ છે, પ્રતિવર્ષ આ રીતે એક વખત ઇસ્રાએલીઓનાં પાપો માંટે પ્રાયશ્ચિત કરવું.”યહોવાએ મૂસાને આપેલી આ સર્વ આજ્ઞાનો હારુને અમલ કર્યો.
પ્રકરણ 17

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “તું હારુનને તેના પુત્રોને તેમજ બધા ઇસ્રાએલીઓને આ પ્રમાંણે જણાવ: યહોવાએ આ મુજબ જણાવ્યું છે.
3 જો કોઈ ઇસ્રાએલી પહેલા મુલાકાતમંડપનાં પ્રવેશદ્વાર એટલે કે યહોવાના પવિત્ર મંડપ આગળ બળદ, હલવાન અથવા બકરાનો યહોવાને ધરાવ્યા વિના છાવણીમાં કે છાવણી બહાર વધ કરશે, તો તે રક્તપાતનો ગુનેગાર ગણાશે; તેને સમાંજમાંથી જુદો કરવો.
4
5 આ નિમય આપવામાં આવ્યો જેથી ઇસ્રાએલીઓ ખુલ્લા મેદાનોમાં વધેરેલા પશુઓ યહોવાને ભેટ અર્પણ કરવા લાવશે. તેઓએ તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજક સમક્ષ લાવીને યહોવાને ભોગ તરીકે ધરાવવાં,
6 અને યાજકે અર્પણનું લોહી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની યહોવાની વેદી પર છાંટવું અને ચરબી વેદીમાં હોમી દેવી. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
7 તેઓ ખુલ્લા મેદાનોમાં તેમના ‘વન દેવતાઓને’ અર્પણ ચઢાવે છે તે બંધ થવું જોઈએ. ઇસ્રાએલીઓ ખોટા દેવોની પાછળ પડ્યા છે. આ રીતે તેઓએ વારાંગના જેવો વર્તાવ કર્યો છે. ઇસ્રાએલીઓ અને તેમના વંશજો માંટે આ કાયમી નિયમ છે.
8 “જો કોઈ ઇસ્રાએલી અથવા ઇસ્રાએલીઓ વચ્ચે રહેતો વિદેશી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાને ધરાવ્યા વગર દહનાર્પણ કે બીજો કોઈ યજ્ઞ ચઢાવે,
9 તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.
10 “અને જો કોઈ ઇસ્રાએલી અથવા ઇસ્રાએલીઓ વચ્ચે વસતો વિદેશી લોહીવાળું માંસ જમશે, તો હું (દેવ) તેની વિમુખ થઈશ અને હું તેને તેના લોકોથી જુદો કરીશ. કારણ લોહી એ જ પ્રાણીનો પ્રાણ છે.
11 કારણ કે શરીરનો જીવ લોહીમાં છે અને મેં તમને તે લોહીને વેદી પર રેડવાના કાયદા આપ્યા છે. આ તમાંરે પોતાની શુદ્ધિ માંટે કરવાનું છે. તમાંરે તે લોહી મને જીવની કિંમત તરીકે આપવાનું છે.
12 ઇસ્રાએલના લોકોને આપવામાં આવેલી આ આજ્ઞા પાછળનું કારણ એ છે કે તે લોકો કે તેઓમાં વસતો કોઈ વિદેશી લોહીનો ખોરાકમાં ઉપયોગ ન કરે.
13 “જે કોઈ ઇસ્રાએલી અથવા ઇસ્રાએલીઓ વચ્ચે વસતો વિદેશી ખાદ્ય પક્ષીનો શિકાર કરે ત્યારે તેણે તેનું બધું લોહી વહી જવા દેવું. અને તેના પર માંટી ઢાંકી દેવી.
14 કારણ કે લોહીમાં તેનો જીવ છે, તેથી જ મેં ઇસ્રાએલની પ્રજાને કહ્યું છે કે કદાપિ રકત ખાવું નહિ, કેમકે દરેક પ્રાણી અને પક્ષીનો જીવ તેના લોહીમાં છે, તેથી જો કોઈ ખાય તો તેનો સામાંજિક બહિષ્કાર કરવો જોઈએ.
15 “જે કોઈ ઇસ્રાએલી કે વિદેશી કુદરતી રીતે મૃત્યુ પામેલું અથવા જંગલી પ્રાણીઓ માંરી નાખેલું પ્રાણી ખાય તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં. પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય તેથી કશાને અડવું નહિ.
16 પછીથી જ તે શુદ્ધ જાહેર થશે, જો તે પોતાનાં વસ્ત્રો ધોઈ ન નાખે અને સ્નાન ન કરે, તો તેનું પરિણામ તેને માંથે, તેને પાપની સજા ભોગવવી પડે.
પ્રકરણ 18

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇસ્રાએલી પ્રજાને કહે: હું યહોવા તમાંરો દેવ છું.
3 માંટે તમાંરે લોકોએ પહેલા તમે જયાં રહેતા હતા, તે મિસરના અથવા હું તમને લઈ જાઉ છું તે કનાન દેશના લોકોની જેમ વર્તવુ નહિ, તમાંરે તેમના રિવાજો પાળવા નહિ.
4 તમાંરે ફકત માંરા જ વિધિઓ પાળવા, અને તમાંરે તેનો અમલ સંપૂર્ણ રીતે કરવો. અને તે અનુસાર તમાંરે તમાંરું જીવન ગાળવું. હું યહોવા તમાંરો દેવ છું.
5 તમાંરે માંરા વિધિઓ અને નિયમો પાળવા. જે માંણસ તેનું પાલન કરશે તે જીવવા પામશે, હું યહોવા છું.
6 “તમાંરામાંના કોઈએ પણ લોહીની સગાઈવાળા સાથે જાતીય સંબંધ કરવો નહિ, હું યહોવા છું.
7 “કોઈ પણ પુત્રએ પોતાની માંતા સાથે જાતીય સંબંધ કરીને પિતાને કલંક લગાડવું નહિ. એ તમાંરી માંતા છે તેને તમાંરે કલંકિત ન કરવી.
8 પોતાના પિતાની પત્નીઓમાંથી કોઈની સાથે જાતીય સંબંધ કરવો નહિ કારણ કે તેમાં પિતાનું અપમાંન છે.
9 “પોતાની બહેન કે ઓરમાંન બહેન, સાથે જાતીય સંબંધ કરવો નહિ પછી તે તમાંરા બાપની પુત્રી હોય કે માંતાની પુત્રી હોય; તે એક જ ઘરમાં જન્મી હોય તેથી તમાંરે તેની સાથે લગ્ન ન કરવાં કે જાતીય સંબંધ પણ ન કરવો.
10 “તમાંરે તમાંરા પુત્રની પુત્રી, કે પુત્રીની પુત્રી સાથે લગ્ન કે જાતીય સંબંધ ન કરવો, એ તમાંરી પોતાની જાતને કલંકિત કરવા બરાબર છે.
11 “તમાંરે તમાંરાં પિતાની પત્નીને તમાંરા પિતાથી થયેલ પુત્રી સાથે લગ્ન કે જાતીય સંબંધ ન કરવો, તે તમાંરી બહેન છે.
12 “તમાંરે તમાંરા પિતાની બહેન સાથે જાતીય સંબંધ ન કરવો, કારણ કે તમાંરા પિતાની સાથે લોહીની સગાઈ છે.
13 “તમાંરે તમાંરી માંતાની બહેન સાથે જાતીય સંબંધ ન કરવો, કારણ કે એને તમાંરી માંતા સાથે લોહીની સગાઈ છે,
14 તમાંરે તમાંરા પિતાના ભાઈને બદનામ ન કરવા, તમાંરે તેની પત્ની સાથે જાતીય સંબંધ ન કરવો, કારણ કે તમાંરી કાકી છે.
15 “તમાંરે તમાંરી પુત્રવધૂ સાથે જાતીય સંબંધ ન કરવો, તે તમાંરા પુત્રની પત્ની છે, તમાંરે તેને કલંકિત ન કરવી.
16 “તમાંરે તમાંરી ભાઈની પત્ની સાથે જાતીય સંબંધ ન કરવો, કારણ એ તમાંરા ભાઈને કલંકિત કર્યા બરાબર છે.
17 “તમાંરે કોઈ સ્ત્રી સાથે તેમજ તેની પુત્રી, પૌત્રી કે દોહિત્રી સાથે જાતીય સંબંધ કરવો નહિ, કારણ કે તેઓ નજીકનાં સગાં છે, અને એમ કરવું એ અતિશય દુષ્ટ કર્મ છે.
18 “તમાંરી પત્ની જીવતી હોય ત્યા સુધી તેની બહેન સાથે લગ્ન ન કરવા. કેમકે તમે બન્નેને પરણો તો તેમના વચ્ચે અણગમો થાય. તમાંરે તમાંરી સાળી સાથે જાતીય સંબંધ ન કરવો.
19 “તમાંરે કોઈ ઋતુમતિ સ્ત્રી સાથે જાતીય સંબંધ ન કરવો, કારણકે તે આ સમયમાં અશુદ્ધ છે.
20 “તમાંરે પારકાની સ્ત્રી સાથે વ્યભિચાર ન કરવો: પરસ્ત્રીથી તમાંરી જાતને અશુદ્ધ ન કરવી.
21 “તમાંરે તમાંરું કોઈ બાળક મોલેખને ચઢાવવા આપવું નહિ. મોલેખની વેદી પર તમાંરા બાળકની આહુતિ ન આપવી. આ રીતે તમે કરશો તો તમાંરા દેવનો અનાદર થશે અને તેમના નામને કલંક લાગશે, હું યહોવા છું.
22 “સજાતીય શારીરિક સંબંધની સંપૂર્ણ મનાઈ છે. તમાંરે કોઈ પુરુષ સાથે સ્ત્રીની જેમ જાતીય સંબંધ ન કરવો, કેમકે એ તો ભયંકર પાપ છે.
23 “તમાંરે કોઈ માંદા પશુ સાથે સ્ત્રીની જેમ જાતીય સંબંધ ન કરવો, એથી તમે અશુદ્ધ થશો, કોઈ સ્ત્રીએ કોઈ નર પશુ સાથે જાતીય સંબંધ ન કરવો, એ વિકૃતિ છે, તે ભયંકર દુષ્ટતા છે.
24 “આમાંની કોઈ પણ રીતે તમાંરે તમાંરી જાતને અશુદ્ધ ન કરવી. હું જે પ્રજાઓને તમાંરા માંટે સ્થાન ખાલી કરવા હાંકી કાઢનાર છું તેઓ આવી રીતે અશુદ્ધ થયેલ પ્રજા છે.
25 એ સમગ્ર દેશ આ પ્રકારની દુષ્ટ પ્રવૃતિઓથી ભ્રષ્ટ બની ગયો છે, તેથી ત્યાં રહેતા લોકોને એમના દોષની સજા કરીને હું તેઓને તે દેશમાંથી હાંકી કાઢવાનો છું.
26 “પરંતુ તમાંરે માંરા વિધિઓ અને નિયમોનું પાલન કરવું. તમાંરે આમાંનું કોઈ ઘૃણાજનક કાર્ય કરવું નહિ, પછી ભલે તમે ઇસ્રાએલ પ્રજામાં જન્મેલા હોય કે વિદેશથી આવીને વસ્યા હોય.
27 તમાંરા પહેલા જે પ્રજા આ દેશમાં રહેતી હતી, તે આ બધા ઘૃણાજનક કાર્યો કરતી હતી તેથી દેશ અશુદ્ધ થઈ ગયો.
28 તમે આ પ્રમાંણે કરશો નહિ, નહિ તો તે પ્રજાની જેમ તમને પણ તે દેશમાંથી હું હાંકી કાઢીશ.
29 જે કોઈ આમાંનું કોઈ પણ ભયંકર પાપ કરશે તેનો સમાંજમાંથી બહિષ્કાર થશે.
30 માંટે ફરમાંનનું પાલન ચોકસાઈ પૂર્વક કરજો, તમાંરા પહેલાના લોકો ઘૃણાપાત્ર રિવાજો પાળતા હતા, તેનું પાલન કરીને તમાંરી જાતને અશુદ્ધ ન બનાવશો. હું તમાંરો દેવ યહોવા છું.”
પ્રકરણ 19

1 પછી યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને આ પ્રમાંણે જણાવ: તમે પવિત્ર થાઓ, કારણ હું તમાંરો દેવ યહોવા પવિત્ર છું.
3 “તમાંરામાંના પ્રત્યેક વ્યક્તિએ પોતાના માંતાપિતાને માંન આપવું અને માંરા ખાસ વિશ્રામવારોનું પાલન કરવું. હું તમાંરો દેવ યહોવા છું.
4 ધાતુની મૂર્તિઓ બનાવશો નહિ, ને મૂર્તિપૂજા કરશો નહિ. હું યહોવા તમાંરો દેવ છું.
5 “તમે જ્યારે યહોવાની આગળ ભેટ અર્પણ ચઢાવો ત્યારે તેને સરખી રીતે ચઢાવો જેથી તેનો સ્વીકાર થાય.
6 જે દિવસે તમે અર્પણ કરો તે જ દિવસે જમી લેવું જોઈએ. અને પછી તે દિવસે જે કાંઈ બચ્યું હોય તે જમી લેવું; પરંતુ ત્રીજા દિવસ સુધી એમાંનું જે બચે તે અગ્નિમાં બાળી નાખવું.
7 કારણ, તે દૂષિત છે અને તે ત્રીજે દિવસે સહેજપણ ખાવું નહિ, કારણ કે તે અમંગળ છે, એનો સ્વીકાર નહિ થાય.
8 જે કોઈ તે ખાય તેણે સજા ભોગવવી પડશે, કારણ, તે દોષિત છે. તેણે યહોવાને ચઢાવેલું પવિત્ર અર્પણ ભ્રષ્ટ કર્યુ છે, તેથી તેનો લોકોએ સામાંજીક બહિષ્કાર કરવો.
9 “જયારે તમે ખેતરમાં પાકની કાપણી કરો ત્યારે છેક ખૂણા સુધી લણશો નહિ અને ધઉની કાપણીનો મોડ પણ વીણી લેશો નહિ.
10 એ જ પ્રમાંણે દ્રાક્ષના વેલાને પૂરેપૂરા વીણશો નહિ, તેમજ નીચે પડેલી દ્રાક્ષ પણ વીણશો નહિ. ગરીબો તેમજ મૂસાફરો માંટે તે રહેવા દેજો. હું યહોવા તમાંરો દેવ છું.
11 “તમાંરે ચોરી કરવી નહિ, કે કોઈને છેતરવું કે ઠગવું પણ નહિ.
12 તમાંરે ખોટી વાત માંટે માંરા નામના સમ ખાઈને તમાંરા દેવ યહોવાનું નામ વગોવવું નહિ, કારણ, હું યહોવા છું.
13 “તમાંરે કોઈને લૂંટવો નહિ કે કોઈનું શોષણ કરવું નહિ, ત્રાસ આપવો નહિ, મજૂરીએ રાખેલા માંણસનું મહેનતાણું સમયસર ચૂકવી દેવું. તેઓના મહેનતાણાંમાંથી તારી પાસે કાંઈ બાકી રહે તો તે સવાર થતાં સુધી તારી પાસે રાખવું નહિ.
14 “બહેરા માંણસને કદી શાપ ના દેવો, અને અંધજનના માંર્ગમાં અડચણ ન મુકવા. માંરી બીક રાખજો. હું તમાંરો દેવ યહોવા છું.
15 “ન્યાયધીશોએ પોતાના ન્યાયમાં સદા પ્રામાંણિક રહેવું, ગરીબો પ્રત્યે ખોટી દયા દર્શાવીને કે મોટાની આણ રાખીને અન્યાયી ચુકાદો આપવો નહિ, હંમેશા ઉચિત ન્યાય કરવો.
16 દેશબાંધવોમાં તમાંરે કોઈની કૂથલી કરવી નહિ, કોઈના પર ખોટો આરોપ મૂકીને એનું જીવન જોખમમાં મૂકવું નહિ, હું યહોવા છું.
17 “તમાંરે તમાંરા ભાઈના વિષે મનમાં ડંખ રાખીને તેનો તિરસ્કાર કરવો નહિ, તારા પડોશીને પાપ કરે તો તેનો દોષ બતાવી ઠપકો આપવો અને તેને છોડી મૂકવો. એટલે તેનું પાપ તમાંરા માંથે આવે નહિ.
18 કોઈના પર વૈર વાળીને બદલો લેવાની ભાવના રાખવી નહિ, પરંતુ જેમ પોતાના પર પ્રેમ રાખીએ તેમ પડોશીઓ પર પણ પ્રેમ રાખવો. હું યહોવા છું.
19 “માંરા નિયમો પાળજો. તમાંરાં પશુઓને જુદી જાતનાં પશુ સાથે ગર્ભાધાન કરાવશો નહિ. તમાંરા ખેતરમાં એકી સાથે બે જાતનાં બી વાવશો નહિ તેમજ જુદી જુદી બે જાતના તારનું વણેલું કાપડ પણ પહેરશો નહિ.
20 “જો કોઈ માંણસ બીજા માંણસની દાસીનાપર ઉપભોગ કરે, જે તેણે તેને ખરીદી ન હતી અથવા આઝાદ ન હતી તો શિક્ષા થવી જોઈયે પણ બન્નેને મૃત્યુદંડ ન થાય, કારણ કે તે આઝાદ ન હતી.
21 તેથી તેમાં સંડોવાયેલ વ્યક્તિએ દોષાર્થાર્પણ માંટે મુલાકાતમંડપના દ્વાર આગળ યહોવા સમક્ષ ઘેટો લઈને આવવું.
22 અને યાજકે તે વ્યક્તિના પાપના નિવારણાર્થે યહોવા સમક્ષ પ્રાયશ્ચિતવિધિ કરવી, એટલે તેને માંફ કરવામાં આવશે.
23 “કનાન દેશમાં તમે જ્યારે પ્રવેશ કરો અને કોઈ પણ ફળનું વૃક્ષ રોપો તો તેનાં ફળને ત્રણ વર્ષ સુધી અશુદ્ધ હોવાને કારણે ખાશો નહિ.
24 ચોથે વર્ષે તેના બધા જ ફળને યહોવાનું સ્તવન કરવા માંટે અર્પણ કરી દેજો.
25 છેવટે પાંચમે વરસે તમે તેનાં ફળ ખાઈ શકો. જો એમ કરશો તો તેનો ફાલ વધુ ઊતરશે. હું યહોવા તમાંરો દેવ છું.”
26 “તમાંરે લોહીવાળું માંસ ખાવું નહિ, તેમજ કામણ ટૂમણ પણ કરવું નહિ, તેમજ તમાંરે જ્યોતિષીઓ કે જાદુગરો પાસે જવું નહિ.
27 “તમાંરા કાનની બાજુના વાળ મૂર્તિપૂજાકોની જેમ કાપો નહિ, તમાંરી દાઢી બોડવી નહિ.
28 કોઈના મૃત્યુના શોકમાં તમાંરા શરીર પર ઘા કરવા નહિ તથા તમાંરા શરીર પર છૂંદણાં છૂંદાવવા નહિ, હું યહોવા છું.”
29 “તમાંરી પુત્રીને દેવદાસી બનીને ભ્રષ્ટ થવા દેશો નહિ; તમાંરા દેશના લોકોને વારાંગના બનવા દેતા નહિ. તે પ્રકારનું પાપ તમાંરા આખા દેશમાં પ્રચલિત ન થવા દેતા.
30 “તમે માંરા સાબ્બાથો પાળજો, અને માંરા પવિત્રસ્થાનનું માંન જાળવજો, હું યહોવા છું.
31 “ભૂવા કે જાદુગરો પાસે જઈને તેમને પ્રશ્નો પૂછીને તેમની સલાહ લઈને તમાંરી જાતને અશુદ્ધ કરશો નહિ, કારણ કે હું યહોવા તમાંરો દેવ છું.
32 “દેવનો ડર રાખો અને વડીલોનું સન્માંન કરો, તેઓ જ્યારે ઓરડીમાં આવે ત્યારે ઉભા થાવ, હું તમાંરો દેવ યહોવા છું.”
33 “જો કોઈ વિદેશી તમાંરા દેશમાં આવે, ને તમાંરી સાથે રહે તો તમાંરે તેને છેતરવો કે તેની પર ત્રાસ કરવો નહિ.
34 તેને તમાંરે તમાંરા જેવો જ વતની માંનવો અને તેના પર તમાંરી જાત જેટલો જ પ્રેમ રાખો. તમે પણ મિસરમાં પરદેશી હતા તેનું સ્મરણ કરો. હું યહોવા તમાંરો દેવ છું.
35 “તમાંરે લોકોનો ન્યાય કરતી વખતે નિષ્પક્ષ રહેવું. લંબાઈ માંપવામાં, કે વસ્તુઓનું વજન કરવામાં અને માંપવામાં ખોટાં માંપ વાપરી કોઈની સાથે છેતરપિંડી કરવી નહિ.
36 તમાંરે સાચાં ત્રાજવાં, સાચાં કાટલાં, અને સાચાં માંપ રાખવાં, હું તમને મિસર દેશમાંથી બહાર લઈ આવનાર તમાંરો દેવ યહોવા છું.
37 “તમાંરે માંરા બધા જ નિયમો આજ્ઞાઓ અને માંરી વિધિઓ પ્રત્યે સંપૂર્ણ ધ્યાન આપવું અને કાળજીપૂર્વક તેનું પાલન કરવું અને તેમનો અમલ કરવો, કારણ, હું યહોવા છું.”
પ્રકરણ 20

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “તું ઇસ્રાએલી પ્રજાને આ આજ્ઞાઓ આપ: જો કોઈ ઇસ્રાએલી કે તેઓની વચમાં રહેતો વિદેશી પોતાનાં બાળક મોલેખ દેવને ચઢાવવા આપે તો તેને મૃત્યુદંડ આપવો.
3 હું પોતે તે માંણસની વિરુદ્ધ થઈશ, અને તેના લોકોમાંથી તેનો બહિષ્કાર કરીશ, કારણ તેણે મોલેખને પોતાનું બાળક ચઢાવીને માંરા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યુ છે. અને માંરા પવિત્ર નામને કલંકિત કર્યુ છે.
4 જો કોઈ માંણસ પોતાનું બાળક મોલેખને ચઢાવે, ત્યારે દેશના લોકો જો આંખ આડા કાન કરે અને તેને મૃત્યુદંડ આપવાની ના પાડે,
5 તો હું જાતે તેની અને તેના પરિવારની વિમુખ થઈ જઈશ, અને તેનો તથા તેની સાથે મોલેખની પૂજા કરનારા તથા માંરા તરફ વિશ્વાસઘાત દાખવનાર સૌ કોઈનો તેના લોકોમધ્યેથી બહિષ્કાર કરીશ.
6 “જે કોઈ માંરા પ્રત્યે વિશ્વાસઘાત દાખવશે અને મધ્યસ્થી તથા જાદુગરો પાસે જઈને તેમની સલાહ લેશે, તેની હું વિમુખ થઈશ અને તેમના લોકોમાંથી તેનો હું બહિષ્કાર કરીશ.
7 “તેથી તમાંરી જાતને શુદ્ધ અને પવિત્ર રાખો, કારણ કે, હું યહોવા તમાંરો દેવ પવિત્ર છું.
8 તમાંરે કાળજીપૂર્વક માંરા સર્વ વિધિઓનું પાલન કરવું, કારણ હું તમને શુદ્ધ કરનાર યહોવા છું.
9 “જો કોઈ પોતાના પિતાને અને માંતાને શાપ આપે તો તેને મૃત્યુદંડ આપવો. એણે પોતાના પિતાને કે માંતાને શાપ આપ્યો છે તેથી તે પોતાના મોત માંટે પોતે જ જવાબદાર ગણાય.
10 “જે કોઈ પુરુષ પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે તો તેને અને સ્ત્રીને બંનેને મૃત્યુદંડ આપવો.
11 જો કોઈ પુરુષ પોતાના પિતાની પત્ની સાથે કૂકર્મ કરે, તો તેણે પોતાના પિતાને કલંક લગાડયું છે, તે બંને મૃત્યુદંડને પાત્ર થાય. તેમના મોતની જવાબદારી તેમને માંથે છે.
12 “જો કોઈ પુરુષ પોતાની પુત્રવધુ સાથે વ્યભિચાર કરે, તો તે બંનેને મૃત્યુદંડ આપવો. તેમણે અગમ્યગમન કર્યુ હોવાથી પોતાના મોત માંટે તેઓ પોતે જ જવાબદાર ગણાય.
13 “જો કોઈ પુરુષ અન્ય પુરુષ સાથે સ્ત્રીની જેમ વ્યભિચાર કરે તો તે બંનેએ અમંગળ કર્યુ છે, તેમને મૃત્યુદંડ આપવો. તેમના મૃત્યુ માંટે તેઓ પોતેજ જવાબદાર છે.
14 “જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને તેની માંતાને બંનેને પરણે કે વ્યભિચાર કરે તો તે દુષ્ટતા છે. તે પુરુષને અને તે સ્ત્રીઓને અગ્નિમાં બાળી મૂકવાં, તમાંરામાં લંપટતા હોવી જોઈએ નહિ.
15 “જો કોઈ પુરુષ કોઈ પશુ સાથે કુકર્મ કરે, તો તેને મૃત્યુદંડ આપવો અને તે પશુને માંરી નાખવું.
16 અને જો કોઈ સ્ત્રી કોઈ પશુ સાથે જાતીય સંબંધ કરે, તો તે સ્ત્રીને અને પશુને બંનેને માંરી નાખવાં કારણ, તેઓ એ જ શિક્ષાને લાયક છે.
17 “જો કોઈ પુરુષ પોતાના પિતાની કે માંતાની પુત્રીને પરણે અને તેની સાથે જાતીય સંબંધ કરે તો એ અત્યંત લજ્જાસ્પદ છે. તેમનો વઘ જાહેરમાં કરવો. એ વ્યક્તિએ પોતાની બહેન સાથે વ્યભિચાર કર્યો છે માંટે તેનો સમાંજમાં બહિષ્કાર કરવો. તેનો દોષ પુરુષને માંથે છે.
18 “જો કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે તેના ઋતુકાળ દરમ્યાન શારીરિક જાતીય સંબંધ કરે તો નિયમોનો ભંગ કરવા બદલ બંનેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.
19 “કોઈ પણ પુરુષે તેની માંસી કે ફોઈની સાથે શારીરિક જાતીય સંબંધ કરવો નહિ. એ અગમ્યગમન છે, કારણ, તેઓ તેના નજીકનાં સગાં છે, તેમને તેમના પાપની સજા થવી જ જોઈએ.
20 “જો કોઈ માંણસ પોતાની કાકી સાથે કુકર્મ કરે તો તે પોતાના કાકાને કલંક લગાડે છે. એ બંનેને તેમનાં પાપની સજા થવી જ જોઈએ. તેઓ નિઃસંતાન અવસાન પામશે.
21 “જો કોઈ પુરુષ પોતાના ભાઈની સ્ત્રી સાથે પરણે તો તે વ્યભિચાર ગણાય; તેણે એના ભાઈને કલંક લગાડયું છે એ બંને નિઃસંતાન રહેશે.
22 “તમાંરે માંરા તમાંમ વિધિઓ અને નિયમોનું પાલન કરવું અને તેને અનુસરવું; હું તમને તમાંરા નવા દેશમાં લઈ જઈશ અને તમે માંરા કાયદાઓ અને નિયમોનું પાલન કરશો તો તે દેશ તમને હાંકી કાઢશે નહિ.
23 તમાંરે ત્યાંના લોકોના રિવાજો પાળવા નહિ. એ બધા કૂકર્મો કરવા બદલ હું તેમને ધિક્કારું છું અને તે સૌને તમાંરી આગળથી હાંકી કાઢીશ.
24 “મેં તમને તેઓનો દેશ આપવાનું વચન આપ્યું છે. તમે તે દેશના માંલિક બનો. હું જાતે તમને જયાં દૂધ અને મધનીરેલછેલ છ એવી એ ભૂમિનો કબજો આપીશ. “હું તામરો દેવ યહોવા છું. મેં તમને અન્ય પ્રજાઓથી જૂદા પાડયા છે.
25 તેથી તમાંરે ખાદ્ય અને અખાદ્ય પશુઓ અને પંખીઓનો ભેદ પરખવો. તમાંરે એ અખાદ્ય પશુઓ, પંખીઓ અને પેટે ચાલનારા જીવો ખાઈને અશુદ્ધ થવું નહિ.
26 મેં એ બધાંને અખાદ્ય ઠરાવ્યાં છે, એમને ખાવાથી અશુદ્ધ થશો, તમે માંરાજ છો અને પવિત્ર રહેવા બંધાયેલા છો, કારણ હું યહોવા પવિત્ર છું, મેં તમને આ બધા લોકોથી જુદા પાડયા છે જેથી તમે માંરા થઈ શકો.”
27 “તમાંરામાંથી જે કોઈ પુરુષ કે સ્ત્રી ભૂતવૈદ હોય કે જાદુગર હોય તેને મૃત્યુદંડ આપવો. લોકોએ તેઓને પથ્થરો વડે માંરી નાખવાં તેઓના મોતની જવાબદારી તેમની પોતાની જ છે.”
પ્રકરણ 21

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “હારુનના વંશના યાજકોને કહે કે,
3 કોઈ યાજકે પોતાનાં માંતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ અથવા ઘરમાં રહેતી કુંવારી સગી બહેન જેવાં લોહીની સગાઈ સિવાયના બીજાં સગાંના મૃત્યુ વખતે શબ પાસે જઈને કે અડીને અભડાવું નહિ.
4 કારણ, યાજક તેના લોકોનો આગેવાન છે તેથી તેણે જે લોકો તેના નજીકના સગા નથી, તેઓના મૃતદેહને અડીને પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ.
5 “યાજકોએ શોક પાળવા માંટે પોતાના માંથાના વાળ મૂંડાવવા નહિ, તેમજ દાઢીની કિનાર પણ મૂંડાવવી નહિ અને પોતાના શરીર પર કોઈ ઘા પણ પાડવો નહિ.
6 તેઓ માંરા છે તેથી પવિત્ર રહેવા બંધાયેલા છે, તેમણે માંરા નામને કલંક લગાડવું નહિ, કારણ તેઓ યહોવાના હોમયજ્ઞો એટલે પોતાના અર્પણ મને ધરાવનાર છે, તેથી તેમણે પવિત્રતા જાળવવી જોઈએ.
7 “તેમણે વારાંગનાને અથવા કૌમાંર્ય ગુમાંવેલી કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણવું નહિ, કારણ યાજક તો દેવને સમર્પિત થયેલ હોય છે.
8 તમાંરે યાજકને પવિત્ર ગણવો જોઈએ, કારણ કે મને અર્પણ ધરાવનાર તે છે. તમાંરે તેને પવિત્ર ગણવો જોઈએ, કારણ હું યહોવા પવિત્ર છું અને તમને પવિત્ર બનાવું છું.
9 “જો કોઈ યાજકની પુત્રી વારાંગના થઈ જાય તો તે પોતાના પિતાને કલંકિત કરે છે, તેથી તેને બાળી મૂકવી.
10 “તેલથી અભિષેક થયેલા અને યાજકનાં વસ્ત્રો પરિધાન કરી દીક્ષિત થયેલા વડા યાજકે શોક પાળવા પોતાના વાળ છૂટા મૂકવા નહિ તથા પોતાનાં વસ્ત્રો ફાડવા નહિ.
11 જે જગ્યાએ માંણસનું શબ પડયું હોય ત્યાં તેણે જવું નહિ, અશુદ્ધ થવું નહિ, પછી ભલે તે શબ પોતાના પિતા કે માંતાનું હોય.
12 તેલથી અભિષિક્ત થઈને તે મને સમર્પિત થયેલ છે, એટલે તે ફરજ પર હાજર હોય ત્યારે પવિત્રસ્થાનની બહાર જાય નહિ તેમજ ત્યાં જવા માંટે માંરા મુલાકાતમંડપને છોડી તેણે તેને ભ્રષ્ટ કરવાનો નથી, કારણ હું યહોવા છું.
13 “જેનું કૌમાંર્ય કાયમ હોય તેવી સ્ત્રી સાથે જ તેને લગ્ન કરવા.
14 તેણે કોઈ વિધવાને, કે વારાંગનાને, કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણવું નહિ, પણ પોતાના લોકમાંની જ કોઈ કુમાંરિકા સાથે જ પરણવું.
15 નહિ તો તેનાં સંતાનો વગળવંશી થઈ જશે, તેમનું અડધું લોહી યાજકનું અને અડધું લોહી સામાંન્ય હોય તેમ બનવું જોઈએ નહિ. હું યહોવા છું. મેં મહા યાજકને પવિત્ર બનાવેલો છે.”
16 યહોવાએ મૂસાને કહ્યું,
17 “તું હારુનને કહે કે, તારા શારીરિક ખોડખાંપણવાળા કોઈ પણ વંશજે મને અર્પણ ધરાવવું નહિ.
18 શારીરિક ખોડખાંપણવાળા કોઈ પણ માંણસે પછી તે આંધળો હોય, કે લૂલો હોય, કોઈ અંગ અતિશય મોટું હોય કે નાનું હોય,
19 અથવા ઠૂંઠો હોય કે લંગડો હોય,
20 ખૂંધો હોય કે વામણો હોય, કે નેત્રનો રોગ કે ચામડીનો રોગ થયેલો હોય, કે વ્યંઢળ હોય અર્પણ ધરાવવું નહિ.
21 “હારુનના શારીરિક ખોડખાંપણવાળા કોઈ પણ વંશજે મને આહુતિ ધરાવવી નહિ, જો તેનામાં કોઈ ખોડ હોય તો તેણે માંરું અર્પણ ધરાવવું નહિ.
22 તેમ છતાં દેવ સમક્ષ ધરાવેલ અર્પણ પવિત્ર તેમજ પરમપવિત્ર અર્પણોમાંથી યાજકોનો જે ભાગ છે તેમાંથી તે જમી શકે.
23 પરંતુ તેણે પડદાની નજીક કે પડદાની પાછળ અગ્નિની વેદીની નજીક જવું નહિ કારણ તેનામાં શારીરિક ખોડ છે, અને તેણે માંરી પવિત્ર જગ્યાઓને ભ્રષ્ટ કરવાની નથી; કારણ મેં યહોવાએ તેને પવિત્ર કરેલી છે.”
24 મૂસાએ હારુનને અને તેના પુત્રોને અને સૌ ઇસ્રાએલીઓને આ પ્રમાંણે જણાવ્યું.
પ્રકરણ 22

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “હારુનને તથા તેના પુત્રોને આ આજ્ઞાઓ આપ: લોકોએ આપેલી પવિત્ર ભેટોને અપવિત્ર કરીને તેઓ માંરા પવિત્ર નામને કલંક ન લગાવે. હું યહોવા છું.
3 તું તેમને કહે: તમાંરો કોઈ પણ વંશજ પોતે અશુદ્ધ હોય ત્યારે ઇસ્રાએલીઓએ મને ધરાવેલા અર્પણની પાસે આવે તો તેને માંરી સેવામાંથી યાજકપદેથી દૂર કરવો. હું યહોવા છું.
4 “હારુનના વંશના જે કોઈને કોઢ થયો હોય અથવા સ્રાવ થતો હોય; તેણે શુદ્ધ થતાં સુધી પવિત્ર અર્પણમાંથી કશું ખાવું નહિ, જો યાજક મૃતદેહને અડે અથવા યાજકને વીર્ય સ્રાવ થયો હોય.
5 અથવા સર્પવર્ગના પ્રાણીનો કે મનાઈ કરેલી વસ્તુઓ સ્પર્શ કરે અથવા કોઈ કારણસર અશુદ્ધ થયેલી વ્યક્તિને અકડે;
6 તો તે યાજક સાંજ સુધી અશુદ્ધ ગણાય અને સાંજે તે સ્નાન કરીને શુદ્ધ ન થાય ત્યાં સુધી તેણે પવિત્ર અર્પણમાંથી કશુંય ખાવું નહિ.
7 સૂર્યાસ્ત થયા પછી તે શુદ્ધ ગણાય, અને ત્યારે તે પવિત્ર ખોરાક ખાઈ શકે, કારણ તે પર તેના જીવનનો આધાર છે.
8 “તેણે કુદરતી રીતે મૃત્યુ પામેલું કે જંગલી જનાવરે ફાડી નાખેલું પ્રાણી ખાવું નહિ. જો તે ખાય તો અશુદ્ધ ગણાય. હું યહોવા છું.
9 “તું યાજકોને ચેતવણી આપ કે યાજકોએ માંરા નિયમોનું પાલન કરવું: નહિ તો તેમને પાપ લાગશે, અને માંરા નિયમોનો ભંગ કરવા તેમણે મરવું પડશે. તેઓને પવિત્ર કરનાર હું યહોવા છું.
10 યાજક પરિવારના ના હોય એવા કોઈ પણ માંણસે પછી તે યાજકનો મહેમાંન હોય કે પછી તેણે મજૂરીએ રાખેલો નોકર હોય. યાજકના ભાગની પવિત્ર અર્પણની રોટલી ખાવી નહિ.
11 આમાં એક અપવાદ છે જો યાજકે પોતાના નાણાથી ચાકર ખરીદેલો હોય તો તે ચાકર અને યાજકના ઘરમાં જન્મેલા ચાકર બાળકો આ પવિત્ર અર્પણ જમી શકે.
12 યાજકની દીકરીના લગ્ન જે માંણસ યાજક ન હોય તેની સાથે થયા હોય, તો તેણે પવિત્ર અર્પણોમાંથી ખાવું નહિ.
13 “પણ જો તે વિધવા હોય અથવા છૂટાછેડા આપેલી હોય અને તેનું ભરણપોષણ કરવાને કોઈ પુત્ર ન હોય અને તે પોતાના પિતાના પરિવારમાં પાછી ફરી હોય, તો તે પોતાના પિતાના પવિત્ર અર્પણોમાંથી ખાવાનુ ખાઈ શકે છે. આ સિવાય જેઓ યાજકોના પરિવારમાં નથી તેઓએ આ અર્પણોમાંથી ખાવું નહિ.
14 “જો કોઈ વ્યક્તિ અજાણતા આ પવિત્ર અર્પણોમાંથી ખાય તો, તેની કિંમતના
20 ટકા ઉમેરીને યાજકને તે મૂલ્ય ભરપાઈ કરી આપે.
15 “યાજકોએ ઇસ્રાએલીઓએ યહોવાને ધરાવેલાં અર્પણનો પોતાનો ભાગ યાજક ન હોય એવા લોકોને ખાવા દઈ એને ભ્રષ્ટ કરવો નહિ.
16 યાજકે પવિત્ર અર્પણોને બીજા લોકોને ખાવા દઈને તેમના પાપમાં વધારો ન કરવો અને તેને અપવિત્ર ન કરવું. હું યહોવા અર્પણોને પવિત્ર કરનાર છું.”
17 યહોવા દેવે મૂસાને કહ્યું,
18 “તું હારુનને અને તેના પુત્રોને તથા તમાંમ ઇસ્રાએલીઓને કહે કે જો કોઈ ઇસ્રાએલી અથવા તેઓની વચ્ચે રહેતો વિદેશી માંનતા પૂરી કરવા માંટે દહનાર્પણ તરીકે યહોવાને ઢોર કે ઘેટાં બકરાંની આહુતિ ચઢાવે,
19 તો તે પશ ખોડખાંપણ વગરનું નર હોય તો જ સ્વીકાર્ય બને.
20 તેથી તમાંરે ખોડવાળું પશુ ચઢાવવું નહિ, નહિ તો તે અસ્વીકાર્ય થશે.
21 “જો કોઈ વ્યક્તિ માંનતા પૂરી કરવા અથવા ઐચ્છિકાર્પણ તરીકે યહોવા સમક્ષ વિશેષ ભેટ તરીકે લાવે, તો તે પ્રાણી બળદ અથવા ઘેટું હોઈ શકે પણ તેમાં કોઈ દોષ હોવો ન જોઈએ, નહિ તો તે અમાંન્ય થશે.
22 તમાંરે યહોવાને આંધળું, લૂલું, અપંગ, ઈજા પામેલ અંગવાળું, વહેતા ધારાવાળું, ગદગૂમડાવાળું કે પરુંવાળું પ્રાણી ચઢાવવું નહિ, એવું કોઈ પ્રાણી યહોવાને અર્પણ તરીકે વેદી પર ધરાવવું નહિ.
23 “જો કોઈ બળદ અથવા ઘેટું યહોવાને અર્પણ કરવામાં આવે અને જો તેને બહુ લાંબો પગ હોય અથવા પગનો સરખો વિકાસ ન થયો હોય, તો તેનો વિશેષ ભેટ તરીકે વધ કરી શકાય પણ તેને માંનતા કે પ્રતિજ્ઞા પૂરી કરવા માંટે અર્પણ કરી શકાય નહિ.
24 “જે પશુના અંડકોશ છૂંદી, કચડી, ચીરી કે કાપી નાખવામાં આવ્યા હોય તેને તમાંરે યહોવાને ધરાવવું નહિ, તમાંરા દેશમાં એવું કદી કરવું નહિ.
25 “જે વિદેશીઓ તેવા પશુઓને યહોવાને અર્પણ તરીકે લાવે, તો તમાંરે એનો સ્વીકાર ન કરવો. કારણકે પ્રાણી અપંગ હોઈ શકે અને તેમને ખોડખાંપણ હોઈ શકે, તેથી તે સ્વીકારાય નહિ.”
26 યહોવાએ મૂસાને કહ્યું,
27 “જયારે કોઈ વાછરડું, લવારુ કે બકરું જન્મે ત્યારે સાત દિવસ સુધી તેને તેની માં પાસેથી કોઈએ લઈ લેવું નહિ. આઠમાં દિવસે અને તે પછી તે યહોવા સમક્ષ અગ્નિ દ્વારા યજ્ઞ માંટે માંન્ય થશે.
28 તમાંરે એક જ દિવસે બચ્ચાંનો તથા તેની માંનો વધ કરવો નહિ. પછી તે ગાય હોય કે ઘેટી.
29 “જો તમને વિશેષ આભારાર્થે દેવને અર્પણ આપવાની ઈચ્છા હોય, તો તે ભેટ આપવાની તમને છૂટ છે. પણ તે તમાંરે એ રીતે આપવું જેથી તેઓ પ્રસન્ન થાય.
30 તમાંરે તે જ દિવસે તે આખુ પ્રાણી જમી લેવું. બીજા દિવસે સવાર માંટે તેમાંથી કાંઈ રાખવું નહિ. હું યહોવા છું.
31 “તમાંરે માંરી સર્વ આજ્ઞાઓનું પાલન કરવું અને તેનો અમલ કરવો, કારણ કે હું યહોવા છું.
32 તમાંરે માંરા પવિત્ર નામને ભ્રષ્ટ કરવું નહિ; બધા ઇસ્રાએલીઓએ માંરી પવિત્રતા જાળવવી. હું તમને પવિત્ર કરનાર યહોવા છું.
33 હું તમને મિસરમાંથી તમાંરો દેવ થવા માંટે લઈ આવ્યો હતો. હું યહોવા છું.”
પ્રકરણ 23

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇસ્રાએલી લોકોને તું આ કહે: યહોવાના ઉત્સવો નીચે મુજબ છે, તમાંરે યહોવાના પસંદ કરેલા ઉત્સવોને ધર્મસંમેલનો તરીકે જાહેર કરવા.
3 “છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તો સંપૂર્ણ વિશ્રામનો દિવસ છે, એ તો પવિત્ર સંમેલનનો દિવસ છે, એ દિવસે કામ ન કરવું. તમે ગમે ત્યાં રહેતા હોય, તે યહોવાનો દિવસ છે, વિશ્રામવાર છે.
4 “પ્રતિવર્ષ યહોવાના જે ઉત્સવો ઉજવવાના, ધર્મસંમેલનો બોલાવવાના પવિત્ર પર્વો છે તે નીચે મુજબ છે.
5 આ પર્વની ઊજવણી પહેલા મહિનાના ચૌદમે દિવસે પરોઢે શરુ થવી જોઈએ.
6 “એ મહિનામાં પંદરમાં દિવસથી બેખમીર રોટલીનો ઉત્સવ શરુ થાય છે. સાત દિવસ સુધી તમાંરે ખમીર વગરની રોટલી ખાવી.
7 આ પર્વના પ્રથમ દિવસે ધર્મસંમેલન રાખવું અને કોઈ દૈનિક સાંસારિક કાર્ય કરવું નહિ.
8 પર્વના સાતમાં દિવસે પણ તમાંરે ફરી ધર્મસંમેલન કરવું. રોજના કામ કરવાં નહિ અને પ્રથમ દિવસ અને છેલ્લા દિવસની વચ્ચેના દિવસોએ રોજ તમાંરે યહોવા સમક્ષ અગ્નિમાં આહુતિ માંટે અર્પણ લાવવું.”
9 યહોવાએ મૂસાને કહ્યું,
10 “ઇસ્રાએલીઓને કહો, હું તમને આપું છું તે દેશમાં તમે દાખલ થાઓ અને પાક લણો ત્યારે તમાંરે પહેલા પાકનો પહેલો દાણાનો પૂળો તમાંરે સાબ્બાથના પછીના દિવસે યાજક પાસે લઈને આવવું.
11 યાજક સાબ્બાથના પછીના દિવસે પૂળો યહોવાને ઉપાસનાની જેમ ધરાવવો અને યહોવા તમાંરી ભેટ સ્વીકારશે.
12 “જે દિવસે તમે પૂળો ધરાવો તે દિવસે તમાંરે એક વર્ષનું ખોડખાંપણ વગરનું નર ઘેટું યહોવાને દહનાર્પણ તરીકે ધરાવવું.
13 તેની ઉપરાંત તમાંરે અગ્નિમાં ખાદ્યાર્પણ તરીકે તેલમાં મોયેલો
16 વાટકા ઝીણો લોટ તથા પેયાર્પણ તરીકે એક લિટર દ્રાક્ષારસ લાવવો, એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
14 તમે આ પ્રમાંણે અર્પણો ધરાવો નહિ ત્યાં સુધી એટલે કે તે પહેલા તમાંરે નવા પાકમાંથી કાંઈ ખાવું નહિ. તાજો પોંક, નવું અનાજ, કાચું શેકેલું કે રોટલી કે લીલાં કણસલાં, આમાંનું કશું જ ખાવું નહિ. આ નિયમ તમાંરે સૌએ સમગ્ર દેશમાં વંશપરંપરાગત પાળવાનો છે.
15 “પચાસમાં દિવસનું પર્વ: “વિશ્રામવાર પછીના દિવસથી તમે જે દિવસે પૂળાની ભેટ ધરાવો તે દિવસથી પૂરા સાત અઠવાડિયા ગણવાં.
16 સાતમાં આઠવાડિયા પછીના રવિવારે એટલે કે પચાસમાં દિવસે, તમાંરે યહોવાને નવા પાકમાંથી ખાદ્યાર્પણ કરવું:
17 તમાંરે તમાંરાં ઘરમાંથી વિશેષ ભેટ તરીકે ખમીર નાખીને બનાવેલી
16 વાટકા લોટની બે રોટલી લાવવી. એ તમાંરા પાકના પ્રથમ દાણાનું યહોવાને અર્પણ છે.
18 “રોટલી ઉપરાંત યહોવાને દહનાર્પણરૂપે તમાંરે એક વર્ષના ખોડખાંપણ વગરનાં સાત ઘેટાંના બચ્ચા, એક વાછરડું, અને બે ઘેટાં અર્પણ કરવા. આ સર્વને અનુરૂપ ખાદ્યાર્પણ અને પેયાર્પણ પણ હોવા જો ઈએ, જે અગ્નિમાં આહુતિ માંટેના અર્પણો છે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
19 તમાંરે એક બકરો પાપાર્થાર્પણ તરીકે, અને શાંત્યર્પણ તરીકે એક વર્ષના બે નર ઘેટાં પણ ધરાવવા.
20 “યાજકે તેમને નવા પાકના પહેલા દાણામાંથી બનાવેલી રોટલી સાથે યાજકના ભાગ તરીકે યહોવા સામે ઉપાસના સાથે ધરાવવા. એ યાજકને માંટેની યહોવાને ધરાવેલી ભેટ ગણાશે.
21 એ જ દિવસે તમાંરે ધર્મસંમેલન બોલાવવું. અને તે દિવસે કોઈ સાંસારિક કામ કરવાં નહિ, તમે ગમે ત્યાં રહેતા હોય છતાં તમાંરા વંશજોએ કાયમ માંટે આ નિયમ પાળવાનો છે.
22 “તમે જયારે પાક લણો, ત્યારે તમાંરે છેક ખેતરના શેઢા સૂધી વાઢવું નહિ. તેમજ મોડ પણ વીણી લેવા નહિ. તમાંરે તેને ગરીબો તથા વિદેશીઓ માંટે રહેવા દેવા. હું તમાંરો દેવ યહોવા છું.”
23 યહોવાએ મૂસાને કહ્યું,
24 “ઇસ્રાએલના લોકોને એમ જણાવ: સાતમાં મહિનાના પહેલા દિવસે તમાંરે સંપૂર્ણ વિશ્રામના સ્મરણના દિવસ તરીકે પાળવો.
25 એ દિવસે તમાંરે રણશિંગડા ફૂંકવા અને ધર્મસંમેલન કરવું. તમાંરે રોજનું કોઈ કામ કરવું નહિ પરંતુ યહોવાની સમક્ષ અગ્નિમાં આહુતિ આપવી.”
26 યહોવાએ મૂસાને કહ્યું,
27 “સાતમાં મહિનાનો દશમો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે પવિત્ર મેળાવડો રાખવો. ઉપવાસ કરવો અને યહોવા સમક્ષ અગ્નિમાં આહુતિ આપવી.
28 એ દિવસે તમાંરે કોઈ કામ કરવું નહિ, કારણ કે તે પ્રાયશ્ચિતનો દિવસ છે. તે દિવસે યાજકો તમાંરા દેવ યહોવા સમક્ષ તમને શુદ્ધ કરવાની વિધિ કરે છે.
29 “એટલે તે દિવસે જો કોઈ પશ્ચાતાપમાં અને પાપ માંટે દિલગીરી વ્યક્ત કરી ઉપવાસ નહિ કરે તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.
30 જે કોઈ આ દિવસે કોઈ પણ કામ કરશે તો હું (યહોવા) તેના લોકોમાંથી તેનો નાશ કરીશ.
31 ઇસ્રાએલની પ્રજાએ આ કાનૂન વંશપરંપરા પાળવાનો છે.
32 કારણ, આ તો પવિત્ર વિશ્રામનો સાબ્બાથ છે, માંટે તમે ઉપવાસ કરો અને દુઃખી થાઓ. પશ્ચાતાપના આ સમય દરમ્યાન નવમાં દિવસની સાંજથી પછીના દિવસની સાંજ સુધી તમાંરે વિશ્રામ પાળવાનો છે.”
33 યહોવાએ મૂસાને કહ્યું,
34 “ઇસ્રાએલના લોકોને એમ કહે કે, આ સાતમાં મહિનાના પંદરમાં દિવસથી યહોવાનો માંડવાપર્વ શરૂ થાય છે અને તે સાત દિવસ ચાલે છે.
35 પ્રથમ દિવસે તમાંરે ધર્મસંમેલન ભરવું. તમાંરે એ દિવસે કોઈ કાર્ય કરવું નહિ.
36 પર્વના સાતે દિવસ તમાંરે યહોવા સમક્ષ હોમયજ્ઞો અર્પણ કરવા. આઠમાં દિવસે ફરીથી પવિત્ર મેળાવડો કરવો અને ફરીથી હોમયજ્ઞો અર્પણ કરવા. આ પછી પર્વની ઊજવણી પૂરી થાય, આ દિવસે પણ તમાંરે કોઈ પણ સાંસારિક કામ કરવાં નહિ.
37 “આ બધા યહોવાના વાર્ષિક પર્વો નિયમિત ઉજવવાના છે. આ પ્રસંગો પર પવિત્ર મેળાવડા યોજવા, એ દિવસો દરમ્યાન નક્કી કરેલા નિયમ મુજબ દહનાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ યહોવાને અર્પણ કરવા.
38 આ પર્વોત્સવો પ્રતિસપ્તાહ આવતા વિશ્રામવાર ઉપરાંતના છે અને બધી આહુતિઓ, અર્પણો બાધાઓ, અને સ્વેચ્છાએ ખાસ ભેટો તરીકે ધરાવેલ અર્પણો ઉપરાંતના છે.
39 “તેમ છતાં સાતમાં માંસના પંદરમાં દિવસે જમીનની ઉપજનો સંગ્રહ કરી રહ્યાં બાદ તમાંરે યહોવાને પ્રસન્ન કરવા માંટે સાત દિવસ સુધી આ પર્વ ઊજવવું. પહેલો દિવસ અને આઠમો દિવસ સંપૂર્ણ વિશ્રામ પાળવાનો છે.
40 પ્રથમ દિવસે તમાંરે તાડનાં પાંદડાં અને ખાસફળો અને સુદંર વૃક્ષોની ડાળીઓ ભેગી કરવી અને સાત દિવસ સુધી તમાંરા દેવ યહોવા સમક્ષ આનંદોત્સવ ઊજવવો.
41 તમાંરે પ્રતિવર્ષ યહોવાના માંનમાં સાત દિવસ આ ઉત્સવ ઊજવવો. તમાંરા વંશજોએ કાયમ આ કાનૂન પાળવાનો છે. સાતમાં મહિનામાં તમાંરે આ ઉત્સવ ઊજવવાનો છે.
42 એ સાત દિવસો દરમ્યાન ઇસ્રાએલના તમાંમ વતનીઓએ સાત દિવસ મંડપોમાં રહેવું.
43 જેથી તમાંરા વંશજોને યાદ રહે કે હું તમને ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને માંડવાઓમાં વસાવ્યા હતા. હું યહોવા તમાંરો દેવ છું.”
44 મૂસાએ યહોવાના માંનમાં પાળવાના ઉત્સવોને લગતા નિયમો ઇસ્રાએલના તમાંમ લોકોને જણાવ્યા.
પ્રકરણ 24

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇસ્રાએલના લોકોને કહે કે, તેઓ મુલાકાતમંડપમાં કરાર કોશની આગળના પડદા બહારની દીવીમાં અખંડ દીપ પ્રગટતો રાખવા માંટે ચોખ્ખું જૈતૂનનું તેલ લાવી આપે.
3 હારુને તે દીપ સાંજથી સવાર સુધી યહોવા સમક્ષ પ્રગટતો રહે તેની કાળજી રાખવાની છે. આ કાનૂન તમને અને તમાંરા વંશજોને કાયમ માંટે બંધનકર્તા છે.
4 હારુને શુદ્ધ સોનાની દીવી ઉપરના દીવા યહોવા સમક્ષ અંખડ પ્રગટતા રહે તે માંટે કાળજી રાખવાની છે.
5 “તમાંરે ઘઉનો લોટ લઈને તેમાંથી
16 વાટકાનો એક એવા બાર રોટલી બનાવવી.
6 તમાંરે તે બાર રોટલા શુદ્ધ સોનાના બાજઠ ઉપર યહોવા સમક્ષ છ છની બે થપ્પીમાં ગોઠવવા.
7 તે બંને થપ્પી પર તમાંરે શુદ્ધ લોબાન મૂકવો, આથી યહોવાને પોતાની સમક્ષ અગ્નિ આહુતીનું અર્પણ યાદ રહેશે.
8 પ્રતિ વિશ્રામવારે તે યહોવા સમક્ષ નિયમિત ગોઠવવા. તે ઇસ્રાએલી લોકોનું કાયમી કામ છે.
9 પવિત્ર જગાએ હારુન અને તેના પુત્રો આ રોટલી ખાય. એ એમનો હક છે. કારણ, તે યહોવાને ચઢાવાતા અગ્નિ ખાદ્યાર્પણોનો યાજકને મળતો પવિત્ર ભાગ છે. યાજકને આ ભાગ હંમેશા આપવાના છે.
10 એક દિવસ ઇસ્રાએલી માંતા અને મિસરી પિતાના યુવાનને છાવણીમાં એક ઇસ્રાએલી વ્યક્તિ સાથે ઝધડો થયો.
11 ઝધડા દરમ્યાન આ ઇસ્રાએલી યુવતીના દીકરાએ યહોવાને શાપ આપ્યો. તેથી ન્યાય માંટે મૂસા સમક્ષ રજૂ કરવામાં આવ્યો. તેની માંતાનું નામ શલોમીથ હતું, તે દાનના કુળના દિબ્રીની પુત્રી હતી.
12 યહોવાનો ચૂકાદો ના આવે ત્યાં સુધી તેને ચોકી પહેરા હેઠળ રાખવાનું નક્કી થયું.
13 યહોવાએ મૂસાને કહ્યું,
14 “તેને છાવણીમાંથી બહાર લઈ જા અને જેઓને તેને નિંદા કરતા સાંભળ્યો હતો તે સર્વને તેના માંથા પર હાથ મૂકવાનું કહે; પછી બધા લોકો પથ્થરો માંરી તેને માંરી નાખે.
15 ત્યારબાદ તું ઇસ્રાએલીઓને કહે કે, જે કોઈ દેવની નિંદા કરશે તેણે પોતાના પાપની સજા ભોગવવી પડશે.
16 જે કોઈ યહોવાના નામની નિંદા કરે તેને મૃત્યુદંડ આપવો, પછી તે ઇસ્રાએલી હોય કે વિદેશી; સમગ્ર સમાંજે તેને પથ્થરો માંરવા; અને મૃત્યુદંડ આપવો.
17 “જે કોઈ વ્યક્તિ બીજાની હત્યા કરે તો તેને મોતની સજા કરવી.
18 જે કોઈ પશુને માંરી નાખે તેણે તેની નુકસાની ભરપાઈ કરવી જીવને બદલે જીવ.
19 “જો કોઈ વ્યક્તિ અન્યને ઈજા પહોંચાડે તો તેણે જે કર્યુ હોય તે તેને કરવું:
20 હાડફું ભાંગનારનું હાડફું ભાંગવું, આંખ ફોડનારની આંખ ફોડવી, દાંત પાડનારનો દાંત પાડવો, એણે સામી વ્યક્તિને જેવી ઈજા કરી હોય તેવી જ ઈજા તેને કરીને બદલો આપવામાં આવે.
21 જે કોઈ વ્યક્તિ કોઈ પશુને માંરી નાખે તો તેણે નુકસાની ભરપાઈ કરવી, પણ જો કોઈ માંણસને માંરી નાખે તો તેને મૃત્યુદંડ આપવો.
22 “વિદેશી કે ઇસ્રાએલી પ્રજામાં જન્મ ધારણ કરનાર નાગરિક સર્વને સમાંન કાનૂન લાગુ પડે, કારણ હું યહોવા તમાંરો દેવ છું.”
23 મૂસાએ ઇસ્રાએલીઓને આ પ્રમાંણે કહ્યા પછી તેમણે દેવનિંદા કરનાર માંણસને છાવણી બહાર લઈ જઈને યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા પ્રમાંણે તેને પથ્થરો માંરીને માંરી નાખ્યો.
પ્રકરણ 25

1 સિનાઈ પર્વત પર યહોવાએ મૂસાને કહ્યું,
2 “તું ઇસ્રાએલી લોકોને આ પ્રમાંણે કહે: તમને જે દેશ હું આપવાનો છું તેમાં તમે પ્રવેશ કરો અને વસો ત્યારે તે દેશને પણ યહોવાના માંનમાં વિશ્રામ પાળવા દેવો.
3 છ વર્ષ સુધી તમાંરે તમાંરા ખેતરોમાં વાવણી કરવી, છ વરસ સુધી તમાંરે દ્રાક્ષની વાડીઓને છાંટવી, અને તમાંરી પાકની કાપણી કરવી,
4 પરંતુ સાતમે વર્ષે જમીનને યહોવાના માંનમાં સંપૂર્ણ વિશ્રામ પાળવા દેવો. એ વર્ષે ન તો ખેતરમાં કંઈ વાવવું કે ન તો દ્રાક્ષની વાડીઓ છાંટવી.
5 જમીન પર પડેલા દાણામાંથી જે કંઈ પાકે અથવા છાંટયા વગરની દ્રાક્ષની વાડીઓમાં જે દ્રાક્ષ બેસે તે તમાંરે લેવાં નહિ, એ વર્ષે જમીનને સંપૂર્ણ વિશ્રામ આપવો.
6 “એ વિશ્રામના વર્ષમાં ખેડયા વગરની જમીનમાં આપોઆપ જે કંઈ ઊપજ થશે તે તમને તેમજ તમાંરાં સ્ત્રીપુરુષ, ચાકરોને, તમે મજૂરીએ રાખેલા માંણસોને, તમાંરા ઘરમાં રહેતા વિદેશીઓને,
7 તમાંરાં ઢોરોને તથા દેશના જંગલી જાનવરોને ખાવા કામ લાગશે, તેથી જે કંઈ આપોઆપ પેદા થાય તેનો ખાવામાં ઉપયોગ કરી શકશો.
8 “તમાંરે પોતાના માંટે સાત વર્ષનાં સાત જૂથ ગણવાં, એટલે કે સાત વાર સાત વરસ, એટલે
49 વર્ષ. તે સમય દરમ્યાન ભૂમિને સાત વરસનો વિશ્રામ રહેશે
9 પછી સાતમાં મહિનાના દશમે દિવસે પ્રાયશ્ચિતને દિવસે તમાંરે આખા દેશમાં ઘેટાનું શિંગ વગડાવવું.
10 અને પચાસમાં વર્ષને પવિત્ર જાહેર કરી દેશના બધા વતનીઓ માંટે ઘોષણા કરવી. તમાંરા માંટે એ રણ શિંગડાનું જુબિલીનું વર્ષ છે. જો કોઈની મિલકત વેચાઈ ગઈ હોય તો એ વર્ષે છૂટી થઈ જાય અને મૂળ માંલિકને પાછી મળે, વળી જો કોઈ ચાકર તરીકે વેચાયો હોય તો તે છૂટો થઈ પોતાના પરિવારમાં પાછો જાય.
11 એ પચાસમું વર્ષ તમાંરા માંટે ખાસ ઉજવણીનું વર્ષ છે, એ વર્ષે તમાંરે કાંઈ વાવવું નહિ, અને આપોઆપ જે ઊગ્યું હોય તે લણવું નહિ, તેમજ છાંટયા વિનાની દ્રાક્ષની વાડીમાંથી દ્રાક્ષ ઉતારવી નહિ,
12 કારણ, તમાંરા માંટે એ રણશિંગડાનું પવિત્ર મુક્તિવર્ષ છે, અને તમાંરે તેને પવિત્ર રાખવાનું છે એટલે એ વર્ષે ખેતરોમાં આપમેળે ઊગી નીકળેલો પાક તમાંરે ખાવાના ઉપયોગમાં લેવો.
13 આ મુક્તિ વર્ષે પ્રત્યેક વ્યક્તિએ પોતાને ઘેર, પોતાના પરિવારની મિલકતવાળા મકાનમાં પાછા ફરવું, જો તેણે તે વેચી દીધું હોય, તો તે ફરીથી તેને પ્રાપ્ત થશે.
14 “એટલે તમે અરસપરસ જમીન વેંચો કે ખરીદો ત્યારે કોઈ પણ પક્ષે એક બીજાને છેતરવો નહિ.
15 જમીનની કિંમત ઉત્સવના પછીના વર્ષોની ગણતરી પર થાય છે, કેમકે માંલિક ફકત આવતા ઉત્સવ સુધીનો કાપણીનો હક્ક વેચે છે.
16 જો વર્ષો વધારે બાકી હોય તો કિંમત વધારે ઠરાવવી અને વર્ષ ઓછા બાકી હોય તો કિમત ઓછી ઠરાવવી, કારણ જે વેચાય છે તે અમુક પાક કુલ મળશે તે છે, અને નહિ કે જમીન.
17 આથી તમાંરે એકબીજાને છેતરવા નહિ, દેવથી ડરીને ચાલવું. હું તમાંરો દેવ યહોવા છું.
18 ‘માંરા કાનૂનો અને માંરા નિયમોનું પાલન કરશો અને તેનો અમલ કરશો તો તમે દેશમાં સુરક્ષિત રહી શકશો;
19 જો તમે નિયમોને આધીન થશો તો ભૂમિ મબલખ પાક આપશે તેથી તમે સુરક્ષિત રહેશો અને તૃપ્ત થશો.
20 “તમે કહેશો કે, ‘જો અમે દાણા ન વાવીએ અથવા લણીએ તો સાતમાં વર્ષે અમને કંઈ ખાવા નહિ રહે.’
21 તેનો ઉત્તર આ છે, છઠ્ઠા વર્ષે હું તમને ત્રણ વર્ષ ચાલે તેટલા મબલખ પાકથી આશીર્વાદિત કરીશ.
22 તમે આઠમે વરસે વાવશો ત્યારે પણ તમે આગળના વર્ષના પાકમાંથી ખાતા હશો, નવમે વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યાં સુધી તમે છઠ્ઠા વર્ષના પાકમાંથી તમે ખાશો.
23 “યાદ રાખો, જમીન માંરી છે, તેથી જમીનનું કાયમી વેચાણ થઈ શકે નહિ, તમે માંત્ર વિદેશીઓ અને યાત્રીઓ તરીકે માંરી જમીન પર રહો છો.
24 વેચાણ ખરીદમાં એક શરત એવી હોવી જ જોઈએ કે જમીનને વેચનાર ગમે ત્યારે પાછી મેળવી શકે.
25 કોઈ વાર કોઈ માંણસ ગરીબ થઈ જાય અને તેની જમીનને થોડો ભાગ વેચે, તો તેનો સૌથી નજીકનો સગો તે જમીનને પાછી લઈ શકે.
26 પરંતુ જો તેને છોડાવનાર કોઈ નજીકનો સગો ના હોય અને તે પોતે ફરી ખરીદવાની સ્થિતિમાં આવ્યો હોય,
27 તો તેણે વેચાણ પછી વીતેલાં વર્ષો હિસાબમાં ગણી, બીજા મુક્તિવર્ષને જેટલાં વર્ષ બાકી હોય તે પ્રમાંણે ખરીદનારને કિંમત ચૂકવવી, અને તેણે એની મિલકત પાછી આપવી.
28 અસલ માંલિક જમીનને ન છોડાવી શકે તો તે જમીન જુબિલીના વર્ષ સુધી ખરીદનાર પાસે રહે; પણ જુબિલી વર્ષમાં તે જમીન અસલ માંલિકને પાછી આપી દેવી.
29 “જો કોઈ માંણસ નગરમાંનું તેનું મકાન વેચે, તો વેચાણ પછી પૂરા એક વર્ષ સૂધી તેને ફરીથી ખરીદી લેવાનો હક્ક રહે.
30 એક પૂરા વર્ષ દરમ્યાન તે પાછું ખરીદી લેવામાં ના આવે તો તે મકાનની કાયમની માંલિકી નવા માંલિકની અને તેના વંશજોની થાય.
31 જુબિલી વર્ષમાં પણ તે મૂળ માંલિકને પાછું ન મળે, કોટ વગરનાં ગામડાંમાંનાં મકાનો જમીન જેવાં ગણાય, તે પાછાં ખરીદી લેવાના હક્ક કાયમ રહે, અને જુબિલી વર્ષમાં તો તે મકાન મૂળ માંલિકને પાછું મળે જ.
32 “તેમાં એક અપવાદ છે: લેવીના મકાનો કોટવાળાં નગરોમાં હોય તો પણ ગમે ત્યારે છોડાવી શકાય;
33 જો કોઈ લેવી એવા શહેરમાં આવેલું પોતાનું મકાન પાછું ન ખરીદી લે, તો તે જુબિલીના વર્ષમાં તેને પાછું મળી જાય; કારણ, લેવીઓનાં શહેરમાંનાં મકાન એ તેમની ઇસ્રાએલમાંની મિલકત છે.
34 લેવી પોતાના નગરોની આસપાસ આવેલી સહિયારી જમીન વેચી શકે નહિ, કારણ કે તે તેઓની કાયમી મિલકત છે અને તેના પર અન્ય કોઈનો હક રહે નહિ.
35 “અને જો કોઈ ઇસ્રાએલી બંધુ ગરીબીમાં આવી પડે અને પોતાનું ભરણપોષણ કરી શકે નહિ, તો તેને મદદ કરવાની જવાબદારી તારી છે; તારે ઘેર મહેમાંન તરીકે આવવા માંટે તેને નિમંત્રણ આપ. જેથી તે તમાંરી સાથે રહી શકે.
36 દેવનો ડર રાખીને તારા ભાઈને તારી સાથે રહેવા દે; તેને ધીરેલા પૈસાનું વ્યાજ તમાંરે ન લેવું, અને તમે ધીરેલા કરતા વધારાની આશા તેની પાસે ન કરતા.
37 તમાંરે તેને ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લેવું નહિ, તેમજ વધારે ભાવે અનાજ વેચવું નહિ.
38 તમને કનાનનો પ્રદેશ આપવા માંટે અને તમાંરો દેવ થવા માંટે તમને મિસરમાંથી બહાર લાવનાર હું તમાંરો દેવ યહોવા છું.
39 “જો કોઈ ઇસ્રાએલી બંધુ ગરીબાઈમાં આવી પડે અને પોતે તમને વેચાઈ જાય તો તમાંરે તેની પાસે ચાકર તરીકે કામ કરાવવું નહિ.
40 તેણે નોકરીએ રાખેલ ચાકર અથવા મહેમાંન તરીકેનો વ્યવહાર તેની સાથે કરવો. અને તેને વસવાટી માંણસ જેવો ગણવો. જુબિલી વર્ષ સુધી તે તમાંરું કામ કરશે.
41 પછી તમાંરી સેવા તે છોડી જશે અને પોતાનાં વંશજો સાથે પાછો પોતાના પરિવારમાં જઈ પોતાની મિલકતનો માંલિક બનશે.
42 કારણ કે હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લાવ્યો હતો એટલે તેઓ માંરા સેવકો છે. ચાકરોની જેમ તેમને વેચી શકાશે નહિ.
43 “તમાંરે દેવનો ડર રાખીને એવા માંણસ પાસે ચાકરની જેમ મજૂરી કરાવવી નહિ.
44 “અને જો તમાંરે ચાકરોની જરૂર હોય તો તે તમાંરી આસપાસ રહેતા લોકોમાંથી તમે ખરીદી શકો છો.
45 તદુપરાંત તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓના સંતાનોને તમાંરા દેશમાં જન્મ્યા હોય તો પણ તમે ચાકરો ખરીદી શકો છો. એ લોકો તમાંરી મિલકત ગણાય.
46 અને તમે તે લોકોને તમાંરા વંશજોને વારસામાં આપી શકો છો, તેમજ તમે તેમનો કાયમ માંટે ચાકર તરીકે ઉપયોગ કરી શકો છો, પણ તમાંરા ઇસ્રાએલી ભાઈઓ પાસે ચાકરોની જેમ મજૂરી કરાવી શકો નહિ.
47 “જયારે કોઈ પરદેશી કે તમાંરી સાથે રહેતો વસવાટી ધનવાન થઈ જાય અને તમાંરો ઇસ્રાએલી ભાઈ ગરીબીમાં આવી પડતાં પોતાની જાત તે માંણસને વેચી દે,
48 તેને તેનો એકાદ ભાઈ પાછો ખરીદી શકે છે.
49 અથવા કાકા કે ભત્રીજે કે અન્ય કોઈ નજીકનો સગો તેને પાછો ખરીદી લઈ શકે, અથવા તેની પાસે પૈસા થયા હોય, તો તે પોતે પોતાની જાતને છોડાવી શકે.
50 “તેના છુટકારાની કિંમત જુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તે પ્રમાંણે ગણવામાં આવે, બાકી રહેલાં વર્ષો માંટે પગારે રાખેલા ચાકરનો ખર્ચ કેટલો થાય તે,
51 જો આગલી જુબિલીને ઘણા વર્ષો બાકી હોય તો વ્યક્તિએ કિંમતનો મોટો ભાગ પાછો આપવો. એ વર્ષોની ગણતરી પર આધારીત છે.
52 ઘણાં વર્ષો વીતી ગયાં હોય અને જુબિલી વર્ષને થોડાં જ વર્ષ બાકી હોય, તો પોતાની જાતને વેચી જે નાણાં પ્રાપ્ત કર્યા હોય તેનો થોડોજ ભાગ તેણે પાછો આપવો.
53 તેનો હોદ્દો મજૂરીએ રાખેલા માંણસનો ગણાશે, અને તમાંરે તેના માંલિકને તેની પાસે સખતાઈથી કામ લેવા દેવું જોઈએ નહિ.
54 “જો જુબિલી વર્ષના વચગાળાનાં વરસો દરમ્યાન તેને પાછો ખરીદી લેવામાં ન આવ્યો હોય, તો તેને અને તેનાં બાળકોને જુબિલીના વર્ષમાં છૂટાં કરી દેવાં જોઈએ,
55 કેમ કે, ઇસ્રાએલીઓ માંરા સેવકો છે; હું તેમને ચાકરીમાંથી મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો છું; હું યહોવા તમાંરો દેવ છું.”
પ્રકરણ 26

1 તમાંરે પૂજા કરવા માંટે દેવોની મૂર્તિઓ બનાવવી નહિ, તેમજ કોતરેલી મૂર્તિ, સ્તંભ કે કંડારેલા પથ્થરની પૂજા કરવી નહિ, કારણ ‘હું યહોવા તમાંરો દેવ છું.’
2 “તમાંરે માંરા વિશ્રામવાર પાળવા અને માંરા મુલાકાતમંડપની પવિત્રતા જાળવવી, હું યહોવા છું.
3 “જો તમે માંરા સર્વ કાનૂનો પ્રમાંણે ચાલશો અને માંરી સર્વ આજ્ઞાઓનું પાલન કરીને તેનો અમલ કરશો;
4 તો હું તમાંરા માંટે નિયમિત ઋતુ પ્રમાંણે વરસાદ મોકલીશ, જમીન તમને પાક આપશે અને વૃક્ષો ફળ આપશે.
5 તમાંરે ત્યાં પુષ્કળ પાક ઊતરશે, વાવણીનો સમય આવે ત્યાં સુધી દ્રાક્ષ પાકયા કરશે, અને લણવાનું કામ વાવણીના સમય સુધી ચાલશે, તમે ધરાતાં સુધી જમશો અને દેશમાં સુરક્ષિત રહેશો.
6 હું તમને દેશમાં શાંતિ આપીશ, અને તમે રાત્રે નિર્ભય બની નિરાંતે ઊધી શકશો, ‘હું દેશમાંથી હિંસક પ્રાણીઓને ભગાડી મૂકીશ અને યુદ્ધ થવા દઈશ નહિ.
7 “તમે તમાંરા દુશ્મનોને હાંકી કાઢશો, અને તેઓ તમાંરી તરવારનો ભોગ બનશે.
8 તમાંરામાંના પાંચ એકસોને હાંકી કાઢશે અને તમાંરામાંના
10 0 હાંકશે
10 ,000ને! તમાંરા સર્વ શત્રુઓનો પરાજય થશે અને તમાંરી તરવારથી માંર્યા જશે.
9 “હું તમાંરા તરફ થઈશ, તમાંરી સંભાળ રાખીશ, અને તમાંરું સંખ્યાબળ વધારીશ. તમને ઘણાં સંતાન આપીશ, અને તમાંરી સાથેનો માંરો કરાર હું પૂર્ણ કરીશ.
10 તમાંરી પાસે પુષ્કળ અનાજ હશે, આખું વરસ ખાવા છંતા તે ખૂટશે નહિ. નવો પાક તૈયાર થશે ત્યારે તેને સંધરવા જૂના પાકનો વધેલો ભાગ ફેંકી દેવો પડશે.
11 હું તમાંરી વચ્ચે માંરું નિવાસ કરીશ. હું તમાંરો ત્યાગ કરીશ નહિ.
12 હું તમાંરી મધ્યે વાસો કરીશ. હું તમાંરો દેવ થઈશ અને તમે માંરી પ્રજા થશો.
13 કારણ કે તમને ચાકરીમાંથી છોડાવી મિસરની બહાર લાવનાર હું તમાંરો દેવ યહોવા છું. તમાંરી ચાકરીની ઝૂસરી તોડી નાખીને તમને ઉન્નત મસ્તકે ચાલતા મેં કર્યા છે.
14 “પરંતુ જો તમે માંરું કહ્યું સાંભળશો નહિ અને માંરી આજ્ઞાઓનું ઉલંઘન કરશો,
15 તથા માંરા કાનૂનોને ફગાવી દેશો, માંરા કાયદાઓની ઉપેક્ષા કરશો અને માંરી પ્રત્યેક આજ્ઞાનું પાલન ન કરીને માંરા કરારનો ભંગ કરશો,
16 તો હું તમને આ પ્રમાંણે સજા કરીશ: હું તમાંરા પર અત્યંત ત્રાસ વર્તાવીશ. હું તમાંરા પર એવા રોગો અને જવર મોકલીશ કે જે તમને અંધ બનાવી દેશે, અને તમાંરા જીવનનો નિકાસ કરી નાખશે. તમે વાવશો દાણા છતાં તમાંરો પાક જમી શકશો નહિ, કારણ કે તે તમાંરો શત્રુ જમશે.
17 હું તમાંરી વિરુદ્ધ થઈ જઈશ અને તમાંરો પરાજય તમાંરા દુશ્મનોને હાથે હું કરાવીશ તમાંરા શત્રુઓ તમાંરા પર રાજ કરશે, અને કોઈ તમાંરી પાછળ નહિ પડયું હોય છતાં તમે ભાગતા ફરશો.
18 “આટલી મુશ્કેલીઓ પડવા છતાં તમે જો માંરું કહ્યું નહિ માંનો, તો હું તમને તમાંરા પાપો બદલ સાત ગણી વધુ શિક્ષા કરીશ.
19 હું તમાંરું શક્તિનું અભિમાંન ઉતારી નાખીશ, તમાંરા આકાશને લોખંડના તવા જેવું બનાવીશ જેથી એક ટીપું ય વરસાદ પડશે નહિ, અને તમાંરી જમીનને પિત્તળ જેવી સૂકી ભઠ્ઠ બનાવી દઈશ;
20 તમાંરી મહેનત વ્યર્થ જશે. તમાંરી જમીનમાં કશુંય પાકશે નહિ અને તમાંરાં વૃક્ષોને ફળ પણ આવશે નહિ.”
21 “અને તે છતાંય તમે માંરી આજ્ઞાની વિરુદ્ધ વર્તન કરવાનું ચાલુ રાખશો અને માંરું નહિ સાંભળો તો હું તમાંરાં પાપોને કારણે સાતગણી વધુ આફતો ઉતારીશ.
22 પછી હું તમાંરા ઉપર જંગલી જાનવરો છોડી મૂકીશ, જે તમાંરાં બાળકોને માંરી નાખશે અને તમાંરાં પશુઓનો નાશ કરશે, પરિણામે તમાંરી સંખ્યા ઘટી જતા તમાંરા રસ્તાઓ ઉજજડ થઈ જશે.”
23 “આમ છતાં પણ જો તમાંરું પરિવર્તન નહિ થાય અને તમે નહિ સુધરો અને માંરી વિરુદ્ધ વર્તન કરવાનું ચાલુ રાખશો;
24 તો હું તમાંરી વિરુદ્ધ થઈશ, અને હું પોતે તમને તમાંરાં પાપો માંટે સાતગણી વધુ આકરી સજા કરીશ.
25 માંરા કરાર ભંગનો બદલો લેવા હું તમાંરા ઉપર યુદ્ધ મોકલીશ. તમે તમાંરાં નગરોમાં અદૃશ્ય થઈ જશો તો હું ત્યાં તમાંરી મધ્યે મરકી મોકલીશ; તમાંરે તમાંરા શત્રુઓને શરણે જવું પડશે.
26 હું તારા અનાજના પૂરવઠાનો નાશ કરીશ જેથી દશ પરિવારો માંટે રોટલી શેકવા માંટે ફકત એક ભઠ્ઠી પૂરતી થઈ પડશે; તેઓ તમને માંપી તોલીને રોટલી વહેંચશે, અને તમાંરું પેટ નહિ ભરાતા તમે ભૂખ્યાં જ રહેશો.
27 “આટઆટલું વીતવા છતાંય તમે માંરું નહિ સાંભળો અને માંરી સામે થશો,
28 તો હું પણ ક્રોધે ભરાઈને તમાંરી સામે પડીશ અને તમાંરાં પાપોની સાતગણી મોટી શિક્ષા તમને કરીશ.
29 તમાંરે તમાંરા પુત્ર અને પુત્રીઓનું માંસ જમવાનો સમય આવશે.
30 હું તમે જયાં તમાંરી મૂર્તિઓની પૂજા કરો છો તે ટેકરીઓ ઉપરનાં મુલાકાતમંડપનો નાશ કરીશ અને તમાંરી મૂર્તિઓના ભંગાર ઉપર હું તમાંરાં મૃતદેહો ખડકીશ. હું તમને તિરસ્કૃત કરી નાખીશ.
31 હું તમાંરા નગરોને વેરાન ખંડેર બનાવી દઈશ. તમાંરાં પવિત્ર સ્થાનોનો વિનાશ કરીશ, અને તમાંરાં સુવાસિત અર્પણોનો અસ્વીકાર કરીશ.
32 હું તમાંરા દેશને એવો તારાજ કરી નાખીશ કે તમાંરા દુશ્મનો જે તેમાં વસશે તેઓ પણ તમાંરી દુર્દશા જોઈને આભા બની જશે.
33 હું તમને અનેક દેશોમાં વેરવિખેર કરી નીખીશ, હું તરવાર લઈને તમાંરી પાછળ પડીશ અને તમાંરો દેશ ઉજજડ વેરાન થઈ જશે, અને તમાંરાં શહેરો ખંડેર થઈ જશે.
34 “અને જયારે તમે દુશ્મનોના પ્રદેશમાં રહેતા હશો તે વર્ષોમાં જમીન ઉજજડ પડી રહેશે, અને તે તેનો વિશ્રામવાર ભોગવશે અને તેના વિશ્રામ વર્ષોના આનંદ માંણશે.
35 જયારે તમે ત્યાં વસતા હતા ત્યારે દરેક સાતમે વર્ષે તમે આપ્યો ન્હોતો તે વિશ્રામ હવે તે પ્રાપ્ત કરશે.
36 જે લોકો તમાંરામાંથી બચી જઈને દુશ્મનોના દેશમાં દેશવટો ભોગવી રહ્યા હશે તેમને હું એવા ભયભીત કરીશ કે એક પાંદડુ પડવાનો અવાજ થતાં તેઓ જાણે મોત પાછળ પડયું હોય તેમ ભાગવા માંડશે, ને કોઈ પાછળ પડયું ના હોવા છતાં તેઓ ભોંય પર ઢળી પડશે.
37 વળી કોઈ પાછળ પડયું ના હોવા છતાં યુદ્ધમાંથી મૂઠીવાળીને ભાગતા હોય તેમ તેઓ ભાગતાં એકબીજા સાથે ભટકાઈને, ઠોકરો ખાઈને પડશે અને શત્રુઓનો સામનો કરવાની શક્તિ પણ તેઓનામાં રહેશે નહિ.
38 “વિદેશી પ્રજાઓ વચ્ચે તમાંરો અંત આવશે અને તમાંરા દુશ્મનોની ભૂમિ તમને ગળી જશે, અને તમે મૃત્યુ પામશો.
39 જેઓ દુશ્મનોના દેશમાં બચી જશે તેઓ પોતાના અને પોતાના પિતૃઓનાં પાપોને કારણે ઝૂરી ઝૂરીને ક્ષય પામતા જશે.
40 “પરંતુ કદાચ તેઓ પોતાનાં અને પોતાના પિતૃઓનાં પાપો કબૂલ કરશે, મને વિશ્વાસઘાત કરીને માંરી વિરુદ્ધ પડીને તેમણે જે પાપો કર્યા છે તે કબૂલ કરશે,
41 તેઓના પાપોએ મને તે લોકોની વિરુદ્ધ કર્યો, તેથી મેં તેઓને વિદેશી પ્રજાઓમાં દેશનિકાલ કર્યા. છેલ્લે તમાંરા વંશજો નમ્ર થશે અને માંરી વિરુદ્ધ આચરેલા પાપ અને બંડને કારણે થયેલી શિક્ષા ભોગવશે.
42 ત્યારે હું યાકૂબ સાથેનો ઈસહાક સાથેનો અને ઈબ્રાહિમ સાથેનો માંરો કરાર અને આ ભૂમિને સંભારીશ.
43 “કારણ કે ભૂમિ જયાં સુધી ઉજજડ પડી રહેશે તેટલો સમય તે પોતાના સાબ્બાથો વિશ્રામના વર્ષો માંણશે, પરંતુ માંરી આજ્ઞાઓના ઉલ્લંઘન કર્યા બદલ અને માંરા નિયમોને ધિક્કારવાના કારણે જ તેઓ ઉપર આ ભારી શિક્ષા આવી પડી છે તેનું તેઓને ભાન થશે, અને તેઓ પૂરેપૂરી સજા ભોગવશે.
44 છતાં, તેઓ તેમના દુશ્મનોના દેશમાં હશે ત્યારે પણ હું તેમનો સંપૂર્ણ નાશ નહિ કરું. તેમનો પૂરેપૂરો ત્યાગ પણ નહિ કરું અને માંરો જે કરાર તેઓની સાથે છે તેનો ભંગ કરીશ નહિ, કારણ કે હું યહોવા તેમનો દેવ છું.
45 તેઓના પિતૃઓને તેમનો દેવ થવા માંટે હું બીજા દેશોના જોતા જ મિસરમાંથી બહાર લઈ આવ્યો હતો અને તેમની સાથે જે કરાર કર્યો હતો તે સંભારીને તેમનું કલ્યાણ કરીશ. હું યહોવા છું.”
46 યહોવાએ સિનાઈ પર્વત પર મૂસા માંરફતે ઇસ્રાએલીઓને આપેલા કાનૂનો, નિયમો અને ઉપદેશો ઉપર પ્રમાંણે છે.
પ્રકરણ 27

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇસ્રાએલ પુત્રોને આ કહે, જો કોઈ માંણસ યહોવાને ખાસ પ્રતિજ્ઞા કરે કે તે કોઈ બીજા વ્યક્તિને દેવને અર્પણ કરશે, તો યાજકે તે માંણસની કિંમત ઠરાવવી જેથી બીજુ કોઈ તેને દેવ પાસેથી પાછો ખરીદી શકે. તે વ્યક્તિની કિંમત નીચે જણાવ્યા મુજબ નક્કી કરવી.
3 વીસથી તે સાઠ વર્ષ સુધીની ઉમરના પુરુષની કિંમત મુલાકાતમંડપના ધોરણ અનુસાર 50 શેકેલ ચાંદી.
4 વીસથી તે સાઠ વર્ષ સુધીની સ્ત્રી હોય તો30 શેકેલ ચાંદી.2 શેકેલ અને છોકરીની કિંમત 10 શેકેલ.
5 પાંચથી વીસ વર્ષની ઉમરના છોકરાની કિંમત 20 શેકેલ અને છોકરીની કિંમત 10 શેકેલ.
6 એક મહિનાથી 5 વર્ષ સુધીના છોકરાની કિંમત 5 શેકેલ અને છોકરીની કિંમત 3 શેકેલ.
7 સાઠ અને ઉપરની ઉમરના પુરુષની કિંમત 15 શેકેલ; સ્ત્રીની કિંમત 10 શેકેલ ચુકવે.
8 “પણ જો કોઈ વ્યક્તિ આ કિંમત ચુકવી શકે તેમ ના હોય, તો તેણે તે વ્યક્તિને યાજક સમક્ષ રજૂ કરવી અને યાજકે તેની કિંમત પ્રતિજ્ઞા લેનાર વ્યક્તિ ચૂકવી શકે તેટલી નક્કી કરવી.”
9 “જો યહોવાને ધરાવી શકાય એવું કોઈ પ્રાણી અર્પણ કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તો તે અર્પણ થનાર પ્રાણી પવિત્ર બની જશે.
10 પ્રતિજ્ઞા બદલી શકાય નહિ, તે પ્રાણીની બીજા પ્રાણી સાથે અદલાબદલી થઈ શકે નહિ સારાને બદલે ખરાબ અને ખરાબને બદલે સારું તેવો ફેરફાર કરી શકાય નહિ. છતાં જો અદલાબદલી કરી હોય તો બંને પશુઓ પવિત્ર બની જાય અને યહોવાના થાય.
11 “પરંતુ પ્રતિજ્ઞા લઈ અર્પણ કરવાનું પ્રાણી નિયમ પ્રમાંણે અશુદ્ધ હોય અને તેનું અર્પણ ન થઈ શકે તો તે પ્રાણી યાજક પાસે લાવવું.
12 યાજક તેની કિંમત નક્કી કરે, પછી પ્રાણી સારું હોય કે ખરાબ તેથી ફરક ન પડે વ્યક્તિએ યાજકે ઠરાવેલ કિંમત માંન્ય રાખવી.
13 જો તે વ્યક્તિ તેને છોડાવવા ઈચ્છતો હોય તો તેણે કિંમત કરતાં પાંચમો ભાગ વધુ ચુકવવો.
14 “જો કોઈ વ્યક્તિ પોતાનું મકાન યહોવાને સમર્પણ કરી દે, તો તે સારું હોય કે ખરાબ તેનાથી કોઈ ફરક ન પડે, યાજક તેની કિંમત નક્કી કરશે અને તે વ્યક્તિએ એ બાંધેલો ભાવ સ્વીકારવો.
15 પછી જો સમર્પણ કરનાર વ્યક્તિ મકાન છોડાવવા ઈચ્છે તો તેણે કિંમત ઉપરાંત વધુ 20ટકા આપવા, એટલે મકાન પાછું તેની માંલિકીનું થઈ જાય.”
16 “જો કોઈ વ્યક્તિ પોતાની માંલિકીની જમીનનો અમુક ભાગ યહોવાને સમર્પણ કરી દે તો તમાંરે તેની કિંમત એમાં જેટલું બિયારણ વાવી શકાતું હોય તેને આધારે નક્કી કરવી, જેમ કે 20 મણ જવની (1 હોમર) જરૂર પડે તો તેનું મૂલ્ય પચાસ શેકેલ થાય.
17 જો કોઈ માંણસ જુબિલી વર્ષમાં પોતાનું ખેતર સ્વેચ્છાએ સમર્પણ કરે તો યાજકે ઠરાવેલી પૂરી કિંમત તેને લાગુ પડે;
18 પણ જો તે જુબિલી વર્ષ પછીથી સમર્પણ કરે તો યાજકે પછીના જુબિલી વર્ષના જેટલા વર્ષ બાકી હોય તેના પ્રમાંણમાં રોકડ કિંમત નક્કી કરવી અને તે આકડાં મુજબ કિંમત ઠરાવવી.
19 પરંતુ જો સમર્પણ કરનાર જમીન છોડાવવા માંગતો હોય તો તેણે ઠરાવેલી કિંમત કરતાં વીસ ટકા વધુ આપવા એટલે તે ખેતરની માંલિકી ફરીથી તેની થાય.
20 પરંતુ જો તે જમીન નહિ છોડાવતાં બીજા કોઈને વેચી દે તો તેને તે કદી પાછું મળે નહિ, કારણ જુબિલી વર્ષના તેના હક્કો યહોવાને આપેલા હોય છે.
21 જ્યારે જુબિલી વર્ષમાં તે ખેતર મુકત થાય, ત્યારે યહોવાને અર્પિત ખેતર તરીકે તે યાજકોને આપવામાં આવે.
22 “જો કોઈ વ્યક્તિ પોતે ખરીદેલું ખેતર સમર્પણ કરે, અને તે તેના પરિવારની મિલકતનો ભાગ નથી,
23 યાજકે બીજા જુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તેને આધારે તેની કિંમત ઠરાવવી, અને તે વ્યક્તિએ નક્કી કરેલી કિંમત યહોવાને તાત્કાલિક અર્પણ કરવી.
24 જુબિલી વર્ષે એ ખેતર તેના મૂળ માંલિક, જેની પાસેથી તે ખરીધું હોય તેને પાછું મળે, જેની એ પોતાના વતનની મિલકત છે.
25 “અધીકૃત માંપ પ્રમાંણે શેકેલમાં ઠરાવાય, એ માંપ પ્રમાંણે શેકેલનુ વજન 10 ગેરાહ હોય.”
26 “કોઈ પણ વ્યક્તિએ બળદ અથવા ઘેટાનાં પ્રથમજનિતને ઐચ્છિકાર્પણ તરીકે યહોવાને ચઢાવવું નહિ, કારણ, એ તો યહોવાનું જ છે; પછી ભલે તે કોઈ પણ પશુનું હોય,
27 પરંતુ જો યહોવાએ માંન્ય કર્યુ ના હોય તો તેવા પ્રાણીના પ્રથમજનિતને અર્પણ તરીકે લાવવામાં આવે, તો યાજક તેની કિંમત ઠરાવે તે ઉપરાંત વીસ ટકા વધુ તે માંલિક આપે. જો તેનો માંલિક તેને છોડાવવા માંગતો ન હોય તો યાજક તે પ્રાણી બીજા કોઈને વેચી શકે છે.
28 “પરંતુ યહોવાને માંત્ર કરેલું કોઈ પણ અર્પણ પછી તે માંણસ હોય, પ્રાણી અથવા વારસામાં મળેલું ખેતર, તો તેને વેચી અથવા છોડાવી શકાય નહિ. કારણ તે યહોવાને પરમપવિત્ર અર્પણ છે,
29 જો તે ખાસ અર્પણ માંણસ હોય તો, તે વ્યક્તિને પાછો ખરીદી ન શકાય તેને માંરી નાખવો.
30 “જમીનની ઉપજનો ઠરાવેલો દશમો ભાગ પછી તે ખેતરના અનાજનો હોય કે વૃક્ષનાં ફળોનો હોય તે યહોવાનો ગણાય, તે પવિત્ર છે, કારણ કે યહોવાને સમર્પિત થેયેલો છે.
31 જો કોઈ વ્યક્તિ આ અનાજ કે ફળનો એ દશમો ભાગ પાછો ખરીદવા ઈચ્છે તો તેની કિંમતમાં વીસ ટકા ઉમેરીને ચૂકવે.
32 “ઢોરઢાંખર તથા ઘેટાબકરાંની તથા બીજા જાનવરોની ગણતરી થાય ત્યારે લાકડી નીચેથી પસાર થતાં દર દશમું પ્રાણી યહોવાનું ગણાય.
33 પસંદ કરેલુ પ્રાણી સારું છે કે ખરાબ તેની ચિંતા માંલિકે ન કરવી. તેને એ પ્રાણી બીજા પ્રાણી સાથે અદલા બદલી ન કરવી. અને તેને જો બીજા પ્રાણીથી બદલવા માંગે, તો બન્ને પ્રાણીઓ દેવના થશે. તે પ્રાણી પાછું ન ખરીદાય.”
34 મૂસાને યહોવાએ ઇસ્રાએલી લોકો માંટે સિનાઈ પર્વત પર આ આજ્ઞાઓ આપી હતી.