યહોશુઆ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24


પ્રકરણ 1

1 મૂસા યહોવાનો સેવક હતો, નૂનનો પુત્ર યહોશુઆ મૂસાનો મદદનીશ હતો. મૂસાના મૃત્યુ પછી યહોશુઆ સાથે યહોવાએ વાત કરી અને તેણે કહ્યું:
2 “હવે માંરા સેવક મૂસાનું અવસાન થયું છે. તેથી તું ઇસ્રાએલના લોકોનો નેતા છે. તેથી ઇસ્રાએલના બધા લોકોને લઈ અને યર્દન નદીની પેલે પાર હું તને જે દેશ આપું છું ત્યાં જા.
3 મેં મૂસાને વચન આપ્યું હતું કે હું તમને આ જગા આપીશ. જે જમીન તમાંરા પગ નીચે આવશે તે હું તમને આપીશ.
4 હિત્તીઓની બધી ભૂમિ રણ અને લબાનોનથી મહાન નદી યુફ્રેતીસ સુધી અને પશ્ચિમમાં છેક મહાસાગર તમાંરી સીમાંમાં હશે.
5 તું જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી કોઈ તને રોકી શકશે નહિ. હું જેમ મૂસાની સાથે રહેતો હતો. તે જ પ્રમાંણે તારી સાથે પણ હું રહીશ.
6 “યહોશુઆ બળવાન અને હિમ્મતવાન થા. કારણ, તારે આ લોકોને જે દેશ તરફ દોરી જવાના છે જે મેં તેઓના પૂર્વજોની આગળ તેમને આપવા માંટે વચન આપ્યું હતું.
7 તારે તો માંત્ર બળવાન અને હિમ્મતવાન થવાનું છે. અને માંરા સેવક મૂસાએ જે નિયમો તને આપ્યાં તેનું તારે સંપૂર્ણ પાલન કરવાનું છે. જો તું તેને સંપૂર્ણપણે અનુસરીશ તો તું જે કંઈ કરીશ તેમાં સફળ થઈશ. તેનાથી ફરતો નહિ, નહિ ડાબે કે નહિ જમણે.
8 એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ પણ રાતદિવસ તારે એનું મનન કરવાનું છે જેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે: કારણકે તો જ તું સફળ થશે અને સમૃદ્ધિ પામશે.
9 મેં તને બળવાન અને હિમ્મતવાન થવા આજ્ઞા કરી હતી. તેથી ભયભીત કે નાહિંમ્મત થઈશ નહિ કારણ હું તારો દેવ યહોવા છું. યહોશુઆ જ્યાં ક્યાંય તું જાય છે ત્યાં તારો દેવ, હું તારી સાથે છું.
10 “ત્યારબાદ યહોશુઆએ લોકોના આગેવાનોને આ પ્રમાંણે આજ્ઞા કરી કે,
11 “છાવણીમાં બધે ફરીને લોકોને કહો કે, ‘તમાંરી સાથે લેવા માંટે થોડું ખાવાનું તૈયાર રાખજો કારણકે યર્દન નદી ઓળંગવા માંટે તમને ત્રણ દિવસ લાગશે અને આપણા દેવ યહોવા આપણને વચન આપેલ દેશ આપશે. આપણે ત્યાં જઈશું અને રહીશું!”‘
12 પછી તેણે રૂબેન અને ગાદના કુળસમૂહના સર્વ માંણસોને તથા મનાશ્શાના અર્ધ કુળસમૂહના આગેવાનોને ચેતવણી આપી
13 “યાદ કરો, યહોવાના સેવક મૂસાએ તમને શું કહ્યું હતું, તેણે કહ્યું કે તમાંરા દેવ યહોવા તમને આરામ આપશે. તે તમને આ દેશ આપશે.
14 તમાંરી પત્નીઓ અને બાળકો તે દેશમાં રહી શકે છે કે જે યર્દન નદીની પૂર્વે છે જે દેવે તમને આપી દીધી છે. પણ તમાંરા સૈનિકોએ તેઓની ભૂમિના બીજા ભાગો ધરાવતી વખતે તેમની સાથે યર્દન નદી પાર કરી અને તેઓની સાથે લડાઈ કરવા તેઓના ઇસ્રાએલી ભાઈઓને મદદ કરવી.
15 કે જેથી તેઓ પણ યહોવા તેમને જે ભૂમિ આપી રહ્યા છે તે ધારણ કરી શકે. અને તેઓ પાસે આરામ કરવાનું સ્થાન હશે. તેના પછી તમે પાછા આવી શકો અને યર્દન નદીની પૂર્વની ભૂમિમાં રહી શકો જે યહોવાના સેવક મૂસાએ તમને આપી હતી.”
16 તે લોકોએ યહોશુઆને ઉત્તરમાં જણાવ્યું, “તમે જે આજ્ઞા અમને આપી છે તે અમે પાળીશું અને તમે જયાં મોકલશો ત્યાં જઈશું.”
17 અમે જે રીતે મૂસાની આજ્ઞાને આધીન હતા અને જે પ્રમાંણે તેનું કહ્યું માંનતા હતા, તે જ પ્રમાંણે તમને આધીન રહીશું. ફકત એટલું તમાંરા દેવ યહોવા જેમ મૂસાની સાથે હતા, તેમજ તમાંરી સાથે પણ રહે.
18 કોઈ પણ જે તમાંરી આજ્ઞાને ન અનુસરે અથવા કોઈ પણ જે તમાંરો વિરોધ કરે, તે કોઈ પણ હોય તોપણ તે માંર્યો જાય; એટલું જકે તું બળવાન અને હિમ્મતવાન થા!”
પ્રકરણ 2

1 ત્યાર પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી ઇસ્રાએલી છાવણીમાંથી બે જાસૂસો મોકલ્યા. તેણે તેઓને કહ્યું, “જાઓ તમે જઈને દેશની તથા યરીખોનગરની બાતમી કાઢો.” તેથી તેઓ યરીખો ગયા. યરીખોમાં રાહાબ નામની વારાંગના સ્ત્રી, ધર્મશાળા ચલાવતી હતી, તેઓ તેણીના સ્થાને ગયા અને ત્યાં રાત રોકાવાની યોજના કરતા હતા.
2 પણ યરીખોના રાજાએ કોઈ પાસેથી સાંભળ્યું કે, “ગઈ રાત્રે કેટલાક ઇસ્રાએલી જાસૂસો આપણા દેશની જાસૂસી કરવા આવ્યા હતા.”
3 પછી યરીખોના રાજાએ રાહાબપસે માંણસો મોકલ્યાં અને તેનો તેણીને સંદેશ હતો: “જે માંણસો તારે ત્યાં આવીને તારા ઘરમાં રહેલા છે તેમને બહાર કાઢ, કારણ કે એ લોકો આપણા દેશમાં જાસૂસી કરવા આવેલા છે.”
4 પરંતુ તે સ્ત્રીએ તે બે માંણસોને સંતાડી દીધા હતા, તેથી જવાબ આપ્યો કે, “માંરા ઘરમાં કેટલાક માંણસો આવ્યા હતા ખરા પણ તેઓ કયાંથી આવ્યા હતા અને તેઓ જાસૂસ છે એની મને ખબર નથી.
5 રાત પડતાં શહેરના દરવાજા બંધ કરવાનો વખત થયો ત્યારે તેઓ ચાલ્યા ગયા હતા, પછી તેઓ ક્યાં ગયા તેની મને ખબર નથી. પણ જો તમે ઝડપથી તેમનો પીછો કરો તો તમે તેઓને પકડી પાડશો.”
6 ખરેખર તેણીએ તેઓને ધાબા ઉપર શણનાં ઢગલાઓની નીચે સંતાડી દીધા હતા.
7 રાજાના માંણસો તેમનો પીછો પકડવા યર્દન નદીના ઘાટ સુધી ગયા; અને તેઓ બહાર ગયા તે દરમ્યાન લોકોએ નગરના દરવાજાઓ બંધ કરી દીધા હતા.
8 રાત્રે પેલા બંને જણ હજી સૂતા નહોતા ત્યાં તો રાહાબે ધાબા ઉપર તેમની પાસે આવીને તેઓને કહ્યું,
9 “મને ખબર છે કે યહોવાએ તમને આ દેશ આપી દીધો છે. અને અમે બધાં તમાંરાથી ડરી ગયાં છીએ, અને તમાંરા આવવાથી દેશના વતનીઓ થરથર ધ્રૂજી ગયા છે.
10 અમે સાંભળ્યું છે કે, તમે મિસરમાંથી આવતા હતા ત્યારે યહોવાએ રાતા સમુદ્રના પાણીને સૂકવી નાખ્યું હતું, અને અમે એમ પણ સાંભળ્યું છે કે બે અમોરી રાજાઓ સીહોન, ઓગ અને તેનું સૈન્ય તમાંરા દ્વારા યર્દન નદીની પૂર્વે મૃત્યુ અને પરાજય પામ્યું હતું.
11 આ સાંભળીને અમે બહુ ડરી ગયાઁ અને અમાંરી બહાદુરી ગુમાંવી દીધી. અહીં કોઈપણ તમાંરી સાથે લડવા પૂરતું બહાદુર નથી. કારણ યહોવા તમાંરા દેવ તેજ ઉપર આકાશમાં અને પૃથ્વી પર રાજ કરે છે.
12 હવે તમે યહોવાના નામે સોગંદ ખાઈને મને વચન આપો કે, મેં તમાંરા પ્રત્યે જેવો માંયાળુ વર્તાવ રાખ્યો છે તેવો માંયાળુ વર્તાવ તમે માંરા કુટુંબ પ્રત્યે રાખશો, અને એનુ કોઈ ચોક્કસ ચિહન આપો.
13 અને એવું વચન આપો કે, તમે માંરા પિતાને, માંતાને, માંરા ભાઈઓને અને માંરી બેહનોને અને તેમનાં બધાં જ મનુષ્યોને જીવનદાન આપશો અને અમને બધાંને મોતમાંથી ઉગારી લેશો!”
14 પેલા બંને માંણસોએ તેણીને કહ્યું, “તમાંરા માંટે અમે અમાંરું જીવન હોડમાં મૂકવા તૈયાર છીએ, જો તું અમાંરી આ વાત ખુલ્લી ન પાડી દે તો, યહોવા અમને જ્યારે આ દેશ સુપ્રત કરશે ત્યારે અમે ચોક્કસ દયા દાખવશું અને તમને વફાદાર રહીશું.”
15 રાહાબ જે મકાનમાં રહેતી હતી તે નગરની દીવાલની પાસે આવેલું હતું. તેથી તેણીએ તે બંને પુરુષોને તેણીના ઘરની બારીમાંથી દોરડાની મદદથી નીચે ઊતરવા દીધા.
16 અને તેમને કહ્યું, “તમે પર્વતોમાં ચાલ્યા જાઓ, નહિતર તમે પીછો પકડનારાઓના હાથમાં ઝડપાઈ જશો. ત્રણ દિવસ સુધી તમે સંતાઈને રહેજો, ત્યાં સુધીમાં એ લોકો પાછા આવી જશે. ત્યાર પછી તમે તમાંરા માંર્ગે આગળ વધજો.”
17 વિદાય થતાં પહેલાં તે માંણસોએ તેને કહ્યું, “તું જો અમાંરા કહ્યા પ્રમાંણે નહિ કરે તો તેં અમાંરી પાસે જે વચન લીધું છે તેમાંથી અમે મુક્ત થઈ જઈશું.
18 સાંભળ, અમે જયારે આ દેશ ઉપર આક્રમણ કરીએ ત્યારે જે બારીમાંથી તેં અમને ઉતાર્યા છે, તે બારીએ આ કિરમજી રંગનું દોરડું બાંધજે, તારા માંતાપિતા, ભાઈબહેન અને તારા કુટુંબના સૌને તારા ઘરમાં ભેગા કરી રાખજે.
19 જો કોઈ તારા ઘરના બારણાની બહાર નીકળશે, તો તેના મોતના જવાબદારી તેને માંથે, એમાં અમાંરો દોષ નહિ; પણ તારી સાથે ઘરમાં હોય એવા કોઈને ઈજા થાય તો તેનો દોષ અમાંરે માંથે.
20 પણ જો તું અમાંરી વાત જહેર કરી દેશે, તો તેં અમાંરી પાસે કરેલો કરાર અમને બંધનકર્તા રહેશે નહિ.
21 તેણે કહ્યું, “કબૂલ છે.” પછી તે સ્ત્રીએ તે લોકોને વિદાય કર્યા અને તેઓ ચાલી નીકળ્યા પછી તેણે બારીએ કિરમજી રંગનું લાલ દોરડું બાંધી દીધું.
22 પેલા માંણસો પહાડોમાં છુપાઈને ત્રણ દિવસ સુધી ત્યાં રહ્યા. એમનો પીછો પકડનારાઓ આખા દેશમાં એમને શોધી શોધીને થાક્યા અને અંતે પાછા ફર્યા.
23 પછી આ બે જાસૂસો પર્વતો ઊતરી ગયા, ને નદી ઓળંગી પાછા નૂનના પુત્ર યહોશુઆ પાસે આવ્યા. અને પોતાને જે જે વીત્યું હતું તેની માંહિતી તેઓએ તેને આપી.
24 4તેઓએ યહોશુઆને એમ કહ્યું, “યહોવાએ આખો દેશ આપણને સુપ્રત કર્યો છે. અને આપણા આગમનથી ત્યાંના વતનીઓ અત્યારથી જ ધ્રૂજી રહ્યા છે.”
પ્રકરણ 3

1 બીજે દિવસે વહેલી પરોઢે યહોશુઆ તથા બધા ઇસ્રાએલી લોકો શિટ્ટિમ શહેરમાંથી બહાર આવ્યા અને સાંજે તેઓએ નદી ઓળંગતા પહેલા યર્દન નદીના કિનારા પર મુકામ કર્યો.
2 ત્રણ દિવસ પછી અધિકારીઓએ છાવણીમાં ફરીને લોકોને આજ્ઞા કરીને કહ્યું કે,
3 “જ્યારે તમે લેવી યાજકોને તમાંરા દેવ યહોવાના પવિત્ર કરાર કોશને ઉપાડીને લઈ જતાં જુઓ, ત્યારે બધાંએ છાવણી છોડી તેમને અનુસરવું.
4 જેથી તમને કયા રસ્તે જવું તેની ખબર પડે, કારણ, તમે આ રસ્તે પેહલાં કદી આવ્યા નથી. પરંતુ તમે પવિત્ર કરાર કોશની નજીક જશો નહિ. તમાંરી અને કરારકોશની વચ્ચે 2,000 હાથનું અંતર રાખશો.”
5 યહોશુઆએ લોકોને કહ્યું કે, “તમાંરી જાતની શુદ્ધિ કરો, કેમ કે આવતી કાલે યહોવા તમાંરી મધ્યે આશ્ચર્યકૃત્યો કરશે.”
6 બીજી સવારે યહોશુઓએ યાજકોને આજ્ઞા કરી, “કરાર કોશને ઉપાડી લોકોની આગળ ચાલો.” તેથી તેઓએ કરારકોશ ઉપાડ્યો અને લોકોની આગળ ચાલ્યા.
7 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “હું એવું કરીશ કે આજથી ઇસ્રાએલી લોકો તને મહાપુરુષ તરીકે ગણશે, પછી તેઓ જાણશે કે, હું જેમ મૂસાની સાથે હતો તેમ હું તારી સાથે પણ રહીશ.
8 કરારકોશ લઈ જતાં યાજકોને આજ્ઞા કરો: ‘તમે યર્દન નદીના કિનારે પહોંચો પછી તમે નદીના પાણીમાં પ્રવેશો તે પહેલાં ત્યાં ઉભા રહો.”‘
9 પછી યહોશુઆએ ઇસ્રાએલના લોકોને કહ્યું, “અહીં આવો અને તમાંરા દેવ યહોવા જે કહે છે તે સાંભળો.
10 આજે તમે ખાતરીપૂર્વક જાણશો કે જીવંત યહોવા તમાંરી મધ્યે વસે છે. આ દેશમાં વસતી પ્રજાઓ કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ તથા યબૂસીઓને તે અચૂક હાંકી કાઢશે અને તમે તે દેશના માંલિક થશો.
11 જુઓ, સમસ્ત પૃથ્વીના યહોવાનો કરારકોશ તમાંરી આગળ યર્દન નદી ઓળંગશે.
12 હવે ઇસ્રાએલના બાર કુળસમૂહોમાંથી દરેકમાંથી એક એક આગેવાન ચૂંટી કાઢો.
13 આખી પૃથ્વીના પ્રભુ યહોવાને કોશ યોજકો ઉપાડશે એટલે યર્દન નદીનું વહેણ કપાઈ જશે, અને પાણી બંધની જેમ એકઠું થશે.”
14 તેથી લોકો તેમના તંબુઓમાંથી બહાર નીકળ્યા અને યર્દન નદીને ઓળંગી અને યાજકોએ કરાર કોશ લીધો અને તેમની આગળ ચાલ્યા.
15 આ ઋતું પાકની કાપણીની હતી. યર્દન નદી બંને કાઠે ભરપૂર વહેતી હતી. યાજકોએ યર્દન નદીને કિનારે પહોંચીને તેના પાણીમાં પગ મૂકતાં જ ઉપરવાસથી આવતું પાણી થંભી ગયું.
16 પાણી બંધની જેમ પાછળ એકઠું થયું, છેક ઉદ્દગમ સ્થાન આદામ, સારેથાન પાસેનાં શહરે તરફ અને ખારા સમુદ્ર તરફ વહેતાં રોકી દેવાયા હતાં. પછી લોકોએ યરીખો નજીક યર્દન નદી ઓળંગી.
17 બધા ઇસ્રાએલી લોકો સૂકી જમીન પર ચાલ્યા અને નદી પાર કરી અને યહોવાના કરારકોશને લઈ જતાં યાજકો, નદીની મધ્યમાં રોકાયા. એમ આખી પ્રજા યર્દન ઊતરી ગઈ.
પ્રકરણ 4

1 સમગ્ર પ્રજા સુરક્ષિત રીતે યર્દન નદી ઓળંગી રહી એટલે યહોવાએ યહોશુઆને કહ્યું,
2 “પ્રત્યેક કુળસમૂહમાંથી એક એમ બાર માંણસોને ચૂંટી કાઢો,
3 અને તેમને જણાવો કે, યર્દન નદીની મધ્યે જયાં યાજકો ઊભા હતા તે જ જગ્યાએથી બાર પથ્થર લો. દરેકે એક પથ્થર ઉપાડવો અને તેને નદીની પાર લઈ જવો અને તમે રાત ગાળો ત્યાં તેને રાખો.”
4 ત્યાર પછી પ્રત્યેક કુળસમૂહમાંથી એક એમ બાર કુળસમૂહોમાંથી બાર જણા જેઓને યહોશુઆએ પસંદ કર્યા હતા તેઓને બોલાવવામાં આવ્યા.
5 અને તેણે કહ્યું, “તમાંરામાંના બધા યાજકો દ્વારા ઉપાડાયેલા તમાંરા યહોવા દેવના કોશની આગળ યર્દન નદીમાં જાઓ, અને તમાંરામાંના દરેકે એક પથ્થર ઉપાડવો. ત્યાં દરેક કુળસમૂહ માંટે એક પથ્થર લો.
6 આ પથ્થરો હંમેશા તમાંરા માંટે સંકેત બનશે અને જ્યારે તમાંરાં સંતાનો પૂછશે, ‘આ સ્માંરક શા માંટે છે?’
7 ત્યારે તમે તેઓને કહેજો કે, ‘જયારે યહોવાના કરારકોશ યર્દન નદી ઓળંગતા હતા ત્યારે યર્દનનું વહેણ કપાઈ ગયું હતું. આ પથ્થરો ઇસ્રાએલી પ્રજાને આ દિવસે શું બન્યું હતું તેનું હમેશાનું સ્માંરક બની રહેશે.”
8 તેથી ઇસ્રાએલી પ્રજાએ યહોશુઆએ જણાવ્યા મુજબ કર્યુ. યહોવાએ યહોશુઆને આજ્ઞા કરી હતી તે મુજબ કુળસમૂહદીઠ એક એમ બાર ઇસ્રાએલીઓએ યર્દનની અધવચ્ચેથી બાર પથ્થરો ઉપાડી લીધા અને જ્યાં તેઓ રાત્રે છાવણી કરવાના હતા ત્યાં તેઓએ સ્માંરક બનાવ્યું.
9 યહોશુઓએ યર્દન નદીની મધ્યમાં બાર પથ્થરો પણ ઉભા કર્યા જ્યાં યાજકો પવિત્ર કોશ સાથે ઉભા હતા, અને ત્યાં સ્માંરક કર્યું અને આજે પણ તે ત્યાં છે.
10 જે સર્વ આજ્ઞાઓ મૂસાએ યહોશુઆને આપી હતી, તે પ્રમાંણે જે કઈ લોકોને ફરમાંવવાનું યહોવાએ યહોશુઓને કહ્યું હતું તે સધળું પૂરું થયું ત્યાં સુધી યાજકો કરારકોશ સાથે યર્દન નદીની વચ્ચોવચ્ચ ઊભા રહ્યા. અને લોકો ઉતાવળ કરીને નદી પાર કરી ગયા.
11 બધા જ માંણસો નદી ઓળંગી ગયા ત્યારે યહોવાનો કરારકોશ ઊંચકનારા યાજકો નદીમાંથી બહાર આવતા લોકોએ નીહાવ્યા.
12 મૂસાએ જણાવ્યું હતું તે મુજબ રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધકુળસમૂહની ટુકડીઓ સંપૂર્ણ શસ્ત્રસજજ થઈને ઇસ્રાએલી પ્રજાની આગળ નદી ઓળંગી ગઈ.
13 યહોવાની સમક્ષ યુદ્ધ માંટે તૈયાર 40,000 હથિયારબંધ માંણસો પસાર થયા. તેઓ યરીખોના મેદાનો તરફ કૂચ કરતા હતા.
14 તે દિવસે યહોવાએ બધાં ઇસ્રાએલીઓ સમક્ષ યહોશુઆને મહાપુરુષ બનાવી દીધો. તે સમય પછી સમગ્ર જીવન દરમ્યાન તેઓ યહોશુઆનો આદર કરવા લાગ્યા. જે રીતે તેઓ મૂસાને આદર કરતાં હતાં.
15 યહોવાએ યહોશુઆને કહ્યું,
16 “સાક્ષ્યકોશને ઉપાડનારા યાજકોને યર્દન નદીમાંથી બહાર આવવાનું કહે.”
17 અને યહોશુઆએ યાજકોને આજ્ઞા કરી, “યર્દન નદીમાંથી બહાર આવો.
18 કરાર કોશ ઉપાડનારા યાજકો નદીમાંથી બહાર આવ્યાં, અને જ્યારે તેમનો પગ નદીની બીજી બાજુંની જમીનને અડ્યો, તરત નદીનો પ્રવાહ શરૂ થયો અને પહેલાની જેમ પાણીએ તેના કિનારા છલકાવ્યાં.
19 એ લોકોએ પહેલા મહિનાની દશમી તારીખ યર્દન નદી ઓળંગીને યરીખોની પૂર્વે ગિલ્ગાલમાં પડાવ નાખ્યો,
20 અને ત્યાં યહોશુઆએ ઇસ્રાએલી લોકો દ્વારા યર્દન નદીમાંથી વીણી લાવેલા બાર પથ્થરો સ્માંરક તરીકે ત્યાં ઉભા કર્યા.
21 પછી યહોશુઆએ ફરીથી પથ્થરો મૂકવાનો હેતુ સમજાવતાં કહ્યું, “ભવિષ્યમાં તમાંરાં સંતાનો જયારે તમને પૂછે કે, ‘આ પથ્થરોનો શો અર્થ છે?’
22 ત્યારે તમાંરે તેમને સમજાવવું અને કહેવું કે, ‘જયારે ઇસ્રાએલીઓએ યર્દન નદી ઓળંગવાની હતી ત્યારે તે સૂકાઈ ગઈ હતી.
23 તમે જ્યાં સુધી પસાર થયાં યહોવાએ તેને સૂકાવી નાખી હતી. જેમ યહોવાએ રાતા સમુદ્રને સૂકવી નાખ્યો હતો તેમ. ત્યારે તમે યર્દન નદી ઓળંગી રહ્યાં હતાં.’
24 યહોવાએ આ પ્રમાંણે કર્યુ જેથી પૃથ્વી પરના બધા માંણસો યહોવાની શક્તિ વિશે જાણે, અને તમાંરે પોતે પણ હમેશા તમાંરા દેવ યહોવાથી ડરતાં રહેવું જોઈએ.”
પ્રકરણ 5

1 જયારે યર્દન નદીના પશ્ચિમ કાંઠાના બધા કનાની રાજાઓએ તથા અમોરી રાજાઓએ સાંભળ્યું કે ઇસ્રાએલીઓ યર્દન નદીને ઓળંગી ગયા ત્યાં સુધી યહોવાએ તેનાં પાણી સૂકવી નાખ્યાં હતાં, ત્યારે તેઓ હિમ્મત હારી ગયા અને ઇસ્રાએલીઓથી ભયભીત થઈ ગયાં.
2 એ વખતે યહોવાએ યહોશુઆને કહ્યું, “ચકમકનાં પથ્થર માંથી તીક્ષ્ણ છરીઓ બનાવ, અને ઇસ્રાએલીઓની સુન્નત કર.”
3 તેથી યહોશુઆએ તીક્ષ્ણ ચપ્પુ બનાવી અને ગીબત હેરોલોથ ઉપર ઇસ્રાએલીઓની સુન્નત કરી.
4 યહોશુઆએ બધાં ઇસ્રાએલી પુરુષોની સુન્નત કરી. તેને આમ કેમ કર્યું તેનું આ કારણ છે:
5 ઇસ્રાએલના લોકોએ મિસર છોડ્યા પછી જે પુરુષો સેનામાં રહી શકે તેવા હતા તેઓની સુન્નત કરવામાં આવી હતી
6 રણમાં રહેતા ત્યારે ઘણા લડાકુ લોકોએ યહોવાનું માંન્યું નહિ તેથી યહોવાએ વચન આપ્યું તે લોકો “વધારે અનાજ ઉગે છે” તે જમીન નહિ જોવે. યહોવાએ આપણા પૂર્વજોને તે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું. પણ તે માંણસોને કારણે દેવે લોકોને 40 વર્ષ રણમાં ભટકવાની ફરજ પાડી તે રીતે તે લડતા લોકો મરી જશે. તે બધાં લડતા લોકો મરી ગયા અને તેમના પુત્રોએ તેઓની જગ્યાં લીધી.
7 પણ મિસરમાંથી પ્રવાસ દરમ્યાન જેઓ રણમાં જન્મ્યા હતા તેમાંનાં એકેય છોકરાની સુન્નત નહોતી થઈ. તેથી યહોશુઆએ તેમની સુન્નત કરી.
8 યહોશુઆએ બધાં પુરુષોની સુન્નત કરાવવાનું પૂરું કર્યુ. બધાં પુરુષોના ઘા રુઝાયા ત્યાં સુધી લોકો પોતપોતાને ઠેકાણે છાવણીમાં રહ્યાં.
9 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “આજે મેં તમાંરામાંથી દોષ દૂર કર્યો છે જે તમને મિસરમાં હતો.” તેથી આજથી આ જગાને ગિલ્ગાલ કહેવાશે અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે.
10 યરીખોના મેદાનો પર આવેલા ગિલ્ગાલમાં ઇસ્રાએલીઓએ છાવણી કરી હતી ત્યારે તેઓએ તે મહિનાના ચૌદમાં દિવસની સાંજે પાસ્ખા પર્વ ઊજવ્યું.
11 પાસ્ખાપર્વ ઉજાણીના બીજે દિવસે તેઓએ ખેતરોમાં ઉગેલું અનાજ ખાધું; એટલે તેજ દિવસે આથા વગરની રોટલી અને ભૂંજેલા ધાન્ય ખાધું.
12 જેવું લોકોએ પ્રદેશની ઉપજનું અનાજ ખાધુ કે બીજી સવારથી સ્વર્ગમાંથી આવતો ખાસ ખોરાક (માંન્ના) બંધ થઈ ગયું અને તે વર્ષે તેઓએ કનાના ભૂમિમાં પાકતું ધાન્ય ખાધું.
13 જયારે યહોશુઆ યરીખો નજીક પહોંચ્ચોં ત્યારે તેણે પોતાની સામે ખુલ્લી તરવાર લઈને ઊભેલો એક માંણસ જોયો. તેથી યહોશુઆએ તેને પૂછયું, “તું કોના તરફ છે? તું અમાંરો મિત્ર છે કે દુશ્મન?”
14 તેણે પ્રત્યુત્તર આપ્યો, “હું તો એકે નથી,” પણ હું તો યહોવાની સેનાનો સેનાધિપતિ છું. અને એ તમને કહેવા માંટે આવ્યો છું. યહોશુઆએ તેને જમીન પર મોઢું કરીને ભજન કરીને કહ્યું, “માંરા માંલિકની તેના સેવકને શી આજ્ઞા છે?”
15 યહોવાની સેનાના સેનાપતિએ તેને કહ્યું, “તારાં પગરખાં ઉતારી નાખ, કારણ કે તું જે ભૂમિ પર ઊભો છે તે ભૂમિ પવિત્ર છે.” અને યહોશુઆએ તેમ કર્યું.
પ્રકરણ 6

1 યરીખોનગરના કરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે તેના લોકો ઇસ્રાએલીઓથી ભયભીત થયેલા હતા. કોઈ અંદર કે બહાર આવ-જા કરનું નહિ.
2 યહોવાએ યહોશુઆને કહ્યું કે, “હું તને યરીખો તેના રાજા અને બહાદુર યોદ્ધાઓને હરાવવા દઈશ.
3 તારે અને તારા સમગ્ર બહાદુર યોદ્ધાઓએ છ દિવસ સુધી પ્રતિદિન એક વખત શહેરની ફરતે પ્રદક્ષિણા કરવી.
4 સાત યાજકોએ હાથમાં ઘેટાંના શિંગડામાંથી બનાવેલ સાત રણશિંગડાં લઈને કોશની આગળ ચાલે. સાતમે દિવસે તારે અને તારા સૈનિકોએ સાત વખત શહરને ફરતે પ્રદક્ષિણા કરવી અને યાજકે રણશિંગડાઓ વગાડવાં.
5 ત્યારબાદ તેઓ લાંબા જોરદાર ધમાંકા સાથે રણશિંગુ ફૂંકશે અને તે સાંભળીને લોકો મોટા અવાજે બૂમ પાડશે, ત્યારે નગરનો દરવાજો તૂટી પડશે; અને તમાંરે બધાએ સીધા નગરમાં ધુસી જવું.”
6 આથી યહોશુઆએ યાજકોને બોલાવ્યાં અને તેમને કહ્યું, “કરારકોશ ઊંચકો, અને 7યાજકોને યહોવાના પવિત્રકોશ આગળ સાત રણશિંગડા લઈને ચાલે.”
7 અને તેણે લોકોને કહ્યું, “આગળ ચાલો અને નગરને ફરતે પ્રદક્ષિણા કરો અને હથિયારબંધ પુરુષો યહોવાનો પવિત્ર કોશની આગળ ચાલશે.”
8 જ્યારે યહોશુઆએ લોકો સાથે વાતો કરવાનું પૂરું કર્યું, ત્યારે સાત યાજકોએ યહોવાની આગળ સાત રણશિંગડાં ધરી રાખ્યાં હતાં તેને ફૂંક્યા. જ્યારે તેમને અનુસરતાં યાજકો દ્વારા લઈ જવાતો યહોવાનાં કરારનો કોશ તેમની પાછળ ચાલતો હતો.
9 યાજકોની આગળ સશસ્ત્ર સૈનિકો, અને પાછળના સંત્રીઓ પવિત્રકોશની પાછળ ચાલતા હતા સાથે રણશિંગડાં ફૂકતાં,
10 પણ યહોશુઆએ લોકોને શાંતિ જાળવવાની અને યુદ્ધનાદની બૂમો ન પાડવા કહ્યું. તેણે કહ્યું, “જ્યારે હું તમને બૂમ પાડવાનું કહીશ ત્યારે બૂમ પાડજો નહિતર કોઈ અવાજ ન કરતાં. જ્યારે હું તમને કહું ત્યારે જ તમે બૂમ પાડજો.”
11 એ પ્રમાંણે તેણે યહોવાનો પવિત્રકોશ લીધો અને પહેલી વાર શહેરની ફરતે પ્રદક્ષિણા કર્યા પછી તેઓ પોતાની છાવણીમાં પાછા ફર્યા અને રાતના ત્યાં આરામ કર્યો.
12 પછી સવારે યહોશુઆ વહેલો ઊઠયો, અને યાજકોએ યહોવાનો પવિત્રકોશ પાછો ઊંચકી લીધો.
13 ઘેટાનાં સાત રણશિંગડાં લઈને સાત યાજકો તેમને વગાડતાં યહોવાનાં પવિત્રકોશ આગળ ચાલ્યા. સશસ્ત્ર માંણસો આગળ ચાલતા હતા અને પાછળ રક્ષકોનું બીજું જૂથ ત્યાં કૂચ કરતું હતું. અને આ સર્વ સમય દરમ્યાન રણશિંગડાં વાગતા હતાં.
14 બીજા દિવસે ફરીથી તેમણે નગરની એક વાર પ્રદક્ષિણા કરી અને પાછા છાવણીમાં આવી ગયા. તેઓએ આ પ્રમાંણે છ દિવસ સુધી કર્યું.
15 અને સાતમે દિવસે તેઓ મળસ્કે ઊઠયા અને એ જ રીતે સાત વખત નગરની પ્રદક્ષિણા કરી.
16 ફક્ત તે દિવસે જ તેમણે નગરની સાત વાર પ્રદક્ષિણા કરી હતી સાતમાં ફેરા વખતે લાંબા સમય સુધી યાજકોએ જોરથી રણશિંગડાં ફૂંકયા, તેથી યહોશુઆએ લોકોને કહ્યું, “જોરથી બૂમો પાડો યહોવાએ આપણને આ નગર આપી દીધું છે!
17 એ નગર તથા તેમાંનું બધુંજ યહોવાનું છે, કેવળ રાહાબ વારાંગના અને તેના ઘરના માંણસો સિવાયની પ્રત્યેક વ્યક્તિને માંરી નાખજો, કારણ કે તેણે આપણે મોકલેલા જાસૂસોને રક્ષણ આપ્યું હતું.
18 તમાંરે બધાંએ સતર્ક બનવું તેમાંની કોઈ શાપિત વસ્તુ ન લેવી જેનો સંપૂર્ણ નાશ કરવાનો છે. તમે એમાંથી કઈ લો અને રાખો તો ઇસ્રાએલી છાવણી પર વિપત્તિ આવશે અને તમે વિનાશ નોતરશો.
19 સોના અને ચાંદીની જેમ જ લોખંડનાં બધા પાત્ર યહોવાને માંટે અલગ રાખેલા છે અને તમાંરે તે બધું યહોવાના ભંડારમાં આપવાનું છે.”
20 તેથી લોકોએ પોકાર કર્યો અને યાજકોએ રણશિંગાં ફૂંકયાં, જ્યારે લોકોએ રણશિંગાંનો અવાજ સાંભળ્યો તેઓએ મોટી બૂમ પાડી અને તે સમયે નગરની દીવાલ પડી ગઈ, અને ત્યાં જે બધા લોકો ઉભા હતા અંદર ધસી ગયા અને તેને કબજે કરી લીધું.
21 તેમણે નગરનાં સર્વ સજીવો આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષોને તરવારથી વિનાશ કર્યો ઢોર, ઘેટાં, તથા ગધેડાંને પણ જીવતાં રહેવા દીધાં નહિ.
22 ત્યાર બાદ જે બે માંણસોએ દેશની જાસૂસી કરી હતી તેઓને યહોશુઆએ કહ્યું કે, “તમે બન્ને વારાંગનાના ઘરમાં જઈને તેને અને તેના પરિવારનાં માંણસોને તમે વચન આપ્યા મુજબ બહાર લઈ આવો.”
23 તેથી તેઓ ત્યાં ગયા અને રાહાબને, તેના પિતાને, માંતાને, ભાઈઓને અને તેના પરિવારના સર્વ લોકોને બહાર કાઢયા, અને ઇસ્રાએલી છાવણીની બહાર સુરક્ષિત જગ્યામાં રાખ્યા.
24 પછી તેઓએ નગર અને તેમાંનું સઘળું બાળી મૂક્યું. ફકત સોના-રૂપાની અને પિત્તળની અને લોઢાની વસ્તુઓ યહોવાના ભંડારમાં મૂકવામાં આવી હતી.
25 આમ યહોશુઆએ રાહાબ વારાંગનાને અને તેનાં બધાં કુટુંબીજનોને અને પરિવારને જીવતદાન આપ્યું. કારણ, તેણે યહોશુઆએ ચરીખોમાં જાસૂસી કરવા મોકલેલા માંણસોને સંતાડી રાખીને રક્ષણ કર્યુ હતું. તેના વંશજો આજસુધી ઇસ્રાએલમાં વસતા આવ્યા છે.
26 તે સમયે યહોશુઆએ તેઓને એવા શપથ ખવડાવ્યા કે: “જે કોઈ ઊઠીને આ યરીખો શહેરને ફરી બાંધવા માંટે પ્રયત્ન કરશે તે યહોવાની આગળ શાપિત થાઓ. જે કોઈ શહેરનો પાયો નાખશે તે એનો વડો પુત્ર ગુમાંવશે. અને જે કોઈ એના દરવાજા ઊભા કરશે તેનો સૌથી નાનો પુત્ર ગુમાંવશે.”
27 એ પ્રમાંણે યહોવા યહોશુઆની સાથે હતા, અને તેના નામની કીર્તિ આખા દેશમાં પ્રસરી ગઈ.
પ્રકરણ 7

1 પણ ઇસ્રાએલીઓએ વિનાશ કરવાની શાપિત વસ્તુઓમાંથી લઈને પાપ કર્યુ છે. યહૂદા કુળસમૂહનો એક માંણસ આખાને જે ઝેરાહનો પુત્ર ઝાબ્દીનાં પુત્ર કાર્મીનો પુત્ર હતો તેણે ઘણી વસ્તુઓ પોતાને માંટે રાખી લીધી હતી. એટલે યહોવા ઇસ્રાએલીઓ ઉપર રોષે ભરાયા.
2 યરીખો નગરના પતન પછી તરત જ યહોશુઆએ કેટલાક માંણસોને યરીખોથી બેથેલની પૂર્વે બેથ-આવેન પાસે આવેલા આય નગરમાં મોકલ્યા અને તેમને કહ્યું કે, “આય જાઓ અને એ લોકો પર જાસૂસી કરો ને અમને સંદેશો મોકલો.” તેથી તેઓ ગયા અને આયની જાસુસી કરી.
3 ત્યાંથી પાછા ફર્યા બાદ તેમણે યહોશુઆને જણાવ્યું કે, “એ તો નાનું નગર છે, બધા માંણસોએ જવું નહિ, તેનો નાશ કરવા માંટે 2,000-3,000 માંણસો પૂરતા છે. બધાને તકલીફ આપવાની જરૂર નથી. તે લોકો બહું થોડા છે.”
4 આથી આશરે 3,000 ઇસ્રાએલી પુરુષોને આય નગર ઉપર હુમલો કરવા મોકલવામાં આવ્યા; પણ આયના લોકોએ તેમને ઘોર પરાજય આપ્યો.
5 પરંતુ આ હુમલા દરમ્યાન ઇસ્રાએલના 36 માંણસો માંર્યા ગયા; અને બાકીનાને નગરના દરવાજાથી તે છેક (શબારીમ) પથ્થરની ખાણોસુધી પીછો કરવામાં આવ્યો અને ઢોળાવ પર તેઓને માંરી નાખવામાં આવ્યાં.આથી ઇસ્રાએલીઓએ તેમની હિમ્મત ગુમાંવી દીધી અને તેઓ ભયભીત થઈ ગયા.
6 યહોશુઆ તથા તેમના આગેવાનોએ વસ્ત્રો ફાડી નાખ્યાં અને માંથાઁ પર ધૂળ નાખ્યો, અને સાંજ સુધી મોઢું જમીન પર રાખી યહોવાના પવિત્રકોશ સમક્ષ પડી રહ્યાં.
7 ત્યારે યહોશુઆએ યહોવા ને કહ્યું, “હે યહોવા માંરા માંલિક! તે અમને યર્દન નદીને પાર કરાવ્યા અને એમ આ તરફ આવ્યા શા માંટે? શું તારો ઈરાદો અમને અમોરીઓને સોંપી દેવાનો હતો જેથી અમાંરો વિનાશ કરવામાં આવે? અમે નદીને પેલે પાર શાંતિ અને સંતોષથી રહ્યા હોત તો કેવું સારું!
8 ઓ માંરા માંલિક! ઇસ્રાએલીઓ પોતાના શત્રુઓથી નાસી છુટ્યા છે, તે પછી હવે માંરે શું કહેવું?
9 કનાનીઓને તથા દેશના બધા જ વતનીઓને આ બાબતની જાણ થવાની છે. તેઓ બધા અમને ઘેરી વળશે અને અમને અમાંરી ભૂમિ પરથી કાઢી નાખશે અને પૃથ્વી પરથી અમાંરુ નામનિશાન ભૂંસી નાખશે. તો પછી તમાંરા મહાન નામ વિષે શું કરશો?”
10 યહોશુઓને યહોવાએ કહ્યું, “ઊભો થા, આમ ઊંધે માંથે જમીન પર શા માંટે પડયો છે?
11 ઇસ્રાએલીઓએ પાપ કર્યુ છે અને માંરો કરાર તોડ્યો છે, જેને અનુસરવા મે આજ્ઞા કરી હતી. મે વિનાશ કરવા માંટે આજ્ઞા કરી હતી તે શાપિત વસ્તુઓમાંથી તેઓએ ચોરી કરી છે. અને એના વિષે તેઓએ કહ્યું નહિ. અને તેમણે ચોરેલી વસ્તુઓ છુપાવી દીધી છે.
12 આથી તેઓ દુશ્મનો સામે ટકી શકતા નથી. અને તેઓ લડાઈ છોડીને પાછા ભાગી ગયા કારણકે તેઓ નાશ પામવા માંટે ઠરાવાયેલા છે. હવે જ્યા સુધી તમે તમાંરા દ્વારા લેવાયેલી બધી વસ્તુઓનો નાશ નહિ કરો, ત્યાં સુધી હું તમાંરી સાથે રહેનાર નથી.
13 “તેથી, ઊભો થા અને લોકોને શુદ્ધ કર. તેમને કહે: ‘આવતી કાલ માંટે તમે તમાંરી જાતન શુદ્ધ કરો, કારણ ઇસ્રાએલીઓના યહોવા દેવે કહ્યું છે કે, ‘લોકોએ ચોરી કરી છે અને જે તમાંરે ન રાખવી જોઈએ તે વસ્તુઓ રાખી લીધી છે, તમે તમાંરા તાબામાં તે શાપિત વસ્તુઓ રાખી છે જેનો મેં તમને નાશ કરવાની આજ્ઞા કરી હતી અને જો જ્યાં સુધી તે વસ્તુઓ નાશ ન પામે ત્યાં સુધી તમે તમાંરા દુશ્મનોને કરાવી શકવાના નથી.”
14 “‘આથી સવારે તમે બધા પોતાના કુળસમૂહ પ્રમાંણે આવજો અને જે કુળસમૂહને યહોવા પસંદ કરશે તે જાતિ પ્રમાંણે આગળ આવશે અને જે જાતિ યહોવા પસંદ કરશે તે કુટુંબો પ્રમાંણે આગળ આવશે. અને યહોવા જે કુટુંબને પસંદ કરે તે વ્યક્તિ પ્રમાંણે આગળ આવશે.
15 જો વ્યક્તિએ વસ્તુઓમાંથી ચોરી કરી હોય જેનો નાશ કરવાનો હતો, તેને તેની મિલ્કત સાથે જીવતો બાળી મુકાશે, કારણકે તેણે યહોવાની આજ્ઞાનું ઉલ્લઁધન કર્યું હતું, યહોવાના કરારને તોડ્યો છે, અને ઇસ્રાએલના લોકોને ભયંકર ઈજા પહોચાડી છે.”‘
16 યહોશુઆ સવારમાં વહેલો ઊઠયો અને ઇસ્રાએલીઓને કુટુંબ પ્રમાંણે આગળ લઈ આવ્યો, અને યહૂદાના કુટુંબને પસંદ કરવામાં આવ્યું.
17 યહોશુઆ યહૂદાના કુટુંબોને આગળ લઈ આવ્યો અને ઝેરાહના કુટુંબને પસંદ કરવામાં આવ્યું. પછી તે ઝેરાહીઓના કુટુંબને આગળ લાવ્યો, અને ઝીમ્રીના કુટુંબને પસંદ કરવામાં આવ્યું.
18 ઝીમ્રી પોતાના કુટુંબના સભ્યોને વારાફરતી યહૂદાના કુળસમૂહમાંથી આગળ લાવ્યો, અને ઝેરાહના પુત્ર જાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાનને શોધી કાઢવામાં આવ્યો.
19 પછી યહોશુઆએ આખાનને કહ્યું, “પુત્ર, ઇસ્રાએલના દેવ યહોવાને આદર આપ અને તેં જે કાંઈ કર્યું હોય તે મને કહે. માંરાથી કશું છુપાવીશ નહિ.”
20 આખાને કહ્યું, “હું કબૂલાત કરું છું કે, મેં ઇસ્રાએલના દેવ યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે, માંરો ગુનો આ છે:
21 લૂંટની વસ્તુઓમાં માંરી નજર શિનાર દેશના એક સુંદર ઝભ્ભા ઉપર અને બસો તોલા ચાંદી અને પચાસ તોલા સોનાની લગડી ઉપર પડી અને માંરું મન લલચાયું તેથી મે એ વસ્તુઓ ઉપાડી લીધી અને માંરા તંબુમાં જમીનમાં દાટી દીધી છે. ચાંદી સૌથી નીચે છે.”
22 તેથી યહોશુઆએ તે શોધવા માંટે કેટલાક માંણસો મોકલ્યા. તેઓ દોડતા તંબુમાં ગયા અને આખાને કહ્યું હતું તે જ રીતે ચોરેલી વસ્તુઓ અને સૌથી નીચે ચાંદી જમીનમાં દાટેલા હતાં.
23 તેમણે એ વસ્તુઓ તંબુમાંથી બહાર કાઢી યહોશુઆ અને બધા ઇસ્રાએલીઓ આગળ લાવીને યહોવા સમક્ષ રજૂ કરી.
24 ત્યાર પછી યહોશુઆ ઝેરાહના પુત્ર આખાનને ચાંદી, ઝભ્ભો અને સોનાની લગડી તથા તેનાં છોકરાછોકરી, ઢોર, ગધેડાં, તંબુ તથા તેના સર્વસ્વ સાથે આફતની ખીણમાં લઈ ગયો, અને બધા ઇસ્રાએલીઓ તેની સાથે ગયા.
25 યહોશુઆએ આખાનને કહ્યું, “તેં અમાંરા ઉપર આ આફત કેમ ઉતારી? હવે યહોવા તમાંરા ઉપર આફત ઉતારશે.” પછી બધા ઇસ્રાએલીઓએ તેને ઈંટાળી કરીને માંરી નાખ્યો. તે લોકોએ તે બધાંને બાળી મૂકયાં, અને ઈંટાળી કરીને માંરી નાખ્યાં.
26 પછી તેઓએ તે જગ્યાએ પથ્થરોનો મોટો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં છે. તે જગ્યા આખોરની ખીણને નામે ઓળખાય છે. ત્યાર પછી યહોવા ગુસ્સે ન હતા.
પ્રકરણ 8

1 યહોવાએ યહોશુઆને કહ્યું, “ભયભીત કે નાહિમ્મત થઈશ નહિ, સમગ્ર સેના સાથે તું આયનગર ઉપર ચઢાઈ કર. મેં આયનગરના રાજાને, તેની પ્રજાને, તેના શહેરને અને તેના પ્રદેશને તને સોંપી દીધાં છે.
2 તેં યરીખો અને તેના રાજાના જે હાલ કર્યા તે જ ‘આય’ ના અને એના રાજાના કરજે, પરંતુ આ વખતે તમે તેમાંનો માંલસામાંન તથા ઢોર-ઢાંખર પોતાને માંટે રાખી શકો છો, અને એ નગરની પાછળની બાજુએથી હુમલો કરવા સૈનિકોને છુપાવી રાખજે.”
3 તેથી યહોશુઆએ આખી સેના સાથે આય નગર ઉપર ચઢાઈ કરવાની તૈયારી કરી. તેણે રાતોરાત
30 ,000 શૂરવીર યોદ્ધાઓને ચૂંટી કાઢીને મોકલી આપ્યા,
4 અને તેણે તેઓને હુકમ કર્યો, “નગરની પાછળના ક્ષેત્રમાં છૂપાઈ જાઓ નગરથી બહુ દૂર જશો નહિ અને હુમલો કરવા તૈયાર રહેજો.”
5 હું પોતે બાકીની સેના સાથે બહાર આવું એટલે અમે ભાગવા માંડીશું.
6 તેઓ અમાંરો પીછો પકડશે અને અમે તેમને નગરથી દૂર લઈ જઈશું. તેઓ એમ માંનશે કે અમે પહેલાની જેમ તેમનાથી ડરીને નાસી જઈએ છીએ,
7 એ વખતે તમે જયાં સંતાઈ રહ્યાં હો ત્યાંથી નીકળી આવજો અને નગરનો કબજો લઈ લેજો, તમાંરા દેવ યહોવા તમને વિજય આપશે.
8 “તમે વિજયી થશો અને પછી યહોવાની આજ્ઞા પ્રમાંણે શહેર બાળી મૂકજો. યાદ રાખો આ માંરો આદેશ છે.”
9 આમ કહીને યહોશુઆએ તેઓને મોકલી દીધા અને તેઓ ‘આય’ ની પાછળની બાજુએ બેથેલ અને આયની વચ્ચે સંતાઈ રહ્યા. પરંતુ યહોશુઆ અને બાકી રહેલું સૈન્ય યરીખોની છાવણીમાં રોકાયું.
10 યહોશુઆ સવારમાં વહેલો ઉઠયો અને તેના લશ્કરને ભેગું કર્યુ અને આય નગર ઉપર હુમલો કર્યો. તો પોતે અને ઇસ્રાએલીઓના આગેવાનો લશ્કરની આગળ ગયા.
11 આખું લશ્કર તેની સાથે ઊપડયું અને શહેરની નજીક પહોંચી ગયું. તેઓ નગરની ઉત્તરે આવેલી ખીણ પાસે થોભ્યા.
12 યહોશુઆએ તે રાત્રે નગરની પશ્ચિમે બેથેલ અને આયની વચ્ચે સંતાવા માંટે બીજા 5,000 માંણસોને મોકલ્યા.
13 એ મુખ્ય લશ્કરે નગરની ઉત્તરે છાવણી નાખી, અને છુપાયેલા લોકો પશ્ચિમે રહ્યા અને યહોશુઆએ રાત ખીણમાં પસાર કરી.
14 આયના રાજાએ યહોશુઆના માંણસોને જોયા એટલે તે અને તેના માંણસો ઇસ્રાએલી સેના સાથે લડવા માંટે ઉતાવળે બહાર નિકળ્યા. તેઓએ શહેર છોડ્યું અને યર્દનની ખીણ તરફ ગયા. આયના રાજાને ખબર નહોતી કે નગરની પાછલી બાજુએ માંણસો બધાને માંરી નાખવા માંટે અને શહેર પર હુમલો કરવા સંતાયેલા હતા.
15 યહોશુઆ પોતે અને તેના માંણસો જાણે તેઓ હાર પામ્યા હોય તેમ નગરમાંથી રણ તરફ ભાગવા લાગ્યા.
16 નગરના બધા લડવૈયાઓને તેઓનો પીછો પકડવા માંટે બોલાવવામાં આવ્યા અને યહોશુઆનો પીછો પકડવા માંટે તેઓને બોલાવવામાં આવ્યા અને યહોશુઆનો પીછો પકડતા તેઓ નગરથી દૂર નીકળી ગયા.
17 આય કે બેથેલમાં એક પણ યોદ્ધો રહ્યો નહિ બધા જ ઇસ્રાએલીઓની પાછળ ગયા હતા અને નગરનું રક્ષણ કરનાર કોઈ રહ્યું ન હતું અને નગરના દરવાજા પણ ખુલ્લા હતા.
18 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “તારા હાથમાં ભાલો છે તેને આય નગર તરફ તાક, કારણ કે આ નગર મેં તને સોંપી દીધું છે.” તેથી યહોશુઆએ તે પ્રમાંણે કર્યું.
19 તેણે ભાલો ખેંચ્યો અને તરત જ સંતાઈ રહેલા માંણસો આગળ આવ્યા અને નગર તરફ દોડ્યાં અને તેમાં દાખલ થઈ ગયા, તેઓએ નગર કબજે કરીને આગ લગાડી દીધી.
20 આયના માંણસોએ પાછળ જોયું તો તેમણે નગરમાંથી ધુમાંડો આકાશમાં ચઢતો જોયો. તેઓ કયાંય ભાગી જઈ શકે એમ રહ્યું નહિ, કારણ જે ઇસ્રાએલીઓ વગડા તરફ ભાગી ગયા હતા તેમણે પાછા ફરીને પીછો પકડનારાઓ ઉપર હુમલો કર્યો.
21 જ્યારે યહોશુઆ અને તેના માંણસોએ જોયું કે સંતાઈ ગયેલા માંણસોએ શહેર કબજે કર્યુ છે અને શહેરમાંથી ધુમાંડાના ગોટા ઊંચે આકાશમાં ચઢી રહ્યાં છે, તેથી તેઓ પાછા ફર્યા અને ‘આય’ ના માંણસો પર હુમલો કર્યો.
22 તે જ સમયે નગરથી બહાર આવેલા સૈનિકોએ પણ તેમના ઉપર હુમલો કર્યો, આથી ‘આય’ ના માંણસો બધી બાજુઓ ઘેરાઈ ગયા. ઇસ્રાએલીઓએ તેમનો સંહાર કર્યો. એક પણ માંણસ જીવતો ના રહ્યો કે ના ભાગી જવા પામ્યો.
23 પણ ‘આય’ નો રાજા જીવતો કેદ પકડાયો અને તેને યહોશુઆ સમક્ષ લાવવામાં આવ્યો.
24 જ્યારે ઇસ્રાએલની સેનાએ નગરની બહાર સર્વ માંણસોનો સંહાર કરવાનું કાર્ય પુરું કર્યુ ત્યારે તેઓ પાછા આવ્યા અને નગરની અંદર બાકી રહેલા સર્વનો સંહાર કર્યો.
25 તે દિવસે ‘આય’ નગરના બધા લોકો જેઓને માંરી નાખવામાં આવ્યાં તે
12 ,000 સ્ત્રી પુરુષો હતા.
26 યહોશુઆએ ભાલો તેના હાથમાં હતો અને તેણે તેને ઉપાડ્યો અને જ્યાં સુધી તેના બધા લોકો નાશ ન પામ્યાં ત્યાં સુધી તેને તેના તરફ તાક્યે રાખ્યો.
27 ઇસ્રાએલીઓએ બધા પ્રાણીઓ અને બીજી વસ્તુઓ જે નગરમાંથી લૂંટાઈ હતી તે પોતાના માંટે રાખી લીધી. તેઓએ આ યહોવાએ યહોશુઆને કરેલ આજ્ઞા પ્રમાંણે કર્યું.
28 યહોશુઆએ ‘આય’ ને બાળી મુકયું અને તેને કાયમ માંટે ખંડેરોનો ઉજજડ ઢગલો બનાવી દીધું, તે આજે પણ એવું જ છે.
29 યહોશુઆએ ‘આય’ ના રાજાને સાંજ સુધી જાડ પર ઉંધે માંથે લટકાવી રાખ્યો, પરંતુ સૂર્યાસ્ત સમયે તેના શરીરને જાડ ઉપરથી ઉતાર્યું અને યહોશુઆના આદેશ પ્રમાંણે નગરના દરવાજા આગળ નાખીને તેના પર પથ્થરોનો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં જ છે.
30 ત્યારબાદ યહોશુઆએ એબાલ પર્વત પર ઇસ્રાએલના યહોવા દેવ માંટે એક વેદી બનાવી.
31 મૂસાએ તેના નિયમશાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાંણે બધા નિયમો પાળવામાં આવ્યા હતા. જે પથ્થરો વાપરવામાં આવેલા તે કપાયેલા ન હતા. લોખંડથી બનાવેલા કોઈ પણ ઓજારો તેની ઉપર વપરાયા ન હતા. આ પથ્થરને વાપરીને વેદી બનાવ્યા પછી, તેઓએ તેના ઉપર દેવને દહનાર્પણો અર્પિત કર્યા. તેઓએ શાંત્યર્પણો પણ અર્પણ કર્યા.
32 પછી પથ્થરો ઉપર યહોશુઆએ મૂસાનો નિયમ લખ્યો ત્યારે ઇસ્રાએલનાં બધા લોકો તેને જોઈ રહ્યાં હતાં.
33 સર્વ ઇસ્રાએલીઓ, તેમના આગેવાનો, અમલદારો અને ન્યાયાધીશો દેવના કરારકોશની બધી તરફ લેવી યાજકો જે તે લઈ ગયા તેની સામે ઊભા હતા. યહોવાના સેવક મૂસાએ યહોવાના ઇસ્રાએલીઓ પર આશીર્વાદ ઉચ્ચારણ કરવાના વિષે આપેલ આદેશ પ્રમાંણે અડધા ઇસ્રાએલીઓએ એબાલ પર્વત તરફ મોંઢું કર્યું અને બીજા અડધાએ ગરીઝીમ પર્વત તરફ મોંઢું કર્યું.
34 યહોશુઆએ નિયમશાસ્ત્રનાં બધાં શબ્દો આશીર્વાદો અને શ્રાપો સહિત વાંચ્ચાં જેમ તેઓ નિયમનાં પુસ્તકમાં લખેલા હતાં ફક્ત તેમજ.
35 મૂસા દ્વારા આપવામાં આવેલી દરેક આજ્ઞાઓ યહોશુઆએ ઇસ્રાએલના લોકો સમક્ષ વાંચી. તે વખતે તમાંમ ઇસ્રાએલીઓ સ્ત્રીઓ બાળક તેમજ તેમની સાથે વસતા વિદેશીઓ પણ ઉપસ્થિત હતા.
પ્રકરણ 9

1 આ વસ્તુઓને યર્દન નદીની પશ્ચિમ દિશાના બધા રાજાઓ દ્વારા સાંભળવામાં આવી હતી. હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, યબૂસીઓ, હિવ્વીઓના રાજાઓ. તેઓએ તેમનું રાજ્ય પર્વતીય દેશમાં અને ભુમધ્ય સમુદ્રના સમગ્ર કિનારાથી છેક લબાનોન.
2 યહોશુઆ અને ઇસ્રાએલીઓ સામે લડવાના એક લક્ષ્ય સાથે આ બધા રાજાઓ મળી ગયાં.
3 પણ જયારે ગિબયોનના લોકોએ યહોશુઆએ યરીખો અને ‘આય’ ના નગરના શા હાલ કર્યા હતા તે સાંભળ્યું.
4 ત્યારે તેઓએ તેની સાથે કપટ કરવાનું નકકી કર્યું. તેઓ થોડું ભાથું લઈને નીકળ્યા, તેઓએ ગધેડા પર જૂની ગુણપાટો તથા દ્રાક્ષારસની જૂની ને ફાટલી મશકો લાદી હતી.
5 તેઓએ પોતાના એલચીઓને ફાટેલાં તથા થીગડાં માંરેલાં કપડાં પહેરાવીને યહોશુઆ પાસે મોકલ્યા, જેથી એવું લાગે કે તેઓ ઘણી લાંબી મુસાફરી કરીને આવ્યા છે. તેઓએ જૂના સાંધેલા પગરખાં પહેર્યા હતાં, તેમણે સાથે લીધેલા રોટલા સૂકા અને ફુગાઈ ગયેલા હતા.
6 પછી તેઓ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆને મળ્યા અને તેઓએ યહોશુઆ તથા ઇસ્રાએલના લોકોને કહ્યું, “અમે દૂર દેશથી તમાંરી સાથે શાંતિના કરાર કરવાની માંગણી સાથે આવ્યા છીએ.” અમાંરી સાથે સંધિ કરો.”
7 પરંતુ ઇસ્રાએલીઓએ હિવ્વીઓને કહ્યું, “તમે કદાચ અમાંરી પડોશમાં જ રહેતા હોવ એમ પણ બને. અને તમે પડોશમાં રહ્યાં હોય તો અમે તમાંરી સાથે સંધિ કેવી રીતે કરી શકીએ?”
8 એટલે તેમણે યહોશુઆને કહ્યું, “અમે તમાંરા સેવકો છીએ.”યહોશુઆએ તેમને પૂછયું, “તમે કોણ છો અને તમે કયાંથી આવ્યાં છો?”
9 તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે તમાંરા દેવ યહોવાની મહાન શક્તિ અને સમર્થના વિશે સાંભળ્યું છે. અને ખૂબ દૂરના દેશથી આવ્યા છીએ; અમે એ પણ સાંભળ્યું કેમ તેણે તમને બધાને મિસરમાંથી બહાર લાવ્યા અને મિસરમાં તેણે કરેલ સર્વ વિષે.
10 અને તમાંરા દેવ યહોવાએ અને યર્દન નદીની પૂર્વેના બે અમોરી રાજાઓ: હેશ્બોનના રાજા સીહોન અને આશ્તારોથમાં રહેતા બાશાનના રાજા ઓગને શું કર્યું છે તે અમે સાંભળ્યું છે.
11 તેથી અમાંરા આગેવાનોએ અને અમાંરા દેશના બધા લોકોએ અમને કહ્યું, ‘મુસાફરી માંટે જરૂરી ભાથું લઈને એ લોકોને જઈને મળો અને કહો કે, “અમે તમાંરા દાસ છીએ એટલે અમાંરી સાથે કૃપા કરીને સંધિ કરો.’ આ અમાંરા રોટલા જુઓ.”‘
12 “અમે જયારે તમને મળવા માંટે ઘેરથી નીકળ્યા ત્યારે એ ગરમ હતા, પણ અત્યારે તમે જુઓ કે એ કેવા સૂકા અને ફુગાઈ ગયા છે!
13 અમે જયારે આ મશકોમાં દ્રાક્ષારસ ભર્યો ત્યારે એ નવા હતા, પણ અત્યારે એ બધા ફાટી ગયા છે, અમાંરાં કપડાં અને પગરખાં પણ લાંબા પ્રવાસને કારણે ઘસાઈ ને ફાટી ગયાં છે.”
14 ઇસ્રાએલીઓના આગેવાનોએ તેમના થેલાઓમાંથી તેઓની રોટલીઓ ચાખી પણ યહોવાની સલાહ લીધી નહિ.
15 યહોશુઆએ તેમની સાથે શાંતિના કરાર કર્યા અને તેમને જીવનદાન આપવાનું વચન આપ્યું. અને ઇસ્રાએલના સમાંજના આગેવાનોએ તેને વચન આપીને મંજૂરી આપી.
16 પરંતુ સંધિ કર્યા બાદ ત્રણ દિવસ પછી સાચી હકીકત જાહેર થઈ કે એ લોકો તો તેમના નજીકના પાડોશીઓ જ હતા.
17 તેથી ઇસ્રાએલી લોકો ગિબયોનીઓ જ્યાં રહ્યાં તે જગ્યાએ જવા તૈયાર થયા. ત્રીજે દિવસે તે લોકોનાં નગરો ગિબયોન, કફીરાહ, બએરોથ અને કિર્યાથ-યઆરીમ આવી પહોંચ્યા.
18 પરંતુ આગેવાનોએ ઇસ્રાએલના દેવ યહોવાના નામ પર શપથ લીધાં હતા કે તેઓ તેમના પર હુમલો નહિ કરે, એટલે તેઓ તેમને માંરી શક્યાં નહિ, બધા લોકોએ આગેવાનો વિરુદ્ધ ફરિયાદ કરી.
19 તેથી આગેવાનોએ ભરી સભામાં જણાવ્યું, “આપણે ઇસ્રાએલના દેવ યહોવો સમક્ષ એ લોકોને સમ લઈને વચન આપ્યું છે, એટલે આ પ્રમાંણે કરીશું:
20 આપણે તેમને જીવતા રહેવા દઈશું; કારણ કે જો એમ વચનનો ભંગ કરીએ તો યહોવાનો કોપ આપણા પર આવી પડે.”
21 તેથી એ લોકો જીવતા રહે. પણ તેઓએ સમાંજના કઠિયારા અને પખાલી થવું પડશે.” લોકો આગેવાનોના કહ્યાં પ્રમાંણે કરવાને કબૂલ થયા અને શાંતિના કરારનો ભંગ કર્યો નહિ.
22 યહોશુઆએ ગિબયોનના માંણસોને બોલાવડાવ્યા અને કહ્યું, “તમે અમાંરી નજીકમાં જ રહેતા હોવા છતાં, અમે દૂર દેશમાં રહીએ છીએ એ કહીને અમાંરી સાથે છેતરપિંડી શા માંટે કરી?
23 આથી તમે હવે શાપિત થયા છો. તમે બધા સદા માંટે અમાંરા ગુલામ થશો. તમે અમાંરા દેવના મંદિરના પખાલી અને કઠિયારા રહેશો.”
24 તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે એવું એટલા માંટે કર્યું કે અમને ચોક્કસ ખબર મળી હતી કે તમાંરા દેવ યહોવાએ પોતાના સેવક મૂસાને આ આખો દેશ તમને આપવાની અને એના સર્વ રહેવાસીઓનો સંહાર કરવાની આજ્ઞા કરી હતી. આથી તમે જેમ જેમ અમાંરા તરફ આગળ વધ્યા તેમ તેમ અમને તમાંરો ખૂબ ભય લાગવા માંડયો કે તમે અમને માંરી નાખશો, તેથી અમે આમ કર્યું.
25 પરંતુ હવે અમે તમાંરા હાથમાં છીએ, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો.”
26 તેથી યહોશુઆએ તે લોકોને માંરી નાખવાની પરવાનગી ઇસ્રાએલી લોકોને આપી નહિં અને તેઓને ઉગારી લીધા.
27 પણ ત્યાર પછી યહોશુઆએ આ લોકોને લાકડું કાપવા અને ઇસ્રાએલના લોકો માંટે અને યહોવાના મંદિર માંટે પાણી લાવવા ફરજ પાડી. આજ દિવસ સુધી તેઓ યહોવાએ પસંદ કરેલ જગ્યાએ આજ કામ કરી રહ્યાં છે.
પ્રકરણ 10

1 જયારે યરૂશાલેમના રાજા અદોની સદેકે સાંભળ્યું કે, યહોશુઆએ આયનગર કબજે કર્યુ છે અને તેણે જેમ યરીખોનો અને તેના રાજાનો નાશ કર્યો હતો તેમ આયનગરનો અને તેના રાજાનો પણ નાશ કર્યો છે, અને ગિબયોનની પ્રજાએ ઇસ્રાએલ સાથે શાંતિકરાર કરીને તેમની સાથે રહેવા માંડયું છે.
2 તે વિષે જાણ્યું ત્યારથી યરૂશાલેમના લોકો ઘણા જ ડરી ગયા, કારણ કે ગિબયોન તો મહાનગર હતું અને તે રાજનગર જેવું હતું અને તે આયનગર કરતાં વિશાળ હતું. તે નગરના લોકો બહાદુર હતાં, અને તેઓ તેના માંટે બહુ પ્રખ્યાત હતા.
3 તેથી યરૂશાલેમના રાજા અદોનીસેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરઆમને, લાખીશના રાજા યાફીઆને અને એગ્લોનના રાજા દબીરને સંદેશો મોકલ્યો.
4 “માંરી સાથે આવ અને મને ગિબયોન પર આક્રમણ કરવા મદદ કર. ગિબયોને યહોશુઆ અને ઇસ્રાએલના લોકો સાથે શાંતિકરાર કર્યો હતો.”
5 એ પાંચ અમોરી રાજાઓ-યરૂશાલેમ હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના રાજાઓ ભેગા થઈને પોતાનાં લશ્કરો સાથે ઊપડયા અને ગિબઓનને ઘેરી લઈ તેમણે તેના ઉપર હુમલો કર્યો.
6 પરંતુ ગિબયોનના લોકોએ યહોશુઆને ગિલ્ગાલની છાવણીમાં સંદેશો મોકલાવ્યો કે, “અમે તમાંરા દાસો છીએ, અમને એકલા ન મૂકશો, વહેલા અમાંરી તરફ આવો અને અમાંરું રક્ષણ કરો, કારણ કે પર્વતીય પ્રદેશમાં બધા અમોરી રાજાઓ અમાંરી વિરુદ્ધ એક થઈ ગયા છે.”
7 આથી યહોશુઆ પોતાના લશ્કરના બધા શૂરવીર યોદ્ધાઓને લઈને ગિલ્ગાલથી ત્યાં પહોંચી ગયો.
8 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “એ લોકોથી ડરતો નહિં. હું તમને, તેઓને હરાવવા દઈશ અને તેમનામાંનો કોઈપણ તમને હરાવી શકશે નહિ.”
9 યહોશુઆએ ગિલ્ગાલથી નીકળી આખી રાત કૂચ કરીને તેમના ઉપર અચાનક છાપો માંર્યો.
10 યહોવાએ ગિબયોનના લશ્કરોને ખૂબ મૂંઝવી નાખ્યાં, તેથી ઇસ્રાએલે તેમને હરાવી દીધા. તેઓએ તેમનો પીછો બેથ-હોરોનના રસ્તા પર કર્યો અને તેમને બધાને અઝેકાહ અને માંક્કેદાહ સુધી માંરી નાખ્યા.
11 શત્રુનું સૈન્ય ઇસ્રાએલના સૈન્યથી ભાગીને બેથ-હોરોનના રસ્તે આવ્યું અને અઝેકાહ સુધીના સમગ્ર માંર્ગમાં યહોવાએ આકાશમાંથી તેમના ઉપર મોટા બરફના કરા વરસાવ્યા. ઇસ્રાએલી સૈનિકોને તરવારો કરતાં બરફના કરાઓથી વધારે શત્રુઓ માંર્યા હતાં.
12 તે દિવસે યહોવાએ ઇસ્રાએલને અમોરીઓને હરાવવા દીધા. અને તે દિવસે યહોશુઆ ઇસ્રાએલના બધા લોકો સમક્ષ ઊભો રહ્યો અને યહોવાને કહ્યું:“ઓ સૂર્ય, ગિબયોન ઉપર થંભી જા. ઓ ચંદ્ર આયલોનની ખીણ ઉપર સ્થિર થા.”
13 તેથી જ્યાં સુધી આ લોકોએ શત્રુઓ પર વિજય મેળવ્યો સૂર્ય હલ્યો નહિ અને ચંદ્ર થોભી ગયો. આ ઘટનાનું વિશદ વિસ્તૃત વર્ણન યાશારના ગ્રંથમાં લખેલું છે, તેમ સૂર્ય આકાશની વચ્ચોવચ થંભી ગયો અને લગભગ એક દિવસ સુધી તેણે આથમી જવામાં વિલંબ કર્યો.
14 તે દિવસ પહેલા અને ત્યાર પછી આવું કદી બન્યું નથી કે જ્યારે સૂર્ય અને ચંદ્ર થોભી ગયા હોય. એ બધું એક માંણસની પ્રાર્થનાના કારણે થયું હતું. જેથી યહોવાએ કોઈ માંણસનું સાંભળ્યું અને ઇસ્રાએલના લોકો માંટે લડયાં.
15 પછી યહોશુઆ ઇસ્રાએલીઓ સાથે ગિલ્ગાલની છાવણીમાં પાછા ગયા.
16 યુદ્ધ દરમ્યાન પેલા પાંચ રાજાઓ ભાગીને માંક્કેદાહની ગુફામાં છુપાઈ ગયા હતા.
17 તેઓને શોધવામાં આવ્યાં હતાં અને માંક્કેદાહ પાસેની ગુફામાં છુપાયેલા મળ્યા. જ્યારે યહોશુઆએ આના વિષે સાંભળ્યું. તેણે આમ કહીને જવાબ આપ્યો:
18 “ગુફાના મુખદ્વાર ને બંધ કરવા મોટા પથ્થરો મુકો અને રાજાઓ ભાગી ન જાય તે જોવા રક્ષકો મૂકો.
19 શત્રુ સૈન્યનો પીછો કરવાનું ચાલુ રાખો અને પાછળથી તેમના ઉપર હુમલા કરજો. તેમને તેમના શહેરમાં ફરવા દેશો નહિં. તમાંરા દેવ યહોવાએ આ લોકોને તમાંરા હાથમાં સોંપી દીધા છે.”
20 યહોશુઆ અને ઇસ્રાએલીઓએ દુશ્મનો માંરવાનું શરૂ કર્યુ અને લગભગ બધાંને માંરી નાખ્યાં. તેઓ કે જે છટકી ગયાં કિલ્લાવાળા શહેરોમાં સંતાયા. થોડા બચી ગયા તેમણે કિલ્લાબંધ શહેરોમાં આશ્રય લીધો.
21 ત્યારબાદ યહોશુઆના માંણસો તેમની માંક્કેદાહની છાવણી પર સુરક્ષિત પાછા ફર્યા. પછી કોઈએ ઇસ્રાએલના લોકો સામે કંઈ પણ કહેવા માંટે હિમ્મત કરી નહિ.
22 હવે યહોશુઆએ કહ્યું, “પેલી ગુફાનું મુખ ખોલો અને એ પાંચ રાજાઓને બહાર કાઢી માંરી પાસે લઈ આવો.”
23 એટલે તેઓએ તે પ્રમાંણે કર્યુ અને યરૂશાલેમના, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના પાંચેય રાજાઓને ગુફામાંથી બહાર કાઢયા.
24 જ્યારે આ રાજાઓને યહોશુઆ સમક્ષ લાવવામાં આવ્યા, બધા ઇસ્રાએલીઓને બોલાવાયા અને યહોશુઆએ તેના સૈન્યના અધિકારીઓને કહ્યું: “અહીં આવો અને તેમની ડોક પર તમાંરો પગ રાખો.” તેથી તેઓએ તેઓનાં પગ રાજાની ડોક પર મૂક્યા.
25 પછી યહોશુઆએ તે લોકોને કહ્યું, “ગભરાશો નહિ કે જરા ય નાહિમ્મત થશો નહિ, બહાદૂર અને મક્કમ બનજો. કારણ કે તમાંરા દરેક દુશ્મન સાથે યહોવા આ પ્રમાંણે જ કરશે, આવા જ હાલ તેમના કરશે.”
26 પછી યહોશુઆએ તે રાજાઓને તરવારથી માંરી નાખ્યા. અને તેમનાં શબ પાંચ જાડ ઉપર લટકાવ્યાં, અને છેક સાંજ થતાં સુધી તે ત્યાં લકટતાં રહ્યાં.
27 પછી સૂર્યાસ્ત થવાના સમયે તેઓના મૃતદેહોને જાડ પરથી ઉતાર્યા અને તેઓ જે ગુફામાં સંતાઈ રહ્યાં હતા તેમાં ફેંકી દીધાં, પછી ગુફાના મુખદ્વાર આગળ મોટા પથ્થરો મૂકવામાં આવ્યા, જે આજે પણ છે.
28 યહોશુઆએ તે દિવસે માંક્કેદાહ કબજે કર્યું. અને તેના લોકોને તથા રાજાને મોતને ઘાટ ઉતાર્યા. નગરના બધા માંણસોનો તેણે સંહાર કર્યો. તેણે યરીખોના રાજાના જે હાલ કર્યા હતા તે જ હાલ માંક્કેદાહના રાજાના પણ કર્યા.
29 ત્યારબાદ યહોશુઆ અને તેની સેનાએ માંક્કેદાહ છોડ્યું અને લિબ્નાહ જઈને તે શહેર પર આક્રમણ કર્યુ.
30 યહોવાએ એ પણ ઇસ્રાએલીઓના હાથમાં સોંપી દીધું. અને તેમણે ત્યાંના બધાંજ માંણસોને તરવારને ઘાટ ઊતાર્યા. કોઈને છોડયા નહિં. અને યરીખોના રાજાની જે હાલત કરી હતી તે જ હાલત ત્યાંના રાજાની કરી.
31 એ પછી યહોશુઆ અને બધા ઇસ્રાએલી લોકો લિબ્નાહથી લાખીશ ગયાં. તેમણે તે શહેરને ઘેરો ઘાલી તેના પર હુમલો કર્યો.
32 પછી યહોવાએ લાખીશ ઇસ્રાએલના હાથમાં સોંપી દીધું. બીજે દિવસે તેમણે તેનો કબજો લીધો અને લિબ્નાહમાં જે કર્યુ હતું તે જ ત્યાંના બધાં જ માંણસોનું કર્યુ. સૌને તરવારને ઘાટ ઉતાર્યા.
33 દરમ્યાનમાં ગેઝેરનો રાજા હોરામ લાખીશને મદદ કરવા આવ્યો પણ યહોશુઆએ અને તેના માંણસોએ તેમને બધાંને માંરી નાખ્યાં. તેનાં સૈન્યનો સંપૂર્ણ નાશ કર્યો.
34 ત્યારપછી યહોશુઆ અને તેનું સૈન્ય લાખીશથી એગ્લોન ગયું. તેમણે તેને ઘેરો ઘાલી હુમલો કર્યો.
35 તે જ દિવસે તેમણે તેને કબજે કર્યુ. અને લાખીશમાં કર્યું હતું તેમ ત્યાંનાં બધાં જ માંણસોનો સંહાર કર્યો.
36 એગ્લોન છોડયા પછી તેઓએ હેબ્રોન પર આક્રમણ કર્યું.
37 અને રાજાની સાથે, લોકો અને નજીકનાં શહેરોમાં રહેતાં બીજા લોકોને પણ માંરી નાખવામાં આવ્યાં હતાં. કોઈને પણ જીવતું છોડવામાં આવ્યું નહોતું. તેઓએ એગ્લોનને જેમ કર્યુ હતું તેમ કર્યું.
38 ત્યારબાદ યહોશુઆ અને તેના સૈન્યે પાછા દબીર જઈ તેના ઉપર હુમલો કર્યો.
39 તેમણે દબીરને, તેના રાજાને અને આજુબાજુનાં ગામોને કબજે કર્યો. અને તેમને મોતને ઘાટ ઊતારી દીધા, તેણે ત્યાંના બધાંજ માંણસોનો સંહાર કર્યો. યહોશુઆએ હેબ્રોન, લિબ્નાહ અને તેના રાજાઓના જે હાલ કર્યા હતા તે જ હાલ દબીરના અને ત્યાંના રાજાના કર્યા.
40 આ રીતે યહોશુઆએ સંપૂર્ણ ભૂમિ હરાવી: પહાડી દેશ, નેગેબ, પશ્ચિમની તળેટીઓ, ઢોળાવો અને તેમના બધા રાજાઓ. તેણે કોઈને જીવતા જવા દીધાં નહિં. ઇસ્રાએલના દેવ યહોવાની આજ્ઞા પ્રમાંણે તેમણે એકએક પ્રાણીનો નાશ કર્યો.
41 યહોશુઆએ કાદેશ-બાર્નેઆથી ગાજા સુધી બધાને હરાવ્યાં અને ગિબયોનના શહેર ગોશેનની બધી ભૂમિ.
42 એક જ સમયે યહોશુઆ આ બધા રાજાઓ અને તેમની જમીન જીત્યો. કારણ કે ઇસ્રાએલના યહોવા દેવ લોકોને પક્ષે રહીને લડતાં હતા.
43 આ પછી યહોશુઆ અને તેનું લશ્કર પાછાં ગિલ્ગાલની છાવણીમાં ગયા.
પ્રકરણ 11

1 આ સમાંચાર હાસોરના રાજા યાબીનને પહોંચ્યા. યાવીને આ શબ્દો આપેલા રાજાઓને મોકલ્યા: માંદોનનો રાજા શિમ્રોનનો રાજા યોબાબ અને આખ્શાફનો રાજા;
2 ઉત્તરના પર્વતીય પ્રદેશનાં બધાં રાજાઓ: યર્દનની ખીણ, કિન્નેરોથ તળાવનું દક્ષિણ, થી પશ્ચિમ તળેટીઓ અને પશ્ચિમમાં નાફ્રોથ દોર.
3 પૂર્વમાં અને પશ્ચિમમાં કનાનીઓને, અમોરીઓને, હિત્તીઓને, પરિઝઝીઓને અને પર્વતીય પ્રદેશમાં રહેતા યબૂસીઓ અને હિવ્વીઓ જે મિસ્પાહ ક્ષેત્રમાં હેર્મોન પર્વતના ચરણ પાસે રહ્યાં તે બધાને, તેણે સંદેશો મોકલ્યો.
4 આ સર્વ રાજાઓ ઇસ્રાએલને કચડી નાખવાના હેતુ સાથે પોતપોતાના આખા સૈન્યો સાથે નીકળી પડયા. એમાં સાગરકાંઠાની રેતીના કણોની જેમ ગણ્યા ગણાય નહિં એવા અસંખ્ય ઘોડા અને રથ હતા. વ્યૂહરચના કરીને અસંખ્ય લોકો મેરોમ સરોવરની આસપાસ એકત્ર થયા,
5 કારણ કે એ બધા રાજાઓએ ભેગા થઈને ઇસ્રાએલીઓ સામે લડવા માંટે મેરોમ સરોવર પાસે પોતાનો પડાવ નાખ્યો હતો.
6 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “એ સૈન્યથી ગભરાઈશ નહિં. હું તમને તેઓને હરાવવા દઈશ. કાલ આ સમય સુધીમાં, તમે તે બધાને માંરી નાખ્યા હશે. તમે ઘોડાઓના પગો કાપશો અને તેઓના બધાં રથો બાળશો.”
7 આથી યહોશુઆ અને તેના માંણસોનું સૈન્ય એકાએક મેરોમ સરોવર આગળ આવીને તેમના ઉપર તૂટી પડ્યું.
8 યહોવાએ એ લોકોને ઇસ્રાએલીઓના હાથમાં સોંપી દીધા અને તેઓએ તેમને હરાવ્યા અને ઉત્તર તરફ છેક મહાનગર સિદોન અને પૂર્વમાં મિસ્રેફોથ-માંઈમ સુધી અને પૂર્વ તરફ ઠેઠ મિસ્પેહની ખીણ સુધી તેમને ભાગતાં કર્યાં બધાં શત્રુઓ મરી ગયાં ત્યાં સુધી ઇસ્રાએલીઓએ લડવાનું ચાલું રાખ્યું.
9 જે યહોવાએ કહ્યું હતું યહોશુઆએ કર્યું યહોશુઆએ તેઓના ઘોડાઓનાં પગ કાપ્યાં અને તેમના રથ બાળ્યાં.
10 ત્યારબાદ યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું, અને તેના રાજાને મોતને ઘાટ ઉતાર્યો. તે સમયે હાસોર બધાં જ સંયુક્ત રાષ્ટ્રોનું પાટનગર હતું.
11 તેમણે ત્યાંના એકેએક માંણસને માંરી નાખ્યો. કોઈનેય જીવતો જવા દીધો નહિં; અને નગરનો અગ્નિમાં નાશ કર્યો.
12 યહોશુઆ એ બધા રાજાઓને અને તેમનાં નગરોને કબજે કર્યા, અને યહોવાના સેવક મૂસાએ જણાવ્યા મુજબ હત્યાકાંડ ચલાવી તેમનો નાશ કર્યો.
13 પણ ઇસ્રાએલી લોકો ટેકરીઓ પર બાંધેલા નગરોમાંથી હાસોર સિવાય કોઈપણને બાળ્યું ન હતું.
14 ઇસ્રાએલી લોકોને શહેરોમાંથી જે બધી વસ્તુઓ મળી તે પોતાનાં માંટે રાખી. તેઓએ શહેરમાં જે પ્રાણીઓ મળ્યાં તે રાખ્યાં. પણ તેઓએ ત્યાંના બધા માંણસોને માંરી નાખ્યાં. તેઓએ કોઈ લોકોને જીવતા ન છોડ્યાં.
15 જેમ યહોવાએ તેના સેવક મૂસાને આજ્ઞાંકિત કર્યો, ફક્ત તેમજ મૂસાએ યહોશુઆને આજ્ઞાંકિત કર્યો અને યહોશુઆએ તે પાળ્યું. તેણે તે બધું કર્યું જેના માંટે યહોવાએ મૂસાને આજ્ઞાંકિત કર્યો હતો:
16 આ રીતે યહોશુઆએ સમગ્ર ભૂમિ ડુંગરાળ પ્રદેશ, નીચાણનો પ્રદેશ, સમગ્ર દક્ષિણનો પ્રદેશ, ગોશેનનો સમગ્ર પ્રદેશ, પશ્ચિમી ટેકરીઓ, યર્દનની ખીણ, ઇસ્રાએલનો પર્વતીય પ્રદેશ અને તેની ટેકરીઓ કબજે કરી.
17 તેણે સેઈર નજીક હાલાક પર્વતીય હેર્મોન પર્વત નીચે લબાનોનની ખીણમાં બઆલ-ગાદ સુધીની બધી જમીનનું શાસન લીધું. તેણે તે દેશોના રાજાઓને પકડયા અને તેઓને માંરી નાખ્યા.
18 આ બધા રાજાઓ સાથે યહોશુઆએ ખૂબ લાંબુ યુદ્ધ કર્યુ હતું.
19 ફક્ત ગિબયોનમાં રહેનારા હિવ્વીઓ સાથે યહોશુઆ અને ઇસ્રાએલીઓએ શાંતિકરાર કર્યો હતો. બીજા સર્વ નગરોને યુદ્ધમાં હરાવવામાં આવ્યાં.
20 કારણકે યહોવાએ શત્રુઓના મન કઠોર બનાવી નાખ્યા હતાં જેઓ ઇસ્રાએલ સામે લડવા કૃતનિશ્ચય હતા, જેથી યહોવાએ મૂસાને જણાવ્યા મુજબ તેઓ નિર્દયી રીતે માંર્યા જાય.
21 ત્યારબાદ યહોશુઆએ પર્વતીય દેશ, હેબ્રોન, દબીર, અનાબ, યહૂદિયાના પર્વતીય પ્રદેશ અને ઇસ્રાએલના સમગ્ર પર્વતીય પ્રદેશમાં રહેનારા અનાકીઓનો નાશ કર્યો.
22 યહોશુઆએ બધા અનાકીઓનો તેમના નગરો સાથે નાશ કર્યો હતો. તેથી તેઓમાંનું કોઈ પણ ઇસ્રાએલીઓની ભૂમિમાં વચ્યું નહિં. બસ થોડા જ ગાજા, ગાથ અને આશ્દોદમાં બાકી રહ્યાં.
23 જેમ યહોવાએ મૂસાને જણાવ્યુ હતું તે મુજબ યહોશુઆએ સમગ્ર પ્રદેશ કબજે કરી લીધો. તે તેણે ઇસ્રાએલીઓને આપ્યો યહોશુઆએ બધા કુળસમૂહોને તેમનો ભાગ આપ્યો પછી દેશમાં શાંતિ પ્રસરી રહી.
પ્રકરણ 12

1 ઇસ્રાએલીઓએ યર્દન નદીના પૂર્વકાંઠાનો સમગ્ર પ્રદેશ-અર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો પ્રદેશ, અરાબાહની સમગ્ર પૂર્વીય બાજુ સાથે કબજે કરી લીધો. ઇસ્રાએલીઓએ પરાસ્ત કરેલા રાજાઓનાં નામ આ મુજબ છે:
2 હેશ્બોનવાસી અમોરીઓના રાજા સીહોન પાસે આર્નોનની ધારે આવેલા અરોએર અને ખીણનો મધ્યવર્તી પ્રદેશ, અને અર્ધા ગિલયાદ થી છેક આમ્મોનની સરહદ યાબ્બોક નદી સુધીનો પ્રદેશ હતો.
3 તે પૂર્વીય યર્દનની ખીણ પર ગાલીલના સરોવરથી મૃતસરોવર સુધી, બેથ-યશીમોથ સુધીના અને દક્ષિણ તરફ પિસ્ગાહ પર્વતના ઢોળાવ પ્રદેશ સુધી રાજ્ય કરતો હતો.
4 બાશાનનો રાજા ઓગ, જે રફાઈઓમાંનો છેલ્લો હતો તે આશ્તારોથ અને એડ્રેઈમાં રહેતો હતો;
5 તે હેર્મોન પર્વત, સાલખાહ અને છેક ગશૂરીઓ તથા માંઅખાથીઓની સરહદ સુધીના આખા બાશાન પ્રાંત ઉપર તથા છેક હેશ્બોનના રાજા સીહોનની સરહદ સુધી અડધા ગિલયાદ પ્રાંત ઉપર રાજ કરતો હતો.
6 યહોવાના સેવક મૂસાએ રાજાઓને ઇસ્રાએલીઓની મદદથી હરાવ્યા, અને તેમની ભૂમિ પ્રદેશ રૂબેન, ગાદના કુળસમૂહો અને મનાશ્શાના અડધા કુળસમૂહને મૂસા દ્વારા આપવામાં આવી હતી.
7 યહોશુઆ અને ઇસ્રાએલીઓએ યર્દન નદીની પશ્ચિમે લબાનોની ખીણમાં આવેલ બઆલ-ગાદથી સેઈર નજીક આવેલા હાલાક પર્વત સુધીના બધા રાજાઓને હરાવ્યા અને આ ભૂમિને કુળસમૂહો વચ્ચે તેમના ભાગ પ્રમાંણે વહેંચી આપી. પ્રત્યેક કુળસમૂહને પોતાનો ભાગ વહેંચી આપ્યો.
8 આ વિસ્તારમાં યર્દનની ખીણમાં, પૂર્વીય ઢોળાવોમાં, પર્વતીય પ્રદેશોમાં, પશ્ચિમી ટેકરીઓમાં, અરણ્ય પ્રદેશમાં, નેગેબમાં. આ ભૂમિમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ તથાયબૂસીઓ રહેતા હતા.
9 યરીખોનો રાજા 1બેથેલની પાસેના આયનો રાજા 1
10 યરૂશાલેમનો રાજા 1હેબ્રોનનો રાજા 1
11 યાર્મૂથનો રાજા 1લાખીશનો રાજા 1
12 એગ્લોનનો રાજા 1ગેઝેરનો રાજા 1
13 દબીરનો રાજા 1ગેદેરનો રાજા 1
14 હોર્માંહનો રાજા 1અરાદનો રાજા 1
15 લિબ્નાહનો રાજા 1અદુલ્લામનો રાજા 1
16 માંક્કેદાહનો રાજા 1બેથેલનો રાજા 1
17 તાપ્પુઆહનો રાજા 1હેફેરનો રાજા 1
18 એફેકનો રાજા 1લાશ્શારોનનો રાજા 1
19 માંદોનનો રાજા 1હાસોરનો રાજા 1
20 શિમ્રોન-મરોનનો રાજા 1આખ્શાફનો રાજા 1
21 તાઅનાખનો રાજા 1મગિદ્દોનો રાજા 1
22 કેદેશનો રાજા 1કાર્મેલમાંના યોકનઆમનો રાજા 1
23 દોરના પર્વત ઉપરનો દોરનો રાજા 1ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા 1
24 તિર્સાહનો રાજા 1આ સર્વ રાજાઓ મળીને કુલ 31 હતા.
પ્રકરણ 13

1 હવે યહોશુઆ ખૂબ વૃદ્ધ થયો હતો અને યહોવાએ તેને કહ્યું, “તું વયોવૃદ્ધ થયો છે, અને હજી બીજાં ઘણાં રાજ્યો જીતવાના બાકી છે, જે આ પ્રમાંણે છે:
2 પલિસ્તીઓનો સમગ્ર પ્રદેશ. ગશૂરીઓનો સમગ્ર પ્રદેશ,
3 મિસરની પૂર્વમાં શીહોરથી ઉત્તરમાં એકોન જે કનાનીઓની ભૂમિ છે, પાંચ પલિસ્તી શાસકો ગાજા આશ્દોદ, આશ્કેલોન, ગિત્તી અને એક્રોન તથા આવ્વીની ભૂમિ,
4 દક્ષિણમાં કનાનીઓની બધી ભૂમિ અને મઆરાહ જે સિદોની લોકોના કબજમાં હતો તથા એમોરીઓની સરહદમાં આવેલ એફેક,
5 અને ગબાલીઓનો પ્રદેશ. અને પૂર્વ તરફનું આખું લબાનોન, હેર્મોન પર્વત નીચે બઆલ-ગાદથી લબનોન સુધી,
6 “લબાનોન થી મિસ્રેફોથ-માંઈમ સુધીના પર્વતીય દેશમાં રહેતા બધા સિદોની લોકો, ઇસ્રાએલી લોકોની સામે હું પોતેજ તેઓને હાંકી કાઢીશ. મેં તમને આજ્ઞા કરી હતી તેમ તમે ઇસ્રાએલીઓ વચ્ચે ભૂમિના ભાગલા પાડો ત્યારે આ ભૂમિ આવરી લેવાની ખાતરી કરો.
7 હવે આ ભૂમિને નવ કુળસમૂહો અને મનાશ્શાના અર્ધા કુળસમૂહ વચ્ચે વહેંચી આપ.”
8 રૂબેન અને ગાદના કુળસમૂહો અને મનાશ્શા કુળના બાકીના અડધાને યર્દન નદીને પૂર્વની જમીન મળી જે દેવના સેવક મૂસાએ તેમને આપી હતી.
9 તેણે આ ભૂમિ આર્નોન ખીણની ધારે આવેલ અરોએરથી અને શહેર કે જે ખીણની વચ્ચે છે અને દીબોનથી મેદબા સુધીનો સમગ્ર સપાટ પ્રદેશ કબ્જે કર્યા હતાં.
10 અમોરી રાજા સીહોન જે હેશ્બોનથી ઓમ્મોનીટસની સરહદ સુધી રાજ્ય કરતો હતો, તેનાં બધાં શહેર.
11 અને ગિલયાદ; ગશૂર અને માંઅખાથ પ્રદેશ; હેર્મોન પર્વતનો સમગ્ર પ્રદેશ; બધું બાશાન છેક સાલખાહ,
12 ઓગ જેણે બાશાનમાં આશ્તારોથમાં અને એડ્રેઈમાં રાજ્ય કર્યુ તેનું સમગ્ર રાજ્ય તે ભૂમિ પર હતું. તે રફાઈઓનાં છેલ્લામાંનો એક હતો, કારણ મૂસાએ રેફાઈઓ પર હુમલો કર્યો હતો અને તેમને દૂર ખસેડી દીધાં હતાં.
13 પણ ઇસ્રાએલીઓએ ગશૂરીઓને અને માંઅખાથીઓને હાંકી કાઢયા ન હતાં. તેઓ આજે પણ ઇસ્રાએલના લોકો વચ્ચે રહે છે.
14 ફક્ત લેવી કુળસમૂહને કોઈ પણ ભૂમિ મળી ન હતી. તેઓનો ભાગ ફક્ત ઇસ્રાએલના દેવ યહોવાને અર્પાતા દહનાર્પણો માંથી જ મળતો હતો જેમ યહોવાએ તેમને વચન આપ્યું હતું.
15 મૂસાએ રૂબેનના કુળસમૂહને ભૂમિ આપી તેમની ટોળીઓ દ્વારા.
16 તેઓને પ્રાપ્ત થયેલો અરોએરનો પ્રદેશ જે અર્નોની ખાડીની ધારે આવેલો છે, અને નગર જે ખીણની મધ્યમાં આવેલું છે, અને મેદબાનો સમગ્ર સપાટ પ્રદેશ.
17 અને હેશ્બોનની સપાટ ભૂમિ અને તેના બધા નગરો, દીબોન, બામોથ-બઆલ, બેથ-બઆલમેઓન,
18 યાહાસ, કદેમોથ, મેફાઆથ,
19 કિર્યાથાઈમ, સિબ્માંહ, ખીણમાંના ડુંગર ઉપરનું સેરેથશાહાર,
20 બેથ-પેઓર, પિસ્ગાહ અને બેથયશીમોથની ટેકરીઓ,
21 ભૂમિમાં સપાટ ભૂમિમાં બધાં નગરો અને અમોરી રાજા સીહોન જે હેશ્બોનમાં રાજ્ય કરતો હતો તેના બધા રાજ્યોનો સમાંવેશ થતો હતો. મૂસાએ તેને અને મિધાઅનના નેતાઓ તથા અવી, રેકેમ, સૂર, હૂર અને શિઓનનારેબાને પણ હરાવ્યા હતા.
22 જે લોકોને ઇસ્રાએલીઓએ યુદ્ધમાં માંરી નાખ્યા હતાં તેમાં બયોર ના દીકરા બલામ કે જે એક ભૂવો હતો તેનો પણ સમાંવેશ થતો હતો.
23 રૂબેનીઓની સરહદ યર્દન નદી અને તેના કાંઠાનો પ્રદેશ હતો, રૂબેનીઓને આ રગ્યા તેમની ટોળીઓ દ્વારા આપવામાં આવી હતી. જેઓને આ શહેરો ગામો સાથે આપવામાં આવ્યા હતાં.
24 મૂસાએ ગાદ કુળસમૂહને પણ તેમની ટોળીઓ પ્રમાંણે ભૂમિ આપી હતી.
25 તેમની પાસે યાઝેરની ભૂમિ, ગિલયાદના બધાં શહેરો અને અમોરીઓની અડધી ભૂમિથી છેક અરોએર સુધી, જે રાબ્બાહની પૂર્વે છે તે હતાં.
26 એ પ્રદેશ હેશ્બોનથી તે રામાંથ-મિસ્પાહ અને બટોનીમ સુધી અને માંહનાઈમથી દબીરની સરહદ સુધી વિસ્તરેલો હતો.
27 અને ખીણમાં બેથ-હારામ, બેથ-નિમ્રાહ, સુક્કોથ અને સાફોન અને હેશ્બોનના રાજા સીહોનનુ બાકીનું રાજ્ય. ઉત્તરમાં ગાલિલના સરોવરનો પ્રદેશ, યર્દન નદીના પુર્વકાંઠા સુધીનો બધાં પ્રદેશ આવરી લેવાયેલો હતો, જે તેમની પશ્ચિમ સરહદ હતી.
28 ગાદના કુળસમૂહોએ તે ટોળીઓ પ્રમાંણે પ્રાપ્ત કરી, તેમાં શહેરો અને તેના ગામડાઓનો સમાંવેશ થતો હતો.
29 મૂસાએ મનાશ્શાના અર્ધા કુળસમૂહને તેમની ટોળીઓ પ્રમાંણે જમીન આપી હતી. મનાશ્શા કુળસમૂહના અડધા કુટુંબોને આ પ્રદેશ મળ્યો હતો.
30 તેઓની હદ માંહનાઈમથી, આખું બાશાન, બાશાનના રાજા ઓગનું સમગ્ર રાજ્ય, બાશાનમાં આવેલા યાઈરનાં બધા શહેરો, કુલ 60 નગરો,
31 અને અડધું ગિલયાદ, બાશાનના નગરો આશ્તારોથ અને એડેઈ જ્યાં ઓગ રાજા રહેતો આ બધી ભૂમિ મૂસાએ મનાશ્શાના દીકરા માંખીરના અડધા કુટુંબોને આપી હતી.
32 તેમજ મૂસાએ તેઓને યર્દન નદી પાર, યરીખો પૂર્વે, મોઆબનો સપાટ પ્રદેશ આપ્યો હતો.
33 પરંતુ મૂસાએ લેવીના કુળસમૂહને કોઈ ભૂમિ આપી ન હતી. યહોવાએ પોતે જ તેમનો ભાગ થવાનું વચન તેમને આપ્યું હતુ. ઇસ્રાએલનો દેવ યહોવા એ જ તમાંરો ભાગ છે વતન વારસો છે, તમાંરી સર્વ જરૂરિયાતોનો સ્ત્રોત માંત્ર છે; અને તેથી યહોવા જ તેઓની પ્રત્યેક જરૂરિયાતની કાળજી રાખશે.
પ્રકરણ 14

1 આ ભૂમિઓ કનાનમાં છે જે ઇસ્રાએલીઓએ ફાળવણી દ્વારા મેળવી. વહેચણી યાજક એલઆજાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલના કુળસમૂહોના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.
2 યહોવાએ મૂસાને સાડા નવ કુળસમૂહો વચ્ચે ચિઠ્ઠી નાખીને પ્રદેશની વહેંચણી કેમ કરવી તેની આજ્ઞા આપી હતી.
3 મૂસાએ યર્દન નદીની પૂર્વે. રૂબેનના કુળસમૂહો, ગાદ અને મનાશ્શાના અડધાકુળને ભૂમિ આપી દીધી હતી. પણ તેણે લેવીકુળ સમૂહોને કોઈ પ્રદેશ આપ્યો નહોતો.
4 યૂસફના વંશજો બે કુળસમૂહોમાં વહેંચાયેલા હતા: મનાશ્શા અને એફ્રાઈમ. તેઓમાંના દરેકે થોડી જમીન મેળવી. પણ લેવીઓને જમીનનો કોઈ ભાગ ન મળ્યો. રહેવા અને તેમનાં ઢોરઢાંખર માંટે, તેઓએ અમુક શહેરો અને તેમના ખેતરો મેળવ્યાં.
5 જે પ્રમાંણે યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, તે મુજબ ઇસ્રાએલીઓએ ભૂમિ વહેંચી લીધી.
6 એક દિવસ યહૂદાના કુળસમૂહના લોકો ગિલ્ગાલમાં યહોશુઆ પાસે આવ્યાં. તેઓમાંના એક કનિઝઝી, કાલેબે તેમને કહ્યું, “દેવના માંણસ મૂસાએ કાદેશ-બાર્નેઆમાં તમાંરા અને માંરા વિષે શું કહ્યું હતું તે તમે જાણો છો?
7 યહોવાના સેવક મૂસાએ મને અમે જઈ રહ્યાં હતાં તે ભૂમિ જોવા મોકલ્યો. તે સમયે હું 40 વર્ષનો હતો. જ્યારે હું પાછો આવ્યો મે મૂસાને જમીન વિશે જે વિચાર્યુ તે કહ્યું.
8 હું એક પ્રમાંણિક અહેવાલ લાવ્યો, પણ માંણસો જે માંરી સાથે આવ્યા હતાં, તેઓએ લોકોને તેમના અહેવાલ વડે નિરૂસ્તાહ કર્યા. પણ હું માંરા યહોવા દેવમાં શ્રદ્ધા રાખી રહ્યો.
9 પછી તે દિવસે મૂસાએ મને વચન આપ્યું હતું, “તમે યહોવા માંરા દેવને સંનિષ્ઠ હતાં. તેથી જે કોઈ જમીન પર તમે ચાલો, તે તમને અને તમાંરા વંશજોને સદાને માંટે આપી દેવામાં આવશે.”
10 “હવે જો, યહોવાએ મને હજી 45 વર્ષ સુધી જીવતો રાખ્યો છે. તેના મૂસાના વચન પ્રમાંણે જે ઇસ્રાએલીઓ રણમાંથી મુસાફરી કરી રહ્યા હતાં ત્યારે આપવામાં આવ્યું હતું. અને હવે હું 85 વર્ષનો છું.
11 આજે હું 85 વર્ષનો થયો છું. અને મૂસાએ મને જાસૂસી કરવા મોકલ્યો ત્યારે હતો, તેવો જ હું મજબૂત છું. આજે પણ માંરામાં યુદ્ધમાં જવાની ને બધાં કામો કરવાની શક્તિ તે વખતે હતી તેટલી જ છે.
12 હવે મને પર્વત દેશ આપ જેનુ વચન યહોવાએ બહુ પહેલા આપ્યું હતું. તે સમયે તમને માંહિતગાર કરવામાં આવ્યાં હતાં કે, અનાકીઓ ત્યાં રહેલાં અને તેઓનાં શહેરો બહું મોટાં અને કિલ્લેબંધ હતાં. કદાચ મને યહોવાનો સાથ મળી રહેશે અને હું યહોવા દ્વારા અપાયેલા વચન પ્રમાંણે તેમને ત્યાંથી હાંકી કાઢીશ.”
13 તેથી યહોશુઆએ યફૂન્નેહના દીકરા કાલેબને આશીર્વાદ આપ્યા અને હેબ્રોનનો પ્રદેશ તેને આપી દીધો.
14 આજે પણ હેબ્રોનની ભૂમિ યફૂન્નેહના દીકરા કાલેબના કુટુંબના હાથમાં છે, કારણ તેણે ઇસ્રાએલના દેવ યહોવાની આજ્ઞાનું નિષ્ઠાથી પાલન કર્યું હતું.
15 આ પહેલા હેબ્રોન કિર્યાથ-આર્બા તરીકે જણીતું હતું. આર્બા અનાકીઓમાં સૌથી મહાન પુરુષ હતો. ત્યારે તે પ્રદેશમાં શાંતિ હતી.
પ્રકરણ 15

1 યહૂદાના કુટુંબને ટોળીઓ પ્રમાંણે ચિઠ્ઠી નાંખી ભૂમિ વહેંચવામાં આવી હતી. એ દક્ષિણ તરફ અદોમની સરહદ, તેમાંનની ધારે આવેલા સીનના રણ સુધી ફેલાયલી છે.
2 તેમની દક્ષિણી સરહદ મૃતસમુદ્રના દક્ષિણ છેડાથી, આરંભ થતી હતી.
3 ત્યાંથી સરહદ સ્કોર્પિયન ઘાટની દક્ષિણ સુધી જાય છે, સીનની પાસે થઈને કાદેશ-બાર્નેઆની દક્ષિણે થઈને અને પછી હેસ્રોન પચાસ થઈને આદાર સુધી અને ત્યાંથી તે કાર્કા તરફ વળી જાય છે.
4 પછી સરહદ આસ્મોન સુધી ચાલુ રહે છે, ઈજીપ્તના ઝરણાં અને પછી ભુમધ્ય સમુદ્ર સુધી.
5 તેની પૂર્વની સરહદ મૃત સરોવર સુધી આવેલ યર્દન નદીના મુખ તથા ઉત્તરની સરહદ યર્દન નદીના મુખ પાસે આવેલ બેથ-હોગ્લાહ સુધી ઉપર જતી હતી.
6 પછી તે બેથ-હોગ્લાથી ઉપર જઈ અને બેથ-અરાબાહની ઉત્તરે ચાલુ રહીને બોહાન જે રૂબેનનો પુત્ર હતો તેની શિલા સુધી તે જાય છે.
7 પછી સરહદ આખોરની ખીણ આગળ થઈને દબીર સુધી જાય છે, પછી ઉત્તર તરફ વળીને ગિલ્ગાલ તરફ વળે છે. ગિલ્ગાલ કોતરની દક્ષિણ બાજુએ અદુમ્મીમના ઘાટની સામે આવેલું છે. અદુમ્મીમ ઘાટની વચ્ચેથી કોતરની દક્ષિણે જઈને પછી એનશેમેશ જળ સ્રોત સુધી ચાલુ રહીને એનરોગેલ આગળ અટકતી હતી.
8 પછી સરહદ યબૂસીઓ એટલે કે યરૂશાલેમના ઢાળની દક્ષિણથી બેન હિન્નોમની ખીણ સુધી જાય છે, પછી એ પર્વતના શિખર તરફ વળે છે, જે રફાઈમની ખીણના ઉત્તર છેડા પર, હિન્નોમ ખીણની પશ્ચિમે આવેલો છે.
9 પછી સરહદ પર્વતના શિખર પરથી “નેફતોઆહનો જળસમૂહ” ઝરણા તરફ વળીને ત્યાંથી એક્રોન પર્વત પરના નગરોમાં જાય છે. તે જગ્યાએથી સરહદ બાઅલાહ જે “કિયાર્થ-યઆરીમ” તરીકે ઓળખાય છે તેના તરફ વળી જાય છે.
10 પછી સરહદબાઅલાહની પશ્ચિમે સેઈર ના પર્વતીય દેશ તરફ વળતી હતી; અને યઆરીમ પર્વતની ઉત્તર બાજુએ ઢાળ સુધી જઈને, નીચે ઊતરી બેથ-શેમેશ તરફ વળીને તિમ્નાહ તરફ જાય છે.
11 પછી સરહદ એક્રોની ઉત્તરની ટેકરી સુધી જાય છે. ત્યાંથી શિક્કરોન તરફ વળીને પછી બાઅલાહ પર્વત સુધી અને પછી યાબ્નએલ સુધી ચાલુ રહીને ભૂમધ્ય સમુદ્રમાં પૂરી થાય છે.
12 પશ્ચિમી સરહદ ભૂમધ્ય સમુદ્ર સુધી હતી. આ યહૂદાના કુળસમૂહની સરહદ છે.
13 જેમ યહોવાએ યહોશુઆને આજ્ઞા કરી હતી તેમ, તેણે યફૂન્નેહના દીકરા કાલેબને યહૂદાના લોકોની ભૂમિમાંથી ભાગ આપ્યો. તેણે તેને કિર્યાથ-આર્બા આપ્યું હતું. આર્બા અનાકનો પિતા હતો.
14 કાલેબે ત્યાંથી અનાકના ત્રણ દીકરા-શેશાય, અહીમાંન અને તાલ્માંયને હાંકી કાઢયા.
15 કાલેબે ત્યાંથી જઈને દબીરના લોકો ઉપર ચઢાઈ કરી. પહેલાં દબીર કિર્યાથ-સેફેર તરીકે જાણીતું હતું.
16 કાલેબે કહ્યું, “જે કોઈ કિર્યાથ-સેફેર ઉપર હુમલો કરી તેને કબજે કરશે તેને હું માંરી દીકરી આખ્સાહ પરણાવીશ.”
17 કાલેબના ભાઈ કનાઝના પુત્ર ઓથ્નીએલે એ શહેર કબજે કર્યું. તેથી કાલેબે તેને પોતાની દીકરી આખ્સાહ પરણાવી.
18 જ્યારે તે પરણીને આવી ત્યારે ઓથ્નીએલે તેને તેના બાપ પાસે એક ખેતરની માંગણી કરવા ચડાવી. તે કાલેબ પાસે ગઈ અને ગધેડા ઉપરથી ઊતરી એટલે કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?”
19 તેણીએ કહ્યું, “મને આશીર્વાદ આપો! તમે મને નેગેબનો સૂકો પ્રદેશ આપ્યો હતો. તેથી મને થોડી ભૂમિ આપો જેમાં પાણી હોય” આથી કાલેબે તેણીને ઉપરનાં અને નીચેનાં ઝરણાંઓ આપ્યાં.
20 યહૂદાના કુળસમૂહને મળેલ ભૂમિ આ છે. દરેક કુટુંબને જમીનનો ભાગ મળ્યો હતો:
21 આ શહેરો યહૂદાના કુળસમૂહને મળેલા છે: નેગેબમાં અદોમની સરહદે આવેલાં શહેરો: કાબ્સએલ, એદેર, યાગૂર,
22 કીનાહ, દીમોનાહ, આદઆદાહ,
23 કેદેશ, હાસોર, પિથ્નાન,
24 ઝીફ, ટેલેમ, બેઆલોથ,
25 હાસોર હદાત્તાહ, ફરીયોથ-હેસ્રોન એટલે કે હાસોર.
26 અમાંમ, શમાં, મોલાદાહ,
27 હસાર-ગાદાહ તથા શ્હેમોન, બેથ-પેલેટ,
28 હસાર-શૂઆલ, બેર-શેબા, બિઝયોથ્યાહ.
29 બાઅલાહ, ઈયીમ, એસેમ,
30 એસ્તોલાદ, કસીલ, હોર્માંહ,
31 સિકલાગ, માંદમાંન્નાહ, સાન્સાન્નાહ,
32 લબાઓથ, શિલ્હીમ, આયિન અને રિમ્મોન અને આસપાસના ગામડાઓ સહિત કુલ
29 શહેરો હતા,
33 પશ્ચિમ ટેકરીના ઢોળાવમાં શહેરો: એશ્તાઓલ, સોરાહ, આશ્નાહ હતાં.
34 જાનોઆહ, એનગાન્નીમ, તાપ્પૂઆહ, એનામ.
35 યાર્મૂથ, અદુલ્લામ, સોખોહ, અઝેકાહ,
36 શાઅરાઈમ, અદીથાઈમ, ગદેરાહ, અને ગદરોથાઈમ અને તેની આજુબાજુના ગામો સહિત કુલ
14 નગરો હતા.
37 એ ઉપરાંત, સનાન, હદાશાહ, મિગ્દાલ-ગાદ,
38 દિલઆન-મિસ્પાહ, યોક્તએલ,
39 લાખીશ, બોસ્કાથ, એગ્લોન,
40 કાબ્બોન, લાહમાંમ, કિથ્લીશ,
41 ગદેરોથ, બેથ-દાગોન, નાઅમાંહ અને માંક્કેદાહ: આજુબાજુના ગામો સહિત કુલ
16 નગર,
42 તદુપરાંત લિબ્નાહ, એથેર આશાન,
43 યફતા, આશ્નાહ, નસીબ,
44 કઈલાહ, આખ્ઝીબ અને માંરેશાહ તથા તેની આજુબાજુના ગામો સહિત કુલ
9 નગરો હતા.
45 યહુદાના લોકોને એકોનનું નગર પણ મળ્યું અને બધાં શહેરો અને નજીકમાંના ગામો પણ મળ્યાં.
46 તેઓને એક્રોનની પશ્ચિમનો પ્રદેશ પણ મળ્યો હતો,તેની સરહદ એકોનથી ભૂમધ્ય સમુદ્ર સુધી અને આશ્દોદની પાસે આવેલાં નગરો તથા તેની આજુબાજુના ગામો સુધી હતી.
47 પછી આશ્દોદ અને તેની નજીકના શહેરો અને ગામો, ગાજાના અને તેની નજીકનાં શહેરો અને ગામોથી મિસરની નદી સુધી અને ભૂમધ્ય સમુદ્રના કિનારા સુધી હતી.
48 પર્વતીય પ્રદેશના
44 નગરો તથા તેની આજુબાજુના ગામો પણ વતન તરીકે મળ્યા હતાં. શામીર, યાત્તીર, સોખોહ,
49 દાન્નાહ, કિર્યાથ-સાન્નાહ (એટલે કે દબીર);
50 અનાબ, એશ્તમોહ, આનીમ,
51 ગોશોન, હોલોન, ગીલોહ અને તેની આજુબાજુના ગામો સહિત કુલ અગિયાર નગરો હતો.
52 અરાબ, દુમાંહ, એશઆન,
53 યાનીમ, બેથ-તાપ્પૂઆહ, અફેકાહ,
54 હુમ્ટાહ, કિર્યાથ-આર્બા એટલે કે હેબ્રોન અને સીઓર અને તેની આજુબાજુના ગામો સહિત કુલ
9 શહેરો હતાં.
55 માંઓન, કાર્મેલ, ઝીફ, યૂટાહ,
56 યોકદઆમ, જાનોઆહ, યિજાએલ,
57 કાઈન, ગિબયાહ અને તિમ્નાહ અને તેની આજુબાજુના ગામો સહિત કુલ
10 શહેરો હતા.
58 હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
59 માંઅરાથ, બેથ-અનોથ અને એલ્તકોન, આજુબાજુના ગામો સહિત કુલ ત્યાં
6 શહેરો હતા.
60 કિર્યાથ-બઆલ, (કિર્યાથ-યઆરીમ) રાબ્બાહ અને તેની નજીકનાં ગામો. સાથે ત્યાં બે શહેરો હતાં.
61 રણમાં: બેથ-અરાબાહ, મિદીન તથા સખાખાહ;
62 નિબ્શાન, મીઠાનુંનગર અને અને ગેદી અને તેની આજુબાજુના ગામો સહિત કુલ
6 શહેરો હતા.
63 પણ યહૂદાના લોકો યરૂશાલેમમાંથી યબૂસીઓને હાંકી કાઢી શક્યા નહી, તેથી યબૂસીઓ યહૂદાના લોકોની સાથે આજ સુધી યરૂશાલેમમાં રહે છે.
પ્રકરણ 16

1 યૂસફના વંશજોના પ્રદેશની સરહદ યરીખોથી માંડીને યર્દનથી શરૂ થઈ, યરીખોના ઝરણાની પૂર્વ તરફ રણમાં થઈને બેથેલના પર્વતીય પ્રદેશ સુધી જતી હતી.
2 અને તેની સરહદ બેથેલથી, અટારોથમાં આર્કીઓની સરહદ સુધીની હતી;
3 અને પશ્ચિમ તરફ તે યાફલેટીઓની સીમાંથી છેક નીચલા બેથ-હોરોન અને ગેઝેર સુધી અને તે ભૂમધ્ય સમુદ્ર તરફ ચાલી.
4 મનાશ્શા અને એફ્રાઈમના લોકોને મનાશ્શા અને એફ્રાઈમ યૂસફના પુત્રો હતાં આ ભૂમિ મળી હતી.
5 એફ્રાઈમનાં કુટુંબીજનોને મળેલી ભૂમિ આ હતી; તેમની પૂર્વ દિશાની સરહદ આટારોથ-આદારથી ઉપરના બેથ-હોરોન સુધી હતી.
6 ત્યાંથી તે સમુદ્ર સુધી જતી રહી. ઉત્તરે મિખ્મથાથ હતું. પૂર્વમાં એ સરહદ તાઅનાથશીલોહ તરફ વળી અને ત્યાંથી યાનોઆહના નજીકના વિસ્તાર તરફ વળતી હતી.
7 પછી યાનોઆહ નીચે ઊતરીને આટારોથ અને નાઅરાહ જતી હતી. ત્યાંથી યરીખો જઈ યર્દન આગળ પૂરી થતી હતી.
8 સરહદ કાનાહ નદીથી પશ્ચિમ તપ્પુઆહ ગઈ. અને સમુદ્ર પર પુરી થઈ. આ બધી ભૂમિ છે જે એફ્રાઈમ લોકોને આપવામાં આવી હતી. તે કુળસમૂહમાં દરેક કુટુંબને આ ભૂમિનો ભાગ મળ્યો.
9 એફ્રાઈમના ઘણા સરહદી નગરો મનાશ્શાની સરહદમાં હતાં, પણ એફ્રાઈમના લોકોને આ નગરો અને તેમની આજુબાજુના ખેતરો મળ્યા હતાં.
10 પણ એફ્રાઈમીઓ જે ગેઝેરમાં રહેતા અને કનાનીઓને તે ક્ષેત્રમાંથી તેઓએ કદીય હાંકી કાઢયા નહિ, તેથી તેઓ આજ સુધી એફ્રાઈમના લોકો વચ્ચે રહેતા આવ્યા છે; પણ તેમને ચાકરો તરીકે કામ કરવું પડે છે.
પ્રકરણ 17

1 મનાશ્શા યૂસફનો જ્યેષ્ઠ પુત્ર હતો તેથી તેના કુળસમૂહને પણ પ્રદેશનો ભાગ આપવામાં આવ્યો હતો. ગિલયાદનો પિતા માંખીર મનાશ્શાનો જ્યેષ્ઠ પુત્ર હતો જે યોદ્ધો હતો. તેથી ગિલયાદ અને બાશાનના પ્રાંતો તેને ફાળવવામાં આવ્યા હતા.
2 મનાશ્શાનાં બાકીના કુળસમૂહના કુટુંબોને પણ પ્રદેશ ફાળવવામાં આવ્યા હતા: અબીએઝેર, હેલેક, આસ્રીએલ, શેખેમ, હેફેર અને શમીદા એ યૂસફના દીકરા મનાશ્શાના દીકરા હતા. તેઓ કુટુંબના વડા હતા.
3 મનાશ્શાના દીકરા માંખીરના દીકરા ગિલયાદના દીકરા હેફેરના દીકરા સલોફહાદને દીકરો ન હતો. ફક્ત દીકરીઓ જ હતી, તેમનાં નામ માંહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ, અને તિર્સાહ હતાં.
4 તેઓ યાજક એલઆજાર, નૂનના દીકરા યહોશુઆને આગેવાનો પાસે આવ્યા અને તેણે કહ્યું, “યહોવાએ મૂસાને હુકમ કર્યો હતો કે આપણા પુરુષ સબંધીઓની જેમ અમને પણ પ્રદેશ આપવો.” તેથી યહોશુઆ દેવને અનુસર્યો અને તેમના કાકાઓના ભાગની જેમ તેમને થોડી ભૂમિ આપી.
5 આમ મનાશ્શાના કુળસમુહને ભાગે યર્દન નદીને સામે કાંઠે આવેલાં ગિલયાદ અને બાશાનની ભૂમિ ઉપરાંત ભૂમિના દશ ભાગ મળ્યા.
6 જ્યારે, મનાશ્શાની દીકરીઓને પણ પુરુષ વંશજોની સાથે ભૂમિ મળી હતી. ગિલયાદની ભૂમિ મનાશ્શાના બાકીના કુટુંબોને આપવામાં આવી હતી.
7 મનાશ્શાના પ્રદેશની સરહદ આશેરથી શરૂ થઈ શખેમની પૂર્વે મિખ્મથાથ સુધી જતી હતી. પછી તે દક્ષિણમાં એન-તાપ્પૂઆહ લોકો સુધી જતી હતી.
8 તાપ્પૂઆહનો પ્રદેશ મનાશ્શાની માંલિકીનો હતો. પણ તાપ્પૂઆહ પોતે મનાશ્શાની સરહદ ઉપર આવેલું હતું અને તેના માંલિક એફ્રાઈમના વંશજો હતા.
9 ત્યારબાદ સરહદ કાનાહની ખીણ દક્ષિણ સુધી પહોંચી ગઈ. ખીણની દક્ષિણે આવેલા આ શહેરો મનાશ્શાના પ્રદેશમાં આવેલાં શહેરો વચ્ચે હોવા છતાં એફ્રાઈમના હતા. પરંતુ એફ્રાઈમની સરહદ ખીણની ઉત્તરે હતી અને ભૂમધ્ય સમુદ્રમાં પૂરી થતી હતી.
10 દક્ષિણ તરફની ભૂમિ એફ્રાઈમની હતી અને ઉત્તર તરફની ભૂમિ મનાશ્શાની હતી. અને ભૂમધ્ય સમુદ્ર તેની પશ્ચિમી સરહદ હતી, સરહદ ઉત્તરમાં આશેરની ભૂમિને અને પૂર્વમાં ઈસ્સાખારના પ્રદેશને અડતી હતી.
11 મનાશ્શાના લોકોને ઈસ્સાખાર અને આશેરનાં ક્ષેત્રોમાં પણ શહેરો હતાં. આ શહેરોનો પણ તેમાં સમાંવેશ થતો હતો: બેથ-શેઆન અને તેના નજીકના શહેરો, યિબ્લઆમ અને તની નજીકના શહેરો, દોર અને તેનાં નજીકના શહેરો, એનદોર અને તાઅનાખ, મગિદોના નગરો અને તેમના નજીકના શહેરો. તેઓ મનાશ્શાના કુળ દ્વારા શાષિત હતાં. તેઓ નફોટાના ત્રણ શહેરોમાં પણ રહ્યાં.
12 મનાશ્શાના લોકો આ શહેરોની માંલિકી મેળવી શક્યા નહિ, તેથી કનાનીઓ ત્યાં રહ્યાં.
13 જ્યારે ઇસ્રાએલીઓ બળવાન થયા ત્યારે પણ તેમણે કનાનીઓને હાંકી ન કાઢયા પણ તેમને ચાકરો બનાવ્યા.
14 યૂસફના બે પુત્રોએ યહોશુઆ પાસે જઈને કહ્યું, “જ્યારે યહોવાએ અમને મોટી વસ્તી આપીને આશીર્વાદિત કર્યા છે પછી તેં અમને ભૂમિનો એક જ ભાગ કેમ આપ્યો છે?”
15 યહોશુઆએ જવાબ આપ્યો, “જો એફ્રાઈમનો પર્વતીય પ્રદેશ તમે બધા મોટી સંખ્યામાં હો, ને તે પૂરતો ના હોય, તો તમે જો શક્તિમાંન હો તો પરિઝઝીઓ અને રફાઈઓ રહે છે તે જંગલોને કાપી નાખીને જગ્યા કરો.”
16 યૂસફના લોકોએ કહ્યું, “ડુંગરાળ દેશ અમાંરા માંટે પૂરતો નથી, પણ કનાનીઓ જે સપાટ પ્રદેશમાં રહે છે, તેમની પાસે લોખંડના રથો છે. કનાનીઓ બેથશેઆન અને તેના નજીકના શહેરો અને યિઝ્એલ ખીણના ક્ષેત્રમાં રહેતાં.”
17 યહોશુઆએ યૂસફના લોકો મનાશ્શા અને એફ્રાઈમના કુટુંબના લોકોને કહ્યું, “તમે બધા મોટી સંખ્યાંમાં છો અને બહુ શક્તિશાળી છો, તેથી તમને એક કરતા વધુ જમીનનો ભાગ મળવો જોઈએ.”
18 પણ તમને ડુંગરાળ પ્રદેશ મળશે, એ જંગલથી છવાયેલો છે, પણ તમે એને કાપીને જગ્યા લેજો. એના એક છેડેથી બીજા છેડા સુધી એ પ્રદેશ તમાંરો થશે. કનાનીઓ પાસે લોખંડના રથો છે, તેઓ બહુ શક્તિશાળી છે છતાંપણ મને ખાતરી છે કે તમે તેઓને ખીણમાંથી બહાર કાઢી શકશો.
પ્રકરણ 18

1 સમગ્ર ઇસ્રાએલી લોકો શીલોહમાં એકત્ર થયા અને તેમણે મુલાકાતમંડપ ઉભો કર્યો, હવે બધાં ક્ષેત્રો જીતાઈ ગયા હતા અને તેમના તાબામાં હતા.
2 હજી ઇસ્રાએલીઓના સાત કુળસમૂહોને જમીનનો ભાગ મળ્યો નહોતો.
3 આથી યહોશુઆએ તેમને કહ્યું, “યહોવા તમાંરા પૂર્વજોના દેવે તમને આપેલી જમીન કબ્જે કરવાના સબંધમાં ક્યાં સુધી તમે આળસુ બની રહેવાનું ચાલુ રાખશો?”
4 પ્રત્યેક કુળસમૂહમાંથી ત્રણ માંણસો પસંદ કરો; હું તેમને આખા દેશમાં મોકલીશ. અને તેઓ પ્રદેશનું વર્ણન લખશે અને માંરી પાસે પાછા આવશે.
5 તેઓ ભૂમિને
7 ભાગમાં વહેંચી દેશે; યહૂદા પોતાના દક્ષિણના નિવાસમાં જ રહેશે અને યૂસફના લોકો ઉત્તરના પોતાના નિવાસમાં રહેશે.
6 તમાંરો દેશ સાત ભાગોમાં વિભાજીત અને ચિત્રિત થવાનો છે, અને તે લઈને માંરી પાસે આવજો, ત્યારબાદ હું આપણા દેવ યહોવાની સાક્ષીએ ચિઠ્ઠી નાખીશ તમને ભાગ સરખા પ્રમાંણમાં વહેંચી આપીશ.
7 પણ તમાંરી વચ્ચે રહેતા લેવી કુટુંબના લોકોને તેમનો ભાગ નહિ મળે, કારણ યાજક તરીકે સેવા કરવી તે તેમનો ભાગ છે. ગાદ અને રૂબેન કુળોના લોકો અને અર્ધા મનાશ્શા કુળને યર્દન નદીની પૂર્વ ભાગની જમીન આપવામાં આવી હતી, જે મૂસા દેવના સેવકે તેમને આપી હતી.”
8 તેથી તે લોકો તેઓને ત્યાં શું મળ્યું તે વિશે યહોશુઆને અહેવાલ પાછો આપવા જમીન જોવા ગયા. યહોશુઆએ આ આદેશ તે માંણસોને આપ્યો: “તે જમીનનું વર્ણન લખો, તેમાંથી બધે મુસાફરી કરતી વખતે, અને પછી માંરી પાસે પાછા આવો. હું શીલોહ પર દેવની હાજરીમાં જમીનના વિભાજન માંટે ચિઠ્ઠીઓ નાખીશ.”
9 આથી તે માંણસોએ જઈને આખો દેશ જોઈને બધી વાતની નોંધ લીધી. તેઓએ બધા નગરો નોંધ્યાં અને ભૂમિને સાત ભાગમાં વહેંચી અને શીલોહની છાવણીમાં યહોશુઆની પાસે પાછા ફર્યા.
10 યહોશુઆ શીલોહમાં હતો, અને યહોવા પાસે ગયો અને તેની સામે ચિઠ્ઠીઓ નાખી અને ઇસ્રાએલીઓના દરેક કુળસમૂહને તેમનો પોતાનો ભાગ આપ્યો.
11 બિન્યામિનના કુટુંબોનો ભાગ ચિઠ્ઠી નાખ્યાં પછી નક્કી થયો હતો. તેમને આપવામાં આવેલો પ્રદેશ યહૂદાના અને યૂસફના પ્રદેશ વચ્ચે આવેલો હતો.
12 ઉત્તરમાં તેમની સરહદ યર્દન નદીથી શરૂ થતી, અને ત્યાંથી નીચાણની ભૂમિ પર યરીખોની ઉત્તરમાં તે ચાલુ રહી અને પછી તે પર્વતીય ક્ષેત્રની પશ્ચિમે ગઈ અને બેથ-આવેન રણ ક્ષેત્ર સુધી ચાલુ રહી.
13 ત્યાથી એ સરહદ લૂઝની આજુબાજુ જાય છે, ત્યાંથી લૂઝ (એટલે કે બેથેલ) ના દક્ષિણ ઢોળાવ સુધી જાય છે. ત્યાંથી તે નીચે અટારોથ-આદાર જઈ, બેથ-હોરોનની નીચે દક્ષિણે આવેલા પર્વતીય દેશ સુધી જાય છે.
14 ત્યાંથી સરહદ ધારદાર વળાંક લઈને પશ્ચિમ બાજુ પર, દક્ષિણ બાજુ તરફ પર્વત પર કે જે બેથ-હોરોનની દક્ષિણે છે ત્યાં જઈ, અને તે કિયાર્થ-બઆલ (એટલે કે કિર્યાથ-યઆરીમ) કે જે યહૂદા લોકોનું નગર છે ત્યાં પૂરી થાય છે આ તેમની પશ્ચિમી સરહદ હતી.
15 દક્ષિણ છેડા તરફ કિયાર્થ-યઆરીમથી નેફતોઆહ નદી સુધી વિસ્તરી,
16 પછી સરહદ હિન્નોમની ખીણની સામે આવેલ પર્વતની તળેટી સુધી જાય છે કે રેફ્રાઈમની ખીણની ઉત્તરે છે, અને હિન્નોમ ખીણથી યબૂસી ઢોળાવ સુધી જઈ અને તે એન-રોગેલ સુધી જાય છે.
17 ત્યાંથી એ ઉત્તરમાં વળીને અદુમ્મીમ ઘાટની સામ ગલીલોથ સુધી ચાલુ હતી ત્યાંથી સરહદ રૂબેનના દીકરા બોહાનના પથ્થરની નીચે જતી હતી.
18 પછી સરહદ અરાબાહના ઉત્તર ભાગ સુધી જતી હતી, પછી યર્દનની ખીણમાં જઈ,
19 ત્યાંથી તે બેથ-હોગ્લાહના ઉત્તરીય ઢોળાવથી થઈ અને યર્દન દક્ષિણ છેડે મૃત સમુદ્રની ઉત્તરની ખાડી આગળ સરહદ પૂરી થાય છે. આ હતી દક્ષિણની સરહદો.
20 યર્દન નદી એ પૂર્વની સરહદ હતી. બિન્યામીનના કુળસમૂહના કુટુંબોને મળેલા પ્રદેશની આ સરહદો હતી.
21 બિન્યામીન કુળના કુટુંબો આ શહેરમાં રહ્યાં હતાં: યરીખો, બેથ-હોગ્લાહ, એમેક-કસીસ,
22 બેથ-અરાબાહ, સમાંરાઈમ, બેથેલ,
23 આવ્વીમ, પારાહ, ઓફ્રાહ,
24 કફાર-આમ્મોની, ઓફની અને ગેબા, બધા મળીને ત્યાં બાર શહેરો અને તેમનાં નજીકના ખેતરો હતાં.
25 ઉપરાંત, ગિબયોન, રામાં, બએરોથ,
26 મિસ્પેહ, કફીરાહ, મોસાહ,
27 રેકેમ, યિર્પએલ, તારઅલાહ,
28 સેલાહ, એલેફ, યબૂસીશહેર (યરૂશાલેમ) ગિબયાથ, અને કિર્યાથ, બધા મળી
14 શહેરો અને તેમના ખેતરો હતા, બિન્યામીનનાં કુટુંબને આ બધા ક્ષેત્રો તેમના ભાગ તરીકે મળ્યા.
પ્રકરણ 19

1 શિમયોનના લોકોને જમીનનો બીજો ભાગ પ્રાપ્ત થયો. તેઓની ભૂમિ યહૂદાના લોકોના પ્રદેશની અંદર હતી.
2 તેઓને મળ્યા: બેર-શેબા, જે શેબા તરીકે ઓળખાય છે, માંલાદાહ,
3 હસાર-શૂઆલ, બાલાહ, એસેમ,
4 એલ્તોલાદ, બથૂલ હોર્માંહ,
5 સિકલાગ, બેથ-માંર્કાબોથ, હસાર-સૂસાહ,
6 બેથ-લબાઓથ અને શારૂહેન; અને આજુબાજુના ગામો સહિત કુલ
13 નગરો,
7 તદુપરાંત, આયિન, રિમ્મોન, એથેર અને આશાન એમ ગામો સહિત ચાર શહેરો પણ એમાં આવતાં હતાં.
8 એમાં બાઅલાથ-બએર અને નેગેવના રામાં સુધીનાં અને આ નેગેબની આજુબાજુના બધા ક્ષેત્રો તેનાં ગામડાઓ સાથે તેમજ શહેરો તેમાં આવરાયેલા હતાં. શિમયોનની કુળના લોકોને જે ભાગ મળ્યો તે આ પ્રમાંણે હતા. શિમયોનના કુળસમૂહે તેમનો પ્રદેશ યહૂદાની ભૂમિની અંદર મેળવ્યો.
9 યહૂદાના લોકો પાસે જોઈએ તે કરતાં વધારે પ્રદેશ હતો, તેથી શિમયોનનું ક્ષેત્ર તેમની ભૂમિ હતી.
10 ઝબુલોન કુળસમૂહના કુટુંબોના ભાગમાં ત્રીજો ભાગ આવ્યો. તેમને મળેલો પ્રદેશ સારીદ સુધી વિસ્તાર પામેલો હતો.
11 ત્યાંથી પશ્ચિમ સરહદ માંરઅલાહની દિશામાં અને ત્યાંથી દાબ્બેશેથ સુધી અને યોકન-આમની પૂર્વે ખીણની પાસે.
12 સારીદની બીજી બાજુએ એ સરહદ પૂર્વમાં કિસ્લોથ-તાબોરની સરહદ સુધી ગઈ, ત્યાંથી દાબરાથ અને યાફીઆ સુધી ઉપર જતી હતી.
13 ત્યાંથી તે પૂર્વ દિશમાં આગળના પ્રદેશમાં ગાથ-હેફેર અને એથ કાસીન થઈ ત્યાંથી તે રિમ્મોન જાય છે અને ધારદાર રીતે નેઆહ તરફ વળે છે.
14 નેઆહમાં સરહદ ફરીથી વળી અને ઉત્તર તરફ હાન્નાથોન તરફ અને પછી યફતાએલની ખીણમાં જાય છે.
15 તદુપરાંત કાટ્ટાથ, નાહલાલ, શિમ્રોન, યિદઅલાહ અને બેથેલેહેમ એમ ગામો સહિત
12 નગરોનો તેમાં સમાંવેશ થતો હતો.
16 ઝબુલોનના વંશના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં.
17 ઈસ્સાખારના કુળસમૂહના કુટુંબોને ભાગે ચોથો ભાગ આવ્યો.
18 એના પ્રદેશમાં યિજાએલ, કસુલ્લોથ, શૂનેમ,
19 હફારાઈમ, શીઓન, અનાહરાથ,
20 રાબ્બીથ કિશ્યોન, એબેસ,
21 રેમેથ, એન-ગાન્નીમ, એન-હાદાહ અને બેથ-પાસ્સેસનો સમાંવેશ થતો હતો.
22 એની સરહદ તાબોર, શાહસુમાંહ, અને બેથશેમેશને અડતી હતી અને યર્દન આગળ પૂરી થતી હતી, એમાં ગામો સહિત
16 નગરોનો સમાંવેશ થતો હતો.
23 ઈસ્સાખારના કુળસમુહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવી જતાં હતાં.
24 આશેરના કુળસમૂહના કુટુંબોને ભાગે પાંચમો ભાગ આવ્યો.
25 એની સરહદમાં હેલ્કાથ, હલી, બેટેન, આખ્શાફ,
26 અલ્લામ્મેલેખ, આમઆદ, અને મિશઆલનો સમાંવેશ થતો હતો.પશ્ચિમમાં એની સરહદ કાર્મેલને અને શીહોર-લિબ્નાથને અડતી હતી.
27 પૂર્વ તરફ વળ્યા પછી એ સરહદ બેથ-દાગોન થઈ ઝબુલોનને ઉત્તરમાં યફતાએલની ખીણને, બેથ-એમેક અને નેઈએલને અડીને ઉત્તર તરફ જઈ કાબૂલ,
28 એબ્દોન, હેરોબ, હામ્મોન અને કાનાહથી છેક મહાન સિદોનથી. તે તેમની ભૂમિમાં સમાંવેશ પામતી હતી.
29 પછી તેમની સરહદ દક્ષિણ રામાં તરફ ફરી અને સોરના તેણે વિસ્તારેલા શહેર સુધી ગઈ ત્યાંથી. તે હોસાહ ગઈ અને તે આખ્ઝીબ નજીક સમુદ્રમાં અંત પામી.
30 એમાં મહલબ, આખ્ઝીબ, ઉમ્માંહ, અફેક, અને રહોબનો સમાંવેશ થતો હતો: ગામો સહિત કુલ
22 નગરો.
31 આશેરના કુળસમૂહનાં કુટુંબોના ભાગમાં આ શહેરો તેમના ગામો સહિત આવ્યાં હતા.
32 નફતાલીના કુળસમૂહના કુટુંબોને ભાગે છઠ્ઠો ભાગ આવ્યો.
33 તેમની સરહદ હેલેફ નજીક શરૂ થઈ, સાઅનાન્નીમમાં મોટા ઓક જાડથી અદામી નેકેબ અને યાબ્નએલ, લાક્કૂમ સુધી, અને તે યર્દન નદીએ પૂરી થઈ.
34 પશ્ચિમ દિશા પર સરહદ આઝનોથ તાબોર તરફ ફરી. અને ત્યાંથી તે હુક્કોક થોભી અને દક્ષિણમાં સરહદ ઝબુલોનને અડી અને પશ્ચિમ દિશામાં તે આશેર અડી અને પૂર્વમાં તેણે યર્દન નદીનો સમાંવેશ કર્યો જે યહૂદાના ક્ષેત્રને અડી.
35 એનાં ભાગમાં કિલ્લેબંદીવાળાં નગરો હતાં. સિદ્દીમ, સેર, હમ્માંથ, રાક્કાથ, કિન્નેરેથ,
36 અદામાંહ, રામાં, હાસોર,
37 કેદેશ, એડ્રેઈ, એનહાસોર,
38 યિરઓન, મિગ્દાલએલ, હોરેમ, બેથ-અનાથ અને બેથશેમેશ એમ ગામો સહિત ઓગગણીશ નગરો હતાં.
39 નફતાલીના કુળસમૂહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં.
40 દાનના કુળસમૂહના કુટુંબોને ભાગે સાતમો હિસ્સો આવ્યો.
41 એમના પ્રદેશની સરહદમાં શોરાહ, એશ્તાઓલ, ઈર-શેમેશ,
42 શાઅલાબ્બીન, આયાલોન, યિથ્લાહ,
43 એલોન, તિમ્નાહ, એક્રોન,
44 એલ્તકેહ, ગિબ્બથોન, બાઅલાથ,
45 યહૂદ, બની-બરાક, ગાથરિમ્મોન,
46 મે-યાર્કોન, અને રાક્કોન તેમજ યાફોની સામે આવેલો પ્રદેશ સમાંઈ જતો હતો.
47 જ્યારે દાનના લોકો પોતાનો પ્રદેશ ખોઈ બેઠા ત્યારે તેમણે લેશેમ જઈને તેના ઉપર હુમલો કર્યો. અને તેને જીતી લીધું અને ત્યાંના લોકોને મોતને ઘાટ ઉતાર્યા; ત્યારબાદ તેમણે તેનો કબજો મેળવીને ત્યાં વસવાટ કર્યો. તેમણે તેનું નામ લેશેમ બદલીને પોતાના દાન કુળસમૂહના નામ પરથી ‘દાન’ રાખ્યુ.
48 દાનનાં કુળસમૂહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં.
49 આમ, સધળો પ્રદેશ સર્વ કુળસમૂહો વચ્ચે સીમાંવાર વહેંચવામાં આવ્યો; ઇસ્રાએલી પુત્રોએ પ્રદેશ વહેંચવાનું અને સરહદો નક્કી કરવાનું કામ પૂરું કર્યુ.
50 તેમણે નૂનના પુત્ર યહોશુઆને પ્રદેશનો એક ભાગ આપ્યો. યહોવાની આજ્ઞા પ્રમાંણે તેઓએ તેને એફ્રાઈમના પર્વતીય દેશમાં તિમ્નાથ-સેરાહ શહેર આપ્યું હતું. આ તે શહેર હતું જે યહોશુઆએ તેઓને કહ્યું હતુ કે તેને જોઈએ છે. યહોશુઆએ શહેર ફરીથી બાંધ્યું અને ત્યાં સ્થાયી થયો.
51 યાજક એલઆજાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલી કુટુંબોના આગેવાનો શીલોહે મળ્યા. અને યહોવાની સામે મુલાકાત મંડપાના પ્રવેશ દ્વાર આગળ ભેગા થયા. અને તેઓએ ચિઠ્ઠીઓ નાખી અને તે પ્રમાંણે તેમને જમીન ફાળવી અને આ રીતે તેઓએ લોકો વચ્ચે જમીનની ફાળવણી પૂરી કરી.
પ્રકરણ 20

1 પછી યહોવાએ યહોશુઆને કહ્યું,
2 ઇસ્રાએલના લોકોને તું કહે કે, “યહોવાએ મૂસા માંરફતે તમને જે કહ્યું હતું તે મુજબ સલામતીના નગરો સ્થાપિત કરવાનાં છે.
3 અને જો ત્યાં કોઈ માંણસે અકસ્માંતથી કે અજાણતાં કોઈનું ખૂન કર્યું હોય તો આનગરો તેમના માંટે ખૂનીના સગાઓથી છુપાવા માંટેનું આશ્રય સ્થાન બની રહેશે, જેથી જેઓ ખૂનીને માંરી નાખવા માંગતા હોય, તેનાથી રક્ષણ પામી શકે.
4 “જ્યારે આવો માંણસ આ શહેરમાંથી કોઈ એકમાં આશરો લે, તે તેણે નગર દ્વાર પાસે ઉભા રહેવું અને શું બન્યું તે આગેવાનોને કહેવું અને તેઓ તેને શહેરમાં રહેવા પરવાનગી આપશે અને તેને જગ્યા આપશે.
5 જો બદલો લેવા માંગનાર વ્યક્તિ પણ તેનો પીછો તે શહેર તરફ કરે, તો શહેરના લોકોએ ખૂનીને તેના હાથમાં ન સોંપવો. કારણકે એણે ઈરાદા વગર પેલા માંણસનું ખૂન કર્યુ એને તેની સાથે વેર નહોતું.
6 હત્યાનો ન્યાય સમુદાયની સમક્ષ સંભળવવામાં આવશે અને જ્યાં સુધી તેઓ ઠરાવ પસાર કરે, તે વ્યક્તિએ શહેરમાં રહેવું. વડા યાજકના અવસાન પછી તે માંણસ પોતાના તે નગરમાં પાછો ફરી શકે છે, જયાંથી તે ભાગી આવ્યો હતો.”
7 આથી તેઓએ આ શહેરોને “સુરક્ષિતનગરો” તરીકે જુદા પાડ્યા: નફતાલીના ડુંગરાળ દેશ ગાલીલમાં આવેલું કેદેશ એફ્રાઈમના ડુંગરાળ દેશમાં આવેલું શેખેમ, અને યહૂદાના ડુંગરાળ દેશમાં આવેલું કિર્યાથ-આર્બા (એટલે કે હેબ્રોન).
8 યર્દનની બીજી બાજુએ, યરીખોની પૂર્વે રણમાં રૂબેનના પ્રદેશમાં આવેલુ બેશેર શહેર તેમણે પસંદ કર્યુ, બીજુ શહેર હતું ગાદની ભૂમિમાં આવેલુ ગિલયાદમાં આવેલું રામોથ, અને મનાશ્શાની ભૂમિ બાશાનમાં આવેલું ગોલાન શહેર.
9 બધા ઇસ્રાએલીઓ અને તેમની સાથે વિદેશીઓને આ સુરક્ષા માંટે નક્કી કરવામાં આવેલ નગરોમાં આશ્રય લેવાની રજા આપવામાં આવી હતી. કોઈ પણ માંણસે ભૂલમાં કોઈનું ખૂન કર્યુ હોય તો તે વ્યક્તિ આશ્રય લઈ શકે. પછી ખૂની સુરક્ષિત હશે, તેનું ખૂન બદલો લેનાર વ્યક્તિ દ્વારા નહિ થાય. પછી સમુદાય સમક્ષ તેનો ન્યાય થશે.
પ્રકરણ 21

1 ત્યારબાદ લેવી કુળસમૂહના કુટુંબ શાશકોએ કનાન દેશમાં શીલોહમાં યાજક એલઆજાર અને નૂનના પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલના બધા કુળસમૂહનાં કુટુંબોના આગેવાનો સાથે વાત કરવા ગયા.
2 આ કનાનની ભૂમિમાં શીલોહનાં શહેરમાં બન્યું. લેવી શાશકોએ તેમને કહ્યું, “યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી. તેણે આજ્ઞા આપેલી કે તું અમને રહેવા શહેરો આપ. અને તેણે આજ્ઞા આપેલી કે તું અમને ખેતરો આપ જ્યાંથી અમાંરા પ્રાણીઓ ખાઈ શકે.”
3 આથી યહોવાની આજ્ઞાનુસાર ઇસ્રાએલીઓએ પોતાના પ્રદેશમાંથી લેવીઓને આ પ્રમાંણેનાં શહેરો અને ગૌચરો આપ્યાં:
4 કહાથનું કુટુંબ યાજક હારુન જે લેવી કુળસમૂહનો હતો, તેના વંશજો હતા. કહાથ કુટુંબના થોડા ભાગને 13 નગરો આપવામાં આવ્યાં હતાં જે પ્રદેશ યહૂદા, શિમયોન તથા બિન્યામીન કુળસમૂહઓની માંલિકીનો હતો.
5 બાકીના કહાથ કુટુંબના લોકોને એફ્રાઈમ, દાન અને અર્ધા મનાશ્શાની કુળસમૂહના માંલિકીના પ્રદેશમાંથી દસ શહેરો આપવામાં આવ્યાં.
6 ગેર્શોનના કુટુંબના લોકોને ઈસ્સાખાર, આશેર, નફતાલી અને બાશાનમાંના અર્ધા મનાશ્શાની માંલિકીની ભૂમિમાંથી તેર નગરો આપવામાં આવ્યાં.
7 મરારીના કુટુંબના લોકોને રૂબેન, ગાદ અને ઝબુલોનની ટોળીઓની માંલિકીની ભૂમિમાંથી બાર શહેરો આપવામાં આવ્યાં.
8 આ રીતે ઇસ્રાએલીઓને યહોવાએ મૂસા માંરફતે જણાવ્યા મુજબ ચિઠ્ઠીઓ નાખીને લેવીઓને આ નગરો અને તેનાં ગૌચરો ફાળવી આપ્યાં.
9 તેઓએ આપેલા શહેરો યહૂદા અને શિમયોનની ટોળીઓ પાસેથી મેળવ્યાં:
10 કહાથ કુટુંબના લેવીઓને શહેરોનો પહેલો ભાગ આપવામાં આવ્યો હતો.
11 તેમને યહૂદાના ડુંગરાળ પ્રદેશમાં આવેલું કિર્યાથ-આર્બા અનાકના બાપનું નગર. એટલે કે હેબ્રોન અને તેની આજુબાજુનો ગૌચર પ્રદેશ મળ્યો.
12 પણ એ શહરેનાં અને તેના ગામડાઓનાં ખેતરો યફૂન્નેહના પુત્ર કાલેબને અપાયાં હતા.
13 હારુનના વંશજોને હેબ્રોન સુરક્ષાનું શહેર અને તેનો ગૌચર મળ્યો. તેમને આ બધાં શહેરો પણ મળ્યાં: લિબ્નાહ,
14 યાત્તીર, એશ્તમોઆ,
15 હોલોન, દબીર,
16 આયિન, યૂટ્ટાહ, અને બેથ-શેમેશ તેમનાં બધાં ગૌચર સહિત; આ વે કુળસમૂહોમાંથી તેઓએ નવ શહેરો આપ્યા.
17 બિન્યામીનના કુળસમૂહના ભાગમાંથી તેમણે વંશજો સહિત ચાર શહેરો આપ્યા: ગિબયોન, ગેબા,
18 અનાથોથ અને આલ્મોન:
19 આમ, હારુનના વંશજ યાજકોને ગૌચર સહિત કુલ તેર નગરો આપવામાં આવ્યાં હતાં.
20 લેવી કુળસમૂહના બાકીના કહાથી કુટુંબોને એફ્રાઈમ કુળસમૂહના શહેરો આપવામાં આવ્યાં હતાં.
21 એફ્રાઈમના ડુંગરાળ પ્રદેશમાં તેઓને શખેમ સુરક્ષાનું શહેરઅને તેનું ગેઝેરને તેનાં ગૌચર,
22 કિબ્સાઈમ અને બેથ-હોરોન: ગૌચરો સહિત ચાર શહેરો.
23 દાનના કુળસમૂહ તરફથી તેમને એલ્તકે, ગિબ્બથોન, આયાલોન,
24 અને ગાથ-રિમ્મોન એ ચાર નગરો, ગૌચરો સહિત આપ્યાં.
25 મનાશ્શાના અડધા કુળસમૂહે તેમને આપ્યું: નાઅનાખ અને ગાથ-રિમ્મોન આ બે નગરો ગૌચરો સહિત અપાયાં હતાં.
26 આમ, કહાથના બાકીના કુટુંબને દસ નગરો ગૌચરો સહિત આપવામાં આવ્યાં.
27 લેવીઓની ટોળીમાંના ગેર્શોનીઓના કુટુંબને આપેલ શહેરો આપવામાં આવ્યાં હતાં. મનાશ્શાના અર્ધા વંશના ભાગમાંથી બે નગરો: બાશાન પ્રાંતમાંનું ગોલાન (સુરક્ષાનું શહેર) અને બએશ્તરાહ તેના ગેર્શોન સહિત. અને તેની સાથે ગૌચરો પણ અપાયા હતાં.
28 ઈસ્સાખારના કુળસમૂહ તરફથી તેમને કિશ્યોન, દાબરા
29 યાર્મૂથ અને એન-ગાન્નીમ એ ચાર નગરો ગૌચરો સહિત મળ્યાં.
30 આશેરના કુટુંબ તરફથી તેમને મિશઆલ, આબ્દોન,
31 હેલ્કાથ અને રહોબ એ ચાર નગરો ગૌચરો સહિત પ્રાપ્ત થયા.
32 નફતાલીના કુળસમૂહ તરફથી તેમને મળ્યા: ગાલીલ માંનું કેદેશ (કેદેશ સુરક્ષાનું નગર હતું) અને હામ્મોથ-દોર અને કાર્તાન તેમના ગૌચરો સહિત-એમ ત્રણ નગરો મળ્યાં.
33 ગેર્શોનના કુટુંબને એકદરે ગૌચરો સહિત કુળ તેર નગરો મળ્યાં.
34 લેવી સમૂહના બીજા સમૂહને મરારી ઝબુલોનની ટોળીઓ દ્વારા યોકનઆમ, કાર્તાહ, તેમના ગૌચરો સહિત મળ્યાં હતાં.
35 દિમ્નાહ અને નાહલાહ એ ચાર નગરો ગૌચરો સહિત પ્રાપ્ત થયા.
36 રૂબેનના કુળસમૂહ દ્વારા તેમને બેસેર, યાહાસ, તેમના ગૌચર સાથે મળ્યાં.
37 કદેમોથ, અને મેફાઆથ એ ચાર નગરો ગૌચરો સહિત મળ્યાં.
38 ગાદના કુળસમૂહો તરફથી તેમને ગિલયાદમાં આવેલું રામોથ (રામોથ એક સુરક્ષાનું શહેર છે) તેમજ માંહનાઈમ અને તેના ગૌચર ભૂમિ મળ્યાં.
39 હેશ્બોન અને યાઝેર એમ ગૌચર સહિત કૂલ ચાર નગરો પ્રાપ્ત થયાં.
40 આમ, મરારીનાં કુટુંબોને ચિઠ્ઠી દ્વારા 12 શહેરો આપવામાં આવ્યાં. જેઓ લેવીઓના બાકી રહેલા કુટુંબો હતાં.
41 આમ લેવીઓને કુલ 48 નગરો ગૌચર ભૂમિ સહિત મળ્યાં, આ શહેરો જે પ્રદેશમાં હતાં તે ઇસ્રાએલીઓના કુળસમૂહની માંલિકીનાં હતાં.
42 એ બધાં નગરોની ફરતે ચારે તરફ ગૌચર હતાં.
43 આમ યહોવાએ ઇસ્રાએલીઓને સર્વ પ્રદેશ આપી દીધો જે તેણે તેઓને આપવાનું તેઓના પિતૃઓને વચન આપ્યું હતું તેઓ આવ્યાં અને તેની માંલિકી લીધી અને ત્યાં સ્થાયી થયાં.
44 આમ યહોવાએ ઇસ્રાએલને તેઓનાં પૂર્વજોને આપેલાં વચન પ્રમાંણે તેમના દેશની ચારે દિશાઓથી સુરક્ષા આપી. તેમના શત્રુઓ તેમના પર આક્રમણ કરી શક્યા નહિ અને તેઓ સુરક્ષિત હતાં. કારણ કે યહોવાએ તેમના બધાજ શત્રુઓને તેઓના હાથમાં સોંપી દીધા હતાં.
45 યહોવાએ ઇસ્રાએલી લોકોને આપેલાં દરેક શુભ વચનો પાળ્યાં, દરેક વચન ફળીભૂત થયું.
પ્રકરણ 22

1 પછી યહોશુઆએ રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધા કુળસમૂહના લોકોને બોલાવ્યા,
2 અને તેણે તેઓને કહ્યું, “યહોવાના સેવક મૂસાએ તમને જે આજ્ઞાઓ કરી હતી તે બધી જ તમે પાળી છે અને માંરા તમાંમ આદેશોનું પણ તમે પાલન કર્યું છે.
3 તમે આ બધો સમય તમાંરા ભાઈઓને નહિ તજી દઈને તમાંરા દેવ યહોવાની આજ્ઞાનું પાલન કાળજીપૂર્વક કર્યું છે.
4 અને હવે યહોવા દેવે તમાંરા ઇસ્રાએલી બંધુઓને શાંતિ અને સુરક્ષા આપી છે. તેથી હવે તમે તમાંરે ધેર પાછા ફરો, યર્દન નદીને સામે કાંઠે આવેલ તમાંરા પ્રદેશમાં, જે તમને યહોવાના સેવક મૂસા દ્વારા આપવામાં આવ્યો હતો.
5 ફક્ત જે કઈ યહોવાના સેવક, મૂસાએ નિયમ અને આજ્ઞાઓને લગતી તમને આજ્ઞા કરી છે, તમાંરે બધાએ બધી બહુ જ કાળજીથી પાળવી. તમાંરા દેવ યહોવા ઉપર પ્રેમ રાખજો. હમેશા તેને માંર્ગે ચાલજો અને તેની આજ્ઞાઓનું પાલન કરજો, વફાદાર રહેજો અને પૂરા મનથી અને પૂરા ઉત્સાહથી તેની સેવા કરજો.”
6 યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા, અને તેઓ પોતાને ધેર પાછા ફર્યા.
7 મૂસાએ મનાશ્શાની અડધી ટોળીને બાશાન પ્રાંતનો પ્રદેશ આપ્યો હતો અને યહોશુઆએ બાકીની અડધી મનાશ્શાની ટોળીને યર્દન નદીની પશ્ચિમ કાંઠા પ્રદેશ આપ્યો હતો. અને તેમના બીજા કુળભાઈઓને તે વિસ્તારનું મધ્યક્ષેત્ર મળ્યું.
8 યહોશુઆએએ લોકોને આશીર્વાદ આપીને વિદાય કરતી વખતે કહ્યું, “તમે પુષ્કળ સંપત્તિ, પુષ્કળ ઢોર, સોનું, ચાંદી, પિત્તળ અને લોઢું તથા પુષ્કળ જથ્થામાં વસ્ત્રો લઈને ઘેર પાછા જાઓ છો. તમાંરા દુશ્મનો પાસેથી મેળવેલી આ લૂંટમાંથી તમાંરા કુટુંબીઓને ભાગ આપજો.”
9 આથી રૂબેનના, ગાદના અને મનાશ્શાના અર્ધા કુળસમૂહના લોકોએ કનાનામાં શીલોહ પર ઇસ્રાએલીઓને છોડ્યા અને પાછા પોતાના ગિલયાદ પ્રદેશમાં ગયા. એ પ્રદેશ જે મૂસાએ તેઓને યહોવાની આજ્ઞા પ્રમાંણે આપ્યાં હતાં.
10 જ્યારે રૂબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાનું અર્ધ કુળસમૂહ કનાનમાં ગેલીલોથ પહોચ્ચું જે યર્દન નદીની નજીક હતું. તેઓએ યર્દન નદી પાસે મોટી અને સુંદર વેદી બનાવી.
11 બાકીના ઇસ્રાએલીઓને એવા સમાંચાર સાંભળવા મળ્યા કે, “જુઓ, રૂબેનના, ગાદના અને મનાશ્શાના અર્ધા કુળ સમૂહોના લોકોએ કનાનની સરહદ સામે, ઇસ્રાએલીઓની સરહદને પેલે પાર યર્દન નદીની આસપાસના પ્રદેશમાં વેદી બાંધી છે!”
12 આ સમાંચાર સાંભળીને ઇસ્રાએલીઓનો સમગ્ર સમાંજ તેઓની સામે યુદ્ધ કરવા જવાની તૈયારી માંટે શીલોહમાં ભેગો થયો.
13 પછી ઇસ્રાએલીઓએ યાજક એલઆજારના પુત્ર ફીનહાસને ગિલયાદ પ્રાંતમાં રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધા વંશના લોકો પાસે મોકલ્યો.
14 અને ઇસ્રાએલના પ્રત્યેક કુળસમૂહોમાંથી એક એક એમ દસ આગેવાનો, જેઓ કુળસમૂહના વડા હોય તેઓને તેની સાથે મોકલ્યા.
15 તેઓ રૂબેનના, ગાદના અને અર્ધા મનાશ્શાની ટોળીના લોકો પાસે ગિલયાદમાં ગયા અને તેમણે કહ્યું,
16 “યહોવાની આખી સભા તમને પુછે છે, ‘તમે શા માંટે આ પાપ કર્યુ?’ તમે બધાએ આ વેદી પૂજા માંટે બનાવીને ઇસ્રાએલના દેવ યહોવા વિરુદ્ધ બંડ કર્યું છે.
17 પેઓરના પાપને લીધે આપણે હજુ પણ સહન કરી રહ્યા છીએ. તે ભયાનક પાપને લીધે યહોવાએ જમાંત પર પ્લેગ મોકલ્યો હતો. અને આજ સુધી આપણે એ પાપથી શુંદ્ધ થયા નથી.
18 તમે આજે યહોવાથી વિમુખ થઈ ગયા છો? જો તમે આજે તેની સામે બળવો કરશો તો આવતી કાલે તે સમગ્ર ઇસ્રાએલી સમાંજ ઉપર રોષે ભરાશે.
19 “જો તમાંરો પ્રદેશ અપવિત્ર હોય તો તમે બધા યહોવાના પોતાના પ્રદેશમાં આવી શકો. જયાં યહોવા દેવનો મુલાકાતમંડપ છે અને અમાંરી ભૂમિમાંથી તમે થોડી ભૂમિ લો. પરંતુ આપણા દેવ યહોવાની વેદીથી જુદી બીજી વેદી બાંધીને યહોવા સામે અને અમાંરી સામે બળવો કરશો નહિ.
20 “એ યાદ રાખજો કે ઝંરાહના પુત્ર આખાને શાપિત ઠરાવેલી વસ્તુઓની બાબતમાં આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ હતું. અને સમગ્ર ઇસ્રાએલી સમાંજ ઉપર યહોવાનો કોપ ઊતર્યો હતો. આખાનના પાપને કારણે તેને એક્લાને મરવું પડયું નહોતું.”
21 રૂબેનના, ગાદના અને મનાશ્શાના અર્ધા કુળસમૂહના લોકોએ ઇસ્રાએલી કુટુંબોના વડાઓને જવાબ આપ્યો,
22 “દેવાધિદેવ યહોવા જાણે છે અને ઇસ્રાએલીઓએ પણ જાણવું જોઈએ કે જો આપણે ઉલ્લંઘન દ્વારા યહોવા વિરુદ્ધ પાપ કરી રહ્યાં હોઈએ તો આજે એમને બચાવશો નહિ, એમને માંરી નાખો!
23 જો અમે વેદી તેના પર બલિઓ અર્પવા, બનાવી હોય કે જેથી અમે દેવથી ફરી શકીએ, તો યહોવા અમને તેના માંટે સજા કરે.
24 સાચી હકીકત તો એ છે કે અમે એવા ડરથી આમ કર્યુ છે કે, ભવિષ્યમાં તમાંરાં બાળકો અમાંરા બાળકોને એમ કહે પણ ખરા કે, “ઇસ્રાએલના માંલિક યહોવા સાથે તમાંરે શો સંબંધ છે? ઇસ્રાએલના યહોવા અમાંરા દેવની પૂજા કરવાનો તમને શો અધિકાર છે?
25 યહોવાએ અમને આપ્યું: યહોવાએ રૂબેન અને ગાદના લોકોને યર્દન નદીની બીજી બાજુ પરની ભૂમિ આપી તેથી નદી તમને અને અમને જુદા પાડે છે. તેથી તમાંરા બાળકો અમાંરા બાળકોને યહોવાનો ડર રાખતાં રોકશે. તેઓ અમાંરા બાળકોને કહેશે: ‘તમાંરો યહોવામાં કોઈ ભાગ નથી.’
26 “તેથી અમે વેદી બંધાવાનો નિર્ણય કર્યો છે; એમાં યજ્ઞો કે દહનાર્પણો ધરાવવા માંટે નહિ,
27 પણ એ વેદી તમાંરી અને અમાંરી વચ્ચે અને આપણી ભાવિ પેઢીઓ વચ્ચે એ વાતની સાક્ષી થશે કે અમે પણ દેવને પૂજી શકીએ અને યહોવાને બલિઓ અને અર્પણો આપી શકીએ, જેથી તમાંરી ભવિષ્યની પેઢીઓ અમાંરી આવતી પેઢીઓને નહિ કહે કે, ‘તમને યહોવામાં કોઈ ભાગ નથી.’
28 અમે એમ વિયાર્યુ કે જો કદી તેઓ એવું કહે તો અમે એમ કહી શકીએ કે, ‘અમાંરા પૂર્વજોએ યહોવાની વેદીના જેવી જ આ વેદી બનાવી છે તે જુઓ, એ કંઈ યજ્ઞો ચડાવવા માંટે નથી, પણ તમાંરી અને અમાંરી વચ્ચે એક સાક્ષીરૂપ બની રહે એટલા માંટે છે.’
29 “યહોવાના પવિત્રમંડપ આગળની વેદી સિવાયના બીજી વેદી પર દહનાર્પણ કે ખાદ્યાર્પણ ચડાવવા માંટે બાંધીને અમાંરો ઈરાદો યહોવા વિરૂદ્ધ બંડ કરવાનો કે તેનાથી વિમુખ થઈ જવાનો નથી.”
30 જ્યારે યાજક ફીનહાસ તથા ઇસ્રાએલી આગેવાનોએ રૂબેન, ગાદ અને મનાશ્શાના વંશના લોકોએ જે કહ્યું તે સાંભળીને તેઓને સંતોષ થયો.
31 પછી યાજક એલઆજારના પુત્ર ફીનહાસે રૂબેન, ગાદ અને મનાશ્શાના લોકોને કહ્યું, “હવે અમને ખાતરી થઈ છે કે યહોવા આપણી વચ્ચે છે, કારણ તમે બધાએ યહોવા સામે બળવો કર્યો નથી, એથી તમે યહોવાની સજામાંથી ઇસ્રાએલીઓને ઉગારી લીધા છે.”
32 ત્યારબાદ ફીનહાસ અને આગેવાનોએ રૂબેન અને ગાદના વંશના લોકોને ગિલયાદમાં છોડીને પાછા કનાન જઈ લોકોને બધી વાત કહી સંભળાવી.
33 એ સાંભળીને ઇસ્રાએલીઓને સંતોષ થયો. તેમણે દેવનો આભાર માંન્યો અને રૂબેન અને ગાદના વંશના લોકો જે પ્રદેશમાં વસ્યા હતા તેના પર યુદ્ધ કરીને તેને ખેદાનમેદાન કરી નાખવાની વાત છોડી દીધી.
34 રૂબેન અને ગાદના લોકોએ વેદીનું નામ પાડ્યું: “તે આપણી વચ્ચેના સાક્ષી છે કે યહોવા એ જ દેવ છે.”
પ્રકરણ 23

1 યહોવાએ ઇસ્રાએલીઓને તેના આજુબાજુના શત્રુઓથી શાંતિ અપાવી. ત્યાર પછી ઘણાં વર્ષો વીતી ગયાં. યહોશુઆ વૃદ્ધ અને અશક્તિમાંન થયો હતો.
2 તેણે ઇસ્રાએલના આગેવાનોને, ઇસ્રાએલી લોકોને અને તેઓના કુટુંબોને ઇસ્રાએલીઓના દરેક કુટુંબના મુખી સાથે, ન્યાયાધીશોને અને અમલદારોને બોલાવીને અને કહ્યું, “હું હવે ખૂબ ઘરડો થયો છું.
3 તમાંરા દેવ યહોવા તમાંરા બધા માંટે લડ્યાં હતાં. તે તમે જોયું છે. તમાંરા દેવ યહોવા પોતે તમાંરા પક્ષે લડતા આવ્યા છે.
4 જુઓ, યર્દન નદીથી પશ્ચિમમાં ભૂમધ્ય સમુદ્ર સુધી વચ્ચેના પ્રદેશમાંથી જે બધા દેશોને મે હરાવી દીધા છે તેમની ભૂમિ અને હજી જે દેશો બાકી રહ્યા છે તેમની જમીન મેં તમાંરી ટોળીઓને વારસાગત રૂપે આપી છે. તેથી હવે યર્દન નદીથી માંડીને સમુદ્ર સુધીનું બધું તમાંરું થશે.
5 તમાંરા દેવ યહોવા તેઓને તમાંરી સમક્ષ દબાણથી હાંકી કાઢશે, અને તેણે તમને આપેલા વચન પ્રમાંણે, તમે તેમની ભૂમિ કબ્જે કરશો.
6 “તેથી મૂસાએ મૂસાના નિયમ શાસ્ત્રનાં પુસ્તકમાં જે કંઈ લખ્યું છે, તે બધી વસ્તુઓ તેમાંની દરેકે પાળવી જોઈએ. તે નિયમથી ફરી ન જાઓ.
7 તમાંરી વચ્ચે જે રાષ્ટ્રો બાકી છે, તમાંરે તેમની સાથે મિત્ર ન બનવું જોઈએ, અને તમાંરે તેમનાં દેવો અનુસરવા ન જોઈએ. તમાંરે તેમના દેવોના નામ વાપરી સમ ન ખાવા, તમાંરે તેઓના દેવો પૂજવા નહિ કે તમાંરે નીચું નમીને તેમના પગે પડવુ નહિ.
8 તમે આજ સુધી તમાંરા દેવ યહોવાને વળગી રહ્યાં છો તેમ વળગી રહેજો.
9 “યહોવાએ મહાન કાર્ય કર્યુ છે અને તમાંરી સામેથી મહાન અને શક્તિશાળી રાષ્ટ્રોને હાંકી કાઢયાં છે અને કોઈ પણ તમાંરી વિરૂદ્ધ ઉભું રહેવા સમર્થ નથી.
10 તમાંરામાંના પ્રત્યેક જણ હજારોને ભગાડી શકે તેમ છે, કારણ, તમાંરો દેવ યહોવા વચન મુજબ તમાંરા વતી લડે છે.
11 તેથી તમાંરા દેવ યહોવા ઉપર પ્રેમ રાખવાની બાબતમાં કાળજી રાખજો.
12 “પણ જો તમે તેની વિરુદ્ધ ફરશો, જો તમે તમાંરી વચ્ચે હજુ જે રાષ્ટ્રો રહેલા છે તેમની સાથે જોડાવ, અને તેમની સાથે આંતરલગ્ન કરો,
13 તો ખાતરી રાખો, તમાંરા દેવ યહોવા તમાંરી આગળથી એ લોકોને પછી હાંકી કાઢશે નહિ, પરંતુ તેઓ તમાંરા બધા માંટે ભયંકર બની જશે, તેઓ આંખમાં ધુમાંડા કે કાંટા જેવા બનશે અથવા તમાંરી પાછળ સર્પ જેવાં જ્યાં સુધી યહોવા તમાંરા દેવ જેણે આ સારી ભૂમિ તમને આપી છે. તે તમને તેમાંથી બહાર જવા દબાણ નહિ કરે.
14 “હું મૃત્યુ પામવા પર છું. તેથી તમાંરે બધાએ જાણવું અને સમજવું જોઈએ, તમાંરી બધી માંનસિક અને આધ્યાત્મિક ક્ષમતા સાથે કે યહોવાએ જે બધા સારાઁ વચનો જે તમને આપ્યાં હતાં તે તેણે પાળ્યાં છે, અને તે બધા સાચા પડ્યાં છે. તેમાંનું કોઈ પણ નકામું નથી ગયું.
15 સારાઁ વચનો જે યહોવાએ આપ્યાં હતાં, તેણે તેમાંના બધાં પાળ્યાં છે, અને જો તમે તેનું પાલન નહિ કરો તો તમાંરા બધા પર વિપત્તી આવશે અને તે તમને દબાણ કરી આ બધી ભૂમિમાંથી કાઢશે જે તેણે તમને આપી હતી અને તમાંરો નાશ કરશે.
16 જો તમે યહોવા દેવનો કરાર જાણવવા નિષ્ફળ થાવ જે તેણે આજ્ઞા કરી હતી અને જો તમે બીજા દેવોને પૂજોઅને તેઓને નમો, તો યહોવા તમાંરી સાથે ગુસ્સે થશે અને તુરંત જ તમને આ ભૂમિ જે ફળદ્રુપ છે જે તેણે તમને આપી છે તેમાંથી દબાણ કરી બહાર કાઢશે.”
પ્રકરણ 24

1 યહોશુઆએ ઇસ્રાએલના બધા કુળસમૂહોને શખેમમાં ભેગા કર્યા, તેણે ઇસ્રાએલના વડીલોને, આગેવાનોને, ન્યાયાધીશોને, અને અમલદારોને બોલાવી મંગાવ્યા, અને તેઓ બધા દેવ સમક્ષ હાજર થયા.
2 પછી યહોશુઆએ બધાં લોકોને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાએ આમ કહ્યું છે:‘પ્રાચીનયુગમાં તમાંરા પૂર્વજો તેરાહ અને તેના પુત્રો સહિત ઈબ્રાહિમ અને નાહોર ફ્રાત નદીને કાંઠે રહતા હતા અને તેઓ બીજા દવીની પૂજા કરતા હતા.
3 હું તમાંરા પૂર્વજ ઈબ્રાહિમને ફ્રાંત નદીને બીજે કાંઠેથી કનાનના પ્રદેશમાંથી દોરી ગયો. મેં તેને અનેક વંશજો આપ્યાં, અને મેં તેને ઈસહાક આપ્યો,
4 અને મેં ઈસહાકને બે પુત્રો યાકૂબ અને એસાવ આપ્યો, અને એસાવને મેં સેઈરનો ડુંગરાળ દેશ સોંપ્યો. પણ યાકૂબ અને તેના પુત્રો મિસર યાલ્યા ગયા.
5 મેં મૂસાને અને હારુનને મોકલ્યા, અને મેં મિસરીઓને ખૂબ મુશ્કેલીઓ આપી અને મિસર પર સંકટ મોકલ્યા અને ત્યાર પછી હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો.
6 હું તમાંરા પિતૃઓને મિસરની બહાર લઈ આવ્યો; અને રાતા સમુદ્ર આગળ લાવ્યો. મિસરીઓ પોતાના રથોને અને ઘોડેસવારોને લઈને તમાંરા પિતૃઓને પીછો પકડતા પકડતા રાતા સમુદ્ર આગળ આવ્યા.
7 પણ તમાંરા પૂર્વજોએ માંરી મદદ માંટે રૂદન કર્યુ-યહોવા અને મેં મિસરીઓની વચ્ચે અંધકારનો પડદો નાખી દીધો. અને તેમના ઉપર સમુદ્રને રેલાવી તેમને ડુબાવી દીધા. મેં મિસરના શા હાલ કર્યા, તે તમે નજરો નજર નિહાળ્યું છે,‘ત્યારબાદ ઘણાં વર્ષો સુધી ઇસ્રાએલી લોકો રણમાં રહ્યાં.
8 પછી હું તમને યર્દન નદીની પૂર્વે, અમોરીઓની ભૂમિમાં લઈ આવ્યો: અને તેઓએ તમાંરી વિરુદ્ધ યુદ્ધ કર્યુ. પણ મેં તેઓનો વિનાશ કર્યો અને તમને તેઓનો પ્રદેશ આપ્યો.
9 ત્યારબાદ મોઆબના રાજા સિપ્પોરનો પુત્ર બાલાક ઇસ્રાએલીઓ સામે રણમાં ઊતર્યો, તેણે તમને શાપ આપવા માંટે બયોરના પુત્ર બલામને તેડાવ્યો.
10 પણ મેં બલામનું સાંભળ્યુ નહિ તેથી તેણે તમને બધાને આશીર્વાદીત કર્યા, આમ મેં તમને બલામની તાકાતમાંથી બચાવી લીધા.
11 “પછી તમે યર્દન નદી પાર કરીને યરીખોમાં આવ્યા. યરીખોના માંણસોએ તમાંરી વિરુદ્ધ યુદ્ધ કર્યુ અને એવા બીજા ઘણાં એટલે કે પરિઝઝીઓ, અમોરીઓ, કનાનીઓ, હિત્તીઓ, ગિર્ગાશીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ તમાંરી સામે યુદ્ધે ચડયા, પણ મેં તમાંરા હાથમાં સોંપી દીધા.
12 અને મે તમાંરી આગળ હોર્નેટ મોકલ્યાં તેથી હોર્નેટ બે અમોરી રાજાઓ અને તેમનાં લોકોને હાંકી કાઢયાં. આ વિજય તમાંરી તરવાર અથવા ધનુષ અને તીરથી નહોતો મેળવ્યો.
13 ‘જે જમીન તમે ખેડી નહોતી અને જે નગરો તમે કદી બાંધ્યાં નહોતાં તે મેં તમને સોંપી દીધાં, તમે આ શહેરોમાં સ્થાયી થયાં અને હવે તમે દ્રાક્ષની અને જૈતૂનની દ્રાક્ષાવાડીઓ ધરાવો છો. જે તમે બધાંએ વાવ્યું નહોતું પણ ફળ મેળવી રહ્યાં છો.”‘
14 “તેથી હવે તમે બધાં યહોવાનો ડર રાખો અને નિષ્ઠા તથા સચ્ચાઈપૂર્વક તેની સેવા કરો. જે દેવોને તમાંરા પિતૃઓ ફ્રાતનદીને બીજે કાંઠે અને મિસરમાં પૂજતા હતા તેને સદાને માંટે દૂર ફેંકી દો અને યહોવાને આરાધો.
15 “યહોશુઆએ લોકોને કહ્યું, “પરંતુ જો તમને યહોવાની સેવા કરવાનું પસંદ ના હોય તો તમાંરે કોની પૂજા કરવી છે તેનો આજે જ નિર્ણય કરી લો: જે દેવોને તમાંરા પિતૃઓ ફ્રાત નદીને કાંઠે પૂજતા હતા તેની કે જેમના પ્રદેશમાં તમે વસો છો તે અમોરીઓના દેવોની? પણ હું અને માંરું કુટુંબ તો યહોવાની જ સેવા કરીશું.”
16 લોકોએ પ્રત્યુત્તર વાળ્યો, “અમે પણ યહોવાને કદીય તજીશું નહિ અને અન્ય દેવોની ભક્તિ પણ કરીશુ નહિ.
17 કારણ, અમને અને અમાંરા પિતૃઓને ગુલામીના દેશ મિસરમાંથી બહાર લાવનાર અમાંરા દેવ યહોવા જ હતા. અને તેણે જ અમાંરી સમક્ષ તે મહાન ચમત્કારો કરી બતાવ્યા હતા અને અમે જે માંર્ગે થઈને અને જે જે લોકો વચ્ચે થઈને, જ્યારે અમે તેમની ભૂમિઓમાંથી પસાર થયાં તેમાં અમાંરું રક્ષણ કર્યુ હતું.
18 “તેમણે જ અમોરીઓને અને આ દેશમાં રહેતા બીજા બધા લોકોને અમાંરા માંર્ગમાંથી હાંકી કાઢયા હતા. એટલે અમે પણ યહોવાની જ સેવા કરીશું. કારણ તે અમાંરા દેવ છે.”
19 પરંતુ યહોશુઆએ લોકોને જણાવ્યું, “તમાંરાથી યહોવાની સેવા થઈ શકે નહિ, કારણ, એ પવિત્ર દેવ છે. એકનિષ્ઠા માંગનાર દેવ છે. અને એ તમાંરાં ઉલ્લંઘનો કે પાપો માંફ નહિ કરે.
20 જો તમે યહોવાને છોડીને બીજા દેવોને ભજશો તો તે તમાંરી સામે થઈ જશે અને તમાંરા ઉપર વિપત્તી લાવશે, ભૂતકાળમાં તેણે તમાંરું સારું કર્યુ છે, પણ જો તમે તેની વિરુદ્ધ જશો તો, તે તમાંરા બધાનો નાશ કરશે.”
21 ત્યારે લોકોએ યહોશુઆને કહ્યું, “અમે તો યહોવાની સેવા કરશું.”
22 યહોશુઆ બોલ્યો, “તમે બધા યહોવા દેવને પૂજો અને તેની નીચે રહેવા પસંદ કર્યું છે, અને તેને પૂજવા માંગો છો, અને તમે બધા તમે જે કહ્યું તેના સાક્ષી છો.” પછી લોકોએ જવાબ વાળ્યો, “અમે સાક્ષી છીએ.”
23 યહોશુઆ બોલ્યા, “તો આ ક્ષણે જ તમાંરામાં જે બીજા દેવો છે, તેનો ત્યાગ કરો અને ઇસ્રાએલના દેવ યહોવાના તરફ તમાંરાં હૃદય વાળો અને એમની આજ્ઞાઓને આધીન થાઓ.”
24 લોકોએ યહોશુઆને કહ્યું, “અમે અમાંરા દેવ યહોવાની જ સેવા કરીશું અને તેની જ આજ્ઞાનું પાલન કરીશું.”
25 આથી યહોશુઆએ તે જ દિવસે લોકો સાથે કરાર કર્યો અને તેણે તેઓને શખેમમાં કાનૂનો અને નિયમો આપ્યાં.
26 અને પછી તે બધું યહોવાના નિયમો પુસ્તકમાં યહોશુઆએ લખ્યું. અને યહોશુઆએ લોકો પાસે કરાર કરાવ્યા પછી તેણે એક મોટો પથ્થર લઈ અને ત્યાં યહોવાના પવિત્ર મંડપ પાસે મોટા એલોન ઝાડ નીચે તેને રાખ્યો.
27 પછી યહોશુઆએ લોકોને ઉદેશીને કહ્યું, “આ પથ્થર આપણો સાક્ષી છે, યહોવાએ આપણને જે કંઈ કહ્યું છે તે બધું તેણે સાંભળ્યુ છે. તમે જો તમાંરા યહોવા દેવનો વિરોધ કરશો, તે એ તમાંરી વિરુદ્ધ સાક્ષી પૂરશે.”
28 ત્યારબાદ યહોશુઆએ લોકોને પોતપોતાને મળેલી ભૂમિમાં પ્રદેશમાં મોકલી દીધા.
29 એ બધી ઘટના ઓ બન્યા પછી, યહોવાનો સેવક, નૂનનો પુત્ર યહોશુઆ મૃત્યુ પામ્યો. તે
11 0 વર્ષનો હતો.
30 તેને ગાઆશ પર્વતના ઉત્તરે, એફ્રાઈમના પર્વતીય દેશમાં આવેલી તિમ્નાથ-સેરાહમાં દફનાવવામાં આવ્યો. તેને પોતાની ભૂમિમાં દફનાવ્યો.
31 યહોશુઆ જીવતો હતો ત્યાં સુધી, અને ઇસ્રાએલને માંટે યહોવાએ શું શું કર્યું છે તે બધું જેઓ જાણતા હતાં તેવા તેના પછી રહેલા આ ઇસ્રાએલી વડીલો, જીવ્યા ત્યાં સુધી યહોવાની સેવા કરતાં રહ્યાં.
32 મિસર છોડયું ત્યારે ઇસ્રાએલી લોકોએ યૂસફનાં અસ્થિ સાથે લીધાં હતા. તેમણે યૂસફના અસ્થિને શેખેમમાં દફનાવ્યાં. જે ભૂમિ યાકૂબ દ્વારા હામોર કે જે શેખેમનો પિતા હતો તેની પાસેથી
10 0 ચાંદીના ટૂકડાની બદલીમાં ખરીદવામાં આવી હતી. અને તે જમીન યૂસફના કુટુંબને ભાગ તરીકે આપવામાં આવી હતી.
33 હારુનનો પુત્ર એલઆજાર મરણ પામ્યો ત્યારે તેને એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં તેના પુત્ર ફીનહાસને આપવામાં આવેલા ગિબયાહ નગરમાં દફનાવવામાં આવ્યો.