ગણના

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36


પ્રકરણ 1

1 ઇસ્રાએલીઓ મિસર દેશમાંથી નીકળી ગયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાએ મૂસાને કહ્યું,
2 “સમગ્ર ઇસ્રાએલી સમાંજની વસ્તી ગણતરી કરો, દરેક વ્યક્તિની તેના કુટુંબ તથા કુળસમૂહ સાથે યાદી તૈયાર કરો.
3 જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉમરના હોય અને જે બધા લશ્કરમાં જોડાવા લાયક હોય તેમની ગણતરી તેમનાં સમૂહો પ્રમાંણે કરીને યાદી તૈયાર કરો.
4 પ્રત્યેક કુળસમૂહના એક આગેવાન પુરુષને તમાંરી મદદમાં રહેવા કહો.
5 અને તમને મદદ કરનારાઓનાં નામ આ પ્રમાંણે છે:રૂબેનના કુળસમૂહમાંથી અલીસૂર જે શદેઉરનો પુત્ર છે.
6 શિમયોનના કુળસમૂહમાંથી શલુમીએલ જે સૂરીશાદાયનો પુત્ર છે.
7 યહૂદાનાં કુળસમૂહમાંથી આમ્મીનાદાબનો પુત્ર નાહશોન.
8 ઈસ્સાખારના કુળસમૂહમાંથી સૂઆરનો પુત્ર નથાનિયેલ.
9 ઝબુલોનનાં કુળસમૂહમાંથી હેલોનનો પુત્ર અલીઆબ.
10 યૂસફના કુટુંબોમાંથી: એફ્રાઈમના કુળસમૂહમાંથી આમ્મીહૂદનો પુત્ર એલીશામાં. અને મનાશ્શાના કુળસમૂહમાંથી પદાહસૂરનો પુત્ર ગમાંલ્યેલ.
11 બિન્યામીનનાં કુળસમૂહમાંથી ગિદિયોનીનો પુત્ર અબીદાન.
12 દાનનાં કુળસમૂહમાંથી આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર.
13 આશેરનાં કુળસમૂહમાંથી ઓક્રાનનો પુત્ર પાગીએલ.
14 ગાદનાં કુળસમૂહમાંથી દેઉએલનો પુત્ર એલ્યાસાફ.
15 નફતાલીના કુળસમૂહમાંથી એનાનનો પુત્ર અહીરા.
16 તે બધા પુરુષો તેઓના કુટુંબોના આગેવાનો હતા. લોકોએ તેઓને તેમના કુળસમૂહના આગેવાન તરીકે પસંદ કર્યા.
17 મૂસાએ અને હારુને ઉપર દર્શાવેલ આગેવાન ઇસ્રાએલીઓને સાથે લીધા.
18 બીજા મહિનાના પ્રથમ દિવસે તેમણે સમગ્ર ઇસ્રાએલ સમાંજને એકત્ર કરીને તેમના કુટુંબો અને કુળસમૂહો અનુસાર નોંધણી કરી, વીસ વર્ષ અને તેથી વધારે ઉમર ના સર્વ પુરુષોનાં નામની નોંધણી કરવામાં આવી.
19 યહોવાએ જે આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ સિનાઈના રણમાં તેઓની ગણતરી કરી.
20 ઇસ્રાએલના જયેષ્ઠ પુત્ર રૂબેનના કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની છેવટની સંખ્યા નોંધવામાં આવી.
21 તો તેઓની સંખ્યાની ગણના રૂબેનના કુળસમૂહમાં 46,500 થઈ.
22 શિમયોનનાં કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની ગણના કુટુંબવાર કરવામાં આવી.
23 શિમયોનના કુળસમૂહની કુલ સંખ્યા 59,300 થઈ.
24 ગાદનાં કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી
25 તો તેમની કુલ સંખ્યા 45,650 થઈ.
26 યહૂદાનાં કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,
27 તો તેમની કુલ સંખ્યા 74,600 થઈ.
28 ઈસ્સાખારનાં પુત્રોના કુળસમૂહમાં, 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.
29 તો તેમની કુલ સંખ્યા 54,400 થઈ.
30 ઝબુલોનનાં પુત્રોના કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,
31 તો તેમની એકંદર સંખ્યા 57,400 થઈ.
32 યૂસફના પુત્રોના, એટલે એફ્રાઈમના કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના બધા જે લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તે પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,
33 તો તેમની કુલ સંખ્યા 40,500 થઈ.
34 મનશ્શાનાં કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા માંટે શક્તિમાંન હોય તે બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી
35 તો તેમની કુલ સંખ્યા 32,200 થઈ.
36 બિન્યામીનનાં કુળસમૂહના 20 વર્ષના અને તેમની ઉપરના બધાં જ પુરુષો જે લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેમની કુટુંબવાર નોંધ કરવામાં આવી.
37 તેમની કુલ સંખ્યા 35,400 થઈ.
38 દાનના કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.
39 તો તેમની કુલ સંખ્યા 62,700 થઈ.
40 આશેરનાં કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તે બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.
41 તો તેમની કુલ સંખ્યા 41,500 થઈ.
42 નફતાલીનાં કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,
43 તો તેમની કુલ સંખ્યા 53,400 થઈ.
44 મૂસા અને હારુને તથા ઇસ્રાએલના પ્રત્યેક કુળસમૂહના અધિપતિ તરીકે આવેલા બાર કુળસમૂહના આગેવાનોએ સાથે મળીને નોંધેલી સંખ્યા આ પ્રમાંણે હતી:
45 વીસ વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા પુરુષોની તેઓના કુટુંબો અનુસાર ગણતરી કરવામાં આવી.
46 તો તેઓની કુલ સંખ્યા 6,03,550 હતી.
47 પણ બાકીના કુળસમૂહોની સાથે લેવીઓની કુટુંબવાર નોંધણી કરવામાં આવી નહોતી, કારણ,
48 યહોવાએ મૂસાને કહ્યું હતું કે,
49 “લશ્કરમાં જોડાઈ શકે તેવા લાયક પુરુષોની તમે ગણતરી કરો ત્યારે લેવીના કુળસમૂહની સંખ્યા નોંધવાની નથી.
50 કારણ કે લેવીઓને પવિત્રમંડપની સેવાનું તથા તેને ઊંચકી લેવાનું કામ સોંપવાનું છે, તેઓએ એકલાએ જ હાજરમાં રહેવા માંટે પવિત્રમંડપની પાસે જ તેની ચારે બાજુ પોતાની છાવણી રાખવાની છે.
51 જ્યારે એ પવિત્રમંડપે બીજે લઈ જવાનો પ્રસંગ ઊભો થાય, ત્યારે લેવીઓએ જ એ ઉઠાવવાનો એટલે કે છૂટો પાડવાનો અને ફરીથી ઊભો કરવાનો છે. લેવી કુળસમૂહના સદસ્ય સિવાય જે કોઈ વ્યક્તિ પવિત્રમંડપની સંભાળ રાખવાનો પ્રયાસ કરે તો તેને મૃત્યુદંડની સજા કરવી.
52 ઇસ્રાએલના દરેક કુળની છાવણી અલગ રાખવી, અને પોતપોતાના કુળની પોતાની ટુકડી સાથે અને ધ્વજ સાથે પડાવ નાખવો.
53 પણ લેવીઓએ પવિત્રમંડપની આસપાસ જ પોતાની છાવણી નાખવી. તેઓ પવિત્ર મુલાકાત મંડપની રક્ષા કરશે. જેથી ઇસ્રાએલી લોકોનું કશું ખોટું થશે નહિ.”
54 યહોવાએ મૂસાને કહ્યું હતું તે પ્રમાંણે સર્વ આજ્ઞાઓનો અમલ ઇસ્રાએલીઓએ બરાબર કર્યો.
પ્રકરણ 2

1 યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું,
2 “પ્રત્યેક ઇસ્રાએલી કુળને છાવણી માંટે પોતાનું અલગ સ્થાન હોય તથા પોતાના કુળનું અલગ નિશાન અને અલગ ધ્વજ હોય; કુળોની સર્વ છાવણીઓની મધ્યમાં મુલાકાત મંડપ રહે અને બધા જ પ્રવેશદ્વાર મુલાકાત મંડપ તરફ હોય.
3 “પૂર્વની બાજુએ, સૂર્યોદય તરફ યહૂદાના કુળસમૂહના ધ્વજ નીચે આવતાં લોકોએ તેમની ટુકડી પ્રમાંણે પડાવ નાખવા. આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન રહેશે.
4 તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 74,600 પુરુષો રહે.
5 “એના પછી ઈસ્સાખારનું કુળસમૂહ છાવણી કરે; સૂઆરનો પુત્ર નથાનિયલ ઈસ્સાખારના પુત્રોના અધિપતિ થાય;
6 તેના સૈન્યમાં તેમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 54,400 પુરુષો રહે.
7 “અને ઝબુલોનના કુળસમૂહો પણ યહૂદાના કુળસમૂહોની બાજુમાં જ છાવણી કરે અને હેલોનનો પુત્ર અલીઆબ તે ઝબુલોનના પુત્રોનો અધિપતિ થાય;
8 અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની ગણના થઈ છે તેવા 57,400 પુરુષો રહે.
9 “યહૂદાના કુળસમૂહોની છાવણીના માંણસોની કુલ સંખ્યા 1,86,400 છે એ લોકો કૂચ કરતી વખતે પહેલા ઊપડશે.
10 “દક્ષિણ બાજુએ રૂબેનના કુળની સેનાના ધ્વજ હેઠળના લોકોએ નીચેના આગેવાનો હેઠળ ટુકડીવાર છાવણી નાખવી; શદેઉરનો પુત્ર એલીસૂર તે રૂબેનના પુત્રોનો અધિપતિ થાય.
11 તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 46,500 સૈનિકો તેની સાથે રહે.
12 “એ પછી શિમયોનનો કુળસમૂહ તેની પાસે છાવણીમાં પડાવ નાખે; અને સૂરીશાદાયનો પુત્ર શલુમીએલ તે શિમયોનના પુત્રોનો અધિપતિ થાય;
13 અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 59,300 સૈનિકો સાથે રહે.
14 “અને તે પછી ગાદનું કુળસમૂહ પડાવ નાખશે; અને રેઉએલનો પુત્ર એલ્યાસાફ તે ગાદના પુત્રોનો અધિપતિ થાય;
15 અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 45,650 સૈનિકો રહે.
16 “રૂબેનના કુળોની છાવણીના માંણસોની કુલ સંખ્યા 1,51,450 હતી, અને તેઓ કૂચ કરતી વખતે બીજું સ્થાન લેશે.
17 એ પછી પ્રથમ બે ટુકડીઓ અને પછીની બે ટુકડીઓ વચ્ચે લેવીઓ મુલાકાત મંડપને ઉપાડીને ચાલશે. પ્રત્યેક ટુકડી છાવણી નાખ્યાના ક્રમે જ ઊપડશે અને પ્રત્યેક પુરુષ પોતાના ધ્વજ હેઠળ પોતાનું સ્થાન જાળવશે.
18 “પશ્ચિમ બાજુએ એફ્રાઇમના કુળસમૂહની સેનાના ધ્વજ હેઠળ તેમની ટુકડીઓ આગેવાનો હેઠળ છાવણી નાખશે; અને આમ્મીહૂદનો પુત્ર એલીશામાં તે એફ્રાઈમના પુત્રોનો અધિપતિ થાય.
19 અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 40,500 સૈનિકો રહે.
20 “અને તેની પાસે મનાશ્શાનું કુળસમૂહ રહે; અને પદાહસૂરનો પુત્ર ગમાંલ્યેલ તે મનાશ્શાના પુત્રોનો અધિપતિ થાય.
21 અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 32,200 સૈનિકો રહે.
22 “તે પછી બિન્યામીનનું કુળસમૂહ પડાવ નાખશે આગેવાન ગિદિયોનીનો પુત્ર અબીદાન તે બિન્યામીનના પુત્રોનો અધિપતિ થાય;
23 અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 35,400 સૈનિકો રહે.
24 “એફ્રાઈમની છાવણીમાં જે બધાની ગણના થઈ તેઓ છે, પોતાનાં સૈન્યો પ્રમાંણે, 1,08.100 છે અને તેઓ કૂચ કરતી વખતે ત્રીજા ક્રમે ચાલી નીકળે એમ ગોઠવણી કરવામાં આવે.
25 “ઉત્તર બાજુએ દાનના કુળસમૂહોની સેનાના ધ્વજ હેઠળના લોકોએ તેમના આગેવાનો હેઠળ ટુકડીવાર છાવણી તેમના ભાગલા પ્રમાંણે નાખવી; આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર તે દાનના પુત્રોનો આગેવાન છે.
26 અને તેના સૈન્યમાં નોંધણી થઈ હોય તેવા 62,700 સૈનિકો છે.
27 “અને તેની પાસે આશેરના કુળસમૂહો છાવણી કરે; અને ઓક્રાનનો પુત્ર પાગીએલ તેનો અધિપતિ થાય;
28 અને તેના સૈન્યમાં નોંધણી થઈ છે તેવા 41,500 સૈનિકો છે.
29 પછી તફતાલીના કુળસમૂહો; અને એનાનનો પુત્ર અહીરા તે નફતાલીના પુત્રોનો અધિપતિ થાય.
30 અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 53,400 સૈનિકો રહે.
31 “દાનના કુળોની છાવણીના માંણસોની કુલ સંખ્યા 1,57,600 હશે, તેઓ કૂચ કરતી વખતે છેલ્લા રહેશે.”‘
32 ઇસ્રાએલ પ્રજાની કુટુંબવાર નોંધણી કરવામાં આવી ત્યારે તેમની સંખ્યા 6,03,550 હતી.
33 યહોવાએ મૂસાને આજ્ઞા કરી તે પ્રમાંણે આ ગણતરી કરવામાં આવી ત્યારે લેવીઓને ગણવામાં આવ્યા નહોતા.
34 યહોવાએ મૂસાને કહ્યું હતું તે જ પ્રમાંણે બરાબર વ્યવસ્થા થઈ. તેઓ પોતપોતાના સમૂહના ધ્વજ હેઠળ છાવણી નાખતા. અને કૂચ કરતી વખતે પ્રત્યેક વ્યક્તિ પોતાના કુળસમૂહની ટુકડીમાં પોતાના સ્થાને જ રહેતા.
પ્રકરણ 3

1 સિનાઈ પર્વત પર યહોવાએ મૂસા સાથે વાત કરી ત્યારે હારુન અને મૂસાના વંશાવળી આ પ્રમાંણે હતી:
2 હારુનના જ્યેષ્ઠ પુત્રનું નામ નાદાબ, તે પછી અબીહૂ, એલઆઝાર અને ઈથામાંર.
3 એમનો યાજકો તરીકે અભિષેક કરવામાં આવ્યો હતો અને તેમને યાજકના અધિકારો આપવામાં આવ્યા હતા.
4 પરંતુ નાદાબ અને અબીહૂ એ અપવિત્ર અગ્રિ યહોવાને ધરાવ્યો તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓને એક પણ પુત્ર ન હતો. અને તેથી એલઆઝાર અને ઈથામાંર તેઓના પિતાના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ આપતા હતા.
5 યહોવાએ મૂસાને કહ્યુ,
6 “લેવીના કુળસમૂહોને બોલાવી લાવ અને તેમને યાજક હારુનની સેવામાં નિયુક્ત કર.
7 તેમણે યાજકો અને સમગ્ર સમાંજ તરફથી મુલાકાતમંડપની સેવામાં ઉપસ્થિત રહીને ફરજો બજાવવાની છે;
8 અને તેઓએ મુલાકાત મંડપની સાધન સામગ્રી સંભાળવાની છે અને તેમણે બધા ઇસ્રાએલી પ્રજાજનો તરફથી થાનકની ફરજો બજાવવાની છે.
9 “અને તારે હારુનના તથા તેના પુત્રોના હવાલામાં લેવીઓને સોંપી દેવા કારણ કે બધા ઇસ્રાએલીઓમાંથી તેમને સેવા કરવા માંટે પસંદ કરવામાં આવ્યા છે.
10 “અને તારે હારુનને અને તેના કુળોને યાજકની ફરજો બજાવવા નિયુક્ત કરવા. જો કોઈ બિનઅધિકૃત વ્યક્તિ એ ફરજ બજાવવા જાય તો તેને મોતની સજા કરવી.”
11 પછી યહોવાએ મૂસાને કહ્યું,
12 “ઇસ્રાએલ પ્રજાના પ્રથમજનિત પુત્રોની અવેજીમાં મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે, તેથી ઇસ્રાએલના સર્વ પ્રથમ જન્મેલા પુત્રોના સ્થાને લેવીઓ માંરી સેવામાં રહેશે.
13 એ લોકો માંરા ગણાશે, કારણ કે પ્રત્યેક પ્રથમ પુત્ર ઉપર માંરો હક છે, જ્યારે મેં મિસરના બધા પ્રથમ પુત્રોને માંરી નાખ્યા હતા ત્યારે મેં ઇસ્રાએલનાં બધાં જ પ્રથમ અવતરેલાંને માંરે માંટે રાખી લીધાં હતાં, પછી એ માંણસ હોય કે પશુ હોય, તેઓ માંરાં છે; હું યહોવા છું.”
14 સિનાઈના અરણ્યમાં યહોવાએ ફરીથી મૂસા સાથે વાત કરી અને કહ્યુ,
15 “લેવી કુળસમૂહના બધા પુરુષોની નોંધણી કર; એક મહિના અને તેથી વધારે ઉમરના સર્વ પુરુષોની કુટુંબ પ્રમાંણે ગણતરી કર.”
16 યહોવાની આજ્ઞા પ્રમાંણે મૂસાએ તેમની યાદી તૈયાર કરી.
17 લેવીના પુત્રોનાં નામ આ મુજબ છે: ગેર્શોન, કહાથ, અને મરારી,
18 ત્રણેય એમના નામે ઓળખાતાં કુળસમૂહોના મૂળ પુરુષો હતા. ગેર્શોનના કુળસમૂહો લિબ્ની અને શિમઈ.
19 કહાથના કુળસમૂહો; આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.
20 મરારીના કુળસમૂહ; માંહલી અને મૂશી. આ સર્વનાં નામો પરથી લેવીઓનાં ગોત્રોનાં નામ ગણાયા. આ થઈ લેવીના કુળસમૂહોની કુટુંબવાર યાદી.
21 ગેર્શોનના કુળસમૂહોમાં લિબ્ની અને શિમઈ એ બે કુટુંબો થયા હતા.
22 એક મહિનાના અને તેથી વધારે ઉમરના પુરુષોની સંખ્યા ગણતા તે 7,500 હતી.
23 તેઓની છાવણીનું સ્થાન પવિત્રમંડપની પાછળ પશ્ચિમ દિશામાં હતું.
24 લાએલનો પુત્ર એલ્યાસાફ તેમનો આગેવાન હતો.
25 એ લોકોએ પવિત્રમંડપમાં એની અંદરનું આવરણ, બહારનું આવરણ, પ્રવેશદ્વારનો પડદો,
26 પવિત્રમંડપની અને વેદીની આસપાસના ચોકના પડદાઓની, ચોકના પ્રવેશદ્વારના પડદાની, એની દોરીઓની, તેમજ એ બધાંને લગતાં કામકાજની સંભાળ રાખવાની હતી.
27 કહાથના કુળસમૂહમાં આમ્રામી, ઈસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ એટલાં કુટુંબો હતાં.
28 એક મહિનાના અને તેથી વધારે ઉમરના પુરુષોની સંખ્યા 8600 હતી.
29 તેમની છાવણીનું સ્થાન પવિત્રમંડપની દક્ષિણમાં હતું.
30 ઉઝઝીએલનો પુત્ર અલીસાફાન તેમનો આગેવાન હતો.
31 તે લોકોએ પવિત્રકોશની, બાજઠની, દીવીની અને વેદીઓની, ઉપાસનામાં વપરાતાં પવિત્ર વાસણોની, ગર્ભગૃહ આગળના પડદાની તથા એ બધાને લગતાં સર્વ કામકાજની અને ઉપયોગની સંભાળ રાખવાની હતી.
32 લેવીઓના આગેવાનોનો મુખી, યાજક હારુનનો પુત્ર એલઆઝાર હતો; પવિત્રસ્થાનની સેવામાં જે બધા હતા તે સૌનો તે ઉપરી હતો, તેમના કાર્ય ઉપર દેખરેખ રાખવાની જવાબદારી તેની હતી.
33 મરારીના કુળસમૂહોમાં માંહલી અને મૂશી એ બે કુટુંબો હતાં.
34 એક મહિના અને તેથી વધારે ઉમરના પુરુષોની સંખ્યા કુલ 6,200 હતી.
35 તેમની છાવણીનું સ્થાન પવિત્રમંડપની ઉત્તરના વિસ્તારમાં હતું. અબીહાઈલનો પુત્ર સૂરીએલ મરારી કુળસમૂહનો આગેવાન હતો.
36 એ લોકોએ થાનકના મંડપના પાટિયાં, તેની વળીઓ, સ્તંભો, કૂંભીઓ, ઓજારો તથા આ સર્વને લગતાં કામકાજની સંભાળ રાખવાની હતી.
37 તદુપરાંત આંગણાની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલીઓ, અને દોરીઓની સંભાળ પણ તેમણે જ રાખવાની હતી.
38 મૂસા હારુન અને તેના પુત્રોનો મુકામ થાનકના પવિત્રમંડપની સામે ઉગમણી દિશામાં હતો. ઇસ્રાએલીઓ તરફથી મુલાકાતમંડપની પૂરી જવાબદારી તેઓને માંથે હતી. જો કોઈ બિનઅધિકૃત વ્યક્તિ એ ફરજ બજાવવા જાય તો તેને મૃત્યુદંડની સજા થતી.
39 યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ અને હારુને કુટુંબવાર ગણેલા એક મહિનાના અને તેની ઉપરની ઉમરના લેવી પુરુષોની સંખ્યા કુલ 22,000 હતી.
40 યહોવાએ મૂસાને કહ્યુ, “એક મહિનાના અને તેની ઉપરની ઉમરના બધા પ્રથમજનિત ઇસ્રાએલી પુરુષોની નોંધણી કર અને તેમની સંખ્યા ગણ.
41 અને તું એ પ્રથમજનિત ઇસ્રાએલના પુરુષોની અવેજીમાં મને લેવીઓ સમર્પી દે. હું યહોવા છું, એ જ રીતે ઇસ્રાએલીઓનાં ઢોરના પ્રથમ વેતરના વાછરડાના અવેજીમાં લેવીઓનાં ઢોર મને સોંપી દે.”
42 યહોવાના કહ્યાં મુજબ મૂસાએ ઇસ્રાએલીઓના પ્રથમજનિત પુત્રોની યાદી તૈયાર કરી.
43 એક મહિનાના અને તેની ઉપરના પ્રથમજનિત પુત્રોની નામવાર યાદી કરી તો તેમની કુલ સંખ્યા 22,273 થઈ.
44 ત્યાર પછી યહોવાએ મૂસાને કહ્યું,
45 “બધા પ્રથમજનિત ઇસ્રાએલીઓના પુરુષોની અવેજીમાં મને લેવીઓ આપ; અને ઇસ્રાએલીઓનાં ઢોરના પ્રથમ વેતરનાં વાછરડાંના બદલામાં લેવીઓનાં ઢોર સોંપી દે.
46 લેવીઓની સંખ્યા કરતાં ઇસ્રાએલીઓના પ્રથમજનિત પુત્રોની સંખ્યા 273 જેટલી વધુ છે. એટલે તું તેઓને એ વધારના પુત્રોને છોડાવી લેવા કહે.
47 અધિકૃત માંપ પ્રમાંણે ખંડી લેવાના પ્રત્યેક પુરુષ દીઠ 5 શેકેલ ચાંદી આપવી.
48 અને તે નાણાં તારે હારુનને અને તેના પુત્રોને આપવાં.”‘
49 ઇસ્રાએલના પ્રથમજનિત પુરુષો લેવીઓના પુરુષો કરતા 273 વધારે હતા: આ વધારના પ્રથમજનિતોને છોડાવવાં મૂસાએ ઇસ્રાએલીઓ પાસેથી નાણાં એકઠા કર્યા.
50 અધિકૃત માંપ અનુસાર એ રકમ 1,365 શેકેલ ચાંદી જેટલી હતી.
51 યહોવાએ આજ્ઞા કરી હતી તે મુજબ મૂસાએ તે રકમ હારુનને અને તેના પુત્રોને આપી દીધી.
પ્રકરણ 4

1 યહોવાએ મૂસા અને હારુનને કહ્યું,
2 “લેવીના કુળસમૂહમાં કહાથના કુળસમૂહના તેઓના કુટુંબો પ્રમાંણે તથા તેઓના પિતાઓના ઘર પ્રમાંણે ત્રીસથી પચાસ વર્ષની ઉમરના મુલાકાત મંડપમાં સેવા કરવા લાયક બધા પુરુષોની કુટુંબવાર નૌંધણી કરો.
3
4 કહાથના કુળસમૂહોએ મુલાકાત મંડપને લગતી નીચે મુજબની સેવાએ કરવાની છે જે પરમપવિત્ર વસ્તુઓને લગતી છે.
5 “જયારે છાવણીનો મુકામ ઉપાડવાનો સમય આવે ત્યારે હારુન અને તેના પુત્રોએ પવિત્ર કરારકોશ આગળનો પડદો ઉતારી લઈ તેનાથી સાક્ષ્કોશને ઢાંકી દેવો,
6 ત્યારબાદ તેઓ બકરાના કુમાંશદાર ચામડા વડે પડદાને ઢાકે, બકરાના ચામડાને ભૂરા જાંબુડિયાં રંગના કપડાથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે.
7 “પછી તેઓએ રોટલી ઘરાવવાના બાજઠ પર એક ભુરા જાંબુડિયા રંગનું કાપડ પાથરી દેવું, અને થાળીઓ, ચમચા, વાટકા, ધૂપદાની અને પેયાર્પણ અને ખાસ રોટલો હમેશા તેની ઉપર હોવો જોઈએ.
8 નૈવેધની રોટલી તેના ઉપર રાખવી, અને એ બધા ઉપર કિરમજી રંગનું કાપડ પાથરવું. કિરમજી રંગના આ કપડા પર બકરાનું ચામડું ઢાંકવું, અને પછી ઊચકવા માંટેના દાંડા દાખલ કરવા.
9 “ત્યારબાદ તેઓએ એક ભૂરા જાંબુડિયા રંગનું કપડું લઈ તેના વડે દીપવૃક્ષ, દીવાઓ, ચીપિયા, તાસકો અને દીવામાં વપરાતા તેલપાત્રોને ઢાંકવાં.
10 તે પછી આ બધી જ વસ્તુઓ સહિત એ દીવીને કુમાંશદાર ચામડામાં લપેટીને તેમને લઈ જવા માંટેની પાલખી ઉપર મૂકી દેવી.
11 “પછી તેઓએ સોનાની વેદી ભૂરા જાંબૂડિયા રંગના કપડાથી ઢાંકવી, તેઓએ તેને બકરાના કુમાંશદાર ચામડાથી ઢાંકવું અને તેને ઊચકવાના દાંડા દાખલ કરી દેવા.
12 “પછી પવિત્રજગ્યામાં ઉપાસનામાં વપરાતાં બધાં વાસણોને ભૂરા રંગનું કાપડ ઢાંકવું અને તેના પર બકરાનું કુમાંશદાર ચામડું ઢાંકી દેવું અને તેને પાલખી પર મૂકવાં.
13 “ત્યારબાદ તેમણે વેદી પરથી રાખ સાફ કરી નાખવી અને તેના પર જાંબુડિયા રંગનું કપડું ઢાંકવું.
14 અને વેદીની ઉપાસનામાં વપરાતાં સર્વ વાસણોને દેવતા ભરવાની તબકડી, ચીપિયા, પાવડી અને પાણી છાંટવાના ડોયા-વગેરે ઉપર બકરાનું કુમાંશદાર ચામડું ઢાંકવું અને પછી ઉપાડવાના દાંડા દાખલ કરવા.
15 “હારુન અને તેના પુત્રો મુકામ ઉપાડતી વખતે પવિત્રસ્થાનને અને તેની બધી સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના કુળોએ તે ઉપાડવા માંટે હાજર થઈ જવું, અને જયાં છાવણી કરવાની હોય ત્યાં બધું લઈ જવું; પરંતુ તેઓએ પવિત્ર વસ્તુઓને અડવું નહિ, અડે તો રખેને તેઓ મૃત્યુ પામે. કહાથના કુળોએ મુલાકાત મંડપમાંથી વસ્તુઓ ઉપાડવાનું પવિત્રકાર્ય કરવાનું છે.
16 “યાજક હારુનના પુત્ર એલઆઝારે દીવાના તેલની, સુવાસિત સુગંધીની, રોજના ખાધાર્પણ તથા અભિષેકના તેલની જવાબદારી બજાવવાની છે, તથા સમગ્ર પવિત્રમંડપ અને તેમાંની સર્વ વસ્તુઓની સંભાળ રાખવાની જવાબદારી પણ તેમણે જ કરવાની છે.”
17 પછી યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું,
18 “તમાંરે કહાથના કુળસમૂહના કુટુંબોના લેવીઓમાંથી ઉચ્છેદ થવા દેવો નહિ.
19 પરમપવિત્ર વસ્તુઓ ઊચકીને લઈ જતાં મૃત્યુ ન પામે તે માંટે તારે આ પ્રમાંણે કરવું: હારુને અને તેના પુત્રોએ આવીને પ્રત્યેકને તેમનું કામ અને તેમને જે ઉપાડવાનું હોય તે સુપ્રત કરવું.
20 તથા તે પવિત્ર વસ્તુઓ બંધાતી હોય ત્યારે કહાથના કુળસમૂહોએ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવો નહિ, રખેને તેઓની નજર પવિત્ર વસ્તુઓ પર ત્યાં પડે અને તેઓ મૃત્યુ પામે.”
21 યહોવાએ મૂસાને કહ્યું,
22 “તમાંરે લેવી કુળના ગેર્શોનના કુળસમૂહોની પણ કુટુંબવાર નોંધણી કરવી.
23 પવિત્રમંડપમાં સેવા કરવાને લાયક હોય તેવા ત્રીસથી પચાસ વર્ષની ઉમરના જે પુરુષો હોય તેમની નોંધણી કરવી.
24 “ગેર્શોનના કુળસમૂહના પુરુષોએ નીચેની વસ્તુઓ ઉપાડવાની સેવા બજાવવાની છે:
25 તેમણે પવિત્ર મંડપના અંદરના પડદા, પવિત્રમંડપનું બહારનું આવરણ, છત તરીકેનું બકરાના ચામડાનું આવરણ અને પવિત્રમંડપના પ્રવેશદ્વારનો પડદો.
26 તથા ચોકના પડદા, પવિત્રમંડપ અને વેદીની આસપાસના ચોકના પ્રવેશદ્વારનો પડદો-દોરડાંઓ, અને એ સર્વને લગતી બધી સાધન-સામગ્રી ઉપાડવાની જવાબદારી તેઓની છે.
27 આ બધાં કામો તેમણે હારુન અને તેના પુત્રોની આજ્ઞા મુજબ ગેર્શોનીઓએ કરવાનાં છે. અને ભાર ઊચકવાનું પવિત્રમંડપની કે સેવાનું જે કામ સોંપે તે તેઓએ કરવાનું છે.
28 ગેર્શોનના કુળસમૂહોએ પવિત્ર મંડપની લગતી આ સેવાઓ કરવાની છે, અને યાજક હારુનના પુત્ર ઈથામાંરે એમના ઉપર દેખરેખ રાખવાની છે.”
29 “પછીથી તમાંરે મરારીના કુળસમૂહોની કુટુંબવાર નોંધણી કરવાની છે.
30 પવિત્રમંડપના પવિત્ર કાર્ય માંટે લાયક હોય તેવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના પુરુષોની ગણતરી તારે કરવાની છે.
31 તેમણે પવિત્રમંડપમાંની નીચેની વસ્તુઓ ઉપાડવાની છે: તંબુનાં પાટિયાં, તેની વળીઓ, થાંભલીઓ અને કૂંભીઓ,
32 આંગણાની ચારે બાજુની દીવાલના સ્તંભો, કૂંભીઓ, ખુંટીઓ, દોરડીઓ અને તેની સાધનસામગ્રી.
33 પ્રત્યેક પુરુષને તેણે ઉપાડવાની વસ્તુઓ સોંપવામાં આવે. મરારીના કુળસમૂહો પણ આટલી સેવા કરે. પવિત્રમંડપના તેઓનાં બધાં કામો ઉપર યાજક હારુનના પુત્ર ઈથામાંરે દેખરેખ રાખવાની ફરજ બજાવવાની છે.”
34 યહોવાની આજ્ઞા મુજબ મૂસા તથા હારુને અને અન્ય આગેવાનોએ કોહાથના કુળસમૂહોની કુટુંબવાર નોંધણી કરી.
35 પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમર ના સર્વ પુરુષોની નોંધણી કરી.
36 તેઓની કુલ સંખ્યા 2,750 થઈ.
37 યહોવાની આજ્ઞા અનુસાર મૂસા અને હારુને નોંધણીનું આ કાર્ય કર્યું.
38 એ જ રીતે ગેર્શોનના કુળસમૂહની કુટુંબવાર નોંધણી કરી.
39 પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના બધા જ પુરુષોની નોંધણી કરવામાં આવી.
40 તેઓના કુળસમૂહની કુટુંબવાર નોંધણીની કુલ સંખ્યા 2,630 થઈ.
41 યહોવાએ આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને નોંધણીનું આ કાર્ય કર્યું.
42 મરારી કુળસમૂહની કુટુંબવાર નોંધણી કરી.
43 પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના સર્વ પુરુષોની નોંધણી કરવામાં આવી.
44 તેઓની કુટુંબવાર નોંધણી અનુસાર કુલ સંખ્યા 3,200 થઈ.
45 યહોવાની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને આ નોંધણીનું કાર્ય કર્યુ.
46 આ રીતે મૂસાએ અને હારુને તથા ઇસ્રાએલના સર્વ આગેવાનોએ બધા જ લેવીઓની વંશાનુસાર તથા કુટુંબવાર નોંધણી કરી.
47 ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉમરના જે લેવી પુરુષો પવિત્રમંડપની સેવા કરવા તથા તેને ઉપાડી લઈ જવાનું કામ કરવા આવ્યા
48 તેઓની કુલ સંખ્યા 8,580 થઈ.
49 યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા અનુસાર દરેકને સેવાની અને ભાર ઉપાડવાની જવાબદારી સોંપવામાં આવી. આમ, યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા અનુસાર તેઓની નોંધણી કરવામાં આવી.
પ્રકરણ 5

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇસ્રાએલી પ્રજાને તું એવું જણાવ કે, તેઓ પોતાની છાવણીમાંથી બધા જરફતપિત્તના દર્દીઓને, જેમના શરીરમાંથી સ્ત્રાવ થતો હોય તેઓને, તથા જેઓ શબના સ્પર્શથી અશુદ્ધ થયા હોય તેઓને છાવણીમાંથી બહાર કાઢી મૂકે.
3 સ્ત્રી હોય કે પુરુષ, બંનેને બહાર કાઢી મૂકવાં, જેથી જે છાવણીમાં હું તમાંરી વચ્ચે રહું છું તેને તેઓ અશુદ્ધ કરે નહિ.”
4 યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા અનુસાર ઇસ્રાએલીઓએ છાવણી બહાર એ લોકોને કાઢી મૂકયાં.
5 યહોવાએ મૂસાને કહ્યું,
6 “તું ઇસ્રાએલીઓને કહે કે, જે પુરુષ અથવા સ્ત્રી યહોવાની આજ્ઞાઓનો ભંગ કરીને અન્યને નુકસાન કરે, તો તે દોષિત બને છે, તેથી તેણે તે બદલ પ્રાયશ્ચિત કરવું જ જોઈએ.
7 પોતે કરેલાં પાપની તેણે કબૂલાત કરવી અને જેનું તેણે જે કાંઈ નુકસાન કર્યુ હોય તે પૂરેપૂરું ભરપાઈ કરી આપવા ઉપરાંત વીસ ટકા જેટલું વધારે ચૂકવવું.
8 પણ જેને નુકસાન કર્યું છે તે જો મૃત્યુ પામ્યો હોય અને ક્ષતિપૂર્તી માંટે તેનું નજીકનું કોઈ સગું ના હોય, તો તે રકમ યહોવાને આપવી અને યાજકને ચૂકવવી અને જે ઘેટો પાપોના પ્રાયશ્ચિત માંટે વધેરવા આપવાનો હોય છે, તે ઉપરાંત આ રકમ આપવાની છે.
9 “ઇસ્રાએલીઓ દેવને જે કંઈ ઉચ્છાલીયાર્પણ ઘરાવે છે, તે યાજકની ગણાય છે.
10 યાજકોને માંણસો જે કોઈ ભેટ આપે છે તે યાજકો પોતાને માંટે રાખે.”
11 યહોવાએ મૂસાને કહ્યું,
12 “ઇસ્રાએલી પ્રજાને તું આ પ્રમાંણે કહે: જો કોઈ પુરુષની પત્ની આડે રસ્તે જાય અને વિશ્વાસઘાતી નીવડે, કોઈ પરપુરુષ સાથે સૂઈને વ્યભિચાર કરે,
13 પરંતુ તેની સાબિતી ના હોય અને સાક્ષી આપનાર કોઈ ના હોય,
14 અને છતાં તેના પતિને તેના પર શંકા જાય; અથવા પત્નીએ વ્યભિચારનું પાપ કર્યુ ના હોય તો પણ તેના પતિના મનમાં વહેમ જાગ્યો હોય તો પતિએ તેને યાજક પાસે લઈ જવી.
15 તેણે
8 વાટકા જવનો લોટ (એક દશાંશ એફાહ) લઈ યહોવાને અર્પણ કરે. તેણે તેના પર તેલ રેડવું નહિ કે ધૂપ પણ મૂકવો નહિ, કારણ કે એ વહેમને કાઢવા ગુનાનું પારખું કરવા માંટેનું સ્મરણદાયક ખાધાર્પણ છે.
16 યાજકે તે સ્ત્રીને યહોવા સમક્ષ રજૂ કરવી.
17 પછી યાજકે માંટીના પાત્રમાં પવિત્ર જળ લેવું, અને તેમાં પવિત્રમંડપની પવિત્ર ભૂમિ પરની ધૂળ લઈને તેમાં નાખવી.
18 પછી તેણે તે સ્ત્રીને યહોવા સમક્ષ ઊભી રાખી તેના વાળ છોડી નાખશે, અને તેણીના હાથમાં ખાધાર્પણ મૂકશે. પતિની ઈર્ષ્યાને કારણે આપવામાં આવેલો આ જવનો લોટ છે. પછી યાજક નક્કી કરે કે તેના પતિનો વહેમ સાચો છે કે નહિ, યાજકે શ્રાપ આપવા માંટેના કડવા જળનું પાત્ર પોતાના હાથમાં રાખવું.
19 “ત્યારબાદ યાજકે સ્ત્રી પાસે સોગન લેવડાવવા, તેને કહેવું કે, ‘જો તેં કુમાંર્ગે જઈને કોઈ માંણસ સાથે વ્યભિચાર કર્યો ન હોય, તો આ શ્રાપના કડવા જળથી તને કશું જ નુકસાન નહિ થાય.
20 “પણ જો તેં કુમાંર્ગે જઈને કોઈ માંણસ સાથે વ્યભિચાર કર્યો હશે તો
21 યહોવા તારા નામને તારા લોકમાં શ્રાપરૂપ બનાવી દો. તારી જાંધોમાં સડો પેદા કરો, અને તારા શરીરને ફુલાવી દો.
22 “આ જળ તારા પેટમાં પ્રવેશીને તેને ફુલાવી દો, અને તારા ગર્ભાશયને સંકોચાવી દો.” પછી તે સ્ત્રીએ ‘આમીન’ ‘આમીન’ એમ જવાબ આપે.’
23 “પછી યાજકે તે શ્રાપ સૂચિપત્રમાં લખવા અને તેને કડવા જળમાં ધોઈ નાખવા,
24 ત્યારબાદ યાજક તે સ્ત્રીને તે પાણી પીવડાવે, જેથી તે ગુનેગાર હોય તો ખૂબ હેરાન થાય.
25 “પણ જળ પીવડાવતાં પહેલાં યાજક પાપની કસોટી કરવા ખાધાર્પણને સ્ત્રીના હાથમાંથી લઈને યહોવા સમક્ષ ઘરાવીને વેદી પર અર્પણ કરશે.
26 એ પછી યાજકે તે ખાધાર્પણમાંથી એક મૂઠી ભરી વેદીમાં હોમવું. અને પછી સ્ત્રીને જળ પાઈ દેવું.
27 જો તે સ્ત્રીએ વ્યભિચાર કર્યો હશે તો શ્રાપનું પાણી પેટમાં જતાં જ તેનું પેટ ફૂલી જશે અને તેનું ગર્ભાશય સંકોચાઈ જશે, અને તેનું નામ તેના લોકોમાં શ્રાપરૂપ થઈ પડશે.
28 પણ જો તે સ્ત્રી પવિત્ર હશે અને પોતાની જાતને કલંકિત નહિ કરી હોય તો તેને કંઈ પણ હાનિ થશે નહિ અને થોડા સમય પછી તે ગર્ભ ધારણ કરશે.
29 “આ નિયમો સ્વચ્છંદી પત્ની માંટે અથવા જેના પર પતિને વહેમ હોય એવી પત્ની માંટે છે.
30 પછી એ સ્ત્રીએ ખરેખર વ્યભિચાર કર્યો હોય કે ખાલી વહેમ આવ્યો હોય પતિએ આવી સ્ત્રીને યહોવા સમક્ષ લાવવી અને યાજકે ઉપર દર્શાવેલી રીત અનુસાર નક્કી કરવું.
31 પછી સ્ત્રી જો પોતાની સજા ભોગવે તો તે માંટે પતિ જવાબદાર ઠરશે નહિ. સ્ત્રી પોતે જ તેના પાપોના પરિણામ માંટે જવાબદાર છે.”
પ્રકરણ 6

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “તું ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે કહે: જો કોઈ સ્ત્રી કે પુરુષ ‘નાજીર’ થઈને યહોવાની સેવા કરવાનું ખાસ વ્રત લે,
3 તો યહોવાને કરેલા સમર્પણના પૂર્ણ સમય દરમ્યાન તેણે દ્રાક્ષારસનો અને કેફી પીણાનો ત્યાગ કરવો, તદુપરાંત તેણે દ્રાક્ષામાંથી બનાવેલું કોઈ પણ પ્રકારનું પીણું પીવું નહિ, કે દ્રાક્ષ કે કિસમિસ ખાવી નહિ.
4 જયાં સુધી તેનું વ્રત ચાલુ હોય ત્યાં સુધી તેણે દ્રાક્ષમાંથી કોઈ પણ વસ્તુ દ્રાક્ષના બી કે છાલ પણ ખાવા નહિ!
5 “વળી એ સમય દરમ્યાન તેણે વાળ કપાવવા નહિ, કારણ કે તેનું વ્રત ચાલુ હોય છે, અને જયાં સુધી વ્રત પૂરું પૂર્ણ ન થાય ત્યાં સુધી તે દેવને સમર્પિત થયેલો છે તેથી તેણે પોતાના વાળ વધારવા જોઈએ.
6 “તેણે લીધેલા વ્રતના સર્વ દિવસો દરમ્યાન તેણે કદી મૃતદેહ નજીક જવું નહિ.
7 તેનાં માંતા-પિતા કે ભાઈ બહેન મરી જાય તો પણ તેણે મૃતદેહ નજીક જઈ પોતાની જાતને અશુદ્ધ કરવી નહી, કારણ તેના માંથા પરના વાળ તેના દેવના સમર્પિત થયાની નિશાની છે.
8 વ્રતના પૂરા સમય દરમ્યાન તે ‘નાજીર’ વ્રતી હોવાથી ત્યાં સુધી તે યહોવાને સમર્પિત થયેલ છે.
9 “પરંતુ જો કોઈ વ્યક્તિનું અચાનક તેની પડખે જ અવસાન થાય અને તે અશુદ્ધ બને, તો સાત દિવસ પછી તેણે પોતાના અશુદ્ધ થયેલા માંથાના વાળ કપાવવા. કારણ કે તે દિવસે તેની શુદ્ધિ થાય છે.
10 અને આઠમાં દિવસે તેણે પવિત્ર મંડપના પ્રવેશદ્વાર આગળ યાજક સમક્ષ બે હોલા અથવા કબૂતરના બે બચ્ચાં લાવવાં.
11 યાજકે એમાંનું એક પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહનાર્પણ તરીકે ચઢાવીને તે માંણસના પાપનો પ્રાયશ્ચિતવિધિ કરવો, કારણ કે તે મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયો હતો. તે સમયે વ્યક્તિ ફરીથી પોતાના વાળ કપાવ્યા વિના દેવને સમર્પિત કરશે.
12 અને તે જ દિવસે તેણે ‘નજીરી’ ના વ્રતની નવેસરથી શરૂઆત કરીને વાળ વધારવા. આ અગાઉના તેના સમર્પણના દિવસો ગણવામાં આવશે નહિ, કારણ, તેનો વ્રતભંગ થયો હતો જેના દોષાર્થાર્પણરૂપે તેણે એક વર્ષનું નર હલવાન લાવવું.
13 “યહોવાની સેવા માંટેના ‘નાજીરી’ વ્રતની સમય પૂર્ણ થતાં તે દિવસે તેણે નીચે પ્રમાંણે વિધિ કરવી; તેને પવિત્રમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જવો.
14 અને ખોડ વિનાના એક વર્ષનાં નર ઘેટાનું દહનાર્પણ, ખોડ વિનાની એક વર્ષની ઘેટીનું પાપાર્થાર્પણ અને ખોડ વિનાના નર ઘેટાનું શાંત્યાર્પણ કરવું:
15 તથા એક ટોપલી ભરીને મોહેલા લોટની બેખમીર રોટલી તથા તેલ ચોપડેલા બેખમીર ખાખરા, અને ખાધાર્પણ તથા પેયાર્પણ તે ચઢાવે.
16 “યાજકે આ બધું યહોવાને ઘરાવવું અને તે માંણસનાં પ્રથમ પાપાર્થાર્પણ અને દહનાર્પણ ચઢાવવાં.
17 પછી તેણે નર ઘેટાને યહોવા સમક્ષ શાંત્યાર્પણ તરીકે સમર્પિત કરવું. રોટલીની ટોપલી, ખાધાર્પણ અને પેયાર્પણ સાથે તે યહોવાને અર્પણ કરશે.
18 “નાઝારી’ વ્રત ધારણ કરનારે પવિત્રમંડપના પ્રવેશદ્વાર આગળ વાળ કપાવી નાખવાં, અને એ સમર્પિત કરી શાંત્યાર્પણની નીચેના અગ્નિમાં હોમી દેવા.
19 “વ્રતધારીએ વાળ ઉતરાવ્યા પછી યાજકે નર ઘેટાનો બાફેલો ખભો તથા ટોપલીમાંથી એક બેખમીર રોટલી અને એક બેખમીર ખાખરો લઈને તેના હાથમાં મૂકવાં.
20 ત્યારવાદ યાજક અર્પણ તરીકે એ વસ્તુઓ યહોવાની સમક્ષ ઝુલાવે. એ અર્પણો યાજકને માંટેનો પવિત્ર ભાગ ગણાય છે. એની ઉપરાંત, ઘેટાની છાતીનો ભાગ અને જાંધ દેવને ઘરવા, આ અર્પણો પણ યાજકના ગણાય, હવે તે વ્યક્તિ નાજીરી વ્રતમાંથી મુક્ત થઈને ફરી દ્રાક્ષારસ પી શકે છે.
21 “નાજીરી’ માંટે અને બલિદાનો માંટેના આ નિયમો છે. ‘નાજીરી’ થવાની પ્રતિજ્ઞા લીધી હોય ત્યારે તેણે અન્ય અર્પણો માંટે વચન આપ્યું હોય તો નક્કી કરેલાં બલિદાનો સાથે તે અર્પણો પણ લાવીને ચઢાવવાં.”
22 પછી યહોવાએ મૂસાને કહ્યું,
23 “હારુન અને તેના પુત્રોને કહે કે, તેઓ ઇસ્રાએલી પ્રજાને આ ખાસ આશીર્વાદ આપે:
24 યહોવા તમને આશીર્વાદ આપો અને તમાંરું રક્ષણ કરો;
25 યહોવાની તમાંરા પર કૃપાદૃષ્ટિ અને મહેરબાની થાવ.
26 યહોવા તમાંરા પર પ્રસન્ન હો અને તમને શાંતિ આપો.”
27 પછી યહોવાએ મૂસાને કહ્યું, “આ રીતે હારુન અને તેના પુત્રો માંરા આશીર્વાદ ઇસ્રાએલી લોકોને આપે અને હું પોતે વ્યક્તિગત માંરા આશીર્વાદ તેઓને આપીશ.”
પ્રકરણ 7

1 જે દિવસે મૂસાએ પવિત્રમંડપ ઊભો કરવાનું કાર્ય સંપૂર્ણ કર્યુ, તે દિવસે તેણે મંડપનો તેમજ તેમાંની બધી સાધન-સામગ્રી વેદી તથા તેનાં બધાં સાધનોનો અભિષેક કરી તેમના બધાં પાત્રોનો અભિષેક કરીને પવિત્ર કર્યા.
2 ત્યારપછી ઇસ્રાએલનાં કુળસમૂહોના આગેવાનોમાંથી પસંદ કરેલા પુરુષો પોતાનાં અર્પણો લાવ્યા. તેઓ કુળોના મુખ્ય આગેવાનો હતાં અને તેઓએ વસ્તી ગણતરીના કામમાં મદદ કરી હતી.
3 તેમણે યહોવાની સંમુખ બે બળદ જોડેલા છત્તરાવાળાં છ ગાડાં તેઓ લાવ્યા બે કુટુંબના વડાઓ દીઠ એક ગાડું અને પ્રત્યેક આગેવાન દીઠ એક બળદ. આ બધુ તેઓએ પવિત્ર મંડપમાં પ્રવેશદ્વાર પાસે યહોવાની સમક્ષ રજૂ કર્યુ.
4 પછી યહોવાએ મૂસાને કહ્યું,
5 “તેઓની ભેટોનો સ્વીકાર કર, મુલાકાતમંડપની સેવામાં આ ગાડાનો ઉપયોગ કરજે. લેવીઓને તું એ તેમના કાર્યમાં ઉપયોગ કરે, તે માંટે તેમણે બજાવવાની સેવા અનુસાર સોંપી દેજે.”
6 તેથી મુસાએએ ગાડાં અને બળદો સ્વીકાર્યા અને લેવીઓને સોંપી દીધાં.
7 તેણે ગેર્શોનના સમૂહને તેઓને જે સેવાઓ કરવાની હતી તે માંટે બે ગાડાં અને ચાર બળદો આપ્યા.
8 મરારીના સમૂહે યાજક હારુનના પુત્ર ઈથામાંરની આગેવાની હેઠળ જે સેવાએ કરવાની હતી તેને માંટે તેણે તેમને ચાર ગાડાં અને આઠ બળદો આપ્યા.
9 પરંતુ કહાથના વંશજોને કાંઈ જ આપ્યું નહિ, કારણ કે તેઓને જે પવિત્ર વસ્તુઓ સોંપવામાં આવી હતી તેની જવાબદારી તેઓ પોતાના માંથે જ રાખતા અને પોતાના ખભા ઉપર ઊચકી લેતા હતા.
10 જે દિવસે યજ્ઞવેદીને અભિષિક્ત અને સમર્પિત કરવામાં આવી તે દિવસે આગેવાનો પોતાના અર્પણો લાવ્યા અને વેદી આગળ રજૂ કર્યા.
11 યહોવાએ મૂસાને કહ્યું, “વેદીની પ્રતિષ્ઠા કરવા સારું અર્પણ વારાફરતી એક દિવસે એક જણેજ ધરાવવા.”
12 પ્રત્યેક વંશના આગેવાન એક સરખાં જ અર્પણ લઈને આવ્યાં.પ્રથમ દિવસે ‘યહૂદા’ના કુળસમૂહનો આગેવાન આમ્મીનાદાબનો પુત્ર નાહશોન અર્પણ લઈને આવ્યો.બીજે દિવસે ઈસ્સાખાર વંશનો સૂઆરનો પુત્ર નથાનિયેલે અર્પણ લઈને આવ્યો.ત્રીજે દિવસે ઝબુલોનના વંશનો વડો અને હેલોનનો પુત્ર અલીઆબ અર્પણ લાવ્યો.ચોથે દિવસે રૂબેન વંશનો શદેઉરનો પુત્ર અલીસૂર અર્પણ લાવ્યો.પાંચમે દિવસે શિમયોન વંશના વડા સૂરીશાદાયના પુત્ર શલુમીએલે અર્પણ લાવીને ઘરાવ્યું.છઠ્ઠે દિવસે ગાદના વંશના વડા દેઉએલના પુત્ર એલ્યાસાફે અર્પણ લાવીને ઘરાવ્યું.સાતમે દિવસે એફ્રાઈમના વંશના વડા આમ્મીહૂદના પુત્ર અલીશામાંએ અર્પણ લાવીને ધરાવ્યું.આઠમાં દિવસે મનાશ્શા વંશના વડા પદાહસૂરના પુત્ર ગમાંલ્યેલ અર્પણ લાવીને ધરાવ્યું.નવમાં દિવસે બિન્યામીન વંશના વડા ગિદિયોનીના પુત્ર અબીદાને અર્પણ લાવીને ધરાવ્યું.દશમે દિવસે દાનના વંશના વડા આમ્મીશાદાયના પુત્ર અહીએઝેર અર્પણ ધરાવ્યું.અગિયારમે દિવસે આશેરના વંશના વડા ઓક્રાનના પુત્ર પાગીએલે અર્પણ લાવીને ધરાવ્યું.બારમે દિવસે નફતાલીના વંશના વડા એનાનના પુત્ર અહીરાએ અર્પણ લાવીને ધરાવ્યું.પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 1 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો. આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો. તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી, તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન; શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84 આ રીતે વેદીના અભિષેકના પ્રસંગે ઇસ્રાએલના વંશના આગેવાનો સમર્પણવિધિમાં પોતપોતાનાં અર્પણો લાવ્યાં; ચાંદીની 12 કથરોટ, ચાંદીના 12 પ્યાલા, તથા સોનાની 12 ધૂપદાનીઓ,
85 ચાંદીની પ્રત્યેક કથરોટનું વજન અધિકૃત માંપ અનુસારે 130 શેકેલ હતું, અને ચાંદીના પ્રત્યેક પ્યાલાનું વજન 70 શેકેલ હતું. ચાંદીની કથરોટો અને ચાંદીના પ્યાલાઓનું કુલ વજન 2,400 શેકેલ હતું.
86 તદુપરાંત ધૂપથી ભરેલાં 12 સોનાનાં પાત્રો હતાં, તે પ્રત્યેકનું વજન અધિકૃત માંપ પ્રમાંણે દશ શેકેલ હતું. એ પાત્રોના સોનાનું કુલ વજન મંદિરના માંપ પ્રમાંણે 120 શેકેલ હતું,
87 દહનાર્પણો માંટે કુલ 12 બળદો, 12 ઘેટાઓ એક વર્ષની ઉમરના 12 હલવાન હતા. પાપાર્થાપણ માંટે 12 નર બકરાં પણ હતાં.
88 તથા શાંત્યર્પણ માંટે કુલ 24 બળદો, 60 ઘેટા, 60 બકરાં, અને એક વર્ષની ઉમરના 60 હલવાન હતા, આ અર્પણો વેદીનો અભિષેક કરી તેના સમર્પણના પ્રસંગે અર્પણ થયા હતા.
89 જે સમયે મૂસા યહોવા સાથે વાત કરવા માંટે પવિત્રમંડપમાં પ્રવેશ્યો તે સમયે તેણે કરારકોશના ઢાંકણા ઉપરના બે કરૂબ દેવદૂતોની વચ્ચેનો અવાજ સાંભળ્યો. યહોવા આ રીતે તેની સાથે બોલતા હતા.
પ્રકરણ 8

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “તું હારુનને જણાવ કે તે દીપવૃક્ષની સાત દીવીઓને પ્રગટાવે ત્યારે તેનો પ્રકાશ દીપવૃક્ષના આગળના ભાગમાં પડે તે ધ્યાનમાં રાખજે.”
3 હારુને યહોવાની સૂચના પ્રમાંણે કર્યુ. તેણે દીવીઓને ઉચિત સ્થાને રાખી અને તેમનું મોઢું એવી રીતે રાખ્યું અને દીપવૃક્ષનો આગળનો ભાગ પ્રકાશીત કર્યો. આ તેણે દેવે મૂસાને કરેલ આજ્ઞા પ્રમાંણે કર્યુ.
4 દીપવૃક્ષ તથા ફૂલોથી સુશોભિત તેની બેઠક તથા ડાળીઓ, સંપૂર્ણ સોનાના ધડેલા હતાં. મૂસાને યહોવાએ દર્શાવેલા નમૂના પ્રમાંણે ખૂબ કાળજીપૂર્વક તે બનાવવામાં આવી હતી.
5 પછી યહોવાએ મૂસાને કહ્યું,
6 “હવે બાકીના ઇસ્રાએલીઓમાંથી લેવીઓને અલગ કરીને તારે તેઓની વિધિપૂર્વક શુદ્ધિ કરવી.
7 એમની શુદ્ધિ આ મુજબ કરવી: પ્રથમ તેના પર પવિત્ર શુદ્ધિકરણનાં જળનો છંટકાવ કરવો. ત્યારબાદ તેમણે આખા શરીરે મૂડન કરાવવું, કપડા ધોઈ નાખવાં તથા શીરને ધોઈને સ્વચ્છ કરવું ત્યારે તેમની શુદ્ધિ થઈ ગણાશે.
8 “ત્યારબાદ તેમણે એક વાછરડું તથા મોયેલા લોટનો ખાધાર્પણ લાવવો, અને સાથે તારે એક બીજો વાછરડો પાપાર્થાર્પણ માંટે પણ લેવો, પછી લેવીઓને મુલાકાત મંડપ પાસે લાવવા.
9 પછી બધા મુલાકાતમંડપ આગળ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને ભેગો કરવો.
10 અને તું લેવીઓને યહોવા સમક્ષ લાવે ત્યારે ઇસ્રાએલીઓએ પોતાના હાથ લેવીઓના મસ્તક પર મૂકવા,
11 પછી હારુને લેવીઓને ઇસ્રાએલીઓ તરફથી ખાસ ઉપહાર તરીકે મને ધરાવવા અને માંરી સેવા માંટે સમર્પિત કરવા. ઇસ્રાએલી પ્રજાના પ્રતિનિધિ તરીકે લેવીઓ યહોવાની સેવા કરશે.
12 “ત્યારબાદ લેવીએ બંને બળદોના માંથા પર હાથ મૂકવા અને એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને બીજો દહનાર્પણ તરીકે યહોવાને ધરાવવા, લેવીઓને શુદ્ધ કરવા માંટે પ્રાયશ્ચિત કરવાની આ વિધિ છે.
13 પછી સર્વ લેવીઓને હારુન અને તેના પુત્રો સમક્ષ ઉભા કરવા અને યહોવાને ઉપાસના તરીકે ધરાવવાં.
14 આ રીતે તારે લેવીઓને બીજા ઇસ્રાએલીઓથી અલગ કરીને વિધિસર મને અર્પણ કરવા, જેથી લેવીઓ માંરા પોતાના થશે.
15 “આ પ્રમાંણે લેવીઓનું શુદ્ધિકરણ અને અરત્યર્પણ થયા પછી જ તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવાનું શરૂ કરી શકે. તારે લેવીઓની શુદ્ધ કરીને મને સમર્પિત કરવા.
16 કારણ કે બધાં જ ઇસ્રાએલીઓ તરફથી તેઓ મને ઈનામરૂપે અપાયેલા છે. તેથી તેઓ માંરા પોતાના છે. ઇસ્રાએલી કુળના સર્વ પ્રથમજનિતોના બદલામાં મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે.
17 કારણ કે ઇસ્રાએલીઓનું પ્રથમજનિત બાળક પછી તે મનુષ્યનું હોય કે પશુનું હોય, માંરું છે, જે દિવસે મેં મિસરના એકેએક પ્રથમજનિત બાળક, પછી તે મનુષ્યનું હોય કે પશુનું હોય, સર્વને માંરી નાખ્યાં, તે દિવસે મેં ઇસ્રાએલનાં પ્રથમજનિત પુત્રોને મેં માંરા માંટે રાખી લીધા હતાં.
18 હવે મેં ઇસ્રાએલ સમાંજના સર્વ જ્યેષ્ઠ પુત્રોની અવેજીમાં લેવીઓને સ્વીકાર્યો છે,
19 હું તેમને હારુનને તથા તેના પુત્રોને ઇસ્રાએલીઓ તરફથી સેવા કરવા અને તેમના બદલે પ્રાયશ્ચિતવિધિ કરવા મુલાકાત મંડપમાં ભેટો તરીકે આપીશ. જેથી જ્યારે ઇસ્રાએલીઓ પવિત્રસ્થાનની પાસે આવે ત્યારે મરકી કે કોઈ મુશ્કેલી તેમના પર ન પડે.”
20 પછી યહોવાએ મૂસાને લેવીઓની દીક્ષાવિધી વિષે જે સૂચનાઓ આપી હતી તેનો મૂસાએ, હારુને તથા સમગ્ર ઇસ્રાએલી સમાંજે અમલ કર્યો.
21 લેવીઓએ પોતાની જાતને શુદ્ધ કરી અને વસ્ત્રો પણ ધોયાં. હારુને તે સૌને અર્પણ તરીકે યહોવાને ધરાવી દીધા, અને તેમને શુદ્ધ કરવા માંટે પ્રાયશ્ચિતવિધિ કરીને સૌને શુદ્ધ કર્યા.
22 ત્યારવાદ લેવીઓને મુલાકાતમંડપમાં હારુન અને તેના પુત્રોના હાથ નીચે સેવા કરવાની છૂટ મળી. આમ યહોવાએ લેવીઓ અંગે જે આજ્ઞાઓ મૂસાને જણાવી હતી તેનું અક્ષરસ: પાલન કરવામાં આવ્યું.
23 યહોવાએ મૂસાને કહ્યું,
24 “પચ્ચીસ વર્ષની ઉમરે લેવીઓ મૂલાકાતમંડપની સેવા શરૂ કરી શકે.
25 પચાસ વર્ષની ઉમરે તેઓ સેવામાંથી નિવૃત્ત થાય અને સેવા કરવાનું બંધ કરે.
26 તેઓ મુલાકાતમંડપમાં સેવા કરતા પોતાના સાથીને ભલે મદદ કરે, પણ પોતે નિયમસરની સેવા ન કરે, લેવીઓની સેવા માંટે આ વ્યવસ્થાનું આયોજન કરવું.”
પ્રકરણ 9

1 મિસરમાંથી પ્રસ્થાન કર્યા પછી બીજા વર્ષના પ્રથમ મહિનામાં ઇસ્રાએલી પ્રજા અને મૂસા સિનાઈના અરણ્યમાં હતા ત્યારે યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇસ્રાએલી પ્રજાએ નિયત સમયે પાસ્ખાપર્વ પાળવાનું છે.
3 પાસ્ખાપર્વ પ્રથમ મહિનામાં ચૌદમાં દિવસની સંધ્યાઓ શરૂ થાય છે. તમાંરે એને લગતા બધા નિયમો અને વિધિઓનું ચુસ્તપણે પાલન કરવાનું છે.”
4 તેથી મૂસાએ ઇસ્રાએલી પ્રજાને પાસ્ખાપર્વ ઉજવવાની આજ્ઞા કરી.
5 ઇસ્રાએલી પ્રજાએ પાસ્ખા પર્વની ઉજવણી સિનાઈના અરણ્યમાં પ્રથમ મહિનાના ચૌદમાં દિવસે સંધ્યાકાળે શરૂ કરી હતી. યહોવાએ મૂસાને સૂચવ્યું હતું તે મુજબ ઇસ્રાએલીઓએ કર્યું.
6 પરંતુ એવું બન્યું કે કેટલાક માંણસો મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયા હતા, તેઓ દફનક્રિયામાં હતા તેથી તે દિવસે પાસ્ખાપર્વ પાળી શકે એમ નહોતું. તેમણે તે જ દિવસે મૂસા અને હારુનની પાસે જઈને પોતાની હકીકત દર્શાવી.
7 તેઓએ મૂસાને કહ્યું, “અમે મૃત દેહના સ્પર્શથી અશુદ્ધ થયેલા છીએ. સર્વ ઇસ્રાએલીઓ નિયત સમયે યહોવાને બલિદાન અર્પણ કરે છે. તે અમને શા માંટે તેમ કરવાની મનાઈ કરવામાં આવે છે?”
8 મૂસાએ તેમને કહ્યું, “તમાંરી બાબતમાં યહોવાની આજ્ઞા શી છે તે હું જાણી લઉ ત્યાં સુધી તમે ધીરજ ધરો.”
9 યહોવાએ મૂસાને કહ્યું,
10 “તારે ઇસ્રાએલીઓને આ પ્રમાંણે કહેવું કે: તમાંરામાંથી અથવા તમાંરા વંશજોમાંથી કોઈ મૃતદેહના સ્પર્શને કારણે અશુદ્ધ થયો હોય અથવા દૂર પ્રવાસમાં હોય, તો પણ માંરા માંનમાં પાસ્ખા નીચે પ્રમાંણે પાળી શકે છે.
11 આવા લોકો બીજા મહિનાના ચૌદમાં દિવસે સંધ્યાકાળે ઉજવણી શરૂ કરી શકે છે. તેઓએ અર્પણ કરેલુ હલવાન બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું;
12 એમાંનું કશું સવાર સુધી રહેવા દેવું નહિ, તેમજ એ બલિના પશુનું કોઈ હાડકું ભાંગવું પણ નહિ. તેમણે એ પાસ્ખાને લગતા બધા નિયમો અને વિધિઓનું પાલન કરવું.
13 પરંતુ જો કોઈ વ્યક્તિ અશુદ્ધ ના હોય તે લાંબા પ્રવાસમાં હોય અને પાસ્ખાનું પાલન ન કરે, તો તેને તેના લોકોથી જુદો કરવો. કારણ, એણે નિયત સમયે યહોવાને બલિદાન અર્પણ નથી કર્યુ, તેથી તે દોષિત ગણાય અને એનું પાપ એણે ભોગવવું જ જોઈએ.
14 “પરંતુ તમાંરી વચ્ચે કોઈ વિદેશી રહેતો હોય અને તે પાસ્ખા ઊજવવા ઈચ્છતો હોય તો તેણે પણ એના બધા નિયમો અને વિધિઓ પ્રમાંણે એ ઊજવવું જોઈએ. દેશના વતનીઓ તથા વિદેશીઓ સૌને માંટે એક જ નિયમ છે.”
15 જે દિવસે કરારનો પવિત્રમંડપ એટલે કરારમંડપ ઊભો કરવામાં આવ્યો તે જ દિવસે તેના પર વાદળે આચ્છાદન કર્યુ. અને સાંજે વાદળનું સ્થાન અગ્નિએ લીધું અને આખી રાત તે ઝળહળતો રહ્યો.
16 આ પ્રમાંણે હંમેશા થતું રહ્યું. દિવસે વાદળ આચ્છાદન કરતો અને રાત્રે અગ્નિની જેમ ઝળહળતું.
17 જ્યારે જ્યારે પવિત્ર મંડપ ઉપરથી વાદળ હઠી જતું, ત્યારે ત્યારે ઇસ્રાએલી પ્રજા મુકામ ઉઠાવતી, અને આગળ મુસાફરી કરતી અને જયાં જયાં વાદળ થોભે ત્યાં ત્યાં મુકામ કરતી.
18 આમ યહોવાની આજ્ઞા પ્રમાંણે તેઓ મુકામ ઉઠાવતા મુસાફરી કરતા અને મુકામ કરતા. જયાં સુધી વાદળનું આચ્છાદન લાંબા સમય સુધી રહે તો ત્યાં સુધી તેઓ મુકામ ચાલુ રાખતા.
19 જો વાદળ લાંબા સમય સુધી પવિત્રમંડપ પર રહેતું તો ઇસ્રાએલી પ્રજા યહોવાની આજ્ઞા માંથે ચઢાવીને આગળ પ્રવાસ કરતી નહિ અને લાંબા સમય સુધી ત્યાં જ રોકાતી.
20 પરંતુ કેટલીક વખત વાદળ થોડા દિવસ જ મુલાકાત મંડપ પર રહેતું ત્યારે પણ તેઓ યહોવાની આજ્ઞા થતાં મુકામ કરતા અને યહોવાની આજ્ઞા થતા મુકામ ઉઠાવતા.
21 કેટલીક વખત વાદળ સાંજથી સવાર સુધી રહેતું, સવારે વાદળ હઠતાં જ તેઓ મુકામ ઉઠાવતા, અને તેને અનુસરતાં. જો તે રાતના હઠતાં તો તેને અનુસરતા.
22 જયાં સુધી વાદળ પવિત્રમંડપ પર ભલે રહે પછી એ બે દિવસ માંટે હોય, એક મહિના માંટે હોય કે એક વર્ષ માંટે હોય ત્યાં સુધી ઇસ્રાએલીઓ મુકામ ઉઠાવતા નહિ; જયારે વાદળ હઠતું ત્યારે જ તેઓ મુકામ ઉઠાવી પ્રવાસ કરતા.
23 આમ તેઓ યહોવાની આજ્ઞા અનુસાર છાવણી કરતાં અથવા પ્રવાસ કરતા, યહોવા મૂસા દ્વારા તેઓને જે આજ્ઞા કરે તે પ્રમાંણે તેઓ કરતા.
પ્રકરણ 10

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “બે ચાંદીનાં ધડેલાં રણશિંગડાં બનાવડાવ અને લોકોને ભેગા થવા કહેવા માંટે તથા પડાવને આગળ વધવા કહેવા માંટે તેનો ઉપયોગ કરજે.
3 જે સમયે બંને રણશિંગડા વગાડવામાં આવે, ત્યારે સમગ્ર સમાંજે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તારી સમક્ષ એકત્ર થવાનું છે.
4 પરંતુ જો એક જ રણશિંગડું વગાડવામાં આવે, તો ફકત ઇસ્રાએલ પ્રજાના કુળોના મુખ્ય આગેવાનોએ તારી સમક્ષ આવવાનું છે.
5 “જ્યારે પહેલીવાર તૂટક તૂટક રણશિંગડાં વગાડવામાં આવે, ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી.
6 બીજી વખતે રણશિંગડાં તૂટક તૂટક વાગે, ત્યારે દક્ષિણ દિશામાંની છાવણીએ કૂચ કરવી. આમ મુકામ ઉઠાવવાના સંકેત તરીકે તૂટક તૂટક રણશિંગડું વગાડવું.
7 પણ ઇસ્રાએલ સમાંજને સભા માંટે એકત્ર થવા જણાવવું હોય તો એકધારું રણશિંગડું વગાડવું.
8 હારુનના વંશજોએ એટલે કે યાજકોએ જ રણશિંગડાં વગાડવાનાં છે. આ કાયમી કાનૂનનો અમલ તમાંરે પેઢી દરપેઢી કરવાનો છે.
9 “તમાંરી ભૂમિમાં દુશ્મનો સાથે લડતા પહેલાં જોરથી રણશિંગડા ફૂંકો, ત્યારે યહોવા રણશિંગડાંનો અવાજ સાંભળશે અને તમને યાદ કરશે અને તમને તમાંરા દુશ્મનોથી બચાવશે.
10 વળી ઉત્સવો વખતે, દર અમાંસના દિવસે તેમજ તમે દહનાર્પણે અને શાંત્યર્પણો ધરાવો તે દિવસે પણ રણશિંગડાં વગાડવાં, યહોવા તમને સંભારે તે માંટે આમ કરો. હું તમાંરો દેવ યહોવા, તમને સંભારીશ.”
11 ઇસ્રાએલીઓ મિસરમાંથી પ્રસ્થાન કરી આવ્યા તેના બીજા વર્ષના બીજા મહિનાના વીસમાં દિવસે કરારના પવિત્રમંડપ ઉપરથી વાદળ હઠી ગયું અને
12 ઇસ્રાએલી પ્રજાએ સિનાઈના અરણ્યમાંથી કૂચ શરૂ કરી ત્યાં તો પારાનના અરણ્યમાં વાદળ પાછુ સ્થિર થયું.
13 યહોવા તરફથી મૂસાને યાત્રા સંબંધી સૂચનાઓ મળ્યા પછીની તેઓની આ પ્રથમ યાત્રા હતી.
14 કૂચ વખતે યહૂદાના વંશના ધ્વજ નીચેનું સૈન્ય પ્રથમ ચાલતું: આમ્મીનાદાબનો પુત્ર નાહશોન તેમનો આગેવાન હતો.
15 તેઓની પાછળ ઈસ્સાખારના કુળસમૂહનું સૈન્ય હતું, જેનો આગેવાન સૂઆરનો પુત્ર નથાનિયેલ હતો.
16 અને હેલોનના પુત્ર અલીઆબની સરદારી હેઠળ ઝબુલોનના કુળસમૂહનું સૈન્ય હતું.
17 ત્યાર પછી પવિત્ર મંડપ ઉઠાવી લેવામાં આવતો અને તેને ઉપાડનાર ગેર્શોન તથા મરારીના વંશજો કૂચ કરતા. પવિત્રમંડપને ઉતારીને તેઓ પોતાના ખભા ઉપર ઊચકીને ચાલતા હતા.
18 એ પછી રૂબેનના કુળસમૂહના ધ્વજ હેઠળની સેના કુટુંબવાર કૂચ કરતી: શદેઊરનાં પુત્ર અલીસૂરની સરદારી હેઠળ રૂબેનના કુળસમૂહોનું સૈન્ય હતું.
19 તેમની પાછળ સૂરીશાદાઈના પુત્ર શલુમીએલની સરદારી હેઠળ શિમયોનના કુળસમૂહોની સેના હતી.
20 અને તે પછી દેઊએલના પુત્ર એલ્યાસાફની સરદારી હેઠળ ગાદના કુળસમૂહોનું સૈન્ય હતું.
21 તેઓની પાછળ કહાથના વંશજો પવિત્રસ્થાનમાંની વિવિધ સાધનસામગ્રી ઊચકીને ચાલતા હતા. તેઓ બીજે મુકામે પહોંચે તે પહેલાં ત્યાં પવિત્રમંડપ ઊભો કરી દેવામાં આવતો.
22 તેમની પાછળ એફ્રાઈમના વંશના ધ્વજ હેઠળનું સૈન્ય કૂચ કરતું. આમ્મીહૂદના પુત્ર અલીશામાંની સરદારી હેઠળ એફ્રાઈમના વંશજોનું સૈન્ય હતું.
23 તે લોકોની પાછળ પદાહસૂર ના પુત્ર ગમાંલ્યેલની ગણતરી હેઠળ મનાશ્શાના કુળસમૂહોનું સૈન્ય હતું.
24 ગિદિયોનીના પુત્ર અબીદાનની સરદારી હેઠળ બિન્યામીનના કુળસમૂહોનું સૈન્ય હતું.
25 છેક છેવટે રક્ષક તરીકે દાનના વંશના ધ્વજ હેઠળ બધી સેનાઓના રક્ષક તરીકે ટુકડીવાર કૂચ કરતી. આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર તે ટુકડીનો આગેવાન હતો. તેની સરદારી હેઠળ દાનના કુળસમૂહોની ટુકડી હતી.
26 ઓફ્રાનના પુત્ર પાગીએલની સરદારી હેઠળ આશેરના કુળસમૂહોની ટુકડી હતી.
27 અને એનાનના પુત્ર અહીરાની સરદારી હેઠળ નફતાલીના કુળસમૂહોની ટુકડી હતી.
28 હંમેશા આ ક્રમમાં જ ઇસ્રાએલના કુળ ટુકડીવાર કૂચ કરતા.
29 એક દિવસ મૂસાના સસરા મિધાની રેઉએલના પુત્ર હોબાબને મૂસાએ કહ્યું, “છેવટે દેવે અમને જે દેશ આપવાનું વચન આપ્યું હતું ત્યાં જવા માંટે અમે પ્રસ્થાન કરીએ છીએ. તમે પણ અમાંરી સાથે ચાલો. અમે તમાંરા શુભચિંતક બનીશું; કારણ કે યહોવાએ ઇસ્રાએલને અદભુત સુરક્ષા અને જનસમૂહ માંટે વચનો આપ્યાં છે.”
30 હોબાબે પ્રત્યુત્તર આપ્યો, “ના, હું તમાંરી સાથે નહિ આવું. હું તો માંરા પોતાના દેશમાં માંરાં સંગાઓ પાસે પાછો જઈશ.”
31 મૂસાએ વિનંતી કરી કહ્યું, “અમને છોડીને ન જશો, કારણ કે અરણ્યમાં કેવા રસ્તાઓ છે તે તું જાણે છે, ક્યાં મુકામ કરવો તે પણ તમે જાણો છો એટલે તમે તો અમાંરી આંખ બની રહેશો.
32 અને જો તમે અમાંરી સાથે આવશો, તો યહોવા અમને જે સુખસંપત્તિ આપશે તેમાં અમે તમને ભાગીદાર બનાવીશું.”
33 અને હોબાબ સંમત થયો, ત્યારબાદ તેમણે યહોવાના સિનાઈ પર્વતથી નીકળી ત્રણ દિવસ યાત્રા કરી. તે ત્રણે દિવસ દરમ્યાન યહોવાના પવિત્ર કોશ તેમને માંટે મુકામ કરવાની જગ્યા શોધવા સૌથી આગળ રહેતો.
34 જયારે તેઓ મુકામ ઉઠાવતા ત્યારે તે દિવસે યહોવાનું વાદળ તેમના ઉપર રહેતું.
35 જયારે જયારે કરારકોશ ચાલી નીકળતો, ત્યારે મૂસા પોકાર કરતો: “હે યહોવા, તમે ઊઠો અને તમાંરા દુશ્મનોને વેરવિખેર કરી નાખો, અને તમાંરો તિરસ્કાર કરનારને હાંકી કાઢો.”
36 અને જયારે કરારકોશને નીચે મૂકવામાં આવતો ત્યારે તે કહેતો; “લાખો ઇસ્રાએલીઓ વચ્ચે, હે યહોવા, પાછા પધારજો.”
પ્રકરણ 11

1 લોકો પોતાની હાડમાંરીઓની ફરિયાદો યહોવા સમક્ષ કરવા લાગ્યા. યહોવા તે સાંભળીને તેઓના પર ગુસ્સે થયો. યહોવાનો અગ્નિ છાવણીના છેવાડેના લોકો વચ્ચે ભડભડી ઊઠયો અને તેનો છેડો બળી ગયો.
2 લોકોએ મૂસાને સહાય માંટે પોકાર કરી, તેથી તેણે લોકો માંટે યહોવાને પ્રાર્થના કરી તેથી અગ્નિ શાંત થઈ ગયો.
3 ત્યારબાદ તે જગ્યાનો વિસ્તાર તાબએરાહ નામે પ્રચલિત થયો. કારણ, ત્યાં યહોવાનો અગ્નિ તે લોકોની વચ્ચે ભડભડી ઊઠયો હતો.
4 ઇસ્રાએલીઓ સાથેના કેટલાક લોકો સારું સારું ખાવાના લાલચુ હતા; તેઓને મિસરનો ખોરાક યાદ આવ્યો. ઇસ્રાએલીઓમાં પણ અસંતોષ વધતાં તેઓએ રોદણાં રડવા લાગ્યા. “અરે! અમને ખાવા માંટે માંસ કોણ આપશે?
5 મિસરમાં તો અમે મફતમાં મજાથી માંછલીઓ ખાતા હતા, ત્યાં તો કાકડી, તડબૂચ, ડુંગળી, પ્યાજ અને લસણ પણ મળતાં હતા!
6 અહીં તો અમાંરા શરીર દિવસે દિવસે નબળા પડી ગયા છે. દરરોજ ફકત આ માંન્ના જ અમને મળે છે.”
7 માંન્નાનું કદ ધણાના દાણા જેટલું હતું. તેનો રંગ પીળાશ પડતો ધોળો હતો.
8 લોકો ખેતરમાં ફરીને માંન્ના વીણીને એકત્ર કરી લાવતા અને ઘંટીમાં દળતા અથવા ખાંડણિયામાં ખાંડી લેતા અને લોટ બનાવીને તેને તપેલીમાં બાફીને તેની ભાખરી બનાવતા.
9 એનો સ્વાદ મોવણ નાખેલી ભાખરી જેવો લાગતો. રાતના સમયે છાવણી ઉપર ઝાકળ પડતું ત્યારે તેની સાથે માંન્ના પણ પડતું.
10 મૂસાએ બધા લોકોને પોતપોતાના તંબુના બારણા આગળ ઊભા રહીને રોદણાં રડતા સાંભળ્યા. યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠતા મૂસા પણ ભારે ચિંતામાં પડયો.
11 મૂસાએ યહોવાને કહ્યું, “તમે માંરી આવી ભૂંડી દશા શા માંટે કરી? તમને દ્વિધા થાય એવું મે શું કર્યુ છે? સમગ્ર ઇસ્રાએલી લોકોની જવાબદારી લેવા તમે મને કેમ પસંદ કર્યો?
12 શું હું તેઓનો પિતા છું? શું તે બધાં માંરાં બાળકો છે? તમે તેઓના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં તમે, કોઈ ધાવણા બાળકને છાતીએ વળગાડીને લઈ જાય તેમ તેઓની સંભાળ રાખવાનું કાર્ય મને શા માંટે સૌપ્યું છે?
13 આ બધા લોકોને માંટે મને માંસ કયાંથી મળી શકે? તેઓ રૂદન કરીને મને કહે છે, “અમને માંસ આપો.’ પણ માંરે આ લોકો માંટે માંસ લાવવું કયાંથી?
14 હવે હું એકલો આ સમગ્ર પ્રજાનો ભાર સહન કરવા અસમર્થ છું.
15 જો માંરી પાસેથી તમે આ બધું કામ કરાવવા માંગતા હો, તો કૃપા કરીને હમણા જ મને માંરી નાખો; તમે માંરા ઉપર ભલાઈ કરતા હો, તો મને આગળ પણ દુઃખ ન જોવા દેતા.”
16 પછી યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલના સિત્તેર વડીલોને માંરી સમક્ષ મુલાકાત મંડપ આગળ લઈ આવ જેઓને વિષે તને ખાતરી હોય, અને ત્યાં તારી સાથે ઊભા રહેવાનું તેઓને કહે.
17 હું નીચે ઊતરીને ત્યાં આવીશ અને તારી સાથે વાત કરીશ, મેં તને જે આત્માં આપ્યો છે તેમાંથી લઈને હું એ લોકોને આપીશ તેથી તેઓ પણ તારી સાથે લોકોનો ભાર ઊચકશે, પછી તારે એકલાએ તે ભાર સહન કરવો પડશે નહિ.”
18 યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકોને આ પ્રમાંણે કહે; દેહ શુદ્ધ કરી આવતીકાલને માંટે તૈયાર થાઓ, તમને માંસ ખાવા મળશે, તેઓને એ પણ કહે કે, યહોવાએ તમને રડતાં અને ફરિયાદ કરતાં સાભળ્યાં છે કે, ‘અમને માંસ કોણ આપશે? અમે મિસરમાં જ સારા હતાં! તે તમને માંસ આપશે, ને તમે તે જમશો.
19 એક દિવસ કે બે દિવસ નહિ, પાંચ, દશ કે વીસ દિવસ નહિ,
20 પરંતુ એક મહિના સુધી, તમે એનાથી કંટાળી જાઓ, તમને ચીતરી ચડે ત્યાં સુધી તમાંરે તે જમવું પડશે. કારણ કે તમે તમાંરી વચ્ચે વસતા યહોવાનો અનાદર કર્યો છે, અને તેમની આગળ એમ કહીને રોદણાં રડયા છો કે, ‘અમે મિસર છોડીને ન આવ્યા હોત તો સારું થાત.”‘
21 મૂસાએ કહ્યું, “અત્યારે અહીં માંરી સાથે 6,00,000 પુરુષો કૂચ કરી રહ્યા છે, ‘અને તમે એમને એક આખા મહિના સુધી માંસ આપવાનું વચન આપો છો?’
22 અરે! અમે અમાંરાં બધાં જ ઘેટાં બકરાં તથા ઢોરઢાંખર કાપીએ, તો પણ તેમાંથી આટલું બધું માંસ મળી શકે નહિ. દરિયાની બધી માંછલીઓ પકડીએ તો પણ તે પૂરી પડે નહિ.”
23 યહોવાએ મૂસાને કહ્યું, “માંરી શક્તિ તો અમર્યાદિત છે, તૂં હમણાં જ જોશે કે, માંરું વચન સાચું સાબિત થાય છે કે નહિ.”
24 પછી મૂસાએ બહાર આવીને યહોવાએ જે કહ્યું હતું તે લોકોને કહી સંભળાવ્યું. તેણે લોકોમાંથી સિત્તેર વડીલો પસંદ કરીને ભેગા કર્યા. અને તેઓને તંબુની આજુબાજુ ઊભા રાખ્યા.
25 ત્યારબાદ યહોવા વાદળમાંથી ઊતરી આવ્યા અને મૂસા સાથે વાત કરી, પછી તેમણે મૂસાને જે આત્માં આપ્યો હતો તે લઈ અને તે સિત્તેર વડીલોને આપ્યો એટલે તેઓનામાં આત્માંનો સંચાર થયો. એટલે થોડા સમય સુધી પ્રબોધકના જેવા ભાવાવેશમાં પ્રબોધ કર્યો, પણ ત્યાર પછી તેઓએ એમ કર્યુ નહિ.
26 પરંતુ સિત્તેર પસંદગી પામેલા વડીલોમાંથી બે એલ્દાદ અને મેદાદ હજુ છાવણીમાં જ હતા, તેઓ તંબુ આગળ ગયા નહોતા તેમ છતાં તેઓનામાં પણ આત્માંનો સંચાર થયો જેણે તેમને પ્રબોધ કરાવ્યો.
27 એક યુવાને દોડી જઈને મૂસાને કહ્યું કે, “એલ્દાદ અને મેદાદ છાવણીમાં પ્રબોધકના જેવા ભાવાવેશમાં પ્રબોધ કરી રહ્યા છે.”
28 નૂનના પુત્ર યહોશુઆ, જે નાનો હતો ત્યારથી મૂસાની સેવામાં રહ્યો હતો, તેણે વિરોધ દર્શાવતાં કહ્યું, “માંરા ધણી, મૂસા, મહેરબાની કરી તેમને રોકો.”
29 પણ મૂસાએ પ્રત્યુત્તર આપ્યો, “શું તને માંર પ્રતિષ્ઠાની ચિંતા છે? હું તો ઈચ્છું છું કે યહોવાના બધા લોકો પ્રબોધકો થાય યહોવા સૌને આત્માં આપે.”
30 ત્યારબાદ મૂસા તથા સિત્તેર આગેવાનો છાવણીમાં પાછા ગયા.
31 એના પછી તરત યહોવાએ પવનને મોકલ્યો, અને તે દરિયામાંથી તેની સાથે લાવરીઓને ઉપાડી લાવ્યો. લાવરીઓ છાવણીમાં તથા તેની આસપાસ ઘસડાઈને પડવા લાગી. તેઓએ જમીનને ત્રણ ફુટ ઉડી ઢાંકી દીધી. માંણસ એક દિવસમાં જેટલું અંતર કાપી શકે તેટલાં અંતરમાં દરેક દિશામાં લાવરીઓ ફેલાયલી હતી.
32 તેથી લોકોએ તે આખો દિવસ અને આખી રાત અને પછીનો આખો દિવસ લાવરીઓ ભેગી કરી. કોઈ પણ વ્યક્તિએ દશ હોમેરથી ઓછી લાવરીઓ ભેગી કરી ન્હોતી. તેઓએ તેને છાવણીની ફરતા સુકાવા માંટે ફેલાવી દીધી.
33 પણ હજું માંસ તેમના દાંત વચ્ચે જ હતું. તેમણે ચાવ્યું પણ નહોતું ત્યાં તો તેમના ઉપર યહોવાનો રોષ ભભૂકી ઊઠયો; છાવણીમાં ભયંકર રોગનો ઉપદ્રવ ફાટી નીકળ્યો. મરકીમાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા.
34 તેથી તેમણે એ જગ્યાનું નામ ‘કિબ્રોથ-હાત્તાવાહ’ એટલે કે લાલચુઓની કબરો પાડયું. કારણ કે ત્યાં લોકોએ માંસની અને મિસરની લાલસા કરનારાઓને દફનાવ્યા હતા.
35 ત્યારબાદ તે લોકોએ તે સ્થળનો ત્યાગ કર્યો અને યાત્રા કરીને હસેરોથ આવ્યા, અને ત્યાં તેઓએ થોડા સમય માંટે મુકામ કર્યો.
પ્રકરણ 12

1 મૂસા એક કૂશી સ્ત્રીને પરણ્યો હતો. એકવાર મરિયમ અને હારુને મૂસાની ટીકા કરી, કેમકે તે તેને પરણ્યો.
2 તેઓએ કહ્યું, “શું ફકત મૂસા સાથે જ યહોવાએ વાત કરી છે? તેમણે શું આપણી સાથે પણ વાત નથી કરી?”યહોવાએ તેમના આ શબ્દો સાંભળ્યા.
3 મૂસા તો ખૂબ નમ્ર માંણસ હતો એના જેવો નમ્ર માંણસ વિશ્વમાં પણ મળે નહિ.
4 યહોવાએ તાત્કાલિક મૂસા, હારુન અને મરિયમને મુલાકાત મંડપમાં હાજર થવા આજ્ઞા કરી; “તમે ત્રણે જણ અહીં આવો.”તેથી તેઓ યહોવા સમક્ષ ઊભા રહ્યા.
5 પછી તંબુના પ્રવેશદ્વાર પાસે યહોવા મેખસ્તંભમાં નીચે ઊતર્યા, અને તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભા રહી તેમણે “હારુનને અને મરિયમને” બોલાવ્યાં,
6 “જ્યારે તે બંને જણ આગળ ગયાં એટલે દેવે કહ્યું, હું કહું તે ધ્યાનથી સાંભળો. પ્રબોધકોની સાથે હું સ્વપ્નમાં દર્શન આપીને વાત કરું છું.
7 પરંતુ માંરા સેવક મૂસાની વાત તો ન્યારી છે. માંરું આખું ઘર મેં એના વિશ્વાસે છોડયું છે.
8 હું એની સાથે તો મોઢામોઢ વાત કરું છું, હું ચોખ્ખી વાત કહું છું, મર્મોમાં બોલતો નથી, તેણે માંરું સ્વરૂપ નિહાળ્યું છે. તે પછી માંરા સેવક મૂસાની ટીકા કરતાં તમને ડર કેમ લાગતો નથી?”
9 પછી યહોવાનો કોપ તેમના પર ઉતર્યો અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.
10 તંબુ પરથી વાદળ હઠી જતાંની સાથે જ મરિયમને કોઢ ફૂટી નીકળ્યો અને તેની ચામડી કોઢથી ધોળી થઈ ગઈ. હારુને તે જોયું.
11 ત્યારે તેણે મૂસાને પોકાર કર્યો, “માંરા ધણી, દયા કરીને મૂર્ખાઈમાં અમે જે પાપ કરી બેઠાં છીએ તેને માંટે અમને શિક્ષા કરશો નહિ.
12 જન્મ વખતે જ જેનું અડધું માંસ ખવાઈ ગયું હોય એવા મરેલા જન્મેલા બાળક જેવી એને થવા ન દેશો.”
13 એટલે મૂસાએ યહોવાને પોકાર કર્યો, “ઓ દેવ, તેને સાજી કરો, હું તમને વિનંતી કરું છું.”
14 યહોવાએ મૂસાને કહ્યું, “જો તેનો પિતા તેના મુખ પર થૂંકયો હોત, તો સાત દિવસ તે લજજીત ગણાત. તેથી તેને સાત દિવસ છાવણી બહાર એકાંતમાં મોકલો, ત્યારબાદ તેને પાછી છાવણીમાં લઈ આવજો.”
15 આથી મરિયમને સાત દિવસ સુધી છાવણીની બહાર જુદી રાખવામાં આવી, અને લોકોએ તે છાવણીમાં પાછી ન આવી ત્યાં સુધી મુકામ ઉપાડીને આગળ મૂસાફરી કરી નહિ.
16 ત્યારવાદ તેમણે હસેરોથથી આગળ પ્રવાસ કર્યો અને પારાનના અરણ્યપ્રદેશમાં મુકામ કર્યો.
પ્રકરણ 13

1 પછી યહોવાએ મૂસાને કહ્યું,
2 “હું જે કનાની ભૂમિ ઇસ્રાએલીઓને આપવાનો છું. તેની ફરીને જાસૂસી કરવા માંટે માંણસો મોકલ. દરેક કુળસમૂહમાંથી એક એક માંણસ જે આગેવાન હોય તેને પસંદ કરીને મોકલ.”
3 યહોવાની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ ઇસ્રાએલીઓના નીચે પ્રમાંણેના આગેવાનોને મોકલી આપ્યાં:
4 રૂબેન કુળસમૂહમાંથી ઝાક્કૂરનો પુત્ર શામ્મૂઆ;
5 શિમયોનના કુળસમૂહમાંથી હોરીનો પુત્ર શાફાટ;
6 યહૂદાના કુળસમૂહમાંથી યફૂન્નેહનો પુત્ર કાલેબ;
7 ઈસ્સાખારના કુળસમૂહમાંથી યૂસફનો પુત્ર ઈગાલ;
8 એફ્રાઈમના કુળસમૂહમાંથી નૂનનો પુત્ર હોશિયા;
9 બિન્યામીનના કુળસમૂહમાંથી રાફ્રુનો પુત્ર પાલ્ટી;
10 ઝબૂલોનના કુળસમૂહમાંથી સોદીનો પુત્ર ગાદીએલ;
11 યૂસફના મનાશ્શા કુળસમૂહમાંથી સૂસીનો પુત્ર ગાદી;
12 દાન કુળસમૂહમાંથી ગમાંલ્લીનો પુત્ર આમ્મીએલ;
13 આશેરના કુળસમૂહ તરફથી મિખાયેલનો પુત્ર સથૂર;
14 નફતાલીના કુળસમૂહ તરફથી વોફસીનો પુત્ર નાહબી;
15 ગાદના કુળસમૂહમાંથી માંખીનો પુત્ર ગેઉએલ.
16 જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતા. મૂસાએ નૂનના પુત્ર હોશિયાનું નામ બદલીને યહોશુઆ પાડયું.
17 મૂસાએ તેઓને કનાનભૂમિની ફરીને તપાસ કરવા મોકલતી વખતે સૂચનાઓ આપી: “તમે નેગેબની દક્ષિણમાં થઈને ઉચ્ચ પ્રદેશમાં જાઓ.
18 અને ત્યાં જઈને જુઓ કે તે પ્રદેશ કેવો છે; ત્યાં રહેનારા લોકો કેવા છે-બળવાન છે કે નબળા, વસ્તી વધારે છે કે ઓછી;
19 તે દેશની જમીન ઉપજાઉ છે કે નહિ; તેઓ જે શહેરોમાં રહે છે તે અરક્ષિત છે કે કિલ્લેબંદીવાળા નગરો;
20 ત્યાંની જમીન ફળદ્રુપ છે કે ઉજજડ, ત્યાં જંગલો છે કે નહિ, નિર્ભય થઈને જાઓ અને ત્યાંના કેટલાંક ફળોના નમૂના લઈને આવો.” એ સમય દ્રાક્ષની ઋતુનો પ્રથમ પાકનો હતો.
21 તેઓએ સમગ્ર દેશમાં જઈને સીનના અરણ્યથી માંડીને હમાંથની ઘાટી પાસે આવેલા રહોબ સુધીનો પ્રદેશ તપાસ્યો.
22 ઉત્તર તરફ જતાં તેઓ નેગેબમાંથી પસાર થયા અને હેબ્રોન પહોંચ્યા. ત્યાં તેઓએ રાક્ષસ અનાકના વંશજોના અહીમાંન, શેશાય અને તાલ્માંય કુટુંબોને વસેલાં જોયાં. (મિસરમાં સોઆન સ્થપાયું તેના સાત વર્ષ પહેલાં હેબ્રોન સ્થપાયું હતું.)
23 તેઓ પછી હાલમાં જે એશ્કોલની ખીણ તરીકે ઓળખાય છે ત્યાં આવ્યા. તેઓએ ત્યાં દ્રાક્ષના એક ઝૂમખા સાથેની દ્રાક્ષની વેલની એક ડાળી કાપી લીધી. બે માંણસોએ તેને એક વાંસ ઉપર ઉપાડવી પડી, પછી તેમણે દાડમ અને અંજીરના પણ કેલટાક નમૂના ભેગા કર્યા.
24 ઇસ્રાએલીઓએ ત્યાંથી દ્રાક્ષનો એક ઝૂમખો કાપી લીધો હોવાથી એ જગ્યાનું નામ એશ્કોલનુંકોતર પાડવામાં આવ્યું.
25 તે દેશમાં ફરીને તે લોકોએ 40 દિવસ સુધી તપાસ કરી. પછી પાછા એ લોકો પારાનના અરણ્યમાં કાદેશ મુકામે મૂસા અને હારુનની તેમજ સમગ્ર ઇસ્રાએલી સમાંજની પાસે પાછા આવ્યા.
26 ત્યાં પારાનના અરણ્યમાં કાદેશ મુકામે તેમણે તેમની આગળ અહેવાલ રજૂ કર્યો અને તે દેશનાં ફળોનાં નમૂના બતાવ્યાં.
27 તેઓએ મૂસાને આ મુજબ કહ્યું, “તમે અમને જે દેશમાં તપાસ કરવા મોકલ્યા હતા ત્યાં અમે ગયા, ત્યાં ખરેખર દૂધ અને મધની રેલછેલ છે. આ રહ્યાં ત્યાંનાં ફળ.
28 પણ ત્યાંના લોકો શક્તિશાળી છે, તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકના રાક્ષસીઓને પણ જોયા.
29 અમાંલેકીઓ દક્ષિણમાં રહે છે, હિત્તીઓ, યબૂસીઓ અને અમોરીઓ પહાડી પ્રદેશોમાં રહે છે, અને કનાનીઓ દરિયાકાંઠે અને યર્દનને કાંઠે રહે છે.”
30 પછી કાલેબે મૂસાની આગળ ઊભા રહેલા લોકોને શાંત પાડ્યા અને કહ્યું, “આપણે, તરત એ દેશનો કબજો લઈએ, આપણે એને જીતી શકવા માંટે સાચે જ સમર્થ છીએ.”
31 પણ તેમની સાથે ગયેલા બીજા જાસૂસોએ કહ્યું, “આપણે એ લોકોને જીતી શકીએ તેમ છે જ નહિ, તેઓ આપણા કરતાં વધુ બળવાન છે.”
32 તેમણે તપાસેલી ભૂમિ વિરુદ્ધ ઇસ્રાએલીઓને કહેવાનું તેઓએ શરુ કર્યુ; “અમે જે ભૂમિ તપાસી તે શક્તિશાળી લોકોથી ભરેલી છે કે જેઓ ત્યાં જતી કોઈ પણ વ્યક્તિને સરળતાથી હરાવવા સક્ષમ છે. ત્યાં અમે જોયેલા બધા માંણસો કદાવર અને બળવાન હતા.
33 તદુપરાંત અમે ત્યાં અનાકના વંશજો પુરાતન સમયના રાક્ષસોના વંશજોને પણ જોયા, તેઓ ખૂબ ઊચા અને કદાવર છે, અને અમે તો તેમની આગળ તીતીધોડા જેવા છીએ. એમ અમને લાગતું હતું. અને તે લોકોને પણ અમે તીતીધોડા જેવા જ લાગ્યા હોઈશું.”
પ્રકરણ 14

1 એ સાંભળીને સમગ્ર ઇસ્રાએલી સમાંજ મોટે સાદે આખી રાત રુદન કરતો રહ્યો.
2 તેઓ બધા મૂસા અને હારુનની વિરુદ્ધ બડબડાટ કરવા લાગ્યા. “‘આના કરતાં તો અમે મિસરમાં કે અહીં અરણ્યમાં જ મૃત્યુ પામ્યાં હોત તો વધારે સારું થાત.
3 યહોવા અમને એ દેશમાં શા માંટે લઈ જાય છે? ત્યાં અમે યુદ્ધમાં માંર્યા જઈશું અને અમાંરી સ્ત્રીઓ તથા બાળકોને તેઓ બાનમાં પકડી લેશે. આના કરતાં તો મિસર પાછા જવું સારું!”
4 આમ તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે, “ચાલો, આપણે કોઈને આગેવાન તરીકે પસંદ કરીએ અને પાછા મિસર જઈએ.”
5 આ સાંભળીને મૂસા તથા હારુન ઇસ્રાએલીઓના ભેગા મળેલા સમગ્ર સમાંજ સમક્ષ ઊધે મસ્તકે ભૂમિ પર પડયા.
6 અને દેશમાં ફરીને તપાસ કરવા ગયેલામાંના બે જણે, નૂનના પુત્ર યહોશુઆએ તથા યફૂન્નેહના પુત્ર કાલેબે દુઃખના માંર્યા પોતાનાં કપડાં ફાડી નાખ્યાં,
7 અને ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને ઉદેશીને કહ્યું, “અમે જે દેશની તપાસ કરવા ગયા હતા તે અદભૂત ખૂબ સારો દેશ છે.
8 જો યહોવા આપણા પર પ્રસન્ન હશે, તો તે આપણને એ દેશમાં લઈ જશે અને જ્યાં દૂધ અને મધની રેલછેલ છે તેવી ભૂમિ તે આપણને આપશે.
9 યહોવાની વિરુદ્ધ બંડ ન કરશો, એ લોકોથી ડરશો નહિ, તે બધાને હરાવવા આપણે શક્તિમાંન છીએ. હવે તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી અને યહોવા આપણી સાથે છે, તેથી તેમનાથી જરાય ડરશો નહિ.”
10 તેમ છતાં લોકો યહોશુઆ અને કાલેબને પથ્થરે માંરવાની ધમકી આપતા હતા, પરંતુ તે જ સમયે યહોવાનું ગૌરવ મુલાકાતમંડપ પર બધા ઇસ્રાએલીઓ સમક્ષ પ્રગટ થયું.
11 યહોવાએ મૂસાને કહ્યું, “એ લોકો કયાં સુધી માંરી વિમુખ રહેશે? એમની વચ્ચે મેં આટલા બધા ચમત્કારો કર્યા છતાં પણ તેઓ માંરામાં વિશ્વાસ રાખતા નથી કયાં, સુધી તેઓ માંરા પર વિશ્વાસ રાખવાની ના પાડયા કરશે? હું મરકીનો રોગચાળો ફેલાવીને તેમનો નાશ કરીશ અને તારામાંથી હું એક નવી વધારે મહાન અને બળવાન પ્રજા ઉત્પન્ન કરીશ.”
12 પણ મૂસાએ યહોવાને કહ્યું, “પરંતુ મિસરના લોકો જાણે છે કે, તમે તમાંરા બાહુબળથી તેઓને મિસરમાંથી લઈ આવ્યા છો.
13
14 તેમણે આ દેશની પ્રજાને પણ તે જણાવ્યું છે. એ લોકો જાણે છે કે, યહોવા અમાંરી વચ્ચે વસે છે અને તે અમને મોઢામોઢ દર્શન આપે છે, અમને તેમના વાદળની ઓથે મળે છે, એ લોકો જાણે છે કે, તમે દિવસે વાદળના સ્તંભરૂપે અને રાત્રે અગ્નિના સ્તંભરૂપે અમાંરી આગળ ચાલો છો.
15 હવે, જો તમે તમાંરી પ્રજાનો સંહાર કરશો, તો જે પ્રજાઓએ તમાંરી એ બધી વાતો સાંભળી છે તેઓ કહેશે,
16 ‘યહોવાએ આ લોકોને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તે એમને લઈ જઈ શક્યા નહિ; એટલે તેમણે તે બધાને અરણ્યમાં એકસામટા મોતને ઘાટ ઉતારી દીધા.’
17 “એટલે માંરી તમને વિનંતી છે કે, જેમ તમે કહ્યું હતું તેમ તમાંરું સાર્મથ્ય બતાવો.
18 તમે કહ્યું હતું કે, ‘હું યહોવા એકદમ ગુસ્સે થતો નથી, હું મહાન પ્રેમ અને વિશ્વાસ દર્શાવું છું, અને પાપ તથા અપરાધોની માંફી આપું છું તેમ છતાં પાપીઓના પાપની સજા ત્રીજી અને ચોથી પેઢીનાં બાળકો સુધી કરવાનું હું ચુકતો નથી.’ એ હવે સાચું પુરવાર કરો.
19 અમે મિસરમાંથી બહાર નીકળ્યા ત્યારથી આજપર્યંત દરેક સમયે તમે તેઓને માંફી આપી છે, તેમજ આજે પણ તમાંરી મહાનતા અને તમાંરા અટલ પ્રેમને કારણે તમે આ લોકોનાં પાપોને માંફ કરો એવી હું તમને આગ્રહપૂર્વક વિનંતિ કરું છું.”
20 યહોવાએ કહ્યું, “તમાંરી વિનંતી મુજબ હું તેઓને માંફી આપીશ,
21 માંરા જીવ જેટલી ચોકસાઈથી હું માંરા પોતાના ગૌરવ કે જે આખી પૃથ્વીમાં વ્યાપેલું છે તેનાથી સમ ખાઈને કહું છું કે,
22 જે લોકોએ માંરું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં માંરાં પરાક્રમો જોયાં છતાં દશદશ વખત માંરું પારખું કર્યુ છે અને માંરું કહ્યું માંન્યું નથી,
23 મેં એમના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તેઓમાંનો એક પણ દાખલ થવા પામશો નહિ, માંરી વિરુદ્ધ ફરી જનાર કોઈ પણ તે દેશને જોવા પામશે નહિ.
24 પરંતુ માંરો સેવક કાલેબ અલગ પ્રકૃતિનો માંણસ છે, તે મને સંપૂર્ણપણે વફાદાર રહ્યો છે, તેથી જે દેશમાં એ જઈને આવ્યો છે તે દેશમાં હું એને લઈ જઈશ અને તેના સંતાન એના ધણી થશે.
25 એ દેશના સપાટ ભાગોમાં અત્યારે અમાંલેકીઓ અને કનાનીઓ વસે છે. તેથી કાલે જ તમાંરે આ જગ્યા છોડી દેવાની છે અને રાતા સમુદ્રને રસ્તે પાછા રણમાં જજો.”
26 ત્યારબાદ યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું,
27 “આ દુષ્ટ લોકો કયાં સુધી માંરી વિરુદ્ધ ફરિયાદો કર્યા કરશે? તેઓએ જે કહ્યું છે તે સર્વ મેં સાંભળ્યું છે.
28 તું એ લોકોને જણાવ કે, ‘આ યહોવાનાં વચન છે: હું માંરા સમ ખાઈને કહું છું કે, તમે માંરા સાંભળતા જે બોલ્યા હતા તે જ પ્રમાંણે હું કરીશ.
29 તમે લોકોએ માંરા વિરુદ્ધ ફરિયાદ કરી છે તેથી તમાંરાં સૌના મૃતદેહ આ અરણ્યમાં રઝળશે.
30 મેં તમને જે દેશમાં વસાવવાનું વચન આપ્યું હતું તેમાં વીસ વર્ષના અને તેની ઉપરના તમાંરામાંના કોઈ પ્રવેશવા પામશે નહિ. ફકત યફૂન્નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ તેમાં પ્રવેશ કરશે.
31 તમે એમ પણ કહ્યું હતું કે, દુશ્મનો તમાંરા બાળકો બાનમાં પકડશે પણ હું તે બાળકોને તે ભૂમિમાં પાછા લઈ આવીશ અને તમે અસ્વીકાર કરેલી ભૂમિનો તેઓ આનંદ માંણશે.
32 પણ તમાંરાં મૃતદેહો તો આ અરણ્યમાં રઝળશે.
33 “‘અને તમાંરામાંનો છેલ્લો માંણસ અરણ્યમાં મૃત્યુ પામશે નહિ ત્યાં સુધી તમાંરાં બાળકો અરણ્યમાં
40 વર્ષ સુધી ભરવાડ તરીકે રઝળશે; તેઓ દુઃખી થશે કેમકે તમે મને વફાદાર ન હતા.
34 ચાળીસ દિબસ સુધી તમે દેશમાં ફરીને તપાસ કરી હતી; તેમ તમે
40 વર્ષ સુધી અરણ્યમાં એકદિવસને બદલે એક વર્ષ સુધી તમાંરાં પાપોનો બોજ માંથે ઊચકીને ભટકશો ત્યારે તમને સમજાશે કે માંરી નારાજગીનું પરિણામ કેવું આવે છે?”
35 “હું યહોવા આ બોલું છું. માંરો વિરોધ કરવા એકત્ર થયેલા આ દુષ્ટ લોકોના હું ભૂડાં હાલ કરીશ. તેઓ એકે એક આ અરણ્યમાં મૃત્યુ પામશે.”
36 જે દશ માંણસોને મૂસાએ દેશમાં ફરીને તપાસ કરવા મોકલ્યા હતા તેમણે ખોટો હેવાલ આપ્યો, જેને કારણે લોકોએ યહોવા વિરુદ્ધ બંડ કર્યું.
37 તેઓ બધા યહોવા સમક્ષ રોગનો ભોગ બન્યા અને મરી ગયા, કારણ, તેમણે એ દેશને વખોડી કાઢયો હતો.
38 જેઓ દેશમાં તપાસ કરવા ગયા હતા, તે જાસૂસોમાંથી ફકત નૂનનો દીકરો યહોશુઆ અને યફૂન્નેહનો દીકરો કાલેબ જ જીવતા રહ્યા.
39 જયારે મૂસાએ સમગ્ર ઇસ્રાએલી પ્રજાને યહોવાના વચન કહી સંભળાવ્યાં ત્યારે છાવણીમાં ભારે શોક છવાઈ ગયો અને તેઓ ખૂબ પસ્તાવા લાગ્યા.
40 બીજે દિવસે વહેલી સવારે તેઓ ઊઠયા અને બોલ્યા, “જુઓ, યહોવાએ જે ભૂમિની વાત કરી હતી ત્યાં જવા અમે તૈયાર છીએ, અમે કરેલાં પાપનું અમને ભાન થયું છે. હવે અમે યહોવાએ જે દેશનું વચન આપ્યું હતું ત્યાં જવા તૈયાર છીએ, એમ કહેતાં તેઓ પહાડી પ્રદેશ ઉપર ચઢાઈ કરવા નીકળી પડયા.”
41 પછી મૂસાએ કહ્યું, “હવે તે માંટે ઘણું મોડું થયું કહેવાય. યહોવાએ તમને અરણ્યમાં પાછા જવાની આજ્ઞા કરેલ છે, તમે હવે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન શા માંટે કરો છો? એમાં તમને કોઈ લાભ થશે નહિ.
42 હવે તમે જરાય આગળ વધશો નહિ, નહિ તો તમાંરા દુશ્મનો તમને પરાસ્ત કરશે. કારણ કે યહોવા હવે તમાંરી સાથે નથી.
43 અમાંલેકીઓ અને કનાનીઓ તમાંરો સામનો કરવા ઊભા છે અને તમે તેમના શિકારનો ભોગ બનશો. કારણ તમે યહોવાને અનુસરવાનું ત્યજી દીધું છે, અને તેથી હવે યહોવા તમાંરી સાથે નથી.”
44 કરારકોશ અને મૂસા છાવણીમાંથી બહાર ગયા નથી એ હકીકત જાણવા છતાં તેમણે હઠપૂર્વક પહાડી પ્રદેશ તરફની કૂચ ચાલુ રાખી.
45 પછી પહાડી પ્રદેશમાં વસતા અમાંલેકીઓ અને કનાનીઓ તેમના પર તૂટી પડયા અને તેઓને હરાવ્યા, અને છેક હોર્માંહ સુધી તેઓને માંરી નસાડ્યા.
પ્રકરણ 15

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇસ્રાએલી પ્રજાને તું આ મુજબ કહે: જે દેશની ભૂમિ હું તમને વસવાટ માંટે આપવાનો છું ત્યાં પ્રવેશો ત્યારે આ નિયમોનું પાલન કરવું જ.
3 નીચેનામાંથી કોઈ પણ અર્પણ માંટે બલિદાન કરવા યહોવા સમક્ષ તમે બળદ, ઘેટું કે બકરું લાવી શકો: દહનાર્પણ, પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માંટેનું અર્પણ, કે પ્રતિજ્ઞાની ભેટ, કે ઉજાણી દરમ્યાન થતાં અર્પણો એ અર્પણોની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે, તેથી તમાંરે નીચેના નિયમોનું પાલન કરવું:
4 “બલિ અર્પણ કરતી વખતે અર્પણ ચઢાવનારે એની સાથે આઠ વાટકા જીણા દળેલા લોટમાં ગેલનના ચોથા ભાગનું જૈતૂન તેલ ભેળવીને ખાદ્યાર્પણ તરીકે અર્પણ કરવું.
5 અને હલવાનને દહનાર્પણ તરીકે અર્પણ કરતી વખતે એક લીટર દ્રાક્ષારસ પણ પેયાર્પણ તરીકે અર્પણ કરવો.
6 “જો ઘેટાનું અર્પણ ચઢાવવું હોય તો,
7 તમાંરે
16 વાટકા ઝીણા દળેલા લોટમાં ગેલનના ચોથા ભાગનું તેલ ભેળવીને ખાદ્યાર્પણ તરીકે અને દોઢ લીટર દ્રાક્ષારસ પેયાર્પણ તરીકે ચઢાવવો, આ બલિદાનની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
8 “દહનાર્પણ કે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માંટે રજૂ કરવાનું અર્પણ કે શાંત્યર્પણ માંટે વાછરડાનું અર્પણ લાવે.
9 અને તે વાછરડા સાથે ખાદ્યાર્પણ પણ લાવે; અડધા ગેલન જૈતૂન તેલ સાથે
24 વાટકા ઝીણો દળેલો લોટ ભેળવી અર્પે.
10 અને અડધો ગેલન દ્રાક્ષારસ પણ પેયાર્પણ તરીકે ચઢાવવાં. એ અર્પણની સૌરભથી યહોવા પ્રસન્ન થાય છે.
11 પ્રત્યેક બલિદાન બળદ, ઘેટું કે બકરુ ચઢાવતી વખતે આ પ્રમાંણે કરવું.
12 જો એક કરતાં વધારે પ્રાણીઓનાં બલિદાન હોય તો પ્રત્યેક પ્રાણી દીઠ ઉપર જણાવ્યા પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણમાં વધારો કરવો.
13 “યહોવાને અર્પણ ચઢાવનાર ઇસ્રાએલનો વતની હોય તો તેણે ઉપરના નિયમો પાળવા, આવા અર્પણની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
14 યહોવાને અર્પણ ચઢાવનાર તમાંરી સાથે કાયમી ધોરણે કે થોડા સમય માંટે વસતો વિદેશી હોય તો પણ તેણે એ જ નિયમનું પાલન કરવું, અર્પણની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
15 આ કાનૂનો તમાંરે માંટે તથા તમાંરી સાથે રહેતા વિદેશીઓ માંટે સમાંન છે, અને તે કાયમ માંટે તમે અને તમાંરા વંશજોને બંધનકર્તા છે. યહોવા સમક્ષ સ્વદેશી અને વિદેશી સરખા જ છે.
16 તમને અને તમાંરી વચ્ચે વસતા વિદેશીઓને આ જ કાનૂનો અને નિયમો લાગુ પડશે.”
17 યહોવાએ મૂસાને કહ્યું,
18 “તું ઇસ્રાએલી પ્રજાને કહે કે, હું તમને જે દેશમાં લઈ જવાનો છું ત્યાં ગયા પછી
19 તમે એ ભૂમિનું અનાજ ખાઓ ત્યારે તમાંરે યહોવાને ધરાવવા થોડો ભાગ અલગ રાખવો.
20 પહેલી કાપણીના દાણામાંથી બાંધેલા લોટને તમાંરે એક તરફ રાખવો તે પ્રથમ બાંધેલા લોટને ભેટ તરીકે યહોવાને આપો. તે ખળામાંથી આવતા ખાદ્યાર્પણ જેવું ગણાશે.
21 તમે બાંધેલી પ્રથમ કણકનો અમુક ભાગ તમાંરે યહોવાને માંટે અલગ રાખવો, આ ઉચ્છાલીયાર્પણ તમાંરે લાવવાનું છે.
22 “આ નિયમ તમાંરા વંશજોને પણ લાગુ પડે છે.
23 યહોવાએ મૂસા માંરફતે તમને આપેલી આ આજ્ઞાઓમાંથી કોઈનો તમાંરામાંથી આજે કે ભવિષ્યમાં ભૂલથી ભંગ થઈ જાય તો તમાંરે આ પ્રમાંણે કરવું.
24 અને જો આખા સમાંજે અજ્ઞાનતાને કારણે ભૂલ કરી હોય, તો તેઓ દહનાર્પણ તરીકે વાછરડું બલિદાનમાં આપે. અને તેની સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ રજૂ કરે. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થશે. આ સાથે પાપાર્થાર્પણ માંટે એક બકરાનું પણ બલિદાન કરવું.
25 “યાજકે સમગ્ર ઇસ્રાએલી સમાંજ માંટે પ્રાયશ્ચિતની વિધિ કરવી, તેથી તેમને પણ માંફ કરવામાં આવશે. કારણ, એ શરતચૂક હતી અને એ શરતચૂક માંટે તેઓએ યહોવાને આહુતિ પણ ચઢાવ્યાં છે.
26 તેથી સમગ્ર ઇસ્રાએલી સમાંજને અને તેમની ભેગા વસતા વિદેશીઓને માંફ કરવામાં આવશે, કારણ કે શરતયૂકથી એ સૌની થયેલી ભૂલ હતી.
27 “જો કોઈ વ્યક્તિ અજાણતા પાપ કરી બેસે તો તેણે એક વર્ષની બકરી પાપાર્થાર્પણને માંટે બલિ તરીકે ચઢાવવી.
28 અને યાજક યહોવા સમક્ષ તેને માંટે પ્રાયશ્ચિતવિધિ કરે તો તેને માંફ કરવામાં આવશે.
29 અજાણતા ભૂલથી પાપ કરનાર પ્રત્યેક માંટે આ કાનૂન છે. પછી તે દેશનો વતની ઇસ્રાએલી હોય કે તેમની સાથે રહેતો વિદેશી હોય.
30 “પણ જો કોઈ વ્યક્તિ પછી તે ઇસ્રાએલી વતની હોય કે વિદેશી હોય, જાણી જોઈને ઈરાદાપૂર્વક પાપ કરે તો તે યહોવાનું અપમાંન કરે છે. એવા માંણસનો બહિષ્કાર કરવો અને સમાંજથી અલગ રાખવો,
31 કારણ કે, તેણે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન ઈરાદાપૂર્વક કર્યું છે. તેણે યહોવાની અવજ્ઞા કરી છે. તેથી એ માંણસનો સંપૂર્ણ બહિષ્કાર કરવો. એના પાપની જવાબદારી એના એકલાના જ માંથે છે.”
32 ઇસ્રાએલી પ્રજા અરણ્યમાં હતી ત્યારે એક વ્યક્તિ વિશ્રામવારે લાકડાં વીણતાં પકડાઈ ગયો.
33 જે લોકોએ તેને લાકડા વીણતો જોયો હતો તેઓએ એની ધરપકડ કરી અને તેને મૂસા, હારુન અને સમગ્ર સમાંજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો.
34 તેને બંદીખાનામાં રાખવામાં આવ્યો, કારણ, એને શો દંડ આપવો તે હજી નક્કી થયું નહોતું.
35 પછી યહોવાએ મૂસાને કહ્યું, “આ માંણસને મૃત્યુદંડની શિક્ષા કરવી જોઈએ. સમગ્ર સમાંજે એને છાવણી બહાર ઈટાળી કરીને મોતને ઘાટ ઉતારવો જોઈએ.”
36 તેથી યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેઓ તેને છાવણીની બહાર લઈ ગયા અને ઈટાળી કરીને માંરી નાખ્યો.
37 યહોવાએ મૂસાને કહ્યું,
38 “ઇસ્રાએલી પ્રજાને તું કહે કે, તમાંરાં વંશજોએ અને તમાંરે તમાંરાં વસ્ત્રને ખૂણે ફૂમતાં મૂકવા અને એ ફૂમતામાં ભૂરા રંગનો દોરો ગૂંથવો.
39 તમને એ ફૂમતું જોઈને માંરી બધી આજ્ઞાઓનું સ્મરણ થશે, તમે એનું પાલન કરશો તથા આ રીતે માંરી સેવામાં સમર્પિત રહેશો. તમે માંરાથી દૂર ભટકી જશો નહિ અને તમાંરા શરીરની ઈચ્છાઓ અને તમાંરી નજર જે જુએ છે તેની પાછળ ખેંચાશો નહિ, જેથી તમે એ ફૂમતાઓને જોશો ત્યારે માંરી બધી આજ્ઞાઓને યાદ કરી તેનું પાલન કરશો પછી તમે દેવના ખાસ લોકો બનશો.
40
41 તમાંરો દેવ બનવા તમને મિસરમાંથી બહાર લાવનાર હું તમાંરો દેવ યહોવા છું. હા, હું યહોવા તમાંરો દેવ છું.”
પ્રકરણ 16

1 લેવી કુળના વંશજ કોરાહ, જે કહાથના પુત્ર યિસ્હારનો પુત્ર હતો, રૂબેનના વંશજો દાથાન તથા અબીરામ જે અલીઆબના પુત્રો હતા તથા રૂબેન કુળ સમૂહનો હજુ એક વંશજ ઓન જે પેલેથનો પુત્ર હતો એ ચારે જણ ભેગા થયા અને મૂસા સામે ઉભા થયા.
2 તેમની સાથે 250 ઇસ્રાએલી તેમની ઉશ્કેરણીથી મૂસા વિરુદ્ધ બંડમાં જોડાયા. તેઓ બધા સમાંજના આગેવાનો, પંચના ચૂંટાયેલા અગ્રણી તથા પ્રતિષ્ઠિત માંણસો હતા.
3 તેઓ બધા મૂસા અને હારુનની વિરુદ્ધ થયા અને તેમને કહ્યું, “તમે હવે હદ વટાવો છો, તમાંરી આગેવાનીથી અમે થાકી ગયા છીએ. ઇસ્રાએલના સર્વ લોકો પવિત્ર છે? તેઓની વચ્ચે યહોવાનો વાસ નથી? તમે તમાંરી જાતને યહોવાની મંડળી કરતાં ઊંચી શા માંટે ગણાવો છો?”
4 આ શબ્દો કાને પડતાં જ મૂસા જમીન પર પછાડ ખાઈને પડયો.
5 પછી તેણે કોરાહને અને તેના બધા સાથીમિત્રોને કહ્યું, “આવતી કાલે સવારે યહોવા જાહેર કરશે કે, કોણ યહોવાના છે, અને કોણ ખરેખર પવિત્ર છે, યહોવા એ વ્યક્તિને પસંદ કરી અને તેને પોતાની નજીક બોલાવશે.
6 કોરાહ, તું અને તારા સાથીઓ આ મુજબ કરો:
7 આવતીકાલે તમાંરે ધૂપદાની લઈને તેમાં અગ્નિ અને ધૂપ મૂકવો અને યહોવાને ધરાવવી. યહોવા પસંદ કરશે તે જ ખરેખરો પવિત્ર બનશે. લેવીના પુત્રો તમે જ છો. જે મર્યાદા વટાવો છો.”
8 વળી મૂસાએ વધુમાં કોરાહને કહ્યું, “ઓ લેવીઓ, માંરી વાત સાંભળો.
9 સમગ્ર ઇસ્રાએલી સમાંજમાંથી દેવે તમને પસંદ કર્યા, અને અલગ કર્યા, મંદિરમાં સેવા ઉપાસના અને ઇસ્રાએલી લોકોને દેવની ઉપાસના કરવામાં મદદ કરવા માંટે. એટલું તમાંરા માંટે શું પૂરતું નથી?
10 ફકત તને કોરાહને, તથા તારા અન્ય લેવીબંધુઓને પોતાની આટલી સેવા કરવાનો અધિકાર આપ્યો છે અને હવે તમે યાજકપદની અભિલાષા કરો છો?
11 હારુને કઈ ખોટું કર્યુ છે કે તમે એની સામે ફરિયાદ કરો છો? તું અને તારા સાથીઓ યહોવાની વિરુદ્ધ બળવો કરો છો?”
12 ત્યારબાદ મૂસાએ અલીઆવના પુત્ર દાથાનને અને અબીરામને તેડાવ્યા, પણ તેમણે કહેવડાવ્યું, “અમે નથી આવતા,
13 તું અમને દૂધ અને મધની રેલછેલ હતી એવા દેશમાંથી આ અરણ્યમાં મરવા માંટે લઈ આવ્યો એટલું ઓછું છે કે તું અમાંરા પર પાછો દોર ચલાવવા માંગે છે?
14 તદુપરાંત જે અદભૂત દેશનું તેં વચન આપ્યું હતું તેમાં તું અમને લાવ્યો નથી, તેં અમને ખેતરો કે દ્રાક્ષાવાડીઓ પણ આપી નથી, તને શું લોકોની આંખો કાઢી નાખીશ જેથી તેઓ ઉપર કરેલું નુકશાન જુએ નહિ? ના, અમે તારી પાસે આવવાના નથી.”
15 પછી મૂસાએ ગુસ્સે થઈને યહોવાને કહ્યું, “એમના અર્પણ કરેલાં બલિદાનોનો સ્વીકાર કરશો નહિ, મેં તે લોકો પાસેથી એક ગધેડું પણ લીધું નથી કે તેઓમાંના કોઈનું કશું નુકસાન પણ કર્યુ નથી.”
16 એટલે મૂસાએ કોરાહને કહ્યું, “તું અને તારા સર્વ સાથીઓ આવતીકાલે યહોવા સમક્ષ અહીં હાજર થજો. હારુન પણ આવશે.
17 તમાંરામાંનો પ્રત્યેક વ્યક્તિ પોતાની ધૂપદાની સાથે લઈને યહોવા સમક્ષ આવે. ત્યાં આગેવાનો માંટે 250 ધૂપદાનીઓ અને તારા અને હારુન માંટે એક-એક ધૂપદાની હશે.”
18 તેથી તે બધા પોતાની ધૂપદાનીઓ સાથે લાવ્યા અને તેમાં દેવતા મૂકી ધૂપ નાખ્યો; અને મૂસા અને હારુનની સાથે મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.
19 તે દરમ્યાન કોરાહે સમગ્ર સમાંજને મૂસા અને હારુન વિરુદ્ધ ઉશ્કેરીને એ બે જણની સામે ભેગા કર્યા હતા. ત્યાં તો યહોવાના ગૌરવે સમગ્ર સમાંજને દર્શન દીધાં.
20 યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું,
21 “તમે આ લોકોના સમાંજમાંથી બહાર નીકળી જાઓ, એટલે હું તત્કાળ એ સર્વનો નાશ કરું.”
22 પરંતુ મૂસાએ અને હારુને યહોવા સમક્ષ સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને કહ્યું, “હે દેવ, તમે જ બધા જીવોના જીવનદાતા છો, એક જ વ્યક્તિના પાપને કારણે શું તમે સમગ્ર સમાંજ પ્રત્યે ક્રોધાયમાંન થશો?”
23 એટલે યહોવાએ મૂસાને કહ્યું,
24 “તું એ લોકોને કહે કે તેઓ કોરાહ, દાથાન અને અબીરામના તંબુ આગળથી દૂર ખસી જાય.”
25 ત્યારપછી મૂસાએ ઇસ્રાએલીઓના વડીલો સાથે દાથાન અને અબીરામની પાસે જઈને આખા સમાંજને ઉદેશીને કહ્યું,
26 “તમે આ દુષ્ટ માંણસોના તંબુઓથી આધા ખસી જાઓ. એમની કોઈ વસ્તુને અડશો નહિ. નહિ તો તેમનાં બધાં પાપોને કારણે તમે પણ તેમની સાથે નાશ પામશો.”
27 તેથી કોરાહ, દાથાન અને અબીરામના તંબુઓ આગળથી બધા લોકો દૂર ચાલ્યા ગયા, દાથાન અને અબીરામ પોતાની પત્નીઓ, પુત્રો અને બાળકો સાથે પોતાના તંબુમાંથી બહાર આવીને પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.
28 મૂસાએ કહ્યું, “આ દ્વારા તમને ખાતરી થશે કે મેં જે કંઈ કર્યું છે તે કરવા માંટે મને યહોવાએ મોકલ્યો છે; કારણ કે હું કાંઈ માંરી મરજી મુજબ આ બધાં કાર્યો કરતો નથી.
29 જો આ લોકો બીજા બધા માંણસોની જેમ કુદરતી રીતે મૃત્યુ પામે તો માંનવું કે યહોવાએ મને મોકલ્યો નથી,
30 પણ જો યહોવા ચમત્કાર કરે અને ધરતી પોતાનું મુખ ઉધાડે અને તેઓને તથા તેઓની બધી જ વસ્તુઓને ગળી જાય અને તેઓ જીવતા મૃત્યુલોકોમાં પહોંચી જાય તો તમાંરે જાણવું કે, એ લોકોએ યહોવાનું અપમાંન કર્યું છે.”
31 મૂસા બોલી રહ્યો કે તરત જ તે લોકોના પગ નીચેની ધરતી ફાટી;
32 ધરતીએ ખોલેલા મુખમાં તેમનાં કુટુંબો, તેમનાં તંબુઓ, તેઓ અને તેઓના સાથીઓ અને તેઓનું સર્વસ્વ જતુ રહ્યું.
33 તેઓ પોતાના સર્વસ્વ સાથે જીવતા મૃત્યુલોકમાં પહોંચી ગયા; ધરતી પાછી સંધાઈ ગઈ. આમાં તેઓનો સર્વનાશ થઈ ગયો, તેઓ સમુદાયમાંથી જતાં રહ્યાં.
34 તેમની ચીસો સાંભળીને ત્યાં આસપાસ ઊભેલા બધાં ઇસ્રાએલીઓ ભયભીત થઈને ભાગવા માંડયા. રખેને તેઓને પણ “ધરતી હડપ કરી જાય.”
35 પછી યહોવાનો અગ્નિ આવ્યો અને ધૂપ ચઢાવવા આવેલા 250 માંણસોને ભશ્મ કરી ગયો.
36 પછી યહોવાએ મૂસાને કહ્યું,
37 “તું યાજક હારુનના પુત્ર એલઆઝારને કહે કે, અગ્નિમાંથી ધૂપદાનીઓ ઉપાડી લે; કેમકે તેમાંનો ધૂપ પવિત્ર છે કારણ એ યહોવાને અર્પિત થયેલ છે. અને એમને કહો કે તેમાંનો કોલસો અને રાખ આમતેમ વેરી દે.
38 યહોવાની વેદી સમક્ષ તે રજૂ થઈ હતી તેથી તે ધૂપદાનીઓ પવિત્ર છે, તેથી પાપ કરીને મૃત્યુને ભેટનાર એ લોકોની ધૂપદાનીઓમાંથી પતરાં બનાવડાવી તેના વડે વેદીના ઢાંકણને મઢાવજે, એ ઇસ્રાએલી લોકો માંટે ચેતવણીરૂપ થઈ પડશે.”
39 યહોવાએ મૂસા માંરફતે કરેલી આજ્ઞા મુજબ યાજક એલઆઝારે ધૂપ ઘરાવતી વખતે અગ્નિનો ભોગ લોકોની ધૂપદાનીઓ લઈને તેની વેદીને ઢાંકવા માંટે પતરાં બનાવડાવ્યાં.
40 જેને જોઈને ઇસ્રાએલીઓને યાદ રહે કે જે હારુનના કુટુંબમાંથી ના હોય અને બિનઅધિકૃત હોય તેણે યહોવા સમક્ષ ધૂપ ધરાવવા આવવું નહિ. નહિ તો તેની હાલત કોરાહ અને તેના સાથીઓ જેવી થશે. આમ મૂસા દ્વારા યહોવાએ એલઆઝારને આપેલી આજ્ઞા અનુસાર બધું કરવામાં આવ્યું.
41 પરંતુ બીજે દિવસે સમગ્ર ઇસ્રાએલી સમાંજ મૂસાની અને હારુનની વિરૂદ્ધ એમ કહેતા કચવાટ કરવા લાગ્યો, “તમે જ યહોવાના માંણસોના મોત નિપજાવ્યા છે.”
42 થોડા સમયમાં જ ફરિયાદ કરતા લોકોનું મોટું ટોળું ભેગું થયું. તેઓએ મુલાકાત મંડપ તરફ જોયું તો એકાએક તેના પર એક વાદળો આચ્છાદન કર્યું હતું. અને યહોવાના ગૌરવે ત્યાં દર્શન દીથાં હતાં.
43 મૂસા અને હારુન મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ જઈને ઊભા રહ્યાં.
44 એટલે યહોવાએ મૂસાને કહ્યું,
45 “આ લોકોથી દૂર ખસી જા, જેથી હું એ લોકોનો એક પળમાં નાશ કરું.” એટલે મૂસા અને હારુને જમીન પર લાંબા થઈને તેમને સાંષ્ટાંગ નમસ્કાર કર્યા.
46 અને મૂસાએ હારુનને કહ્યું, “જલદીથી ધૂપદાની લઈને તેમાં વેદીમાંથી દેવતા ભર અને તેમાં ધૂપ નાખ, અને તે લઈને દોડતો દોડતો લોકો પાસે જા અને તેમના પાપનું પ્રાયશ્ચિત કર, કારણ કે યહોવાનો કોપ તેઓના પર ઊતર્યો છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે. લોકોમાં મરકી શરૂ થઈ ગઈ છે.”
47 આથી મૂસાએ કહ્યું તે મુજબ હારુને કર્યુ. અને ઝડપથી ધૂપદાની લઈને ભેગા મળેલા લોકો વચ્ચે દોડી ગયો, તો ખબર પડી કે તેઓમાં રોગચાળો શરૂ થઈ ગયો હતો. તેણે ધૂપદાનીમાં ધૂપ નાખી મરેલાં
48 અને જીવતા વચ્ચે ઊભા રહી લોકોના પાપનું પ્રાયશ્ચિત કર્યું. રોગચાળો બંધ થઈ ગયો.
49 પરંતુ તેટલા સમયમાં 14,700 લોકો મૃત્યુ પામ્યાં હતાં અને કોરાહના બંડ વખતે મૃત્યુ પામેલા તે તો જુદા.
50 આમ રોગચાળો બંધ થઈ ગયો એટલે હારુન મુલાકાત મંડપના પ્રવેશ દ્વાર આગળ મૂસા પાસે પાછો ચાલ્યો ગયો.
પ્રકરણ 17

1 પછી યહોવાએ મૂસાને કહ્યું,
2 “તું ઇસ્રાએલી લોકોને કહે કે તેમના કુળસમૂહના આગેવાનો તને કુળદીઠ એક એટલે એકંદરે બાર લાકડીઓ આપે. દરેકની લાકડી પર તેમનું નામ કોતરાવવું.
3 લેવીના કુળસમૂહની લાકડી પર હારુનનું નામ કોતરાવવું; કારણ કે લેવીના વંશની પણ એક જ લાકડી હોય.
4 પછી હું તેને મુલાકાત મંડપમાં કરારકોશ સમક્ષ મળું છું ત્યાં તારે આ લાકડીઓ મૂકવી.
5 મેં જે માંણસને પસંદ કર્યો છે તેની લાકડીને કળીઓ ફૂટશે. આ રીતે હું ઇસ્રાએલી પ્રજાની તારી સામેની ફરિયાદોનો અંત લાવીશ.”
6 મૂસાએ ઇસ્રાએલીઓને વાત કરી, તેથી કુળસમૂહોના આગેવાનો તેની પાસે પોતપોતાની લાકડી લાવ્યા. અને હારુનની લાકડી પણ તે લાકડીઓ સાથે મૂકી.
7 મૂસાએ એ લાકડીઓ મુલાકાત મંડપની અંદરની સાક્ષ્યમંડપમાં યહોવા સમક્ષ મૂકી.
8 બીજે દિવસે જયારે મૂસા અંદર ગયો ત્યારે લેવીના કુળનું પ્રતિનિધિત્વ કરતી હારુનની લાકડીને કળીઓ બેઠી હતી. ફૂલ ખીલ્યાં હતાં, અને પાકી બદામો પણ લાગી હતી.
9 મૂસાએ યહોવા આગળથી એ લાકડીઓ બહાર લાવીને બધા ઇસ્રાએલીઓને બતાવી. તેમણે લાકડી સામે જોયુ, પ્રત્યેક આગેવાન તેની લાકડી પાછી લઈ લીધી.
10 યહોવાએ મૂસાને કહ્યું, “હારુનની લાકડી પાછી કરાર સમક્ષ મૂકી દે. એ બંડખોર ઇસ્રાએલીઓ માંટે ચેતવણીરૂપ છે, જેથી માંરી વિરુદ્ધના તેમના આ કચવાટનો અંત આવે અને એમને મરવું પડે નહિ.”
11 યહોવાએ જણાવ્યું હતું તે મુજબ મૂસાએ કર્યુ.
12 છતાં ઇસ્રાએલી પ્રજાએ મૂસા સમક્ષ ફરિયાદ કરવાનું ચાલુ રાખ્યું: “આપણે જાણીએ છીએ કે આપણું મૃત્યુ નિશ્ચિત છે, આપણે ગુમાંવેલાં છીએ! આપણો બધાનો વિનાશ થશે.
13 જે કોઈ યહોવાનાં પવિત્ર સ્થાનની નજીક જાય છે, તેનું મૃત્યુ થાય છે. તો શું અમે બધા આમ જ મરી જવાના? શું અમાંરા સર્વનો નાશ થશે?”
પ્રકરણ 18

1 યહોવાએ હારુનને કહ્યું, “પવિત્રસ્થાનની સેવાની જવાબદારી તારી, તારા પુત્રોની તેમજ લેવી વંશના બીજા બધા માંણસોની છે. સેવામાં દોષ ન આવે તથા યાજક તરીકેના કાર્યમાં કોઈ પણ દોષ ન રહે તે તારે તથા તારા પુત્રોને જોવાનું છે. તે જવાબદારી પણ તમાંરી જ છે.
2 તું અને તારા પુત્રો કરારનાં મંડપમાં સેવા કરો, ત્યારે તારા પિતાએ લેવીના કુળસમૂહના તારા બીજા જાતભાઈઓને પણ સાથે મદદમાં રાખવા.
3 તેઓ તારા હાથ નીચે રહીને તંબુને લગતી બધી જવાબદારી પુરી કરી શકે, માંત્ર તેમણે પવિત્રસ્થાનનાં પાત્રો કે વેદીની નજીક જવું નહિ. જો તેઓ જશે તો તેઓ બધાજ મૃત્યુ પામશે.
4 લેવી વંશ સિવાયના કોઈ પણ વ્યક્તિને તે કામમાં સાથે રાખવો નહિ.
5 “પવિત્રસ્થાનમાં અને વેદી સમક્ષ ફકત યાજકોએ જ પવિત્ર ફરજો બજાવવાની છે, જેથી ઇસ્રાએલી પ્રજા ઉપર ફરી કદી માંરો કોપ ઊતરશે નહિ.
6 હું તને ફરીથી કહું છું, મેં પોતે બધા ઇસ્રાએલીઓમાંથી તારા કુટુંબી લેવીઓને મુલાકાતમંડપમાં સેવા બજાવવા માંટે પસંદ કર્યો છે. તેઓ મને સમર્પિત થયેલા છે. જે મેં તમને ભેટ આપ્યા છે.
7 પરંતુ વેદીને લગતી અને પડદાની અંદર પરમપવિત્રસ્થાનમાં લગતી યાજક તરીકેની બધી જ ફરજો તારે અને તારા પુત્રોએ જ પુરી કરવાની છે. કારણ કે, તમાંરી યાજક તરીકેની સેવા મેં તમને ભેટો તરીકે આપી છે. બીજુ કોઈ જે માંરા પવિત્રસ્થાનની નજીક આવે તો તેને મૃત્યુદંડની જ શિક્ષા કરવી.”
8 વળી યહોવાએ હારુનને કહ્યું, “મને અર્પણ કરવામાં આવેલ બધી વસ્તુઓ મેં યાજકોને આપી છે. ઇસ્રાએલી પ્રજા મને જે કઈ ધરાવશે તે હું તારા ભાગ તરીકે તને અને તારા વંશજોને કાયમ માંટે આપું છું.
9 અગ્નિમાં હોમવામાં ન આવેલા અર્પણનાં ભાગો સિવાય આ બધા અતિ પવિત્ર અર્પણો તારા ગણાશો; બધા ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો અને દોષાર્થાર્પણો એ બધા પવિત્ર અર્પણો તારા અને તારા વંશજોના ગણાશે.
10 તારે આ અર્પણો ફકત પવિત્રસ્થાનમાં જ જમવા. અને તે પણ ફકત પુરુષોએ જ જમવા; અને તારે પવિત્ર ગણવા.
11 “ઇસ્રાએલીઓ મને બીજા જે ઉચ્છાલીયાર્પણો ધરાવે તે પણ તારા જ ગણાશે. તે પણ હું તને અને તારાં પુત્રપુત્રીઓને કાયમ માંટે આપું છું. માંત્ર તે સમયે જે અશુદ્ધ હોય તે સિવાયના તમાંરાં કુટુંબના સર્વ સભ્યો આ જમી શકે.
12 “અને યહોવાને અર્પણ કરવા માંટે લોકો પાકના પ્રથમ ફળ લાવે. ઉત્તમ જૈતતેલ, બધો ઉત્તમ નવો દ્રાક્ષારસ અને ઘઉ. તે બધા તારે લેવાં.
13 લોકો પોતાની ભૂમિના પ્રથમ પાક તરીકે જે કંઈ મને ધરાવવા લાવે તે બધુ તારું થશે. તમાંરાં કુટુંબના બધાં સભ્યો તે જમી શકે. સિવાય કે તે સમયે જે અશુદ્ધ હોય.
14 “ઇસ્રાએલમાં મને સમર્પિત પ્રત્યેક વસ્તુઓ તારી છે.
15 “તેઓ મને પ્રથમજનિત બાળકો અને પશુઓ અર્પણ કરે તે પણ તારાં છે. છતાં પ્રત્યેક પ્રથમજનિત બાળકની તથા અશુદ્ધ પ્રાણીની કિંમત લઈને તારે તેમને મુકત કરવાં.
16 પ્રત્યેક પ્રથમજનિત બાળકને મુકત કરવાની કિંમતરૂપે અધિકારયુક્ત અધિકૃત માંપ પાંચ શેકેલ ચાંદી લેવી. અને બાળક એક મહિનાનું થાય ત્યારે તેને મુક્ત કરવું.
17 “પરંતુ ગાય, ઘેટા, અને બકરાના પ્રથમજનિતોને બદલામાં નાણાં લઈને મુકત ન કરવાં, કારણ કે, તેઓ સંપૂર્ણપણે યહોવાને સમર્પિત છે. તારે તેમનું લોહી વેદી પર છાંટવું અને તેમની ચરબી અર્પણ તરીકે હોમવી. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
18 પરંતુ આરત્યર્પણ તરીકે ધરાવવામાં આવેલા પ્રાણીની છાતી અને જમણી જાંઘની જેમ એનું માંસ તારું ગણાશે.
19 વેદી આગળ યહોવાને અર્પણ માંટે ઇસ્રાએલીઓ જે કોઈ પવિત્ર ભેટો ધરાવે તે બધી કાયમ માંટે તને, અને તારાં પુત્ર અને પુત્રીઓને આપેલ છે. તારી અને તારા વંશજોની સાથે મેં કરેલો આ કાયમી કરાર છે, જેનો કદી ભંગ થઈ શકે નહિ.”
20 યહોવાએ હારુનને કહ્યું, “તમને યાજકોને બીજા ઇસ્રાએલીઓની જેમ તમાંરી પોતાની ભૂમિ કે ભૂમિમાં ભાગ હોય નહિ. કારણ કે હું જ ઇસ્રાએલીઓ મધ્યે તમાંરો હિસ્સો અને તમાંરો વારસો છું.
21 “લેવીઓ મુલાકાત મંડપની જે સેવા બજાવે છે તેના બદલામાં હું તેમને ઇસ્રાએલમાંથી ઉઘરાવાતી બધી વસ્તુઓનો દશમો ભાગ આપું છું.
22 હવે પછી યાજકો અને લેવીઓ સિવાય અન્ય કોઈ પણ ઇસ્રાએલી મુલાકાત મંડપમાં પ્રવેશ કરશે નહિ. જો પ્રવેશ કરશે તો મોતની સજા વહોરી લેશે.
23 મુલાકાત મંડપની સેવા ફકત લેવીઓએ જ કરવી અને તેની બધી જ જવાબદારી ઉઠાવવી. આ કાયમી કાનૂન છે અને જ તમાંરા વંશજોને પણ બંધનકર્તા છે.
24 લોકોએ તેમની પાસે જે કાઈ હોય તેનો દશમો ભાગ યહોવાને અર્પણ કરવા. તે અર્પણો લેવીઓના છે. તે હું તેમને તેમના વારસા તરીકે આપુ છું; તેથી જ મેં આ શબ્દો લેવીઓ વિષે કહ્યાં હતાં, તેઓને બીજા ઇસ્રાએલીઓની જેમ જમીન જાગીર મળે નહિ.”
25 યહોવાએ મૂસાને કહ્યું,
26 “તું લેવીઓને જણાવ કે, મેં તમાંરે માંટે ઠરાવેલો ઇસ્રાએલીઓ તરફથી મળવો જોઈતો દશમો ભાગ મને વિશેષ ભેટ તરીકે ધરાવવો.
27 આમ યહોવાને અર્પણ કરવામાં આવેલું અનાજ અને દ્રાક્ષારસ જાણે કે તમાંરી પ્રથમ પાકનું અર્પણ છે અને તમાંરી પોતાની જ સંપતિમાંથી અર્પણ કરેલું છે તેમ યહોવા તેનો સ્વીકાર કરશે.
28 આ રીતે ઇસ્રાએલીઓ તરફથી તમને મળેલા દશમાં ભાગમાંથી માંરે માંટે એક ભાગ જુદો કાઢી મુકશો, તો તે તમાંરી કમાંણીનો દશમો ભાગ મને અર્પણ તરીકે ગણાશે. તમે માંરે માંટે જુદો રાખેલો ભાગ યાજક હારુનને આપજો.
29 તમને જે મળે તેમાંથી જે શ્રેષ્ઠ છે તે યહોવાનો ભાગ બને છે.
30 “મૂસા, લેવીઓને કહો! તે જાણો તમાંરી જ જમીનની તથા દ્રાક્ષાકુંડની ઊપજનો દશમો ભાગ હોય તેમ ગણવામાં આવશે.
31 હારુન અને તેના પુત્રો તથા તેઓનાં કુટુંબો પોતપોતાનાં ઘરોમાં અથવા પોતાને ગમે તે જગ્યાએ તેઓ તેને જમી શકશે, કારણ કે મુલાકાત મંડપમાંની તેઓની સેવાનું તે વેતન ગણાશે, બદલો ગણાશે.
32 તમે એ પ્રમાંણે યાજકોને તમાંરો દશાંશ શ્રેષ્ઠ ભાગ આપશો, તો પછી ઇસ્રાએલીઓએ ધરાવેલી પવિત્ર ભેટો ભ્રષ્ટ કરવાનો દોષ તમાંરે માંથે આવશે નહિ, અને તમાંરે મૃત્યુ પામવું પડશે નહિ.”
પ્રકરણ 19

1 યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું,
2 “ઇસ્રાએલના લોકોને આ કાનૂનો જણાવ: તેઓ ખોડખાંપણ વગરની અને કદી જોતરાઈ ના હોય તેવી એક લાલ ગાય મૂસા અને હારુન પાસે લાવે.
3 તારે એ ગાય યાજક એલઆઝારને આપવી. અને તેણે તેને છાવણી બહાર લઈ જવી અને ત્યાં તેને માંરી નાખવી.
4 એલઆઝાર તેનું થોડું લોહી પોતાની આંગળી પર લે અને મુલાકાતમંડપની આગળ તેનાં સાત વખત છંટકાવ કરે.
5 ત્યારબાદ યાજકની સમક્ષ બીજી કોઈ પવિત્ર વ્યક્તિ ગાયનું ચામડું, માંસ, રક્ત તથા છાણનું દહન કરે.
6 ત્યારબાદ યાજકે ગંધતરુંનું લાકડું, ઝુફો અને કિરમજી રંગની દોરી લઈને ગાયનું દહન થતું હોય ત્યારે તે અગ્નિમાં નાખવું.
7 ત્યારબાદ તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને આખા શરીરે સ્નાનકરવું અને છાવણીમાં પાછા ફરવું. સાંજ સુધી વિધિ અનુસાર તે અશુદ્ધ ગણાય.
8 જેણે ગાયનું દહન કર્યુ હોય તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને આખા શરીરે સ્નાન કરવું, છતાં તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
9 “તે પછી વિધિ મુજબ જે શુદ્ધ ન હોય તેવી વ્યક્તિએ ગાયની રાખ ભેગી કરવી, અને છાવણી બહાર શુદ્ધ કરેલી જગ્યાએ તેની ઢગલી કરવી. અને તે રાખ વ્યક્તિના પાપ દૂર કરવાની વિધિ માંટેનું પાવકજળ બનાવવા રાખી મૂકવી.
10 “જે માંણસે ગાયની રાખ ભેગી કરી હોય તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાશે.“ઇસ્રાએલી પ્રજા માંટે અને તમાંરી ભેગા રહેતા વિદેશીઓ માંટે આ કાયમી નિયમ છે.
11 જે કોઈ મનુષ્યના મૃતદેહને સ્પર્શ કરે તેને સાત દિવસ સૂતક પાળવું.
12 પછી તેણે ત્રીજે અને સાતમે દિવસે પાવકજળ વડે પોતાની શુદ્ધિ કરાવવી. ત્યારબાદ તે શુદ્ધ થયો ગણાશે. પણ જો તે આ પ્રમાંણે ત્રીજા દિવસે અને સાતમે દિવસે પોતાની શુદ્ધિ નહિ કરાવે તો તે શુદ્ધ નહિ ગણાય.
13 જે કોઈ મનુષ્ય મૃતદેહને સ્પર્શ કર્યા પછી જણાવેલી રીત મુજબ પોતાને શુદ્ધ નહિ કરે તો તે યહોવાના મુલાકાતમંડપને અશુદ્ધ કરે છે. તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નથી તેથી તેવા માંણસનો બહિષ્કાર કરવો, કારણ કે તે યહોવાના મંદિરને અપવિત્ર કરે છે.
14 “જો કોઈ માંણસ તંબુમાં મૃત્યુ પામે તો તે માંટે આ નિયમો છે: તંબુમાં તે વખતે પ્રવેશ કરનારા અને મૃત્યુ સમયે હાજર રહેનારા સૌને સાત દિવસનું સૂતક લાગે.
15 મંડપમાંનું ઢાકણ વગરનું પ્રત્યેક માંત્ર અશુદ્ધ ગણાય.
16 જો કોઈ મંડપની બહાર હથિયારથી અથવા કુદરતી રીતે મૃત્યુ પામેલા માંણસને સ્પર્શ કરે અથવા હાડકાંને કે કબરને સ્પર્શ કરે તો તે સાત દિવસ સૂતકી ગણાય.
17 “આવા સૂતક માંટે પાપાર્થાર્પણની લાલ ગાયની રાખને વાસણમાં લઈ ઝરાના પાણી સાથે મિશ્ર કરવી.
18 ત્યારબાદ જે વ્યક્તિ શુદ્ધ ના હોય તેણે ઝુફો લઈને એ પાણીમાં બોળીને તેના વડે મંડપ ઉપર અને તેમાંનાં બધાં પાત્રો ઉપર તથા તેમાંના બધા માંણસો ઉપર છાંટવું, જેણે વ્યક્તિના હાડકાને કે મરેલા કે માંરી નાખવામાં આવેલા વ્યક્તિના મૃતદેહને કે કબરને સ્પર્શ કર્યો હોય તો તે વ્યક્તિ ઉપર પણ છાટવું.
19 “સૂતક વગરના માંણસે સૂતકવાળા માંણસ ઉપર ત્રીજે અને સાતમે દિવસે પાણી છાંટવું. અને સાતમે દિવસે તેણે તે માંણસની શુદ્ધિ કરવી. સૂતકી માંણસે એ દિવસે પોતાના કપડા ધોઈ નાખવાં, પોતે આખા શરીરે સ્નાન કરવું, એટલે સાંજે તે શુદ્ધ થયો ગણાશે.
20 “પરંતુ જો કોઈ સૂતકી પોતાની શુદ્ધિ ન કરાવે તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો, કારણ, તેણે પવિત્ર મંડપને ભ્રષ્ટ કર્યુ છે, તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નથી, તેથી તે સૂતકી છે.
21 આ તમાંરે માંટે કાયમી નિયમ છે. પાણીનો છંટકાવ કરનાર વ્યક્તિ ત્યારબાદ પોતાનાં કપડાં ધોઈ નાખે. વળી જે કોઈ તે પાણીને સ્પર્શ કરે તે પણ સાંજ સુધી સૂતકી ગણાય.
22 સૂતકી વ્યક્તિ જે કોઈ વસ્તુને સ્પર્શ કરે તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય; અને તે વસ્તુને સ્પર્શ કરનાર વ્યક્તિ પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.”
પ્રકરણ 20

1 પહેલા મહિનામાં બધાં ઇસ્રાએલીઓ સીનના અરણ્યમાં આવ્યાં અને કાદેશમાં પડાવ નાખ્યો. ત્યાં મરિયમનું અવસાન થતાં તેને દફનાવવામાં આવી.
2 તે સ્થળે સમાંજ માંટે પૂરતું પાણી નહોતું તેથી બધા લોકો મૂસાની અને હારુનની વિરુદ્ધ ટોળે વળીને કચકચ કરવા લાગ્યા.
3 એ લોકો મૂસા સાથે ઝઘડવા લાગ્યા, “યહોવાની સામે જ અમાંરા ભાઈઓ મૃત્યુ પામ્યા ત્યારે જ અમે પણ મરી ગયા હોત તો સારૂ થાત.
4 તું યહોવાના સમાંજને ઈરાદાપૂર્વક આ અરણ્યમાં લાવ્યો છે, અમે અને અમાંરા ઘેટાંબકરાં તથા ઢોરઢાંખર અહીં મરી જઈએ એટલા માંટે તું લઈ આવ્યો છે?
5 તું શા માંટે અમને મિસરમાંથી બહાર લઈ આવ્યો? શા માંટે તું અમને આ ખરાબ જગ્યાએ લઈ આવ્યો? આ જગ્યાએ નથી અનાજ કે અંજીર કે દ્રાક્ષ કે દાડમ. અહી તો પીવાનું પાણી પણ નથી.”
6 મૂસા અને હારુન તેઓ પાસેથી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ ગયા. તેમણે ભૂમિ પર પડીને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. અને યહોવાના ગૌરવે તેમને દર્શન દીધાં.
7 યહોવાએ મૂસાને કહ્યું,
8 “તું કરારકોશ પાસે પડેલી લાકડી લે, અને પછી તારા ભાઈ હારુન સાથે સમગ્ર સમાંજને ભેગો કર અને સૌના દેખતા ખડકને કહે કે તે પોતાનું પાણી આપે! આમ તું કહીશ એટલે એમાંથી તેઓને અને તેઓનાં પશુઓને પીવા માંટે પાણી પુષ્કળ પ્રમાંણમાં નીકળશે.”
9 યહોવાએ આજ્ઞા કરી તે પ્રમાંણે મૂસાએ યહોવા સમક્ષ મૂકેલી લાકડી લીધી.
10 પછી મૂસાએ અને હારુને સમગ્ર સમાંજને ખડક આગળ ભેગો કર્યો અને તેણે તેઓને કહ્યું, “ઓ બંડખોરો, સાંભળો, અમે શું આ ખડકમાંથી તમાંરા માંટે પાણી કાઢીએ?”
11 પછી મૂસાએ હાથ ઊચો કરીને લાકડી બે વખત ખડક પર પછાડી એટલે ખડકમાંથી પુષ્કળ પાણી ધસારા સાથે બહાર નીકળ્યું. તે સૌએ તથા પશુઓએ ધરાઈને પીધું.
12 પણ યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, “બધા ઇસ્રાએલીઓ સમક્ષ તમે તમાંરું માંરા પ્રત્યે સન્માંન બતાવ્યું નહિ. તમે તેઓને બતાવ્યું નહિ કે પાણી કાઢવાની શક્તિ માંરામાંથી આવી હતી તેઓને તમે બતાવ્યું નહિ કે તમે માંરામાં વિશ્વાસ કર્યો હતો તેથી મેં તેઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું ત્યાં તમે તે લોકોને લઈ જશો નહિ.”
13 આ સ્થળનું નામ ‘મરીબાહ’ નું પાણી એટલે ‘તકરારનું પાણી’ પાડવામાં આવ્યું કારણ કે, ‘મરીબાહ’ ના ઝરા આગળ આ બન્યું હતું. જયાં ઇસ્રાએલીઓએ યહોવા વિરુદ્ધ ઝઘડો કર્યો હતો અને જયાં યહોવાએ તેમને પરચો બતાવ્યો હતો.
14 કાદેશથી મૂસાએ આ સંદેશા સાથે સંદેશવાહકો એદોમના રાજાને મોકલ્યા, “આ સંદેશો તમાંરા ઇસ્રાએલી ભાઈઓ તરફથી છે. અમાંરે કેવી હાડમાંરી સહન કરવી પડી છે એ તમે જાણો છો.
15 અમાંરા પિતૃઓ મિસર ગયા હતા અને ત્યાં અમે લાંબો સમય રહ્યાં હતાં પરિણામે તેઓ મિસરવાસીઓના ગુલામો બન્યા.
16 પરંતુ અમે યહોવાને પોકારીને કહ્યું ત્યારે તેમએ અમાંરો પોકાર સાંભળીને એક દેવદૂતને મોકલી આપ્યો, જે અમને મિસરમાંથી બહાર લઈ આવ્યો.“અત્યારે અમે તમાંરી સરહદે આવેલા કાદેશમાં છાવણી કરી છે.
17 કૃપા કરીને અમને તમાંરા દેશમાં થઈને જવાની રજા આપો. અમે તમાંરા ખેતરમાંથી કે દ્રાક્ષનીવાડીઓમાંથી પસાર થઈશું નહિ, કે તમાંરા કૂવાનું પાણી પણ પીશું નહિ, અમે આમ કે તેમ વાંકાચૂકા ગયા વિના રાજમાંર્ગે તમાંરો દેશ વટાવી જઈશું.”
18 પરંતુ અદોમના રાજાઓ કહ્યું, “તમાંરે અમાંરા દેશમાં થઈને જવાનું નથી. જો તમે ગયા તો અમે તરવાર લઈને સામાં થઈશું.”
19 ઇસ્રાએલીઓએ કહ્યું, “અમે રાજમાંર્ગ થઈને ચાલ્યા જઈશું. જો અમે અને અમાંરાં પશુઓ તમાંરું પાણી પીશું તો અમે તેની રકમ ચૂકવીશું. અમે ફકત તમાંરા દેશમાં થઈને પગપાળા જવાની રજા માંગીએ છીએ.”
20 છતાં અદોમના રાજાએ ચેતવણી આપીને કહ્યું, “નહિ, તમાંરે જવાનું નથી. માંરા દેશની બહાર રહો.”પછી પોતાનું સૈન્ય એકત્ર કરીને પૂરી તાકાતથી તેમની સામે લડવા માંટે ઘસી આવ્યો.
21 અદોમીઓએ ઇસ્રાએલીઓને પોતાના દેશમાં થઈને જવા દેવાની ના પાડી એટલે ઇસ્રાએલીઓ ફરીને બીજે રસ્તે ગયો.
22 ઇસ્રાએલીઓનો આખો સમાંજ કાદેશથી નીકળીને અદોમની સરહદે આવેલા હોર પર્વત પાસે આવ્યો.
23 ત્યાં યહોવાએ મૂસાને અને હારુનને કહ્યુ,
24 “હારુન પિતૃલોક ભેગો થનાર છે. મેં ઇસ્રાએલીઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું છે તેમાં એ દાખલ થઈ શકશે નહિ, કારણ કે, મરીબાહના ઝરણા આગળ તમે માંરી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ હતું.
25 “હારુન અને તેના પુત્ર એલઆઝારને લઈને તું હોર પર્વત ઉપર જા.
26 ત્યાં તું હારુનના યાજક તરીકેનાં વસ્ત્રો ઉતારી લઈને તેના પુત્ર એલઆજારને એ પહેરાવજે. હારુન ત્યાં અવસાન પામશે.”
27 મૂસાએ યહોવાના કહ્યા પ્રમાંણે કર્યું. સમગ્ર સમાંજના દેખતાં જ તે લોકો હોર પર્વત પર ગયા.
28 જયારે પર્વતના શિખર પર પહોંચ્યા ત્યારે મૂસાએ હારુનના યાજક તરીકેના વસ્ત્રો ઉતારી લઈને તેના પુત્ર એલઆઝારને પહેરાવ્યાં. ત્યાં પર્વતના શિખર પર હારુનનું મૃત્યુ થયું, પછી મૂસા અને એલઆઝાર પાછા ફર્યા.
29 સમગ્ર સમાંજને ખબર પડી કે હારુનું મૃત્યુ થઈ ગયું છે, ત્યારે બધા ઇસ્રાએલીઓએ ત્રીસ દિવસ સુધી તેને માંટે શોક પાળ્યો.
પ્રકરણ 21

1 જયારે નેગેબમાંરહેતા અરાદના કનાની રાજાએ સાંભળ્યું કે ઇસ્રાએલી પ્રજા અથારીમ તરફ જઈ રહી છે ત્યારે તેણે પોતાના સૈન્યને એકત્ર કરીને તેમના ઉપર હુમલો કરીને તેમાંના કેટલાકને બંદીવાન તરીકે પકડી લીધાં.
2 તેથી ઇસ્રાએલીઓએ યહોવાને વચન આપ્યું કે, “તું જો આ લોકોને અમાંરા હાથમાં સોંપી દે તો અમે એમનાં ગામો યહોવાને અર્પણ કરીશું અને તેઓનો સંપૂર્ણ નાશ કરીશું.”
3 યહોવાએ ઇસ્રાએલીઓની વિનંતી માંન્ય રાખી કનાનીઓને હરાવ્યા અને ઇસ્રાએલીઓના હાથમાં સોંપી દીધા. ઇસ્રાએલીઓએ તેઓનો તથા તેમના નગરોનો સંપૂર્ણ નાશ કર્યો. અને તે જગ્યાનું નામ હોર્માંહ પાડયું.
4 ઇસ્રાએલીઓ હોર પર્વત પાછા ફર્યા, ત્યાંથી તેઓ દક્ષિણ તરફ રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશ ફરતાં આગળ ગયા; હવે લોકોની ધીરજ ખૂટી ગઈ હતી.
5 તેઓ દેવની અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, “તમે શા માંટે અમને મિસરમાંથી લઈ આવ્યા. અહી મરવા માંટે? અહીં ખાવા અનાજ નથી, પીવાને પાણી નથી. આ સ્વાદરહિત માંન્નાથી તો અમે કંટાળી ગયા છીએ.”
6 ત્યારે યહોવાએ તેમની વચ્ચે તેઓને શિક્ષા કરવા ઝેરી સાપ મોકલ્યા અને ઘણા ઇસ્રાએલી લોકો સાપ કરડવાથી મૃત્યુ પામ્યા.
7 તેથી લોકો મૂસા પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “અમે યહોવાની અને તારી વિરુદ્ધ બોલીને પાપ કર્યુ છે, તું અમને આ સર્પોથી છોડાવવા માંટે યહોવાને પ્રાર્થના કર.” તેથી મૂસાએ લોકો માંટે પ્રાર્થના કરી.
8 અને યહોવાએ મૂસાને કહ્યું, “ઝેરી સાપના આકાર વાળો એક પિત્તળનો સાપ બનાવ અને તેને લાકડીની ટોચ પર મૂક, જેથી જેને સાપ કરડયા હોય તે તેને જોઈને સાજાં થઈ જાય.”
9 તેથી મૂસાએ પિત્તળનો સાપ બનાવીને સ્તંભ પર મૂકયો, અને જેને જેને સાપ કરડયો હોય તે તેના તરફ જોતાં જ સાજા થઈ જતાં.
10 ઇસ્રાએલી પ્રજાએ આગળ મુસાફરી કરીને ઓબોથમાં મુકામ કર્યો.
11 અને ઓબોથથી નીકળી તેમણે મોઆબની પૂર્વ સરહદે આવેલા અરણ્યમાં ઈયેઅબારીમમાં મુકામ કર્યો.
12 અને ત્યાંથી નીકળીને તેમણે ઝેરેદના ઝરાની ખીણ આગળ મુકામ કર્યો.
13 ત્યારબાદ તેમણે ઝેરેદથી નીકળી આર્નોન નદીની ઉત્તર બાજુએ અમોરીઓ વચ્ચેની સરહદ સુધી જતા અરણ્યમાં મુકામ કર્યો. આર્નોન મોઆબીઓ અને અમોરીઓ વચ્ચેની સરહદ છે.
14 આથી યહોવાના યુદ્ધોના ગ્રંથમાં લખ્યું છે,“આર્નોન નદી અને સૂફામાં વાહેબની ખીણો,
15 અને આર શહેરને મળતા ખીણો પર્વતો. આ જગ્યાઓ મોઆબની સરહદ પર આવેલી છે.”
16 ત્યારબાદ ઇસ્રાએલી પ્રજા મુસાફરી કરીને બએર (કૂવો) આવી. અહીંના કૂવા આગળ યહોવાએ મૂસાને કહ્યું હતું કે, “તું લોકોને એકઠા કર અને હું તેઓને પાણી આપીશ.”
17 અને તે સમયે ઇસ્રાએલી લોકોએ આ ગીત ગાયું હતું:“હે કૂવા, તારું પાણી ઉપર આવો, તમને ગીતથી વધાવીશું અમે.
18 પ્રજાના આગેવાનોએ આ કૂવો ખોદ્યો છે અને, રાજદંડને લાકડીઓથી તેઓએ ખોદ્યો છે, આ તો અરણ્યમાં ભેટ છે.”
19 ત્યાંથી તેઓ અરણ્યમાં થઈને માંત્તાનાહ ગયા અને માંત્તાનાહથી નાહલીએલ, અને નાહલીએલથી બામોથ,
20 અને બામોથથી મોઆબીઓના પ્રદેશમાં પિસ્ગાહના શિખરની તળેટીમાં રણ તરફ આવેલી ખીણ તરફ ગયા.
21 ત્યાર પછી ઇસ્રાએલે પોતાના કાસદો માંરફતે અમોરીઓના રાજા સીહોનને સંદેશો મોકલ્યો કે,
22 “કૃપા કરીને અમને તમાંરા દેશમાં થઈને જવા માંટે રજા આપો, અમે તમાંરા ખેતરો કે દ્રાક્ષની વાડીઓમાં થઈને જઈશું નહિ, અમે તમાંરા કૂવાઓમાંથી પાણી પણ પીશું નહિ. અમે તમાંરી સરદહને પેલે પાર નહિ જઈએ ત્યાં સુધી અમે ફકત મુખ્ય રસ્તાઓ ઉપર જ ચાલીશું.”
23 પરંતુ સીહોને ઇસ્રાએલીઓને પોતાના દેશમાં થઈને જવા દીધા નહિ. તેણે પોતાના સૈન્યને એકત્ર કર્યુ અને રણમાં ઇસ્રાએલીઓ ઉપર હુમલો કર્યો અને યાહાસ પાસે પહોંચી ગયો. ત્યાં તેઓની સાથે યુદ્ધ કર્યુ.
24 પણ ઇસ્રાએલીઓએ તેમનો સંહાર કર્યો અને આર્નોનથી યાબ્બોક, આમ્મોનીઓની સરહદ સુધીનો તેમનો પ્રદેશ કબજે કરી લીધો. અહીં તેઓ અટકી ગયા; કારણ કે આમ્મોનની સરહદે રક્ષણ મજબૂત હતું.
25 ઇસ્રાએલીઓએ હેશ્બોન અને તેની આસપાસનાં ગામો સહિત અમોરીઓનાં બધાં શહેરો જીતી લીધાં અને તેમાં તેમણે રહેવાનું શરૂ કર્યું.
26 હેશ્બોન અમોરીઓના રાજા સીહોનની રાજધાનીનું નગર હતું. અગાઉના મોઆબના રાજા સામે સીહોને યુદ્ધ કરીને આર્નોન સુધીનો તેનો બધો પ્રદેશ લઈ લીધો હતો.
27 તેથી ગાયકોએ આ ગીત ગાયું છે:“જાઓ અને હેશ્બોન ફરીથી બાંધો, હાં, ચાલો આપણે સીહોનના શહેરને; મજબૂત બનાવી અને તેને ફરી વસાવીએ.
28 એક વખત હેશ્બોનમાંથી નીકળ્યાં હતાં આગ, જેમ સીહોનનાં લશ્કર; આર્નોનના પર્વતને ગળી જઈ, ભસ્મ કર્યુ મોઆબનું આર નગર.
29 આ શી તમાંરી દશા! મોઆબ તને દિલગીરી! કમોશના ભજનિકોનો નાશ! નિરાશ્રિત બનાવ્યો તને તારા દેવે, દિલગીરી! અને તમાંરી સ્ત્રીઓ બની, અમોરીઓના રાજા સીહોનની કેદી, દિલગીરી!
30 અને હવે કર્યો છે એના ઉપર આપણે હલ્લો, હેશ્બોન, દીબોન, નોફાહ, ને મેદબાનો થયો વિનાશ!”
31 આ રીતે ઇસ્રાએલીઓ અમોરીઓના પ્રદેશમાં વસવા લાગ્યા.
32 મૂસાએ યાઝેર નગર પર કેવી રીતે હુમલો કરવો તેની જાસૂસી કરવા માંટે માંણસો મોકલ્યા. અને ઇસ્રાએલીઓએ આસપાસનાં ગામો સહિત યાઝેરનો કબજો લીધો અને ત્યાં વસતા અમોરીઓને હાંકી કાઢયા.
33 પછી તેઓએ બાશાન તરફના રસ્તા પર મુસાફરી કરી, બાશાનનો રાજા ઓગ યુદ્ધ માંટે પોતાના સૈન્ય સાથે એડ્રેઈ આવ્યો.
34 યહોવાએ મૂસાને કહ્યું, “એનાથી ડરતો નહિ, કારણ કે મેં તેને, એની પ્રજાને અને તેના દેશને તમાંરા હાથમાં સોંપી દીધાં છે. હેશ્બોનમાં રહેતાં અમોરીઓના રાજા સીહોનની જેવી હાલત કરી, તેવી જ હાલત તમે તેની કરજો.”
35 અને એ પ્રમાંણે જ થયું. ઇસ્રાએલનો વિજય થયો. ઇસ્રાએલીઓએ રાજા ઓગ, તેના પુત્રો અને તેના સર્વ લોકોનો સંહાર કર્યો જીવતો પાછો જવા પામ્યો નહિ. અને ઇસ્રાએલીઓએ તેનો પ્રદેશ કબજે કરી લીધો.
પ્રકરણ 22

1 પછી ઇસ્રાએલી લોકો આગળ યાત્રા કરીને મોઆબના મેદાનમાં યર્દન નદીને પૂર્વકાંઠે યરીખોની સામે આવ્યા અને ત્યાં પડાવ નાખ્યો.
2 અમોરીઓના જે હાલ ઇસ્રાએલીઓએ કર્યા હતા તે મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાકે જોયા, ત્યારે તે અને તેના લોકો ઇસ્રાએલીઓથી થથરી ગયા. એમની બહુ મોટી સંખ્યા જોઈને મોઆવીઓ ભયભીત થઈ ગયા.
3
4 અને એમણે મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ બળદ ચરામાંનું ઘાસ ખાઈ જાય છે, તેમ આ ધાડા આપણને ખાઈ જશે.” અને તે સમયે સિપ્પોરનો દીકરો બાલક મોઆબનો રાજા હતો.
5 તેથી રાજા બાલાકે, બયોરના પુત્ર બલામને બોલાવી લાવવા માંટે તેણે તેના માંણસોને મોકલ્યા. તે વખતે બલામ તેના વતનમાં યુફ્રેતિસ નદીને કિનારે પથોરમાં રહેતો હતો; તે તેને આ સંદેશો આપવાના હતા, “મિસરમાંથી સમગ્ર પ્રજા આવી ગઈ છે, તેઓ એટલા બધા છે કે તેઓ સમગ્ર ભૂમિ ઢાંકી દે. તેઓએ માંરી પાસે જ પડાવ નાંખ્યો છે. માંટે તમે આવીને મને મદદ કરો.
6 એ લોકો અમાંરા કરતાં વધારે મજબૂત છે, તેથી કૃપા કરીને તરત આવો અને એ લોકોને શ્રાપ આપો, તો કદાચ હું એ લોકોને હરાવીને દેશમાંથી હાંકી કાઢી શકું, મને ખબર છે કે, તમે જેને આશીર્વાદ આપો છો તેઓની સાથે સારું થાય છે અને તમે જેને શ્રાપ આપો છો તેઓની સાથે ખોટું થાય છે.”
7 તેણે મોઆબના અને મિદ્યાનના ઉચ્ચકક્ષાના આગેવાનોને સંદેશવાહકો તરીકે મોકલ્યા હતા. જદુમંતરની દક્ષિણા સાથે તેઓએ બલામ પાસે આવીને તેને બાલાકનો સંદેશો કહી સંભળાવ્યો.
8 બલામે તેઓને કહ્યું, “આજની રાત તમે અહીં રહો, હું તમને યહોવા કહેશે તે જવાબ આપીશ.” તેથી મોઆબના આગેવાનો બલામ સાથે રાત રહ્યા.
9 તે રાત્રે દેવે બલામ પાસે આવીને પૂછયું, “તારી સાથે આ માંણસો કોણ છે?”
10 બલામે જવાબ આપ્યો, “મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાક પાસેથી તેઓ આવ્યા છે.
11 તેમણે કહેવડાવ્યું છે કે મિસરમાંથી એક પ્રજા માંરી સરહદે આવી પહોંચી છે, તેઓ સંખ્યામાં એટલા બધા છે કે તેઓ સમગ્ર ભૂમિ ઢાંકી દે. કૃપા કરીને આવો અને એ લોકોને શ્રાપ આપો, તો હું એ લોકોને હરાવીને દેશમાંથી હાંકી કાઢી શકુ.”
12 દેવે બલામને કહ્યું, “તારે એમની સાથે જવાનું નથી કે તે લોકોને શ્રાપ આપવાનો નથી, કારણ કે મેં તેઓને આશીર્વાદ આપેલા છે.”
13 તેથી બલામે બીજી સવારે વહેલા ઊઠીને બાલાકના કર્મચારીઓને કહ્યું, “તમે તમાંરા દેશમાં પાછા જાઓ, કારણ કે, યહોવાએ મને તમાંરી સાથે આવવાની ના પાડી છે.”
14 તેથી મોઆબના આગેવાનોએ ત્યાંથી નીકળીને પાછા બાલાક પાસે જઈને તેને કહ્યું, “બલામે અમાંરી સાથે આવવાની ના પાડી છે.”
15 બાલાકે ફરીથી પ્રયત્ન કર્યો, અને પહેલાં કરતાં સંખ્યામાં વધારે અને વધારે પ્રતિષ્ઠિત આગેવાનોને મોકલ્યા.
16 એટલે તેમણે બલામ પાસે આવીને જણાવ્યું, “સિપ્પોરના પુત્ર બાલાકે આ મુજબ સેદેશો મોકલ્યો છે. કૃપા કરીને તમે માંરી પાસે જલદી આવી પહોંચવામાં કોઈ અવરોધ ઊભો થવા દેશો નહિ.
17 હું તમને ભારે મોટો બદલો આપીશ અને તમે જે કહેશો તે હું કરીશ, માંટે જરૂર આવશો અને આ લોકોને શ્રાપ આપશો.”
18 બલામે બાલાકના માંણસોને જવાબ આપ્યો, “જો તે મને તેના મહેલમાંનું તમાંમ સોનું અને ચાંદી આપે તોયે હું નાની કે મોટી કોઈ પણ બાબતમાં માંરા દેવ યહોવાની આજ્ઞા વિરુદ્ધ કંઈ કરી શકું તેમ નથી.
19 એટલે આજની રાત પેલા લોકોની જેમ તમે પણ રોકાઈ જાઓ એટલે યહોવાએ પહેલાં જે કહ્યું હતું તે કરતાં કંઈક વિશેષ કહેવું હોય તો તે હું જાણી શકું.”
20 રાત્રી દરમ્યાન દેવે આવીને બલામને કહ્યું, “જો આ લોકો તને બોલાવવા આવ્યા હોય, તો તું ઝટ ઊઠીને તેમની સાથે જા, પણ હું તને કહું એટલું જ તું કરજે, અને તેનું ધ્યાન રાખજે.”
21 આથી બલામ બીજી સવારે પોતાની ગધેડી ઉપર જીન બાંધીને મોઆબના આગેવાનો સાથે ગયો.
22 પરંતુ બલામ તેઓની સાથે ગયો તેથી દેવને તેના પર રોષ ચઢયો, જ્યારે બલામ પોતાના બે નોકરો સાથે ગધેડી પર સવાર થઈને જતો હતો ત્યારે તેને રોકવા માંટે તેના રસ્તામાં યહોવાનો દૂત ઊભો રહ્યો.
23 અચાનક રસ્તાની વચ્ચે તરવાર ખેચીને ઊભેલા યહોવાના દૂતને ગધેડીએ જોયો, તેથી ગધેડીએ પોતાનો રસ્તો બદલ્યો અને ખેતરમાં વળી ગઈ. બલામ તેને માંરીને ફરી રસ્તા પર લઈ આવ્યો.
24 પછી યહોવાનો દૂત એક નાળિયા આગળ જઈને ઊભો રહ્યો, જેની બંને બાજુએ પથ્થરોની વાડ કરેલી દ્રાક્ષની વાડીઓ આવેલી હતી.
25 યહોવાના દૂતને જોતા ગધેડી એક તરફ પથ્થરની વાડની નજીક ચાલવા લાગી અને બલામનો પગ દિવાલમાં ચગદાયો, તેથી તેણે ગધેડીને ફરી માંરી.
26 ત્યાંથી આગળ જઈને યહોવાનો દૂત એક એવી સાંકડી જગ્યાએ ઊભો રહ્યો કે, જયાંથી ગધેડી આમતેમ ડાબીજમણી બાજુએ ફંટાઈ શકે નહિ.
27 યહોવાના દૂતને જોઈ તે બલામ સાથે જમીન પર બેસી પડી, તેથી બલામ એકદમ ગુસ્સે થઈ ગયો અને તેણે ગધેડીને ફરીથી લાકડીએ લાકડીએ માંરી.
28 પછી યહોવાએ ગધેડીને વાચા આપી. તેણે બલામને કહ્યું, “મેં તારું શું બગાડયું છે? તેં મને ત્રણ વખત શા માંટે માંરી?”
29 બલામે મોટા સાદે જવાબ આપ્યો, “કારણ કે તું માંરી ફજેતી કરે છે, અત્યારે જો માંરી પાસે તરવાર હોત તો મેં તને અત્યારે જ કાપી નાખી હોત.”
30 ગધેડીએ બલામને પૂછયું, “જો હું કંઈ તારાથી અજાણી છું? તેં આખુ જીવન તો માંરા પર સવારી કરી છે. માંરા સમગ્ર જીવનમાં મેં પહેલા કદી આવું કર્યુ છે ખરું?”બલામે કહ્યું, “ના, કદાપી નહિ.”
31 પછી યહોવાએ બલામની આંખો ખોલી, અને તેણે યહોવાના દૂતને રસ્તાની વચ્ચે ઉઘાડી તરવાર લઈને ઊભેલો જોયો અને તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા.
32 યહોવાના દૂતે તેને કહ્યું, “તેં આ ગધેડીને ત્રણ વખત શા માંટે માંરી! તને અટકાવવા માંટે હું જાતે રસ્તામાં આવીને ઊભો હતો. કારણ કે મને તું જાય એ ગમતું નહોતું.
33 ગધેડીએ મને જોયો એટલે એ ત્રણ વાર બાજુએ ખસી ગઈ. જો એ ખસી ગઈ ના હોત તો મેં તને માંરી નાખ્યો હોત, અને ગધેડીનો બચાવ કર્યો હોત.”
34 પછી બલામે યહોવાના દૂતને કહ્યું, “મેં પાપ કર્યુ છે. માંરી ભૂલ થઈ ગઈ છે, મને ખબર નહોતી કે, તમે માંરા માંર્ગમાં આડા ઊભા છો, તમાંરી ઈચ્છા હું ત્યાં ન જાઉં તેવી હોય તો હું પાછો ઘેર જઈશ.”
35 યહોવાના દૂતે બલામને જણાવ્યું, “તું આ લોકો સાથે જા, પણ હું જેટલું કહું તેટલાં શબ્દો જ કહેજે.” આથી બલામ બાલાકના માંણસો સાથે ગયો.
36 રાજા બાલાકે જયારે સાંભળ્યું કે બલામ આવી રહ્યો છે, ત્યારે તે પાટનગર છોડીને તેને મળવા માંટે મોઆબની સરહદ પર આર્નોન પાસે આવેલા આર સુધી ગયો,
37 તેણે બલામને પૂછયું, “મે તમને બોલાવવા માંણસો ન્હોતા મોકલ્યા? તમે આટલો બધો વિલંબ શા માંટે કર્યો? તમને શું એમ લાગ્યું હતું કે હું તમને બદલો નહિ આપી શકું?”
38 એટલે બલામે બાલાકને કહ્યું, “હું અહીં આવ્યો છું તે તું જુએ છે, શું તું એમ માંને છે કે હું ધારું તે કરી શકું છું? હું તો દેવ મને જે બોલાવે છે તે જ બોલું છું.”
39 પછી બલામ બાલાક સાથે કિર્યાથ-હુસોથ ગયો.
40 બાલાકે તે જગ્યાએ બળદો અને ઘેટાનો યજ્ઞ ચઢાવ્યો તથા બલામ અને તેની સાથેના આગેવાનોને તેઓનાં બલિદાનો માંટે પ્રાણીઓ આપ્યાં.
41 બીજે દિવસે સવારે બાલાક બલામને બામોથ-બાલ ઉપર લઈ ગયો. ત્યાંથી તેઓ ઇસ્રાએલી પડાવનો એક ભાગ જોઈ શકતા હતા.
પ્રકરણ 23

1 બલામે બાલાકને કહ્યું, “અહીં માંરે માંટે સાત વેદીઓ બાંધો અને સાદ બળદ તથા સાત નર ઘેટા મને લાવી આપો.”
2 બાલાકે બલામની સૂચનાઓ પ્રમાંણે કર્યુ, અને તેણે અને બલામે દરેક વેદી પર એક વળદ અને એક નર ઘેટાની આહુતિ ચઢાવી.
3 બલામે પછી રાજાને કહ્યું, “તું તારી વેદી પાસે ઊભો રહે. હું એકલો જાઉ છું. કદાચ યહોવા મને મળે પણ ખરા. એ મને જે કહેશે તે હું તને જણાવીશ.” અને પછી તે એક ખુલ્લી ટેકરી પર ગયો.
4 ત્યાં તેને દેવનો મેળાપ થયો. બલામે યહોવાને કહ્યું, “મેં સાત વેદીઓ તૈયાર કરી છે અને દરેક પર એક બળદ અને એક નર ઘેટાની આહુતિ ચઢાવી છે.”
5 પછી યહોવાએ બલામને શું કહેવું તે જણાવ્યું, અને કહ્યું, “તું પાછો બાલાક પાસે જા અને માંરા કહ્યાં પ્રમાંણે તેને કહેજે.”
6 બાલાક જ્યારે બલામ પાસે પાછો ફર્યો ત્યારે તે હજી આહુતિ પાસે મોઆબના આગેવાનો સાથે જ ઊભો હતો.
7 બલામે યહોવા તરફથી પોતાને મળેલો સંદેશો પ્રગટ કર્યો તેણે કહ્યું:“મોઆબનો રાજા બાલાક મને અરામમાંથી, પૂર્વના પર્વતોમાંથી લઈ આવ્યો છે, અને મને કહ્યું છે, “આવ, માંરે માંટે યાકૂબને શ્રાપ દે! આવ અને ઇસ્રાએલને શ્રાપ દે.”
8 જેને દેવ શ્રાપ ન આપતો હોય તેને હું શી રીતે શ્રાપ આપું? દેવ જેનું ભૂડું ઈચ્છતો નથી તેનું ભૂંડું હું શી રીતે ઈચ્છું?
9 હું ઊચા ખડકની ટોચ પરથી તે લોકોને નિહાળું છું, એ પ્રજા એકલી રહે છે, તે અન્ય પ્રજાઓથી પોતાને ભિન્ન ગણે છે.
10 ઇસ્રાએલની પ્રજા અસંખ્ય છે! ગણ્યા ગણાય નહિ તેટલા છે. માંરું મૃત્યુ સજ્જન જેવું થાઓ. ભલે માંરું જીવન ઇસ્રાએલીઓની જેમ પૂરું થાય.”
11 રાજા બાલાકે આ સાંભળીને બલામને કહ્યું, “આ તે શું કર્યું? મેં તમને માંરા દુશ્નનોને શ્રાપ આપવા તેડાવ્યો અને તમે તો તેમને આશીર્વાદ આપ્યા.”
12 પરંતુ બલામે પ્રત્યુત્તર આપ્યો, “માંરે તો યહોવા બોલાવે તે જ બોલવાનું હોય છે.”
13 ત્યાર પછી બાલાકે તેમને કહ્યું, “માંરી સાથે બીજી જગ્યાએ આવો, ત્યાંથી તમે ઇસ્રાએલી પ્રજાને જોઈ શકો. તમે ફકત એક ભાગને જ જોઈ શકશો, કદાચ તે જગ્યાએથી તમે તેઓને માંરા માંટે શ્રાપિત કરી શકો.”
14 એમ કહીને રાજા બાલાક બલામને પિસ્ગાહ પર્વતની ટોચે આવેલા ચોકીના મેદાનમાં લઈ ગયો, ત્યાં તેણે સાત વેદીઓ બાંધી અને પ્રત્યેક વેદી ઉપર એક બળદ અને એક ઘેટાનું બલિદાન આપ્યું.
15 બલામે રાજા બાલાકને કહ્યું, “હું યહોવાનો મેળાપ કરવા જાઉ છું. તું તારી વેદી પાસે ઊભો રહે.”
16 યહોવા બલામને મળવા આવ્યા અને બલામે શું કહેવું તે યહોવાએ તેને જણાવ્યું.
17 આથી રાજા અને મોઆબના સર્વ સરદારો તેઓની આહુતિ પાસે ઊભા હતા ત્યાં બલામ બાલાક પાસે પાછો ગયો. રાજા બાલાકે આતુરતાથી પૂછયું: “યહોવાએ તને શું કહ્યું છે?”
18 એટલે બલામે જવાબ આપ્યો:“બાલાક ઊઠ, ઊભો થા અને ધ્યાનથી સાંભળ. હે સિપ્પોરના પુત્ર, હું જે કહું તે કાને ધર.
19 દેવ તે કાંઈ મનુષ્ય નથી કે જૂઠું બોલે, વળી તે કંઈ માંણસ નથી કે પોતાના વિચાર બદલે. તે તો જે બોલે તે પાળે, ને જે કહે તે પ્રમાંણે કરે.
20 હું તેઓને આશીર્વાદ આપું તેવી મને આજ્ઞા મળી છે. દેવ તેઓને આશીર્વાદ આપે તે હું ફેરવી શકું નહિ.
21 દેવે યાકૂબના લોકોમાં કઈ જ ખોટું ન જોયું. દેવે ઇસ્રાએલના લોકોમાં કોઈ પાપ જોયું ન હતું. તેઓના દેવ યહોવા તેમની સાથે છે; તેઓની વચ્ચે તેનો જયજયકાર રાજાની જેમ થાય છે.
22 એ જ તેમને મિસરમાંથી બહાર લઈ આવ્યા છે, અને તે જ એમને ઇસ્રાએલીઓને જંગલી આખલા જેવી તાકાત આપે છે.
23 ઇસ્રાએલી પ્રજા વિરુદ્ધ કોઈ જંતરમંતર ચાલે તેમ નથી. કોઈ પણ કામણટૂમણ સફળ થાય તેમ નથી. ઇસ્રાએલ વિષે લોકો કહેશે; ‘જુઓ તો ખરા દેવે તેઓને માંટે કેવાં અદભૂત કાર્યો કર્યા છે!’
24 એ પ્રજા તો સિંહની જેમ છલાંગ માંરવાને તાકી રહી છે; એ શિકારને ફાડી ખાધા વિના અને તેનું લોહી પીધા વિના જંપીને બેસનાર નથી.”
25 પછી બાલાકે બલામને કહ્યું, “ભલે, તું તેમને શ્રાપ ન આપે તો કંઈ નહિ, પણ ઓછામાં ઓછું તું એમને આશીર્વાદ ન આપતો.”
26 બલામે જવાબ આપ્યો, “મેં તમને કહ્યું નહીનું કે માંરે તો યહોવા મને જે કહે તે જ બોલવાનું છે.”
27 પછી રાજા બાલાકે બલામને કહ્યું, “ચાલ, હું તને બીજી કોઈ એક જગ્યાએ લી જાઉ, કદાચ દેવ પ્રસન્ન થાય અને ત્યાંથી તને માંરા તરફથી તેમને શ્રાપ આપવા દે.”
28 તેથી રાજા બાલાક, બલામને રણને કાંઠે આવેલા પેઓર પર્વતના શિખર પર લઈ ગયો, જયાંથી રણ જોઈ શકાતું હતું.
29 પછી બલામે બાલાકને કહ્યું, “તું મને સાત વેદી બાંધી આપ અને સાત બળદ અને સાત ઘેટાં બલિદાન માંટે લઈ આવ.”
30 બલામે જે કહ્યું તે જ પ્રમાંણે બાલાકે કર્યું અને પ્રત્યેક વેદી પર એક બળદ અને એક ઘેટાનું બલિદાન આપવામાં આવ્યું.
પ્રકરણ 24

1 બલામને ખબર પડી કે યહોવા ઇસ્રાએલને આશીર્વાદ આપવા ઈચ્છે છે, તેથી તેણે જાદૂઈ ખેલો કરીને તેને બદલવા પ્રયત્ન કર્યો નહિ. તેને બદલે તે રણ તરફ ઇસ્રાએલી છાવણી તરફ ફરીને ઊભો રહ્યો.
2 તેણે જોયું તો ઇસ્રાએલીઓએ કુળસમૂહો પ્રમાંણે છાવણી નાંખી હતી. પછી દેવના આત્માંએ તેનામાં પ્રવેશ કર્યો.
3 અને તેણે ભવિષ્યવાણી ઉચ્ચારતા કહ્યું,“બયોરનો પુત્ર બલામ કહે છે, જે સ્પષ્ટ નિહાળે છે તે દિવ્ય દૃષ્ટિ ધરાવનારની વાણી છે.
4 દેવના શબ્દો સાંભળનારની વાણી છે. સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલાં દિવ્યદર્શનો જોનારની વાણી છે.
5 હે યાકૂબના લોકો, તમાંરા મંડપ કેવા સુંદર છે! હે ઇસ્રાએલીઓ તમાંરા ઘરો કેવા રઢિયાળ છે!
6 જાણે નદીકાંઠે વિસ્તરેલા બાગબગીચા, જાણે યહોવાએ રોપેલા કુવારના છોડ,
7 અને પાણી પાસેના એરેજ વૃક્ષના જેવા છે, તેઓને ભરપૂર પાણીથી આશીર્વાદિત કરવામાં આવશે. ઘણું જળસીંચન કરેલા ખેતરોમાં તે બી વાવશે. તેઓનો રાજા અગાગ રાજા કરતાં મહાન થશે; તેઓનું રાજ્ય પ્રતાપી રાજ્ય બનશે.
8 દેવ તેઓને મિસરમાંથી લઈ આવ્યા તે જ રાની બળદના શીંગડાની જેમ તેમનું રક્ષણ કરે છે. તેઓ સિંહ જેવા છે; પોતાની વિરુદ્ધ થનાર પ્રજાઓને તે ખાઈ જશે; તે તેઓનાં હાડકાં ભાંગીને ચૂરા કરશે, અને તે અસંખ્ય તીરોથી તેઓને વીંધી નાખશે.
9 પછી તે આડો પડીને ઊઘે છે, તેને ઉઠાડવાની હિંમત કોણ કરે? હે ઇસ્રાએલીઓ, તમને જે આશીર્વાદ આપે તેના પર આશીર્વાદ ઊતરો, તમને જે શ્રાપ આપે તેના પર શ્રાપ ઊતરો.”
10 આ સાંભળીને રાજા બાલાક બલામ પર ખૂબ ગુસ્સે થયો. ક્રોધાવેશમાં મુક્કી પછાડીને તેણે અણગમો વ્યક્ત કરતાં ઊંચા સાદે કહ્યું, “હું માંરા દુશ્મનોને શ્રાપ આપવા માંટે તને લઈ આવ્યો અને તેં ત્રણ ત્રણ વાર તેમને આશીર્વાદ આપ્યા!
11 ચાલ, ભાગ, અહીંથી ચાલ્યો જા. ઘર ભેગો થઈ જા! મેં તને ભારે સન્માંન આપવાનું વચન આપ્યું હતું, પણ યહોવાએ તને તેનાથી વંચિત રાખ્યો છે.”
12 બલામે પ્રત્યુત્તર આપ્યો, “મેં તો તેં મોકલેલા માંણસોને કહ્યું હતું કે,
13 ‘બાલાક મને તેના ઘરનું બધું સોનું અને ચાંદી આપે, તોયે હું યહોવાની આજ્ઞાની વિરુદ્ધ જઈને માંરી મરજી મુજબ સારું કે ખરાબ કઈ જ ન કરી શકું. હું તો યહોવા જે કહેવાનું મને કહેશે તે જ કહીશ.’
14 હવે હું માંરા લોકો પાસે જાઉ છું પણ તે પહેલા તને સાવધાન કરતો જાઉ છું કે આ ઇસ્રાએલીઓ ભવિષ્યમાં તમાંરા મોઆબીઓના શા હાલ કરશે.”
15 એમ કહીને તેણે નીચે પ્રમાંણે ભવિષ્યવાણી પ્રગટ કરી:“બયોરના પુત્ર બલામની, દિવ્ય દ્રષ્ટિ ધરાવનારની આ વાણી છે.
16 દેવના શબ્દો સાંભળનારની, જેને પરાત્પર દેવ પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે તેની આ વાણી છે. સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલા દિવ્યદર્શનો જોનારની આ વાણી છે.
17 હું જે જોઉ છું તે દૃશ્ય આજનું નથી, પણ ભવિષ્યનું છે. યાકૂબના વંશમાંથી એક તારો ઊગશે, ઇસ્રાએલના લોકોમાંથી એક નવો શાસક આવશે, તે પોતાના રાજદંડથી મોઆબીઓનાં પ્રાણ હરશે. અને શેથના પુત્રોનો તે નાશ કરશે.
18 ઇસ્રાએલ મજબૂત બનશે! તેને અદોમની ભૂમિ પ્રાપ્ત થશે. તેને તેના દુશ્મન સેઈરની ભૂમિ પ્રાપ્ત થશે.
19 યાકૂબના કુટુંબમાંથી એક નવો શાસક આવશે. તે શાસક શહેરમાં બાકી રહેલા લોકોનો વિનાશ કરશે.”
20 પછી બલામે અમાંલેકીઓને જોયા અને ભવિષ્યવાણી પ્રગટ કરી:“અમાંલેકીઓ સર્વ પ્રજાઓમાં આગળ હતા; પણ તેનો અંત સંપૂર્ણ વિનાશમાં આવશે.”
21 પછી કેનીઓને જોયા પછી બલામે ભવિષ્યવાણી કરી:“તમાંરું આશ્રયસ્થાન લાગે છે તો સુરક્ષિત, તે ખડકોમાં બાંધેલા માંળા સમાંન છે.
22 પણ એ બળી જવા નિમાંયો છે. કેનીઓનો વિનાશ થશે. તમે કયાં સુધી આશ્શૂરના કેદી બની રહેશો?”
23 અંતમાં તેણે ભવિષ્યવાણી પ્રગટ કરતાં કહ્યું:“દેવ આ પ્રમાંણે કરે ત્યારે કોણ જીવી શકે?
24 કિત્તીમમાંથી (સાયપ્રસ) કિનારા પરથી વહાણો આવશે. તેઓ આશ્શૂરને અને એબેરને કચડી નાખશે, પછી છેવટે વિજેતા પણ વિનાશ પામશે.”
25 પછી બલામ ઊઠીને પોતાને ઘેર ફર્યો અને બાલાક પણ પોતાના રસ્તે પડયો.
પ્રકરણ 25

1 જયારે ઇસ્રાએલીઓએ શિટ્ટીમમાં મુકામ કર્યો હતો, ત્યારે એ લોકો મોઆબી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવા લાગ્યા.
2 આ સ્ત્રીઓ તે લોકોને પોતાના દેવોને બલિદાન અર્પણ કરવાના પ્રસંગોએ નિમંત્રણ પાઠવતી, એ લોકો યજ્ઞનો જમણ લેતા અને મોઆબીઓના દેવોની પૂજા કરતા.
3 આમ ઇસ્રાએલીઓ પેઓરના બઆલને પૂજતા થઈ ગયા; એટલે યહોવા તેમના પર કોપાયમાંન થયા.
4 યહોવાએ મૂસાને આજ્ઞા કરી કે, “તું ઇસ્રાએલી લોકોના બધા આગેવાનોને લઈને તેમનો ધોળે દિવસે માંરી સમક્ષ વધ કર, જેથી ઇસ્રાએલ પરથી માંરો ક્રોધ શમી જાય.”
5 તેથી મૂસાએ ઇસ્રાએલના ન્યાયાધીશોને હુકમ કર્યો, “તમાંરામાંની પ્રત્યેક વ્યક્તિ પોતપોતાના અધિકાર નીચેના માંણસોમાંથી જેણે જેણે પેઓરના બઆલની પૂજા કરી હોય તે સૌનો વધ કરે.”
6 પરંતુ મૂસા અને સમગ્ર ઇસ્રાએલી સંઘ મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ રૂદન કરતા હતા તે સમયે તેમના દેખતાં જ એક ઇસ્રાએલી એક મિદ્યાની સ્ત્રીને પોતાની છાવણીમાં ખેંચી લાવ્યો.
7 તેથી યાજક હારુનના પુત્ર એલઆઝારનો પુત્ર ફીનહાસ આ જોઈને સભામાંથી ઊભો થઈ ગયો અને પોતાના હાથમાં ભાલો લીધો.
8 તે પેલા ઇસ્રાએલી વ્યક્તિની પાછળ છાવણીમાં ઝડપથી દોડી ગયો અને ભાલાનો એક ઘા કરીને તે ઇસ્રાએલી વ્યક્તિના દેહને અને સ્ત્રીના પેટને વીંધી નાખ્યો, અને પરિણામે ઇસ્રાએલીઓમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો તે બંધ થઈ ગયો.
9 પરંતુ ત્યાં સુધીમાં તો 24,000 ઇસ્રાએલીઓ તે માંદગીથી મોતનો ભોગ બની ચૂક્યા હતા.
10 પછી યહોવાએ મૂસાને કહ્યું,
11 “હારુન યાજકના પુત્ર એલઆઝારના પુત્ર ફીનહાસે ઇસ્રાએલીઓ પરનો માંરો ક્રોધ શાંત કર્યો, એ લોકોમાં માંરા પ્રત્યેની નિષ્ઠાનો અભાવ જોઈ એણે એટલો બધો રોષ વ્યક્ત કર્યો, માંરો ક્રોધ શમી ગયો, જેથી મેં એમનો નાશ ન કર્યો.
12 તેથી તું તેને હવે કહે કે; હું એની સાથે હંમેશ માંટે શાંતિનો કરાર કરીને એને અને એના વંશજોને યાજકપદનો હક્ક આપું છું. જે હક્ક તેઓ સદાને માંટે ભોગવશે.
13 કારણ કે, તેણે પોતાના દેવ માંટેની શ્રદ્ધાનું ઉલ્લંઘન સહન ન્હોતું કર્યુ અને તેણે ઇસ્રાએલી પ્રજાના પાપોનું પ્રાયશ્ચિત કર્યુ હતું.”
14 પછી મિદ્યાની સ્ત્રીની સાથે માંરી નાખવામાં આવેલા ઇસ્રાએલી પુરુષનું નામ ઝિમ્રી હતું, તે શિમયોન કુળસમૂહના પરિવારના આગેવાન સાલૂનો પુત્ર હતો.
15 એ મિદ્યાની સ્ત્રીનું નામ કોઝબી હતું, તે મિદ્યાનીઓના એક કુટુંબના વડા સૂરની પુત્રી હતી.
16 પછી યહોવાએ મૂસાને આજ્ઞા કરી,
17 “જા, મિદ્યાનીઓ પર હુમલો કર અને તેઓનો સંહાર કર.
18 પેઓરમાં તેમણે મિદ્યાની સ્ત્રીઓ દ્વારા તને ખેલ કરાવી, તમને મિથ્યા દેવ બઆલની પૂજા કરતા કર્યા, મિદ્યાની આગેવાનની પુત્રી કોઝબી નામની સ્ત્રી દ્વારા તેઓએ તમને ફસાવ્યાં. પછી મૂર્તિપૂજાને કારણે ઇસ્રાએલીઓ એક રોગથી મૃત્યુ પામ્યા. તેથી તેઓ તમાંરા દુશ્મનો છે.”
પ્રકરણ 26

1 રોગચાળો બંધ થઈ ગયા પછી યહોવાએ મૂસાને તથા યાજક હારુનના પુત્ર એલઆઝારને કહ્યું,
2 “ઇસ્રાએલમાં જેઓ વીસ વર્ષ કે તેનાથી મોટી વચના છે, તેઓની વસ્તી ગણતરી કર, તથા પ્રત્યેક કુળ અને ગોત્રમાંથી જે લોકો લશ્કરમાં નોકરી કરવા લાયક હોય તે સર્વની કુટુંબવાર ગણતરી કર.”
3 તેથી યર્દન નદીને કિનારે યરીખો સામે, મોઆબના મેદાનમાં મૂસાએ અને યાજક એલઆઝારે ઇસ્રાએલના આગેવાનોને જણાવ્યું,
4 “યહોવાએ મૂસાને આજ્ઞા આપી છે તે પ્રમાંણે વીસ વર્ષ અને તેનાથી વધારે ઉમરના પુરુષોની વસ્તી ગણતરી કરો.” મિસરમાંથી આવેલા જે ઇસ્રાએલીઓ છે તે નીચે મુજબ છે:
5 ઇસ્રાએલના જયેષ્ઠ પુત્ર રૂબેનના વંશનાં કુટુંબો:હનોખનું કુટુંબ. પાલ્લૂનું કુટુંબ.
6 હેસ્રોનનું કુટુંબ. અને કાર્મીનું કુટુંબ.
7 રૂબેનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં, તેમની કુળ સંખ્યા 43,730ની હતી.
8 પાલ્લૂના વંશજો: અલીઆબ,
9 અને તેના પુત્રો: નમુએલ, દાથાન, અને અબીરામ. દાથાન અને અબીરામ એટલે મૂસાની અને હારુનની સામે બંડ પોકારનાર પંચાચતના સભ્યો, કોરાહે અને તેની ટોળકીએ યહોવા સામે બળવો કર્યો ત્યારે એમણે તેઓને સાથ આપ્યો હતો.
10 પરંતુ પૃથ્વીએ પોતાનું મુખ ખોલ્યું અને તેઓને ગળી ગઈ; તથા સમગ્ર પ્રજાને ચેતવણી મળે તે માંટે તે જ દિવસે યહોવાના અગ્નિએ 250 માંણસોને ભસ્મીભૂત કર્યા હતા.
11 તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહોતા.
12 શિમયોનના કુળસમૂહો:નમુએલનું કુટુંબ. યામીનનું કુટુંબ.યાખીનનું કુટુંબ,
13 ઝેરાહનું કુટુંબ. શાઉલનું કુટુંબ.
14 શિમયોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં જેમની કુલ સંખ્યા 22,200ની હતી.
15 ગાદના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી ગોત્રો હતા.સફોનથી સફોનીઓનું કુટુંબ.હાગ્ગીથી હાગ્ગીઓનું કુટુંબ.શૂનીથી શૂનીઓનું કુટુંબ.
16 ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ.એરીથી એરીઓનું કુટુંબ.
17 અરોદથી અરોદીઓનું કુટુંબ.આરએલીથી આરએલીઓનું કુટુંબ.
18 આ ગાદના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા જેમની કુલ સંખ્યા 40,500ની હતી.
19 યહૂદાના કુળસમૂહનાં કુટુંબો:એર અને ઓનાન યહૂદાના પુત્રો હતા.પણ તેઓ કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા.
20 યહૂદાના વંશ માંત્રના પુત્રોના નામ ઉપરથી ગોત્રો હતા:શેલાથી શેલાનીઓનું કુટુંબ.પેરેસથી પેરેસીઓનું કુટુંબ.ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.પેરેસના કુટુંબોનો પણ આ વસ્તી ગણતરીમાં સમાંવેશ થાય છે.
21 પેરેસના પુત્રોનાં નામ ઉપરથી પણ કુટુંબોના નામ આવ્યા:હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ.તેઓના પૂર્વજ હેસ્રોનના નામ ઉપરથી જ આ નામ હતું. હામૂલથી હામૂલીઓનું કુટુંબ.
22 આ યહૂદાના કુળસમૂહનાં કુટુંબો છે; તેઓની કુળ સંખ્યા 76,500 હતી.
23 ઈસ્સાખારના કુળસમૂહમાં તેના દીકરાઓનાં નામ ઉપરથી કુટુંબો હતા:તોલાથી તોલાઈઓનું કુટુંબ.પૂઆહથી પૂઆહથીઓનું કુટુંબ.
24 યાશૂબથી યાશૂબીઓનું કુટુંબ.શિમ્રોનથી શિમ્રોનીઓનું કુટુંબ.
25 આ ઈસ્સાખારના કુળસમૂહોનાં કુટુંબો છે; તેઓની કુળસંખ્યા 64,300ની છે.
26 ઝબુલોનના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા:સેરેદથી સેરેદીઓનું કુટુંબ.એલોનથી એલોનીઓનું કુટુંબ.યાહલએલથી યાહલએલીઓનું કુટુંબ.
27 ઝબુલોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. એમની કુલ સંખ્યા 60,500ની હતી.
28 યૂસફના કુળસમૂહમાં તેના પુત્ર મનાશ્શા અને એફ્રાઈમના પુત્રોના નામ ઉપરથી કુટુંબો હતા.
29 મનાશ્શાનાં વંશનાં કુટુંબો:માંખીરથી માંખીરીઓનું કુટુંબ.
30 માંખીરના પુત્ર ગિલયાદમાંથી આટલાં કુટુંબો ઊતરી આવે છે:ઈએઝેરથી ઈએઝેરીઓનું કુટુંબ.હેલેકથી હેલેકીઓનું કુટુંબ, અને
31 આસ્રીએલથી આસ્રીએલીઓનું કુટુંબ.અને શખેમથી શખેમીઓનું કુટુંબ.
32 શમીદાથી શમીદાઈઓનું કુટુંબ.હેફેરથી હેફેરીઓનું કુટુંબ.
33 હેફેરના પુત્ર સલોફહાદને પુત્ર નહોતા, તેની પુત્રીઓનાં નામ આ પ્રમાંણે છે:માંહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ.
34 મનાશ્શાના કુળસમૂહના આટલાં કુટુંબો હતા:તેમની કુલ સંખ્યા 52,700 ની હતી.
35 એફ્રાઈમના કુળસમૂહના કુટુંબો તેના પુત્રોનાં નામ ઉપરથી હતા.શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ.બેખેરથી બેખેરીઓનું કુટુંબ.તાહાનથી તાહાનીઓનું કુટુંબ.
36 શૂથેલાહના વંશજો.એરાનથી એરાનીઓનું કુટુંબ.
37 એફ્રાઈમના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતાં. એમની સંખ્યા 32,500ની હતી. આ બધાં યૂસફના કુળસમૂહોનાં કુટુંબો છે.
38 બિન્યામીનના કુળસમૂહનાં તેમના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતાં:બેલાથી બેલાઈઓનું કુટુંબ.આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ.અહીરામથી અહીરામીઓનું કુટુંબ.
39 શફુફામથી શુફામીઓનું કુટુંબ.હુફામથી હૂફામીઓનું કુટુંબ.
40 બેલાના વંશાનાં કુટુંબો:આર્દથી આર્દીઓનું કુટુંબ.નામાંનથી નામાંનીઓનું કુટુંબ.
41 આ બિન્યામીનના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 45,600ની હતી.
42 દાનના કુળસમૂહમાં તેઓના પુત્રનાં નામ ઉપરથી કુટુંબ હતું:શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આમ દાનના કુળસમૂહનું માંત્ર એક જ કુટુંબ હતું.
43 શૂહામના કુળસમૂહના સભ્યોની કુલ સંખ્યા 64,400ની હતી.
44 આશેરના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા.યિમ્નાહથી યિમ્નીઓનું કુટુંબ.યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ. તેઓનાં પૂર્વજ યિશ્વીના નામ ઉપરથી હતું.બરીઆહ બહીઆહીઓનું કુટુંબ.
45 બહીઆહના વંશનાં કુટુંબો. તેના પુત્રોનાં નામ ઉપરથી હતા.હેબેરથી હેબેરીઓનું કુટુંબ.માંલ્કીએલથી માંલ્કીએલીઓનું કુટુંબ.
46 આશેરને એક પુત્રી હતી, જેનું નામ સેરાહ હતું.
47 આ આશેરના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 53, 400ની હતી.
48 નફતાલીના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા:યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ.ગૂનીથી ગુનીઓનું કુટુંબ.
49 યેસેરથી યેસેરીઓનું કુટુંબ.શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ.
50 નફતાલીના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. જેમની કુલ સંખ્યા 45,400ની હતી.
51 ઇસ્રાએલના કુલ વંશજો 6,01,730 હતા, જે યુદ્ધમાં જઈ શકે તેવા હતા.
52 પછી યહોવાએ મૂસાને કહ્યું,
53 “વસ્તી ગણતરીના આધારે કુળસમુહોને આ જમીન તેમની સંખ્યાના પ્રમાંણમાં વહેંચી આપવાની છે.
54 જેમની સંખ્યા મોટી છે તેમને વધુ જમીન આપવાની છે, જેમની સંખ્યા નાની છે તેમને ઓછી જમીન આપવાની છે.
55 પ્રત્યેક કુળસમૂહે નોંધાવેલી સંખ્યા પ્રમાંણે જમીન આપવાની છે. પરંતુ જમીનની વહેંચણી ચિઠ્ઠી નાખીને કરવાની છે. દરેકને તેમના કુળસમૂહના વ્યક્તિઓની સંખ્યાના પ્રમાંણમાં જમીન આપવાની છે.
56 પ્રત્યેક વંશને ચિઠ્ઠીના આધારે જમીન મળશે. તેથી જમીન દરેક કુટુંબને મળશે ભલે તે નાનું હોય કે મોટું.”
57 લેવીઓના નોંધયેલા કુળસમૂહો અને કુટુંબો નીચે મુજબ હતા:ગેર્શોનનું કુટુંબ. કહાથનું કુટુંબ.મરારીનું કુટુંબ,
58 લેવીઓનાં કુળસમુહોમાંથી બીજાં કુટુંબો નીચે મુજબ છે:લીબ્નીનું કુટુંબ. હેબ્રોનનું કુટુંબ.માંહલીનું કુટુંબ. મૂશીનું કુટુંબ.તથા કોરાહનું કુટુંબ.
59 કહાથનો પુત્ર આમ્રામ હતો. આમ્રાનની પત્નીનું નામ યોખેબેદ હતું. તે લેવીની પુત્રી હતી. અને મિસરમાં જન્મી હતી, તેનાથી આમ્રાનને હારુન, મૂસા અને તેમની બહેન મરિયમ જન્મ્યાં હતા.
60 હારુનના પુત્ર નાદાબ અબીહુ, એલઆઝાર અને ઈથામાંર હતા.
61 નાદાબ અને અબીહૂ નિષિદ્ધ અગ્નિ યહોવા સમક્ષ અર્પણ કરવાથી મૃત્યુ પામ્યા હતા.
62 લેવી કુળસમૂહની વસ્તી ગણતરીમાં એક મહિનો અને તેનાથી વધારે ઉમરના પુરુષોની કુળ સંખ્યા 23,000 થઈ. એમની નોંધણી બીજા ઇસ્રાએલીઓ ભેગી કરવામાં ન્યોતી અવી, કારણ કે એમને જમીન મળી ન્હોતી.
63 મૂસાએ અને યાજક એલઆઝારે યર્દન નદીને કાંઠે યરીખો સામે મોઆબના મેદાનમાં ઇસ્રાએલીઓની વસ્તી ગણતરી કરી ત્યારે આટલાં માંણસો નોંધાયાં હતા.
64 મૂસાએ અને યાજક હારુને સિનાઈના રણમાં વસ્તી ગણતરી કરી હતી, ત્યારે નોંધાયેલાઓમાંથી એક પણ માંણસ હયાત ન્હોતો.
65 કારણ, યહોવાએ તેમને કહ્યું હતું કે યફૂન્નેહનો પુત્ર કાલેબ, અને નૂનના પુત્ર યહોશુઆ સિવાય બધા જ લોકો રણમાં મરણ પામશે. અને ખરેખર બધાજ મરણ પામ્યા. સિવાય કાલેબ અને યહોશુઆ.
પ્રકરણ 27

1 અને યૂસફના પુત્ર મનાશ્શાના કુટુંબોમાંથી મનાશ્શાના પુત્ર માંખીરના પુત્ર ગિલયાદના પુત્ર હેફેરના પુત્ર સલોફહાદની પુત્રીઓનાં નામ માંહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ હતા.
2 તેમણે મૂસાની તથા એલઆઝારની અને સમગ્ર સમાંજના આગેવાનોની સમક્ષ મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ હાજર થઈને દાવો રજૂ કર્યો કે,
3 “અમાંરા પિતા રણમાં મૃત્યુ પામ્યા હતા. યહોવા સામે બળવો કરનાર કોરાહની ટોળીમાં તે ન્હોતા. તે તેમના પોતાના પાપે જ મૃત્યુ પામ્યા હતા અને તેમને કોઈ પુત્ર ન્હોતો.
4 અમાંરા પિતા અપુત્ર હતા એટલા જ કારણસર તેમનું નામ કુટુંબમાંથી શા માંટે ભૂંસાઈ જાય? અમાંરા પિતાના ભાઈઓની સાથે અમે પણ વારસો આપવામાં આવે.”
5 એટલે મૂસાએ આ બાબત યહોવા સમક્ષ લાવી.
6 અને યહોવાએ તેને કહ્યું,
7 “સલોફહાદની પુત્રીઓની વાત બરાબર છે. એ લોકોને પણ એમના પિતાના ભાઈઓની સાથે તું તેમને ભાગ આપ; તેમના પિતા જીવતાં હોત તો જે વારસો તેમને આપવામાં આવ્યો હોત તે તું તેઓને આપ.
8 “તે ઉપરાંત તમાંરા સૌ માંટે આ સામાંન્ય કાનૂન છે: ‘તું ઇસ્રાએલીઓને આ પ્રમાંણે કહે; જો કોઈ વ્યક્તિ અપુત્ર મૃત્યુ પામે તો તેની મિલકત તેની પુત્રીને મળે.
9 જો તેને પુત્રી પણ ના હોય, તો તેની મિલકત તેના ભાઈઓને મળે.
10 જો તેને ભાઈઓ પણ ના હોય, તો તેની મિલકત તેના કાકાઓને મળે.
11 અને જો તેને કાકાઓ ન હોય, તો તેની મિલકત તેના સૌથી નજીકનાં સગાને મળે, અને તે તેનો માંલિક બને. મેં યહોવાએ મૂસાને આજ્ઞા કરી છે તે મુજબ આ કાયદો સૌ ઇસ્રાએલી પ્રજાએ પાળવાનો છે.”‘
12 યહોવાએ મૂસાને કહ્યું, “તું આ અબારીમના પર્વત પર ચઢી જા અને ઇસ્રાએલી પ્રજાને મેં જે ભૂમિ આપી છે તે જોઈ લે.
13 તારો ભાઈ હારુન મૃત્યુ પામ્યો તેમ તું પણ તે ભૂમિને જોયા પછી મૃત્યુ પામશે.
14 કારણ કે સીનના રણમાં જયારે સમગ્ર સમાંજે ઝરણા આગળ માંરી સામે ઝઘડો કર્યો હતો, ત્યારે તમે માંરી આજ્ઞાનો ભંગ કર્યો હતો: તમે તેમની આગળ માંરી શક્તિ વિષે અવિશ્વાસ પ્રગટ કર્યો અને લોકોને બતાવ્યુ નહિ કે હું પવિત્ર છું.” સીનના રણમાં આવેલા કાદેશ નજીકના ‘મરીબાહ’ના ઝરણાની આ વાત છે.
15 ત્યારબાદ મૂસાએ યહોવાને કહ્યું,
16 “હે યહોવા, સર્વ માંનવજાતના આત્માંઓના દેવ, આ તમને માંરી અરજ છે કે હવે આ સમાંજનો કોઈ આગેવાન પસંદ કરો.
17 જે એમની આગળ રહે અને બધી જ બાબતોમાં માંર્ગદર્શન આપે, જેથી તમાંરા લોકો ભરવાડ વગરનાં ઘેટાં જેવા ન રહે.”
18 યહોવાએ મૂસાને જવાબ આપ્યો, “નૂનનો પુત્ર યહોશુઆ શક્તિશાળી માંણસ છે.
19 તું તેને યાજક એલઆઝાર તથા સમગ્ર સમાંજ સમક્ષ ઊભો કર, પછી તેના માંથા પર હાથ મૂકી તેમના દેખતાં જ તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર.
20 “અને પછી તારી કેટલીક સત્તા તેને સોંપ, જેથી ઇસ્રાએલીઓનો સમગ્ર સમાંજ તેની આજ્ઞામાં રહે.
21 તેણે માંરી ઈચ્છા જાણવા માંટે યાજક એલઆજાર પાસે જવું પડશે. પછી એલઆઝાર યહોવા સમક્ષ ઉરીમ પાસો નાખીને યહોવાને જવાબ મેળવશે. આ રીતે એલઆઝાર યહોશુઆને અને સમગ્ર ઇસ્રાએલી સમાંજને તેમની બધી બાબતમાં માંર્ગદર્શન આપશે.”
22 એટલે મૂસાએ યહોવાના કહ્યા પ્રમાંણે કર્યું. તેણે યહોશુઆને લઈ જઈને યાજક એલઆઝાર તથા સમગ્ર ઇસ્રાએલી સમાંજ સમક્ષ રજૂ કર્યો.
23 અને સૌ લોકોની હાજરીમાં મૂસાએ તેને માંથે હાથ મૂકીને તેને યહોવાએ જણાવ્યા મુજબ ઉત્તરાધિકારી નિયુક્ત કર્યો.
પ્રકરણ 28

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે આજ્ઞા કર:
3 તમાંરે નિયત સમયે મને આગમાં બનાવેલું ખાદ્યાર્પણ ધરવું, તેની સુગંધ મને પ્રસન્ન કરે છે.” તેથી તમાંરે નીચે મુજબ અર્પણ ચઢાવવું. પ્રતિદિન તમાંરે એક વર્ષના ખોડખાંપણ વગરના બે નર હલવાનોનું દહનાર્પણ કરવું જ.
4 એક હલવાનની આહુતિ સવારે અને બીજાની સંધ્યાકાળે અને રાત્રિની વચ્ચે આહુતિ આપવી.
5 ઝીણા દળેલા આઠ વાટકા મેંદાના લોટમાં એક કવાર્ટજૈતૂન તેલ ભેળવીને તે પણ ખાદ્યાર્પણ તરીકે અર્પણ કરો.”
6 તેઓએ સિનાઈ પર્વત પર દૈનિક અર્પણો આપવાનું શરૂ કર્યું, આ અર્પણો આગથી બનાવેલા હતા, તેની સુગંધ યહોવાને પ્રસન્ન કરે છે.
7 પેયાર્પણ તરીકે પા ગેલન દ્રાક્ષારસ દરેક હલવાન સાથે અર્પણ કરવો. તમાંરે તેને દેવને પેયાર્પણ તરીકે પવિત્ર જગ્યામાંની વેદી પર રેડી દેવો.
8 બીજા હલવાનની આહુતિ પણ તમાંરે સંધ્યા અને રાત્રિ વચ્ચે આપવી, અને તેની સાથે સવારના જેવા જ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ધરાવવાં. આ હોમયજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
9 “વિશ્રામવારને દિવસે તમાંરે ખોડખાંપણ વિનાના એક વર્ષની ઉમરના બે હલવાન, ખાદ્યાર્પણ તરીકે તેલે મોયેલા
16 વાટકા મેંદાનો લોટ અને નક્કી કરાયેલી માંત્રામાં દ્રાક્ષારસ ધરાવવો.
10 પ્રત્યેક વિશ્રામવારે આ અર્પણ નિયમિત દહનાર્પણ અને પેયાર્પણ ઉપરાંત લાવવાનું છે.”
11 “પ્રત્યેક મહિનાના પ્રથમ દિવસે તમાંરે યહોવાને દહનાર્પણમાં
2 વાછરડા, એક ઘેટો અને
1 વર્ષની ઉમર ના
7 નર હલવાનો ખોડખાંપણ વગરના ચઢાવવાં.
12 પ્રત્યેક બળદ સાથે તમાંરે
24 વાટકા ઝીણો દળેલો લોટ જૈતૂન0 તેલ સાથે ભેળવી અર્પણ કરવો. અને નર ઘેટા સાથે
16 વાટકા ઝીણો દળેલો લોટ જૈતૂન તેલ સાથે ભેળવી અર્પણ કરવો.
13 અને પ્રત્યેક હલવાન માંટે તેલે મોયેલા
8 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી અગ્નિમાં બનાવી તારે અર્પણ કરવું તેની સુંગધથી યહોવા પ્રસન્ન થાય છે.
14 તમાંરે પેયાર્પણમાં વાછરડા દીઠ અડધો ગેલન દ્રાક્ષારસ, ઘેટા દીઠ સવા ગેલન દ્રાક્ષારસ અને હલવાન દીઠ પા ગેલન દ્રાક્ષારસ ચઢાવવો, વર્ષના પ્રત્યેક મહિનામાં બારે માંસ અર્પણ કરવાનું આ દહનાર્પણ છે.
15 પ્રત્યેક માંસના પ્રથમ દિવસે એક બકરો પાપાર્થાર્પણ તરીકે તમાંરે યહોવાને ચઢાવવો. અને દૈનિક દહનાર્પણ અને તે સાથેના પેયાર્પણ ઉપરાંતનુ આ અર્પણ છે.
16 “પહેલા મહિનાનો ચૌદમો દિવસ તે યહોવાનો પાસ્ખાનો દિવસ છે, દર વર્ષે પહેલા મહિનાની
14 મી તારીખ તેની ઉજવણી કરવી.
17 આ માંસને પંદરમે દિવસે બેખમીર રોટલીનો પર્વ શરૂ થશે અને સાત દિવસ સુધી તે ચાલુ રહેશે જે દરમ્યાન તમાંરે બેખમીર રોટલી ખાવી.
18 પ્રથમ દિવસે યહોવાની સમક્ષ સર્વ લોકોની ધર્મસભા રાખવી. તે દિવસે રોજનું પરિશ્રમનું કામ કરવું નહિ.
19 તમાંરે યહોવાને દહનાર્પણમાં
2 વાછરડા,
1 ઘેટો અને
1 વર્ષની ઉમરનાં ખોડખાંપણ વિનાનાં
7 હલવાનો ચઢાવવાં.
20 પ્રત્યેક વાછરડા દીઠ
24 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી તથા નર ઘેટા સાથે
16 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી અર્પણ કરવાં.
21 અને પ્રત્યેક હલવાન સાથે
8 વાટકા તેલથી મોયેલો લોટ.
22 અને તમાંરા પોતાના માંટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે તમાંરે એક બકરાનું અર્પણ કરવું.
23 દરરોજના દહનાર્પણો ઉપરાંત આ અર્પણો તમાંરે સાત દિવસ સુધી લાવવાનાં છે.
24 “ઉત્સવના સાતે દિવસ દરરોજ યહોવાને માંટે સુવાસિત હોમયજ્ઞનું અન્ન; જાથુના દહનાર્પણ સાથેના પેયાર્પણ ઉપરાંત ચઢાવવાનાં છે.
25 “સાતમાં દિવસે ફરીથી પવિત્ર ધર્મસભા માંટે સર્વ લોકોએ ભેગા થવું અને તે દિવસે રોજનું પરિશ્રમનું કામ કરવું નહિ.
26 “કાપણીના પર્વના પ્રથમ દિવસે, નવા પાકની ઉજવણી કરવા યહોવા સમક્ષ સર્વ લોકોએ ધર્મસભામાં ભેગા થવું, તે દિવસે તમાંરે તમાંરા નવા પાકનું પ્રથમ ફળ યહોવાને ખાદ્યાર્પણ તરીકે અર્પણ કરવું. અને રોજનું કામ કરવું નહિ.
27 તે દિવસે એક ખાસ દહનાર્પણ યહોવા સમક્ષ ચઢાવવું. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે, તે માંટે તમાંરે
2 વાછરડા,
1 ઘેટો અને એક વર્ષના
7 નર હલવાનો લાવવા.
28 એની સાથે બળદ દીઠ
24 વાટકા, ઘેટા દીઠ
16 વાટકા
29 અને હલવાન દીઠ
8 વાટકા તેલથી મોયેલો લોટ ચઢાવવો.
30 તદુપરાંત તમાંરા પોતાના પ્રાયશ્ચિતને માંટે એક બકરો અર્પણ કરવો.
31 પ્રતિદિન નિયમિત ચઢાવવામાં આવતાં દહનાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત આ અર્પણો તમાંરે લાવવાનાં છે. બલિદાન માંટેનાં પ્રાણીઓ ખોડખાંપણ વિનાના હોય તેની કાળજી રાખવી.
પ્રકરણ 29

1 પ્રતિવર્ષ સાતમાં મહિનાના પ્રથમ દિવસે તમાંરે ધર્મસંમેલન રાખવું. એ દિવસે રણશિંગડાં વગાડવાનો ઉત્સવ ઉજવવો. રોજનું કામ તે દિવસે કરવું નહિ. તે દિવસે તમાંરે સૌએ આનંદના પોકારો કરવા.
2 તે દિવસે તમાંરે યહોવાને દહનાર્પણમાં એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષની વયનાં ખોડખાંપણ વિનાના
7 હલવાન અર્પણ કરવાં. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
3 તેની સાથે વાછરડા દીઠ
24 વાટકા,
4 ઘેટા દીઠ
16 વાટકા લોટ અને હલવાન દીઠ
8 વાટકા લોટ તેલમાં મોયીને ખાદ્યાર્પણ માંટે લાવીને ચઢાવવો.
5 આ ઉપરાંત તમાંરા પોતાના માંટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
6 અમાંવાસ્યાના દહનાર્પણ તથા દૈનિક યજ્ઞો અને તે સાથેના ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત આ વિશિષ્ટ અર્પણો છે. એ યહોવાની સુવાસિત આહુતિ છે.
7 “આ સાતમાં મહિનાના દશમે દિવસે ધર્મ સંમેલન રાખવું, તે દિવસે તમાંરે ઉપવાસ કરવો અને રોજનું કોઈ કામ ન કરવું.
8 તે દિવસે તમાંરે યહોવા સમક્ષ દહનાર્પણમાં એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષની વયના સાત નર હલવાનો ખોડખાંપણ વિનાના અર્પણ કરવાં. આની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
9 તમાંરે વાછરડા સાથે
24 વાટકા તેલમાં ભેળવેલો લોટ અર્પણ કરવો,
10 પ્રત્યેક ઘેટા દીઠ
16 વાટકા, અને હલવાન દીઠ
8 વાટકા, તેલથી મોયેલો લોટ ચઢાવવો.
11 વળી પાપાર્થાર્પણ માંટે તમાંરે એક બકરાનું બલિદાન આપવું. પ્રાયશ્ચિતના દિવસનું પાપાર્થાર્પણ વર્ષમાં એક વખત તે પ્રાયશ્ચિતના દિવસે અર્પણ કરવામાં આવતું અને પ્રતિદિન થતાં દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણો ઉપરાંતનું આ અર્પણ છે.
12 પછી સાતમાં મહિનાના પંદરમે દિવસે તમાંરે ધર્મસંમેલન રાખવું. રોજનું કામ કરવું નહિ, અને સાત દિવસ સુધી તમાંરે યહોવાનો ઉત્સવ ઊજવવો.
13 તે દિવસે યહોવા જેનાથી પ્રસન્ન થાય છે તે અર્પણ કરવું. તમાંરા આ વિશિષ્ટ દહનાર્પણમાં
13 વાછરડા. 2ઘેટા અને એક વર્ષની ઉમરનાં ખોડખાંપણ વિનાનાં
14 નર હલવાન ચઢાવવાં.
14 એની સાથે ખાદ્યાર્પણમાં વાછરડા દીઠ
24 વાટકા,
15 ઘેટા દીઠ
16 વાટકા અને હલવાન દીઠ
8 વાટકા તેલથી મોયેલો લોટ ધરાવવો.
16 તદુપરાંત પ્રાયશ્ચિત્તાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. પ્રતિદિન નિયમિત થતા યજ્ઞો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત આ અર્પણ કરવાનું છે.
17 “બીજે દિવસે
12 વાછરડા,
2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના
14 નર હલવાનો ચઢાવવા.
18 તેની સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
19 તદુપરાંત નિયમિત પ્રતિદિન થતા યજ્ઞ ઉપરાંત પાપાર્થાર્પણ માંટે એક બકરાનું બલિદાન અને તે સાથેનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવાં.
20 “ત્રીજે દિવસે
11 વાછરડા,
2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વિનાના
14 હલવાનો,
21 તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર નકકી કરેલા ધોરણ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
22 ઉપરાંત, પ્રાયશ્ચિત્તાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ પ્રતિદિન થતાં દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત ચઢાવવું.
23 “ચોથે દિવસે
10 વાછરડા,
2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના
14 હલવાનો,
24 તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
25 તદુપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ પ્રતિદિન અપાતાં દહનાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત ચઢાવવું.
26 “પાંચમે દિવસે
9 વાછરડા,
2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના
14 હલવાન.
27 તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા મુજબ યોગ્ય પૂરતા ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
28 પ્રતિદિન થતાં યજ્ઞ અને તે સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ માંટે એક બકરાનું બલિદાન આપવું.
29 “છઠ્ઠે દિવસે
8 વાછરડા,
2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના
14 હલવાન
30 તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર જરૂરી પૂરતાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
31 આ બધું પ્રતિદિન નિયમિત થતાં યજ્ઞ અને તે સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણને માંટે એક બકરાનું બલિદાન અર્પણ કરવું.
32 “સાતમે દિવસે
7 વાછરડા,
2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના
14 હલવાન.
33 તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર નિયમ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવાં.
34 ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ અર્પણ પ્રતિદિન થતાં ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંતના હશે.
35 “આઠમાં દિવસે તમાંરા માંટે ખૂબજ વિશિષ્ટ સભાનો દિવસ હશે,
36 તે દિવસે તમાંરે રોજના કામ ન કરવા. તમાંરે યહોવાને દહનાર્પણો અર્પવા. તેની સુવાસ યહોવાને પ્રસન્ન કરે છે. આ તમાંરા ખાસ દહનાર્પણમાં એક બળદ, એક ઘેટો અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના
7 હલવાન હોવા જોઈએ.
37 તથા તેની સાતે સંખ્યા અનુસાર નિયમ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
38 ઉપરાંત તમાંરે પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ અર્પણ પ્રતિદિન દહનાર્પણ અને ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત ચઢાવવું.
39 “તમાંરા ઠરાવેલા વાર્ષિક ઉસ્તવો દરમ્યાન આ અર્પણો ફરજિયાત છે. આ અર્પણો તમાંરી બાધાના પૂર્ણ કરવાના અર્પણો, અથવા ખાસ ભેટના અર્પણો અથવા દહનાર્પણો, ખાદ્યાર્પણો, પેયાર્પણો તથા શાંત્યર્પણોની ઉપરાંત અર્પણ કરવાના છે.”
40 મૂસાએ આ સર્વ સૂચનાઓ યહોવાની આજ્ઞા પ્રમાંણે ઇસ્રાએલી પ્રજાને કહી સંભળાવી.
પ્રકરણ 30

1 મૂસાએ ઇસ્રાએલીઓના કુળસમૂહોના વડાઓને કહ્યું, “યહોવાની આજ્ઞા આ પ્રમાંણે છે:
2 “જો કોઈ વ્યક્તિ કોઈ બાબત માંટે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવા માંટે દેવ સમક્ષ વચન આપે તો તેણે તેનો ભંગ કરવો નહિ. વચનનું પાલન અચૂક કરવું.
3 “જો કોઈ કુંવારી સ્ત્રી પોતાના પિતાને ઘેર હોય ત્યારે યહોવાને કશું ચઢાવવાનું વચન આપે અગર અન્ય કોઈ વસ્તુનો ત્યાગ કરવાનું વ્રત લે.
4 અને તેના પિતાને તે વચન વિષે જાણ થાય છતાં તે કશો વાંધો ઉઠાવે નહિ, તો તે વચન તે સ્ત્રીને બંધનકર્તા બને છે.
5 પરંતુ જો તેના પિતાને જે દિવસે જાણ થાય તે જ દિવસે તેણીને વચન પુરુ કરવાની મનાઈ કરે તો તે તેને પુરુ કરવા બંધનકર્તા ન રહે, તેના પિતાએ તેને રોકી હોવાથી યહોવા તેને વચન તોડવા માંટે દોષિત ગણે નહિ.
6 “પરંતુ જો કોઈ સ્ત્રી કઈ કરવાની પ્રતિજ્ઞા લે, અને પછી લગ્ન કરે,
7 અને તેના પતિને તેના વચન વિષેની ખબર પડે અને જે દિવસે ખબર પડે તે દિવસે તે વિષે કશું ન કરે તો તેનું વચન બંધનકર્તા બને છે.
8 જો તેનો પતિ તેની પ્રતિજ્ઞા અથવા વચન પુરું કરવા ન દે તો તે પ્રતિજ્ઞા અથવા વચન મુક્ત થઈ જાય છે. તેથી યહોવા તેને માંફ કરશે.
9 “જો કોઈ વિધવા કે છૂટાછેડા આપેલી સ્ત્રીનું વચન હોય તો તે તેને બંધનકર્તા ગણાય, તે અચૂક પૂર્ણ કરવાં.
10 “જો કોઈ પરણેલી સ્ત્રીએ સાસરે આવ્યા પછી યહોવાને કોઈ વચન આપ્યું હોય,
11 અને તેની જાણ થવા છતાં તેનો પતિ તેને કાંઈ જ કહે નહિ કે ના પાડે નહિ, તો તેનું વચન તેને બંધનકર્તા ગણાય.
12 પણ જો પતિને જાણ થતાં તેને રદ કરે તો તેણે જે વચન આપ્યું હોય તે બંધનકર્તા રહે નહિ. તેના પતિએ તેને રદ કર્યા હોવાથી યહોવા તેને માંફ કરી દેશે.
13 પત્નીના કોઈ પણ વચનને પતિ મંજૂર કે રદ કરી શકે છે.
14 પરંતુ જો જાણ થયા પછી બીજા દિવસ સુધીમાં પતિએ તેને કંઈજ કહ્યું ના હોય તો એનો અર્થ એ કે તે એના વચન સાથે સંમત છે, અને પતિએ જાણ થઈ તે જ દિવસે તેણે કશું જ કહ્યું નહિ,એટલે એ મંજૂર રાખ્યું ગણાય.
15 પણ જો જાણ્યા પછી થોડા સમય બાદ પતિ ના કરે તો તેણીના વચનોનાં ભંગનો જવાબદાર તેનો પતિ છે.”
16 પતિ અને પત્નીને વિષે તેમજ પિતા અને તેના ઘરમાં રહેતી કુંવારી કન્યા વિષે યહોવાએ મૂસાને આ પ્રમાંણે નિયમો જણાવ્યા હતા.
પ્રકરણ 31

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “મૂર્તિપૂજામાં ઇસ્રાએલને લઈ જનાર મિદ્યાનીઓ ઉપર તું પૂરેપૂરું વેર વસૂલ કરજે. તે પછી તું પિતૃઓ ભેગો પોઢી જશે.”
3 પછી મૂસાએ લોકોને કહ્યું, “તમાંરામાંથી કેટલાકે શસ્ત્રસજજ થઈને મિદ્યાનીઓ ઉપર હુમલો કરો, અને યહોવા તમાંરા દ્વારા મિદ્યાનીઓ ઉપર બદલો લેશે.
4 તમાંરે ઇસ્રાએલના પ્રત્યેક કુળસમૂહમાંથી 1,000 માંણસોને યુદ્ધમાં મોકલવા.”
5 આથી પ્રત્યેક કુળસમૂહમાંથી હજાર માંણસો મુજબ મૂસાએ 12,000 માંણસો ભેગા કરીને તેમને શસ્ત્રસજજ કરીને યુદ્ધમાં મોકલ્યા.”
6 અને યાજક એલઆઝારનો પુત્ર ફીનહાસ પવિત્ર સામગ્રી અને યુદ્ધનાદ કરવાનાં રણશિંગડાં લઈને સાથે ગયો.
7 યુદ્ધમાં મિદ્યાનના સર્વ પુરુષોનો સંહાર કરવામાં આવ્યો. કારણ કે મૂસાએ યહોવાની આજ્ઞા મુજબ મિદ્યાનીઓ પર હુમલો કર્યો હતો.
8 યુદ્ધમાં માંર્યા ગયેલા માંણસોમાં મિદ્યાની રાજાઓ અવી, રેકેમ, સૂર, હૂર અને રેબા હતા. ઉપરાંત બયોરના પુત્ર બલામને પણ માંરી નાખ્યો હતો.
9 ઇસ્રાએલીઓએ મિદ્યાનીઓની સર્વ સ્ત્રીઓને અને બાળકોને કેદ પકડયાં, તેમના બધાં ઢોર, ઘેટાં બકરાં અને સરસામાંન લૂંટી લીધાં.
10 તેમણે તેમના બધાં શહેરોને અને છાવણીઓને લૂટયાં.
11 ત્યાર પછી તેઓ બધી લૂટ અને કબજે કરેલાં પશુઓ અને માંણસોને
12 મોઆબના મેદાનમાં યરીખોની સામે યર્દન નદીને કાંઠે આવેલી છાવણીમાં મૂસા, યાજક એલઆઝાર અને સમગ્ર ઇસ્રાએલી સમાંજ સમક્ષ લાવ્યા.
13 મૂસા, એલઆઝાર યાજક અને લોકોના આગેવાનો વિજયી સૈન્યને મળવા માંટે બહાર આવ્યા.
14 મૂસા યુદ્ધમાંથી પાછા ફરતા લશ્કરના સેનાપતિઓ, અને લશ્કરના નાનામોટા અધિકારીઓ ઉપર ક્રોધે ભરાયો હતો.
15 તેણે તેઓને પૂછયું, “તમે આ બધી સ્ત્રીઓને શા માંટે જીવતી રહેવા દીધી?
16 આ એ જ સ્ત્રીઓ છે જેઓએ બલામની શિખામણ મુજબ પેઓરના પર્વત પર ઇસ્રાએલીઓને યહોવાનો ત્યાગ કરવા તથા મૂર્તિપૂજામાં લલચાવી ગઈ હતી, અને તેને કારણે જ ઇસ્રાએલી સમાંજમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો.
17 આથી બધાં પુરુષ સંતાનોને માંરી નાખો, અને જેમણે શારીરિક સંબંધ કર્યો હોય એવી બધી સ્ત્રીઓને પણ માંરી નાખો.
18 પરંતુ જે સ્ત્રીઓએ શારીરિક સંબંધ ન કર્યો હોય તેઓને તમાંરે માંટે જીવતી રાખો.
19 અને જેઓએ કોઈનો સંહાર કર્યો છે અથવા મૃતદેહનો સ્પર્શ કર્યો છે તેઓ બધાએ સાત દિવસ સુધી છાવણીની બહાર રહેવું. તમાંરે અને તમાંરા કેદીઓએ ત્રીજે અને સાતમે દિવસે દેહશુદ્ધિ કરવી,
20 વળી તમાંરાં બધા કપડાં તથા જે કાંઈ ચામડાનું કે બકરાના વાળનું કે લાકડાનું બનાવેલુ હોય તે બધું ય શુદ્ધ કરવાનું યાદ રાખો.”
21 પછી યાજક એલઆઝારે યુદ્ધમાંથી પાછા ફરેલા યોદ્ધાઓને કહ્યું, “યહોવાએ મૂસા માંરફતે જણાવેલા આ શાસ્ત્રનો નિયમ છે.
22 જે કાંઈ અગ્નિમાં મૂકી શકાય જેમકે સોનું, ચાંદી, કાંસા, લોખંડ, કલાઈ અને સીસાને
23 શુદ્ધ કરવા માંટે અગ્નિમાંથી પસાર કરવું પડશે; પછી શુદ્ધિના પાણી વડે તેને શુદ્ધ કરવામાં આવશે, જો કાંઈ અગ્નિમાં મૂકી ન શકાય તે બધાને પાણીથી શુદ્ધ કરવું.
24 સાતમે દિવસે તમાંરે કપડાં ધોઈ નાખવાં, ત્યાર પછી તમે શુદ્ધ થશો, અને પાછા છાવણીમાં દાખલ થઈ શકશો.”
25 અને યહોવાએ મૂસાને કહ્યું,
26 “તું તથા એલઆઝાર યાજક અને કુળના વડાલો સાથે મળીને કબજે કરાયેલાં માંણસો અને પશુઓ સહિત બધાની ગણતરી કર,
27 અને એ યુદ્ધમાં ગલેયા યોદ્ધાઓ અને બાકીના સમાંજ વચ્ચે સરખે ભાગે વહેંચી આપ.
28 યુદ્ધમાં ગયેલા યોદ્ધાઓના ભાગમાંથી તારે દર 500 કેદીઓ, બળદો, ગધેડાં કે ઘેટાં દીઠ એક યહોવાને માંટે કાઢી લેવું.
29 પેલી વસ્તુઓ સૈનિકોએ યુદ્ધમાં લીધેલી વસ્તુઓના અડધા ભાગમાંથી લેવી અને તેને યાજક એલઆઝારને આપવી તે ભાગ યહોવાનો છે.
30 લોકોના અડધા ભાગમાંથી, દર 50 માંણસ દીઠ, બળદો, ગધેડાં, ઘેટાં અને બીજાં બધાં પશુઓમાંથી એક લઈને યહોવાના પવિત્રમંડપની સંભાળ લેતા લેવીઓને તે આપ. તે દેવનો ભાગ છે.”
31 તેથી યહોવાએ આજ્ઞા કરી હતી તે પ્રમાંણે મૂસાએ અને યાજક એલઆઝારે કર્યું.
32 યોદ્ધાઓએ જે લૂંટ એકત્ર કરી હતી તેની યાદી: 6,75,000 ઘેટાં,
33 બોંતેર હજારઢોર,
34 એકસઠ હજાર ગધેડા,
35 બત્રીસ હજાર કુંવારી કન્યાઓ.
36 યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ તેની વિગતો: 3,37,500 ઘેટા;
37 તેમાંથી 675 કર તરીકે યહોવાને આપવામાં આવ્યાં.
38 છત્રીસ હજાર ઢોર, તેમાંથી72 કર તરીકે યહોવાને આપવામાં આવ્યાં.
39 ત્રીસ હજારને પાંચસૌ ઘેડાં; તેમાંથી 61 કર તરીકે યહોવાને આપવામાં આવ્યા.
40 સોળ હજાર માંણસો, તેમાંથી 32 કર તરીકે યહોવાને આપવામાં આવ્યા.
41 યહોવાએ મૂસાને કહ્યું હતું તે પ્રમાંણે યહોવાને સર્વ ભાગ યાજક એલઆઝારને આપવામાં આવ્યો.
42 લૂંટનો અડધો ભાગ ઇસ્રાએલી લોકો માંટે હતો, મૂસાએ યુદ્ધમાં ગયેલા યોદ્ધાઓના ભાગથી તેને જુદો રાખ્યો હતો, તેની વિગતો;
43 અડધા ભાગમાં 3,37,500 ઘેટાં
44 છત્રીસ હજાર ગાયો.
45 ત્રીસ હજારને પાંચસૌ ગધેડાં,
46 ને સોળ હજાર પુરુષોઓ હતા.
47 યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ લોકોને મળેલા અડધા ભાગમાંથી દર 50 માંણસોમાંથી એક માંણસ અને દર 50 પશુઓમાંથી એક પશુ લઈને યહોવાના પવિત્ર મંડપની સંભાળ રાખનાર લેવીઓને તે આપ્યાં.
48 પછી સેનાપતિઓ અને લશ્કરના નાનામોટા અધિકારીઓએ આવીને
49 મૂસાને જણાવ્યું, “અમે આપના સેવકોએ તેમના હાથ નીચેને માંણસોની ગણતરી કરી છે અને એક પણ માંણસ ઓછો થયો નથી.
50 આથી લૂંટના અમાંરા ભાગમાંથી ખાસ સ્તુત્યાર્પણો યહોવાને અર્પણ કરવા લાવ્યા છીએ: સોનાનાં ધરેણાં, સાંકળા, કડાં, વીટીઓ, કુડળો અને હારો-અમાંરા પ્રાણ બચાવવા બદલ યહોવાને ધરાવવા આવ્યા છીએ. યહોવા સમક્ષ અમાંરા આત્માંઓના પ્રાયશ્ચિતને માંટે આ સર્વ અર્પણો છે.”
51 મૂસાએ અને યાજક એલઆઝારે તેમની પાસેથી દાગીનાઓ સ્વીકારી લીધા. તે વધા શોભાયમાંન અલંકારના રૂપમાં હતા.
52 તેમણે યહોવાને ધરાવેલી આ સોનાની ભેટનું કુલ વજન બસો કિલો હતું. તેની કિંમત 420 પાઉંડ હતી. એ 1000 માંણસોના અને 100 માંણસોના આગેવાનોએ આપેલ હતું.
53 અધિકારી નહોતા તેવા યોદ્ધાઓએ પોતપોતાની લૂંટ પોતાની પાસે રાખી હતી.
54 મૂસા અને યાજક એલઆઝાર ‘હજાર-હજાર’ ના અને સોસોના સેનાનાયકો પાસેથી સોનું સ્વીકારીને મુલાકાત મંડપમાં લઈ આવ્યા, ઇસ્રાએલ પ્રજાના સ્મરણાર્થે યહોવા સમક્ષ તે રાખવામાં આવ્યું, જેથી યહોવા ઇસ્રાએલનું રક્ષણ કરે.
પ્રકરણ 32

1 ઇસ્રાએલી પ્રજા યાઝેર અને ગિલયાદના પ્રદેશમાં આવી, રૂબેન અને ગાદના કુળસમૂહો પાસે ઘેટાનાં મોટાં મોટાં ઘણ હતા. તેમણે જોયું કે આ પ્રદેશ ઢોરઢાંખરના ઉછેર માંટે ઉત્તમ અને અનુકુળ છે.
2 તેથી તેઓએ મૂસા; યાજક એલઆઝાર અને સમાંજના આગેવાનો સમક્ષ આવીને કહ્યું,
3 “ઇસ્રાએલી સમાંજને યહોવાએ જીતી આપેલો પ્રદેશ, અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રાહ, હેશ્બોન, એલઆલેહ, સબામ, નબો અને બેઓન.
4 આ સમગ્ર પ્રદેશ ઢોરઢાંખરના ઉછેર માંટે ખૂબ અનુકૂળ છે, અને આપના સેવકો પાસે પુષ્કળ ઢોરો છે.
5 અમાંરા પર કૃપા હોય તો યર્દન નદી ઓળંગીને તે તરફના વિસ્તારને બદલે આ પ્રદેશ અમાંરા ભાગમાં આપો.”
6 મૂસાએ ગાદ અને રૂબેનના કુળસમૂહોને કહ્યું, “તમાંરા બીજા ઇસ્રાએલી ભાઈઓ તો યુદ્ધમાં જાય છે ત્યારેશું તમે અહી રહેવા માંગો છો?
7 ઇસ્રાએલીઓ યર્દન નદી ઓળંગીને યહોવાએ તેમને આપેલી ભૂમિમાં દાખલ થવા જાય છે, ત્યારે તમે શા માંટે તેમને નિરૂત્સાહી કરો છો?
8 જ્યારે મેં તમાંરા પિતૃઓને કાદેશ બાર્નેઆથી દેશની જાસૂસી કરવા મોકલ્યા હતા, ત્યારે તેઓએ આવુ જ વર્તન કર્યુ હતું, તે લોકો એશ્કોલ ખીણ સુધી ગયા. પ્રદેશ જોયો અને જે પ્રદેશ યહોવાએ ઇસ્રાએલીઓને આપ્યો હતો ત્યાં જવાનો તેમનો ઉત્સાહ તોડી પાડયો.
9
10 આથી તે દિવસે યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠયો હતો અને તેણે વચન આપ્યું કે,
11 ‘તે લોકો મને વિશ્વાસુ રહ્યા નથી તેથી મિસરમાંથી આવેલા એમાંના
20 વર્ષ અને તેથી વધારે ઉમરના ઇસ્રાએલીઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે ભૂમિ આપવાનું વચન આપ્યુ હતું તેમાં તે પ્રવેશ કરશે નહિ.
12 અપવાદરૂપે ફકત માંરામાં સંપૂર્ણ વિશ્વાસ રાખનાર કનિઝઝી યફૂન્નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ જેઓએ વચનના દેશમાં જવા માંટે લોકોને અનુરોધ કર્યો હતો.’
13 “ઇસ્રાએલીઓ ઉપર યહોવાનો કોપ ભભૂકી ઊઠયો, અને તેણે તેમને
40 વર્ષ સુધી રણમાં રઝળાવ્યા, અને આખેર યહોવાને દુઃખ આપનારી આખી પેઢી સમાંપ્ત થઈ ગઈ
14 અને હવે તમે, પાપી લોકો, પણ તમાંરા પિતાઓએ કર્યુ તેમ કરો છો. શું તમાંરે યહોવાને તેના લોકો વિરુદ્ધ હજુ વધારે ગુસ્સે કરવા છે?
15 કારણ, જો તમે અત્યારે આ પ્રમાંણે દેવથી વિમુખ થશો તો તે આ બધા લોકોને રણમાં રઝળતાં છોડી દેશે અને તમે તેમના વિનાશનું નિમિત્ત બનશો.”
16 તેથી તેમણે મૂસાની પાસે જઈને કહ્યું, “અમે અહીં અમાંરાં ઘેટાંબકરાં માંટે વાડા બાંધીશું અને અમાંરાં સ્ત્રી બાળકો માંટે કિલ્લેબંધી નગરો બાંધીશું;
17 ત્યાર બાદ અમે જાતે શસ્ત્રસજજ થઈને ઇસ્રાએલી પ્રજાની આગળ રહી તેમને તેમની ભૂમિમાં પહોંચાડતા સુધી લડીશું, એ સમય દરમ્યાન અમાંરાં સ્ત્રી બાળકો એ ગામોમાં દેશના મૂળ વતનીઓના હુમલાથી સુરક્ષિત રહી શકશે.
18 અને બધા ઇસ્રાએલીઓને તેઓનો વારસો-પોતાના ભાગની જમીનનો પાછો નહિ મળે ત્યાં સુધી અમે પાછા નહિ ફરીએ.
19 વળી અમે યર્દન નદીને પેલે પારના પ્રદેશમાં તેમની સાથે જમીનમાં ભાગ માંગીશું નહિ, કારણ કે, તેના બદલે અમને યર્દન નદીને પૂર્વકાંઠે અમાંરા ભાગની જમીન મળેલી છે ત્યાં રહેવાનું અમે પસંદ કરીશું.”
20 એટલે મૂસાએ કહ્યું, “ઠીક, તો તમે જે કહ્યું છે તે પ્રમાંણે કરો અને યહોવાના યુદ્ધ માંટે પોતાને સજજ કરો.
21 અને યહોવા પોતાના શત્રુઓને તે દેશમાંથી હાંકી કાઢે ત્યાં સુધી તમાંરી સેનાની ટુકડીઓને યર્દન નદીને પાર રાખો અને ત્યાં રહો.
22 પછી તે ભૂમિ યહોવાના તાબામાં આવી જાય ત્યાર બાદ જ તમે પાછા ફરો તો, તમે યહોવા અને ઇસ્રાએલ પ્રત્યેના કર્તવ્યથી મુકત થશો અને આ ભૂમિ યહોવાની દ્રષ્ટિએ તમાંરી માંલિકીની થશે.
23 પરંતુ જો તમે જે કહ્યું, તે પ્રમાંણે નહિ કરો તો, તે યહોવાની વિરુદ્ધનું તમાંરું પાપ ગણાશે, અને તમાંરે તમાંરું પાપ અચૂક ભોગવવું પડશે.
24 ભલે, જાઓ અને તમાંરાં કુટુંબો, સ્ત્રી બાળકો માંટે નગરો તથા તમાંરાં ઢોરઢાંખર માંટે વાડા બાંધો, અને તમે કહ્યું છે તે બધું તમે કરો. તમાંરું વચન પાળજો.”
25 ગાદ અને રૂબેનના કુળસમૂહોએ મૂસાને કહ્યું, “ધણી, અમે આપના સેવકો આપ કહેશો તેમ કરીશું, અને તમાંરી સૂચનાઓ અક્ષઃરશ પાળીશું.
26 અમાંરાં બાળકો અને સ્ત્રીઓ, અમાંરાં ઘેટાબકરાં અને બીજાં બધાં પ્રાણીઓ અહીં ગિલયાદનાં ગામોમાં રહેશે,
27 પણ અમે આપના સેવકો બધા હથિયાર ધારણ કરીશું અને યર્દન પાર જઈશું યહોવાની સમક્ષ લડવા માંટે અમાંરા ધણીએ કહ્યા મુજબ.”
28 તેથી મૂસાએ યાજક એલઆઝાર, યહોશુઆ અને ઇસ્રાએલના કુળસમૂહના આગેવાનોને કહ્યું,
29 “જો ગાદના અને રૂબેનના વંશજો હથિયાર ધારણ કરીને તમાંરી સાથે યહોવા સમક્ષ લડવાને યર્દન ઓળંગીને આવે, અને જો તે પ્રદેશ તમાંરા તાબામાં આવી જાય તો તમાંરે તેમને ગિલયાદનો પ્રદેશ તેમાં ભાગ તરીકે આપવો.
30 પણ જો તેઓ હથિયાર ધારણ કરીને તમાંરી સાથે યર્દન ઓળંગીને ન આવે તો તેમને તેમનો ભાગ કનાનમાં જ તમાંરી સાથે મળશે.”
31 ગાદના અને રૂબેનના લોકોએ કહ્યું, “ધણી, અમે યહોવાએ જણાવ્યા મુજબ કરીશું.
32 અમે હથિયાર ધારણ કરીને યહોવા સમક્ષ યર્દન પાર કરીને કનાનના પ્રદેશમાં જઈશું. પણ અમને યર્દન નદીના આ પૂર્વકાંઠે અમાંરા ભાગની જમીન મળવી જોઈએ.”
33 આથી મૂસાએ ગાદના અને રૂબેનના વંશજોને તથા યૂસફના પુત્ર મનાશ્શાના અર્ધકુળસમૂહને અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય અને બાશાનના રાજા ઓગનું રાજ્ય, એ સમગ્ર પ્રદેશ અને તેમાંના શહેરો તથા આજુબાજુની જમીન બધું આપી દીધું.
34 પછી ગાદના વંશજોએ કોટવાળાં નગરો બાંધ્યાં; દીબોન, અટારાથ, અરોએર,
35 આટ્રોથ-શોફાન, યાઝેર, યોગ્બહાહ,
36 બેથ-નિમ્રાહ અને બેન-હારાન, તથા ઘેટાબકરાંઓ માંટે વાડાઓ બાંધ્યા.
37 રૂબેનના વંશજોએ હેશ્બોન,
38 એલઆલેહ, કિર્યાથાઈમ, નબો, બઆલ-મેઓન અને સિબ્માંહ આ રીતે નબો અને બઆલ-મેઓનને નવા નામ આપ્યા.
39 ત્યારબાદ મનાશ્શાના વંશજોમાંથી માંખીરના કુળસમૂહના લોકોએ ગિલયાદ પર ચઢાઈ કરીને તે જીત લીધું અને ત્યાંથી અમોરીઓને હાંકી કાઢયા.
40 આથી મૂસાએ મનાશ્શાના કુળસમૂહના માંખીરને ગિલયાદ આપ્યું અને તે ત્યાં સ્થિર થયો.
41 મનાશ્શાના કુળસમૂહમાંથી યાઈરના ગોત્રના માંણસોએ ગિલયાદના અનેક નગરો પર ચઢાઈ કરી તેમનાં ગામડાં કબજે કરી લીધાં અને તેઓના પ્રદેશનું નામ બદલીને હાવ્વોથ-યાઈર નામ આપ્યું.
42 વળી નોબાહ નામનો વ્યક્તિ લશ્કર લઈને કનાથ અને તેની આસપાસના ગામડાં પર ચઢી આવ્યો અને તે કબજે કરી લીધાં અને તેનું નામ પોતાના નામ ઉપરથી ‘નોબાહ’ રાખ્યું.
પ્રકરણ 33

1 મૂસા અને હારુનની આગેવાની હેઠળ ઇસ્રાએલ પ્રજા મિસરમાંથી બહાર આવ્યા પછી તે લોકોએ જે જે ઠેકાણે મુસાફરી કરી હતી.
2 તે તે સ્થળોનાં નામ યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ નોંધી લીધાં હતા. તે આ પ્રમાંણે છે:
3 પાસ્ખા પર્વની રાત્રિ પછીના દિવસે એટલે પહેલા મહિનાના 15 માં દિવસે તેઓ મિસરના રામસેસ નગરથી નીકળ્યા. મિસરવાસીઓના દેખતાં તેઓ યહોવાના રક્ષણ હેઠળ ઉઘાડે છોગે નીકળ્યા હતા.
4 તે વખતે મિસરીઓ યહોવાએ માંરી નાખેલાં તેમનાં પહેલાં સંતાનોને દફનાવતા હતા. આમ યહોવા મિસરના બધા જ દેવો પર પરાક્રમી દેવ પૂરવાર થયા.
5 ત્યારબાદ ઇસ્રાએલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં મુકામ કર્યો.
6 તે પછી તેમણે સુક્કોથથી નીકળીને રણને કિનારે આવેલા એથામમાં મુકામ કર્યો.
7 ત્યાંથી નીકળીને તેઓ બઆલ-સફોનની પાસે આવેલ પી-હાહીરોથ તરફ જઈને મિગ્દોલ પર્વતની તળેટીમાં મુકામ કર્યો.
8 પછી પી-હાહીરોથથી નીકળી રાતા સમુદ્રમાં થઈને તેઓ રણમાં પહોંચ્યા. પછી એથામના રણમાં ત્રણ દિવસનો રસ્તો કાપીને તેઓએ માંરાહમાં મુકામ કર્યો,
9 અને પછી માંરાહથી નીકળી તેઓ એલીમ આવ્યા, ત્યાં પાણીના 12 ઝરા અને તાડનાં 70 ખજૂરીનાં વૃક્ષો હતાં, ત્યાં તેમણે મુકામ કર્યો.
10 પછી એલીમથી નીકળીને તેમણે રાતા સમુદ્ર પાસે મુકામ કર્યો.
11 તેઓએ રાતાં સમુદ્ર છોડીને સીનના રણમાં મુકામ કર્યો,
12 તે પછી સીનના રણમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી.
13 દોફકાહથી નીકળીને પછી આલૂશમાં મુકામ કર્યો.
14 આલૂશથી નીકળીને તેમણે રફીદીમમાં મુકામ કર્યો. પણ ત્યાં પીવાનું પાણી નહોતું.
15 પછી રફીદીમથી નીકળીને તેઓએ સિનાઈના રણમાં મુકામ કર્યો.
16 સિનાઈના રણમાંથી નીકળીને તેમણે કિબ્રોથ-હત્તાવાહમાં મુકામ કર્યો.
17 કિબ્રોથ-હત્તાવાહથી નીકળી તેમણે હસેરોથમાં મુકામ કર્યો.
18 હસેરોથથી તેમણે રિથ્માંહમાંથી મુકામ કર્યો.
19 રિથ્માંહમાંથી નીકળીને તેઓએ રિમ્મોન-પેરેસમાં છાવણી કરી.
20 રિમ્મોન-પેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં મુકામ કર્યો.
21 પછી લિબ્નાહથી નીકળીને તેમણે રિસ્સાહમાં મુકામ કર્યો.
22 રિસ્સાહથી નીકળી તેમણે કહેલાથાહમાં મુકામ કર્યો.
23 કહેલાથાહથી નીકળીને તેઓએ શેફેર પર્વત આગળ મુકામ કર્યો.
24 શેફેર પર્વતથી નીકળીને તેઓએ હરાદાહમાં મુકામ કર્યો.
25 હરાદાહથી નીકળીને તેમણે માંકેહેલોથમાં મુકામ કર્યો.
26 માંકેહેલોથથી નીકળી તેમણે તાહાથમાં મુકામ કર્યો.
27 તાહાથથી નીકળી તેમણે તેરાહમાં મુકામ કર્યો.
28 તેરાહથી નીકળી તેમણે મિથ્કાહમાં મુકામ કર્યો.
29 મિથ્કાહમાંથી નીકળી તેમણે હાશ્મોનાહમાં મુકામ કર્યો.
30 હાશ્મોનાહથી નીકળી તેઓએ મોસેરોથમાં મુકામ કર્યો.
31 મોસેરોથથી નીકળીને તેમણે બની-યાઅકાનમાં મુકામ કર્યો.
32 બની-યાઅકાનથી નીકળીને તેઓએ હોર-હાગિદગાદમાં મુકામ કર્યો.
33 હોર-હાગિદગાદથી નીકળીને તેમણે યોટબાથાહમાં મુકામ કર્યો.
34 ચોટબાથાહથી નીકળીને તેમણે આબ્રોનાહમાં મુકામ કર્યો.
35 આબ્રોનાહથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં મુકામ કર્યો.
36 એસ્યોન-ગેબેરથી નીકળીને તેમણે સીનના રણમાં એટલે કે કાદેશમાં મુકામ કર્યો.
37 કાદેશથી નીકળી તેમણે અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ મુકામ કર્યો.
38 યહોવાએ આજ્ઞા આપી તે પ્રમાંણે યાજક હારુન હોર પર્વત ઉપર ગયો અને ત્યાં જ તે ઇસ્રાએલીઓએ મિસરમાંથી મહાપ્રસ્થાન કર્યા પછી ચાળીસમાં વર્ષે, પાંચમાં મહિનાના પ્રથમ દિવસે તે મૃત્યુ પામ્યો.
39 તે મૃત્યુ પામ્યો ત્યારે તેની ઉમર 123 વર્ષની હતી.
40 કનાની ભૂમિમાં નેગેબમાં આવેલા શહેર અરાદના કનાની રાજાઓ સાંભળ્યુ કે ઇસ્રાએલી લોકો તેના દેશ તરફ આવી રહ્યા છે.
41 પછી ઇસ્રાએલી પ્રજાએ હોર પર્વતથી યાત્રા કરી અને સાલ્મોનાહમાં મુકામ કર્યો.
42 સાલ્મોનાહથી નીકળીને તેઓએ પૂનોનમાં મુકામ કર્યો.
43 પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં મુકામ કર્યો.
44 ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓના પ્રદેશમાં અબારીમનાં ખંડેરોમાં મુકામ કર્યો.
45 ત્યાંથી નીકળીને તેઓએ હીબોન-ગાદમાં મુકામ કર્યો.
46 હીબોન-ગાદથી નીકળીને તેઓએ આલ્મોન દિબ્લાથાઈમમાં મુકામ કર્યો.
47 આલ્મોન દિબ્લાથાઈમમાંથી નીકળીને તેમણે નબોની સામે આવેલા અબારીમ પર્વત આગળ મુકામ કર્યો.
48 અબારીમ પર્વતથી નીકળીને અંતે તેઓએ યરીખોની સામે યર્દન નદીના કાંઠે મોઆબના મેદાનોમાં મુકામ કર્યો.
49 પછી તેઓએ યર્દનને કાંઠે બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં મુકામ કર્યો.
50 ત્યાં મોઆબના મેદાનોમાં યર્દનને કિનારે યરીખોની સામે યહોવાએ મૂસાને કહ્યું,
51 “તું ઇસ્રાએલી પ્રજાને કહે કે, તમે યર્દન નદી પાર કરીને કનાન દેશમાં પ્રવેશ કરો;
52 ત્યારે તમાંરે દેશના બધા વતનીઓને હાંકી કાઢવા, તમાંરે તેમની બધી પથ્થરની કે ધાતુની મૂર્તિઓનો નાશ કરવો, તેમનાં બધાં કોતરેલા પથ્થરો, ધાતુની ગાળેલી પ્રતિમાંઓ તથા પર્વતોમાં આવેલાં મૂર્તિઓની પૂજા કરવાનાં દેવસ્થાનોનો તમાંરે પૂરો નાશ કરવો.
53 તમાંરે તે પ્રદેશનો કબજો લેવો અને તેમાં વસવાટ કરવો, કારણ કે, મે એ પ્રદેશ તમને જ આપી દીધો છે, તમાંરે ચિઠ્ઠી નાખીને એ પ્રદેશ તમાંરા વંશો અને કુળો વચ્ચે વહેંચી આપવો.
54 વધારે સંખ્યા ધરાવતા કુળસમૂહોને વધારે વિસ્તાર ધરાવતા પ્રદેશો અને ઓછી વસ્તી ધરાવતા કુળસમૂહોને ઓછો વિસ્તાર ધરાવતા પ્રદેશો વહેંચી આપવામાં આવશે.
55 “તમે તે દેશમાં વસતા લોકોને ત્યાંથી હાંકી નહિ કાઢશો, અને ત્યાં રહેવા દીધા હશે તો તેઓ તમાંરી આંખમાં કણાની જેમ અને તમાંરા પડખામાં શૂળની જેમ ખૂંચ્યા કરશે, દેશની માંલિકી બાબત તેઓ સતત તમાંરી સાથે ઝધડયા કરશે,
56 અને મેં તેમની જે દશા કરવા ધાર્યુ હતું તેવી દશા હું તમાંરી કરીશ અને તમાંરો વિનાશ કરીશ.”
પ્રકરણ 34

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇસ્રાએલીઓને તું આ પ્રમાંણે આજ્ઞા કર: હવે તમે કનાનના પ્રદેશમાં દાખલ થશો, તમાંરા તાબામાં આવનાર એ પ્રદેશની સરહદ આ પ્રમાંણે છે:
3 એનો દક્ષિણ છેડો અદોમની સરહદે આવેલા સીનના રણ આગળ પૂરો થાય છે.
4 એની દક્ષિણની સરહદ પૂર્વમાં મૃત સમુદ્રના છેડાથી શરૂ થઈ દક્ષિણમાં આક્રાબ્બીમ ઘાટ સુધી જઈ સીનમાં થઈને દક્ષિણમાં કાદેશ-બાર્નેઆ સુધી જાય છે.
5 ત્યાંથી તે હસાર આદાર થઈને છેક આસ્મોન સુધી જશે. ત્યાંથી મિસરના કોતર તરફ વળી ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થાય છે.
6 ભૂમધ્ય સમુદ્ર એ તમાંરી પશ્ચિમ સરહદ હશે.
7 તમાંરી ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી જશે.
8 ત્યાંથી લબોહમાંથ થઈને સદાદ સુધી જશે.
9 ત્યાંથી એ ઝિફ્રોન થઈને હસાર-એનાન આગળ પૂરી થશે. આ તમાંરી ઉત્તરની સરહદ થશે.
10 તમાંરી પૂર્વની સરહદ હસાર એનાનથી શરૂ થઈ શક્રામ જશે.
11 શક્રામથી એ આયિનની પૂર્વે આવેલ રિબ્લાહ થઈ નીચે ઊતરી કિન્નેરેથના સરોવરના પૂર્વ કિનારે પહોંચશે.
12 ત્યાંથી એ સરહદ યર્દનને કિનારે આગળ વધી મૃત સમુદ્ર આગળ પૂરી થશે. આ થઈ તમાંરા દેશની ચારે દિશાની સરહદો.”
13 મૂસાએ ઇસ્રાએલીઓને આ પ્રમાંણે આજ્ઞા આપી, “આ પ્રદેશ તમાંરે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવાનો છે, યહોવાએ એ પ્રદેશ નવ આખા અને એક અડધા કુળસમૂહોને સોંપી દેવા જણાવ્યું છે.
14 રૂબેન અને ગાદના કુળસમૂહોને અને મનાશ્શાના અર્ધકુળને વારસો વહેંચી આપવામાં આવ્યો છે.
15 યરીખોની સામે યર્દન નદીની પૂર્વ તરફનો પ્રદેશ તેઓને આપ્યો છે.”
16 યહોવાએ મૂસાને કહ્યું,
17 “નીચેના માંણસો તને જમીનની વહેંચણીમાં મદદ કરશે; યાજક એલઆઝાર અને નૂનનો પુત્ર યહોશુઆ.
18 ઉપરાત જમીન વહેંચણી માંટે તેઓને મદદ કરવા તારે દરેક કુળસમૂહમાંથી એક આગેવાન લેવો.
19 એમનાં નામ આ પ્રમાંણે છે:યહૂદાના કુળસમૂહમાંથી યફૂન્નેહનો પુત્ર કાલેબ,
20 શિમયોનના કુળસમૂહમાંથી આમ્મીહુદનો પુત્ર શિમયોન.
21 બિન્યામીનના કુળસમૂહમાંથી કિસ્લોનનો પુત્ર અલીદાદ.
22 દાનના કુળસમૂહમાંથી યોગ્લીનો પુત્ર બુક્કી,
23 યૂસફના વંશજ મનાશ્શાના કુળસમૂહમાંથી એફોદનો પુત્ર હાન્નીએલ
24 એફ્રાઈમના કુળસમૂહમાંથી શિફાટાનનો પુત્ર કમુએલ,
25 ઝબુલોનના કુળસમૂહમાંથી પાર્નાખનો પુત્ર અલીસાફાન.
26 ઈસ્સાખારના કુળસમૂહમાંથી અઝઝાનનો પુત્ર પાલ્ટીએલ.
27 આશેરના કુલસમૂહમાંથી શલોમીનો પુત્ર આહીહૂદ,
28 નફતાલીના કુળસમૂહમાંથી આમ્મીહૂદનો પુત્ર પદાહએલ.”
29 કનાન પ્રદેશમાં કુળો મધ્યે ઇસ્રાએલીઓને જમીન વહેંચવા માંટે આ માંણસોની નિમણૂક મેં કરી છે.
પ્રકરણ 35

1 મોઆબના મેદાનમાં યરીખો નજીક યર્દનને કાંઠે યહોવાએ મૂસાને કહ્યું,
2 “તું ઇસ્રાએલીઓને આજ્ઞા કર કે, તેઓ લેવીઓને તેઓના વારસા તરીકે કેટલાંક નગરો અને આસપાસની ગૌચર જમીન આપે.
3 તે નગરોમાં તેઓ વસવાટ કરશે અને ગૌચરની જમીનમાં તેઓ પોતાનાં ઢોરો, ઘેટાંબકરાં અને અન્ય પશુઓ રાખશે.
4 તમે લેવીઓને જે નગરો આપો તેની ગૌચરની જમીન ગામાંના કોટની ચારે બાજુએ 1000 હાથ હોય.
5 નગરથી 2000 હાથ પૂર્વ સુધીનો, 2000 હાથ દક્ષિણ સુધીનો, 2000 હાથ પશ્ચિમ સુધીનો અને 2000 હાથ ઉત્તર સુધીની બધી ભૂમિ લેવીઓની થશે. નગર તે સમગ્ર ભૂમિની મધ્યમાં આવેલું હશે.
6 તમાંરે લેવીઓને એકંદરે 48 ગામો ગૌચર જમીન સાથે સોંપવાના છે, તેમાંથી 6 આશ્રયનગરો તરીકે આપવાના છે. અજાણતા જેનાથી માંનવહત્યા થઈ ગઈ હોય તેમાંના એક આશ્રયનગરમાં નાસી જઈને ત્યા આશ્રય મેળવી શકે.
7 આમ, કુલ ઉડતાળીસ નગરો અને તેની આસપાસની ગૌચરની જમીન લેવીઓને સોંપવામાં આવે.
8 આ નગરો દેશના વિવિધ ભાગોમાં આવેલા હોય, મોટાં કુળસમૂહો પાસે વધુ નગરો છે, તેથી તેઓ વધુ નગરો આપે અને નાનાં કુળસમૂહો પાસે ઓછાં નગરો છે તેથી તેઓ લેવીઓને થોડાં નગરો આપે.”
9 યહોવાએ મૂસાને કહ્યું,
10 “તું ઇસ્રાએલી લોકોને આ પ્રમાંણે કહે: જયારે તમે યર્દન નદી ઓળંગીને કનાનના પ્રદેશમાં પ્રવેશ કરો.
11 ત્યારે તમાંરે અમુક નગરોને આશ્રયનાં નગરો તરીકે પસંદ કરવાં જેમાં જે માંણસે અકસ્માંતે હત્યા કરી હોય તે આશ્રય લઈ શકે.
12 એ નગરમાં તે મરનારનું વેર લેવા ઈચ્છતા સગાથી તે સુરક્ષિત રહી શકે. સમાંજ સમક્ષ ન્યાય ચલાવ્યા વિના તેને માંરી શકાય નહિ.
13 તેથી તમાંરે આશ્રયનાં નગરો તરીકે છ શહેરો પસંદ કરવાં,
14 ત્રણ યર્દન નદીની પૂર્વ બાજુએ અને ત્રણ કનાનમાં.
15 એ છ શહેરો આશ્રયનગરો ગણાશે અને તેમાં જેણે અકસ્માંતે ખૂન કર્યુ હોય તેવો ઇસ્રાએલી કે વિદેશી કે તમાંરી સાથે વસતો હોય તેવો કોઈ પણ વ્યક્તિ આશ્રય લઈ શકશે.
16 “જો કોઈએ લોખંડના સાધનથી કોઈને માંરી નાખ્યો હોય, તો તે ખૂન ગણાશે, તે ખૂનીને દેહાતદંડની સજા આપવામાં આવે.
17 અથવા મોટો પથ્થર માંરીને કોઈની હત્યા કરી હોય, તો પણ તે ખૂન ગણાશે. તે ખૂનીને દેહાતદંડની સજા થશે.
18 એ જ પ્રમાંણે લાકડાથી ઈજા પહોંચાડી કોઈને માંરી નાખ્યો હોય, તો તે પણ ખૂન ગણાશે અને તે ખૂનીને દેહાતદંડની સજા થશે.
19 મોતનો બદલો લેનાર, ખૂનીને મળે ત્યારે તે પોતે જ તેને માંરી નાખે.
20 “તેથી જો કોઈ દ્વેશને કારણે બીજી વ્યક્તિ પર કોઈ વસ્તુનો ઘા કરીને માંરી નાખે અથવા છુપાઈને લાગ જોઈને માંરી નાખે.
21 અથવા ગુસ્સે થઈને મુક્કા માંરી બીજી વ્યક્તિને માંરી નાખે તો તે ખૂની છે. મોતનો બદલો લેનાર વ્યક્તિ જ્યારે તે ખૂનીને મળે ત્યારે તેને માંરી નાખે.
22 “પણ જો કોઈ વ્યક્તિ દુશ્મનાવટ વગર કોઈને અકસ્માંતે ગબડાવી મૂકે અથવા તેને માંરી નાખવામના ઈરાદા વગત તેના ઉપર કોઈ હથિયાર ફેંકે,
23 અથવા જોયા વગર પથ્થર ફેંકે અને તે કોઈને વાગે અને તે મરી જાય, અને જો મરનાર માંણસ માંરનારનો દુશ્મન ના હોય અને તેને ઈજા કરવાના ઈરાદાથી માંર્યો ના હોય,
24 તો સમાંજે એ માંરનાર અને મરનારના સૌથી નજીકના સગા વચ્ચેનો ન્યાય આ નિયમો પ્રમાંણે કરવો;
25 સમાંજે એ માંરનારનું મરનારના બદલો લેવા ઈચ્છતા સોથી નજીકના સગાના હાથથી રક્ષણ કરવું અને તેને એણે જે શહેરમાં આશ્રય લીધો હોય ત્યાં પાછો લાવવો, પ્રમુખ યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી તેણે એ નગરમાં રહેવું.
26 “જો મોત નીપજાવનાર આશ્રયનગર છોડીને બહાર જાય, અને મોતનો બદલો લેનાર તેને મળે અને તેને માંરી નાખે તો તે ખૂન ગણાય નહિ.
27
28 કારણ કે મુખ્ય યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી મોત નીપજાવનારે આશ્રયનગરમાં જ રહેવું જોઈતું હતું. મુખ્ય યાજકના મૃત્યુ પછી તે વ્યક્તિ પોતાના પ્રદેશમાં અને પોતાને ઘરે પાછો ફરી શકે છે.
29 તમને અને તમાંરા વંશજોને આ નિયમો સર્વત્ર અને સર્વદા બંધનકર્તા છે.
30 “મનુષ્યવધ કરનારને એકથી વધુ સાક્ષીઓના પુરાવાને આધારે જ ખૂની ઠરાવીને દેહાતદંડની સજા કરી શકાય. ફકત એક જ સાક્ષીનો પુરાવો દેહાંતદંડ આપવા માંટે પૂરતો ગણાય નહિ.
31 “દેહાતદંડની સજા થઈ હોય તેવા ખૂનીને પૈસા લઈને છોડી શકાય નહિ. તેનો વધ થવો જ જોઈએ. તેના માંટે કોઈ પણ ખંડાણીનો સ્વીકાર કરવામાં આવે નહિ.
32 “મુખ્ય યાજકનું મરણ થાય તે પહેલાં આશ્રયનગરમાં રક્ષણ લેનાર હત્યારા પાસેથી કોઈ પણ પ્રકારની રકમ સ્વીકારીને તેને ઘરે પાછા ફરવા માંટેની રજા આપી શકાય નહિ.
33 “તમે જે ભૂમિમાં વસો છો તેને ભ્રષ્ટ ન કરશો. ખૂનથી ભૂમિ ભ્રષ્ટ થાય છે. જે ભૂમિ પર ખૂન થયું છે તેનું પ્રાયશ્ચિત બીજી કોઈ રીતે થઈ શકે નહિ, ખૂનીને દેહાતદડંની સજા થવી જ જોઈએ. પ્રાયશ્ચિત કરવા માંટે ખૂનીના લોહી સિવાય બીજો કોઈ રસ્તો નથી.
34 તમે જે દેશમાં વસવા માંટે જાઓ છો, તેને તમે અપવિત્ર ન કરો, કારણ કે હું યહોવા તમાંરી મધ્યે નિવાસ કરનાર છું. તમે જે ભૂમિમાં વસો છો, જેમાં હું વસુ છું તેને તમાંરે ભ્રષ્ટ ન કરવી, કારણ હું યહોવા ઇસ્રાએલીઓ વચ્ચે વસુ છું.”
પ્રકરણ 36

1 પછી યૂસફના પુત્રોનાં-કુટુંબોમાંના મનાશ્શાના પુત્ર-માંખીરના પુત્ર ગિલયાદના પુત્રોના કુટુંબના પિતૃઓનાં ઘરના વડીલોએ પાસે આવીને મૂસાની આગળ; તથા ઇસ્રાએલપુત્રોના કૂળસમૂહોના વડીલો એટલે અધિપતિઓની આગળ જઈને નમ્ર વિનંતી કરી કહ્યું,
2 “યહોવાએ તમને ચિઠ્ઠી ઉપાડીને ઇસ્રાએલી પ્રજા વચ્ચે જમીન વહેંચી આપવા આદેશ કર્યો છે, અને તેમણે અમાંરા ભાઈ સલોફદાહની જમીન તેની પુત્રીઓને આપવાનું પણ આદેશ કર્યો છે.
3 પરંતુ હવે જો તેઓ ઇસ્રાએલીઓના કોઈ બીજા કુળસમૂહમાં પરણે, તો તેમની જમીન તે કૂળસમૂહને જશે, અને અમાંરા કુળસમૂહના ભાગની જમીનમાં એટલો ઘટાડો થશે.
4 અને જ્યારે ઇસ્રાએલીઓનું જુબિલીનું વર્ષ આવે, ત્યારે પણ તેમની જમીન તેઓ જે કૂળસમૂહમાં પરણી હશે તે કુળસમૂહની જમીનમાં જ કાયમ રહેશે, અને અમાંરો કૂળસમૂહ એ કાયમને માંટે ગુમાંવશે.”
5 આથી મૂસાએ જાહેરમાં યહોવા તરફથી મળેલી આજ્ઞા અનુસાર ઇસ્રાએલીઓને આ નિર્ણય કહી સંભળાવ્યો: “યૂસફના કૂળસમૂહની ફરિયાદ સાચી છે,
6 સલોફદાહની પુત્રીઓ સંબંધી યહોવાએ વધારમાં આ આજ્ઞાઓ આપી છે: પોતાની પસંદગીની વ્યક્તિ સાથે તેઓ લગ્ન કરી શકે છે; પણ તે પોતાના જ કૂળસમૂહનો હોવો જોઈએ.
7 ઇસ્રાએલીઓની જમીન એક કૂળસમૂહમાંથી બીજા કૂળસમૂહમાં જઈ શકે નહિ. પરંતુ દરેક ઇસ્રાએલી પોતાના પૂર્વજોની જમીન રાખશે.
8 જે તે કૂળસમૂહની જમીન જે તે કૂળસમૂહમાં જ વારસામાં સદાને માંટે જળવાઈ રહેવી જોઈએ, કોઈ પણ ઇસ્રાએલી સ્ત્રીને પિતાની જમીનનો વારસો મળ્યો હોય તો તેણે પોતાના કૂળસમૂહના જ કોઈ કુટુંબમાં પરણવું,
9 જેથી દરેક ઇસ્રાએલીની વંશપરંપરાગત જમીન સચવાઈ રહે, આ રીતે વારસાનો કોઈ ભાગ એક કૂળસમૂહમાંથી બીજા કૂળસમૂહમાં જશે નહિ.”
10 યહોવાએ મૂસાને જણાવ્યું હતું તે પ્રમાંણે જ સલોફદાહની પુત્રીઓએ કર્યુ,
11 તેથી માંહલાહ, નિર્સાહ, હોગ્લાહ, મિલ્કાહ અને નોઆહએ તેઓના પિતરાઈ ભાઈઓ એટલે કે પોતાના કાકાઓના પુત્રો સાથે લગ્ન કર્યા.
12 તેઓએ યૂસફના પુત્ર મનાશ્શાના કુળસમૂહમાં તેમના કુટુંબમાં જ લગ્ન કર્યા, એટલે તેમની જમીન તેમના કૂળસમૂહમાં જ રહીં અને તેમનો વારસો સુરક્ષિત રહ્યો.
13 યર્દન નદીને કાંઠે મોઆબના મેદાનમાં યરીખો સામે યહોવાએ મૂસા માંરફતે ઇસ્રાએલીઓ માંટે જણાવેલા કાનૂનો અને નિયમો ઉપર પ્રમાંણે હતા.