2 શમએલ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24


પ્રકરણ 1

1 શાઉલના મૃત્યુ પછી દાઉદ અમાંલેકીઓને હરાવીને પાછો ફર્યો અને બે દિવસ સિકલાગમાં રહ્યો.
2 ત્રીજા દિવસે શાઉલની છાવણીમાંથી એક યુવાન આવ્યો. તે માંણસના કપડાં ફાટેલાઁ હતાં, અને તેના માંથા પર ધૂળ હતી, તેણે દાઉદ પાસે જઈને જમીન પર લાંબા થઈને તેને પ્રણામ કર્યા.
3 દાઉદે તેને પૂછયું, “તું કયાંથી આવે છે?”તેણે કહ્યું, “હું ઇસ્રાએલીઓની છાવણીમાંથી ભાગીને આવ્યો છું.”
4 દાઉદે તેને પૂછયું, “ત્યાં શું થયું? યુદ્ધનું પરિણામ શું આવ્યું તે મને કહે.”તેણે જવાબ આપ્યો, “લશ્કર યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયું છે અને યુદ્ધમાં ઘણા માંણસો માંર્યા ગયા હતા. શાઉલ અને તેનો દીકરો યોનાથાન પણ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે.”
5 એટલે સમાંચાર લાવનાર માંણસને દાઉદે પૂછયું, “શાઉલ અને તેનો દીકરો યોનાથાન મૃત્યુ પામ્યા છે તે, તેં કેવી રીતે જાણ્યું?”
6 તેણે કહ્યું, “એ સમયે હું ગિલ્બોઆના પર્વત પર હતો. મેં શાઉલને તેના ભાલા પર ટેકો લઇને પડેલો જોયો. તેના દુશ્મનના રથો તેની પાછળ નજીક આવી ગયા હતા.
7 તેણે પાછા વળીને જોયું, અને મને જોઈને તેણે મોટે સાદે મને બૂમ પાડી, એટલે મેં કહ્યું કે હું આ રહ્યો.
8 તેણે મને પૂછયું; તું કોણ છે? મેં કહ્યું; હું અમાંલેકી છું.
9 તેણે મને વિનંતી કરી અને કહ્યું ‘તું આવ અને મને માંરી નાખ, કારણ કે હું ખરાબ રીતે ઘવાયેલો છું અને ગમે તેમ મરવાનો જ છું.’
10 તેથી મેં તેને માંરી નાખ્યો, કારણ મને ખબર હતી કે તે મરવાનો તો હતો જ. ત્યાર પછી મેં તેના માંથા ઉપરથી તાજ અને હાથ ઉપરથી કડું ઉતારી લીધાં, અને તે હું તમાંરી પાસે અહીંયા લઈ આવ્યો છું માંરા દેવ.”
11 આ સાંભળીને દાઉદે અને તેના માંણસોએ શોકને કારણે પોતાનાં કપડાં ફાડી નાખ્યાં.
12 લોકો ઘણા દુ:ખી હતા. તેઓએ વિલાપ કર્યો, ને સાંજ સુધી ઉપવાસ કર્યો; કારણ કે શાઉલ, તેનો પુત્ર યોનાથાન યહોવાના લોકો તથા ઇસ્રાએલના ઘણા સૈનિકો યુદ્ધમાં માંર્યા ગયા હતાં.
13 દાઉદે ખબર આપનાર માંણસને પૂછયું, “તું કયાંથી આવે છે?”એટલે તેણે જવાબ આપ્યો, “હું તો આ દેશમાં વસતા એક પરદેશી અમાંલેકીનો પુત્ર છું.”
14 દાઉદે તેને પૂછયું, “યહોવાએ પસંદ કરેલા રાજાને, માંરી નાખવાની તારી હિંમત કેવી રીતે ચાલી?”
15 તે પછી દાઉદે પોતાના એક યુવાન નોકરને બોલાવીને કહ્યું, “તું જા અને આ માંણસને માંરી નાંખ.” તેથી તે ગયો અને જે માંણસ સંદેશો લાવ્યો હતો તેને માંરી નાંખ્યો.
16 ત્યાર પછી દાઉદે કહ્યું, “તારા મૃત્યુ માંટે તું જ જવાબદાર છે, ‘કારણ કે તે પોતે જ કબૂલ કર્યુ છે કે તેં જ યહોવાથી અભિષ્કિત રાજાને માંરી નાખ્યો, તારા પોતાના શબ્દોએ તને અપરાધી સાબિત કર્યો.
17 દાઉદે શાઉલ અને તેના પુત્ર યોનાથાન માંટે મરશિયો ગાયો.
18 અને તેણે એ મરશિયો યહૂદાના લોકોને શીખવવાની આજ્ઞા કરી; તે ‘ધનુષ્ય’ કહેવાય છે અને યાશારના પુસ્તકમાં લખેલું છે.
19 “ઓ ઇસ્રાએલ, તારા પર્વતો ઉપર તેં તારા બળવાન સૈનિકો ગુમાંવ્યા. અરે! તે શૂરવીરો કેવા માંર્યા ગયા!
20 ગાથમાં એની વાત કરશો નહિ, આશ્કલોનની શેરીઓમાં, આ સમાંચાર તમે જાહેર કરશો નહિ; આ કદાચ પલિસ્તીઓની પુત્રીઓને ખુશ કરે, અને બેસુન્નતીઓની પુત્રીઓ આનંદ પામશે અને ખુશ થશે.
21 હે ગિલ્બોઆના પર્વતો, તમાંરા પર વરસાદ કે ઝાકળ ન પડો. તમાંરાં ખેતરોમાં કઇ ન ઉપજે જેથી તમાંરા તરફથી કોઇ અર્પણો ન આવે. કારણ, યોદ્ધાઓની ઢાલ નકામી ગણીને ફેંકી દેવામાં આવી હતી અને શાઉલની ઢાલ જે તેલમાં બોળવામાં આવી ન હતી, કાટ ખાઇ ગઇ હતી અને ત્યાં પડેલી છે.
22 યોનાથાનના ધનુષે તેના ભાગના દુશ્મનોને માંર્યા અને તેઓનુ લોહી રેડાયું! તેવી જ રીતે શાઉલની તરવાર એક સાચ્ચા યોદ્વાની તરવાર જેવી હતી જે માંર્યા વિના કદી પાછી ફરી નહોતી.
23 શાઉલ તથા યોનાથાન એક બીજાને ચાહતા હતા, ને એક બીજાના સાહચર્યમાં આનંદ માંણતા હતા. જીવનમાં અને મૃત્યુમાં તેઓ કદી વિખૂટા પડયા નહોતા; તેઓ ગરુડ કરતાં વેગવાન અને સિંહો કરતાં બળવાન હતા.
24 ઓ ઇસ્રાએલની પુત્રીઓ, શાઉલને માંટે વિલાપ કરો. તેણે તમને સર્વને સુંદર કિરમજી વસ્ત્રો પહેરાંવ્યાં, અને તમને સુવર્ણ આભૂષણોથી શણગાર્યાં.
25 યુદ્ધભૂમિમાં શૂરવીરો કેવા વીરગતિને પામ્યા! હે યોનાથાન, તું ગિલ્બોઆ પર્વત પર મૃત્યુ પામ્યો .
26 હે માંરા વીરા યોનાથાન, તું મને બહુ પ્રિય હતો; તારા માંટે માંરું હૃદય રડે છે. તારો માંરા પ્રત્યેનો પ્રેમ સ્ત્રીઓના પ્રેમ કરતાંય અધિક અદભુત હતો!
27 યુદ્ધ ભૂમિમાં શુરવીરો વીરગતિને પામ્યા! ને યુદ્ધનાં શસ્ત્રો વ્યર્થ ગયાં!”
પ્રકરણ 2

1 ત્યાર પછી દાઉદે યહોવાને પૂછયું, “શું હું યહૂદાના કોઈ એક શહેરમાં જાઉં?”યહોવાએ કહ્યું, “જા.”દાઉદે પૂછયું, “હું કયા નગરમાં જાઉં?”અને યહોવાએ જવાબ આપ્યો, “હેબ્રોન.”
2 તેથી દાઉદ પોતાની બે પત્નીઓ, યિઝએલી અહીનોઆમ અને કામેર્લના નાબાલની વિધવા અબીગાઈલને લઈને હેબ્રોન ગયો.
3 અને પોતાની સાથેના માંણસોને પણ તેમનાં પરિવાર સાથે તે લઈ ગયો. અને તેઓ હેબ્રોન અને આજુબાજુના કસબાઓમાં વસ્યાં.
4 ત્યારબાદ યહૂદાના લોકોએ ત્યાં આવીને દાઉદનો યહૂદાના રાજા તરીકે અભિષેક કર્યો. જયારે દાઉદને સમાંચાર મળ્યા કે, “યાબેશમાં ગિલયાદના લોકોએ શાઉલને દફનાવ્યો હતો.”
5 ત્યારે તેણે યાબેશ ગિલયાદને માંણસો મોકલી સંદેશો મોકલ્યો કે, “તમાંરા માંલિક શાઉલ પ્રત્યે દયા દેખાડવા બદલ અને તેને દફનાવવા માંટે યહોવા તમાંરું ભલું કરો,
6 અને તમાંરા ઉપર એમની અવિચળ કરુણા વરસાવતા રહો. હું પણ તમાંરા આ કૃત્ય બદલ તમાંરી સાથે સારો વ્યવહાર રાખીશ.
7 હવે તારી જાતને મજબૂત બનાવ કારણ કે તમાંરો માંલિક શાઉલ મૃત્યુ પામ્યો છે, અને યહૂદાના લોકોએ માંરો રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો છે.”
8 પરંતુ શાઉલનો સરસેનાપતિ નેરનો પુત્ર આબ્નેર તે શાઉલના પુત્ર ઇશબોશેથને માંહનાઈમ લઇ ગયો.
9 અને ત્યાં તેને ગિલયાદ, આશેર, યિઝએલ, એફ્રાઈમ, બિન્યામીન એટલે કે આખા ઇસ્રાએલનો રાજા બનાવ્યો.
10 જ્યારે ઇશબોશેથને ઇસ્રાએલનો રાજા બનાવવામાં આવ્યો ત્યારે તે 40 વર્ષનો હતો. તેણે બે વર્ષ રાજય કર્યું. પણ યહૂદાના કુળસમૂહ દાઉદને વફાદાર રહ્યાં,
11 દાઉદ હેબ્રોનમાં રહ્યો અને યહૂદાના કુળસમૂહ પર સાડાસાત વર્ષ રાજ કર્યું.
12 નેરનો પુત્ર આબ્નેર અને શાઉલના પુત્ર ઇશબોશેથના અમલદારો માંહનાઈમ છોડી ગિબયોન ગયા.
13 અને સરુયાનો પુત્ર યોઆબ દાઉદના માંણસોને હેબ્રોન લઇ ગયો. તેઓ ગિબયોન ગયા અને આબ્નેર અને ઇશબોશેથના અમલદારો ને તળાવ આગળ મળ્યા, આબ્નેરની ટોળકી તળાવની એક બાજુ અને યોઆબની ટોળકી બીજી બાજુ બેઠી.
14 આબ્નેરે યોઆબને કહ્યું, “જુવાન સૈનિકો ઉભા થાય અને અહી હરીફાઇ કરે.” અને “યોઆબ તેની સાથે સહમત થયો.
15 આ સ્પર્ધાની રમત માંટે ઇશબોશેથ અને બિન્યામીનના વંશના પક્ષ તરફથી બાર જણ અને દાઉદના માંણસોમાંથી બાર જણ આગળ આવ્યા અને સામસામે ગોઠવાઈ ગયાં.
16 દરેક જણે પોતાના હરીફના માંથાના વાળ પકડયા અને તેના શરીરની આરપાર પોતાની તરવાર ખોસી દીધી. અને એ રીતે તેઓ બધાજ એકી સાથે જમીન પર પડી મૃત્યુ પામ્યા, આથી તે સ્થળનું નામ “તરવારનીધારનું ખેતર” પડ્યું. જે ગિબયોનમાં છે.
17 તે દિવસે બંને સૈન્યો વચ્ચે ઉગ્ર યુદ્ધ થયું, અને દાઉદના અમલદારોએ આબ્નેર અને ઇસ્રાએલીઓને હરાવ્યા.
18 સરુયાના ત્રણે દીકરાઓ, યોઆબ,અબીશાય અને અસાહેલ પણ ત્યાં યુદ્ધમાં હતા, અસાહેલ જંગલી હરણની જેમ ખૂબ ઝડપથી દોડી શકતો હતો.
19 અસાહેલ જમણી કે ડાબી બાજુએ વળ્યા વિના સીધો જ આબ્નેરની પાછળ પડયો
20 આબ્નેરે પાછા ફરીને તેને પૂછયું, “કોણ? અસાહેલ છે?”તેણે કહ્યું, “હા, હું જ અસાહેલ છું.”
21 આબ્નેરે કહ્યું, “માંરો પીછો કરવો છોડી દે, કોઈ સૈનિકને પકડ અને તેની પાસે જે કંઈ હોય તે લૂંટી લે.” પણ અસાહેલે તેનું માંન્યું નહિ અને તેની પાછળ દોડવાનું ચાલું જ રાખ્યું.
22 આબ્નેરે તેને ફરી એક વાર કહ્યું, “માંરો પીછો કરવો છોડી દે, શા માંટે તું માંરા હાથે મોત માંગે છે? જો એમ થાય તો હું તારા ભાઈ યોઆબને માંરું મોંઠુ શી રીતે દેખાડું?”
23 છતાં અસાહેલે પાછા ફરવાનો ઇન્કાર કર્યો, એટલે આબ્નેરે ભાલાનો પાછલો છેડો તેના પેટમાં એટલા જોરથી માંર્યો કે તે શરીરમાં થઈને આરપાર નીકળ્યો.અસાહેલ જમીન પર ઢળી પડયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો, અસાહેલ જયાં મરેલો પડયો હતો ત્યાં જે કોઈ આવતા તે બધા ઊભા રહી જતા.
24 હવે યોઆબ અને અબીશાય આબ્નેરની પાછળ પડયા હતા. સૂર્યાસ્તના સમયે તેઓ ગિબયોન રણના રસ્તે જતાં ગીઆહ સામે આમ્માંહ ટેકરી પાસે પહોચ્યા.
25 બિન્યામીનનું કુળસમૂહ પર્વતના શિખર પર આબ્નેરની આસપાસ ભેગા થયા.
26 આબ્નેરે યોઆબને બૂમ પાડીને કહ્યું, “શું આપણે હંમેશા લડતા રહી અને એકબીજાને માંરી નાખવાના છે? તમે જરુર જાણો છો કે આનો અંત દુ:ખમાં જ આવશે. આ લોકોને પોતાના ભાઈઓનો પીછો છોડી દેવાનું કહે.”
27 યોઆબે કહ્યું, “જીવતા દેવના સમ, જો તું કંઇ ન બોલ્યો હોત તો આ લોકો હજીપણ સવારમાં તેઓના ભાઇઓનો પીછો કરતા હોત.”
28 પછી યોઆબે રણશિંગડું વગાડયું, એટલે આખું લશ્કર થંભી ગયું, અને ઇસ્રાએલીઓનો પીછો કરવો છોડી દીધો, ને લડવાનું બંધ કર્યું.
29 તે રાત્રે આબ્નેર અને તેના માંણસો યર્દન નદી ઓળંગીને સવાર સુધી મુસાફરી કરીને માંહનાઈમ પહોંચ્યા.
30 યોઆબે આબ્નેરનો પીછો કરવો છોડીને પોતાના માંણસો ભેગા કર્યા, તો ખબર પડી કે દાઉદના માંણસોમાંથી અસાહેલ ઉપરાંત બીજા ઓગણીસ ખૂટતાં હતાં.
31 બિન્યામીનના કુળસમૂહમાંથી આબ્નેરના 360 માંણસોને દાઉદના અમલદારોએ માંરી નાંખ્યા હતાં.
32 યોઆબ અને તેના માંણસો અસાહેલના શબને બેથલેહેમ લઈ ગયાં, અને તેના પિતાની કબરમાં દફનાવ્યો.તે પછી આખી રાત તેઓ ચાલ્યા, અને તેઓ સવાર પડતાં હેબ્રોન આવી પહોંચ્યા.
પ્રકરણ 3

1 શાઉલ અને દાઉદના કુળ વચ્ચે લાંબો સમય યુદ્ધ ચાલ્યું. દાઉદ વધુ અને વધુ બળવાન થતો ગયો, જયારે શાઉલનું કુળ નબળામાં નબળું થતું ગયું.
2 હેબ્રોનમાં દાઉદને ત્યાં છ પુત્રોનો જન્મ થયો. તેનો જયેષ્ઠ પુત્ર આમ્નોન હતો. દાઉદની પત્ની આહીનોઆમ જે યિઝએલની હતી તેને જન્મ આપ્યો હતો.
3 બીજો પુત્ર કિલઆબ હતો, જેની માંતા કામેર્લના નાબાલની વિધવા અબીગાઈલ હતી. ત્રીજો પુત્ર આબ્શાલોમ હતો. તેની માંતા ગશૂરના રાજા તાલ્માંયની પુત્રી માંઅખાહ હતી.
4 ચોથો પુત્ર અદોનિયા હતો જેની માંતા હાગ્ગીથ હતી અને પાંચમાં પુત્ર શફાટયાંની માં અબીટાલ હતી.
5 છઠ્ઠા પુત્ર યિર્થઆમની માંતા દાઉદની પત્ની એગ્લાહ હતી. આ બધા દાઉદને ત્યાં હેબ્રોનમાં જન્મ્યાં હતાં.
6 આબ્નેર શાઉલની સેનામાં વધારે બળવાન થતો ગયો, જ્યારે શાઉલ અને દાઉદ એકબીજા સાથે લડતાં રહ્યાં.
7 શાઉલની, રિસ્પાહ નામની રખાત હતી જે એયાહની પુત્રી હતી ઇશબોશેથે આબ્નેરને પૂછયું, “તું માંરા પિતાની રખાત સાથે કેમ સૂતો હતો?”
8 આ સાંભળીને આબ્નેર બોલ્યો, “શું હું યહૂદાના કૂતરાનું માંથુ છું?‘ આજપર્યંત હું તારા પિતા શાઉલના કુટુંબને, તેના ભાઈઓને, મિત્રોને અને બીજાઓને વફાદાર રહ્યો છું. અને મેં તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી; અને છતાં હવે તું આ સ્ત્રી માંટે થઇને માંરા ઉપર ગુસ્સે થાય છે.
9 યહોવાએ પ્રતિજ્ઞા લઈને દાઉદના હક્કમાં જે કરવા વચન આપ્યું છે તે જો હું પૂર્ણ ન કરું તો દેવ મને ભારે શિક્ષા કરો.
10 શાઉલના હાથમાંથી રાજ્ય લઈને દાનથી બેરશેબા સુધી ઇસ્રાએલ અને યહૂદાના રાજા તરીકે દાઉદ સાથે હું રાજય સ્થાપીશ.”
11 ઈશબોશેથ એક અક્ષર પણ બોલી ન શકયો. કારણ, તે આબ્નેરથી ખૂબ ગભરાતો હતો.
12 પછી આબ્નેરે સંદેશવાહકને દાઉદ પાસે મોકલ્યો અને કહેવડાવ્યું. “આ ધરતી કોની છે? માંરી સાથે કરાર કર, તો હું સર્વ ઇસ્રાએલીઓને તારી સત્તા હેઠળ લાવવામાં મદદરૂપ થઈશ.”
13 દાઉદે કહ્યું, “એમ કરવામાં મને કોઇ સમસ્યા નથી. હું તારી સાથે કરાર કરીશ, પણ એક શરતે કે, તું જ્યારે મને મળવા આવે ત્યારે તારે માંરી પત્ની શાઉલની પુત્રી મીખાલ તારી સાથે આવે.”
14 પછી દાઉદે તેના સંદેશવાહકો માંરફત ઇશબોશેથ પર આ સંદેશો મોકલ્યો, “મને માંરી પત્ની મીખાલ પાછી સોંપી દે. સો પલિસ્તીઓને માંરીને હું તેને પરણ્યો હતો.”
15 તેથી ઈશબોશેથ મીખાલને તેના પતિ લાઈશના પુત્ર પાલ્ટીએલ પાસેથી લાવવા મોકલ્યા.
16 પાલ્ટીએલ બાહુરીમ સુધી તેની પાછળ રડતો રડતો આવ્યો, પણ આબ્નેરે તેને કહ્યું, “ઘેર પાછો જા.” એટલે તે પાછો ગયો.
17 તે સમય દરમ્યાન આબ્નેરે ઇસ્રાએલના આગેવાનો સાથે વાટાઘાટ કરી હતી. “તમેે કયારના દાઉદ તમાંરો રાજા થાય તેમ ઈચ્છતા આવ્યા છો.
18 તેથી અત્યારે તે કરવા માંટે ખરો સમય છે, કારણ કે, યહોવાએ દાઉદની વિષે કહેલું, કે, ‘માંરા સેવક દાઉદ દ્વારા હું સર્વ ઇસ્રાએલીઓને પલિસ્તીઓ અને તેમના બધા દુશ્મનોના હાથમાંથી છોડાવીશ.”‘
19 આબ્નેરે આ બધું દાઉદને અને બિન્યામીનના કુળસમૂહના લોકોને હેબ્રોનમાં કહ્યું. તેણે જે કંઇ કહ્યું તે ઇસ્રાએલીઓએ અને બિન્યામીનીઓએ માંન્ય રાખ્યું.
20 આબ્નેર વીસ માંણસો સાથે હેબ્રોન ગયો અને દાઉદે તે બધાને આવકાર આપ્યો અને તેઓ માંટે જમણ કર્યુ.
21 પછી આબ્નેરે દાઉદ ને કહ્યું: “મને તુરંત જવા દો અને બધા ઇસ્રાએલીઓને તમાંરી પાસે લાવવા દો, જેથી માંરા ધણી, માંરા રાજા તમાંરી સાથે કરાર કરે અને તમાંરી ઇચ્છા પ્રમાંણે તમે સમગ્ર ઇસ્રાએલ પર રાજ કરશો.” ત્યાર બાદ દાઉદે આબ્નેરને જવા દીધો અને પોતે શાંતિથી ગયો.
22 તે સમય દરમ્યાન યોઆબ દાઉદના સૈન્ય સાથે પાછો ફર્યો, તેઓએ કોઈ સ્થળે છાપો માંરીને પુષ્કળ લૂંટ કરી હતી. તે વખતે આબ્નેર હેબ્રોનમાં દાઉદ પાસે ન હતો. કારણ કે, દાઉદે તેને સુરક્ષાની ખાતરી સાથે વિદાય કર્યો હતો.
23 જયારે યોઆબ પોતાની સાથેના માંણસો સાથે આવી પહોંચ્યો ત્યારે તેને જણાવવામાં આવ્યું કે, “આબ્નેર રાજા પાસે આવ્યો હતો, છતાં તમે તેને સુરક્ષાની ખાતરી સાથે પાછો વિદાય કર્યો છે.”
24 આથી યોઆબે રાજાની પાસે જઈને કહ્યું, “તમે આ શું કર્યુ! આબ્નેર તમાંરી પાસે આવ્યો હતો છતાં તમે તેને સુરક્ષા સાથે પાછો વિદાય શા માંટે કર્યો? તમે આબ્નેરને નથી ઓળખતાં?
25 તમે નેરના પુત્ર આબ્નેરને જાણો છો! એ તમને છેતરવા અને તમાંરી બધી હિલચાલની જાસૂસી કરવા આવ્યો છે.”
26 દાઉદ પાસેથી પાછા આવીને, યોઆબે આબ્નેરને સંદેશવાહક મોકલ્યો. સીરાહના કૂવા પાસે તેઓ તેને મળ્યા અને ત્યાંથી પાછો લઈ આવ્યાં. પણ દાઉદને એની કશી ખબર નહોતી.
27 આબ્નેર હેબ્રોન પહોંચ્યો અને જ્યારે તે નગરના દરવાજા પાસે પહોચ્યો, તે વખતે યોઆબ તેની સાથે જાણે ખાનગીમાં વાત કરવાનો દેખાવ કરીને તેને એક બાજુ લઈ ગયો અને તેનો છરો કાઢયો અને પેટમાં ભોંકી તેને માંરી નાંખ્યો. યોઆબે તેને માંર્યો કારણકે આબ્નેરે તેના ભાઇ અસાહેલને માંરી નાખ્યો હતો.
28 દાઉદ આ સમાંચાર સાંભળીને બોલી ઊઠયો. “નેરના પુત્ર આબ્નેરના ખૂન વિષે હું તથા માંરું રાજય નિદોર્ષ છીએ; યહોવા આ જાણે છે.
29 તે માંટે યોઆબ અને તેનું કુટુંબ દોષિત છે, જે માંટે તેનાં સંતાનોને ઘાતકી રોગ થશે. અથવા રકતપિત્તના ભોગ બનશે અથવા અપંગ થશે અથવા ભૂખમરાથી મૃત્યુ પામશે કે પછી તરવારના ઘાથી મૃત્યુ પામશે!”
30 આમ, યોઆબ અને તેના ભાઈ અબીશાયે આબ્નેરને માંરી નાખ્યો, કારણ, તેણે ગિબયોનના યુદ્ધમાં તેમના ભાઈ અસાહેલને માંરી નાખ્યો હતો.
31 પછી દાઉદે યોઆબ તથા તેની સાથેના સૌ કોઈને કહ્યું, “આબ્નેરને માંટે શોકમાં તમાંરાં કપડાં ફાડી નાખો, શરીર પર કંતાન વીંટાળો અને ઘણું આક્રંદ કરો.”
32 દાઉદ પોતે જનાજાની પાછળ જયાં આબ્નેરને હેબ્રોનમાં દફનાવવામાં આવ્યો ત્યાં ગયો, અને તેની કબર આગળ પોક મૂકીને રડયો, અને તેની સાથે બધા લોકોએ આક્રંદ કર્યો.
33 દાઉદે આ મરસિયો ગાયો આબ્નેરના જનાજાની આગળ;“આબ્નેર શું એક દુષ્ટ અપરાધીની જેમ મર્યો?
34 તારા હાથ બાંધવામાં આવ્યા નહોતાં, તારા પગમાં બેડીઓ નંખાઈ નહોતી; કોઈ ખૂનીને હાથે મરે તેમ તું મર્યો; દુષ્ટજનોના કપટનો તું ભોગ બન્યો.”અને આમ ફરીવાર બધા લોકોએ આક્રંદ કર્યો.
35 તે દિવસે દાઉદે કંઇજ ખાધું નહિ, લોકોએ તેમને ખાવા માંટે વિનંતી કરી પરંતુ દાઉદે એક ખાસ સમ લીધા, “જો હું સૂર્યાસ્ત પહેલા રોટલી કે કાંઇપણ ખાઉં તો દેવ મને સજા કરે અને ઘણા દુ:ખ આપે.”
36 દાઉદનું ર્વતન જોઈ લોકો ખૂબ રાજી થયા. કેમકે તેમને લાગ્યું કે દાઉદે સાચું કર્યુ હતું.
37 તે દિવસે યહૂદાના લોકો અને ઇસ્રાએલના બધા લોકો સમજી શકયા કે નેરના પુત્ર આબ્નેરના ખૂન માંટે રાજાને દોષ આપવો ન જોઇએ કારણકે તેણે આબ્નેરને માંરવા હૂકમ કર્યો ન હતો.
38 દાઉદે પોતાના માંણસોને કહ્યું, “તમે જાણો છો કે આજે ઇસ્રાએલમાં એક મહાન નેતા મૃત્યુ પામ્યો છે.
39 અને આજે હું રાજા તરીકે અભિષિકત થયો હતો. સરૂયાના આ પુત્રોએ મને ઘણી પીડા પહોચાડી છે, દેવ તેઓને લાયક સજા કરે!”
પ્રકરણ 4

1 જયારે શાઉલના પુત્ર ઇશબોશેથે સાંભળ્યું કે આબ્નેરને હેબ્રોનમાં માંરી નાખવામાં આવ્યો છે, ત્યારે તે ઘણો ગભરાઇ ગયો અને આખું ઇસ્રાએલ ભયથી ધ્રૂજી ઊઠયું.
2 બે પુરુષો, લશ્કરના સેનાપતિ, શાઉલના પુત્ર ઇશબોશેથને મળવા ગયા. તેઓના નામ રેખાબ અને બાઅનાહ હતા. બએરોથના રિમ્મોનના પુત્રો હતા, તેઓ બિન્યામીનો હતા કેમકે બએરોથ બિન્યામીનના કુળસમૂહનું હતું. ઇસ્રાએલના સૈન્યની જવાબદારી સોંપીને આગેવાન બનાવ્યા, તેઓ બિન્યામીનના બએરોથ નગરના વતની અને રિમ્મોનના પુત્રો હતા, અને બિન્યામીન કુળસમૂહના હતા, બએરોથ બિન્યામીનનો ભાગ ગણાય છે.
3 બએરોથના મૂળ વતનીઓ ગિત્તાઈમ ભાગી ગયા હતા અને ત્યારથી તેઓ ત્યાં જ રહેતા આવ્યા છે.
4 શાઉલના પુત્ર યોનાથાન, યોનાથાનનો પુત્ર મફીબોશેથ લંગડો હતો. જ્યારે યુદ્ધમાં શાઉલ અને યોનાથાન મરી ગયા, તે સમયે તે પાંચ વરસનો હતો. જ્યારે યિઝએલથી શાઉલ અને યોનાથાનના મૃત્યુના સમાંચાર તેની આયાને મળ્યા ત્યારે ઉતાવળે તેને ઉપાડીને ભાગી નીકળી હતી, પરંતુ ભાગતી વખતે અકસ્માંતથી તેનાથી છોકરો પડી ગયો અને બન્ને પગે લંગડો થઈ ગયો.
5 બએરોથી રેખાબના પુત્રો રિમોન અને બાઅનાહ શાઉલના પુત્ર ઇશબોશેથને ધરે બપોરના ગયા. ઇશબોશેથ બહુ ગરમી ને કારણે આરામ કરતો હતો.
6 રેખાબ અને બાઅનાહ ઘઉં લેવાને બહાને અંદર ગયા, ઇશબોશેથ તેના શયનખંડમાં પલંગ પર સુતો હતો.
7 તેઓએ તેને છરો ભોંકી માંરી નાંખ્યો પછી તેનઁુ માંથુ કાપી નાખ્યું અને ઘરથી નાસી જતી વખતે તેને સાથે લઇને ગયા. તેઓએ આખી રાત અરાબાહ સપાટ ભૂમિ પર પ્રવાસ કર્યો અને હેબ્રોન પહોચ્યા.
8 પછી રાજા દાઉદને મળવા ગયા અને તેની સમક્ષ ઇશબોશેથનું મસ્તક રજૂ કરીને કહ્યું, “જુઓ ! તમને માંરી નાખવાનો પ્રયત્ન કરનાર તમાંરા દુશ્મન શાઉલના પુત્ર ઇશબોશેથનું આ મસ્તક તમાંરે માંટે લાવ્યંા છીએ. આજે યહોવાએ માંરા પ્રભુ રાજાનું વેર શાઉલ અને તેના કુળ ઉપર વાળ્યું છે.”
9 દાઉદે રિમ્મોનના પુત્રોને રેખાબ અને તેના ભાઈ બાઅનાહને ઉત્તર આપ્યો, “મને તમાંમ સંકટોમાંથી ઉગારનાર યહોવાના સમ ખાઈને હું કહું છું.
10 જે માંણસ મને શાઉલના મૃત્યુના સમાંચાર આપવા આવ્યો હતો, તે પોતે સમજતો હતો કે તે માંરા માંટે સારા સમાંચાર લાવ્યો છે અને હું તેને ઇનામ આપીશ. પણ મે તેને પકડીને સિકલાગમાં માંરી નાખ્યો.
11 તેથી હવે માંરે તમને બન્ને દુષ્ટોને માંરી નાખવા જોઇએ, કેમકે તમે એક નિદોર્ષ માંણસને એના શયનખંડમાં પથારી પર માંરી નાખ્યો છે. હવે હું તેનુ લોહી તમાંરા હાથોમાંથી માંગું છું અને હું તમને ધરતી પરથી રવાના કરીશ!
12 દાઉદે પોતાના યુવાનોને હુકમ કર્યો, એટલે તેમણે રેખાબ અનેે બાઅનાહને માંરી નાખ્યા. અને તેમના હાથપગ કાપી નાખીને હેબ્રોનના તળાવ પાસે લટકાવ્યા. તેમણે હેબ્રોનમાં આવેલી આબ્નેરની કબરમાં ઇશબોશેથનું માંથું દાટી દીધું.
પ્રકરણ 5

1 પછી ઇસ્રાએલના સર્વ કુળસમૂહો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, તેઓએ તેમને કહ્યું, “અમે તમાંરા સગા ભાઈઓ છીએ. અમે તમાંરા રકતમાંસ છીએ.
2 ભૂતકાળમાં જયારે અમાંરો રાજા શાઉલ હતો ત્યારે પણ યુદ્ધમાં તમે જ ઇસ્રાએલી સૈન્યની આગેવાની લેતા હતા, અને યહોવાએ તમને કહ્યું કે, ‘માંરી પ્રજા ઇસ્રાએલની સારસંભાળ લેનાર માંણસ તું જ છે, તું જ તેમનો શાસનકર્તા થનાર છે.”‘
3 તેથી ઇસ્રાએલના આગેવાનોએ દાઉદ સાથે હેબ્રોનમાં યહોવાની સમક્ષ કરાર કર્યો, અને દાઉદ ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષિકત થયો.
4 દાઉદ રાજગાદી પર બેઠો ત્યારે તેની ઉંમર30 વર્ષની હતી. તેણે40 વરસ રાજય કર્યુ.
5 તે હેબ્રોનમાં રહ્યો અને યહૂદાના લોકો ઉપર સાડા સાત વર્ષ રાજય કર્યુ. ત્યારબાદ તેણે યરૂશાલેમમાં રહીને સમગ્ર ઇસ્રાએલ અને યહૂદાના લોકો ઉપર 33 વર્ષ રાજય કર્યું.
6 ત્યાર પછી દાઉદ પોતાનું સૈન્ય લઈને યરૂશાલેમ ગયો અને ત્યાં યબૂસીઓ સાથે યુદ્ધમાં લડ્યો. યબૂસીઓએ દાઉદને કહ્યું, “તું અમાંરા શહેરમાં આવી શકશે નહિ. અમાંરા આંધળા અને લંગડા લોકો સુદ્ધાં તને રોકી શકશે.” તેઓ માંનતા હતા કે દાઉદ તેઓના નગરમાં દાખલ થઇ શકશે નહિ.
7 પરંતુ દાઉદે તો સિયોનનો ગઢ કબજે કર્યો, જે પછીથી દાઉદનું નગર બની ગયું.
8 તે દિવસે દાઉદે તેના સૈન્યના માંણસોને કહ્યું, “પાણીના વહેળા વચ્ચે થઈને જાઓ, અને આંધળા તથા લંગડા શત્રુઓ સુધી પહોચો.”આથી લોકો કહે છે કે, “આંધળા અને લંગડા ઘરમાં પ્રવેશી શકશે નહિ.”
9 દાઉદ ગઢમાં રહેતો અને તેનું નામ “દાઉદનગર” પાડયું. ત્યાર બાદ તેણે મિલ્લો બાંધ્યો અને નગરની અંદર બીજા મકાનો બાંધ્યા.
10 આ રીતે દાઉદ બળવાન અને વધુ બળવાન થતો ગયો, કારણ, સર્વસમર્થ દેવ યહોવા તેની સાથે હતા અને તેને મદદ કરી.
11 સૂરના રાજા હીરામે કાસદો, સુથારો, પથ્થરકામ કરનારા અને દેવદાર કાષ્ટના, દાઉદને માંટે તેનો મહેલ બાંધવા મોકલ્યા.
12 દાઉદને પ્રતીતિ થઈ “કે દેવે તેને રાજા બનાવ્યો છે અને તેના રાજયને ઇસ્રાએલને માંટે પદ ગૌરવ તેના લોકો માંટે વધારી આપ્યંુ હતું.”
13 હેબ્રોનથી આવ્યા પછી દાઉદે યરૂશાલેમમાંથી વધારે પત્નીઓ તથા ઉપપત્નીઓ કરી; અને તેને અનેક દીકરા તથા દીકરીઓ થયાં.
14 યરૂશાલેમમાં જન્મેલાં તેનાં સંતાનોનાં નામ નીચે પ્રમાંણે છે; શામ્મુઆ, શોબાબ, નાથાન, સુલેમાંન,
15 યિબ્હાર, એલીશૂઆ, નેફેગ, યાફીયા,
16 અલીશામાં, એલ્યાદા અને અલીફેલેટ.
17 પલિસ્તીઓએ સાંભળ્યું કે, દાઉદ સમગ્ર ઇસ્રાએલીઓનો રાજ્યકર્તા બન્યો છે; તેઓ સાથે ભેગા થઈને દાઉદને માંરી નાખવા તેની શોધખોળ કરવા નીકળી પડયા, દાઉદે આ સાંભળ્યું અને યરૂશાલેમના કિલ્લામાં ચાલ્યો ગયો.
18 પલિસ્તીઓ આવી પહોંચ્યા અને રફાઈમની ખીણમાં ફેલાઈ ગયા.
19 દાઉદે યહોવાને સવાલ કર્યો, “શું હું પલિસ્તીઓ પર હુમલો કરું? તમે તેમને માંરા હાથમાં સુપ્રત કરશો?”યહોવાએ જવાબ આપ્યો, “હુમલો કર. હું તેઓને તારા હાથમાં જરૂર સુપ્રત કરીશ.”
20 તેથી દાઉદે બઆલ-પરાસીમમાં તેઓને હરાવ્યા. દાઉદે કહ્યું, “જેમ તૂટેલા બંધમાંથી પાણીના પૂરની જેમ યહોવાએ માંરા શત્રુઓમાં ભંગાણ પાડયું છે. તેથી એ જગ્યાનું નામ “બઆલ-પરાસીમ” રાખવામાં આવ્યું છે.
21 પલિસ્તીઓ પોતાના દેવની મૂર્તિઓ બઆલ-પરાસીમમાં મૂકીને ભાગી ગયા હતા. દાઉદ અને તેના સૈનિકોએ તેઓની મૂર્તિઓ કબજે કરી હતી.
22 પલિસ્તીઓએ ફરીવાર હુમલો કરીને રફાઈમની ખીણ કબજે કરી ત્યાં છાવણી નાખી.
23 દાઉદે ફરીથી યહોવાને પૂછયું એટલે તેમણે જવાબ આપ્યો, “તેમના ઉપર સામેથી હુમલો કરીશ નહિ, તું ચકરાવો માંર્યા પછી તેમના ઉપર પાછળથી શેતુરની ઝાડી નજીક હુમલો કરજે.
24 જયારે તું ઝાડની ટોચ ઉપરથી યુદ્ધમાં કૂચ કરવા જતો હોય તેવો પલિસ્તીઓનો અવાજ સાંભળે ત્યારે આગળ વધજે, કારણ કે, યહોવા તારી આગળ હશે અને પલિસ્તીઓની સેના તેનાથી હારી જશે.”
25 દાઉદે યહોવાની સૂચના પ્રમાંણે કર્યુ; અને પલિસ્તીઓને ગેબાથી છેક ગેઝર સુધી માંર્યા.
પ્રકરણ 6

1 દાઉદે ફરીથી ઇસ્રાએલમાં આશરે 30,000 માંણસોનું લશ્કર બનાવવા માંટે સર્વમાં સારામાં સારા સૈનિકોને એકઠાં કર્યા.
2 પછી દાઉદ અને તેના માંણસો દેવનો કરારકોશ ત્યાંથી લઈ આવી યરૂશાલેમ ફેરવવાં માંટે યહૂદામાં આવેલા ‘બાલા’ મુકામે ગયો, દેવનો પવિત્ર કોશ દેવના સિંહાસન જેવો છે. તેની ઉપર કરૂબ દેવદૂતોની પ્રતિમાં છે અને યહોવા આ દેવદૂતો પર રાજાની જેમ બેસે છે.
3 દાઉદના માંણસોએ ટેકરી પર આવેલા અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ લઈને નવા ગાડામાં મૂક્યો. અબીનાદાબના પુત્રો ઉઝઝાહ અને આહયો ગાડાઁને હાંકતા હતા.
4 આમ તેઓએ ટેકરી પરના અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ બહાર કાઢી લીધો, ઉઝઝાહ ગાડામાં પવિત્રકોશ સાથે હતો અને આહયો ગાડાઁની આગળ ચાલતો હતો.
5 દાઉદ અને સર્વ ઇસ્રાએલીઓ યહોવા સમક્ષ વીણા, સારંગી, સિતાર, ડફ, કરતાલ, ઝાંઝ તથા સર્વ પ્રકારના સંગીતનાં સાધનો વગાડતા વગાડતા નાચતા ગાતા હતા.
6 જયારે તેઓ નાખોનના ખળા આગળ આવ્યા ત્યારે બળદો ગબડી પડ્યાં અને દેવનો પવિત્રકોશ ગાડામાંથી પડવાનો જ હતો ત્યાં ઉઝઝાહએ પોતાનો હાથ લાંબો કરી કરારકોશ પકડી લીધો.
7 આથી યહોવા ઉઝઝાહ પર ગુસ્સે થયા કેમકે તેણે પવિત્રકોશને અડીને દેવનું અપમાંન કર્યુ હતું તેથી ઉઝઝાહને યહોવાએ માંરી નાખ્યો; અને તે કરારકોશની બાજુમાં મરી ગયો.
8 યહોવાએ જે કર્યું તેને કારણે દાઉદ નારાજ થયો. તેણે તે સ્થળનું નામ “પેરેસ-ઉઝઝાહ” (ઉઝઝાહ પર આવેલો કોપ) પાડયું. આજે પણ તે સ્થળ એ જ નામથી ઓળખાય છે.
9 તે દિવસે દાઉદને યહોવાનો ભય લાગ્યો અને તે બોલ્યો, “પવિત્રકોશને હું અહીંયા કેવી રીતે લાવી શકીશ?”
10 આથી તેણે પવિત્ર કોશને દાઉદનગરમાં નહિ લઈ જવાનો નિર્ણય કર્યો, અને તે તેને ગાથનગરમાં ઓબેદ-અદોમ નામની વ્યકિતને ઘેર રાખ્યો.
11 ત્રણ માંસ સુધી પવિત્રકોશ ઓબેદ-અદોમને ઘેર રહ્યો અને યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબને આશીર્વાદ આપ્યા.
12 જયારે દાઉદને આ સમાંચાર મળ્યા કે “દેવે ઓબેદ-અદોમને તેના કુટુંબને અને તેની માંલિકીની દરેક વસ્તુને આશીર્વાદ આપ્યાં ત્યારે તે આનંદ પામ્યો અને ખુશીથી કોશને ઓબેદ-અદોમના ઘરમાંથી દાઉદનગર લઈ આવ્યો.
13 જ્યારે યહોવાના પવિત્રકોશને ઉપાડનારા માંણસો છ ડગલાં આગળ ચાલ્યા એટલે દાઉદે એક બળદ અને એક પુષ્ટ વાછરડાને ભોગ તરીકે અર્પણ કર્યો.
14 દાઉદ શણના કપડાઁનું એફોદ પહેરીને ખૂબ આનંદથી યહોવા સમક્ષ નાચતો હતો.
15 દાઉદ અને બધા ઇસ્રાએલીઓ સાથે હર્ષથી નાચતા હતા અને રણશિંગા વગાડતા, ગાતા અને નાચતા પવિત્રકોશને નગરમાં લઈ આવ્યાં.
16 પરંતુ જ્યારે યહોવાનો પવિત્રકોશ દાઉદનગરમાં દાખલ થતો હતો ત્યારે શાઉલની દીકરી મીખાલે એક બારીમાંથી જોયું તો રાજા દાઉદ પવિત્રકોશ સમક્ષ નાચતો હતો; તે તેને ગમ્યું નહિ અને તેના હૃદયમાં દાઉદ પ્રત્યે ઘૃણા પેદા થઈ.
17 પવિત્રકોશને દાઉદે તૈયાર કરેલા ખાસ મંડપમાં મૂકવામાં આવ્યો, અને દાઉદે યહોવાને દહનાર્પણો અને શાંત્યર્પણો અર્પણ કર્યા.
18 પછી તેણે સર્વસમર્થ યહોવાના નામમાં સર્વ લોકોને આશીર્વાદ આપ્યો.
19 અને ત્યારબાદ તેણે બધા લોકોને પ્રસાદ આપ્યો; તેણે પ્રત્યેક ઇસ્રાએલી સ્ત્રી-પુરુષને એક-એક રોટલી, થોડું ખજૂર અને થોડું શેકેલું માંસ તથા સૂકી દ્રાક્ષાની બાટી વહેંચી આપ્યાં. આ બધું પૂરું થયા પછી બધા પોતપોતાને ઘેર ગયા.
20 જયારે દાઉદ પોતાનાં કુટુંબીજનોને આશીર્વાદ આપવા પોતાને ઘેર પાછો આવ્યો ત્યારે શાઉલની દીકરી મીખાલ તેને મળવા સામે આવી, અને બોલી, “ઇસ્રાએલનો રાજા આજે તમે જેમ કોઇ મૂર્ખ પોતાના વસ્ત્રો કાઢી નાખે તેમ તમે તમાંરી દાસીઓની સામે આજે નવસ્ત્રો થઇને કેટલા ઉમદા દેખાતાં હતાં.”
21 દાઉદે મીખાલને કહ્યું, “હું યહોવાની સમક્ષ નાચતો હતો. તેમણે મને પસંદ કર્યો, તારા પિતા અને તારા કુટંબના માંણસોને નહિ. અને યહોવાએ સમગ્ર ઇસ્રાએલીઓની સામે મને તેઓનો આગેવાન બનાવ્યો. તેથી તેમની આગળ હું માંરો આનંદ દર્શાવતો હતો અને તેમની સામે નાચતો હતો.
22 અને એટલું જ નહિ, હું હજી પણ નમ્ર બની માંરી જાતને હજી વધારે નમાંવીશ, તું કદાચ મને માંન નહિ આપે. પરંતુ તું જે દાસીઓ વિષે વાત કરે છે તેઓ સર્વથા મને માંન આપશે.”
23 શાઉલની પુત્રી મીખાલ મરતાં સુધી નિ:સંતાન જ રહી.દાઉદે મંદિર બાંધવા માંગ્યું
પ્રકરણ 7

1 રાજા પોતાના મહેલમાં સ્થાયી થયા અને યહોવાએ તેને ચારે બાજુના શત્રુઓથી સુરક્ષા આપી.
2 રાજાએ પ્રબોધક નાથાનને કહ્યું, “હું અહીં સુંદર મહેલમાં રહું છું અને યહોવાનો પવિત્રકોશ મંડપમાં છે.”
3 ત્યારે નાથાને રાજાને કહ્યું, “ઠીક, આપના મનમાં જે હોય તે પ્રમાંણે કરો. કારણ, યહોવા આપની સાથે છે.”
4 પરંતુ તે જ રાત્રે નાથાનને યહોવાની વાણી સંભળાઈ કે,
5 “તું જઈને માંરા સેવક દાઉદને કહે કે, ‘આ યહોવાનાં વચન છે: માંરા માંટે મંદિર બાંધનાર તું એક જ છે.
6 કારણ, હું ઇસ્રાએલીઓને મિસરમાંથી લઈ આવ્યો ત્યારથી આજ સુધી હું કદી કોઈ મકાનમાં રહ્યો નથી, હું તંબૂમાં જ ફરતો રહ્યો છું.
7 ઇસ્રાએલીઓ સાથેના માંરા પ્રવાસ દરમ્યાન મેં કદી ઇસ્રાએલની કોઇપણ જાતિને કે જેને મેં માંરા ઇસ્રાએલના લોકો પર નિયંત્રણ કરવાનો હૂકમ કર્યો હતો કે, ‘તમે માંરે માંટે દેવદારના લાકડાનું મંદિર બંધાવો?’
8 “તો તારે માંરા સેવક દાઉદને એમ કહેવું પડશે કે, ‘સર્વસમર્થ યહોવાનાં આ વચન છે; તું જ્યારે બહાર ચરાણમાં ઘેટાંઓનું ધ્યાન રાખતો હતો. ત્યારે હું તને લઇ આવ્યો અને તને માંરી ઇસ્રાએલ પ્રજાનો આગેવાન મેં બનાવ્યો.
9 તું જયાં જયાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું. અને તારી આગળના બધા દુશ્મનોનો મેં નાશ કર્યો છે. હું તને પૃથ્વીના મહાપુરુષોના જેવો વિખ્યાત બનાવીશ.
10 મેં માંરી ઇસ્રાએલી પ્રજા માંટે એક જગા પસંદ કરી છે. હું ત્યાં તેઓને વસાવીશ. તે તેઓનું પોતાનું સ્થાન બનશે. અને કોઈ તેઓને ત્યાંથી દૂર કરશે નહિ. મેં એમના માંર્ગદર્શન કરવા ન્યાયાધીશો નીમ્યા ત્યારથી આજ સુધી દુષ્ટ લોકો તેમને રંજાડતા આવ્યા છે; પણ હવે એમ નહિ થાય. સર્વ શત્રુઓ તરફથી હું તને શાંતિ આપીશ. યહોવા પોતે તને કહે છે કે તે તારા માંટે તારું કુટુંબ સ્થાપન કરશે.
11
12 “તું મૃત્યુ પામીશ ત્યારે તને તારા પૂર્વજો સાથે દફનાવવામાં આવશે. હું તારા પુત્રોમાંના એકને તારા રાજયાસન ઉપર બેસાડીશ.
13 માંરા માંટે તે સુંદર મંદિર બાંધશે, અને હું તેના રાજયાસનને સદાને માંટે સ્થાપન કરીશ.
14 હું તેનો પિતા થઈશ, અને તે માંરો પુત્ર થશે. અને તે જે કંઇ પણ ખોટું કરશે, તો હું તેને બાપની જેમ સજા કરીશ, તેને સજા કરવા હું બીજા લોકોનો ઉપયોગ કરીશ, તેઓ માંરા ચાબખા બનશે. છતાં
15 તારા પુરોગામી શાઉલ ઉપરથી મેં માંરો પ્રેમ અને કૃપા લઈ લીધાં, તેમ હું તેના ઉપરથી માંરી કૃપાદૃષ્ટિ ઉઠાવી લઈશ નહિ.
16 તારું કુળ અને તારું રાજય માંરી નજર સમક્ષ કાયમ રહેશે અને તારી રાજગાદી સદાકાળ રહેશે.”
17 નાથાને દાઉદને તેને યહોવાએ સંદર્શનમાં જે કાંઈ કહ્યું હતું તે સર્વ તેને કહી સંભળાવ્યું.
18 ત્યાર બાદ દાઉદે મુલાકાતમંડપમાં યહોવાની સમક્ષ બેસીને પ્રાર્થના કરી, “હે યહોવા દેવ, માંરા જેવા તુચ્છ માંણસ ઉપર તમે શા માંટે તમાંરા આશીર્વાદોની વૃષ્ટિ કરી છે?
19 અને તેમ છતાં પણ આ આશીર્વાદ પૂરતા ના હોય તેમ તમે માંરા કુળને ભવિષ્ય માંટે પણ આશીર્વાદ આપ્યા છે, ઓ યહોવા માંરા પ્રભુ, તમે હંમેશા લોકો સાથે આ પ્રમાંણે વ્યવહાર કરતાં નથી. શું તમે, કરો છો?
20 અને હવે હું બીજું કહું પણ શું? હું કેવો છું, તે તમે કયઁા નથી જાણતા. તમે તમાંરા સેવકને બરાબર ઓળખો છો.
21 તમે આ બધા અદ્ભૂત કાર્યો કરો છો કારણકે તમે કહ્યું, તમે તે કરશો કારણકે એમ કરવાની તમાંરી ઇચ્છા હશે. આ બાબત મને તમાંરા સેવકને જણાવવાનું તમે કહ્યું હતું.
22 ઓ યહોવા દેવ, તમે મહાન છો, અમે જે સાંભળ્યું છે તે પ્રમાંણે તમે જ એક માંત્ર દેવ છો અને તમાંરા વિના અન્ય કોઈ દેવ નથી.
23 “આ પૃથ્વી ઉપર તમાંરી ઇસ્રાએલી પ્રજા જેવા બીજા લોકો છે જેમને તમે ગુલામીમાંથી મુકિત અપાવી અને તમાંરા પોતાના લોકો બનાવ્યા? તમે મિસરમાં અમને ગુલામીમાંથી મુકત કર્યા. તમે અમને બીજા દેશો અને તેઓના દેવોમાંથી છોડાવ્યા, તમે મહાન અને અદ્ભૂત કાર્યો તમાંરી પ્રજા અને ઇસ્રાએલ માંટે કર્યા.
24 તમે તમાંરા લોકો ઇસ્રાએલીઓને તમાંરા પોતાના ગણ્યા અને સદાને માંટે તમાંરા પોતાના બનાવી અપનાવી લીધા છે, અને ઓ યહોવા, તમે પોતે તેઓના દેવ બન્યા છો.
25 “પણ હવે, ઓ યહોવા દેવ! તમે તમાંરા સેવકને માંટે અને ફકત એને માંટે નહિ પણ તેના ભવિષ્યના વંશજો માંટે પણ વચન આપ્યું છે તો, હવે મહેરબાની કરી, તમે વચન આપેલ બાબતો પૂર્ણ કરો; માંરા કુળને રાજાનુંકુળ સદા માંટે બનાવો.
26 જેથી સદાકાળ તમાંરા નામનો મહિમાં થાય, અને લોકો કહેશે કે, ‘સર્વસમર્થ યહોવા દેવ, ઇસ્રાએલ પર રાજ્ય કરે છે!” આમ તમાંરી સમક્ષ તમાંરા સેવક દાઉદનું કુળ સદા સ્થિર સ્થાવર સ્થાપિત રહે.’
27 “ઓ સર્વસમર્થ યહોવા, ઇસ્રાએલના દેવ, તમે આ બાબતો માંરી સામે પ્રગટ કરી, તમે કહ્યું: ‘હું તારા કુળને મહાન બનાવીશ,’ તેથી હવે હું તમાંરો સેવક તમાંરી આગળ આ પ્રાર્થનાની અભ્યર્થના કરું છું.
28 ઓ સર્વસમર્થ યહોવા, તમે જ દેવ છો અને તમાંરાં વચનો સત્ય છે. તમે આ સર્વ આશીર્વાદોનું વચન મને આપ્યું છે.
29 કૃપા કરીને તમાંરા સેવકના કુળને તમાંરી સમક્ષ સદા રહેવા માંટે આશીર્વાદ આપો, કારણકે તમે માંરા દેવે આમ કહ્યું હતું, તમે માંરા કુળને યુગો પર્યંત કાયમ રહે એવા આશીર્વાદ આપ્યા છે.”
પ્રકરણ 8

1 ત્યારબાદ દાઉદે પલિસ્તીઓને હરાવ્યાં, તેણે તેઓના દેશને અને તેઓની રાજધાની નગરના મોટા વિસ્તારને કબજે કરી લીધો.
2 તેણે મોઆબીઓને પણ હરાવ્યાં અને તેમને જમીન પર સુવાડી દીધા અને દોરડાથી હારબંધ તેઓને છૂટા પાડ્યા. બે હારના માંણસો માંર્યા પરંતુ ત્રીજા હારના માંણસો જીવતા રહ્યાં. આમ મોઆબીઓ તેના તાબેદાર બન્યા તેઓ તેને માંટે કામ કરવા લાગ્યાં.
3 રાહોબના પુત્ર સોબાહના રાજા હદાદએઝેરને દાઉદે હરાવ્યો, જ્યારે દાઉદ યુફ્રેતિસ નદી પાસેના વિસ્તારને અંકુશમાં રાખવા ગયો હતો.
4 દાઉદે તેની પાસેથી 1ણ 700 ઘોડેસ્વાર સૈનિકો અને 20,000 પાયદળના સૈનિકોને કબજે કર્યા. દાઉદે 100 ઘોડાઓ રાખ્યા અને બાકીનાને લંગડા કરી દીધા.
5 દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદએઝેરની મદદ કરવા આવ્યા, પરંતુ દાઉદે 22,000 અરામીઓને હરાવ્યા.
6 દાઉદે દમસ્કસમાં સૈન્ય રાખ્યું અને અરામીઓ દાઉદના સેવકો બની ગયા અને ખંડણી ભરવા લાગ્યા. આમ, દાઉદ જયાં જયાં ગયો ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો.
7 હદાદએઝેરના સેવકો જે સોનાની ઢાલ રાખતા હતા તે પડાવી લઈને દાઉદ યરૂશાલેમ લઈ આવ્યો.
8 પછી દાઉદે બેટાહ અને બેરોથાયથી પિત્તળમાંથી બનાવેલી ઘણી વસ્તુઓ લીધી, આ નગરો હદાદએઝેરની માંલિકીની હતી.
9 જયારે હમાંથના રાજા ટોઈને ખબર મળી કે દાઉદે હદાદએઝેરના આખા લશ્કરને હરાવ્યું છે.
10 એટલે તેણે પોતાના પુત્ર યોરામને રાજા દાઉદને હદાદએઝેર પર વિજય મેળવવા માંટે અને તેના લશ્કરને પરાજય આપવા બદલ અભિનંદન આપવા મોકલ્યો; હદાદેઝરને ટોઈની સાથે હંમેશા યુદ્ધ ચાલ્યા કરતાં હતાં. યોરામ પોતાની સાથે સોના અને ચાંદીથી બનેલી વસ્તુઓ અને પિત્તળનાં વાસણો લઈ ગયો હતો.
11 દાઉદે આ બધી વસ્તુઓ લીધી અને યહોવાને અર્પણ કરી અને બધું યહોવાના મંદિરમાં સેવા માંટે અર્પણ કર્યું. આ બધી વસ્તુઓ દાઉદે તેણે હરાવેલા દેશોમાંથી લીધી હતી.
12 દાઉદે અરામીઓ, મોઆબીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ, અને અમાંલેકીઓ તથા સોબાહના રાજા હદાદએઝેર રાહોબના પુત્રને હરાવ્યાં હતાં.
13 વળી, દાઉદે મીઠાની ખીણમાં જ18,000 અરામીઓને હરાવીને ભારે નામના મેળવી,
14 અને દાઉદે સમગ્ર અદોમ પ્રદેશમાં સૈનિકોના સમૂહની નિમણૂક કરી. બધા અદોમીઓ દાઉદના ગુલામ થઈ ગયા. યહોવાએ દાઉદને સર્વત્ર વિજય અપાવ્યો.
15 દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજય સ્થાપ્યું અને પોતાની બધી પ્રજા ઉપર ધર્મ અને ન્યાયપૂર્વક શાસન કર્યું.
16 સરૂયાનો પુત્ર યોઆબ તેના લશ્કરનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ તેનો ઇતિહાસકાર હતો.
17 અહીલૂબનો પુત્ર સાદોક તથા અબ્યાથારનો પુત્ર અહીમેલેખ પ્રમુખ યાજકો હતાં. સરૂયા અંગતમંત્રી હતો.
18 યહોયાદાનો પુત્ર બનાયા કરેથીઓનો અને પલેથીઓનોઅંગરક્ષક હતો. અને દાઉદના પુત્રો મુખ્ય કારભારી હતા.
પ્રકરણ 9

1 દાઉદે એક દિવસ વિચાર્યુ, “શાઉલના કુટુંબમાં કોઈ હજુ સુધી જીવંત હશે શું? જેના ઉપર હું યોનાથાનને કારણે કૃપાદૃષ્ટિ રાખી શકું?”
2 શાઉલને સીબા નામનો એક નોકર હતો; તેને દાઉદ સમક્ષ બોલાવવામાં આવ્યો, રાજાએ તેને પૂછયું, “તું સીબા છો?”“જી, હું તમાંરો સેવક સીબા છું” તેણે પ્રત્યુત્તર આપ્યો.
3 રાજાએ કહ્યું, “શાઉલના કુટુંબમાં એવું કોઇ છે જેના પર હું યહોવાને નામે દયા કરી શકું?”સીબાએ કહ્યું, “હાજી, યોનાથાનનો બંને પગે લગંડો એક દીકરો હજુ જીવંત છે.”
4 દાઉદે પૂછયું, “તે કયાં છે?”સીબાએ કહ્યું, “તે લોદબારમાં આમ્મીએલના પુત્ર માંખીરના ઘરમાં છે.”
5 આથી દાઉદે યોનાથાનના પુત્રને લોદબારના આમ્મીએલના પુત્ર માંખીરને ત્યાંથી તેડી મંગાવ્યો.
6 તે યોનાથાનનો પુત્ર અને શાઉલનો પૌત્ર મફીબોશેથ આવ્યો અને તેણે રાજા દાઉદ સમક્ષ મસ્તક નમાંવી નમન કર્યું.દાઉદે કહ્યું, “મફીબોશેથ?”તેણે કહ્યું, “હાજી, આપનો સેવક હાજર છે.”
7 ત્યારે દાઉદે કહ્યું, “ગભરાઈશ નહિ, તારા પિતા યોનાથાનને કારણે હું તારા ઉપર કૃપા કરીશ. હું તને તારા દાદા શાઉલની બધી જમીન સોંપી દઈશ; અને તું રોજ માંરી સાથે ભોજન કરજે.”
8 મફીબોશેથે પુન:લાંબા થઈને પ્રણામ કર્યા. અને કહ્યું, “હું તો મરેલા કુતરા જેવો છું, માંરા ઉપર આપ આટલી બધી કૃપાદ્રષ્ટિ શા માંટે રાખો છો?”
9 પછી રાજા દાઉદે શાઉલના નોકર સીબાને બોલાવીને કહ્યું, “હું તારા શેઠના પૌત્રને શાઉલની અને તેના કુટુંબની બધીજ મિલકત સોંપી દઉં છું.
10 તું, તારા કુટુંબ અને પુત્રો અને તારા ચાકરો સાથે આ પ્રદેશમાં તેને માંટે ખેતી કરશે અને તેના કુટુંબને માંટે અનાજ ઉત્પન્ન કરશે. પરંતુ મફીબોશેથ તારા માંલિકનો પૌત્ર, માંરા મેજ પર હંમેશા જમી શકશે.” સીબાને 15 પુત્રો અને 20 ચાકરો હતા.
11 સીબાએ જવાબ આપ્યો, “આપ નામદારની બધી આજ્ઞા આ સેવક ઉઠાવશે.”આમ, મફીબોશેથના રાજાના કુંવરની જ જેમ રાજા સાથે ભોજન કરતો.
12 મફીબોશેથને મીખા નામનો નાનો પુત્ર હતો. સીબાના કુટુંબનાં બધાં જ માંણસો મફીબોશેથના નોકર હતાં.
13 પણ મફીબોશેથ મહેલમાં રહેવા માંટે યરૂશાલેમ ગયો અને ત્યાં રાજાની સાથે ભોજન લેતો હતો. એ બંને પગે અપંગ હતો.
પ્રકરણ 10

1 થોડા સમય બાદ આમ્મોનીઓનો રાજા નાહાશ મૃત્યુ પામ્યો, અને તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર હાનૂન રાજ કરવા લાગ્યો.
2 દાઉદે કહ્યું, “હું તેના પર દયા રાખીશ. તેનો પિતા નાહાશ મને હંમેશા વફાદાર હતો. અને માંરી સાથે દયાળુ હતો.” તેથી તેના પિતાના મૃત્યુ માંટે દિલસોજી વ્યકત કરવા દાઉદે પોતાનાં માંણસોને હાનૂન પાસે મોકલ્યો.
3 ત્યારે આમ્મોની સરદારોએ પોતાના ધણી હાનૂનને કહ્યું, “તમે શું એમ માંનો છો કે તમાંરા પિતાને માંન આપવાના હેતુથી દાઉદે આ માંણસોને મોકલ્યા છે? એના આ માંણસો તો જાસૂસો છે, અને દાઉદે તેમને આ શહેરોને શી રીતે જીતી લેવું એની માંહિતી પ્રાપ્ત કરવા મોકલ્યા છે.”
4 આથી હાનૂને દાઉદના માંણસોને પકડીને, તેઓની અડધી દાઢી મૂંડાવી નાખી, તેમનાં કપડાં કમર નીચેથી કપાવી નાંખ્યા અને તેમને મોકલી દીધા.
5 જયારે દાઉદે આ વાત સાંભળી ત્યારે તેણે તેઓને મળવા માંણસ મોકલ્યો, કારણ, તેઓ ખૂબ શરમ અનુભવતાં હતાં. દાઉદે તેમને કહેવડાવ્યું કે, “તમાંરી દાઢી પાછી ઊગે ત્યાં સુધી તમે યરીખોમાં રહેજો, પછી જ અહીં આવજો.”
6 હવે આમ્મોનીઓને ભાન થયું કે પોતે દાઉદની દુશ્મનાવટ વહોરી લીધી છે, એટલે તેમણે બેથ-રહોબના અને સોબાહના પ્રાંતોમાંથી 20,000 સિરિયન પાયદળને, માંઅખાહના રાજા પાસેથી 1,000 સૈનિકોને અને ટોબાના પ્રાંતમાંથી 12,000 સૈનિકોને ભાડે રાખ્યા.
7 આ સમાંચાર મળતા દાઉદે યોઆબને પોતાના અતિ શકિતશાળી સૈનિકોવાળા સમગ્ર સૈન્ય સાથે મોકલ્યો.
8 આમ્મોનીઓ બહાર આવીને નગરના પ્રવેશદ્વાર આગળ ગોઠવાઈ ગયા. અને સોબાહના અને રાહોબનાં અરામીઓ તથા ટોબના અને માંઅખાહના માંણસો ખુલ્લા મેદાનમાં યુદ્ધ લડવા માંટે આવ્યંા.
9 જયારે યોઆબે જોયું કે, તેને બે મોરચે યુદ્ધ કરવું પડશે, ત્યારે તેણે ઇસ્રાએલીઓને અરામીઓની સામે યુદ્ધ કરવા હારબંધ ગોઠવી દીધા.
10 બાકીની સેનાને તેણે પોતાના ભાઈ અબીશાયની સરદારી હેઠળ મૂકી દીધી અને તેણે આમ્મોનીઓની સામે મોરચો માંડયો.
11 યોઆબે તેને કહ્યું, “જો હું અરામીઓને હરાવી નહિ શકું તો તમાંરે આવીને મને મદદ કરવી પડશે, અને જો તમે બધા આમ્મોનીઓને નહિ હરાવી શકો તો હું તમને મદદ કરવા આવીશ.
12 પરંતુ તમે સૌ હિંમત રાખજો. અને આપણા લોકો માંટે અને આપણા દેવનાં નગરો માંટે બહાદુરીથી લડજો, અને યહોવાની જે ઇચ્છા હશે તે મુજબ થશે.”
13 યોઆબ અને તેના માંણસો જયારે અરામીઓ સામે યુદ્ધ કરવા માંટે આગળ વધ્યા ત્યારે અરામીઓ ભાગવા લાગ્યાં.
14 આમ્મોનીઓએ જોયું કે અરામીઓ ભાગી રહ્યાં હતા. એટલે તેઓ પણ અબીશાયથી ભાગીને નગરમાં ભરાઈ ગયા, અને યોઆબ યરૂશાલેમ પાછો ફર્યો.
15 અરામીઓએ જોયું કે તેઓ ઇસ્રાએલ આગળ હારી ગયા છે, એટલે તેઓએ પોતાના સૈન્યને ફરીથી એકઠું કર્યુ.
16 હદારએઝેરે કાસદો મોકલીને ફ્રાત નદીની પેલે પારના પ્રદેશમાંથી બીજા અરામીઓને બોલાવ્યા, અને તેઓ હદારએઝેરના સેનાપતિ શોબાખની સરદારી હેઠળ હેલામ તરફ આગળ વધ્યા.
17 દાઉદને સંદેશો મળ્યો ત્યારે તે પોતે અને તેના ઇસ્રાએલી સેનિકોને યર્દન ઓળંગી અને હેલામમાં કૂચ કરી, ત્યાં અરામીઓ યુદ્ધ કરવા તૈયાર થયા અને લડાઈ કરી.
18 પરંતુ ઇસ્રાએલીઓએ તેમને ભગાડી મૂકયા. દાઉદે 700 રથ હાંકનારને અને 40,000 ઘોડેસ્વાર સૈનિકોનો સંહાર કર્યો, અને તેમના સેનાપતિ શોબાખને ગંભીરપણે ઘાયલ કર્યો અને તે રણભૂમિમાં જ અવસાન પામ્યો.
19 અરામ સૈન્યની હાર થઈ છે તે જાણીને હદારએઝેર અને તેના તાબેદાર રાજાઓ દાઉદના તાબેદાર થયા, અને તેમની સેવાઓ સ્વીકારી, ત્યારબાદ ફરી અરામીઓએ આમ્મોનીઓની યુદ્ધમાં મદદ કરવાની હિંમત કદી કરી નહિ.
પ્રકરણ 11

1 વસંત ઋતુમાં જયારે રાજાઓ યુદ્ધ લડવા નીકળે, તે સમય દાઉદે યોઆબાને, સૈન્યના અમલદારોને ઇસ્રાએલના બધાજ સૈન્યોને હુમલો કરવા અને આમ્મોનીઓનો નાશ કરવા મોકલ્યા, તેઓએ રાબ્બાહનગરને ઘેરો ઘાલ્યો.પરંતુ દાઉદ તો યરૂશાલેમમાં જ રહ્યો.
2 એક દિવસે મોડી સાંજે દાઉદ પથારીમાંથી ઊઠીને મહેલની અગાસીમાં જઈને ફરતો હતો, એવામાં તેણે એક સ્ત્રીને નાહતી જોઈ; જે ખૂબ રૂપાળી હતી.
3 તે સ્ત્રી કોણ હતી તે તેને જાણવું હતુ; તેણે તેના માંણસને મોકલ્યા, તો જાણવા મળ્યું કે, “તે એલીઆમની પુત્રી અને ઊરિયા હિત્તીની પત્ની બાથ-શેબા હતી.”
4 પછી દાઉદે તેને લઈ આવવા માંણસો મોકલ્યા, અને તે આવી એટલે દાઉદ તેની સાથે સૂઇ ગયો તે સ્ત્રીએ માંસિક ધર્મ પછીની શુદ્ધિકરણની વિધિ તે જ દિવસે પૂરી કરી હતી, પછી તે પોતાને ઘેર પાછી ફરી.
5 તે સ્ત્રીને ગર્ભ રહ્યો અને તેણે દાઉદને સંદેશો મોકલ્યો કે, “મને ગર્ભ રહ્યો છે.”
6 દાઉદે યોઆબને સંદેશો મોકલ્યો કે, “ઊરિયા હિત્તીને માંરી પાસે તાત્કાલિક મોકલ.”આથી યોઆબે ઊરિયાને દાઉદ પાસે મોકલી આપ્યો.
7 જયારે દાઉદ પાસે ઊરિયા હિત્તી આવ્યો, ત્યારે દાઉદે યોઆબના સૈન્યના સમાંચાર તથા યુદ્ધમાં થયેલી પ્રગતિ વિષે પૂછયું.
8 અને પછી તેને કહ્યું, “તારે ઘેર જઈને આરામ કર.”ઊરિયા મહેલમાંથી ચાલ્યો ગયો અને દાઉદે ઊરિયાને ઘેર ભેટ મોકલી.
9 પરંતુ ઊરિયા પોતાને ઘેર ગયો નહિ. અને મહેલના દરવાજા પાસે રાજાના અંગરક્ષકો સાથે તેણે રાત વિતાવી.
10 ઊરિયાએ જે કંઈ કર્યુ હતું તે દાઉદે જાણ્યું, તેણે તેને બોલાવીને પૂછયું, “તને શું થઈ ગયું છે? તું લાંબા પ્રવાસેથી પાછો ફર્યો છે, તું તારે ઘેર કેમ ન ગયો?”
11 ઊરિયાએ પ્રત્યુ્ત્તર આપ્યો, “પવિત્રકોશ, ઇસ્રાએલના અને યહુદાના સેનાપતિઓ મંડપમાં રહે છે. તથા અધિકારી યોઆબ અને રાજાના અમલદારો ખુલ્લામાં છાવણી નાંખી પડયા છે, તેથી હું ઘેર જઈ ખાઈ-પીને પત્ની સાથે સૂવા જાઉં? તે સારું ન કહેવાય હું સમ ખાઇને કહું છું કે, એવું હું કદી નહિ કરું.”
12 ત્યારે દાઉદે ઊરિયાને કહ્યું, “આજની રાત તું અહીં રહે. અને આવતી કાલે હું તને લડાઈમાં પાછો મોકલીશ.”તેથી ઊરિયા તે દિવસે યરૂશાલેમમાં બીજી સવાર સુધી રહ્યો.
13 બીજે દિવસે દાઉદે તેને પોતાની સાથે ખાણી-પાણી માંટે લઇ ગયો; તેણે તેને દારૂ પીવા બોલાવ્યો અને ખૂબ દારૂ પાયો પણ સાંજે ઊરિયા ઘેર જવાને બદલે બહાર જઈ રાજાના અંગરરક્ષકો ભેગો તેઓની પથારી ઉપર મહેલના દરવાજાની બહાર સૂઈ રહ્યો.
14 આખરે બીજી સવારે દાઉદે યોઆબને પત્ર લખ્યો, અને ઊરિયા માંરફતે મોકલી આપ્યો.
15 પત્રમાં તેણે લખ્યું, “જયાં ભીષણ યુદ્ધ ચાલતું હોય ત્યાં આગળ ઊરિયાને મૂકવો અને પછી તમાંરે પાછા હઠી જવું અને એને મરવા દેવો.”
16 તેથી યોઆબે ઘેરી લેવાયેલો નગરની એકદમ નજીકની જગ્યાએ તેને મૂકયો, તે જાણતો હતો કે તે જગ્યાએ શત્રુના શ્રેષ્ઠ માંણસો લડી રહ્યા હતાં.
17 શહેરમાંથી શત્રુઓએ ધસી આવીને યોઆબ ઉપર હુમલો કર્યો અને દાઉદના કેટલાક અમલદારો માંર્યા ગયા. હિત્તી ઊરિયા પણ માંર્યો ગયો.
18 યુદ્ધનો સંપૂર્ણ અહેવાલ યોઆબે દાઉદને મોકલ્યો.
19 અને યોઆબે પણ સંદેશવાહકને કહ્યું કે, “યુદ્ધ વિષે તું રાજાને અહેવાલ સુપ્રત કરી રહે તે પછી
20 “કદાચ તેઓ ગુસ્સે થશે અને પુછશે કે, ‘તમે લડવા માંટે શહેરની નજીક એટલા બધા શા માંટે ગયા? શત્રુઓ ઉપર સૈનિકો તીર છોડશે તેની તમને ખબર નહોતી?
21 શું તેબેસમાં એક સ્ત્રીએ ઘંટીનું પડ ફેંકીને યરૂબ્બેશેથના પુત્ર અબીમેલેખને માંરી નાખ્યો નહોતો? તમે એટલા બધા કોટની નજીક ગયા જ શા માંટે?’ તો તારે એમ કહેવું કે, ‘તમાંરો સેવક ઊરિયા હિત્તી પણ ત્યાં ગયો હતો અને મરી ગયો હતો.’
22 એટલે સંદેશવાહક તો ઊપડયો, અને દાઉદ પાસે પહોંચીને તેણે યોઆબે કહ્યું હતું તે પ્રમાંણે બધું કહી સંભળાવ્યું.
23 તેણે કહ્યું, “શત્રુઓ અમાંરા કરતાં વધુ બળવાન હતા અને અમાંરી સામે લડવા માંટે શહેરમાંથી નીકળીને મેદાનમાં આવ્યાં હતાં. પણ અમે તેમને છેક દરવાજા સુધી પાછા માંરી હટાવ્યાં.
24 ત્યાર બાદ તેઓએ કોટ ઉપરથી અમાંરા ઉપર બાણોનો માંરો ચલાવ્યો અને આપ નામદારના કેટલાક અમલદારો માંર્યા ગયા, આપનો સેવક ઊરિયા હિત્તી પણ માંર્યો ગયો.”
25 દાઉદે સંદેશવાહકને કહું, “યોઆબને હિંમત આપજે, અને કહેજે કે, ‘તે નિરાશ થાય નહિ, તરવાર આડી અવળી એક વ્યકિતને તથા તેની પછીનાને પણ માંરી શકે. નગર પર જોરદાર આક્રમણ કરીને તેનો કબજો મેળવો!”‘
26 જયારે ઊરિયાની પત્ની બાથ-શેબાએ જાણ્યું કે તેના પતિ મૃત્યુ પામ્યા છે, ત્યારે તેણે તેનો શોક પાળ્યો.
27 અને જયારે તેના શોકના દિવસો પૂરા થયા એટલે દાઉદે તેને પોતાના મહેલ પર બોલાવી લીધી. પછી તે તેની પત્ની થઈને રહી અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. પરંતુ દાઉદે જે કૃત્ય કર્યુ તેનાથી યહોવા ખુશ ન હતા.
પ્રકરણ 12

1 પછી યહોવાએ પ્રબોધક નાથાનને દાઉદ પાસે મોકલ્યો, અને તેની પાસે પહોંચ્યા પછી નાથાન બોલ્યો, “એક નગરમાં બે માંણસો રહેતા હતા. એક ધનવાન હતો અને બીજો ગરીબ હતો.
2 શ્રીમંત પાસે ઘણાં ઘેટાં તથા ઢોર હતાં.
3 પણ પેલા ગરીબ માંણસ પાસે એક નાની ઘેટી સિવાય કંઈ જ નહોતું. તેણે ઘણી મુશ્કેલીઓ વેઠીને ખરીધું હતું. તે ઘેટું તેનાં બાળકોને ખૂબ પસંદ હતું. તે તેના ઘરમાં તેના છોકરાઓ ભેગી જ મોટી થતી હતી. તે તેની થાળીમાંથી જમતી, તેના પ્યાલામાંથી પાણી પીતી અને તેના ખોળામાં સૂતી હતી. તે તેને દીકરીની જેમ ઊછેરતો હતો.
4 “એક દિવસ કોઈ યાત્રી પેલા પૈસાદાર માંણસને ત્યાં આવ્યો પણ પોતાનાં ઘેટાંબકરાંમાંથી અથવા ઢોરોને તે માંણસ માંટે રાંધવા માંર્યા નહિ; એટલે તેણે પેલા ગરીબ માંણસના ઘેટાંના બચ્ચાને લઇને પોતાને ત્યાં આવેલા મહેમાંન માંટે રાંધી.”
5 આ સાંભળીને દાઉદ તે માંણસ પર એકદમ ગુસ્સે થયો અને બોલ્યો, “યહોવાના સમ, આવું કાર્ય કરનાર માંણસને મૃત્યુદંડ આપવો જોઈએ.”
6 તે આવી ક્રૂર રીતે વત્ર્યો, ગરીબનું ઘેટું ચોરી લીધું તેથી તેણે તે ગરીબને તે ઘેટાંના બચ્ચાની કિંમતની ચારગણી કિંમત આપવી જ પડશે.”
7 ત્યારે નાથાને દાઉદને કહ્યું, “એ માંણસ તું જ છે. ઇસ્રાએલના દેવ યહોવાએ તને કહેવડાવ્યું છે કે, ‘મેં તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર્યો, તારા ધણી શાઉલના હાથમાંથી તને બચાવ્યો,
8 મેં તેનું રાજય તને આપ્યું, અને તેની સ્ત્રીઓ તને પત્ની તરીકે આપી; મેં તને ઇસ્રાએલ અને યહૂદાનું રાજય આપ્યું, અને આ બધું જો ઓછું પડયું હોત તો તને આવું બીજું ઘણું બધું આપ્યું હોત.
9 તો પછી તેં દેવની આજ્ઞાની ઉપેક્ષા શા માંટે કરી? તેની નજરમાં જે ખોટું છે તે શા માંટે કર્યુ? તેં હિત્તી ઊરિયાને તરવારના ઘાથી માંરી નાખ્યો છે,
10 તેં એ માંણસને આમ્મોનીઓના કબજામાં ફેંકીને માંરી નાખ્યો છે અને તેની પત્નીને તારા ઘરમાં રાખી છે. તરવાર તારા કુટુંબને છોડશે નહિ. તેઁ ઊરિયાની પત્નીને તારી બનાવી, આ રીતે તેં માંરું અપમાંન કર્યુ છે.’
11 તેથી યહોવા કહે છે, ‘હું તારા પર મુશ્કેલીઓ લાવીશ. પોતાના જ કુટુંબીજનો તારા પર આફત લાવશે. હું તારી પત્નીઓને લઈને તારા દેખતાં બીજા માંણસોને આપી દઈશ. અને ધોળે દિવસે જાહેરમાં તેઓ તેની સાથે સૂશે જેથી દરેક જણ જોઇ શકે.
12 તેં જે કયુઁ તે તો ખાનગીમાં કર્યું હતું, પણ હું તો આ કાર્ય ધોળે દહાડે બધા ઇસ્રાએલીઓ જુએ એ રીતે કરીશ.”‘
13 દાઉદે નાથાન સમક્ષ કબૂલ કર્યુ, “મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યુઁ છે.”નાથાને જવાબ આપ્યો, “યહોવાએ તને આ પાપ માંટે પણ ક્ષમાં આપી છે. તું મરીશ નહિ,
14 પણ તેં આમ કરીને જે યહોવાના શત્રુઓનું તેને માંટેનું માંન ગુમાંવડાવ્યું છે, તેથી તારું નવજાત બાળક મરી જશે.”
15 તેથી નાથાન પોતાને ઘેર પાછો ફર્યો. ઊરિયાની પત્નીને દાઉદથી જે સંતાન અવતર્યો તેને યહોવાએ સખત માંદગીમાં પટકયો.
16 દાઉદ તે બાળકને યહોવાની પાસેથી જીવતદાન અપાવવા ખૂબ આજીજી કરી, અને ઉપવાસ કરીને આખી રાત જમીન ઉપર પડી રહ્યો.
17 તેના દરબારીઓએ તેને ભોંય ઉપરથી બેઠો કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઊઠયો નહિ; અને તેમની સાથે તેણે ભોજન પણ લીધું નહિ.
18 સાતમાં દિવસે તે બાળકનું મૃત્યુ થયું. દાઉદને આ સંદેશો આપવાનો હતો જે આપવા ચાકરોની હિંમત ચાલી નહિ, તેમણે વિચાર્યું, “બાળક જીવતું હતું, ત્યારે તો તે આપણું કહેવું સાંભળતો નહોતો, પણ હવે જ્યારે બાળક મરી ગયું છે એમ જો આપણે તેને કહીએ તો તે તેને કાંઇ અનિષ્ટ કરશે.”
19 દાઉદનું ધ્યાન ગયું કે તેના સેવકો એકબીજાના કાનમાં વાતો કરતા હતા, એટલે તે સમજી ગયો કે બાળક મરી ગયું છે. તેથી તેણે પૂછયું, “બાળક મરી ગયુ?”અને તેઓએ કહ્યું, “હા, એ મરી ગયું છે.”
20 પછી દાઉદ ભૂમિ પરથી ઊઠયો, સ્નાન કર્યુ; શરીર પર અત્તર લગાડયું અને નવાં વસ્ત્રો પરિધાન કર્યા, પછી તેણે યહોવાના મંદિરમાં જઈને ભજન કર્યું. પછી તેણે ઘેર જઈને ખાવાનું માંગ્યું અને પીરસ્યું તેટલું ખાધું.
21 દાઉદના ચાકરો વિસ્મય પામ્યા, તેમણે તેને પૂછયું, “આ કેવું? જયારે છોકરો જીવતો હતો ત્યારે તમે અન્ન ત્યાગ કર્યો અને તેને માંટે રડ્યા, પરંતુ અત્યારે હવે તે મૃત્યુ પામ્યો, ત્યારે તમે ઊઠીને ખાધું!”
22 તેણે કહ્યું, “બાળક હજી જીવતું હતું ત્યારે મેં એવું ધારીને અન્ન છોડી દીધું અને હું રડયો કે, કદાચ યહોવા માંરા ઉપર દયા કરે અને બાળક જીવી જાય,
23 પણ હવે એ મરી ગયું છે, ત્યારે હું શા માંટે અન્ન ત્યાગ કરું? હું થોડો જ એને પાછો જીવતો કરી શકવાનો છું? હું જ તેની પાસે જઈશ; તે કંઈ પાછો માંરી પાસે આવવાનો નથી.”
24 ત્યારબાદ દાઉદે તેની પત્ની બાથ-શેબાને આશ્વાસન આપ્યું; પછી તે તેની સાથે સૂતો અને થોડા સમય બાદ તેણે એક પુ્ત્રને જન્મ આપ્યો. દાઉદે તેનું નામ સુલેમાંન પાડયું. અને યહોવાને તેના પર પ્રેમ હતો.
25 એટલે તેણે નાથાન માંરફતે સંદેશો મોકલ્યો કે, યહોવાને માંટે એનું નામ યદીદયા રાખવું,
26 આમ્મોનીઓના પાટનગર રબ્બાહ ઉપર યોઆબે લડાઇ કરી અને તે કબજે કર્યું.
27 યોઆબે સંદેશવાહકો મોકલીને દાઉદને સંદેશો મોકલ્યો : “મેં રબ્બાહ ઉપર હુમલો કર્યો છે અને પાણીના નગરને કબજે કર્યુ છે.
28 તમે બાકીનું લશ્કર ભેગું કરી જાતે શહેરને ઘેરો ઘાલી કબજે કરી લો, નહિ તો માંરે એ કબજે કરવું પડશે, અને એ માંરે નામે ઓળખાશે.”
29 આથી દાઉદ સૈન્ય લઈને રબ્બાહ ગયો અને તેને જીતી લીધું.
30 તે નગરમાંથી પુષ્કળ લૂંટ યરૂશાલેમ લઈ જવામાં આવી. રબ્બાહના રાજાનો મૂલ્યવાન રત્નો જડેલો એક તાલંત સોનાનો મુગટ દાઉદે પોતાના માંથા પર મૂકયો.
31 વળી શહેરના લોકોને લઈ જઈને તેણે તેમની પાસે કરવત, તીકમ અને કુહાડા વડે મજૂરી કરાવી અને તેમને ઇટઁવાડામાં કામે લગાડયા. તેણે આમ્મોનીઓના સર્વ નગરોની આ દશા કરી, અને પછી તે અને તેના બધા માંણસો યરૂશાલેમ પાછા ફર્યા.
પ્રકરણ 13

1 દાઉદના પુત્ર આબ્શાલોમને તામાંર નામે એક સુંદર રૂપાળી બહેન હતી. દાઉદનો પુત્ર આમ્નોન તેના પ્રેમમાં પડયો.
2 આમ્નોનને તે ખૂબ સુંદર લાગી અને તામાંરની એવી મોહિની લાગી હતી કે તે માંદો પડયો, તામાંર કુમાંરિકા હતી અને આમ્નોનને તેને કંઈ અનિષ્ટ કરવાનું વિચાર્યુ નહિ પણ તેને તે જોઇતી જ હતી.
3 પરંતુ યોનાદાબ જે દાઉદના ભાઈ શિમઆહનો પુત્ર હતો, તે તેનો મિત્ર હતો, તે ઘણો પાક્કો હતો.
4 એક દિવસે તેણે આમ્નોનને કહ્યું, “ઓ રાજકુમાંર, તું દિવસે દિવસે આમ સુકાતો કેમ જાય છે? તું રાજાનો પુત્ર છે મને મહેરબાની કરીને કહે તો ખરો?”ત્યારે આમ્નોને કહ્યું, “હું માંરા ભાઈ આબ્શાલોમની બહેન તામાંરના પ્રેમમાં છું.”
5 યોનાદાબે કહ્યું, “હવે, શું કરવું તે હું તને કહીશ, તારા પલંગ પર સૂઈ જા, અને બિમાંર હોવાનો ઢોંગ કર. તારા પિતા તારી ખબર જોવા આવશે, અને જ્યારે તને જોવા આવે ત્યારે તેમને કહેજે કે, માંરી બહેન તામાંરને માંરા માંટે રોટલી પકવવાનું કહો, જ્યારે હું જોઉં અને તે મને પોતે જ પીરશે.”‘
6 આથી આમ્નોન માંદો હોવાનો ઢોંગ કરીને સૂઈ ગયો. રાજા દાઉદ તેને મળવા ગયો એટલે આમ્નોને તેને કહ્યું, “માંરી બહેન તામાંરને અહીં આવીને માંરા દેખતાં એક ભાખરી બનાવી, પોતાને હાથે મને ખવડાવવા દો.”
7 દાઉદ સહમત થયો અને તામાંરને સંદેશો મોકલ્યો કે, “તારા ભાઈ આમ્નોનને ઘેર જઈ તેના માંટે રસોઈ તૈયાર કર.”
8 તામાંર પોતાના ભાઈ આમ્નોનને ઘેર તેના શયનખંડમાં ગઈ, જેથી ભાખરી માંટે લોટ બાંધતા તે તેને જોઈ શકે. તેણે થોડો લોટ લીધો, ગૂંદ્યો અને તેના દેખતાં ભાખરી બનાવીને શેકી.
9 પછી તેણે આમ્નોન આગળ થાળીમાં ભાખરી પીરસી, પણ તેણે ખાવાનો ઇન્કાર કર્યો, અને કહ્યું, “બધાને બહાર મોકલી દો.” એટલે બધા બહાર ચાલ્યા ગયા.
10 પછી તેણે તામાંરને કહ્યું, “હવે અહીં માંરા શયનખંડમાં ખાવાનું લઈ આવ, જેથી હું તારે હાથે ખાઈ શકું.” આથી તામાંરે પોતે બનાવેલી ભાખરી અંદરના ઓરડામાં તેના ભાઈ આમ્નોન પાસે લઈ ગઈ.
11 તામાંર તેને ખાવાનું આપવા ગઈ ત્યારે આમ્નોને તેને પકડી લીધી અને કહ્યું, “આવ, મને પ્રેમ કર, માંરી સાથે સૂઈ જા.”
12 પણ તેણે કહ્યું, “ના, ભાઈ, મને નીચું જોવડાવશો નહિ આવું શરમજનક કરશો નહિ. ઇસ્રાએલમાં આ જાતની ભયંકર બાબત કદી થઇ નથી.
13 શરમની માંરી હું માંરું મોઢું કયાંય બતાવી શકીશ નહિ. અને તમે પણ ઇસ્રાએલમાં એક સામાંન્ય ગુનેગારમાં ખપશો. તમે રાજાને કહોને; મને તમાંરી સાથે પરણવા દે.”
14 પણ તેણે તેની વાત સાંભળી નહિ, તેણે તેના ઉપર બળાત્કાર કરી તેની લાજ લીધી.
15 પછી અચાનક આમ્નોનને તામાંર ઉપર તિરસ્કાર છૂટયો. પહેલાં એને માંટે જેટલો તેને પ્રેમ હતો હવે તેના કરતાં પણ વધારે તેના પ્રત્યે તિરસ્કાર થયો. તે બોલ્યો, “બેઠી થઈ જા અને અહીંથી તુરંત ચાલી જા.”
16 “ના, ભાઈ” તે બોલી, આ રીતે મને કાઢી મૂકવી એ તમે અત્યારે કર્યુ એના કરતાં પણ વધુ ખરાબ છે.”પણ તેણે એની વાત સાંભળી નહિ,
17 તેણે પોતાના અંગત નોકરને બોલાવીને હુકમ કર્યો, “આ સ્ત્રીને માંરા મોઢા આગળથી દૂર કર, એને બહાર કાઢ અને બારણું બંધ કરી દે.”
18 નોકરે તેને બહાર કાઢીને બારણું બંધ કરી દીધું. તે દિવસોના રિવાજ મુજબ રાજાની કુંવરીઓ વિવિધ રંગનાલાંબા ઝભ્ભા પહેરતી હતી, તામાંરે પણ પહેર્યો હતો.
19 તામાંરે પોતાનાં વસ્ત્રો ફાડયાં, પોતાના માંથામાં રાખ નાખી અને બંને હાથ પોતાના માંથા ઉપર મૂકી જોરથી પોક મૂકી રડતી રડતી તે ચાલી ગઈ.
20 તેના ભાઈ આબ્શાલોમે તેને પૂછયું, “તારા ભાઈ આમ્નોને તને ઇજા પહોંચાડી છે? કોઈને કહેતી નહિ, માંરી બહેન. ગમે તેમ તો તે તારો ભાઈ છે. તે માંટે રડીશ નહિ.” આથી તામાંર કાંઇ કહી ન શકી અને પોતાના ભાઈ આબ્શાલોમના ઘરમાં રહી.
21 જયારે દાઉદે આખી વાત જાણી ત્યારે તેને ઘણો ક્રોધ ચડયો.
22 આબ્શાલોમે આ વિષે આમ્નોનને કશું કહ્યું નહિ, પરંતુ આમ્નોને પોતાની બહેન તામાંરનો બળાત્કાર કર્યો હતો તેને લીધે તેને આમ્નોન ઉપર ભારે તિરસ્કાર હતો.
23 પૂરાં બે વર્ષ પછી આબ્શાલોમે પોતાના ઘેટાંનું ઊન ઉતરાવતી વખતે રાજાના બધા પુત્રોને એફ્રાઈમ નજીક બઆલ-હાસોર મુકામે આમંત્રણ આપ્યું.
24 આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું, “અત્યારે તો અમે ઘેટાંની ઊન કાતરી રહ્યાં છીએ, તેથી આપ આપના સેવકો સાથે પધારવાની કૃપા કરશો?”
25 રાજાએ તેને કહ્યું, “ના, માંરા દીકરા, જો અમે સર્વ તારે ઘેર આવીશું તો તને ઘણો જ ભાર પડશે.”આબ્શાલોમે ફરી ફરી વિનંતી કરી; પરંતુ રાજાને જવું ન હતું, અને તેણે આશીર્વાદ આપ્યા નહિ.
26 પણ આબ્શાલોમે કહ્યું, “તો પછી માંરા ભાઈ આમ્નોનને તો મોકલશોને?”રાજાએ પૂછયું, “આમ્નોન જ શા માંટે?”
27 પણ આબ્શાલોમે ફરી આગ્રહ કર્યો, તેથી રાજાએ આમ્નોનને અને પોતાના બધા પુત્રોને જવા દીધા.
28 આબ્શાલોમે પોતાના માંણસોને કહ્યું, “બરાબર ધ્યાન રાખજો, આમ્નોન દાક્ષારસની મસ્તીમાં આવી જાય અને હું એમ કહું કે, આમ્નોનને પૂરો કરો, ત્યારે તેને માંરી નાખવો. ડરશો નહિ, હુકમ કરનાર હું છું. હિંમત રાખજો અને બહાદુરીથી કામ લેજો.”
29 તેથી આબ્શાલોમના યુવાન સૈનિકોએ તેના કહ્યા પ્રમાંણે કર્યું. અને તેઓએ આમ્નોનને માંરી નાખ્યો. પછી રાજાના બીજા પુત્રો ઝડપથી ઊભા થયા અને તેઓના ઘોડાઓ પર સવાર થઈને ભાગી ગયંા.
30 હજી તેઓ યરૂશાલેમના રસ્તામાં હતા, ત્યાં દાઉદને કાને એવી અફવા આવી કે, “આબ્શાલોમે રાજાના બધા પુત્રોને માંરી નાખ્યા છે, એક પણ જીવતો રહેવા પામ્યો નથી.”
31 એટલે રાજાએ ઊભા થઈને પોતાનાં વસ્ત્રો ફાડયાં અને તે ભૂમિ પર પડયો. તેના નોકરોએ પણ ભય અને દુ:ખને કારણે પોતાનાં વસ્ત્રો ફાડયાં.
32 પણ દાઉદના ભાઈ શિમઆહના પુત્ર યોનાદાબે કહ્યું, “હે માંરા ધણી, માંરા રાજા, એમ ન માંનશો કે આપના બધા જ પુત્રો મરી ગયા છે. ફકત આમ્નોનને માંરી નાખ્યો છે. આમ્નોને આબ્શાલોમની બહેન તામાંરનું અપમાંન કર્યુ ત્યારથી આબ્શાલોમે તેનો બદલો લેવાનો નિશ્ચય કર્યો છે.
33 તારા સર્વ પુત્રોનો સંહાર થયો નથી! ફકત આમ્નોન જ માંરી નંખાયો છે.”
34 તે સમય દરમ્યાન આબ્શાલોમ ભાગી ગયો. નગરના પહેરેદારોએ લોકોનું એક મોટું ટોળું ટેકરીની બીજી બાજુથી આવતું જોયું. તેણે રાજાને સમાંચાર આપ્યા કે, કેટલાક માંણસો હોરાનાઈમની દિશામાંથી ટેકરો ઊતરતા જણાય છે.
35 યોનાદાબે રાજાને કહ્યું, “જુઓ, મેં કહ્યું હતું તે પ્રમાંણે તારા પુત્રો આવી રહ્યા છે.”
36 તે બોલી રહ્યો તે જ ક્ષણે, રાજકુમાંરો આવી પહોંચ્યા. અને મોટેથી રડવા લાગ્યા. રાજા અને તેના બધા અમલદારો પણ ખૂબ રડવા લાગ્યા.
37 આબ્શાલોમ નાસી જઈને આમ્મીહૂરના પુત્ર ગશૂરના રાજા તાલ્માંયની પાસે જતો રહ્યો, રાજા દરરોજ તેના પુત્ર માંટે શોક કરતો હતો.
38 આબ્શાલોમ ગશૂરના રાજા પાસે ત્રણ વર્ષ સુધી રહ્યો.
39 આમ્નોનના મૃત્યુનો શોક હળવો થતાં દાઉદ આબ્શાલોમને માંટે ઝૂરવા લાગ્યો.
પ્રકરણ 14

1 સરૂયાના પુત્ર યોઆબને ખ્યાલ આવી ગયો કે રાજા દાઉદનું મન આબ્શાલોમને મળવા ઘણું આતુર છે.
2 તેથી તેણે તકોઓમાંથી એક ચતુર સ્ત્રીને તેને મળવા લઇ આવવા સંદેશો મોકલ્યો. તેને કહ્યું, “તું શોકમાં હોય તેવો ઢોંગ કરજે. શોકનાં વસ્ત્રો ધારણ કરજે. તું લાંબા સમયથી શોકમાં છે તેવો તારો દેખાવ અને વર્તન રાખજે.
3 પછી રાજા પાસે જજે અને મુલાકાત માંગજે, અને પછી રાજાને આ શબ્દો કહેજે.” પછી યોઆબે તેને રાજાને શું કહેવું તે કહ્યું.
4 તે સ્ત્રી રાજા પાસે ગઈ, ભોંય પર પડી, લાંબા થઇને પ્રણામ કર્યા અને કહ્યું, “હે રાજા, મને મદદ કરો.”
5 એટલે રાજાએ પૂછયું, “શું છે?”તે બોલી, “હું વિધવા છું, માંરો પતિ મૃત્યુ પામ્યો છે,
6 માંરે બે પુત્રો હતા, તેઓ બહાર ખેતરમાં ઝઘડતા હતા, ત્યાં તેમને છોડાવનાર કોઈ ન હતું, એટલે તેમાંના એકે બીજાને માંરી નાખ્યો.
7 હવે માંરાં સગાં સંબંધીઓ તથા આખું કુટુંબ માંરી વિરુદ્ધ થઈ ગયાં છે, અને તેઓ એવી માંગણી કરે છે કે, ‘હું માંરો જીવતો રહેલો પુત્ર તેઓને સોંપું, જેથી તેઓ ભાઈનો જીવ લેવા બદલ તેનો જીવ લઈ લે. અને તેના વંશનો અંત આણે.’ જો તેઓ એમ કરે તો માંરો બાકી રહેલો અંગારો પણ બુઝાઈ જાય, અને માંરા પતિનું આ ધરતી ઉપર નામનિશાન કે વારસ ન રહે.”
8 રાજાએ તેને કહ્યું, “તું તારે ઘેર જા, માંરા પર વિશ્વાસ રાખ, તેની હું કાળજી રાખીશ.”
9 પરંતુ તે સ્ત્રી બોલી, “હે માંરા રાજા, દોષ બધો માંરા માંથેને માંરા બાપના કુટુંબને માંથે છે, આપ અને આપની ગાદી નિદોર્ષ છો.”
10 પછી રાજાએ કહ્યું, “જો કોઈ તને ધમકી આપે તો તેને માંરી પાસે લાવજે; તે ફરી કદી તને હેરાન નહિ કરે.”
11 ત્યારે તેણે કહ્યું, “આપ માંરા રાજા, આપના દેવ યહોવાનું નામ લો, અને પ્રતિજ્ઞા લો કે, તમે માંરા સગાસંબધીઓને વેર લેવા નહિ દો અને તેના ભાઇનું ખૂન કરવા બદલ માંરા બીજા પુત્રને માંરવા નહિ દો.”રાજાએ જવાબ આપ્યો, “હું યહોવાના સમ ખાઈને કહું છું કે, તારા પુત્રનો એક વાળ પણ વાંકો નહિ થવા દઉં “
12 પછી તે સ્ત્રીએ કહ્યું, “મુરબ્બીની રજા હોય તો માંરે હજી એક વાત કહેવી છે.”તો રાજાએ કહ્યું, “તું પૂછી શકે છે.”
13 આથી તે સ્ત્રી બોલી, “તો પછી આપે આવી યોજના દેવના લોકો વિરુદ્ધ શા માંટે રચી છે? આપે આપના જે પુત્રને ઘર છોડવા જબરદસ્તી કરી હતી તેને પાછા લાવ્યા નથી. આપ જે કહો છો તેમાં આપ પોતે જ પોતાને ગુનેગાર ઠરાવો છો.
14 આપણે સૌ મૃત્યુ પામવાના છીએ. આપણે એક દિવસ જમીન પર ઢોળાયેલા પાણી જેવા થઇશું એ કાંઈ પાછું ભેગું થાય નહિ. દેવ લોકોને માંફ કરે છે. તે લોકો માંટે, જેને જબરદસ્તી સુરક્ષા માંટે ભાગવું પડે છે. પાછા બોલાવવાની યોજના બનાવે છે. તે તેઓને તેનાથી ભાગી જવા બળજબરી કરતા નથી.
15 માંરા મુરબ્બી, રાજાને હું એ કહેવા માંટે આવી છું, કારણ કે લોકોએ મને ગભરાવી અને કહ્યું કે, ‘જો હું રાજાને કહું; તો માંરે જે કાંઇ તેની પાસે કરાવવું હશે તેઓ કદાચ માંરી માંગણી પૂરી કરશે.
16 તેઓ માંરી વાત ધ્યાન પર લેશે અને જે માંણસ મને અને માંરા પુત્રને માંરી નાખી; અમને ઇસ્રાએલથી દેવે પોતાના લોકોને આપેલી ભૂમિમાંથી મીટાવી દેવા ઈચ્છે છે તેનાથી મને બચાવશે.’
17 તેથી મેં માંરી જાતને કહ્યું કારણ, આપ તો દેવના દૂત જેવા છો, તમને સરખી સમજ શકિત છે. અને સારાસારનો વિવેક કરી શકો છો, અને યહોવા આપની સાથે છે.”
18 એટલે રાજાએ તે સ્ત્રીને કહ્યું, “હું તને એક વાત પૂછું છું તેનો સાચો જવાબ આપજે.”સ્ત્રીએ કહ્યું, “માંરા ધણી, માંરા રાજા કૃપા કરી પૂછો.”
19 રાજાએ પૂછયું, “આ બધામાં તારી સાથે યોઆબ સંડોવાયેલ છે?”સ્ત્રીએ કહ્યું, “આપના સમ ધણી, આપના પ્રશ્ર્નનો ઉત્તર ટાળી શકાય તેમ નથી. માંરે સાચું જ કહેવું પડશે, આપના સેવક યોઆબે જ મને અહીં મોકલી છે. અને આમ કહેવા કહ્યું છે.
20 સમગ્ર વાતને જુદું રૂપ આપવા માંટે જ તેણે આમ કર્યું હતું. માંરા દેવ, આપ તો દેવના દૂત જેવા જ્ઞાની છો અને પૃથ્વી પર શું થઈ રહ્યું છે તે બધુંય આપ જાણો છો.”
21 રાજા દાઉદે યોઆબને કહ્યું, “મેં જે વચન આપ્યું છે તે પ્રમાંણે હું કરીશ. જાવ અને યુવાન આબ્શાલોમને પાછો ઘરે લઇ આવો.
22 યોઆબે રાજાને પ્રણામ કર્યા અને રાજાને આશીર્વાદ આપ્યા અને કહ્યું, “હવે મને ખાતરી થઈ કે, આપ માંરા પર પ્રસન્ન છો, આપે માંરું સાંભળ્યું છે.”
23 યોઆબ તરત જ ગશૂર ગયો અને આબ્શાલોમને યરૂશાલેમ લઈ આવ્યો.
24 પણ રાજાએ કહ્યું, “તે પોતાના નિવાસસ્થાને રહેવા જાય, તે અહીં ન આવે. હું તેને જોવા માંગતો નથી.” તેથી આબ્શાલોમ તેના ઘેર ગયો અને રાજાને મળ્યો નહિ.
25 આખા ઇસ્રાએલમાં દેખાવડો અને સુંદર આબ્શાલોમ જેવો વિખ્યાત બીજો કોઈ પુરુષ નહોતો. પગથી માંથા સુધી તેનામાં કોઈ દોષ નહોતો.
26 તેના વાળ બોજારૂપ બની જતા હતા ત્યારે તે દર વરસે વાળ ઉતરાવતો અને ત્યારે તે વાળનું વજન શાહી કાટલાં મુજબ આશરે પાંચ રતલ થતું.
27 આબ્શાલોમને ત્રણ પુત્રો થયા હતા અને તામાંર નામે એક પુત્રી હતી, તે ખૂબ રૂપાળી હતી.
28 આબ્શાલોમ યરૂશાલેમ આવ્યો, તેને બે વર્ષ થઈ ગયા, પણ તે કદી રાજા આગળ ગયો નહિ.
29 ત્યાર પછી આબ્શાલોમે તેને માંટે રાજા સામે જવા સંદેશો મોકલવા યોઆબને સંદેશો મોકલાવ્યો, પણ યોઆબે આવવાની; આબ્શાલોમ સાથે વાત કરવાની ના પાડી, આબ્શાલોમે ફરી સંદેશો મોકલ્યો, તો પણ યોઆબે આવવાની ના પાડી.
30 ત્યારે આબ્શાલોમે પોતાના નોકરોને મોકલ્યા, “અને તેઓને જઈને આબ્શાલોમના ખેતરની પાસે આવેલા યોઆબના જવના ખેતરને બાળી નાખવાનું કહ્યું.”આથી આબ્શાલોમના નોકરોએ ખેતરોને બાળી નાખ્યાં.
31 યોઆબ આબ્શાલોમને ઘેર તરત જ પહોંચી ગયો અને પૂછવા લાગ્યો. “તારા નોકરોએ માંરા ખેતરને આગ શા માંટે ચાંપી?”
32 આબ્શાલોમે કહ્યું, “માંરી ઇચ્છા એવી છે કે તું રાજાને એમ પૂછ કે, જો તે મને જોવા ઇચ્છતો નથી તો મને શા માંટે ગશૂરમાંથી પાછો બોલાવ્યો છે? હું ત્યાં જ રહ્યો હોત તો માંરા માંટે વધારે સારું હતું. માંરે રાજાની સાથે મુલાકાત કરવી છે, અને જો મેં કંઈ પાપ કર્યું હોય એમ તેમને લાગે તો મને મોતની સજા કરી શકે છે.”
33 આબ્શાલોમે જે કહ્યું હતું તે યોઆબે જઈને રાજાને કહ્યું; રાજાએ આબ્શાલોમને તેડાવ્યો, તેણે જઈને ભોંય પર પડીને લાંબા થઈને રાજાને પ્રણામ કર્યા અને દાઉદે આબ્શાલોમને ચુંબન કર્યુ અને ભેટી પડયો.
પ્રકરણ 15

1 ત્યારબાદ આબ્શાલોમે પોતા માંટે રથ તથા ઘોડાઓની તજવીજ કરી. તે રથ ચલાવતો હોય ત્યારે તેની આગળ દોડવા પચાસ માંણસો રાખ્યા હતા.
2 તે પ્રતિદિન સવારે વહેલો ઊઠતો અને શહેરના દરવાજાના રસ્તા પાસે જઈને ઊભો રહેતો, અને જયારે જયારે કોઈ માંણસ રાજા પાસે ફરિયાદ લઈ ન્યાય કરાવવા આવતો ત્યારે આબ્શાલોમ તેને પોતાની પાસે બોલાવતો, અને પૂછતો કે, “તું કયાંથી આવે છે?” પેલો માંણસ જવાબ આપતો, “સાહેબ, હું ઇસ્રાએલના ફલાણા કુળસમૂહમાંથી આવું છું.”
3 ત્યારે આબ્શાલોમ તેને કહેતો, “ઓ ભાઈ, તું સાચો છે, પણ રાજા દાઉદ તને સાંભળશે નહિ.”
4 અને પોતાને કહેતો, “હું ન્યાયાધીશ હોત તો કેવું સારુ હતું! તો કોઈને જટિલ સમસ્યા કે કોઇ કારણ હોય તે માંરી પાસે આવત, અને હું તેને ન્યાય આપત.”
5 અને જો કોઈ માંણસ આબ્શાલોમ પાસે એને પ્રણામ કરવા આવે તો આબ્શાલોમ તેનો હાથ લંબાવી તે વ્યકિતને બાથમાં લઈ અને તેને ચુંબન કરતો.
6 રાજા પાસે ન્યાય મેળવવા આવતા એકેએક ઇસ્રાએલી સાથે આબ્શાલોમ આ રીતે વર્તતો અને એમ કરીને તેણે ઇસ્રાએલીઓનાં હૃદય જીતી લીધાં.
7 ચાર વર્ષ પછીઆબ્શાલોમે રાજાને કહ્યું, “ઓ ધણી, મેં યહોવા આગળ એક પ્રતિજ્ઞા લીધી છે, તેથી મને હેબ્રોન જવા પરવાનગી આપો. માંરે માંરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવી છે.
8 હું જયારે અરામમાં આવેલા ગશૂરમાં રહેતો હતો, ત્યારે મેં યહોવાની એવી માંનતા રાખી હતી કે, જો ‘યહોવા મને પાછો યરૂશાલેમ લાવશે, તો હું યહોવાની સેવા કરીશ.”
9 એટલે રાજાએ કહ્યું, “ઠીક, સુખેથી જા, જઈને તારી માંનતા પૂર્ણ કર.”આથી આબ્શાલોમ હેબ્રોન ગયો.
10 પણ તેણે ઇસ્રાએલના બધા કુળસમૂહોમાં જાસૂસો મોકલીને સંદેશો કહેવડાવ્યો કે, “રણશિંગડાનો અવાજ સાંભળો કે તરત જ તમે પોકાર કરજો કે, ‘આબ્શાલોમ હેબ્રોનમાં રાજા બન્યા છે.”‘
11 યરૂશાલેમથી 200 માંણસો આબ્શાલોમની સાથે ગયા હતા, પરંતુ તેઓને તેના કાવતરા સંબંધી કાંઈ જ જાણ ન હતી.
12 આબ્શાલોમે રાજા દાઉદના સલાહકારોમાંનો એક અહીથોફેલને એના નગર ગીલોનીથી બોલાવ્યો, તે વખતે આબ્શાલોમ યજ્ઞ અર્પણ કરતો હતો. આબ્શાલોમનું કાવત્રું સારી રીતે પાર પડી રહ્યું હતું અને ઘણા લોકો તેને સાથ આપી રહ્યાં હતા. આબ્શાલોમના ટેકેદારોની સંખ્યા પણ વધતી ગઈ.
13 એક સંદેશવાહકે યરૂશાલેમમાં દાઉદને જઇને કહ્યું, “ઇસ્રાએલની પ્રજાએ આબ્શાલોમને અનુસરવાનું શરું કર્યુ છે.”
14 તેથી તરત જ દાઉદે પોતાના અમલદારોને કહ્યું, “આપણે અહીંથી તાબડતોબ ચાલ્યા જઈએ અને પલાયન થઇ જઇએ નહિ તો આબ્શાલોમ થોડી વારમાં જ અહીં આવશે, તે આપણને પકડશે, આપણો સંહાર કરશે અને યરૂશાલેમના લોકોને માંરી નાખશે.”
15 રાજાના અમલદારોએ દાઉદને કહ્યું, “આપ જેમ કહેશો તેમ અમે કરશું અમે આપના સેવકો છીએ.”
16 તેથી રાજા પોતાના આખા પરિવાર સાથે ચાલી નીકળ્યો. ફકત દસ ઉપપત્નીઓને મહેલની સંભાળ રાખવા પાછળ મૂકતો ગયો.
17 પછી રાજા અને તેના બધાં માંણસો નગર છોડીને નીકળ્યાં ત્યારે તેઓ છેલ્લા ઘર આગળ થોભી ગયાં.
18 રાજાના સર્વ અંગરરક્ષકો કરેથીઓ અને પલેથીઓ અને તેની સાથે ગાથથી આવેલા 600 માંણસો રાજાની બાજુએ થઇને પસાર થયા.
19 ત્યારે રાજાએ ગાથથી આવેલા ઇત્તાયને કહ્યું, “અરે, તમે બધાં શા માંટે માંરી સાથે આવો છો? પાછા જાઓ અને નવા રાજા સાથે રહો; કારણ તમે બધાં પરદેશીઓ છો અને તમાંરા પોતાના દેશમાંથી આવેલા છો.
20 તમે તો હજી ગઈ કાલે જ આવ્યા છો, તો પછી માંરે તમને માંરી સાથે સ્થળે સ્થળે શા માંટે રખડાવવા જોઈએ? તમાંરા માંણસોને લઇને પાછા જાવ. તમાંરા પ્રત્યે સદવ્યવહાર અને વફાદારી દર્શાવાય.”
21 પરંતુ ઇત્તાયએ કહ્યું, “યહોવાના અને આપના સમ ખાઈને કહું છું કે, માંરા દેવ, અને રાજા, જયાં ક્યાંય પણ આપ જશો, હું તમાંરી સાથે જઇશ, પછી ભલે મરવું પડે તોય.”
22 ત્યારે દાઉદે ઇત્તાયને કહ્યું, “સારું, આગળ વધો, એટલે ઇત્તાય પોતાના બધા માંણસો અને પરિવારને લઈને રાજા આગળથી પસાર થયો.
23 આખા લશ્કરે આગળ કૂચ કરી ત્યારે બધા લોકો મોટેથી રડવા લાગ્યા. પછી રાજા કિદ્રોનના નાળાને વટાવી ગયો ત્યારે બધાં લોકો બહાર નિર્જન પ્રદેશ તરફ ગયા.
24 સાદોક તથા તેની સાથેના સર્વ લેવીઓ દેવના પવિત્રકોશને ઉંચકીને જતા હતા. તેઓ થોભ્યા અને તેને નીચે મૂક્યો અને અબ્યાથારે સર્વ લોકો યરૂશાલેમ છોડીને ગયા ત્યાં સુધી પ્રાર્થના કરી.
25 ત્યારબાદ રાજાએ સાદોકને કહ્યું, “દેવના પવિત્રકોશને નગરમાં પાછો લઈ જા. જો યહોવા માંરા પર પ્રસન્ન હશે તો કોઇક દિવસ મને પવિત્રકોશ અને દેવનું મંદિર જોવા માંટે મને પાછો આવવા દેશે.
26 પણ જો યહોવા માંરા પર પ્રસન્ન ન હોય તો તેમની નજરમાં માંરા માંટે જે સાચું લાગશે તે કરશે.”
27 રાજાએ યાજક સાદોકને કહ્યું, “તું એક પ્રબોધક છે. તારા પુત્ર અહીમાંઆસ તથા અબ્યાથારના પુત્ર યોનાથાનને તારી સાથે લઈ અને તારા નગરમાં શાંતિથી જા.
28 જ્યાં લોકો નદી ઓળંગી અને રણમાં જાય છે, તે સ્થળોએ તમાંરો સંદેશ મેળવવાની રાહ જોઈશ; હું અરણ્યમાં ભાગી જાઉં તે પહેલાં યરૂશાલેમમાં શું બને છે તેની માંહિતી મને મોકલાવજે.”
29 આથી સાદોક અને અબ્યાથાર દેવના પવિત્રકોશને લઇને પાછા યરૂશાલેમ ગયા અને તેઓ ત્યાં જ રહ્યાં.
30 દાઉદ જૈતૂનના પર્વતો પર રૂદન કરતો કરતો ચડવા લાગ્યો, શોકને કારણે તેણે માંથું ઢાંકેલું રાખ્યું હતું અને તેના પગ ઉઘાડા હતા, તેની સાથેના બધાં માંણસો પણ ઢાંકેલા માંથે રૂદન કરતાં કરતાં ચડતાં હતાં.
31 જયારે કોઈકે દાઉદને કહ્યું કે “અહીથોફેલ જે લોકોએ આબ્શાલોમની સાથે યોજના બનાવી છે.” તેની સાથે ભેગો ભળી ગયો છે, દાઉદે પ્રાર્થના કરી: “ઓ યહોવા, કૃપા કરીને અહીથોફેલની સલાહને નિરર્થક બનાવજે.”
32 દાઉદ ટેકરીના શિખર પર પહોંચ્યો જ્યાં તે દેવની ઉપાસના કરવા ઘણીવાર જતો હતો, ત્યાં તે તેના મિત્ર આકીર્ હૂશાયને મળ્યો. શોકમાં તેણે પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં અને માંથા પર ધૂળ નાખી હતી.
33 દાઉદે તેને કહ્યું, “તું જો માંરી સાથે આવીશ તો મને ભારરૂપ થઈ પડીશ.
34 પણ જો તું નગરમાં જઈને આબ્શાલોમને કહે કે, ‘હું આપની સેવા કરીશ, મેં આપના પિતાની સેવા કરી હતી પરંતુ હવે હું આપની સેવા કરીશ.’ આ રીતે તું અહીથોફલની સલાહ નિરર્થક બનાવી દઇશ.
35 યાજક સાદોક અને અબ્યાથાર પણ ત્યાં તારી સાથે જ હશે. રાજાના મહેલમાં તું સાંભળે તે સર્વ અને સર્વ યોજનાઓ કરવામાં આવે, તેની જાણ તું તેઓને કહેતો રહેજે.
36 તેમની સાથે સાદોકનો પુત્ર અહીમાંઆસ અને અબ્યાથારનો પુત્ર યોનાથાન છે. તું જે કંઈ સાંભળે, તે તેમની માંરફતે મને પહોંચાડતો રહેજે.”
37 તેથી આબ્શાલોમ યરૂશાલેમમાં દાખલ થતો હતો ત્યાં જ દાઉદનો મિત્ર હૂશાય પાછો નગરમાં આવ્યો.
પ્રકરણ 16

1 દાઉદ પર્વતના શિખરથી સહેજ આગળ ગયો ત્યાં તેને મફીબોશેથનો નોકર સીબા મળ્યો, તેની પાસે બે ગધેડાં હતાં, અને તેમનાં પર
20 0 સૂકી રોટલી,
10 0 દ્રાક્ષોવાળી મીઠી પાંઉરોટી,
10 0 ઉનાળાની ઋતુનાં ફળ અને એક બરણી ભરીને દાક્ષારસ હતો.
2 સીબાને રાજાએ પૂછયું, “તું આ બધું શા માંટે લાવ્યો છે?”સીબાએ જવાબ આપ્યો, “આ ગધેડાં રાજાના કુટુંબના સભ્યો માંટે છે. રોટલી અને ઉનાળાની ઋતુનાં ફળ તમાંરા યુવાન નોકરો માંટે છે. અને આ દ્રાક્ષારસ તમાંરામાંથી જે કોઈને રણમાં નબળાઇ લાગે તેને પીવા માંટે છે.”
3 રાજાએ તેને સવાલ કર્યો, “તારા ધણી શાઉલનો પૌત્ર મફીબોશેથ કયાં છે?”સીબાએ કહ્યું, “તે યરૂશાલેમમાં રહે છે, કારણ, ‘તેને એમ લાગે છે કે, હવે ઇસ્રાએલીઓ તેના દાદા શાઉલનું રાજય તેને પાછું આપશે.”‘
4 રાજાએ સીબાને કહ્યું, “મફીબોશેથનું જે કંઈં છે તે બધું હવે તારું છે.”સીબાએ કહ્યું, “ઓ પ્રભુ, માંરા રાજા, હું આપને પ્રણામ કરું છું. અને હું સદા આપને પ્રસન્ન કરતો રહું.”
5 દાઉદ રાજા બાહૂરીમ પાસે પહોંચ્યો ત્યાં, તેઓને શાઉલના કુટુંબનો માંણસ ગેરાનો પુત્ર જેનું નામ શિમઈ હતું, તે તેઓને શાપ દેતો દેતો આગળ આવ્યો.
6 દાઉદના બધા અગંરક્ષકોને દાઉદની ડાબી અને જમણી બાજુએ તેનું રક્ષણ કરવા ફરી વળ્યાં હતાં, કારણકે શિમઇએ દાઉદ અને તેના અમલદારો ઉપર પથ્થર ફેંકવાની કોશિષ કરી હતી.
7 તેણે દાઉદને અપશબ્દો કહ્યાં, “ઓ ખૂન કરનાર, લોહી તરસ્યા! અહીંથી ચાલ્યો જા!
8 તેં શાઉલનું રાજય લઇ લીધું છે. અને તેં જે ખૂન કર્યું અને દરેકને માંરી નાખ્યા; તેનો બદલો દેવ તારા ઉપર લઈ રહ્યા છે, તેથી યહોવાએ તારું રાજય લઇ લીધું અને તારા પુત્ર આબ્શાલોમને આપ્યું છે. ઓ ખૂની, તને તારા પાપોની સજા મળી રહી છે!”
9 ત્યારે સરૂયાના પુત્ર અબીશાયે દાઉદને કહ્યું, “માંરા પ્રભુ માંરા રાજા, આપ આ મરેલા કૂતરાં જેવાને શા માંટે આપને શાપ આપવા દો છો? મને જઇને તેનું માંથું ધડથી જુદું કરવાની મંજૂરી આપો.”
10 પરંતુ રાજાએ અબીશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “ઓ સરૂયાના પુત્ર, તને શું થયું છે? જો તેઓને યહોવાએ કહ્યું હોય કે, ‘દાઉદને શાપ આપ,’ તો તમે એને પ્રશ્ર્ન કરવાવાળા કોણ છો? તું આમ શા માંટે કરે છે? અને કયા કારણથી?”
11 દાઉદે અબીશાયને અને બીજા બધા અમલદારોને કહ્યું, “જો માંરો સગો પુત્ર માંરો જીવ લેવા તૈયાર હોય તો આ બિન્યામીનના કુળસમૂહના માંણસને એમ કરવાનો વધુ અધિકાર છે. તેને મને શાપ આપવા દો. યહોવાએ તેને આમ કરવા કહ્યું છે.
12 કદાચ યહોવા માંરા દુ:ખ સામે જોશે અને આજના આ શાપને બદલે મને આશીર્વાદ આપશે.”
13 આથી દાઉદ અને તેના માંણસોએ આગળ ચાલવા માંડયું અને શિમઈ નજીકની ટેકરીઓ પર ધારે ધારે તેઓની ઝડપે તેઓની સાથે થવા જ ચાલતો હતો અને ચાલતાં ચાલતાં તે દાઉદને શાપ આપતો જતો હતો, અને દાઉદ પર પથરા ફેંકતો હતો. અને ધૂળ ઉડાડતો હતો.
14 રાજા અને તેના માંણસો યર્દન નદી પહોંચ્યા ત્યારે તેઓ સર્વ થાકી ગયા હતાં, આથી તેમણે ત્યાં વિશ્રામ કર્યો.
15 આબ્શાલોમ અને બધા ઇસ્રાએલીઓએ યરૂશાલેમમાં પ્રવેશ કર્યો અને અહીથોફેલ તેમની સાથે આવ્યો.
16 દાઉદનો મિત્ર આકીર્હૂશાય જયારે આબ્શાલોમને મળ્યો ત્યારે તેણે તેને કહ્યું, “નામદાર રાજા, ઘણું જીવો! નામદાર રાજા ઘણું જીવો.”
17 પરંતુ આબ્શાલોમે તેને કહ્યું, “શું તારા મિત્ર પ્રત્યેની તારી આવી જ વફાદારી છે? તું તારા મિત્ર દાઉદ સાથે શા માંટે ન ગયો?”
18 હૂશાયે તેને જવાબ આપ્યો, “એ શી રીતે બને? જેને યહોવાએ, આ લોકોએ તથા ઇસ્રાએલના સર્વ માંણસોએ પસંદ કર્યો, તેનો જ હું થઈશ, ને તેના જ પક્ષમાં હું રહીશ.
19 વળી, જો હું માંરા ધણીના પુત્રની સેવા ન કરું તો કોની સેવા કરવાનો હતો? મેં આપના પિતાની હજૂરમાં સેવા કરી હતી તેમ તારી હજૂરમાં પણ હું સેવા કરીશ.”
20 પછી આબ્શાલોમે અહીથોફેલને કહ્યું, “હવે આપણે શું કરવું તે વિષે તું મને તારી સલાહ આપ.”
21 અહીથોફેલે તેને કહ્યું, “આપના પિતા તેની થોડી ઉપપત્નીઓને મહેલમાં તેની સંભાળ લેવા માંટે મૂકી ગયા હતા, જાઓ અને તેમની આબરૂ લો. તેથી સર્વ ઇસ્રાએલીઓને જાણ થશે કે, આપને આપના પિતા સાથે દુશ્મનાવટ છે. અને આપના ટેકેદારોને હિંમત મળશે.”
22 તેથી તે લોકોએ મહેલની અગાસી ઉપર માંડવો કર્યો અને સૌ ઇસ્રાએલીઓના દેખતાં તે પોતાના પિતાની ઉપપત્નીઓ સાથે સૂતો.
23 તે સમયમાં અહિથોફલની સલાહ દેવનીવાણી જેવીજ માંનવામાં આવતી હતી. દાઉદ અને આબ્શાલોમ પણ અહીથોફેલની સલાહને એ જ પ્રમાંણે માંનતા હતંા.
પ્રકરણ 17

1 અહીથોફેલે આબ્શાલોમને કહ્યું, “આજે રાત્રે મને
12 ,000 માંણસો પસંદ કરવા દો. હું આજે રાત્રે જ દાઉદનો પીછો કરવા નીકળી પડીશ.
2 જયારે તે થાકેલો અને હતાશ હશે ત્યારે હું તેની પાસે જઇશ અને તેને ગભરાવીશ. અને તેના બધા માંણોસો ભાગી જશે અને હું જ રાજાને માંરી નાખીશ.
3 અને તેના બધા માંણસોને, તારી પાસે પાછા લાવીશ. તમાંરે તો ફકત એક જ માંણસને માંરવાનો છે, બીજા બધા સુરક્ષિત રહેશે.”
4 આબ્શાલોમ અને ઇસ્રાએલના આગેવાનોને આ સલાહ ગમી.
5 પછી આબ્શાલોમે કહ્યું, “આકીર્ હૂશાયને બોલાવો. આ યોજના સંબંધી તે શું વિચારે છે તે તેને પૂછો.”
6 હૂશાય આવ્યો એટલે આબ્શાલોમે તેને કહ્યું, “અહીથોફેલ કહે છે, તે મુજબ અમે કરીએ? જો તેમ કરવું યોગ્ય ના હોય તો પછી શું કરવું તે તું જ કહે.”
7 હૂશાયે જવાબ આપ્યો, “આ વખતે અહીથોફેલે જે સલાહ આપી છે તે અયોગ્ય છે.”
8 તને ખબર છે કે, તારા પિતા અને તેના માંણસો બહુ હિંમતવાન છે. જેમ બચ્ચાં છીનવી લીધેલ જંગલી રીંછણ જોખમકારક બની જાય છે, તેવી જ રીતે તારા પિતા અને તેના માંણસો ભયાવહ છે. તારા પિતા એક અનુભવી યોદ્ધા છે, અને રાત્રે તે તેના લશ્કર સાથે રહેતા નથી.
9 આ સમયે તે કોઈ ગુફામાં કે ઊંડી સાંકડી ખીણમાં સંતાયેલો હશે. તે તેના સંતાઇ રહેવાના સ્થાનેથી અચાનક બહાર આવશે અને સૌથી પહેલા તારા માંણસો પર હુમલો કરશે પછી જે કોઇ આ વિષે સાંભળશે તેઓ કહેશે. ‘આબ્શાલોમના લોકોનો સંહાર થઈ રહ્યો છે.’
10 ત્યાર પછી સિંહ જેવા બહાદુર માંણસો પણ નિરાશ થઇ જશે. અને હાર માંની લેશે. કારણ આખું ઇસ્રાએલ જાણે છે કે તારા પિતા શૂરવીર યોદ્ધા છે અને તેના માંણસો પણ.
11 “તેથી માંરી સલાહ છે કે, દાનથી બેર-શેબા સુધીના સર્વ ઇસ્રાએલીઓને તેઓ સૌનેે તું એકઠા કર. આમ સમુદ્રની રેતીની જેમ ઘણાં સૈનિકોથી તારું સૈન્ય વિશાળ થઇ જશે, અને પછી તારે જાતે જ યુદ્ધનાં લશ્કરની આગેવાની લેવી પડશે.
12 દાઉદ જયાં હશે, ત્યાંથી આપણે તેને શોધી કાઢીશું. અને ઝાકળ જેમ જમીન પર પડે છે તેમ આપણે તેના ઉપર હુમલો કરીશું અને તેને કે તેના લશ્કરના એક પણ માંણસને આપણે જીવતો જવા નહિ દઈએ, અને દરેકને માંરી નાંખીશું.
13 અને જો કોઈ નગરમાં ભાગી ગયો હશે, તો સર્વ ઇસ્રાએલીઓ દોરડાં લઈ તેની દીવાલ તોડી પાડશે. અને તેઓને ખીણમાં ઘસડીને લઇ જશે અને એક નાની કાંકરીએ નગરમાં રહેવા નહિ પામે.”
14 ત્યારબાદ આબ્શાલોમે તથા ઇસ્રાએલના સર્વ આગેવાનોએ કહ્યું, “હૂશાયની સલાહ અહીથોફેલની સલાહ કરતા વધારે સારી છે.” યહોવાએ અહીથોફેલની સારી સલાહને મીટાવી દેવાનું નક્કી કર્યુ હતું, જેથી દેવ આબ્શાલોમનું ખરાબ કરે.
15 હૂશાયે યાજક સાદોક અને અબ્યાથારને કહ્યું, “અહીથોફેલ આબ્શાલોમને અને ઇસ્રાએલીના આગેવાનોને આ પ્રમાંણેની સલાહ આપી હતી, પણ મેં આ મુજબની સલાહ આપી હતી.
16 હૂશાયએ તેઓને કહ્યું, ઉતાવળ કરો, દાઉદને શોધી કાઢો અને તેને કહો જે સ્થળો ઓળંગીને લોકો રણમાં જાય છે ત્યાં આજે રાત્રે ન રહે એને કહો તે તાત્કાલિક યર્દન નદી ઓળંગી જાય, નહિ તો રાજા અને તેના સર્વ માંણસો માંર્યા જશે.”
17 યોનાથાન અને અહીમાંઆસ એન-રોગેલ પાસે થોભ્યા હતા, કારણ કે જો તેઓ શહેરમાં દાખલ થાય તો કોઈ જોઈ જાય એક દાસી જે કાંઇ બને તે તેમને જઈને કહેતી હતી અને ત્યારબાદ તેઓ જે કાંઇ બન્યું હોય તે રાજા દાઉદને જણાવતાં હતાં.
18 પરંતુ યોનાથાન અને અહીમાંઆસને એક છોકરો જોઈ ગયો અને તે આબ્શાલોમને કહેવા દોડી ગયો આથી એ બે જણા તાબડતોબ ‘બાહૂરીમ’ પાસે એક માંણસને ઘેર ગયા. ત્યાં તેના ફળિયામાં એક કૂવો હતો, તેમાં તેઓ નીચે ઊતરી ગયાં.
19 તે માંણસની પત્નીએ કૂવા પર એક ચાદર પાથરી. અને તેના પર સૂકવવા અનાજ પાથરી દીધું, જેથી કોઈને કશી ખબર ન પડે.
20 આબ્શાલોમના અમલદારોએ ઘેર આવીને તે સ્ત્રીને પૂછયું, “અહીમાંઆસ અને યોનાથાન કયાં છે?”તે સ્ત્રીએ કહ્યુ. “તેઓ તો નદી ઓળંગીને ચાલ્યા ગયા છે.”તે માંણસોએ તેમની શોધ કરી પણ સફળતા મળી નહિ, એટલે તેઓ યરૂશાલેમ પાછા ફર્યા.
21 તેમના ગયા પછી પેલા બે માંણસોએ કૂવામાંથી બહાર નીકળી રાજા દાઉદ પાસે જઈને કહ્યું, “ઝટ કરો, આજે રાત્રે જ યર્દન નદીની પાર જતા રહો!” અહીથોફેલે દાઉદને બંદીવાન કરી તેનો સંહાર કરવા જે સલાહ આપી હતી તે તેઓ તેને કહી સંભળાવી.
22 આથી દાઉદ અને તેની સાથેના માંણસો યર્દન નદી ઓળંગવા લાગ્યા અને સૂર્યોદય થતાં પહેલાં બધા સામે પાર પહોંચી ગયા.
23 અહીથોફેલે જોયું કે પોતાની સલાહ માંનવામાં આવી ન હતી, ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું અને પોતાના નગરમાં ગયો; પોતાના કુટુંબની વ્યવસ્થા કરીને પછી તે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને મરી ગયો. અને તેને તેના પિતાની કબર પાસે દફનાવવામાં આવ્યો.
24 તે પછી દાઉદ ઉતાવળથી માંહનાઈમ ગયો, તે દરમ્યાન આબ્શાલોમે ઇસ્રાએલના સમગ્ર પ્રજાજનો સાથે યર્દન ઓળંગી.
25 અને આબ્શાલોમે યોઆબની જગાએ અમાંસાને લશ્કરનો સેનાપતિ નીમ્યો. અમાંસા યિર્થા ઇસ્રાએલીનો પુત્ર હતો. તેની માં ઇસ્રાએલી હતી અને તેનું નામ અબીગાઈલ હતું. તે નાહાશની પુત્રી અને યોઆબની માં સરૂયાની બહેન હતી.
26 આબ્શાલોમ અને ઇસ્રાએલીઓએ ગિલયાદના પ્રદેશમાં છાવણી નાખી.
27 જયારે દાઉદ મહાનાઈમ પહોંચ્યો ત્યારે તે રાબ્બાહના આમ્મોની નાહાશનો પુત્ર શોબીને લો દબારના આમ્મીએલનો પુત્ર માંખીર, તથા રોગલીમનો, ગિલયાદીના બાઝિર્લ્લાયને મળ્યો.
28 તેઓ ખાટલા, વાસણો, હાઁલ્લાં, ઘઉં, જવ, લોટ, અને ધાણી કઠોળ અને મસૂર,
29 મધ અને દહીં, ઘેટાં અને પનીર લઈને તેમને મળ્યા, અને આ બધું દાઉદને અને તેનાં મૅંણસોને ખાવા માંટે આપ્યું, તેઓને થયું કે, “એ લોકો રાનમાં ભૂખ્યાં-તરસ્યાં થયા હશે અને થાકી ગયાં હશે.”
પ્રકરણ 18

1 રાજા દાઉદે તેના લશ્કરની ગણતરી કરી. અને તેણે 1,000 માંણસો પર અને
10 0 માંણસો પરના પદવીધર અલગ અલગ નીમ્યા.
2 ત્યાર પછી તેણે સેનાને ત્રણ ભાગમાં વહેંચી નાખી, એક યોઆબના હાથ નીચે, બીજી યોઆબના ભાઈ અને સરૂયાના પુત્ર અબીશાયના હાથ નીચે અને ત્રીજી ગાથના ઇત્તાયના હાથ નીચે, પછી દાઉદે સેનાને ઉદૃેેશીને કહ્યું, “હું જાતે તમાંરી સાથે આવીશ.”
3 તેઓએ કહ્યું, “ના, તમાંરે અમાંરી સાથે આવવાનું નથી, અમે પીછે હઠ કરીને નાશી જઈએ અને અમાંરામાંથી અડધા ભાગના માંર્યા જાય તો પણ આબ્શાલોમના માંણસોને અમાંરી કાંઇ પડી નથી, તેઓ તમાંરી પાછળ પડ્યાં છે અને તમે તો અમાંરા
10 ,000 માંણસોની બરાબર છો! તમે અહીં નગરમાં રહી જાવ તે વધારે સારું છે. તમે નગરમાં રહીને અમને મદદ મોકલતા રહો એ જ વધારે સારું છે,
4 છેવટે રાજા દાઉદે કહ્યું, “તમને જેમ યોગ્ય લાગે તેમ હું કરીશ.”પછી તે દરવાજા પાસે ઊભો રહ્યો અને લશ્કર સો અને હજારની ટૂકડીમાં ગોઠવાઇ ગયું.
5 રાજાએ યોઆબ, અબીશાય અને ઇત્તાયને હુકમ કર્યો કે, “માંરે ખાતર તમે યુવાન આબ્શાલોમ સાથે નરમાંશથી બોલજો.” અને આખા લશ્કરે આ હુકમને સાંભળ્યો.
6 આ પ્રમાંણે દાઉદનું લશ્કર આબ્શાલોમની સેના સાથે યુદ્ધ કરવા મેદાને પડયું અને એફ્રાઈમના જંગલમાં યુદ્ધ જામ્યું.
7 દાઉદના સૈન્ય આગળ ઇસ્રાએલના સૈન્યની હાર થઈ. આબ્શાલોમના માંણસો હારી ગયા. એ હાર એવી ભંયકર હતી કે તે દિવસે
20 ,000 માંણસોએ પોતાના પ્રાણ ગુમાંવ્યા.
8 સમગ્ર વિસ્તારમાં યુદ્ધ ફેલાઈ ગયું પરંતુ તે દિવસે તરવારથી મરવા કરતાં જંગલમાં વધુ માંણસો મરી ગયા.
9 યુદ્ધના સમયે આબ્શાલોમનો દાઉદના કેટલાક અમલદારો સાથે ભેટો થઈ ગયો, અને તેણે ભાગવાની કોશિષ કરી. આબ્શાલોમ ગધેડા પર બેસીને જતો હતો, તે ગધેડો એક મોટા ઇમાંરતી કાષ્ઠના વૃક્ષની ઘટામાંથી પસાર થતો હતો. એવામાં આબ્શાલોમનું માંથું ડાળીઓમાં ભરાઈ ગયું. તે આકાશ અને જમીન વચ્ચે અદ્ધર લટકવા લાગ્યો અને ગધેડો આગળ ચાલી ગયો.
10 કોઈ એક માંણસની નજર તેના પર પડી. એટલે તેણે જઈને યોઆબને ખબર આપી, “મેં આબ્શાલોમને એક ઝાડે લટકતો જોયો હતો.”
11 યોઆબે કહ્યું, “ખરેખર તેં જોયો? તો પછી તેં તેને શા માંટે માંરી નાખ્યો નહિ? મેં તને દસ-ચાંદીના સિક્કા અને એક પટ્ટો આપ્યો હોત,”
12 પેલા માંણસે કહ્યું, “તમે માંરા હાથમાં 1,000 ચાંદીના સિકકા મુકો તો પણ હું રાજાના કુંવર સામે આંગળી સરખી ઊંચી ન કરું; ‘કેમકે, અમાંરા સાંભળતા રાજાએ તને, અબીશાયને તથા ઇત્તાયને એવું કહ્યું હતું કે, ખબરદાર, જુવાન આબ્શાલોમને કોઇ હાથ અડકાડે નહિ.’
13 મેં જો આબ્શાલોમને માંર્યો હોત તો રાજાને તેની ખબર પડી હોત અને તમે પોતે જ માંરી વિરુદ્ધ થઇ ગયા હોત. માંરા ઉપર આરોપ મૂકવામાં તમે પહેલા હોત.”
14 યોઆબે કહ્યું, “માંરી પાસે તારી સાથે નિરર્થક વાતોની ચર્ચા કરવાનો સમય નથી,” એમ કહીને તેણે ત્રણ ભાલા લીધા અને ઝાડે લટકતાં અને હજી જીવતા રહેલા આબ્શાલોમની છાતીમાં ભોંકી દીધા.
15 પછી યોઆબના દસ અંગરક્ષકોએ આબ્શાલોમને ઘેરી લઈ, ઘા કરીને તેને પૂરો કર્યો,
16 પછી યોઆબે યુદ્ધનું રણશિંગડું વગાડી લશ્કરને ઇસ્રાએલીના લશ્કરનો પીછો કરતા રોક્યું. તેથી તેઓ પાછા ફર્યા.
17 તેઓએ આબ્શાલોમના શબને લઈને જંગલમાં એક ખાડામાં ફેંકી દીધું. અને તેની ઉપર ઘણાં બધાં પથ્થરો મૂક્યાં, બધા ઇસ્રાએલીઓ પોતાને ઘેર જતા રહ્યા.
18 પોતાના જીવન દરમ્યાન આબ્શાલોમે રાજાઓની ખીણમાં સ્માંરક સ્તંભ ઊભો કર્યો હતો. કારણ, તેને એમ થયું હતું કે, “માંરું નામ રાખવા માંટે મને પુત્ર તો છે નહિ.” આથી તે સ્તંભને તેણે પોતાનું નામ આપ્યું હતું; અને આજે પણ તે “આબ્શાલોમના સ્માંરક” તરીકે ઓળખાય છે.
19 ત્યારબાદ સાદોકના પુત્ર અહીમાંઆસે કહ્યું, “યહોવાએ રાજાના શત્રુ આબ્શાલોમથી તેનું રક્ષણ કર્યું છે, આ શુભ સમાંચાર કહેવાને મને રાજા દાઉદ પાસે દોડતો જવા દો.”
20 યોઆબે તેને કહ્યું, “આજે તારે ખબર કહેવા જવાનું નથી, જવું હોય તો કોઈ બીજા દિવસે જજે; આજે તો નહિ જ, કારણ, રાજકુમાંરનું અવસાન થયું છે.”
21 ત્યારબાદ યોઆબે એક કૂશીને કહ્યું, “તું જા, અને તેં જે જોયું છે તે રાજાને કહેજે.”તે ગુલામ યોઆબને પ્રણામ કરીને રાજાને કહેવા દોડ્યો.
22 પણ સાદોકના પુત્ર અહીમાંઆસે યોઆબને વિનંતી કરી અને “તેને વિનંતી કરવાનું ચાલું રાખ્યું, જે થવાનું હોય તે થાય માંરે કૂશીની પાછળ જવું જ છે અને રાજાને મળવું છે.”યોઆબે પૂછયું, “તારે શા માંટે જવું જોઈએ? તને કંઈ ઇનામ નહિ મળે.”
23 અહીમાંઆસ ફરી બોલ્યો, “જે થવાનું હોય તે થાય, હું તો જવાનો જ.”યોઆબે કહ્યું, “તો જા.”આથી તે યર્દનના કાંઠાને રસ્તે દોડવા લાગ્યો અને કૂસીની આગળ નીકળી ગયો.
24 દાઉદ નગરના બે દરવાજા વચ્ચે બેઠો હતો. ચોકીદાર નગરના કોટ ઉપર ચઢી ગયો તેણે જોયું, તો જુઓ એક મૅંણસ એકલો દોડતો આવતો હતો.
25 રાજાએ કહ્યું, “જો તે મૅંણસ એકલો હોય તો ખબર લઈને આવે છે.” દોડનાર મૅંણસ નધ્કને નધ્ક આવતો જતો હતો.
26 ત્યારે ચોકીદારે જોયું કે બીજો એક મૅંણસ પણ દોડતો આવતો હતો, તેણે બૂમ પૅંડીને દરવાનને સમાંચાર આપ્યા, એટલે રાજાએ કહ્યું, “એ પણ ખબર લઈને આવે છે.”
27 ચોકીદારે કહ્યું, “પ્રથમ મૅંણસ સાદોકના પુત્ર અહીમાંઆસ જેવો લાગે છે.”રાજાએ જવાબ આપ્યો, “તે સારો મૅંણસ છે, અને સારા સમાંચાર લઈને આવે છે.”
28 અહીમાંઆસે બૂમ પૅંડીને રાજાને કહ્યું, “બધુઁ ઠીક છે,” રાજાની આગળ સાષ્ટાંગ દંડવત્ત પ્રણામ કરીને તેણે કહ્યું, “માંરા ધણી માંરા રાજા, તમાંરા દેવ યહોવાને ધન્ય હોજો, જેઓએ આપની સામે બળવો પોકારનારાઓને હરાવી દીધા છે.”
29 રાજાએ પૂછયું, “જુવાન આબ્શાલોમ સુરક્ષિત તો છે ને?”અહીમાંઆસે જવાબ આપ્યો, “યોઆબે મને મોકલ્યો ત્યારે ત્યાં ખૂબ લડાઇ અને ભાગદોડ થતી હતી, પણ પદ્ધી શું થયું એની મને ખબર નથી.”
30 રાજાએ કહ્યું, “એક બાજુ ખસીને થોડી વાર ઊભો રહે.” આથી તે ખસીને એક બાજુએ ઊભો રહ્યો.
31 પદ્ધી પેલા કૂશીએ આવીને કહ્યું, “ઓ, પ્રભુ આપને માંટે શુભ સમાંચાર છે! જે મૅંણસે આપની સામે બળવો પોકાર્યો હતો, તે આપણા દેવ યહોવાની મદદથી હારી ગયો છે.”
32 પદ્ધી રાજાએ તે કૂશીને કહ્યું “શું આબ્શાલોમ સુરક્ષિત નથી?”દોડનારે જવાબ આપ્યો, “આપના બધા દુશ્મનોના અને આપની સામે બળવો પોકારનાર એ આ મૅંણસ જેવા થાઓ.”
33 પદ્ધી રાજા બહુ જ ગુસ્સે થયો, તે નગરના દરવાજા પરની ઓરડી પર ગયો, તેની આંખો આંસથી ભરાઇ આવી, તે રડવા લાગ્યો. અને જતાં જતાં તે બોલ્યો, “ઓ માંરા પુત્ર આબ્શાલોમ! માંરા પુત્ર, ઓ માંરા પુત્ર આબ્શાલોમ! તારા બદલે હું જો મૃત્યુ પામ્યો હોત તો કેવું સારું! ઓ આબ્શાલોમ, માંરા પુત્ર! માંરા પુત્ર!”
પ્રકરણ 19

1 રાજા દાઉદ આબ્શાલોમ માંટે વિલાપ કરતાં કરતાં શોકમાં ડૂબી ગયો તેની જાણ યોઆબને થઈ ગઈ.
2 તે દિવસે દાઉદનું સૈન્ય યુદ્ધ જીતી ગયું હતું. પણ સર્વ લોકો માંટે જીતનો આનંદ દુ:ખમાં ફેરવાઇ ગયો હતો. આ એક ખૂબ જ ઉદાસ દિવસ હતો કારણકે લોકોએ સાંભળ્યું કે, “રાજા પોતાના પુત્ર માંટે ઘણો જ દુ:ખી હતો.”
3 સૈન્યના માંણસો જાણે કે યુદ્ધમાં પરાજય પામવાથી શરમાંતા હોય તેમ છાનામાંના નગરમાં ચાલ્યા ગયા.
4 રાજા પોતાના હાથ વડે પોતાનું મુખ ઢાંકીને વિલાપ કર્યા કરતો હતો. “ઓ માંરા પુત્ર આબ્શાલોમ! ઓ આબ્શાલોમ, માંરા પુત્ર, માંરા પુત્ર!”
5 પછી યોઆબ રાજાના મહેલમાં ગયો અને કહ્યું, “આજે આપે આપના અમલદારોનું અપમાંન કર્યું છે, જેમણે તમાંરો જીવ અને તમાંરા પુત્રોના અને પુત્રીઓના, આપની પત્નીઓના અને ઉપપત્નીઓના પ્રાણ બચાવ્યાં હતાં.
6 અમને લાગે છે કે આપના ઉપર જેઓ પ્રેમ રાખે છે તેમને આપ ધિક્કારો છો, અને જેઓ આપને ધિક્કારે છે તેમના ઉપર આપ પ્રેમ રાખો છો. આપે એ સ્પષ્ટ બતાવી આપ્યું છે કે સેનાપતિઓની અને લડાયકોની આપને કશી કિંમત નથી. હુ સ્પષ્ટ જોઉં છું કે જો આજ આબ્શાલોમ જીવતો હોત અને અમે બધા મરી ગયા હોત તો આપ રાજી થયા હોત.
7 હવે જાવ અને આપના સૈનિકોને પ્રોત્સાહન આપો, કારણ, આપ, જો તેમ નહિ કરો તો હું યહોવાના સમ ખાઈને કહું છું કે, સવાર સુધીમાં કોઇ આપની સાથે હશે નહિ, એ આપના જીવનની મોટામાં મોટી આફત શરૂ થશે.”
8 પછી રાજા ઊઠયો અને નગરના દરવાજા આગળ જઈને બેઠો, પછી લોકોને ખબર પડી કે તે ત્યાં છે તો લોકો રાજાની પાસે આવ્યાં.દરમ્યાનમાં આબ્શાલોમના અનુયાયીઓ ઇસ્રાએલીઓ પોતાને ઘેર ભાગી ગયા.
9 સર્વ ઇસ્રાએલીઓ એકબીજાને ચર્ચા કરતા હતા અને કહેતા હતા કે, “રાજાએ આપણને શત્રુઓના હાથમાંથી પણ બચાવ્યા, અને પલિસ્તીઓના હાથમાંથી બચાવ્યા હવે આબ્શાલોમને કારણે તે આપણને છોડી જાય છે.
10 આપણે આબ્શાલોમનો રાજ્યાભિષેક કર્યો પણ તે તો યુદ્ધમાં માંર્યો ગયો છે, તેથી પાછા આવીને ફરીથી આપણો રાજા બનવા માંટે આપણે દાઉદને વિનંતી કરીએ.”
11 દાઉદરાજાએ સાદોક અને આબ્યાથાર યાજકોને સંદેશો મોકલ્યો. “આમ કહેતો કે યહૂદાના આગેવાનો સાથે વાત કરી તેઓને કહો, રાજાને ફરીથી મહેલમાં લાવવામાં કુળસમૂહમાં તમે સૌથી છેલ્લા કેમ છો? સર્વ ઇસ્રાએલીઓ રાજાને ઘરે લાવવાની વાતો કરે છે.
12 તમે તો માંરા ભાઈઓ છો, માંરું જ લોહી અને માંરું જ માંસ છો. રાજાને પાછો લાવવામાં તમે શા માંટે સૌથી છેલ્લા છો?”
13 અને અમાંસાને કહો કે, તમે માંરા સગા સંબંધી છો. હું તને યોઆબને સ્થાને લશ્કરનો સેનાપતિ નિયુકત કરું છું; જો ના નિયુકત કરું તો દેવ મને શિક્ષા કરો.”
14 આ રીતે તેણે યહૂદાના લોકોના સર્વ કોઈનાં હૃદય જીતી લીધાં અને તેઓએ સૌએ સાથે રાજાને સંદેશો મોકલ્યો કે, “આપ અને આપના બધા માંણસોએ પાછા આવવું જ જોઇશે.”
15 આથી રાજા પાછો ફર્યો, અને યર્દન નદી આગળ આવી પહોંચ્યો. યહૂદાના લોકો તેને મળવા માંટે અને નદીને સામે પાર લઈ જવા માંટે ગિલ્ગાલ આવ્યા.
16 ત્યાર પછી બાહૂરીમનો બિન્યામીનકુળનો ગેરાનો પુત્ર શિમઈ યહૂદાના લોકો સાથે રાજા દાઉદને મળવા આવ્યો અને જલ્દીથી ત્યાં પહોંચી ગયો.
17 તેઓની સાથે બિન્યામીનકુળના 1,000 માંણસો હતા, તેઓમાં શાઉલનો સેવક સીબા, તેના 15 પુત્રો, અને20 સેવકો પણ તેની સાથે હતા. તેઓ તેઓના રાજાના આગમન માંટે ઝડપભેર યર્દન નદીના કિનારા પર પહોંચી ગયા.
18 તેઓએ રાજાના કુટુંબને તથા તેના સૈન્યને નદી પાર કરાવવા સખત પરિશ્રમ કર્યો અને શકય તેટલી સહાય કરી. રાજા નદી ઓળંગવાની તૈયારી કરતો હતો ત્યારે શિમઈ તેમને પગે પડયો.
19 તેણે રાજાને વિનંતી કરી અને કહ્યું, “ઓ પ્રભુ માંરા ખોટા કાર્યોને જ્યારે આપ યરૂશાલેમ છોડી ગયા, ત્યારે મેં જે ખરાબ કાર્યો કર્યા હતા, તે કૃપા કરી સંભારશો નહિ, ને તેના વિષે વિચાર કરશો નહિ.
20 કારણ, મેં પાપ કર્યુ છે તે હું તમાંરો સેવક જાણું છું, તેથી જ માંરા દેવ અને રાજા આજે યૂસફના કૂળમાંથી તમને મળવા માંટે સૌથી પહેલા હું અહીં આવ્યો છું.”
21 સરૂયાના પુત્ર અબીશાયે કહ્યું, “દેવના પસંદ કરેલા રાજાને શિમઈએ શાપ આપ્યો છે, શું આ માંટે તેને માંરી નાખવો જોઈએ નહિ?”
22 ત્યારે દાઉદે કહ્યું, “ઓ સરૂયાના પુત્રો, આજે માંરી સામે આવશો નહિ! આજનો દિવસ લોકોને મૃત્યુદંડ ફરમાંવવા માંટેનો નહિ પણ ખુશી અને આનંદિત થવાનો છે. હું ફરી એક વાર ઇસ્રાએલનો રાજા બન્યો છું.”
23 પછી દાઉદે શિમઈ તરફ ફરીને પ્રતિજ્ઞા લીધી, “હું તને જીવનદાન આપું છું.” અને રાજાએ તેને સમ ખાઈને વચન આપ્યું.
24 શાઉલનો પૌત્ર મફીબોશેથ પણ રાજાને મળવા ગયો હતો, રાજા યરૂશાલેમ છોડીને ગયા તે દિવસથી, તે જીત મેળવીને પાછા ન ફરે ત્યાં સુધી, તેણે પોતાનાં વસ્રો કે પગ ધોયાઁ નહોતાં, કે દાઢી પણ વ્યવસ્થિત રીતે કરી નહોતી.
25 અને જ્યારે તે યરૂશાલેમના રાજાને મળવા આવ્યો, રાજાએ તેને પૂછયું, ‘મફીબોશેથ, તું માંરી સાથે કેમ આવ્યો નહિ?”
26 તેણે કહ્યું, “હે માંરા પ્રભુ અને રાજા, માંરા સેવક સીબાએ મને દગો દીધો. હું લંગડો છું એટલે મેં તેને કહ્યું, ‘માંરા ગધેડા પર જીન નાખ, માંરે રાજા સાથે જવું છે.’
27 પરંતુ પછી માંરો સેવક જ તમને મળવા આવ્યો, અને તમને માંરા વિષે દુષ્ટ વાતો કરી છે. હું જાણું છું કે તમે દેવદૂત જેવા છો, આપને યોગ્ય લાગે તેમ કરો.
28 હું અને માંરા પિતાનું આખું કુટુંબ આપ નામદારના હાથે મૃત્યુદંડને પાત્ર હતા, પરંતુ આપે આ સેવકને આપની સાથે પોતાની મેજ પર ભોજન લેનારાઓ સાથે બેસાડીને માંન આપ્યું છે. તેથી હું તમને કઈ રીતે ફરિયાદ કરી શકું?”
29 દાઉદે કહ્યું, “હવે તમાંરે વધુ કહેવાની જરૂર નથી. મેં નિર્ણય કર્યો છે કે, હું તારી અને સીબાની વચ્ચે શાઉલની બધી મિલકત વહેંચી દઇશ.”
30 મફીબોશેથે કહ્યું, “ભલે તે બધી મિલકત લેતો. આપ નામદાર સુરક્ષિત પાછા આવ્યા, એ જ માંરે મન પૂરતું છે.”
31 ગિલયાદનો બાઝિર્લ્લાય પણ રોગલીમથી રાજાને યર્દન નદી પાર પહોંચાડવાને આવી પહોંચ્યો.
32 બાઝિર્લ્લાય એંસી વર્ષનો ખૂબ વૃદ્વ માંણસ હતો, ધનવાન માંણસ હતો, અને તેણે રાજાને તથા તેના લશ્કરને રાજાના માંહનાઈમના મુકામ દરમ્યાન ખોરાક અને બીજી જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી હતી.
33 રાજાએ તેને કહ્યું, “માંરી સાથે યર્દન નદીની પેલે પાર યરૂશાલેમમાં રહે અને હું તારું પોષણ કરીશ અને સંભાળ લઈશ.”
34 બાઝિર્લ્લાયે કહ્યું, “હવે માંરે કેટલાં વર્ષ કાઢવાનાં છે કે આપની સાથે યરૂશાલેમ આવું!
35 અત્યારે મને 80 વર્ષ તો થઇ ગયા. હું હવે કશું કરી શકતો નથી, સારું કે ખરાબ શું એ કહેવા માંટે હું ખૂબ વૃદ્ધ છું. ખાવાપીવાનો સ્વાદ અને આનંદ લેવા માંટે હું ખૂબ ઘરડો છું. અને ગાયકોને ગીતગાતાં સાંભળવાનો આનંદ માંણવા માંટે પણ હું ખુબ વૃદ્ધ છું. શું કરવા તો પછી તમને ભારરૂપ બની અને તમાંરી સાથે આવું?
36 અને આપે મને આવો બદલો શા માંટે આપવો જોઈએ? તમાંરી સાથે નદી પાર કરું તે જ માંરા માંટે મોટું સન્માંન છે.
37 મને માંરા નગરમાં પાછો જવા દો ત્યાં માંરાં માંતાપિતાને મેં દફનાવ્યાં છે. હું રહીશ અને માંરા બાકીના વષોર્ તેમની કબર આગળ પૂરા કરીશ; ને ત્યાં જ મૃત્યુ પામીશ. માંરો સેવક કિમ્હામ ભલે તમાંરી સાથે આવે. અને આપને જેમ ઠીક લાગે તેમ એનું કરજો.”
38 રાજાએ તે મંજૂર રાખીને કહ્યું, “ભલે, કિમ્હામ માંરી સાથે આવે અને મેં તારા માંટે જે સારું હશે તે જ તેને માંટે કરીશ અને તમે જે કાંઇ કહેશો, તે હું તમાંરા માંટે કરીશ.”
39 પછી રાજા અને તેના લોકો યર્દન નદી ઓળંગી ગયા. બાઝિર્લ્લાયને મળ્યા બાદ રાજાએ તેને આશીર્વાદ આપ્યા, અને બાઝિર્લ્લાય પાછો પોતાને નગર ગયો.
40 રાજા ગિલ્ગાલ ગયા અને કિમ્હામ રાજા સાથે ગયો.યહૂદાના બધા લોકો અને ઇસ્રાએલના અડધા લોકો પણ તેઓ સાથે ગયા અને નદી પાર આવ્યા.
41 ત્યાર પછી ઇસ્રાએલના બાકીના બધા લોકો રાજા પાસે ગયા અને તેમને વિનંતી કરી, “અમાંરા ભાઈઓ યહૂદાના લોકોએ આપને છાનામાંના લઈ જઇને આપને, આપના પરિવારને અને આપનાં બધાં લશ્કરને શા માંટે નદી પાર લઇ આવ્યા?”
42 યહુદાના લોકોએ ઇસ્રાએલીઓને જવાબ આપ્યો, “આ માંટે તમે અમાંરી પર ગુસ્સે કેમ થાઓ છો? રાજા અમાંરા નજીકના સગા છે. અમે રાજાના ખચેર્ ખાવાનું ખાધું નથી અને રાજાએ અમને કોઈ ભેટસોગાદો આપી નથી?”
43 ઇસ્રાએલીઓએ જવાબ આપ્યો, “અમાંરો રાજા ઉપર દસગણો વધારે હક્ક છે. તમે શા માંટે અમાંરી અવગણના કરી? રાજાને પાછો લાવવા વિષે વાત કરવાવાળા અમે પ્રથમ લોકો હતા.”યહૂદાના લોકોએ કઠોરતાથી જવાબ આપ્યો, તેઓના શબ્દો ઇસ્રાએલીઓના શબ્દો કરતાં વધારે કઠોર હતા.
પ્રકરણ 20

1 બિખ્રીને શેબા નામે એક પુત્ર હતો, જે એક બિન્યામીની હતો, અને દુષ્ટ અને સંતાપ આપનાર હતો, તેણે દાઉદ સામે રણશિંગું ફૂંકીને કહ્યું,“દાઉદ સાથે અમાંરે કોઇ સંબંધ નથી. યશાઇના પુત્ર સાથે અમાંરે કોઇ સંબંધ નથી! ઇસ્રાએલીઓ, તમે સૌ તમાંરે ઘેર જાઓ!”
2 આથી ઇસ્રાએલના બધા લોકો દાઉદને છોડીને બિખ્રીના પુત્ર શેબાની સાથે ગયા. પરંતુ યહૂદાના લોકો રાજાની સાથે રહ્યા અને તેની સાથે યર્દનથી યરૂશાલેમ ગયા.
3 દાઉદ યરૂશાલેમમાં પોતાના મહેલમાં ગયો, ત્યાં તેને દસ ઉપપત્નીઓ હતી જેને મહેલને વ્યવસ્થિત રાખવા માંટે રાખી હતી અને મહેલનો ચોકીપહેરો કરવા રાખી હતી. તેણે તેમનું ભરણપોષણ કર્યું અને તેઓને ખોરાક અને કપડાં આપ્યા, પણ કદી તેમની સાથે સૂતો નહિ, તેના મૃત્યુ પર્યંત તેણે તેઓને છતે પતિએ વિધવાની જેમ મહેલમાં રાખી હતી.
4 પછી રાજાએ અમાંસાને કહ્યું, “યહૂદાના માંણસોને લડવા માંટે ભેગા કર, અને ત્રણ દિવસમાં માંરી સમક્ષ પાછો હાજર થઈ જા.”
5 તેથી અમાંસા યહૂદાના માંણસોને બોલાવવા ગયો; પણ તેને રાજાએ ઠરાવેલી મુદત કરતા પાછા ફરવામાં વિલંબ થયો.
6 તેથી દાઉદે અબીશાયને કહ્યું, “હવે બિખ્રીનો પુત્ર શેબા આપણને આબ્શાલોમ કરતાં વધુ હેરાન કરશે. માંરા અંગરક્ષકોને લઈને તેનો પીછો કર, નહિ તો તે કિલ્લેબંધીવાળાં નગરોમાં પહોંચી જશે. અને આપણા હાથમાંથી છટકી જશે.”
7 આથી યોઆબના માંણસો, રાજાના અંગરક્ષકો અને બધા યોદ્ધાઓ અબીશાયની સાથે બિખ્રીના પુત્ર શેબાનો પીછો કરવા યરૂશાલેમથી બહાર નીકળ્યા.
8 જયારે તેઓ ગિબયોનમાં મહાશિલા આગળ પહોંચ્યા ત્યારે તેમને અમાંસાનો ભેટો થયો. યોઆબે યુદ્ધનો વેશ ધારણ કર્યો હતો અને તેની ઉપર તેણે પટ્ટો ચડાવી તેમાં મિયાન સાથે તરવાર લટકાવી હતી, તે જરા આગળ વધ્યો એટલામાં તરવાર પડી ગઈ.
9 યોઆબે અમાંસાને કહ્યું, “કેમ માંરા ભાઈ, કુશળ તો છે ને?”અને તેને ચુંબન કરવા માંટે તેણે તેનો જમણા હાથ લંબાવી તેણે તેની દાઢી પકડી.
10 પણ યોઆબના હાથમાંની તરવાર વિષે અમાંસા સાવધાન ન હતો. યોઆબે તેના પેટમાં તરવારથી ઘા કર્યો એટલે તેનાં આંતરડાં જમીન પર પડ્યા, તરત જ તે મૃત્યુ પામ્યો. યોઆબને બીજો ઘા કરવાની જરૂર પડી નહિ,ત્યારબાદ યોઆબ અને તેનો ભાઈ અબીશાય બિખ્રીના પુત્ર શેબા પાછળ પડયા.
11 યોઆબના માંણસોમાંના એકે અમાંસાના શબ પાસે ઊભા રહીને પોકાર કર્યો, “જેઓ યોઆબ અને દાઉદના પક્ષમાં હોય, તેઓ બધા યોઆબ સાથે જાય!”
12 પરંતુ લોહીથી તરબોળ અમાંસા વચ્ચે પડયો હતો. યોઆબના યુવાન સૈનિકે જોયું કે અમાંસાના શબને જોવા માંટે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, તેથી તેણે તેના શબને રસ્તા પરથી લઇને ખેતરમાં મૂક્યું અને તેના ઉપર ચાદર ઢાંકી દીધી.
13 અમાંસાને રસ્તા ઉપરથી ખસેડી નાખ્યા પછી બધા લોકો યોઆબની પાછળ તેની સાથે જોડાવા અને બિખ્રીના પુત્ર શેબાનો પીછો કરવા ગયા.
14 શેબા ઇસ્રાએલના બધા કુળો પાસે થઈને રસ્તામાં આવતા આબેલ-બેથ-માંઅખાહ પાસે ગયો અને ત્યાં બિખ્રીઓના કુટુંબના બધા મૅંણસો તેની આસપાસ એકઠા થઈ ગયા અને તેની પાછળ નગરમાં ગયા.
15 યોઆબનું લશ્કર આવી પહોંચ્યું, અને તેઓએ આબેલ- બેથ-માંઅખાહને ઘેરી લીધું. નગરની દીવાલની સામે કચરાનો ઢગલો ઉભો કર્યો અને નગરની દીવાલને તોડી પૅંડવા માંટે દીવાલમાંથી પથ્થરો તોડવાનું શરું કર્યું.
16 ત્યારે શહેરની એક ચતુર સ્ત્રીએ કોટ ઉપર ઊભા રહીને બૂમ પૅંડીને કહ્યું, “સાંભળો, સાંભળો યોઆબને કહો કે અહીં આવે, માંરે તેની સૅંથે વાત કરવી છે.”
17 આથી યોઆબ આગળ આવ્યો અને પેલી સ્ત્રીએ તેને પૂછયું, “તમે યોઆબ છો?”તેણે જવાબ આપ્યો, “હા, હું યોઆબ છું.”એટલે સ્ત્રીએ કહ્યું, “તો કૃપા કરીને માંરી વાત સાંભળો.”યોઆબે કહ્યું, “હું સાંભળું છું.”
18 તેથી તેણે કહ્યું, “જૂના જમાંનામાં લોકો એમ કહેતા કે, ‘મદદ માંટે આબેલ જાઓ અને તે તમને મળશે.’
19 આ શહેરના ઘણા વિશ્વાસુ અને શાંત મૅંણસોમાંની હું એક છું. તમે ઇસ્રાએલનું એક મોટું અને મહત્વના શહેરનો નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. શા માંટે તમે યહોવાની મિલકતનો નાશ કરવા માંગો છો?”
20 યોઆબે કહ્યું, “ના, ના, માંરો એવો ઇરાદો હોય જ નહિ, માંરે તમાંરા શહેરનો નાશ કરવો નથી.”
21 વાત એમ નથી. પણ એફ્રાઇમના પર્વતીય પ્રદેશનો એક મૅંણસ, બિખ્રીનો પુત્ર શેબા છે, તેણે રાજા દાઉદ સામે બળવો કર્યો છે, તે મૅંણસ અમને સોંપી દો એટલે હું તમાંરા નગરનો ઘેરો ઉઠાવી લઈને નગરને શાંતિમાં રહેવા દઈશ.”એટલે પેલી સ્ત્રીએ કહ્યું, “જો એમ હોય તો તેનું માંથું અમે કોટ ઉપરથી તમાંરા તરફ નાખીશું,”
22 પદ્ધી તે સ્ત્રી પોતાની ચતુરાઈથી સર્વ લોકો પાસે ગઈ અને તેમને સમજાવ્યાં. તેમણે શેબાનું માંથું કાપી નાખ્યું અને કોટ પરથી યોઆબ તરફ ફેંકયું. પદ્ધી તેણે રણશિંગડું ફૂંકાવ્યું અને આખા લશ્કરે ઘેરો ઉઠાવી લધો, અને સૌ પોતપોતાને ઘેર પાછા ગયા, પદ્ધી યોઆબ રાજા પાસે પાછો યરૂશાલેમ ગયો.
23 યોઆબ લશ્કરનો સેનાપતિ હતો. યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકોનો નાયક હતો.
24 અદોરામ લોકો પાસે વેઠ કરાવવા માંટે જવાબદાર હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઐતિહાસીક બનાવોની નોધ રાખનાર હતો.
25 શેવા મંત્રી હતો, અને સાદોક અને અબ્યૅંથાર યાજકો હતા.
26 અને યાઈરનો ઈરા દાઉદનો મુખ્ય સેવકહતો.
પ્રકરણ 21

1 દાઉદના શાસનકાળ દરમ્યાન ત્રણ વર્ષ સુધી દેશમાં દુષ્કાળ પડયો, આથી દાઉદે યહોવાને પ્રાર્થના કરી અને યહોવાએ જવાબ આપ્યો , “શાઉલ અને તેના ખૂનીઓના કુટુંબઆ કુળ માંટે કારણરુપ છે, કારણ તેણે ગિબયોનીઓની હત્યા કરી હતી.”
2 તેથી રાજા દાઉદે ગિબયોનના લોકોને બોલાવ્યા, તેઓ ઇસ્રાએલીઓના પુત્રો નહોતાં પણ તેઓ ત્યાં રહેતા બીજા અમોરીઓના પુત્રો હતાં. ઇસ્રાએલપુત્રોએ તેઓનો નાશ નહિ કરવા માંટે પ્રતિજ્ઞા લીધી હતી, પણ શાઉલને ઇસ્રાએલ અને યહૂદા માંટે ઊંડી લાગણી હતી તેથી તેણે તેઓનો વિનાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
3 આથી દાઉદે ગિબયોનના લોકોને બોલાવ્યા અને કહ્યું, “હું તમાંરા માંટે શું કરું? હું કેવું પ્રાયશ્ચિત કરું તો તમે યહોવાના લોકો અમાંરા માંટે પ્રાર્થના કરો કે, દેવ અમને આશીર્વાદ આપે?”
4 “તેમણે અમાંરા માંટે જે કર્યુ છે તેના બદલા તરીકે સોનું અને ચાંદી શાઉલના કુટુંબ માંટે પૂરતા નથી અને અમને ઇસ્રાએલના કોઇ પણ માંણસને માંરી નાખવાનો અધિકાર નથી.”એટલે દાઉદે કહ્યું, “તો તમે માંરી પાસે શું કરાવવા માંગો છો?”
5 તેઓએ કહ્યું, “જે માંણસે અમાંરો નાશ કરવાનું અને આખા ઇસ્રાએલમાંથી અમાંરું નિકંદન કાઢવાનું યોજયું હતું.
6 એટલે તમે અમને તેના સાત પુત્રો સુપ્રત કરો અને અમે તેમને યહોવાએ પસંદ કરેલા રાજા શાઉલના ગામ ગિબયાહમાં લઇ જઇશું અને ફાંસી આપીશું.”રાજાએ કહ્યું. “હું તેઓને તમને સોંપી દઈશ.”
7 પરંતુ દાઉદ અને યોનાથાને યહોવાની સાક્ષીએ લીધેલી પ્રતિજ્ઞાને કારણે દાઉદે યોનાથાનના પુત્ર અને શાઉલના પૌત્ર મફીબોશેથની સુરક્ષા કરી. દાઉદે યોનાથાનના પુત્ર મફીબોશેથને જીવતો છોડી મૂક્યો.
8 દાઉદે રિસ્પાહ અને શાઉલના પુત્રો અમોર્ની અને મફીબોશેથને પણ આપ્યા અને શાઉલની પુત્રી મેરાબના જે મહોલાહના બાઝિર્લ્લાય આદ્રીયેલની પત્ની હતી તેના પાંચ પુત્રોને પણ,
9 તેણે તેઓને લઇને ગિબયોનના લોકોને આપ્યા. ગિબયોનીઓએ આ માંણસોને ગિલ્યાદ પર્વત પર લઇ ગયા અને યહોવા સમક્ષ ફાંસીએ લટકાવ્યા, તે સાતેય જણ એક સાથે માંર્યા ગયા. તે સમયે જવની કાપણીની શરૂઆત થઇ રહી હતી.
10 ત્યારબાદ રિસ્પાહે શોકના વસ્ત્રો લીધા અને ખડક ઉપર મૂક્યાં, તે કાપણીની શરૂઆતથી તે ચોમાંસુ આવ્યું ત્યાં સુધી ત્યાં રહ્યાં. રિસ્પાહે શબ ઉપર ચોકી પહેરો રાખ્યો. તે દિવસે દરમ્યાન કોઈ જંગલી પક્ષીને કે રાત દરમ્યાન કોઈ જંગલી પશુને તેના પર આવવા દેતી નહોતી.
11 જયારે દાઉદને આયાની પુત્રી રિસ્પાહે એટલે શાઉલની ઉપપત્નીએ જે કર્યુ હતું તેની જાણ થઈ,
12 ત્યારે તે યાબેશ ગિલયાદના લોકો પાસે ગયો અને શાઉલનાં અને તેના પુત્ર યોનાથાનનાં અસ્થિ લઈ લીધાં. જે દિવસે પલિસ્તીઓએ ગિલયાદના ડુંગર ઉપર શાઉલને હરાવ્યો હતો તે દિવસે તેઓએ શાઉલ અને તેના પુત્રોનાં મૃતદેહોને બેથશાનના દરવાજા પર ખુલ્લા ચોકમાં લટકાવ્યાં હતાં, તે સ્થળેથી તેઓ તેઓના અસ્થિ લાવ્યા હતા.
13 દાઉદ શાઉલનાં અને તેના પુત્ર યોનાથાનનાં અસ્થિ ત્યાંથી લઈ આવ્યો, જે સાત જણને ફાંસી આપવામાં આવી હતી તેમનાં અસ્થિ પણ ભેગાં કરવામાં આવ્યાં.
14 પછી બિન્યામીન પ્રદેશના શાઉલના પિતા કીશની કબરમાં તેઓએ શાઉલના અને તેના પુત્ર યોનાથાનનાં અસ્થિ દફનાવ્યાં. બધું રાજાની આજ્ઞા પ્રમાંણે કરવામાં આવ્યું, ત્યારબાદ યહોવાએ તેઓની દેશ માંટેની પ્રાર્થના સાંભળી.
15 ફરીથી પલિસ્તીઓ અને ઇસ્રાએલીઓની લડાઇ થઇ. દાઉદ અને તેનું આખું સૈન્ય તે વખતે પૂર જોશમાં લડ્યા. દાઉદ થાકી ગયો.
16 તે વખતે યિશ્બીબનોબ વિરાટકાય માંણસોમાંનો એક હતો, તેની પાસે નવી તરવાર અને એક ભાલો હતો, તે આશરે સાડાસાત પાઉન્ડનો હતો. તેને દાઉદને માંરી નાખવો હતો.
17 પરંતુ સરૂયાનો પુત્ર અબીશાય દાઉદનું રક્ષણ કરવા આવી પહોંચ્યો.તેણે પેલા પલિસ્તીઓ પર હુમલો કરીને તેને માંરી નાખ્યો, ત્યાર બાદ દાઉદના માંણસોએ તેને આગ્રહ કર્યો કે, “હવે કદી તમાંરે અમાંરી સાથે યુદ્ધમાં આવવું નહિ, ઇસ્રાએલનો દીવો હોલવાઈ જાય તેવું જોખમ અમાંરે શા માંટે લેવું?”
18 થોડા સમય પછી ફરીથી પલિસ્તીઓ સાથે ગોબમાં યુદ્ધ થયું, એ વખતે હુશાથી સિબ્બખાયે સાફ કે જે બીજો વિરાટકાય માંણસ હતો તેને માંરી નાખ્યો.
19 ફરીથી ગોબમાં પલિસ્તીઓ સાથે બીજું યુદ્ધ થયું એલ્હાનાએ ગિત્તી ગોલ્યાથના ભાઈને માંરી નાખ્યો, જેની પાસે એક ભાલો વણકરની સાળના પાટડા જેવો મોટો હતો.
20 ત્યારબાદ ફરીથી પલિસ્તીઓ સાથે ગાથમાં યુદ્ધ થયું, તેમાં એક મહાકાય યોદ્વો એવો હતો જેને તેના હાથમાં અને પગમાં છ છ આંગળીઓ હતી, તે પણ મહાકાય માંણસોના કુળનો હતો.
21 આ માંણસે ઇસ્રાએલને પડકાર કર્યો અને તેઓની ઠેકડી ઊડાડી પણ દાઉદના ભાઈ શિમાંયના પુત્ર યોનાથાને તેને માંરી નાખ્યો.
22 આ ચારેય મહાકાય માંણસો ગાથના હતા, અને એ બધા જ દાઉદના સૈનિકોના હાથે માંર્યા ગયા હતા.
પ્રકરણ 22

1 યહોવાએ દાઉદને તેના સર્વ શત્રુઓના અને શાઉલના હાથમાંથી ઉગારી લીધો ત્યારે તેણે આ પ્રમાંણે યહોવાનાં ગુણગાન ગાયાં;
2 “યહોવા માંરો ખડકછે. તે માંરો કદી નિષ્ફળ ન જાય એવો આશરો છે, તે માંરૂં છુપાવાનું સ્થળ છે, માંરું શરણ છે.
3 ઓ માંરા દેવ ખડક, હું એમની શરણ લઉં છું તે માંરી ઢાલ છે તથા માંરા તારણનું શિંગ; માંરો ઊંચો બુરજ તથા આશ્રય સ્થાન છે.
4 યહોવા જે સ્તુતિપાત્ર છે, તેને હું હાંક માંરીશ; એમ હું માંરા શત્રુઓથી બચી જઇશ.
5 માંરા ઉપર મોતનાં મોજાં ચારેબાજુથી ફરી વળ્યાં હતાં, અને તે પૂરે મને બીવડાળ્યો અને મને મોતના સ્થળે ઘસડી રહ્યું હતું.
6 કબરનાં દોરડાએ મને ઘેરી લીધો હતો:, મૃત્યુની જાળ માંરી સામે મૂકવામાં આવી હતી.
7 મેં સંકટ સમયે યહોવાને પોકાર કર્યો, માંરા દેવને મેં પોકાર કર્યો; યહોવાએ પોતાના મંદિરમાં સાદ સાંભળ્યો; અને માંરી અરજ તેને કાને પહોચી.
8 પૃથ્વી હાલી અને કાંપી ઊઠી, આકાશોના પાયા ધ્રૂજયા; કારણ કે યહોવા ગુસ્સે થયા હતાં.
9 તેના નાકમાંથી ધૂમાંડો બહાર કાઢે છે, દેવના મુખમાંથી જવાળાઓ બહાર આવે છે અને તે થી કોલસાં સળગે છે.
10 દેવ આકાશ ફાડીને નીચે ઉતરી આવ્યંા, અને તે અંધકારમય ગાઢવાદળ પર ઉભા રહ્યાં.
11 યહોવા કરૂબ દેવદૂત પર બેઠા અને ઊડ્યાં, તેઓ પવનની પાંખો ઉપર ચઢીને ઊડ્યાં.
12 દેવે કાળા વાદળો તંબૂની જેમ પોતાની આસપાસ વીંટાળ્યાં. તેમણે જળ એકઠું કરી અને ગાઢા ગર્જતા વાદળોમાં આસપાસ અંધકારનું રૂપાંતર કર્યું .
13 તેમની સામે રહેલા પ્રકાશમાંથી અગ્નિના કોલસા સળગ્યા.
14 યહોવાએ ત્રાડ પાડી, પરાત્પર દેવે પોતાનો અવાજ સંભળાવ્યો.
15 યહોવાએ વિજળીની જેમ બાણ છોડ્યા અને શત્રુઓને વિખેરી નાખ્યા. તેઓ અસ્વસ્થ બની ભાગી ગયા.
16 યહોવા ભારપૂર્વક બોલ્યા, જાણે એના નાક તણા ફૂંફાડે; પવન તેમના મોઢામાંથી બહાર ફૂંકાયો, સાગરનાં પાણી પાછા ઠેલાયા, સાગરના તળિયાં દેખાવા લાગ્યા, પૃથ્વીના પાયા હચમચી ગયા.
17 તેમણે ઉપરથી હાથ લંબાવી ને મને બચાવ્યો; તેમણે મને મુશ્કેલીરૂપી ઊંડા પાણીમાંથી મજબૂત રીતે પકડી અને બહાર કાઢયો.
18 મને શકિતશાળી શત્રુઓથી ઉગાર્યો, માંરા શત્રુઓ માંરાથી બળવાન હતા, તેમનાથી બચાવ્યો.
19 અણધારી આફત માંરા ઉપર આવી, અને માંરા પર શત્રુઓએ હુમલો કર્યો.
20 યહોવાએ મને આધાર આપ્યો, અને ભયમાંથી મને ઉગાર્યો; તેઓ માંરા પર પ્રસન્ન હતા, તેથી માંરા જીવનનો ઉદ્ધાર કર્યો.
21 હું જે સાચું છે તે કરું છું અને કાંઇ ખોટું કર્યુ નથી. મને યહોવા પાસેથી હંમેશા માંરા કર્મ પ્રમાંણે બદલો મળે છે.
22 હું યહોવાના માંર્ગ પર સદા ચાલ્યો છું, દેવથી વિમુખ થઈ કશું ભૂડું કર્યું નથી.
23 મેં સાચા હૃદયથી સદા તેમના આદેશનું પાલન કર્યુ છે.
24 હું નિદોર્ષ છું ને પોતાને દેવ સન્મુખ, પાપથી દૂર રાખ્યો છે.
25 તેથી દેવે માંરી સચ્ચાઇ પ્રમાંણે મને બદલો આપ્યો, એમની દ્રષ્ટિમાં મેં કોઇ ખોટું કામ કર્યુ નથી.
26 ભલાની સાથે તમે ભલા બનો છો, ને સાત્ત્વિક સાથે તમે સાત્ત્વિક છો.
27 જેઓ સીધા છે તેમની સાથે તમે સીધા રહો છો, પણ મહાપ્રપંચી લોકોની ચાલાકી પણ નકામી થઇ જાય છે.
28 નિર્બળ અને ગરીબોને તમે મદદ કરો છો, ને ગવિર્ષ્ઠોને તમે શરમિંદા બનાવો છો.
29 હે યહોવા, તમે જ માંરા દીપક છો, તમે જ માંરા જીવનનો અંધકાર દૂર કરો છો.
30 યહોવા, આપની મદદથી હું સૈનિકો સાથે દોડી શકું છું, દેવની મદદથી હું દુશ્મનોની દીવાલો કૂદીને જઇ શકું છું.
31 દેવનો માંર્ગ સંપૂર્ણ ર્છ, દેવની વાણી સત્ય છે; જે કોઈ તેમનામાં વિશ્વાસ રાખે છે, તેનુ હંમેશા રક્ષણ થશે.
32 એકલા યહોવા આપણા એક માંત્ર દેવ, ને એ જ આપણા તારણહાર છે.
33 દેવ એ માંરો મજબૂત ગઢ છે, તે સારા લોકોને તેમને માંર્ગે ચાલવામાં મદદ કરે છે.
34 યહોવા માંરા પગોને હરણના પગ જેવા તેજ ગતિના બનાવે છે,અને ઊચા શિખરો પર સ્થિર પગલે ફેરવે છે.
35 યહોવા મને યુદ્ધનું પ્રશિક્ષણ આપે છે, અને માંરા ભુજો પિત્તળના ધનુષ્યને ખેચી શકે છે.
36 યહોવા તમે માંરું રક્ષણ કર્યુ છે, અને મને વિજયી બનાવ્યો છે. અને તમાંરી મદદે મને મહાન બનાવ્યો છે.
37 યહોવા માંરા પગો અને પગની ઘંૂટીઓને આપ મજબૂત કરો, જેથી હું લથડ્યા વગર ચાલી શકું.
38 હું માંરા શત્રુઓ પાછળ જઇશ અને તેઓનો નાશ કરીશ; જયંા સુધી હું તેઓ સવેર્નો નાશ નહિ કરું ત્યાં સુધી હું ફરીશ નહિ.
39 મેં માંરા શત્રુઓનો નાશ કર્યો છે, મેં તેઓનો સંપૂર્ણ પણે નાશ કર્યો છે. તેઓ પાછા ઊભા થઇ શકશે નહિ, તેઓ અહીં માંરા પગ નીચે પડ્યાં છે.
40 દેવ તમે મને યુદ્ધ માંટે શકિતશાળી બનાવ્યોે, અને તમે માંરા શત્રુઓને હરાવ્યાં.
41 તમે માંરા શત્રુઓને ભગાડ્યા છે અત: હું તેઓને હરાવી શકુ છું.
42 તેઓએ પરિણામ વગર મદદ મેળવવા પ્રયત્નો કર્યા, તેઓ યહોવા પાસે પણ મદદ માંટે ગયા. પરંતુ તેમણે તેઓને પ્રત્યુત્તર આપ્યો નહિ.
43 મેં માંરા શત્રુઓને માંરીને ટૂકડાં કરી નાખ્યા હતા. તેઓ રસ્તાની ધૂળ જેવા થઇ ગયંા હતાં. હું તેઓ પર, જાણે તેઓ ધૂળ હોય તેમ ચાલ્યો.
44 જ્યારે માંરા લોકોએ માંરી સામે બળવો કર્યો ત્યારે તમે મને બચાવ્યો અને માંરી રક્ષા કરવા આવ્યા. તમે મને દેશનો રાજકર્તા બનાવ્યો. જે લોકોને હું કદી જાણતો પણ ન હતો, હવે માંરી સેવા કરે છે.
45 બીજા દેશના લોકો માંરી આજ્ઞાનું પાલન કરે છે. તેઓ જ્યારે માંરો હુકમ સાંભળે છે કે તરત તેઓ માંરા હુકમ મુજબ વર્તવા તૈયાર થઇ જાય છે.
46 અન્ય દેશોના લોકો ભયભીત થશે, તેઓ પોતાના છૂપાવાના સ્થાનોથી ભયથી થરથર ધ્રૂજતા બહાર આવશે.
47 યહોવા જીવંત છે, હું ખડકની પ્રશંસા કરૂં છું. દેવ મહાન છે તે એક ખડક છે જે માંરું તારણ કરે છે.
48 દેવે માંરા માંટે થઇને માંરા દુશ્મનો ઉપર વેર વાળ્યું, તેમણે દેશોને અંકુશમાં રાખવાની સત્તા મને આપી છે.
49 માંરા દુશ્મનોથી મને છોડાવે છે; ને માંરા વિરોધીઓ સામે માંરું મસ્તક ઊંચું રાખે છે; ને હિંસાથી તે માંરું સદા રક્ષણ કરે છે.
50 એ માંટે હે યહોવા, હું હંમેશા આપનો આભાર માંનીશ. હું દેશોમાં હંમેશા તમાંરી સ્તુતિ કરીશ. અને તમાંરા નામનાં સ્તોત્રો ગાઈશ.
51 યહોવા તેના રાજાને ઘણા યુદ્ધોમાં વિજયો અપાવવામાં મદદ કરે છે. યહોવા તેમના પસંદ કરેલા રાજાને સાચો પ્રેમ અને દયા દર્શાવે છે. દેવ દાઉદ અને તેનાં વંશજો પ્રત્યે, સદાકાળને માંટે કર્તવ્ય પાલન કરેે છે.
પ્રકરણ 23

1 દાઉદનાં અંતિમ વચનો આ છે: આ વચનો યશાઇનો પુત્ર દાઉદ તરફથી છે. આ વચનો એ માંણસ તરફથી છે કે જેને યાકૂબના દેવે રાજા તરીકે અભિષિકત કર્યો હતો, જે ઇસ્રાએલનો મધુર ગાયક છે.
2 યહોવાનો આત્માં માંરા દ્વારા બોલે છે, અને તેમનાં વચનો માંરા હોઠ ઉપર છે.
3 ઇસ્રાએલના દેવ માંરી સાથે બોલે છે. ઇસ્રાએલના ખડકે મને કહ્યું કે, “જે ન્યાયપૂર્વક લોકો પર શાસન કરે છે. જે રાજા દેવનો આદર કરીને રાજ કરે છે”.
4 તે વ્યકિત પ્રભાતના તેજસ્વી પ્રકાશ જેવો વાદળ વિનાની સવાર જેવો થશે; વર્ષા પછી સૂર્યપ્રકાશથી ઊગી નીકળતાં કૂમળા ઘાસ જેવો તે થશે.”
5 દેવે માંરા કુળને મજબૂત અને સુરક્ષિત બનાવ્યું, દેવે કરાર કર્યો છે જે અનંતકાળ રહેશે, તે દરેક રીતે સુરક્ષિત છે. દેવે મને વિજય અને મને જે કાંઇ જોઇએ તે આપશે. તે માંરી બધી ઇચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ પરિપૂર્ણ કરશે.
6 પરંતુ દુષ્ટ લોકો કાંટા જેવા છે; કે જે કોઇને પણ તેઓના હાથમાં રાખવા ગમતાં નથી. તેઓ તેમને ફેંકી દે છે.
7 જો કોઇ વ્યકિત તેમને અડવા જાય તો લોખંડના લાકડાના ભાલાની જેમ વાગે છે. એમને તો આગમાં ફેંકી દેવામાં આવશે. અને સદંતર નાશ કરી દેવામાં આવશે.
8 દાઉદના સૈન્યના શ્રેષ્ઠ શૂરવીરોમાં પ્રથમ ત્રણ આ પ્રમાંણે છે: પ્રથમ તાહખમોની યોશેબ-બાશ્શેબેથ, જે વીર-ત્રિપુટીનો નાયક હતો, એક યુદ્ધમાં એણે ભાલો ચલાવીને 800 માંણસોનો સંહાર કર્યો હતો.’
9 દાઉદના ત્રણ શૂરવીર યોદ્ધાઓમાં બીજો દોદોનો પુત્ર આહોહીનો એલઆઝાર હતો. જે દાઉદ સાથેના ત્રણ શૂરવીરોમાંથી એક હતો, જ્યારે પલિસ્તાનીઓએ પડકાર કર્યો હતો. તેઓ લડાઇને સારું એકઠાં થયા હતા પણ ઇસ્રાએલીઓનું લશ્કર ભાગી ગયું હતું.
10 તે થાકી ગયો ત્યાં સુધી પલિસ્તીઓની સાથે લડ્યો છતાં પણ તેણે તરવાર હાથમાં પકડી રાખી હતી. તે દિવસે દેવે ઇસ્રાએલીઓને મહાન વિજય આપ્યો. એલઆઝારે પલિસ્તાનીઓને હરાવ્યા પછી ઇસ્રાએલીઓ દુશ્મન સૈનિકોના મૃતદેહો આગળથી ફકત લૂંટેલો માંલ લેવા ગયા.
11 ત્રીજો શૂરવીર સૈનિક આગીનો પુત્ર હારારનો શામ્માંહ હતો. એક વખત પલિસ્તીઓ લડવા માંટે એકઠાં થયા હતાં, ત્યાં મસૂરનું એક ખેતર હતું. પલિસ્તીઓથી ડરીને ઇસ્રાએલીઓ નાસી ગયાં હતાં.
12 પણ શામ્માંહ ખેતરની વચ્ચે ઊભો રહ્યો, ખેતરનું રક્ષણ કર્યુ અને પલિસ્તીઓને હરાવી દીધા. તે દિવસે પણ યહોવાએ મોટો વિજય અપાવ્યો હતો.
13 કાપણીના સમયે શરૂઆતમાં જયારે પલિસ્તીઓની એક ટુકડી રફાઈમની ખીણમાં હતી ત્યારે ત્રીસ શૂરવીરોમાંના ત્રણ તે વખતે અદુલ્લામની ગુફામાં રહેતા દાઉદ સાથે જોડાયા.
14 બીજીવાર ત્યારે દાઉદ ગઢમાં રહેતો હતો. પલિસ્તી સૈનિકોની ટૂકડી બેથલેહેમમાં હતી.
15 દાઉદ ઝૂરવા લાગ્યો અને બોલી ઊઠયો, “આહ! બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને કોઈ લાવી આપે તો કેવું સારું!”
16 ત્યારે આ ત્રણ શૂરવીરોએ પલિસ્તીઓની છાવણીમાંથી પસાર થઈને કૂવામાંથી પાણી ખેંચ્યું અને દાઉદ પાસે લાવ્યાં. પણ દાઉદે તે પીવાની ના પાડી અને યહોવાની આગળ રેડી દીધું.
17 તે બોલ્યો, “ઓ યહોવા, આ હું કેવી રીતે પી શકું? એ તો માંરા માંટે પોતાના પ્રાણ સંકટમાં મૂકનાર આ ત્રણ શૂરવીરોનું લોહી પીધા બરાબર છે.”
18 યોઆબના ભાઈ સરૂયાનો પુત્ર અબીશાય ત્રણ શૂરવીરોમાં સૌથી વધારે શૂરવીર હતો. એક વખતે તેણે એકલા હાથે ત્રણસો માંણસોની સાથે યુદ્ધ કરી તેઓનો સંહાર કર્યો હતો. આ વીરતા ભરેલા કાર્યને લીધે આ ત્રણ શૂરવીરોમાં તે ખૂબ પ્રખ્યાત થયો.
19 તે પ્રખ્યાત હોવાથી તે તેઓમાંનો ન હોવા છતાં તેઓનો સરદાર બન્યો હતો.
20 યહોયાદાનો પુત્ર કાબ્સએલનો બનાયા પણ શૂરવીર પુરુષ હતો અને તેણે અનેક શૂરવીર કાર્યો કર્યા હતા. તેણે મોઆબના અરીએલના બે બળવાન પુત્રોને માંરી નાખ્યા હતા, અને એક દિવસે જ્યારે બરફ પડતો હતો, તેણે એક ખાડામાં ઊતરીને એક સિંહને માંર્યો હતો.
21 વળી પ્રચંડકાય એક મિસરીને પણ માંરનાર એ જ હતો. તે મિસરીના હાથમાં ભાલો હતો પણ બનાયા ફકત એક લાકડી લઈને તેની સામે પહોંચી ગયો અને તેના હાથમાંથી ભાલો ઝૂંટવી લઈ તેના વડે જ તેને માંરી નાખ્યો.
22 બનાયા આવાં કાર્યોને લીધે જ પેલા ત્રણ શ્રેષ્ઠ શૂરવીરો જેટલું જ નામ મેળવ્યું.
23 તે ત્રીસ વીરો કરતાં પણ વધારે વિખ્યાત હતો, પણ તે ત્રણ વીરોમાંનો એક નહોતો. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો મુખ્ય અધિકારી બનાવ્યો હતો.
24 બીજા શૂરવીરોનાં નામ આ પ્રમાંણે છે; યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમમાંથી દોદોનો પુત્ર એલ્હાનાન;
25 હરોદમાંથી શામ્માંહ અને અલીકા;
26 પાલટીમાંથી હેલેસ, તકોઈમાંથી ઇકેકેશનો પુત્ર ઇરા,
27 અનાથોથમાંથી અબીએઝેર; હુશાથમાંથી મબુન્નાય;
28 અહોહમાંથી સાલ્મોન; નટોફાથમાંથી માંહરાય;
29 નટોફાથી બાઅનાહનો પુત્ર હેલેબ; બિન્યામીન ગિબયાહમાંથી રીબાયનો પુત્ર ઇત્તાય;
30 પિરઆથોનમાંથી બનાયા; ગાઆશના નાળામાંથી હિધ્રાય;
31 આર્બાથી અબીઆલ્બોન; બાર્હુમીમાંથી આઝમાંવેથ;
32 શાઆલ્બોનમાંથી એલ્યાહબા; યાશેનના પુત્રોમાંથી યોનાથાન;
33 હારારથી શામ્માંહ, પુત્ર, અરારમાંથી શારારનો પુત્ર અહીઆમ;
34 માંઅખાથીના પુત્ર અહાસ્બાય દીકરો અલીફેલેટ અહીથોફેલ ગિલોનીનો દીકરો અલીઆમ;
35 કામેર્લમાંથી હેસ્રોઇ, આર્બામાંથી પ્રાય.
36 સોબાહમાંથી નાથાનનો પુત્ર યિગઆલ; ગાદમાંથી બાની;
37 આમ્નોનમાંથી સેલેક; બએરોથમાંથી નાહરાય; નાહરાય સરૂયાના પુત્ર યોઆબનો શસ્ત્રવાહક હતો.
38 યિથામાંથી ઇરા અને ગારેબ,
39 ઊરિયા હિત્તી, એમ બધા મળીને કુલ સાડત્રીસ માંણસો હતા.
પ્રકરણ 24

1 યહોવા ફરી એક વાર ઇસ્રાએલીઓ ઉપર કોપાયમાંન થયા; અને તેણે દાઉદને ઇસ્રાએલીઓનો વિરોધી બનાવ્યો તેણે તેને કહ્યું, “જા ઇસ્રાએલની વસ્તી અને યહૂદાના લોકોની ગણતરી કર.”
2 તેથી દાઉદે યોઆબને અને તેના લશ્કરના સેનાપતિને કહ્યું, “જાઓ, અને દાનથી બેર-શેબા સુધી ઇસ્રાએલના કુળની વસ્તીની ગણતરી કરી આવ. માંરે જાણવું છે માંરા લોકોની સંખ્યા કેટલી છે.”
3 પણ યોઆબે કહ્યું, “આપના દેવ યહોવા આપને સો ગણા વધારે લોકો આપે. અને આપની આંખો આ થતી જૂઓ! પણ આપને લોકોની સંખ્યા ગણવાનો આ વિચાર શાથી આવ્યો?”
4 પરંતુ રાજાએ સખ્તાઇથી આગળ યોઆબ અને લશ્કરના અમલદારોને લોકોની ગણતરી કરવાનો હુકમ કર્યો તેથી તેઓ રાજાની પરવાનગી લઇ ઇસ્રાએલના લોકોની સંખ્યા ગણવા ગયા.
5 તેઓએ યર્દન નદી ઓળંગી અને યાઝેર પાસે ગાદની ખીણની વચમાં નગરની જમણી બાજુએ અરોએરમાં છાવણી નાખી.
6 પછી તેઓ ગિલયાદ ગયા અને છેક નીચે તાહતીમ હોદશી ગયા. ત્યાર પછી તેઓ ઉત્તર તરફ દાન યાઆન થઇને સિદોન ગોળ ફરીને આવ્યા.
7 પછી તેઓ સૂરના મજબૂત કિલ્લામાં તથા હિવ્વીઓનાં ને કનાનીઓનાં સઘળાં નગરોમાં આવ્યાં; અને યહૂદાના દક્ષિણ ભાગમાં બેર-શેબા ગયા.
8 આમ, તેઓ આખા દેશમાં ફર્યા અને નવ મહિના ને વીસ દિવસ પછી તેઓ પાછા યરૂશાલેમ આવ્યા.
9 યોઆબે રાજાને દેશના લોકોની કુલ સંખ્યા રજૂ કરી; હથિયાર ચલાવી શકે તેવા માંણસો ઇસ્રાએલમાં 8,00,000 માંણસો અને યહૂદામાં 5,00,000 માંણસો હતાં.
10 દાઉદનું અંત:કરણ વસ્તી ગણતરી કરાવ્યા પછી ડંખવા લાગ્યું. તેણે યહોવાને કહ્યું, “મેં જે કર્યું છે તે ખોટું છે. કૃપા કરીને માંરી આ મૂર્ખતાભરી દુષ્ટતા બદલ મને ક્ષમાં કરો.”
11 પણ બીજે દિવસે જ્યારે દાઉદ ઊઠયો ત્યારે દાઉદના પ્રબોધક ગાદને યહોવા તરફથી આ સંદેશો મળ્યો હતો કે,
12 “દાઉદને જઈને કહે કે, ‘યહોવા આ પ્રમાંણે કહેવડાવે છે; હું તારી આગળ ત્રણ વાત મૂકું છું. તું ગમે તે એક પસંદ કર એટલે હું તે પ્રમાંણે કરીશ.”‘
13 તેથી પ્રબોધક ગાદે દાઉદ પાસે જઈને કહ્યું, “તારા દેશમાં ત્રણ વરસ દુષ્કાળ પડશે, અથવા તારે ત્રણ મહિના સુધી દુશ્મનોથી ભાગતા ફરવું પડશે, અથવા તારા દેશમાં ત્રણ દિવસે રોગચાળો ફાટી નીકળે, તને શું પસંદ છે?હવે વિચાર કરીને મને કહે કે મને મોકલનાર દેવને માંરે શો જવાબ આપવો?”
14 દાઉદે ગાદને કહ્યું, “આ બાબતમાં નિર્ણય કરવો અતિ મુશ્કેલ છે. પરંતુ માંણસોના હાથમાં પડવું તેના કરતાં હું દેવના હાથમાં સોંપાવું પસંદ કરું છું કારણ કે તેઓ મહાદયાળુ છે.”
15 આથી યહોવાએ સમગ્ર ઇસ્રાએલમાં મરકીનો રોગ મોકલ્યો સવારથી તે ઠરાવેલા સમય સુધી; દાનથી બેર-શેબા સુધીમાં કુલ 70,000 માંણસોમરણ પામ્યા.
16 ત્યારબાદ (દેવદૂત) સંદેશવાહકે યરૂશાલેમનો નાશ કરવા માંટે તે તરફ હાથ લંબાવ્યો, પણ યહોવાને જે ખરાબ બન્યું હતું તે માંટે દિલગીરી થઇ અને લોકોનો સંહાર કરતા દેવદૂતને કહ્યું, ‘બસ, બહું થયું તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે (દેવદૂત) સંદેશવાહક યબૂસી અરાવ્નાહના ખળા પાસે હતો.
17 દાઉદે દૂતને લોકોનો સંહાર કરતા જોયો એટલે તેણે યહોવાને કહ્યું, “દોષ માંરો છે, પાપ મેં કર્યું છે, પણ આ ગરીબ લોકો, એમણે શું કર્યુ છે? સજા કરવી હોય તો મને અને માંરા કુટુંબને કરો.”
18 તે વખતે દિવસે ગાદે દાઉદની પાસે આવીને કહ્યું, “તું અરાવ્નાહની ખળીમાં જા અને યહોવાને માંટે તે જગ્યાએ એક વેદી બંધાવ.”
19 તેથી યહોવાની આજ્ઞાથી ગાદે આમ કહ્યું અને દાઉદ અરાવ્નાહહ ગયો.
20 અરાવ્નાહએ સામે જોયું તો તેણે રાજાને અને તેના અમલદારોને પોતાના તરફ આવતા જોયા, એટલે તે સામો આવ્યો અને ભૂમિ ઉપર લાંબો થઈને રાજાના પગમાં પડયો.
21 તેણે પૂછયું, “તમે માંરા રાજા, તમે તમાંરા સેવકને ત્યાં કેમ પધાર્યા છો?”દાઉદે ઉત્તર આપ્યો, “હું તારી આ જમીન ખરીદવા માંટે આવ્યો છું. અહીં હું યહોવાને માંટે યજ્ઞની વેદી બનાવીશ, જેથી લોકોમાં ફેલાયેલો મરકીનો રોગચાળાનો અંત આવે.”
22 અરાવ્નાહે કહ્યું, “આપ તે લઈ લો, અને આપને યોગ્ય લાગે તે રીતે તેનો ઉપયોગ કરો. ને અર્પણ કરો. દહનાર્પણ માંટે આ બળદો તૈયાર છે અને વેદી પર અગ્નિ માંટે ખળીના ઓજારો તથા બળદ માંટેની લાકડાની ઝૂંસરીનો પણ તમે ઉપયોગ કરી શકો છો.
23 અરાવ્નાહએ એ બધું રાજાને આપી દીધું અને કહ્યું, ‘આપના દેવ યહોવા આપના ઉપર પ્રસન્ન થાઓ!”
24 પણ રાજાએ કહ્યું, “ના, માંરે તને એના પૈસા આપવા જોઈએ. માંરા દેવ યહોવાને હું મફતનું દહનાર્પણ નહિ ધરાવું.” આથી દાઉદે પચાસ ચાંદીના શેકેલ આપીને ખળી અને બળદ ખરીદી લીધાં.
25 અને ત્યાં દાઉદે દેવ માંટે યજ્ઞવેદી બાંધી અને તેના પર દહનાર્પણ અને શાંત્યર્પણ અર્પણ કર્યા ત્યારે યહોવાએ દેશ માંટેની તેની પ્રાર્થના સાંભળી, અને તેણે યજ્ઞમાં અર્પણ કર્યા પછી ઇસ્રાએલનાં લોકોની માંદગી ચાલી ગઇ અને બધું સારું થયું.